Sunday, January 30, 2011

નિષ્કામ કર્મ કરનારા પરમધામ (સ્વર્ગ) પામે છે.....

અમારી માન્યતા છે કે ઋષિ પરંપરાના ગૌત્રાત્મક નામ ચાલ્યાં આવે છે. મહર્ષિ દ્વારા વૈદિક સાહિત્યમાં આ અંગે શ્લોક રચાયા છે. ઋષિઓ વર્ષા ઋતુમાં વાદળોને જોઇ સુંદર વૈજ્ઞાનિક વર્ણન કરે છે, જે આ મુજબ છે. ‘‘ઇમામ નુ કતિમસ્ય માયાં મહીં દેવસ્ય નકિરા દઘર્શ. એકં યદુદ્રા ન વૃણન્તેવીર સિગાન્તીર વનય: સમુદમ્ ’’ અથૉત જે પ્રકારે તીવ્ર પ્રવાહ સાથે પૃથ્વી પરથી પસાર થતી અનેક સરિતા એક સમુદ્ર નથી ભરી શકતી, એ પ્રકારે કોઇ પ્રતિભાશાળી કવિ વરુણની માયાનું ઉલ્લંઘન નથી કરી શકતો.

‘‘અભિક્રન્દ સ્તનય ગર્ભસા ઘા ઉદ્ન્વતા પરિદીયા રથેન, દ્રુતિં સુકર્શ વિશિંત ન્યષ્ચં સમાભવન્તૂદ્રૂતો નિપાદા:’’ અથૉત હે શક્તિશાળી પર્જન્ય (મેઘ) તમે ગડગડાટ કરતાં-કરતાં પધારો અને વરસતા રહી ઔષધિઓમાં ગર્ભ ધારણ કરો.

જળથી ભરેલા રથ ઉપર સવાર થઇને ચારે બાજુ ભ્રમણ કરો અને એવા વરસો કે ભરેલો કુંભ ઊંધો કરીને જાણે ખાલી કરી રહ્યા હોવ. જેના કારણે ઊંચાણવાળા કે નીચાણવાળા તમામ પ્રદેશ જળથી તૃપ્ત થઇ જાય. નિષ્કામ કર્મો કરવા વાળા પુરુષો પરમધામ (સ્વર્ગ) પામે છે. શક્તિ સ્વરૂપ સીતાજીને સતી અનસુયાજી અનેક દિવ્ય વસ્ત્ર તેમજ અલંકાર પ્રદાન કરીને મહત્વપૂર્ણ ઉપદેશ આપે છે.

નારીના ધર્મ (કર્મ) અંગેની રજુઆત અનસુયાજી સિવાય અન્ય કોઇ નારી ન કરી શકત. રામાયણના અરણ્યકાંડમાં દોહા ૪માં પતિવ્રતાના ચાર પ્રકાર દર્શાવાયા છે. તે મુજબ સપનામાં પણ પર પુરુષનાં દર્શન ન કરે તેવી, મધ્યમ પુરુષને પિતા અને ભાઇ, પુત્રને એક સમાન જોનારી, ધર્મ અનુસાર ભય (ડર)થી રહેનારી નારી પતિવ્રતા છે. એટલે કે પવિત્ર નારી (સ્ત્રીઓ) સંસારનું હિત (સારું) કરે છે. તેઓ ચારિત્રવાન નાગરિકોને જન્મ આપે છે.

No comments: