Sunday, January 30, 2011

જન્મકુંડળી સરખી : એક ગરીબ, જ્યારે બીજો અમીર..

મહાત્મા ગાંધીનો જન્મ પૂતળીબાઇની કૂખે થયો, તેજી બચ્ચનની કૂખે અમિતાભ બચ્ચન તો કૌશલ્યાના ઘેર રામ જેવા મહાન વિભૂતિ આત્માઓ અવતર્યા. ગાંધી, બચ્ચન, શ્રી રામ કે સચિન તેંડુલકરનો જન્મ થયો ત્યારે શું અન્ય બાળકોનો જન્મ નહીં થયો હોય? પરંતુ અન્ય બાળકો તેમની માફક મહાન બની શક્યા નહીં તેનું મૂળ કારણ તેમનાં સંચિત કર્મ. પૂર્વ જન્મનાં કર્મ અને આ જન્મનાં કર્મનો સરવાળો માનવીને ભાગ્યવાન અને ધનવાન બનાવે છે. જ્યારે આ હિસાબ બાદબાકી (માઇનસ)માં આવે ત્યારે વ્યક્તિ ભાગ્યહીન, નિર્ધન બને છે


સંચિત કર્મોની કમાલ - જન્મકુંડળી સરખી એક નિર્ધન બીજો ધનવાન


જ્યોતિષ એટલે જીવનમાં આશાની જ્યોતિ પ્રગટાવવાનું એક અદભૂત શાસ્ત્ર. જ્યોતિષ એટલે શ્રદ્ધા અને વિજ્ઞાનનો સમન્વય. આર્ષદ્રષ્ટા સહદેવ જ્યોતિષશાસ્ત્ર અને જન્મકુંડળીનો મર્મ નીચેના શ્લોક દ્વારા સમજાવે છે.


યસ્ય નાસ્તિ ખલુ જન્મપત્રિકાયા શુભાશુભ ફલ પ્રદાયિની અન્ધકં ભવતિ તસ્ય જીવિતંદીપહીનમિવ મંદિરં નિશિ


અર્થાત્ જેની પાસે શુભાશુભ ફળદર્શક જન્મપત્રિકા નથી તેનું જીવન અંધકારમય અને દીપક વિનાના અંધારાવાળા ઘર જેવું ભેંકાર ભાસે છે.


જ્યોતિષશાસ્ત્ર નવ ગ્રહ, ૧૨ રાશિ અને ૧૨ સ્થાનના સમન્વય દ્વારા તમારા ભાગ્યનું અર્થઘટન કરી તમારા ભાગ્યોદયની સાચી દિશા દર્શાવતું પવિત્ર શાસ્ત્ર છે. માનવીના ભાગ્યનો આધાર તેનાં સંચિત કર્મો અને ચાલુ જન્મના કર્મનો સરવાળો છે.


પૂર્વ જન્મનાં કર્મોના આધારે માનવીના નવા જન્મની યોનિ નક્કી થાય છે. એક જ તારીખ, સમય અને સ્થળે જન્મેલાં અસંખ્ય બાળકોની જન્મકુંડળી એકસરખી હોવા છતાં તે દરેકનું ભાગ્ય અને જીવન જીવવાના સંજોગો અલગ અલગ હોય છે.


મહાત્મા ગાંધીનો જન્મ પૂતળીબાઇની કૂખે થયો, તેજી બચ્ચનની કૂખે અમિતાભ બચ્ચન તો કૌશલ્યા ઘેર રામ જેવા મહાન વિભૂતિ આત્માઓ અવતર્યા. ગાંધી, બચ્ચન, શ્રી રામ કે સચિન તેંડુલકરનો જન્મ થયો ત્યારે શું અન્ય બાળકોનો જન્મ નહીં થયો હોય? પરંતુ અન્ય બાળકો તેમની માફક મહાન બની શક્યા નહીં તેનું મૂળ કારણ તેમનાં સંચિત કર્મ.


પૂર્વ જન્મનાં કર્મ અને આ જન્મનાં કર્મનો સરવાળો માનવીને ભાગ્યવાન અને ધનવાન બનાવે છે. જ્યારે સંચિત કર્મ અને આ જન્મનાં કર્મનો હિસાબ બાદબાકી (માઇનસ)માં આવે ત્યારે ભાગ્યહીન, નિર્ધન બને છે.


ગ્રહોના રહસ્ય, ગ્રહોની અગમ નિગમ ચાલ ગૂઢ, કઠિન અને અઘરી છે. એકસમાન જન્મકુંડળીઓ ધરાવતી વ્યક્તિઓનાં ભાગ્ય અને જીવન તદ્દન અસમાન હોય છે. સોફ્ટવેર કગિં બિલ ગેટ્સના નામથી કોણ અજાણ છે. તેમની જન્મકુંડળીમાં કેમદ્રુમ યોગ છે.


આ યોગ માનવીને દરિદ્ર, ભિખારી બનાવે છે. છતાં બિલ ગેટ્સ અબજોપતિ છે. અપવાદરૂપે આ કુંડળીને ગ્રહોની કમાલ ગણવી પડે.


બિલ ગેટ્સનો જન્મ થયો તે સમય, તારીખ અને સ્થળે અન્ય એક જાતકનો પણ જન્મ થયો પરંતુ તે ભાઇ અત્યારે અતિ દયનીય, દરિદ્ર, કરુણ અને દારુણ જીવન જીવે છે.


કહેવાનું તાત્પર્ય એટલું જ કે જન્મકુંડળીઓ ભલે એક સમાન હોય પરંતુ ભાગ્ય સદાય એક સરખું હોતું નથી. ભાગ્યની રચના માનવીના પૂર્વજન્મનાં કર્મ, સંચિત કર્મના આધારે થાય છે. જન્મકુંડળીઓ એકસમાન હોય પરંતુ ભાગ્ય અસમાન હોય એક ધનવાન બીજો નિર્ધન, એકને મળે નામ અને બીજો થાય બદનામ.


બસ જ્યોતિષશાસ્ત્રની આ જ કમાલ છે. અવલોકન અને સંશોધનના આ શાસ્ત્રમાં તમારું ભાગ્ય ક્યાં છુપાયેલું છે તે દર્શાવે છે તમારી જન્મકુંડળીના ગ્રહો અને તમારી કુંડળીના ગ્રહો એટલે તમારું ભાગ્ય અને ભાગ્ય એટલે સંચિત કર્મો + આ જન્મનાં કર્મોના સરવાળા બાદબાકી.

No comments: