Monday, January 31, 2011

મારકણા બાળકની મોકાણ શી રીતે વારશો તોફાની-ધાંધલિયાં-ચીડિયાં ભૂલકાંને?



જ્યા રે કોઈ માતાપિતાને એવી ફરિયાદ સાંભળવા મળે કે તેમનું બાળક અત્યંત આક્રમક બની ગયું છે અને વાતવાતમાં ગુંડાગીરી પર ઊતરી આવે છે ત્યારે તેઓ આ વાત માની શકતા નથી. દરેક મા-બાપને મન તેમનું સંતાન કહ્યાગરું અને શાંત હોય છે. પરંતુ આજના ‘છોટા પરિવાર, સુખી પરિવાર’ના જમાનામાં બાળકો જરાય ‘સુખી’ નથી હોતા. વાસ્તવમાં તેઓ એકદમ એકલા પડી જાય છે. તેમને સાથ આપવાવાળું, તેમની વાત સાંભળવાવાળું કે તેમની સાથે રમવાવાળું કોઈ નથી હોતું. બાળમનોવૈજ્ઞાનિકો કહે છે કે આવી સ્થિતિમાં બાળક અકળાઈ જાય છે. પરિણામે તેનો સ્વભાવ આક્રમક બની જાય છે. ઘણીવાર એવું પણ બને છે કે ભૂલકામાં આવેલો નાનો નાનો ફેરફાર માતાપિતા નોંધી શકતા નથી. આ લક્ષણો સમય જતાં ઉગ્ર બને છે. અને ગુંડાગીરીમાં પરિણમે છે. પરંતુ પહેલેથી જ કાળજી લેવામાં આવે, અથવા સંતાનના વર્તનમાં થોડોઘણો ફરક દેખાય કે તરત જ તેને વાળવાનો પ્રયત્ન કરવામાં આવે તો વાત વણસી જતી અટકાવી શકાય છે.
સામાન્ય રીતે જોવામાં આવે છે કે મોટા શહેરમાં વસતા લોકો રાત્રે મોડા સુએ છે. પરિણામે બાળકોને પણ મોડાં સુવાની ટેવ પડી જાય છે. આને કારણે તેમને પૂરતી ઉંઘ નથી મળતી. બાળવયમાં અપૂરતી નીંદ્રા બાળકને અકળામણ અને પછી આક્રમકતા સુધી દોરી જાય છે. ભૂલકાના મગજને શાંત રાખવા પૂરતા કલાકો સુધી શાંત નીંદર આવશ્યક છે. તેથી બાળકને મોડામાં મોડું ૯.૩૦ વાગ્યા સુધી સુવડાવી દેવું જોઈએ.
વધારે પડતી ચોકલેટ કે ચીપ્સ જેવી વસ્તુઓ અને કેલેરી વિનાનો ખોેરાક પણ બાળકને તોફાની બનાવે છે. ભૂલકાને દરે બે કલાકે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને વીટામીનથી ભરપૂર પૌષ્ટિક આહાર આપો.
યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જણાઈ આવ્યું હતું કે વધારે કલાક સુધી ટી.વી. જોનારા બાળકો પણ ધમાલિયા અને આક્રમક બની જાય છે. ઘણા માતાપિતા તેમના બાળકને કલાકો સુધી કાર્ટુન ફિલ્મ જોવા આપે છે. તેઓ એમ માને છે કે કાર્ટુન ફિલ્મો નિર્દોષ હોવાથી ભૂલકા પર તેની કોઈ ખોટી અસર નહીં પડે. પણ આ માન્યતા સદંતર ખોટી છે. આપણે ‘ટોમ એન્ડ જેરી’નું જ ઉદાહરણ લઈએ. જેરી નાનો હોવા છતાં ટોમને સતત પજવતો રહે છે અને એવું બતાવવાનો પ્રયત્ન કરે છે કે આવું વર્તન કરવામાં કાંઈ ખોટું નથી. કાર્ટુનના આવા પાત્રોની માઠી અસર પણ બાળકોના મન પર થાય છે. તેઓ પણ આ પ્રકારનું વર્તન કરે છે અને તેને વ્યાજબી પણ ઠેરવે છે.
ઝગડી રહેલાં માતાપિતાની માઠી અસર બાળમાનસ પર થાય છે. બહેતર છે કે માતાપિતા ભૂલકાની હાજરીમાં ઝગડો કરવાનું ટાળે. બાળકની ગેરહાજરીમાં એકમેક સાથેની ગેરસમજ દૂર કરી લેવાથી તેઓ બાળ ઉછેર પણ સારી રીતે કરી શકશે.
બાળક શાળામાં જતું થાય ત્યાર બાદ બીજા ભૂલકાઓના વર્તનની અસર પણ તેમના ઉપર થાય છે. તોફાની કે મારકણા બાળકો સાથે રહીને શાંત બચ્ચું પણ તેમના જેવું થઈ જાય છે. ઘણીવાર એવું પણ બને કે બે-ત્રણ તોફાની બાળકો સાથે મળીને એક શાંત ભૂલકાને એટલું બઘું સતાવે કે તે કોઈક ઘડીએ ઉશ્કેરાઈને તેમના જેવું જ વર્તન કરી બેસે. આવી સ્થિતિ પેદા ન થાય તે જોવાની જવાબદારી શિક્ષકોની રહે છે.
ઘણાં બચ્ચાઓ મૂળભૂત રીતે જ આક્રમક હોય છે. આવા બાળકોને ‘ટાઈપ-એ’ પર્સનાલિટીના ભૂલકાઓ તરીકે ઓળખવામાં આવે છે. કોઈપણ દેખીતા કારણ વિના ધાંધલ-ધમાલ મચાવી મુકતા બાળકને સમયસર સારવાર આપવામાં આવે તો તે તેમના ભવિષ્ય માટે સલામતીભર્યું પગલું ગણાય.
ઘણીવાર ઘણાં બાળકો પોતાની ભાવનાઓ વ્યક્ત નથી કરી શકતાં. આવી સ્થિતિમાં અંદરોઅંદર ગુંગળાતા રહેતાં બચ્ચાં પોતાની અકળામણ કોઈકને મારીને વ્યક્ત કરે છે. ખાસ કરીને બોલતાં ન શીખ્યા હોય એટલાં નાના બાળકો ભૂખ લાગે ત્યારે સામી વ્યક્તિને મારે છે.
માતાપિતા જ્યારે પોતાના બાળક પ્રત્યે પૂરતું ઘ્યાન નથી આપતાં, તેમને માટે સમય નથી ફાળવતાં ત્યારે તેઓ તેમનું, બીજા બાળકોનું કે શિક્ષકનું ઘ્યાન પોતાની તરફ ખેંચવા આક્રમક વલણ અપનાવે છે. આ ઉપરાંત જે બચ્ચાઓનો ઉછેર વારંવાર માર ખાઈને થયો હોય તે ભૂલકાઓ પણ બીજાઓને મારતાં થઈ જાય છે.
સામાન્ય રીતે બધા માતાપિતા એમ જ માનતા હોય છે કે તેમનું સંતાન આક્રમક હોઈ જ ન શકે.
મનોવૈજ્ઞાનિકો કહે છે કે માતાપિતાએ તેમનું આ વલણ બદલવું જોઈએ. જે બાળક અત્યંત ધમાલિયું હોય તે કોઈકનું ભૂલકું તો હોય જ છે. તેથી પ્રત્યેક માતાપિતાએ તેમના બચ્ચાના વર્તન પર ચાંપતી નજર રાખવી જોઈએ. જોે વારંવાર તેમના આક્રમક વર્તનની ફરિયાદ આવે તો સમયસર ચેતી જવું આવશ્યક છે. જો બચ્ચાનું વર્તન અત્યંત ધમાલિયું કે આક્રમક હોય, તે કોઈને ગણકારતું ન હોય, તો તેને શારીરિક શિક્ષા કરવાને બદલે તેની સાથે સમજાવટથી કામ લો. તેને શું સાચું અને શું ખોેટું કહેવાય તેની સમજ આપો, પરંતુ જો તમે એને એમ કહેશો કે તે ખરાબ બાળક છે તો તેના મગજ પર તેની ખોટી અસર પડશે. આ વસ્તુ તેના ભવિષ્યને પણ બગાડી શકે.
ઘણીવાર બાળકો માતાપિતા અથવા અન્ય પરિવારજનોનું ઘ્યાન આકર્ષિત કરવાં બીજા ભૂલકાને મારે છે અથવા રમકડાં ફેંકી દેવા જેવી હરકતો કરે છે. સૌથી પહેલાં તો મારામારી કરી રહેલાં બે બચ્ચાઓને છૂટાં પાડો. ત્યારબાદ થોડીવાર સુધી તેની અવગણના કરો. આમ કરવાથી બાળક સમજી જશે કે માતાપિતાનું ઘ્યાન તે આ રીતે નહીં આકર્ષી શકે. તેવી જ રીતે જો ભૂલકાનું વર્તન સારું હોય તો તેની પ્રશંસા કરો. જેમ કે તે પોતાના રમકડાં યથાસ્થાને ગોઠવી દે તો તેની પ્રશંસા અચૂક કરો. આમ કરવાથી તે બીજીવાર આ પ્રકારનું કામ કરવા પ્રેરાશે.
બાળકને આક્રમક થતું અટકાવવા તે પૂરતું ઉંઘે, પૌષ્ટિક આહાર લે, સારી રીતે રમે, હમેશાં ખુશ રહે તેવો પ્રયત્ન કરો. આનંદમાં રહેતું બાળક ઓછું ધાંધલિયું બને છે. આ ઉપરાંત બાળકમાં નાનપણથી જ યોગ, સંગીત, ચિત્રકામ જેવી મનમગજને શાંત-આનંદિત રાખતી પ્રવૃત્તિ કરવાની ટેવ પાડો. આમ છતાં ભૂલકાની આક્રમકતા ઓછી ન થાય તો કાઉન્સેલરની મદદ લેતાં ન અચકાઓ.


this is nice picture as manfish gences....

આજ નું ઔષધ


કબજિયાત શી રીતે દૂર થાય ?

ખોરાક જ્યારે પેટમાં જાય ત્યારે હોજરીથી શરૃ કરી મળદ્વાર સુધીની માસપેશીઓમાં એક પ્રકારના તાલબદ્ધ સંકોચનની ક્રિયા થાય છે. જેને આકુંચન લહીર (Peristalsis) કહેવાય. જેનાં કારણે પાચનક્રિયાના ભાગરૃપે ખોરાક નાના આંતરડામાં જાય. સાથે-સાથે મોટાં આંતરડામાં પડયો રહેલો મળ કે કચરો પણ સરકીને નીચે ઊતરે. આ ક્રિયાનું સંવેદન જ્ઞાાનતંતુ (Nerves) થકી થતાં માણસને હાજત જવાની ઈચ્છા થાય. અને જો આ આખી ક્રિયા બરાબર રીતે ન થાય તો, પેટ પૂરતું સાફ ન આવે. મળ પડયો રહી, સૂકાઈને ગંઠાઈ જાય. પેટમાં ચૂંક આવે, બેચેની રહે. ખૂબ જોર કરવા છતાં પણ મળ અટકી રહે. આ સ્તિતિ એટલે કબજિયાત. (constipation).
બ્રિટિશ ડૉકટર સર વિલિયમ કબજિયાતને એંશ ટકાથી વધુ રોગોને જન્મ આપનારી માતા કહે છે. અમેરિકન આરોગ્યશાસ્ત્રી જે. એમ. કેલોગ આને 'ઓટોઈન્ટોકિસકેશન' એટલે પોતાની મેળે પેદા થતું ઝેર ગણે છે. આંતરડામાં લાંબા સમય સુધી પડી રહેલા મળમાં સડો (Putrifaction) થતાં પેદા થતું ઝેર (Toxin) લોહીમાં ભળીને જાત-જાતના રોગોને જન્મ આપે છે. જેમ કે લીવર, થાઈરોઈડ અને કાકડાનો સોજો, હરસ, મસા, ભગંદર, આંતરડાનું કેન્સર, હોજરી અને મોમાં ચાંદા પડવા, સાંધાનો વા (ગાઉટ), માથાનો દુઃખાવો, ન્યુરાઈટીસ, અનિંદ્રા, મોઢાની દુર્ગંધ, કાયમી થાક, આળસ વગેરે.
આજના ભાગદોડ ભર્યા સમયમાં રોજ એક વખત સવારે નિશ્ચિત સમયે પેટ સાફ થવું જ જોઈએ. એવા તનાવમાં નુકસાન કરે એવી રેચક દવાઓના બંધાણી થઈ જતાં માણસોની સંખ્યા ઘણી મોટી છે. વાસ્તવમાં પેટની સફાઈનો આધાર (૧) કેટલી માત્રામાં ખોરાક લેવાય છે, (૨) ખોરાકમાં રહેલાં રેષા (Fibre) અને પાણીનું પ્રમાણ અને (૩) પાચનક્રિયા પર આધાર રાખે છે. ચાર ટંક ભોજન લેનારને દિવસમાં બે-ત્રણ વખત, બે ટંક ભોજન લેનારને દિવમસાં એક વખત અને ખૂબ ઓછું ખાનાર, ઉપવાસ કરનાર, વૃદ્ધો કે બાળકોને એકાંતરે દિવસ પેટ સાફ આવવું સ્વાભાવિક છે. ભોજન પછી તરત હાજર માટે જવું એ પણ એટલું જ સ્વાભાવિક છે. આવી સ્થિતિને પેટના રોગો કે કબજિયાત સમજવાની ભૂલ ન કરવી.
હવે કબજિયાત નીવારવાના ઉપાય જોઈએ.
(૧) મળ ત્યાગ કરવાના સમયે ટેન્શન, ચિંતાજનક વિચારો નકરવા. જેથી જ્ઞાાનતંતુ દ્વારા થતાં હાજતના સંવેદનમાં રૃકાવટ થાય. ક્યારેય પણ હાજર જવાની ઈચ્છાને પ્રયત્નપૂર્વક રોકવી નહિ.
(૨) હાજત જવા માટે દેશી કમોડની પધ્ધતિ અપનાવવી- જેમાં પગ વાળીને બેસવાથી પેટ પર દબાણ આવે અને સરળતાથી મળોત્સર્ગ થાય. (વધારે પડતું વજન અને પગના સાંધાના દુઃખાવાની તકલીફવાળી વ્યક્તિઓ માટે આ સ્થિતિનો નિષેધ છે.) હાજત થતાં પહેલાં મળદ્વારમાં દેશી દિવેલ લગાવવું.
(૩) સર્વ રસાયનોમાં શ્રેષ્ટ એવાં જળનો પર્યાપ્ત માત્રામાં ઉપયોગ કરવો (એટલે કે રોજના આઠથી દસ પ્યાલા પાણી પીવું.) સવારે ઊઠીને બે-ત્રણ પ્યાલા હુંફાળુ-ગરમ કરેલું પાણી નરણાં કોઠે પીવું. પછી હાજત માટે જવું.
(૪) દાડમ, લસણ, કંદમૂળ, મેંદાનો ઉપયોગ વધુ માત્રામાં કરવાથી કબજિયાત થાય. વિટામીનની દવાઓ જેમાં આયર્ન (લોહતત્ત્વ) હોય, ઉધરસની દવાઓ (કોડિનયુક્ત), ઊંઘની અને મનને શાંત કરતી દવાઓ તથા પેઈનકિલર્સના ઉપયોગથી પણ કબજિયાત થઈ શકે. જેથી આ પ્રકારની ઔષધિઓ વિવેકપૂર્વક લેવી.
(૫) પોલિસ કરેલા ચોકા, ફોતરા કાઢી નાખેલી દાળ, થૂલું કાઢી નાખેલા ઘઉંનો વપરાશ બંધ કરવો. એની જગ્યાએ હાથ-છડના ચોખા, ફોતરાવાળી દાળ અને ઘઉંનો કરકરો લોટ વાપરવાનો આગ્રહ રાખવો. એમ કરવાથી ખોરાકમાં રેષા (Fibre) અને વિટામીન 'B1'નુ પ્રમાણ જળવાય છે. ઉપરાંત લીલા શાકભાજી અને તાજાં ફળોનો ઉપયોગ છાલ સાથે કરવાથી સારા એવા પ્રમાણમાં રેષા મળી રહે છે. દિવસ દરમ્યાન ખોરાકમાં ત્રીસથી ચાળીસ ગ્રામ જેટલાં રેષા લેવાં જરૃરી છે.
(૬) ઉતાવળે ખાવાની ટેવ બરાબર નથી. શાંતિપૂર્વક, એકાગ્રચિત્ત, સંતોષથી ભોજન લેવું. ભોજન દરમ્યાન અને ભોજન પછી તરત વધુ પડતું પાણીન લેવું. જેથી પાચનક્રિયા મંદ થઈ અપચો થાય. ભોજન પછી તલ, ધાણાની દાળ, ગળ્યા આમળા, વરિયાળી જેવા મુખવાસનો ઉપયોગ કરવો.
(૭) બેઠાડું જીવન ત્યાગી, સરળ અને સાદા વ્યાયામને અપનાવો. સવાર-સાંજ ભોજનના કલાક પછી અડદો કલાક શાંતિપૂર્વક ચાલવાની ટેવ કેળવવી. યથાશક્તિ એરોબિક કસરતો કરવી. યોગાસનો જેવા કે ઉત્તાનપાદાસન, શલભાસન, પશ્ચિમોત્તાનાસન, વજ્રાસન, સર્વાંગાસન જાણકારની સલાહમુજબ કરવા. જેનાથી પેટના સ્નાયુઓ મજબુત બનશે અને આંતરડાની કાર્યક્ષમતા વધશે.
(૮) અડધો કલાક પાણીમાં પલાળી રાખેલાં બેથી ત્રણ નંગ અંજીર બપોરના ભોજન પછી અને વીસ દાણાં કાળી સૂકી દ્રાક્ષ અડધો કલાક પાણીમાં પલાળી રાખી, ખૂબ ચાવી-ચાવીને રાત્રિ ભોજન પછી લેવાં.
(૯) કબજિયાત દૂર કરવા અઠવાડિયે એક વખત કરી શકાય એવો નિર્દોષ પ્રયોગ ઃ ઈસબગુલ, તકમરિયા, આમળા, વરિયાળી સમભાગે, દેશી દિવેલમાં શેકેલી હરડે અડધા ભાગે, મીંઢિઆવળ, સંચળ, અજમો, દસમા ભાગે. આ બધાં દ્રવ્યોના ચૂણો મિશ્રણમાંથી એક ચમચી રાત્રે સૂતી વખતે હુંફાળા પાણી સાથે લેવાથી પેટ સાફ આવશે.

પરણવા પહેલાં જ ‘પરણનાર’નો પૂરો પરિચય મેળવવા શું કરવું?




આખી જ્ઞાતિમાં ઉહાપોહ થઈ ગયો. આજ સુધી આવો બનાવ કદી બન્યો નથી. એક વર્ષ સુધી વિવાહ ચાલુ રહે. દર રવિવારે બંને સાથે ફરવા જાય, સાથે ફિલ્મ જોવા જાય, અરે, કોલેજની પિકનીક વખતે ક્યાંક રાત રોકાવું પડે તો સાથે રોકાય અને હવે વિવાહનો ભંગ થાય તો કેમ ચાલે? એમાંય છોકરો ના પાડે એવા બનાવો તો આજ સુધી બન્યા હતા પણ આતો છોકરી સામેથી ના પાડી દે એ કેમ ચાલે? હવે એ છોકરીની શી દશા થશે? એની સાથે પરણવા કોણ તૈયાર થશે? એનો હાથ કોણ પકડશે?
નવાઈની વાત તો એ હતી કે છોકરીનો બાપ સામાન્ય મઘ્યમ વર્ગનો માણસ હતો, એ નહોતો ખૂબ માલદાર કે નહોતો સત્તાધીશ. છતાં એણે છોકરી પર જરા પણ દબાણ કર્યા સિવાય વિવાહ ફોક કરવાની એની ઈચ્છાને સમર્થન આપ્યું. આખી જ્ઞાતિમાં આ સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા અને સૌ કોઈ એની ટીકા કરવા લાગ્યા, ‘છોકરીની જાત આટલો બધો પાવર કરે એ પોષાય નહીં એવી કેવી બાદી કે પહેલૅેથી એને ખબર ના પડી? આખું વરસ એની સાથે ફરીને હવે એને પડતો મુકે એટલે પેલા બિચારાને કેવું અપમાન લાગે?
આવી ચર્ચા ચોરેને ચૌટે થવા લાગી હતી પણ વાતનું રહસ્ય જાણતી હતી ફક્ત એ છોકરી, એના માતાપિતા અને વઘુમાં જાણતા હતા. વરપક્ષવાળા લોકો. વાત એમ બનેલી કે છોકરી એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરતી હતી ‘અને છોકરાવાળાએ પણ એવી જાહેરાત કરી હતી કે છોકરો મેડિકલમાં અભ્યાસ કરે છે. છોકરી હોેંશિયાર હતી. એટલે છોકરાને એના કોર્સ અંગે પૂછપરછ કરતી હતી. થોડા દિવસો તો છોકરાએ આડાં અવળાં ગપ્પાં માર્યા કર્યા પણ વર્ષના અંતે પરિણામ આવ્યુ ંત્યારે એ પકડાઈ ગયો. એ એમ.બી.બી.એસ. નો નહિ પણ એસ.સી.પી.એસ.નો અભ્યાસ કરતો હતો, છોકરાને એમ હતું કે થોડા સહવાસ થયા પછી છોકરી એને છોડી નહીં શકે. એની ઈચ્છા તો લગ્ન પૂર્વે જાતીય સંબંધ બાંધી એને પૂરેપૂરી કબજે કરી લેવાની હતી. આ બઘું થયા પછી પોતાનું જુઠાણુ પકડાઈ જશે તો પણ છોકરી વિરોધ નહિ કરે એવી એને ખાત્રી હતી. એથી તો એ રવિવારે છોકરીને મળતો ત્યારે એની સાથે અભ્યાસની વાતો કરવાના બદલે પ્રેમની વાતો કર્યા કરતો. એની ઈચ્છા પોતાનું જુઠાણું પકડાય એ પહેલાં એની વાગદત્તાને પૂરેપૂરી હિપ્નોટાઈઝ્ડ કરી દેવાની હતી. પણ છોકરી ભારે બુઘ્ધિશાળી અને હિંમતવાળી નીકળી, એણે વિવાહ ફોક કરી દીધો, એણે કહ્યું, ‘‘લગ્નના પાયામાં વિશ્વાસનું ચણતર ના હોય તો એ ઈમારત ટકી જ ના શકે, જે માણસ લગ્નપૂર્વે મને આ રીતે છેતરવા પ્રયાસ કરે એના વિશ્વાસે આખું જીવન સમર્પી કેવી રીતે શકાય?’’
આપણા સમાજના ઉપલા મઘ્યમ વર્ગમાં હવે છોકરા-છોકરીને લગ્ન પહેલાં મળવાની છૂટ આપવામાં આવે છે. એ છૂટનો અને સંવનનનો સર્વોત્તમ ગાળો છે, પરંતુ એ સમયના સહવાસ દરમિયાન જો તેમને એમ લાગે છે કે આ વ્યક્તિનો સ્વભાવ મારા સ્વભાવ સાથે સુસંગત થાય એમ નથી તો જરાય શરમ કે સંકોચ રાખ્યા વિના વિવાહ ફોક કરવો એ ડહાપણભર્યું પગલું છે. લગ્ન કર્યા પછી આખી જિંદગી રીબાઈ રીબાઈને પસાર કરવી અથવા તો છૂટાછેડા લેવા માટેની લાંબી કાર્યવાહીમાંથી પસાર થવું. એના કરતાં લગ્ન પૂર્વે જ સ્પષ્ટ થઈ જવું વધારે સારું છે.
ઉપરના દાખલામાં વાગ્દત્તાએ જે હિંમત બતાવી છે એ ધન્યવાદને પાત્ર છે. આવી હિંમત બતાવનાર છોકરીની પ્રશંસા કરવાના બદલે આપણો સમાજ એની નિંદા કરે છે, એ પછાતપણાની નિશાની છે, આવા પગલાની કદર કરીને બીજા યોગ્ય મૂરતિયા સાથે એ કન્યાના લગ્ન થાય એવો પ્રયાસ કરવો જોઈએ.
સંવનનના ગાળામાં એકબીજાનો સાચો પરિચય મેળવવા પ્રયાસ કરવો જોઈએ, એવા પ્રયાસના પરિણામે એમ લાગે કે અમુક મર્યાદાઓ એવી છે કે જે કાળે કરીને ઘસાઈ કે ભુંસાઈ જશે તો એ બાબતની ચિંતા ના રાખવી. પણ કોઈ એવી મર્યાદા હોય કે જે કદી દૂર થઈ શકે એમ ના હોય તો એ માટે ગંભીરપણે ચર્ચા કરી લેવી. દા.ત. તમને સિગારેટની વાસ જરા પણ ગમતી નથી અને તમારો વિવાહ થયો એ છોકરાને સિગારેટ વિના ચાલતું નથી, એને તમે સમજાવી જુઓ અને એ જો સિગારેટ છોડવા તૈયાર થાય અથવા લાંબા ગાળે છોડી શકે એમ લાગે તો ચલાવી લેવું. પણ તમને એમ લાગે કે એનાથી સિગારેટ કદી છોડાશે નહિ અને તમારાથી એની વાસ કદી સહન થશે નહિ તો એવા છોકરા સાથે સંબંધ જોડવાનું જોખમ ના ખેડાય.
આ તો તરત સમજાઈ જાય એવી બાહ્ય મર્યાદાઓ છે, પણ ઘણીવાર સામી વ્યક્તિના સ્વભાવની અમુક મર્યાદા તમારા ઘ્યાનમાં જલદી ના પણ આવે. ઉદાહરણ તરીકે યુવક તમારી સાથે ખૂબ વિનયથી વિવેકથી અને સૌજન્યથી વર્તતો હોય, તમને એમ લાગે કે એ ખૂબ સંસ્કારી અને સજ્જન છે. પણ એ કદાચ દંભ કરતો હોય, કુશળ ખેલાડીની જેમ એ પોતાની જાળ બિછાવતો હોય, તો એવે વખતે એનોે દંભ પકડવા માટે તમારે ખુબ બુઘ્ધિપૂર્વક કામ લેવું જોઈએ. એના માટે એક દાખલો યાદ રાખવા જેવો છે.
ભોજરાજાના દરબારમાં એક વાર અજાણ્યો માણસ આવ્યો. એ એક પછી એક અનેક ભાષાઓ બોલતો હતો. ઘડીમાં ફારસી બોલે તો ઘડીમાં હિન્દીમાં, ઘડીમાં બંગાળીમાં બોેલે તો ઘડીમાં મરાઠીમાં, આ બધી ભાષાઓ પર એનો કાબુૂ એવો હતો કે કોઈ કહી ના શકે કે એની માતૃભાષા કઈ હશે. આ વિચિત્ર માણસે રાજાને કહ્યું કે મારી માતૃભાષા કઈ હશે એ શોધી આપો નહિતર મને ઈનામ આપો. રાજાએ પોતાના બધા પંડિતોને આ પડકાર ઉપાડી લેવા કહ્યું પણ કોઈનાથી એ માણસની માતૃભાષા શોધી શકાઈ નહિ. ત્યારે રાજાએ એના માનીતા કવિ કાલીદાસ સામે જોયું. કવિ કાલિદાસે કહ્યું, ‘‘મહારાજ એ ભાઈને મારી સાથે મોકલો... આવતી કાલે હું એની માતૃભાષા કહી દઈશ.’’ રાજાએ એ માણસને કાલિદાસ સાથે જવાનું કહ્યું પેલો માણસ કાલીદાસના ઘેર ગયો પણ એ જુદી જુદી ભાષામાં જ બોલ્યા કરતો. એમ કરતા રાત પડી અને એ ભાઈ ઉંઘી ગયા. એ બરાબર ઘસઘસાટ ઉંઘી ગયો. એટલે કાલીદાસે એના મોંઢા પર પાણી છાંટ્યું. પેલો માણસ એકદમ ‘ઓ બાપરે’ કહીને ઊભો થઈ ગયો. કાલીદાસ સમજી ગયા કે એની માતૃભાષા ગુજરાતી હતી.
માણસ એના કુદરતી સ્વરૂપમાં હોય ત્યારે એનો મૂળ સ્વભાવ પકડાઈ જાય છે, એટલે તમે જે યુવક સાથે ફરતાં હો એને એના સહજ સ્વરૂપમાં લાવવાની કોઈ યુક્તિ શોધી કાઢો. એના સહજ સ્વરૂપમાં એ કેવો છે એનોે તમને તરત ખ્યાલ આવી જશે. એનું મ્હોરું, ઉતારી કાઢ્યા પછી એને જોેશો તો જ તમે એને સાચા સ્વરૂપમાં ઓળખી શકશો.
તમારા જીવનસાથીને એના કુદરતી સ્વરૂપમાં લાવવાના ઘણા માર્ગો છે. તમે સાથે ફિલ્મ જોવા જાઓ ત્યારે એ ફિલ્મના વિવિધ માદક દ્રશ્યો જોતાં કેવો પ્રતિભાવ વ્યક્ત કરે છે એ ઝીણવટથી જુઓ. એના પ્રતિભાવો પરથી તમને એના સાચા સ્વરૂપનો ખ્યાલ આવી જશે. અલબત્ત, આવો ખ્યાલ આવે ત્યારે એકદમ વઘુ પડતા ચોખલિયા કે વેદિયા પણ બની જવાની જરૂર નથી. ઉદાહરણ તરીકે તમે સાથે ફિલ્મ જોવા ગયાં હો અને પડદા પર પ્રણયનું એક ઉત્તેજક દ્રશ્ય ચાલી રહ્યું છે, તો સ્વાભાવિક રીતે જ એ તમારા ખભે હાથ મુકે કે તમારી કેડ પર હાથ મુકે. આ કુદરતી વૃત્તિ છે અને તમે પોતે પણ કબૂલ કરશો કે તમને પણ એની એવી ચેષ્ટા ગમશે. તમે પોતે પણ એના ખભે માથું ઢાળી દેવાનો સુખદ અનુભવ કરવાનું નહિ ચૂકો. આવા અનુભવો પરથી સામી વ્યક્તિમાં સંયમનો અભાવ છે અથવા એની નૈતિકતા ઓછી છે કે માતાપિતાએ એને સંસ્કાર જ આપ્યા નથી, એમ માનવાને કારણ નથી. પણ આવા દ્રશ્યોે વખતે એ કેવા ચેનચાળા કરે છે અથવા કેવા પ્રકારના બબડાટ કરે છે. એના પરથી એનું માપ કાઢી શકાય. સ્ત્રી-પુરુષના દૈહિક સંબંધ એ કુદરતી બાબત છે પણ એનું જાહેર પ્રદર્શન થાય એ બિભત્સ લાગે, જો તમારા મિત્રમાં આવી સમજ હોય તો એ સંસ્કારી છે એમ માનવામાં હરકત નથી.
એની કસોટી કરવા માટેનો બીજો પ્રસંગ છે. હોટેલમાં નાસ્તો કરવા જવા અંગેનો. રેસ્ટોરાંમાં તમે સાથે નાસ્તો કરવા ગયાં હો ત્યારે શું ખાવાનું પસંદ કરે છે, કેટલું ખાય છે, કેવી રીતે ખાય છે, એકદમ ખાવાનું શરૂ કરી દે છે કે તમને આગ્રહ કર્યાં પછી શરૂ કરે છે વગેરે ‘ટેબલ એટી કેટ’ પરથી પણ તમને એની સંસ્કારિતાની ખાત્રી થશે.
આવા પ્રસંગે તમે એની કસોટી કરતાં હશો એમ એ તમારી પણ કસોટી કરતો હોય એમ બને. એથી સારો માર્ગ એ છે કે તમે જેવાં હો એવા દેખાવાનો પ્રયત્ન કરો. અને એને પણ એના સાચા સ્વરૂપમાં જોઈ લો. સંવનનકાળમાં એકબીજાને બરાબર ઓળખી લેવા ખૂબ આવશ્યક છે કારણ કે લગ્ન પછી તો બંનેએ પોતે જેવા હોય એ રીતે વર્તવાનું છે, માણસ ચોવીસે કલાક મ્હોેરું પહેરીને ફરતો નથી. એ દંભ કે દેખાવ પણ લાંબા સમય સુધી કરી શકતો નથી. એથી સંવનન કાળમાં જો સ્પષ્ટતા ના કરી હોય તો પછીના આખા જીવન દરમિયાન પસ્તાવો કરવાનો રહે છે.
અને એના કુદરતી સ્વરૂપમાં જોવા માટે ત્રીજા સંજોગો છે પ્રવાસ પર્યટનના. તમે એની સાથે પ્રવાસે ગયાં હોે ત્યારે એ કેટલો સમય દંભ કરી શકશે? પૈસા વાપરતાં એનો જીવ ચાલે છે કે નહિ? બહારના લોકો સાથે એ કેવી રીતે વર્તે છે? એને લોજમાં ઉતરવું ગમે છે કે ધર્મશાળામાં? વગેરે બાબતો પરથી એના સ્વભાવનો તમને ખ્યાલ આવી જશે.
એનો એ સ્વભાવ તમારા સ્વભાવ સાથે સુસંગત થશે કે નહિ એનો તમને ખ્યાલ આવી જવો જોઈએ અને ખ્યાલ આવી ગયા પછી તમારી ઈચ્છા ના પાડવાની હોય તો ખૂબ હિંમતપૂર્વક ના પાડી દેવી જોઈએ એસમયે શરમમાં રહી, સંકોચ રાખી જો ના પાડશો નહિ તો આખી જિંદગી સુધી પસ્તાવાનું રહેશે. લગ્ન એ આખી એક જિંદગીનો પ્રશ્ન છે. પરણ્યા પછી એમાં બહુ ઝડપથી ફેરફાર થઈ શકતો નથી, એટલે તમને જો ડેટિંગનો સમય મળ્યો જ હોય તો એના લાભ ઉઠાવી પછી ના આખા જીવન માટેની તૈયારી કરી રાખજો. એ કાળ હવાઈ કલ્પનાઓ કરવા માટે કે ફિલ્મી પ્રેમ કરવા માટે વ્યર્થ વેડફી દેવાનો નથી. આઈ બાત સમજમેં!

પીડાદાયક રતિક્રીડાનું ટેન્શન..........


થોડી સાવચેતી રાખવાથી અને યોગ્ય તબીબી સલાહથી આવી સમસ્યાથી કાયમ માટે છુટકારો મેળવી શકાય છે


ક મહિલા અને પુરુષોના સંબંધોને ગાઢ બનાવવામાં શારીરિક નિકટતાનું પાસું અત્યંત મહત્ત્વનું છે. એક કહેવત છે કે જો પુરુષ અને મહિલા વચ્ચે શારીરિક સંબંધો મજબૂત હોય તો એ પરસ્પરના સંબંધોનો દસ ટકા હિસ્સો રોકે છે, પણ જો આ સંબંધો મજબૂત ન હોય તો એ પરસ્પરના સંબંધોનો નેવું ટકા હિસ્સો રોકી લે છે. આમ, સુખદ શારીરિક સંબંધો કોઈપણ યુગના સાયુજ્યનું મહત્ત્વનું પાસું છે. જોકે ઘણીવાર દંપતિને શારીરિક સંબંધો બાંધતી વખતે ભારે પીડાની અનુભવ થતો હોય છે અને જો આ પરિસ્થિતિ લાંબી ચાલે તો તેઓ પહેલાં એકબીજાથી શારીરિક રીતે અને પછી ક્રમશઃ માનસિક રીતે દુર થતા જાય છે. જો આ સમસ્યાને વધારે વિકટ બનતી અટકાવી હોય તો શરૂઆતના તબક્કામાં જ થોડી સાવચેતી રાખીને યોગ્ય તબીબી સલાહ લઈને ઉકેલ લાવી દેવો જોઈએ. અહીં કેટલીક એવી પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવી છે જેમાં દંપતિને શારીરિક સંબંધો બાંધતી વખતે પીડાનો અનુભવ થઈ શકે છે.
નાની-મોટી ઇજા અને ઉઝરડાં ઃ શારીરિક સંબંધો દરમિયાન પીડા અનુભવતા મોટાભાગના દંપતિઓની સમસ્યા સંબંધ બાંધતી વખતે નાની-મોટી ઇજા અને ઉઝરડાં થઈ જવાની છે. આ પ્રકારની સમસ્યા થવાનું એકમાત્ર કારણ યોગ્ય પ્રમાણમાં શ્વ્લેષ્મ (લુબ્રિકન્ટ)ની કમી છે. હજી યોનિમાર્ગ પુરતો ભીનો ન થયો ત્યારે શુષ્ક યોનીમાર્ગમાં જ શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કરવાથી મહિલા અને પુરુષ બન્નેને પીડા અને ઇજાનો અનુભવ થાય છે.
આ સમસ્યાથી બચવા માટે શારીરિક સંબંધ બાંધતા પહેલાં ઓછામાં ઓછો વીસેક મિનીટ જેટલો સમય ફોરપ્લે (સંભોગ પહેલાંની રતિક્રિયા)માં ગાળવો જોઈએ. પુરુષ અને મહિલા બન્નેના પ્રજનનતંત્રમાં ખાસ પ્રકારની ગ્રંથિ હોય જેમાંથી ફોરપ્લે દરમિયાન શ્વ્લેષ્મનું નિર્માણ થાય છે અને શારીરિક સંબંધ સરળતાથી બાંધી શકાય છે. આમ, ફોરપ્લેને વધારે સમય ફાળવવાથી કુદરતી શ્વ્લેષમ ઉત્પન્ન થાય છે અને પીડા થવાની અને ઇજા થવાની ફરિયાદ દુર થાય છે.
સામાન્ય રીતે લગ્નજીવનની શરૂઆતમાં આ પ્રકારની સમસ્યા વિશેષ પ્રમાણમાં જોવા મળતી હોય છે. ઘણી યુવતીઓના મનમાં લગ્ન પહેલાં શારીરિક સંબંધોના મુદ્દે ઘણી ગ્રંથિઓ બંધાયેલી હોય છે અને આ કારણે જ શરૂઆતના તબક્કામાં શારીરિક સંબંધ બાંધવામાં તેમને સમસ્યા થતી હોય છે. આ સંજોગોમાં યુવતીના યોનિમાર્ગના સ્નાયુઓ કડક થઈ જતા હોય છે જેના કારણે પીડાનો અનુભવ થતો હોય છે. આ સંજોગોમાં શારીરિક સંબંધ બાંધતા પહેલાં થોડી ધીરજ રાખવી જરૂરી છે.
વધારે પડતો કડક યોેનીપટલ ઃ કેટલીક યુવતીઓનો જન્મથી જ યોનીપટલ વધારે પડતો કડક હોય છે જેનું છેદન સામાન્ય શારીરિક સંબંધોથી શક્ય નથી બનતું. આ સંજોગોમાં જો વધારે પડતું બળ વાપરવામાં આવે તો એને ઇજા થાય છે અને ભારે પીડા તથા રક્તસ્ત્રાવ થાય છે.
આ પ્રકારના યોનીપટલ ધરાવતી મહિલા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કરવાના બદલે એનેસ્થેશિયાની મદદથી બેભાનઅવસ્થામાં સર્જરી દ્વારા વધારે પડતા કડક યોનીપટલને દુર કરી દેવું જોઈએ. આ ઉપાય દ્વારા શારીરિક સંબંધ વખતની પીડાને દુર રાખી શકાય છે.
પેરાફીમોસીસ ઃ આ પ્રકારની સમસ્યાનો ભોગ પુરુષો બનતા હોય છે. આ પ્રકારના સંજોગોમાં પુરુષોના જનનાંગની બાહ્યત્વચા શારીરિક સંબંધો દરમિયાન એવી રીતે ફસાઈ જાય છે કે પછી સરકીને નીચે નથી ઉતરી શકતી. આ સંજોગોમાં બાહ્યત્વચા પર સોજો આવી જાય છે જેના કારણે પીડા અનુભવાય છે. જો આ પરિસ્થિત લાંબો સમય ચાલે અથવા તો રક્તનો પ્રવાહ અવરોધાય છે એવું લાગે તો તરત જ મેડિકલ સારવાર લેવી જોઈએ કારણ કે એના કારણે ગેંગ્રીન જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે.
વિજાતીય પાત્ર સાથે શારીરિક સંબંધ બાંધવાના કારણે આવી સ્થિતિ ઉભી ન થાય એ માટે પહેલાં જ એકવાર પોતાની મેળે જનનાંગની સ્થિતિ ચકાસી લેવી જોઈએ.
પુરુષ જનનાંગ (શિશ્ન)નું ફ્રેક્ચર ઃ પુરુષ જનનાંગમાં હકીકતમાં કોઈ હાડકું નથી હોતું, પણ આમ છતાં એમાં ફ્રેક્ચર થઈ શકે છે. હકીકતમાં આ જનનાંગ જ્યારે ઉત્તેજિત અવસ્થામા કોઈ સખત કે કડક વસ્તુ સાથે અથડાઈ જાય છે ત્યારે આવી પરિસ્થિતિ ઉભી થઈ જાય છે. પુરુષ જ્યારે વધારે પડતી ઉત્તેજિત અવસ્થામાં જનનાંગને યોનિમાર્ગમાં દાખલ કરવાને બદલે આસપાસના વિસ્તારના હાડકાં સાથે દબાણપૂર્વક ભટકાડી દે છે ત્યારે આ ફ્રેક્ચર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ પ્રકારની સ્થિતિને કારણે પીડા, દુઃખાવો અને બીજી અનેક સમસ્યાઓ થઈ શકે છે.
ગુદામૈથુન ઃ ગુદામૈથુન કાનૂની રીતે ગુનો હોવા છતાં કેટલાક દંપતિઓને આ રીતે શારીરિક નિકટતાનો આનંદ માણવાનું અત્યંત પસંદ હોય છે જેના કારણે પછી શારીરિક તકલીફો ઉભી થાય છે. હકીકતમાં ગુદામાર્ગની રચના કુદરતી રીતે જ શારીરિક સંબંધો બાંધવા માટે નથી થઈ અને આ કારણે જ્યારે એમાં બળપુર્વક પુરુષ જનનાંગ નાખવાનો પ્રયાસ કરવામાં આવે છે તો એની અંદરની દિવાલ અને સ્નાયુઓને ભારે ઇજા પહોંચવાની સંભાવના રહે છે. ઘણીવાર આ નુકસાન એટલું ભયંકર હોય છે કે મળમાર્ગનો મળ પેટના પોલાણમાં કે પછી યોનિમાર્ગમાં દાખલ થઈ જાય છે જેના કારણે સર્જરી કરવી પડે એવી સ્થિતિ ઉભી થઈ જાય છે.
આ પ્રકારની સમસ્યાથી બચવું હોય તો ગુદામૈથુનથી દુર રહેવું એ એકમાત્ર વિકલ્પ છે.


print share

મુરતિયો શોધવામાં રખવાયા થશો નહીં.......


બાંધછોડના બહાને વહાલસોયીને દોઝખમાં ધકેલવી નહીં


દીકરીને મોટી થતાં વાર લાગતી નથી. તરુણાવસ્થાના ઊંબરે ડગ મૂકતી દીકરી ત્યારબાદ જાણે ખૂબ ઝડપથી યૌવાનાવસ્થાએ પહેોંચી જતી હોવાની અનુભૂતિ માતા-પિતાને થતી હોય છે અને આથી જ તેઓ પોતાની વહાલસોયી માટે યોગ્ય જીવનસાથી શોધવા માટે નજર દોડાવવા લાગે છે. આજની સુશિક્ષિત અને સંસ્કારી યુવતીઓ ‘દીકરીને ગાય દોરે ત્યાં જાય’ કહેવતને અનુસરવાને બદલે પોતાના વિચારો અનુસારનો જીવનસાથી ઈચ્છતી હોય છે. તેને મન પૈસા અને દેખાવ કરતાં યુવકના વિચારો અને સંસ્કાર વઘુ મહત્ત્વના હોય છે. આ જ કારણે પોતાની લાડકવાયી માટે યોગ્ય ભરથાર શોધતાં માતાપિતાની ઉંઘ ઊડી જાય છે.
લગ્નના હેતુસર પહેલી વખત ૨૧ વર્ષની વયે ઈશિતા માવાણીની યુવક સાથે મુલાકાત ગોઠવવામાં આવી હતી. નજીકના એક સગા દ્વારા માગું આવ્યું હતું અને તેમણે જ મઘ્યસ્થી તરીકે ભૂમિકા ભજવી બંને પક્ષની મુલાકાતનું આયોજન કર્યુ ંહતું. પરંતુ યુવક એકદમ પાતળો અને લાંબો હતો જ્યારે ઇશિતા ભારતીય યુવતી જેવી સપ્રમાણ કદકાઠી ધરાવતી યુવતી હોવાથી દેખીતી રીતે જ તેમની જોડી શોભે એવી નહોતી. તેમ છતાં મુલાકાતની તમામ ઔપચારિક્તા તો બંને પક્ષે પૂરી કરવી પડી હતી.
આજે ઈશિતા ૨૫ વર્ષની થઈ ગઈ છે અને યોગ્ય જીવનસાથી મેળવવાની તેની ઝંખના હવે પ્રબળ બની છે. પરિવારમાં રહેલી ત્રણ બહેનોમાં ઈશિતા સૌેથી મોટી છે. તેની જ્ઞાતિમાં ૧૮ થી ૨૦ વર્ષની ઊંમરે મોટાભાગની યુવતીઓ પરણી જતી હોય છે અને આ દ્રષ્ટિએ જોઈએ તો ઈશિતા હવે ઘણી મોટી થઈ ગઈ છે. એટલે તેણે જીવનસાથી સંબંધિત નિર્ણય લઈ લેવો જોઈએ એવું દબાણ પણ કરવામાં આવે છે.
જો કે અંગત રીતે યોેગ્ય જીવનસાથી માટે હજુ થોડાં વર્ષો રાહ જોવામાં ઇશિતાને કોઈ વાંધો નથી. તેણે પોતાના પ્રિન્ટીંગનો વ્યવસાય શરૂ કર્યો છે. ઈશિતા પોતાના વ્યવસાયમાં વ્યસ્ત હોય છે છતાં લગ્ન સંબંધિત મુલાકાતો માટે સમય કાઢે છે. તેના વડીલો સતત ‘આ જવાબદારી ક્યારે ઉતરશે’ તેની ચિંતામાં ડુબેલા હોય છે.
ઈશિતા જે મૂંઝવણ અનુભવે છે તે આજની મોટાભાગની શિક્ષિત અને પગભર યુવતીઓ અનુભવે છે. સ્વતંત્ર વિચારસરણી ધરાવતી અને હરવા ફરવાની શોખીન યુવતીઓની તમામ ઈચ્છા તેમના માતા-પિતા પૂરી કરે છે. પરંતુ પુત્રવઘૂ તરીકે તો તેમની પાસેથી માત્ર સેવા અને ત્યાગની જ અપેક્ષા રાખવામાં આવે છે. ત્યારે તેમના સ્વતંત્ર વ્યક્તિત્ત્વનો છેદ ઉડાડી દેવાય છે.
આજના ઘણા યુવકો જીવનસંગિની નહિ પરંતુ પોતાના માતાપિતાને સાચવે અને તેમની તમામ ઈચ્છા પૂરી કરે તેવી પૂત્રવઘૂ ઝંખતા હોય છે. તેમને પત્ની નહિ પણ સુપરવુમન જોઈતી હોય છે જે ઘરની જવાબદારીઓ ઉપાડવા સાથે આઘુનિક અર્ધાંગિની બની પોતાની તમામ ઈચ્છા પણ સંતોષે.
જ્ઞાતિમાં જ લગ્ન કરવા ઈચ્છતી યુવતીઓ સગાઓ દ્વારા દેખાડવામાં આવતાં યુવકને મળે છે. પોતાનો બાયોડેટા જ્ઞાતિના સામયિકમાં છપાવે છે તથા જાહેરખબર પણ આપે છે. લગ્નસંબંધિત સૌથી પહેલી મુલાકાત યુવતીના ઘરે ગોેઠવવામાં આવે છે. બીજી મુલાકાત રેસ્ટોરાંમાં ગોઠવાય છે અને યુવક-યુવતી એકમેકને પસંદ કરે તો ત્રીજી મુલાકાત યુવકના ઘરે ગોઠવવામાં આવે છે. જેથી યુવતી યુવકનું ઘર પણ જોઈ શકે.
પહેલી મુલાકાત વખતે જ યુવક-યુવતીમાંથી એક કે બંનેને પસંદ ન આવે તો તેઓ તરત જ જણાવતાં નથી. પરંતુ ‘બાદમાં ફોન કરીશું’ એવો જવાબ આપે છે. જો વિચારોમાં મેળ ન લાગતો હોવાના કારણસર યુવતી ના પાડે તો તેના વિશે જ્ઞાતિમાં જાતજાતની વાતો થવા લાગે છે. વળી યુવક-યુવતી બંને એકમેકને પસંદ કરે તો ક્યારેક જન્માક્ષર ‘વિલન’ બને છે. અથવા તો યુવક કે યુવતીનો મોટો પરિવાર પણ સંબંધમાં અવરોધક બને છે.
આ ઉપરાંત ભારતીય યુવક પોતે ભલે શ્યામ દેખાતો હોય છતાં પત્ની તો ગોરી જ હોવી જોેઈએ એવો આગ્રહ રાખે છે. આ કારણસર પણ ક્યારેક યુવતીનો શ્યામવર્ણ સંબંધમાં આડખીલીરૂપ બને છે.
સામાન્ય રીતે દીકરી ૧૮-૨૦ વર્ષની થતાં સુધીમાં તેના માટે યોગ્ય જીવનસાથી શોધવાની માતા-પિતાની કવાયત શરૂ થઈ જાય છે અને જો તે ૨૪-૨૫ વર્ષની થતાં સુધીમાં ક્યાંય મેળ બેસે નહીં તો ઘરનાંઓના ખાસ કરીને વડીલોેના જીવ અઘ્ધર થઈ જાય છે. તેઓ દીકરીને વળાવવા માટે અધીરા બની જાય છે. અને યુવતી પણ ચિંતીત બની જાય છે. આવા સમયે વડીલો તથા અન્ય સગા-સંબંધીઓ યુવતીને થોડી બાંધછોડ કરવાની સલાહ આપતાં હોય છે. પણ અહીં પ્રશ્ન એ છે કે બાંધછોડ ક્યાં કરવી? આજની મઘ્યમવર્ગની યુવતી એટલી સમજ તો ધરાવે છે કે તેને આમિર ખાન કે સલમાન ખાન જેવો દેખાવડો યુવક તો નહિ જ મળે. પણ શું તે સામાન્ય દેખાવની અપેક્ષા
પણ ન રાખે? તે જાણે છે કે ગાડી-બંગલાવાળો શ્રીમંત કુટુંબનો નબીરો તેને પસંદ નહીં કરે પણ યુવકનું પોતાનું નાનકડું ઘર હોવું જોેઈએ તેવી અપેક્ષા પણ ન રાખે?
પ્રત્યેક યુવતી ઘરનું ઘર અને સ્થિર આવક ધરાવતાં યુવકને જીવનસાથી તરીકે પસંદ કરવા ઈચ્છતી હોય છે અને તેમની આ ઈચ્છા ખોટી નથી. આજના મોેંઘવારીના જમાનામા ંસ્થિર આવક હોવી અત્યંત જરૂરી છે અને તેમાં બાંધછોડ કરવી અશક્ય છે. વળી આજે સમાજમાં બનતાં દહેજ મૃત્યુ કે આત્મહત્યાના બનાવોેને કારણે અજાણી જ્ઞાતિમાં સંબંધ બાંધતા ડર લાગવો પણ સહજ છે. આથી માતા-પિતાએ આવી સ્થિતિમાં દીકરીને સાથ આપવો જરૂરી છે. નવ મહિના કૂખમાં રાખીને જન્મ દેનારી માતા તથા લાડકોડથી દીકરીને ઉછેરનાર પિતાએ આવા સંજોગોમાં ધીરજ ખોવી જોઈએ નહીં. આ તમારી વ્હાલસોયીના જીવનનો સવાલ છે. એટલે થોડો વઘુ સમય રાહ જોઈ યોગ્ય યુવકના હાથમાં જ દીકરીનું જીવન સોંપવું. આમાં ઉતાવળ કરવી નહીં.

અતીન્દ્રિય શક્તિનું વૈજ્ઞાનિક રૂપ ટેલિપથી.........



અમે ભણતા ત્યારે એકવાર અમારા વર્ગ શિક્ષકે ‘ટેલીપથી’ની વાત કરેલી ત્યારે અમારા મનમાં તેનું ભારે કૂતુહલ જાગેલું એ સમયે આટલું સાહિત્ય ઉપલબ્ધ નહોતું, પણ ટેલીપથી જેવી ગૂઢવિદ્યા જાણવાની મારા મનમાં એક ઉંડી ઉત્સુકતા એક પ્રબળ જિજ્ઞાસા જાગેલી.
અભ્યાસ પૂરો થયા પછી સમયના ઘણા વહેણો બદલી ગયા. એની કથા અહીં અસ્થાને છે. પણ અતીન્દ્રિશક્તિઓ અને ગૂઢ વિદ્યાની જિજ્ઞાસાથી પ્રેરાઈને મેં જ્ઞાનદીક્ષા લીધી અને કાશીના નાગાબાવા અખાડાના મહંત પૂ. શ્રી ઉત્તમગિરિ લાલગિરિના સાનિઘ્યમાં અખાડામાં રહી મને ગૂઢ વિદ્યા, મંત્રોપાસના, તંત્રવિદ્યા, આયુર્વેદ, જ્યોતિષ વગેરે વિષયોનું અઘ્યયન કરવાનું સદ્ભાગ્ય મળ્યું અને એ પછી ઉત્તરકાશી (હિમાલય)માં પૂ. પાદશ્રી સ્વામી આત્માનંદ અવઘૂતના સાનિઘ્યમાં ત્રણેક વર્ષ રહ્યો ત્યારે કેટલાક અનુભવો થયા, ત્યારનો આ એક પ્રસંગ છે.
અમારા આશ્રમમાં દર (ધન-ત્રયોદશ)ના પવિત્ર દિવેસે ભગવાન ધન્વતરીનો યજ્ઞ કરવામાં આવતો તે વેળા, નવા ઔષધો તૈયાર કરવા, નવા નવા કલ્પ અને યોગો વિશે જાણવું, સંશોધન કરવું, ત્યાંની ગરીબ પ્રજાને ઉપયોગી ઔષધો આપવા વગેરે કાર્યક્રમ રહેતો.
એ વર્ષે ગુરુજીએ એક નવો જ આયુષ્યવર્ધક યોગ ‘સિદ્ધ રસાયણ કલ્પ’ બનાવવાનું નક્કી કર્યું. બધી ઔષધી એકત્ર કરવામાં આવી. પરંતુ અમારી પાસે સુવર્ણ ભસ્મ બનાવવા માટે સુવર્ણ નહોતું એટલે તે લેવા માટે ગુરુજીએ ઋષિકેશમાં બિરાજતા સ્વામી શિવાનંદજી પાસે એક શિષ્ય ત્યનારાયણ નંદજીને મોકલ્યા સત્યનારાયણનંદ આયુર્વેદનો ઉંડો અભ્યાસી હતો. એથી ઔષધીઓને લગતું કામકાજ તે સંભાળતો એ ઋષિકેષ ગયો, પાછળથી અમને એક ઔષધની તત્કાળ જરૂર પડી. જો સમયસર તે પાછો ન આવે તો, અમારો નવો તૈયાર થતો યોગ પૂરો થઈ શકે એમ ન હતો મોડું થાય, એ લાંબો સમય રાખી શકાય એમ નહોતું. સત્યનારાયણનંદનો સ્વભાવ હું જાણતો કે, તે ઋષિકેશ બે દિવસ માટે ગયો છે પણ અઠવાડીયું રોકાઈ જશે. એથી મેં ગુરુજીને વાત કરી. થોડીવાર તે કંઈ બોલ્યા નહીં. પછી કહ્યું, ‘સારું, એને તત્કાળ બોલાવી લઊં છું.’
આ પછી ત્રીજે જ દિવસે સત્યનારાયણનંદ પાછો આવ્યો મને આશ્ચર્ય થયુંઃ આટલો ઝડપથી એને સંદેશો શી રીતે મળી ગયો? બીજે દિવસે સવારના યજ્ઞ-યોગ અને ઘ્યાન વિધિ પૂરી થયા પછી ગુરુજીને મેં પૂછ્યું. ત્યારે ગુરુદેવે કહ્યું કે એમણે દૂર બેઠા મનોસંપ્રેક્ષણ વિદ્યા (ટેલીપથી)થી સત્યનારાયણનંદને પાછા આવવાની પ્રેરણા કરી હતી. આ પછી બીજાં કેટલાંક ઉદાહરણો ગુરુદેવના છે. તંદુપરાંત પૂ. પરમહંસ યોગાનંદજીએ લખેલા ‘ઓટોબાયોગ્રાફી ઑફ એ યોગી’માં પોતાના ગુરુશ્રી મુક્તેશ્વ્વર ગિરીના પ્રસંગો આપ્યા છે. એ અંગેનું અઘ્યયન કરતાં એક વાત સ્પષ્ટ જણાય છે કે, તેને વૈજ્ઞાનિક ભાષામાં કહ્યું તો દરેક વ્યક્તિના માનસરેડીઓની પોતાની ફ્રિકવન્સી અને વેવલેન્થ હોય છે. પરંતુ દરેક વ્યક્તિ સામી વ્યક્તિના રેડીઓની ફ્રિકવન્સી અને વેવલેન્થ સાથે જોડી શકતી નથી. જે વ્યક્તિ આ બન્નેનું સંયોજન કરી શકે છે તે સામા માણસના વિચાર આંદોલનને પકડી શકે છે, વિચારોને જાણી શકે છે. એવી જ રીતે પોતાના વિચારોનું સામી વ્યક્તિના માનસ રેડીઓના રિસીંવીંગ-સેન્ટરમાં આરોપણ કરી શકે છે. આ વિશે જરા વિગત જોઈએ અને ‘ટેલીપથી’નું આજના વૈજ્ઞાનિકો કઈ રીતે અર્થઘટન કરે છે તે જાણવું રસપ્રદ થઈ પડશે.
અંગ્રેજીમાં ‘ટેલી’ એટલે દૂર અને ‘થેરપી’ એટલે સાજા કરવાની પદ્ધતિ. બીજા શબ્દોમાં, યોગસૂત્ર જેને ‘મનોસંપ્રેક્ષણ’ કહે છે તે આ ટેલીપેથી. આ પદ્ધતિ ગૂઢ શક્તિનું પ્રમાણભૂત ઉદાહરણ છે. અતીન્દ્રિય શક્તિઓના કેટલાક માઘ્યમો છે. એક ભાગરૂપ જ આ ટેલીથેરપી છે, એમ આઘુનિક વૈજ્ઞાનિકો સ્વીકારે છે. આ વિશે જાણીતા વિદ્ધાન, વૈજ્ઞાનિકો ડૉ. ભટ્ટાચાર્યે ઘણું ઊંડું સંશોધન કરીને ‘ટેલીથેરપી’ની વૈજ્ઞાનિકતા સિઘ્ધ કરી બતાવી છે અને તેના મૂળ સ્ત્રોત ઉપનિષદમાંથી શોધી કાઢ્યા છે.
ટેલીથેરાપી ટ્રીટમેન્ટથી તે વ્યક્તિના ઓરા-તેજવલયમાં ધીરે ધીરે પરિવર્તન થવા માંડે છે. સૂર્યનો પ્રકાશ જેમ તેની પરિઘિમાં આવતા દરેક પદાર્થ અને વસ્તુઓને આવરી લે છે અને પોતાનો પ્રભાવ બતાવે છે એ જ રીતે ટેલીપથીની સારવાર પોતાની પરિધમાં આવનારને એનામાં રહેલી ઉણપને પૂરી કરે છે. આમ તે વ્યક્તિના ઓરા તેના મૂળભૂત રંગોમાં પ્રસ્થાપિત થતાં તે રોગમુક્ત બને છે. આમ શારીરિક માનસિક આર્થિક કે પારિવારિક પ્રતિકૂળ સંજોગોને અનુકૂળ બનાવે છે.
દરેક વસ્તુને નામ અને રૂપ હોય છે. મનુષ્ય દેહ પણ વિવિધ નામ-રૂપનું છે. જેમ, ઇન્દ્રધનુષના સાત રંગો છે, જુદા જુદા રંગોની પોતાની પ્રભા છે, એમાં વૈજ્ઞાનિક ગુણધર્મો છે. તેવી જ રીતે આ દેહની સંરચનામાં પણ સાત ધાતુઓ, સાત ચક્રો, સપ્તરંગો પંચ તત્ત્વો સપ્તગ્રહો મહત્વનો ભાગ ભજવે છે. બીજા શબ્દોમાં કહું તો શરીરના સપ્ત તત્ત્વો, સપ્ત રંગો, સપ્ત ગ્રહો, આ બધાના પારસ્પરિક સંબંધો, જ્ઞાનેન્દ્રિય સાથેનો સંબંધો, એન્ડોકટ્રાઈન ગ્લેન્ડઝ સાથેના સંબંધો એક ઘનિષ્ટ સાંકળથી સંકળાયેલા છે.
વાસ્તવમાં આપણુ આ શરીર આ બધા અણુઓનો એક સમૂહ છે પ્રત્યેક અણુઓ સાત રંગના ઘનિષ્ઠ બંધારણનું સંયોજન છે. એમાંથી રંગીન કિરણો સ્ફુરીત થાય છે. આ કિરણો એક આવરણ રૂપે છે. એ પહેલાં ઇથરનો ઓરા હોય છે. ત્યાર પછી આ રંગીન પટલ. આ રંગીન પટલમાં મેઘ ધનુષ સમા સાત રંગો રહેલા છે. જે ક્ષણે પુરુષબીજ અને સ્ત્રીબીજનું સંયોજન થાય છે તે સમયે ત્રણે જે અક્ષાંશ-રેખાંશ પર હોય છે, તે કોમ (એંગલ)થી તેના કિરણોને ધનિષ્ઠતા આ ‘સંયોજન’ પર હોય છે. એટલે જ તો કોઈ પણ બે વ્યક્તિ કે પ્રાણીના કદ, રૂપ, રંગ એક સરખા હોતા નથી. જે વ્યક્તિ જન્મે છે તે આ પરિસ્થિતિ પર આધારિત હોય છે. તેના તેજવલય ઓરામાં ચોક્કસ પ્રમાણમાં અમુક પ્રમાણસર રંગો હોય છે. વધતી વય અને સંસાર વહેવારને કારણે શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક અને વૈચારિક પરિસ્થિતિમાં ફેર પડે છે અને મનુષ્ય સંજોગોનો શિકાર બને છે.
આવી પરિસ્થિતિમાં, આ ફેરફારને એના મૂળભૂત પ્રમાણમાં પાછા લાવી શકાય તો તે એમાંથી મુક્ત થઈ શકે છે. અને આ કાર્ય ટેલીપથીના માઘ્યમથી કરી શકાય છે. સમય જે રંગની અપૂર્ણતા છે. ખામી છે. તે આનાથી પૂરક બને છે. ટેલીથેરપીની સારવાર કરતાં પહેલાં એ વ્યક્તિમાં કયા રંગનો અભાવ છે, (જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ કયો ગ્રહ નિર્બળ છે.) તે ટેલીથેરપીથી જાણી શકાય છે અને એ રીતે તે રંગની ‘ડેફીસિયન્સી’ને પૂરી કરવામાં આવે છે.
આ ‘કલર ડેફિસીયન્સી’ કેટલા પ્રમાણમાં છે તે ડાઉઝીંગથી જાણી શકાય. જે વ્યક્તિને સારવાર આપવાની હોય, તેની છબી (ફોટોગ્રાફ) પર ‘ડાઉઝીંગ’ કરતાં તેના પર જુદા જુદા રંગોનો પ્રભાવ જણાઈ આવે છે. એટલું જ નહિ, તે વ્યક્તિને સ્પર્શતા શારીરિક, માનસિક, આર્થિક કે પારીવારીક બધા જ પાસા વિશે જાણકારી મેળવી શકાય છે.
દરેક વ્યક્તિનું ચિત્ર-ફોટો એ વ્યક્તિનું એક પ્રતીક છે. કોસ્મિક રેંજ એ ‘એમ્ની સાયન્સ’ છે, ઓમ્ની પ્રેઝન્ટ છે. જેવો ફોટો આ કોસ્મિક કિરણના આવરણમાં આવે કે, તરત જ વિચારની ગતિથી તે વ્યક્તિ, વિશ્વ્વના કોઈ પણ ભાગમાં હશે ત્યાં તેની ઓરાને કોસ્મિક કલરના મહાસાગરમાંથી, તેના પૂરક રંગના કિરણો દ્વારા એ ઉણપને પૂરી કરે છે.
ઓફસફોર્ડમાં આવેલી ડેલાવર લેબોરેટરીમાં આ વિશે વૈજ્ઞાનિક સંશોધન કરવામાં આવ્યું છે. અને ઈ.સી.જી. જેવું એક યંત્ર પણ બનાવવામાં આવ્યું છે. આ યંત્ર અને તેના પરીક્ષણ માટે વૈજ્ઞાનિકોની એક ટુકડીને એમણે ન્યુયોર્ક મોકલી એક દર્દીની સારવારનો સમય નિશ્ચિત કર્યો. અહીં લેબોરેટરીમાં ડૉ. ડેલાવરે ફોટાવાળી વ્યક્તિને સાયકોપ્લૉટ યંત્રની નિરીક્ષણ હેઠળ મૂકવામાં આવ્યો અને ન્યૂ યોર્કમાં જે સમયે એ ફોટાને વેવલેન્થ આપવામાં આવી રહી હતી, એ જ વખતે દર્દીના સ્પંદનોની નોંધ લેવામાં આવી. આમ ફોટો અને તે વ્યક્તિ બન્નેની એક જ વેવલેન્થ તથા ઓસીલીએશ એકસરખા હોવાનું સાબિત કર્યું.
થોડા વખત પર જ, ટેલિપથી, ટેલીકેનીસીસ અને એટ્રેકશન રિપલઝનના પ્રયોગ કરતા, એક મહાનુભાવને મળવાનું થયું. ઘણા ઉંડા અભ્યાસથી તે દિશામાં કિશોરભાઈ શાહે સંશોધન કરી કેટલાંક આશ્ચર્યજનક પરિણામો મેળવ્યા છે.
આજથી ચારેક વર્ષ પૂર્વેની વાત છે. અમદાવાદમાં એક સંયુક્ત કુટુંબ રહે છે મા-બાપ, ભાઈઓ અને કાકાઓ એમાના એક ભાઇ, જેને આપણે સુરેશભાઈ તરીકે ઓળખીશું.
આ સુરેશભાઈ અવારનવાર પોતાના ધંધાર્થે મુંબઈ આવે અહીંના રોકાણ દરમિયાન તે એક યુવતીના પરિચયમાં આવ્યા.
સુરેશભાઈનો આ પરિચય ધીરેધીરે રંગ પકડતો ‘પ્રણય’ સુધી પહોંચ્યો. સુરેશભાઈ પેલી યુવતીના આકર્ષણમાં એટલા જકડાઈ ગયા કે, પેલી યુવતી સુરેશભાઈને પોતાનું કુટુંબ છોડીને પોતાની સાથે મુંબઈમાં રહેવા દબાણ કરવા લાગી. એથી સુરેશભાઈની મુંઝવણ વધી ગઈ. બીજી તરફ કુટુંબ પણ સુરેશભાઈના વર્તાવથી ચિંતિત બન્યું.
આ કિસ્સો કિશોરભાઈ પાસે આવતાં, તેમણે ટેલીથેરપી ઉપર સારવાર શરૂ કરી બન્નેના ઓરામાં જે ડેફિસીયન્સી સર્જાઈ હતી તે પુરી કરવાનો નિર્ણય કર્યો. આ ઉપરાંત એક બીજી પદ્ધતિ અપનાવવામાં આવી જેમાં બન્નેના ફોટા એટ્રેકશન રિપલઝન પર મૂક્યા આમ ત્રણેક મહિનાની સારવારને અંતે પરિણામ ધાર્યા પ્રમાણે જ આવ્યું.
એક બીજો કિસ્સો માયગ્રેનનો છે. એક વેપારી ભાઈને રોજ માથાનો દુઃખાવો રહ્યા કરે. ઘણી દવાઓ કરી, ડૉક્ટરો પાસે ચીકિત્સાઓ કરાવી. પણ કશો ફેર ન પડ્યો આ ભાઈનો કેસ કિશોરભાઈએ હાથમાં લીધો અને ચારેક મહિનાની ટેલીથેરપી સારવાર પછી સમૂળગો મટી ગયો.
૧૯૮૨ની આ ઘટના છે.
એક દિવસ અચાનક એક બહેન મળવા આવ્યા. દેખાવ પરથી સાધન-સંપન્ન અને શિક્ષિત જણાતા હતા.
સાથે બે બાળકો હતા. પતિ સાથે કોઈ બાબતમાં મનભેદ થતાં વાતે ઉગ્ર સ્વરૂપ પકડ્યું. છૂટાછેડા લેવા સુધી વાત પહોંચી ગઈ આ સ્થિતિથી મુંઝાઈને તે બહેન માર્ગદર્શન ઉપાયની આશા લઈને આવેલા.
કિશોરભાઈએ એમની પૂરી હકીકત જાણી પછી પતિ-પત્નીના ફોટા પરથી થેરીપી શરૂ કરી. જેથી એમના ઓરાઓમાં જે રંગની ડેફસીઅન્સી સર્જાઈ હતી, તે પૂરી થઈ જાય.
ટેલીથેરાપી સારવાર આપ્યા પછી બન્નેના ફોટાઓને એટ્રેકશન રિપલઝન પર મૂક્યા ધીરે ધીરે ઘર્ષણ ઓછું થવા લાગ્યું. ઉપરાંત એમના પતિ પર ટેલીકેનીસીસનો પ્રયોગ કર્યો, અને બહેનને ‘પોઝીટીવ થિંકીંગ’ પર મૂક્યાં. આમ બન્ને વચ્ચે પ્રવર્તતું ઘર્ષણ શમી ગયું, જે ક્ષતિઓ હતી તે પૂરક બની અને ઘર ભાંગતું બચી ગયું.
આ રીતે પતિ-પત્નીના મન દુઃખ, કલહ-ઘર્ષણ, પરિવારના ઝઘડાઓ, યુવાન છોકરા-છોકરીઓના પ્રણય કિસ્સાઓ વ્યાપાર ભાગીદારીના અણબનાવો, ધંધાકીય સફળતા-નિષ્ફળતા, માંદગી, વિચાર અને પ્રકૃતિની વિષમતા આત્મવિશ્વ્વાસનો અભાવ, માનસિક કે શારીરિક નિર્બળતા જેવી વિવિધ સમસ્યાઓને વિવિધ પ્રયોગો, ઉપચારો અને સંશોધનો દ્વારા કિશોરભાઈ શાહ નિવારણ કરે છે. તેઓ મેગ્નેટ થેરાપી, એક્યુપ્રેસરના ઉંડા અભ્યાસી અને મર્મજ્ઞ છે એટલું જ નહિ, આ દિશામાં વૈજ્ઞાનિક ઢબે એમણે કેટલુંક સંશોધન પણ કર્યું છે. જેનો બહુ સારા એવા પરિણામો જોવા મળ્યા છે.
ટેલી-કેનીસીસ
ટેલી-કેનીસીસ એટલે દૂર રહી અદ્રશ્ય રીતે વ્યક્તિના વિચારોમાં પરિવર્તન લાવવાની પદ્ધતિ (છહ છમૈનૈાઅર્ ા ૈહકનેીહબી ારી ાર્રેયરાજર્ કર્ ારીિ) એવો ઓક્સફર્ડ ડીકશનેરીમાં અર્થ આપ્યો છે.
આજના ઇલોકટ્રોનિક યુગમાં રીમોટ કંટ્રોલથી અવકાશયાન વગેરેને નિયંત્રિત કરવામાં આવે છે અને હવે ઘેર ઘેર ટેલિવિઝન સેટ પણ રિમોટ કન્ટ્રોલથી સંચાલિત - નિયંત્રિત કરવામાં આવે છે. ત્યારે આ ટેલી કેનીસીસ માનવ સર્જિક રિમોટ કન્ટ્રોલ છે. જે મનોબળથી પ્રાપ્ત કરી શકાય છે.
જમીલ સાઈકીક
અમેરિકામાં જમીલ સાઈકીક નામનો વિજ્ઞાની દૂર બેઠા ટેલી. કેનીસીના ’ઉરૈસસૈનીગ’ વિચાર-પ્રવાહનો મારો ચલાવીને પોતાનું ધાર્યું કાર્ય પાર પાડે છે અને અમેરિકામાં એની આ પદ્ધતિ અત્યંત લોકપ્રિય બની છે.
આઈ. સી.
દરેક વ્યક્તિના મગજમાં અસંખ્ય જ્ઞાનતંતુઓ રહેલા છે અને લાખ જેટલી આઈ. સી. (ૈંહાીયિચાીિગ બૈબેૈાિજ) છે. આઈ. સી. ઇલેક્ટ્રોનિકના આ યુગમાં ટીવી થ્રી ઈન વન, રેડિયો વગેરેમાં વપરાય છે. આ લાખ જેટલી આઈ. સી.માંથી સામાન્ય માણસ ખૂબજ જૂજ આઈ.સી.ઓનો ઉપયોગ કરે છે. સંશોધન કરનારા, ડૉક્ટરો, વૈજ્ઞાનિકોની આઈ.ક્યૂ.ટેસ્ટ ઘણી ઉંચી હોય તેઓ થોડી વઘુ આઈ. સી.ઓનો ઉપયોગ કરે છે.

‘ગીતા’ કૃષ્ણની દિવ્ય અમૃત વાણી....

ભારત ભૂમિના બે મહાન આત્માઓ રામ અને કૃષ્ણ. હજારો વર્ષો પછી પણ આ બે મહાન આત્માઓ ભારતના શ્રઘ્ધાવાન ભક્તોમાં પરમાત્મા સ્વરૂપે સ્થિર થઈને બેઠેલા છે. રામ એટલે મર્યાદાપુરૂષોત્તમ અને કૃષ્ણ એટલે પૂર્ણ પુરુષોત્તમ... બન્ને પરબ્રહ્મ પરમાત્મા જ છે... આ બન્ને પરબ્રહ્મ પરમાત્માનું મૂળભૂત કાર્ય... સત્યને પક્ષે રહી સત્યને જિતાડવાનું. રામ અને કૃષ્ણ બન્ને સ્વયં સત્ય સ્વરૂપ છે... જ્યાં સત્ય હોય ત્યાં જ પ્રકાશ હોય, વિજય હોય. સત્યની ગેરહાજરી એટલે ભયંકર અંધકાર. જ્યારે આવો ભયંકર અંધકાર વ્યાપે ત્યારે સૌના કલ્યાણ માટે કૃષ્ણ સાક્ષાત મનુષ્ય બનીને આપણી વચ્ચે આવે અને પવિત્ર પુરુષોનું રક્ષણ કરે અને રાક્ષસ વૃત્તિ ધરાવનાર આતતાયીઓનું નિકંદન કાઢે અને સત્યને વિજયી બનાવે. પ્રજાની સત્ય પ્રેત્યેની શ્રઘ્ધા વધે અને પ્રજાને- વિશ્વાસ બેસે કે સત્ય જ જીવન છે. સત્ય એજ પરમેશ્વર. આવી શ્રઘ્ધા ટકાવી રાખવા પ્રભુ સ્વયં આપણી વચ્ચે આવે... કેટલીકવાર આપણી વચ્ચે પ્રભુના અંશ સ્વરૂપ મહાપુરુષો જન્મે જે સૌને જીવંત રાખે અને હતાસ થયેલી પ્રજામાં પ્રાણ પૂરે. વિશ્વમાં જે મહાન આત્માઓ જન્મ્યા એમણે આ કાર્ય કર્યું... પ્લેટો, એરિસ્ટોટલ, તોલસ્તાય, મહાત્મા એમર્ઝન, રસ્કિન, મહાવીર, બુદ્ધ, મહંમદ પયગંબર, શંકરાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ, મહાત્મા ગાંધી વગેરે આ સૌએ માનવજાતને નવો માર્ગ બતાવ્યો અને સૌનું કલ્યાણ કર્યું.
‘શ્રીમદ્ ભગવતદ ગીતા’ના પ્રણેતા પૂર્ણપુરસોત્તમ પરમાત્મા કૃષ્ણનું યજ્ઞમય કાર્ય આજ હતું. મહાભારત કાળ સમયે જ્યારે સત્ય પર અસત્યનું આક્રમણ થયું ત્યારે સ્વયં કૃષ્ણને ‘સત્પુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે’ (કૃષ્ણને) આ પૃથ્વી પર જન્મવું પડ્યું - અવતાર સ્વરૂપે. (‘ગીતા’ અઘ્યાય-૪ શ્વ્લોક ૭) માગશર સુદ એકાદશી (મોક્ષદા એકાદશી) એટલે ગીતા પ્રાયાશ્ય દિન... ‘ગીતા’ જયંતી. હજારો વર્ષો પછી પણ હિન્દુ પ્રજા- ‘ગીતા’ને એક મહાન ધર્મગ્રંથ તરીકે માને છે. મહાભારતના યુદ્ધ સમયે જ્યારે અર્જુન હતાશ થયેલો ત્યારે તેને પ્રોત્સાહિત કરવા ‘સ્વયં’ કૃષ્ણે જે કંઈ કહ્યું અને તેને તેની ફરજનું ભાન કરાવ્યું તે જ ‘ગીતા’ જ્ઞાન. આ ‘ગીતા’ સમગ્ર શાસ્ત્રનો સાર છે અને તેમાં એક સાચા જીવનનું માર્ગદર્શન પણ છે જેને આપણે એક ‘ઉચઅર્ ક ન્ૈકી કહી શકીએ. જીવનમાં જ્યારે સંકટ આવે અને જ્યારે કંઈ પણ સૂઝ ન પડે, માણસ દિશા શૂન્ય બની જાય ત્યારે પણ જે મનુષ્ય સ્થિર બુદ્ધિથી સમત્વ ધારણ કરે અને તે ધીરજપૂર્વક એમાંથી કઈ રીતે બહાર આવી જવું... એ રસ્તો ‘ગીતા’માં કૃષ્ણે બતાવ્યો છે. ‘ગીતા’ એ વૈશ્વિક ગ્રંથ છે. બધા ધર્મગ્રંથોમાં તેનું સ્થાન અદ્વિતીય છે. લગભગ બધી ભાષાઓમાં તેનું ભાષાંતર થયું છે. આવા પવિત્ર ગ્રંથનો મર્મ સૌએ જાણવો જોઈએ (હિન્દુઓએ ખાસ) મહાત્મા ગાંધી કહેતા, ‘‘મને જ્યારે ધર્મસંકટ આવે છે, ત્યારે ગીતા માતાનું શરણ લઊં છું અને તેમાંથી માર્ગ મળે જ છે.’’ શ્રી લોકમાન્ય ટીળક મહારાજ કહે છે, ‘‘દુઃખી આત્માને શાંતિ આપનાર, આઘ્યાત્મિકપૂર્ણ દશાની ઓળખ અને ટૂંકમાં ચરાચર જગતનાં ગૂઢ તત્વોને સમજાવનાર ‘ગીતા’ જ છે.’’
‘ગીતા’ની પૂર્વભૂમિકા સમજવી રહી. યાદ રહે કે સ્વયં કૃષ્ણે જ્યારે કૌરવો સાથે સમાધાન માટે ખૂબ પ્રયત્નો કર્યા, પણ દુર્યોધન જ્યારે સમાધાન માટે તૈયાર જ ન થયો અને કહ્યું કે એક સોયની અણી પર રહે એટલી જમીન પણ તે પાંડવોને નહિ આપે ત્યારે જ છેવટે મહાભારતનું યુદ્ધ શરૂ થયું. યુદ્ધ મેદાન કુરૂક્ષેત્રની ભૂમિ પર બન્ને પક્ષો લાખોની સેના લઈને ભેગા થયા છે ત્રે કૃષ્ણ પણ અર્જુનના સારથિ બનીને તેના રથ પર છે જ. અર્જુન કહે છે મારો રથ બેની વચ્ચે લાવો જેથી હું બધાને જોઈ લઊં... કૃષ્ણ રથને લાવે છે અને અર્જુન નજર કરે છે ત્યારે તેમાં તેને તેના દાદા, મામા, કાકાઓ, ગુરુઓ અને આવા અનેક વડીલો દેખાયા. તેનું હૃદય દ્રવી ગયું... તેને વૈરાગ્ય આવ્યો. તેના મનમાં વિષાદ જન્મ્યો. તેણે શસ્ત્રો હેઠાં મૂક્યાં અને કહ્યું - ‘‘હું યુદ્ધ લઢવા માગતો નથી. યુદ્ધમાં ઘણાનો સંહાર થશે. મને પાપ લાગશે. સ્ત્રીઓ વિધવા થઈ જાય. પછી તેનું પરિણામ હું સારું જોતો નથી.’’ કૃષ્ણને પણ આશ્ચર્ય થયું અને બીજા અઘ્યાયના ૧૧મા શ્વ્લોકમાં કૃષ્ણ પરમાત્મા સૂચક વાણીમાં બોલ્યો, ‘‘તું શોક નહિ કરવા યોગ્યનો શોક કરે છે અને પંડિતાઈના બોલ બોલે છે, પણ પંડિતો મરેલાનો કે જીવતાનો શોક કરતા નથી.’’ અર્જુન તો ક્ષત્રિય હતો અને આ યુદ્ધ ધર્મયુદ્ધ હતું. ક્ષત્રિય ભૂમિ છોડે તે તેને માટે કલંક કહેવાય... આવી દ્વિધાની પળોમાં વિષાદ જ્યારે જન્મ્યો છે ત્યારે કૃષ્ણ અર્જુનને તેનો ક્ષત્રિય ધર્મ બજાવવાનો ઉપદેશ આપે છે તે જ આપણી શ્રીમદ્ ભગવદ્ ‘ગીતા’. આ ગીતાનો મર્મ પણ અર્થપૂર્ણ છે જે વ્યક્તિની હતાશા દૂર કરે છે અને તેને જીવનની નવી દિશા બતાવે છે અને વ્યક્તિ અંધકારમાંથી પ્રકાશમાં આવે છે અને અંતે તે આઘ્યાત્મ જ્ઞાનના સિખરે પહોંચે છે જ્યાં તેને પરમ શાંતિનો અનુભવ થાય છે. ગીતા જ્ઞાનનો મહાસાગર છે જે તેમાં ડૂબકી મારે છે તે પરમ જ્ઞાનનો અધિકારી બને છે... અને તે બધાથી ઉપરામ બની જાય છે. જ્યાં ગયા પછી વ્યક્તિ આ મૃત્યુ લોકમાં પાછી ફરતી નથી... આજ તેનું પરમધામ છે. ગીતાના બીજા આઘ્યાયમાં ભગવાન સ્થિત પ્રજ્ઞનાં લક્ષણો બતાવ્યાં છે તે જ સમગ્ર ગીતાનો સાર છે અને પછીથી તેનો વિસ્તાર છે. આ રહ્યો તેને સાર. ‘‘શરીર નાશવંત છે. આત્મા અજર, અમર, નિત્ય, અખંડ અને અનંત છે, તેથી મૃત્યુનો હર્ષ શોક ન કરવો. કાર્ય કરો પણ ફળની અપેક્ષા ન કરો. ફળ આપનાર પ્રભુ છે જ. પરબ્રહ્મ પરમાત્મામાં પૂર્ણ શ્રઘ્ધા રાખો. યાદ રાખો જે થશે તે સારું જ થશે. તે સદાય તમારું કલ્યાણ કરશે. સુખ અને દુઃખ જેવું કંઈ છે જ નહિ તે સાપેક્ષ છે. (ઇીનચૌપી) ‘ગીતા’માં ભગવાને ત્રણ માર્ગ બતાવ્યા છે. કર્મ માર્ગ, જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ, જે માર્ગ અનુકૂળ લાગે તે માર્ગે આગળ વધો. મહત્વની છે તમારી શ્રદ્ધા. શ્રદ્ધા વિના આ માર્ગે આગળ વધાય નહિ. યાદ રહે ત્રણે માર્ગ માટે પ્રભુએ ઈન્દ્રિય નિગ્રહ પર ભાર મૂક્યો છે. જે સંયમી બની સાચા અર્થમાં બ્રહ્મચર્ય પાળી આગળ વધે છે તે વાસનાઓ પર વિજય મેળવે છે... તે રાગદ્વેષ મુક્ત બને છે. વિશુદ્ધ બની જાય છે અને તેનામાં દ્રઢ વૈરાગ્ય જાગૃત થાય છે અંતે તે પ્રભુમય બની જાય છે. ‘ગીતા’માં બે શબ્દો ખૂબ મહત્વના છે. અનાશક્તિ અને સમત્ત્વ. વ્યક્તિ (ભક્ત) જ્યારે અનાસકત બને અને સમત્વ ધારણ કરે છે ત્યારે તે કદાપિ કોઈ પણ સંજોગોમાં વિચલિત થતો નથી. ભયંકર દુઃખ પણ તેને ડગાવી ન શકે આજ સમત્વ. પ્રભુનો ભક્ત પ્રભુની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે છે... સમગ્ર ગીતા સમજ્યા પછી અર્જુને કૃષ્ણને સાચા અર્થમાં પરમાત્મા તરીકે ઓળખ્યા અને છેવટે કહ્યું કે (અઘ્યાય-૧૮ શ્વ્લોક ૭૩)’’ હું તમે કહેશો તેમ કરીશ... અને અર્જુન યુદ્ધ લઢ્યો અને વિજયી થયો. પ્રભુ ભક્તને વચન આપે છે કે જે તેનામાં પૂર્ણ શ્રદ્ધા રાખે છે તેના યોગક્ષેમની જવાબદારી સ્વયં પ્રભુ રાખે છે. આ પ્રભુનું અભય વચન છે. ‘ગીતા’ જયંતીના શુભ પર્વે આપણી કૃષ્ણ પરમાત્માની અમૃતવાણીને જીવનમાં ઉતારીને તેને આત્મસાત કરીશું તો જીવન અર્થપૂર્ણ અને કલ્યાણકારી બની જશે. કૃષ્ણ પરમાત્માને કોટિ કોટિ વંદન.
- કૃષ્ણં વન્દે જગદ્ગુરૂમ્ ।।


આપણી અસ્વસ્થતા અને અશાંતિનું મૂળ કારણ સુરક્ષાના આપણા ખોટા ખ્યાલોમાં રહેલું છે...


- વિમર્શ

એક કોટિયાધિપતિની વાત છે. પુરાણા કાળમાં કોટિયાધિપતિ ઘણો ધનવાન ગણાતો હતો. આજની ભાષામાં કહેવું હોય તો અબજપતિ કહેવો પડે. રાત દિવસ તે ધંધાનો જ વિચાર કર્યા કરતો હતો. દિવસે વેપાર કર્યા કરે અને રાત્રે દિવસે કરેલા વેપારની ગણતરી કર્યા કરે. ત્યારપછી તે કમાયેલા ધનનું હવે ક્યાં રોકાણ કરવું તેના વિચારોમાં ખોવાઇ જાય. પુણ્યોદયનો કાળ પ્રવર્તતો હતો તેથી નાખેલા બધા પાસા પોબાર પડતા હતા. એટલું જ નહિ પણ ખોટાં રોકાણો કર્યા હોય તે પણ સારા થઇ જાયઅનેઅંતે તેમને ફળતાં જાય. જેમ ધન વધતું જાય તેમ તેને સાચવવાની ચિંતા વધતી જાય. કેટલીક વાર ધન કમાવું સરળ હોય છે પણ તેની સુરક્ષા કરવી ઘણી મૂશ્કેલ હોય છે.
માણસ પાસે ધન ન હોય ત્યારે તેના મનમાં હોય છે કે આટલું મળી જાય તો બસ, પણ એટલું મળી ગયા પછી કોઇ બસ કરતું નથી. આ દુનિયામાં બહુ ઓછા માણસોને ધારેલું મળી જાય છે. સમાજમાં જેની પાસે છે તેની પાસે છે જેની પાસે નથી એની પાસે નથી. ટંક ખાવાના પણ તેને સાંસા હોય છે. બાકી ગરીબાઇ જેવી કોઇ ભૂંડી ચીજ દુનિયામાં નથી.
મઝાની વાત એ છે કે જેને ધારેલુ જિંદગીમાં મળી જાય છે તેમાંથી બહુ ઓછા લોકો મળેલું ભોગવી શકે છે. એવા કેટલાય લોકો છે કે જેઓ ધારેલું મેળવી શક્યા હોય છે પણ મળેલાને ભોગવવાનો તેમની પાસે સમય નથી હોતો. તેમને મળ્યાનો સંતોષ બાકી ભોગવે કોઇ. તેઓ તો જિંદગીના અંત સુધી દોડયા જ કરે છે અને ધન એકઠું કર્યા કરે છે.
દુનિયામાં આપણે એવા લોકોને પણ જોઇએ છીએ કે તેઓ ધારેલું મેળવી શકે છે અને મળેલું ભોગવી શકે છે. તેમને બાહ્ય રીતે જોતાં એમ જ લાગે કે તેઓ ખરેખરા સુખી સંપન્ન છે. પરંતુ જો આવા લોકોના જીવનમાં ડોકિયું કરવાનું મળે તો લાગે કે તેઓ એવી કોઇ વાતે પિડાતા હોય છે જેને કારણે તેમની ઉંઘ ઊડી ગઇ હોય છે. આપણે જે કોટિયાધિપતિની વાત માંડી છે તે દેખીતી રીતે સર્વસંપન્ન હતો- સુખી હતો પણ રાત્રે તેને ઉંઘ જ આવે નહિ. રાતભર તે પથારીમાં પાસાં બદલ્યા કરે પણ નિંદ્રા તેનાથી દૂરને દૂર જ રહ્યા કરે. સવાર થવાની તૈયારીમાં હોય ત્યારે માંડ બે ઘડીનુ ઝોકું તેને આવે.
આ કોટિયાધિપતિ માણસને ત્યાં એક વાર કોઇ સંતનું આગમન થયું. રાત્રિની સરૂઆતમાં આ શેઠે સંત સાથે થોડીક વાતચીત કરી અને પછી સૂવા જવા માટે બંને છૂટા પડયા. સંત મહાત્મા તો થોડીક વારમાં નિંદ્રસ્થ થઇ ગયા પણ આ કોટિયાધિપતિને કેમેય નિંદ્રા ન આવે. વહેલી સવારે થોડીક ઝપકી લઇને શેઠ ઊઠયાત્યારે તેમણે વિચાર કર્યો કે આ સંત સમક્ષ મારી સમસ્યા રજૂ કરૂં. કદાચ તેઓ મને એવો કોઇ કીમિયો બતાવે જેનાથી મને નિરાંતની ઉંઘ આવી જાય.
સવારે પૂજા પાઠથી પરવાર્યા પછી સંત બેઠા ત્યારે શેઠે તેમને વંદન કર્યા અને સત્સંગ માટે તેમની પાસે બેઠા. થોડીક વાર આમતેમ વાત કર્યા પછી શેઠે પોતાની ઊંઘની સમસ્યાની સંતને વાત કરીને તેમના પગ પકડી લેતાં કહ્યું, ‘‘બાપજી! આ વાત નાની દેખાય છે પણ મારા માટે ગંભીર બની ગઇ છે. આમને આમ તો હું એક દિવસ ઉંઘના અભાવે પાગલ થઇ જઇશ. મારા માટે આપ કંઇ કરો. તમે કહેશો ત્યાં પૈસો ખર્ચીશ- ધર્મ કરીશ. પણ મને બચાવી લો’’
સંતે કહ્યું, ‘‘ઉપાય સરળ છે જો તે કરવા તમે તૈયાર થાવ તો. તમને ઉંઘ ન આવવાનું કારણ સ્પષ્ટ દેખાય છે. તમે ઉંઘને પણ ધનથી ખરીદવા માગો છો. તમારૂં ચિત્ત સતત વેપારના સોદા જ કર્યા કરે છે. તમે વેપારને તમારા મનમાંથી ખસેડો એટલે અડધી બાજી તમારા હાથમાં આવી ગઇ એમ સમજો. બહુ ઓછા લોકોને ધારેલું મળે છે, તેનાથી અત્યંત ઓછા લોકો ધારેલું મેળવીને તેને ભોગવી શકે છે. અને જૂજ લોકો મેળવીને, ભોગવીને પછી તેને છોડી જાણે છે. હવે તમે વેપાર- ધંધાને છોડી જાણો. ધનને સાચવવાની વાતનો પણ તમારા ચિત્તમાંથી કાઢી નાખો. આ બે વાત કરશો તો નિંદ્રાદેવીની પ્રસન્નતા તમારા ઉપર ઉતરી આવશે. ભલે સંપત્તિ મેળવો, ભલે તેને યોગ્ય રીતે ભોગવો પણ પછી તો તેને છોડી જાણો.
સ્વપ્નશૂન્ય નિંદ્રા એ તો આશીર્વાદ છે. જે સંપત્તિની વિક્ષિપતતાથી મુક્ત થઇ જાય છે તે સુખે રાતભર સૂઇ જાય છે. પછી તે સંપત્તિ ધનની હોય, યશની હોય કે પદની હોય. તમે કંઇક મેળવવાની સ્પર્ધામાં સતત દોડતા રહો છો ત્યારે હંમેશા વિક્ષિપ્ત રહો છો. ભલે મેળવો. ભાગ્ય હશે તો મળશે પણ તેની પાછળ દોડો નહિ. દોડે મળતું હોય આ દુનિયામાં કોઇ ભાગ્યે જ દુઃખી રહે. જ્યાં સુધી તમે વિક્ષિપ્ત છો ત્યાં સુધી તમે શાન્ત નથી. જ્યાં સુધી શાન્ત નથી થતા ત્યાં સુધી સ્વસ્થ થઇ શકતા નથી. સ્વસ્થતા વિનાનું જીવન એ જીવન નથી રહેતું પણ જીવનના પડછાયા જેવું બની જાય છે.
દિવસે તમે જે કંઇ કરો છો, વિચારો છો તેની પ્રતિક્રિયા રાત્રે જ્યારે તમે સૂવા માટે આડા પડો છો ત્યારે શરૂ થાય છે.
દિવસભર તમે સુરક્ષાની શોધમાં દોડતા રહો છો. માણસને ધનમાં, પદમાં, કિર્તીમાં સુરક્ષા લાગે છે. એટલે તે તેની પાછળ દોડયા કરે છે. આ દોડમાં તે સુખે નથી જીવતોકે સૂતો. જે ધારેલું મળતું જાય છે તેમ દોડ વધતી જાય છે. અને તે જ તેની અશાંતિનું કારણ બની જાય છે.
જ્યાં સુધી માણસ સુરક્ષા શોધતો રહે છે ત્યાં સુધી તેને ક્યાંય સુરક્ષાનો અહેસાસ થતો નથી. માણસ જેવો એ વાત સમજી જાય છે કે સ્વયં વિના ક્યાંય કશું સુરક્ષિત નથી તેવું જ તેનું ચિત્ત શાન્ત અને સ્વસ્થ થઇ જાય છે. સ્વયં સિવાય ક્યાંય વાસ્તવિક સુરક્ષા નથી. માણસ જેવો સુરક્ષાનો ખ્યાલ છોડી દે છે અને જીવન જેવું વહી જાય છે તેને કેવળ જોતો રહે છે ત્યાં જ તે સુરક્ષિત અને સ્વસ્થ બની જાય છે કે સ્વસ્થ જીવનનો માર્ગ વસ્તુતેકે વિષયને છોડવાથી મળી જાય છે. વાત વિચિત્ર લાગે પણ તે જ વાસ્તવિકતા બનીને સામે ઊભી રહી છે - એ ના ભૂલીએ.

તો ઘરમાં નહીં રહે દરિદ્રતા..






જો તમારા ઘરમાં પૈસા નથી ટકતા. પૈસા જેટલી તેજી સાથે આવે છે એથી વધુ તેજી સાથે ખર્ચ થઈ જાય છે એટલે કે આમદાની અઠ્ઠની ઔર ખર્ચા રૂપૈયા જેવી હાલત છે તો ઘરમાં દરિદ્રતા હોવાના ઘણા કારણો હોય શકે છે.તેમાંનું એક કારણ છે અમુક નાની-નાની વાતોનું ધ્યાન ન રાખવું.

-પૂજા ઘરના અગ્નિ ખૂણામાં પૂજા કરો.

-ઉતર-પૂર્વમાં લાકડાનું મંદિર રાખો જેની નીચે ગોળ પાયા હોય.

-લાકડાના મંદિરને દિવાલ સાથે ચોટાડીને ન રાખો.

-બને ત્યાં સુધી પથ્થરની મૂ્ર્તિ ન રાખવી, વજન વધી જશે.

-ઘરમાં તૂટેલા વાસણ કે તૂટેલી ખાટ ના હોવી જોઈએ,અને તૂટેલા વાસણમાં ખાવાનું પણ ના ખાવું જોઈએ. તેનાથી દરિદ્રતા વધે છે.

-ઘરના દરવાજા પર ઉતર દિશા તરફ અષ્ટકોણીય અરીસો લગાવો.

-ઉતર-પૂર્વ ભાગમાં દીવો કરવો ઘાતક સિદ્ધ થઈ શકે છે. આ ખૂણામાં હવન કરવાથી વેપારમાં નુકશાન થવાની શકયતા રહે છે.

ચીનની આડોડાઈ કે આક્રમણ ?

અરૂણાચલ પ્રદેશના તવાંગ શહેરમાં બૌઘ્ધ મઠ


અમેરિકાને આંબવા લાગેલી ચીનની લશ્કરી તાકાત
હવે અમેરિકાને પણ ચીમકી આપતું ચીન
ચીને ઇન્ટરનેટ ઉપર ‘ગુગલ અર્થ’ના નકશામાં અરૂણાચલ પ્રદેશ, લડાખ અને અકસાઇ ચીનને પોતાના એક ભાગ તરીકે હમણાં ફરી પાછા દેખાડયા !
સોનિયા ગાંધી... મનમોહન સિંહ.. જાગો ! જાગો !

ચીન હવે માથું કાઢવા લાગ્યું છે. લશ્કરી શકિતમાં અત્યાર સુધી ચીન અમેરિકા કરતાં ઘણું પાછળ હતું એટલે એ અમેરિકાની સામે ચૂપ હતું પણ હવે એ લશ્કરી તાકાતમાં અમેરિકાને આંબી ગયું છે એટલે એણે માથું કાઢવા માંડયું.
હમણાં ચીનના રાષ્ટ્ર પ્રમુખ અમેરિકાની મુલાકાતે જઈ આવ્યા ત્યારે એમણે અમેરિકન પ્રમુખ ઓબામાને ચીમકી સ્પષ્ટ શબ્દોમાં આપી કે... તિબેટની બાબતમાં તમે દૂર રહેજો !
અત્યાર સુધી ચીન આવા શબ્દો અમેરિકાને કહી શકતું નહોતું પણ હવે એણે અમેરિકાને પણ ચીમકી આપી એ ઘણું ઘણું કહી જાય છે. દુનિયાનો કોઈપણ દેશ અમેરિકાને આવું કશું કહી શકતો નથી. (આપણી આવું કહેવાની છે તાકાત ?)
આ હિસાબે ચીન સાથે આપણી સરખામણી કરીએ તો... ભલે યોગ્ય ન લાગે પણ... આપણે ઘણાં પાછળ છીએ... ચીન ટેકનોલોજીમાં, અર્થતંત્રમાં, લશ્કરી તાકાતમાં, વગેરે...
આપણે ચીનની પાછળ હોવાનું કારણ આપણે લશ્કરને ઘ્યાનમાં નથી રાખ્યું એ છે અને બીજું કારણ લશ્કરમાં પણ ભ્રષ્ટાચાર વ્યાપક છે એ છે.
ફકત આંકડાઓ જોઈએ તો પણ લાગશે કે ચીન લશ્કરી શકિતમાં આપણા કરતાં ઘણું આગળ છે. લશ્કરી તાકાતની દ્રષ્ટિએ આપણો દેશ દુનિયામાં ચોથા સ્થાને છે અને ચીન બીજા સ્થાને છે. જયારે અમેરિકા પહેલા સ્થાને છે અને પાકિસ્તાન પંદરમા સ્થાને છે. આ ચારેય દેશ અણુ બોંબવાળા દેશ છે.
દા. ત. હવાઈ દળની દ્રષ્ટિએ ચીન આપણા કરતાં ઘણો સમૃઘ્ધ છે. ચીન પાસે ૧૯૦૦ લડાયક વિમાન અને ૪૯૧ લશ્કરી હેલિકોપ્ટર છે. ચીન પાસે ૪૬૭ એરપોર્ટ છે.
જયારે આપણી પાસે ૧૦૦૭ જ લડાયક વિમાન છે અને હેલિકોપ્ટર ૨૪૦ જ છે. બાકી એરપોર્ટ ૩૪૬ છે.
પાકિસ્તાન પાસે ૭૧૦ લડાયક વિમાન છે અને૧૯૮ હેલિકોપ્ટર તથા ૧૪૪ એરપોર્ટ છે.
પાય દળની વાત કરીએ તો ચીન પાસે ૨,૨૫,૫૫,૦૦૦ સૈનિકો છે અને એ ઉપરાંત રિઝર્વ સૈનિકો ૮,૦૦,૦૦૦ છે.
જયારે આપણી પાસે કુલ જવાનો ૧૩,૨૫,૦૦૦ છે અને રિઝર્વ સૈનિકો ૧૧,૫૫,૦૦૦ છે.
પાકિસ્તાન આ બાબતમાં પણ પાછળ છે. એના કુલ સૈનિકો ૬,૫૦,૦૦૦ છે અને રિઝર્વ સૈનિકો ૫,૨૮,૦૦૦ છે.
જો કે પાકિસ્તાન એકલું નથી. ચીન અને અમેરિકા એની બાજુમાં છે. એટલે પાકિસ્તાનની શકિત ઓછી આંકવી જોઈએ નહીં.
શસ્ત્રોની દ્રષ્ટિએ જોઈએ તો, ચીન પાસે ૩૧,૩૦૦ હથિયાર છે અને ટેન્કો ૮૨૦૦ છે તથા લોન્ચીંગ સિસ્ટમની સંખ્યા ૨૪૦૦ છે. જયારે એન્ટી ટેન્ક મિસાઇલ ૬૫૦૦ તથા એન્ટી એરક્રાફટ વેપન પણ ૬૫૦૦ છે.
એની સામે આપણી પાસે હથિયારો કુલ ૧૦,૩૪૦ છે અને ટેન્કો ૩૮૯૮, ૧૫૦ મલ્ટીપલ રોકેટ લોન્ચ સિસ્ટમ અને ૨૪૨૪ એન્ટી એરક્રાફટ હથિયાર છે.
પાકિસ્તાન પાસે જોઈએ તો... એની પાસે હથિયારો કુલ ૩૯૧૯ છે અને ટેન્કો ૨૪૬૩ છે. રોકેટ લોન્ચીંગ સિસ્ટમ પણ છે અને ૧૨,૩૨૦ એન્ટી ટેન્ક મિસાઇલ છે તથા એન્ટી એરક્રાફટ વેપન ૧૯૦૦ છે.
આ ઉપરાંત નૌકાદળની બાબતમાં પણ ચીન આપણા કરતાં ચઢિયાતું છે. ચીનની પાસે કુલ ૭૬૦ નેવલ શીપ છે અને ૬૮ સબમરીન છે. આપણી પાસે ૧૪૩ નૌકા જહાજ છે અને ૧૮ સબમરીન છે.
પાકિસ્તાન પાસે ૩૩ લશ્કરી જહાજ છે અને ૧૧ સબમરીન છે.
લશ્કરી બજેટનો હિસાબ જોઈએ તો.. અમેરિકાના પેન્ટાગોનની માહિતી પ્રમાણે ચીને આ માર્ચમાં પોતાનું લશ્કરી બજેટ ૭૭.૯ અબજ ડોલર કર્યાની જાહેરાત કરેલી. એ જો સાચું હોય તો ચીન પોતાની લશ્કરી તાકાત વઘુ મજબૂત કરશે.. એવો એનો અર્થ થયો. આપણા માટે અને અમેરિકા માટે પણ એ પડકારરૂપ થશે.
દુનિયાના દેશોના લશ્કરી બજેટ જોઈએ તો...
અમેરિકાનું ૮૯૫ બિલિયન ડોલર છે. પછી ચીનનું ૭૮ બિલિયન ડોલર અને આપણું ૨૯.૭૬ બિલિયન ડોલર.
એની સામે જીડીપી જોઈએ તો... અમેરિકાનું ૧૪.૬ ટ્રિલિયન ડોલર, ચીનનું ૪.૯ ટ્રિલિયન ડોલર અને આપણું ૧.૨૯ ટ્રિલિયન ડોલર છે.
આ કારણે ચીન હવે આક્રમક બન્યું છે. આપણી સાથે ચીન દોસ્તીનો દેખાવ જ કરે છે. (એ દ્રષ્ટિએ જોઈએ તો... ચીન દુનિયામાં કોઇનું દોસ્ત નથી. એની વૃત્તિ વિસ્તારવાદી જ રહી છે. એમાં એણે સામ્યવાદના ધુંટડા પીધા એટલે એની એ વૃત્તિ વઘુ ઉગ્ર બની. એણે જે લશ્કરી અને આર્થિક વિકાસ કર્યો એની પાછળની દાનત આ વિસ્તારવાદની વૃત્તિ જ છે.
આપણા અરૂણાચલ, સિક્કિમ, લડાખ, અકસાઇ ચીન, વગેરે પ્રદેશો ઉપર પોતાનો દાવો કરવા પાછળની દાનત એનો વિસ્તારવાદી જીવ જ છે. એવો દાવો એ એને અડતી જે જે દેશોની સરહદો છે એ બધા ઉપર કરે છે અને એમ કરીને એણે વિયેટનામ, લાઓસ, કોરિયા વગેરે દેશોના ભાગલા કરાવીને એના પ્રદેશો ઉપર વર્ચસ્વ કર્યું. એ દેશોની સરકારો ભલે જૂદી હોય પણ એ બધી સરકારો ઉપર ચીનનું જ વર્ચસ્વ છે.
ચીન આપણા પ્રદેશો ઉપર દાવો કરે છે એ ઉપરાંત એ આગળ વધીને એ પ્રદેશોના નાગરિકો ચીનના પ્રવાસે જાય તો એ નાગરિકો ચીનના જ છે એમ કહીને એમને વીઝા નથી આપતું. વઘુમાં એ આપણા પ્રદેશો ઉપરનો દાવો મજબૂત કરવા નકશા બહાર પાડીને એમાં એ પ્રદેશોને ચીનના બતાવે છે.
હમણાં જ એણે પોતાના ઇન્ટરનેટના ‘ગુગલ અર્થ’ દ્વારા જે નકશા મોકલ્યા (બહાર પાડયા) એમાં અરૂણાચલ પ્રદેશ, લડાખનો અકસાઇ ચીન પ્રદેશ ચીનના બતાવેલા.
આ મુદ્દે આપણી સરકારે સખ્ત વિરોધ કરવો જોઈએ... રાબેતા મુજબ છાપેલી વિરોધયાદી મોકલીને રહી જવું જોઈએ નહીં... એવી વિરોધ યાદીઓ ચીન કે પાકિસ્તાન કચરા ટોપલીમાં જ નાંખે છે. (મુંબઇ ઉપરના ૨૬/૧૧ના હુમલા વિષે અથવા પાકિસ્તાની આતંકવાદીઓ કાશ્મીરમાં જે હુમલા કરે છે એ વિષે આપણી આ સરકારે કે એ પહેલાંની ભાજપની કે બીજી કોઈ સરકારે કેટલી વિરોધ યાદીઓ મોકલેલી છે ? કંઇ પરિણામ આવ્યું ? ‘લાતોં કે બૂત બાતોં સે નહીં માનતે’ એ કહેવત અમથી નથી પડી.) એટલે ચીનને ધમકીભરી વિરોધ યાદી મોકલવી જોઈએ... કારણ કે...
(૧) ઇન્ટરનેટ ઉપર ગુગલમાં આ નકશો આવવાના કારણે દુનિયાભરના બીજા બધા જ દેશો પોતાના નકશાઓમાં આ જ નકશાઓ છાપશે. પરિણામે આપણે ગુમાવવાનું રહેશે.. આપણને નુકસાન થશે.
(૨) સરહદી મતભેદ અંગે ચીન સાથે વાટાઘાટો બાજપેયીની સરકાર હતી ત્યારથી ચાલે છે અને ચીન સાથેના સરહદી વિવાદ ઉકેલવા માટે બાજપેયીએ ખાસ અલગ તંત્ર ઊભું કરેલું. એ વિવાદ ઉકેલવા અત્યાર સુધી ૧૪ બેઠકો બંને દેશો વચ્ચે થઇ ગઈ પરંતુ ચીનની દાનત જ વિસ્તારવાદી અને બીજાનું પચાવી પાડવાની હોવાથી એ મંત્રણાઓ છેવટે શૂન્યમાં પૂરી થાય છે. (હોંગકોંગ શહેર વર્ષોથી બ્રિટનના તાબામાં હતું. આજે પણ જેમ મુંબઈમાં અંગ્રેજોની છાપ ફોર્ટ વિસ્તારમાં અને બીજે મોજુદ છે એમ હોંગકોંગના ઘણા વિસ્તાર અંગ્રેજોની છાપવાળા મુંબઈ જેવા જ લાગે છે. એ હોંગકોંગને સ્વતંત્ર કરવાનું બ્રિટને નક્કી કર્યું એટલે ચીન તરત પોતાનો દાવો હોંગકોંગ ઉપર કરતા કૂદી પડયું પરંતુ હોંગકોંગની જનતા પોતાનું અલગત્વ જીવંત રાખવા માંગતી હતી એટલે ચીનનું વર્ચસ્વ હોંગકોંની જનતાએ નકારી કાઢવું એટલે દસ વર્ષની મુદત પાડવામાં આવી. ટૂંકમાં, આપણી સરકારોએ ચીન સાથે ખોંખારીને વાત કરવાની નીતિ રાખવી પડશે.)
પારકું પચાવી પાડવાની ચીનની આ દાનત અત્યારની નથી પરંતુ પહેલાંની છે. ભારત અને ચીન વચ્ચે સરહદી રેખા નક્કી કરવા બ્રિટિશરોએ એના ભારતમાંના ત્યારના મેકમોહન નામના એક અમલદારની આગેવાની નીચે ૧૯૧૪ માં સીમલામાં બેઠક રાખેલી. એમાં આ સરહદો નક્કી થએલી. એ વખતે તિબેટને અલગ સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો પણ નક્કી થએલો. એ રેખાને એટલે મેકમોહન રેખાના નામથી ઓળખવામાં આવે છે. ચીને એનો ત્યારે બહિષ્કાર કરેલો. ત્યારે ચીન આજના જેવું સબળ નહોતું પરંતુ નબળું હતું. છતાં એણે પોતાની વિસ્તારવાદી વૃત્તિ તો દેખાડી જ ! અંગ્રેજો સામે કશું ડરી શકવાની ચીનની ત્યારે તાકાત નહોતી. એટલે (છતાં) એણે અંગ્રેજોની નીતિનો વિરોધ તો કર્યો જ.
એ પછી ચીનમાં સામ્યવાદીઓ સત્તામાં આવ્યા. એના નેતા માઓત્સે તુંગે ૧૯૪૯ માં સત્તા સંભાળી અને લાખો ચીનાઓનો સામ્યવાદી રસમ પ્રમાણે કચ્ચરઘાણ બોલાવ્યો જેને સામ્યવાદીઓ ‘ક્રાંતિ’ (લાલ ક્રાંતિ, પીપલ્સ ડેમોક્રસી જેવા એના શબ્દો હોય છે. આપણા દેશમાં પણ સામ્યવાદીઓ કે નકસલવાદીઓ એ જ પરિભાષા વાપરે છે... પીપલ્સ રેવોલ્યુશન, પીપલ્સ લાઇબ્રેશન, જેવા એમના ખાસ નક્કી શબ્દો છે. એવા ‘પીપલ્સ’ વાળા શબ્દો હોય એટલે એ સામ્યવાદ જ છે એ નક્કી.) કહે છે.
માઓત્સે તુંગે એટલે સામ્યવાદીઓએ એક બાજુ ચીનમાં લાખો નાગરિકોને ‘સામ્યવાદના વિરોધી’ ગણીને મારી નાંખ્યા (અહીં પણ નકસલવાદીઓ એ જ રીતે ‘વિરોધી’ કહીને મારી નાંખે છે.)
અને બીજી બાજુ પોતાની લશ્કરી તાકાત વધારવાની યોજનાઓ કરી તથા ત્રીજી બાજુ પડોશી દેશોમાં ધુસણખોરી કરીને આક્રમણો શરૂ કર્યા. એમાં એ અરસામાં સ્વતંત્ર થએલા (બ્રિટિશરો, ડચ, પોર્ટુગીઝ, ફ્રાન્સ વગેરેના તાબામાં હતા એ) લાઓસ, વિયેટનામ, કોરિયા, થાઇલેન્ડ (સિયામ નામ હતું), મલેશિયા (મલાયા નામ હતું) વગેરે દેશોમાં ચીની સામ્યવાદે આક્રમણો કર્યા. એ આક્રમણના કારણે દસ દસ વર્ષ સુધી એ દેશોમાં આંતર વિગ્રહ ચાલ્યો અને છેવટે વિયેટનામ, કોરિયા અને લાઓસના ભાગલા પડ્યા.
એ ચીની અથવા સામ્યવાદી આક્રમણથી છટકી શક્યા મલેશિયા, થાઇલેન્ડ, ફિલીપાઇન્સ, ઇન્ડોનેશિયા વગેરે. એ દેશોમાં સામ્યવાદીઓ ઉપર પ્રતિબંધ છે.
ભારતમાં નેહરૂના ભોળપણ (એટલે મૂર્ખામી)ના કારણે. અને કૃષ્ણમેનન જેવા સામ્યવાદી છૂપા રૂસ્તમ મિત્રના કારણે તિબેટ ઉપરના ચીનના આક્રમણનો આપણે વિરોધ ન કર્યો પરિણામે ચીનને ભારત તરફ આગળ વધવાની સગવડ થઇ ગઇ.
- ગુણવંત છો. શાહ

કાનમાં કહું !
ભાજપને સંઘના મોહનજી ભાગવતની સૂચના
સંસદનું આગામી અધિવેશન ભાજપની ધાંધલ ધમાલ વિના ચાલે એ માટે જેમ કોંગ્રેસ પ્રયત્ન કરે છે એમ આર.એસ.એસ.નો વિષય ન હોવા છતાં એના સર્વોચ્ચ વડા મોહનજી ભાગવતે ભાજપની બગડતી છબી સુધારવાના એક પ્રયત્ન તરીકે ભાજપના બે વરિષ્ટ નેતાને બોલાવીને સલાહ આપી કે.. ‘જોઇન્ટ પાર્લામેન્ટરી કમીટીની તમારી માંગણી સાચી છે પણ એ માંગણી માટે ભાજપ સંસદમાં દેકારાપડકારા કરીને સંસદનું કામકાજ થવા ન દે એની. ભાજપની પ્રતિષ્ઠા બગડે છે.’
સંસદ કોઇ પણ હિસાબે (કારણે) ચાલવા જ ન દેવી એ નિર્ણય આડવાણી વડાપ્રધાન થઇ શક્યા નહીં એટલે આડવાણીએ આપેલો. બાકી બાજપેયીથી માંડી સુષમા સ્વરાજ સુધીના બધા જ નેતા આડવાણીના એવા ઘાતક નિર્ણયથી વિરૂઘ્ધ છે.
હવે જોઈએ શું થાય છે તે !

ગરીબીની બેડીઓમાંથી છોડાવે છે આ પ્રયત્નો..........



ગરીબી એક અભિશ્રાપ જેવી હોય છે. ધનના અભાવે વ્યક્તિ બધા જ સુખોથી વંચિત થઈ જાય છે. ઘણીવાર લાખ પ્રયત્ન પછી પણ ધનને લગતી પરેશાનીઓ દૂર થતી નથી. જો અનેક પ્રયત્નો પછી પણ જરૂરી ધન પ્રાપ્તિ થતી નથી તો બની શકે તે કોઈ ગ્રહ બાધાને લીધે તમને ગરીબી સહન કરવી પડી રહી હોય.

જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય બતાવવામાં આવ્યા છે જેનાથી કોઈપણ પ્રકારની ગ્રહ બાધાને લીધે પરિસ્થિતિઓ આપણને અનુકૂળ થાય છે અને પરિસ્થિતિઓનો પ્રભાવ કેટલીક હદ સુધી ઓછો થાય છે.

જો તમારા જીવનમાં ખૂબ જ પરેશાનીઓ વધી રહી હોય, આર્થિક, માનસિક, સામાજિક બધા પ્રકારની પરેશાનીઓથી ગ્રસ્ત હોવ અને તમને કોઈ રસ્તો જ ન જડતો તો તમે પોતાનો જૂનો ઉપયોગ કરેલો કાળો કે કોઈપણ ઉપયોગ કરેલ કામળો શનિવારના દિવસે કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો. જો ઉપયોગ કરેલ કામળો ન મળે તો કોઈપણ ઉપયોગ થયેલી ગરમ વસ્ત્રનું દાન કરી શકો છો.

જો તમે ગરીબીથી પરેશાન છો ધન કમાણીના તમારા પ્રયત્નો નિષ્ફળ થઈ રહ્યા હોય તો રવિવાર કે સોમવારના દિવસે બજારમાંથી ત્રણ લાડુ ખરીદી સવારે જ્યારે તમે કોઈ જુવે નહી તેવા સમયે આ ત્રણેય લાડુને કોઈ મંદિરમાં મૂકી આવો, એમ કરવાથી તમે ઝડપથી દરિદ્રતાથી મુક્તિ મેળવશો. યાદ રાખો કે તેની સાથે તમે પોતે મહેનત દ્વારા પ્રયત્ન શરૂ કરવા પડશે






Related Articles:

તો ઘરમાં નહીં રહે દરિદ્રતા..
આજે કાયમી દરિદ્રતા દૂર કરવા કુબેરયંત્ર પૂજા ઉત્તમ

source by :- divya bhaskar press

તિજોરીને રાખો ધનથી ભરપુર !!








એક સારું જીવન ત્યારે જ વ્યતીત કરી શકાય છે જ્યારે તમારી પાસે ભૌતિક સુખ પણ હોય. ભૈતિક સુખ ધનના અભાવથી ક્યારેય પ્રાપ્ત નથી થઈ શકતું. આ માટે પૈસા કમાવવા માટે દિવસ રાત એક કરીને મહેનત કરવી પડે. તેમ છતાં દરેકના જીવનમાં સારું ધન પ્રાપ્ત કરવાના યોગ નથી બની શકતા. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેના માટેના કેટલાક વિશેષ ઉપાયો જાણવા જરુરી છે. જેના માટે માધ્યમથી તમે વિશેષ ધનની પ્રાપ્ત કરી શકો છો.


કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે તે દેવતાઓનો કોષાધ્યક્ષ છે. તેમની કૃપાથી કોઈ પણ વ્યક્તિ ધન પ્રાપ્ત કરી શકે છે. તેમને પ્રસન્ન કરવા માટે કેટલાક સ્ફટિક મંત્ર આપવામાં આવ્યા છે જેનાથી તમે કુબેરની કૃપા પ્રાપ્ત કરી શકો છો.

કુબેર દેવનો મંત્ર- ऊँ यक्षाय कुबेराय वैश्रवणाय, धन धन्याधिपतये धन धान्य समृद्धि मे देहित दापय स्वाहा।

આ દેવતાઓના કોષાધ્યક્ષ કુબેર દેવનો અમોઘ મંત્ર છે. આ મંત્રનો જાપ મહિનામાં 3 વાર કરવાથી તમને ઈચ્છિત ફળ મળી શકે છે. તેના જાપ દરરોજ 108 વાર કરવા. જાપ કરતી વખતે ધનલક્ષ્મીની કોડી રાખવી. 3 મહિના બાદ જ્યારે જાપ પૂર્ણ થાય ત્યારે એ કોડી તિજોરીમાં રાખવી. એમ કરવાથી કુબેર દેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તમારું લોકર ક્યારેય ખાલી નથી રહેતું. તે ધનથી ભરેલું રહે છે.

print

કયા મહિનામાં શું ખાવું અને શું કરવું?......



તંદુરસ્તી માટે જરુરી છે સંતુલિત આહાર. યોગશાસ્ત્ર અનુસાર 12 મહિનાના ખોરાક માટે અલગ અલગ વસ્તુઓ દર્શાવવામાં આવી છે. નવા વર્ષમાં કેલેન્ડર પ્રમાણે જમવાની રીત દર્શાવવામાં આવે છે. જાણીએ કયા મહિનામાં શું ખાવું જોઈએ. તંદુરસ્ત અને નિરોગી રહેવા માટે શું ખાવું જોઈએ..

આપણું ખાન-પાન આપણા શરીરને સંપૂર્ણ તંદુરસ્ત રાખે છે. સારા ભોજનથી આપણી કાર્યક્ષમતા વધે છે. જલ્દી થાક નથી લાગતો અને સાથે જ નાની નાની બિમારીઓ દૂર થાય છે.

મહિનો- શું ખાવું શું ન ખાવું?


જાન્યુઆરી- ફેબ્રુઆરી- ઘી, ખીચડી

ફેબ્રુઆરી-માર્ચ- ઘી, ખીચડી અને સવારે નહાવું ફાયદાકારક છે.

માર્ચ- એપ્રિલ- ચણાનું સેવન કરવું.

એપ્રિલ-મે- જમરુખ


મે-જૂન - આ મહિનામાં પર્યાપ્ત ઉંઘ લેવી અતિ આવશ્યક છે. નહીં તો તેનો ખોટો પ્રભાવ શરીરને નુક્સાન કરે છે.

જૂન-જુલાઈ - વધારે વ્યયામ અને ખેલ-કૂદની ક્રિયા કરવી.

જુલાઈ- ઓગસ્ટ- હરડેનું સેવન કરવું.

ઓગસ્ટ- સપ્ટેમ્બર- તલ ખાવા.



સપ્ટેમ્બર- ઓક્ટોબર- ગોળનું સેવન કરવું, ખૂબ ફાયદામંદ છે..

ઓક્ટોબર- નવેમ્બર- મૂળી

નવેમ્બર ડિસેમ્બર- તેલ, તેલથી બનેલી વાનગી વધુ આરોગવી.

ડિસેમ્બર- જાન્યુઆરી- નિયમિત સ્વરુપે દૂધ અવશ્ય પીવું. સાથે જ એક સફરજન અવશ્ય ખાવું.

તો દુર્ભાગ્ય નહીં છોડે સાથ............







ઘરમાં ઉત્તર- પૂર્વ ખૂણાને પ્રધાન ગ્રહનો ગુરુ માનવામાં આવે છે. જ્યોતિષ અનુસાર ગુરુ આધ્યાત્મ અને ધર્મનો ગ્રહ માનવામાં આવે છે. આ માટે આ ખૂણામાં સૌથી વધારે સાફ સફાઈ કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુના આ ખૂણાને ઈશાન કોણ કહેવામાં આવે છે. ઈશાનનો અર્થ થાય છે ઈશ એટલે કે ઈશ્વર અને સ્થાન.



આ જ કારણે આ ખૂણામાં દોષ હોય તો તેને ખાલી રાખવાનું કહેવામાં આવે છે. જો ઘરનો ઈશાન કોણવાળો ભાગ કાપેલો હોય તો તે અશુભ માનવામાં આવે છે. આ ખૂણામાં ઘરની ઉન્નતિ નથી થતી. ભાગ પર આવવા જવાનો રસ્તો હોય તો તે ભાગ ઉન્નતિ માટે બાધક હશે. કેમ કે આ જ કારણે ભાગ પર જૂતા અને ચંપલ મૂકવામાં આવશે.


જો ઘરનો આ ભાગ કપાયેલો હોય તો તુરંત તેને બંધ કરી દેવો જોઈએ. આ માટે ઘરનો આ ખૂણો કપાયેલો હોય અને અહીં કોઈ દોષ હોય તો તે દુર્ભાગ્યનું સૂચક માનવામાં આવે છે. એ દોષ હોવાથી સ્થાન શુદ્ધ કરીને ત્યાં ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. ધર્માનુસાર ઈષ્ટ દેવની મૂર્તિ કે ધર્મથી સંબંધિત પવિત્ર વસ્તુઓ ત્યાં રાખવી જોઈએ. આ ખૂણામાં દોષ હોવાથી આર્થિક બાધાઓ વધે છે. ઘરના મુખ્ય વ્યક્તિને તેનો સામનો કરવો પડે છે. જો કંઈ બીજું રાખવાની જગ્યા હોય તો તે સ્થાન પર પાણીનું માટલું અને લીલા છોડનું કુંડું પણ મુકવું જોઈએ. જો કંઈ ન રાખવામાં આવે તો અન્ય ભાગ જ્યાં મોટો હોય તે ઉત્તમ પરિણામ આપનાર બનશે. જે આ સ્થાન પર રુમમાં રહેશે તેનું જીવન સદાય ઉન્નતિ પ્રાપ્ત કરશે.



પાણીની ટાંકી જમીનમાં બનેલી હોવી જોઈએ અને મકાનની અંદરની બાજુ નિર્મિત હોવી જોઈએ. આ દરવાજાને બંદ કરીને બીજા સ્થાનેથી દરવાજો બનાવવો જોઈએ. આ સ્થાન પર શૌચ વગેરે હોય તો તે તુરંત બંધ કરી દેવું જોઈએ. અન્યથા આ સુવિધા ત્યાં જ બનાવવી જોઈએ. પશ્ચિમ- દક્ષિણમાં હોય તો સારું રહે. શૌચ સ્થાન ઉત્તર પૂર્વ કે ઈશાનમાં ન હોવું જોઈએ.

પ્રેમનો મહિમા અપરંપાર છે......








પ્રેમના અખંડ ભાવથી ઘરમાં રહેવાથી માત્ર ઘરમાં પ્રસન્નતા જ સ્થાયી ન થઈ, પણ સાથે સાથે પરિવાર નિરંતર સફળતાની સીડીઓ ચઢતો ગયો. પ્રેમ એક એવી ઉદ્દાત ભાવના છે કે જે સમસ્ત પ્રતિકૂળતાઓને અનુકૂળતામાં બદલવાનું સામર્થ્ય ધરાવે છે અને માનવ હૃદયને સદૈવ સકારાત્મક ઊર્જાથી ભરી નાખે છે.


એક પરિવારમાં એક વ્યક્તિ સ્વયં, તેની પત્ની અને એક સુશીલ પુત્રી હતી. તેમને ધાર્મિક યાત્રા પર જવાનું હતું. તેમણે તાના ઘરના ત્રણેય દરવાજાઓ પર તાળા લગાવી દીધા અને તેઓ ચાલ્યા ગયા. યાત્રા પૂર્ણ થયા બાદ તેઓ જ્યારે ઘરે પાછા ફર્યા, ત્યારે ત્રણેય દરવાજાઓ પર ત્રણ મૂર્તિઓ ઉભેલી દેખાઈ. તે બધાં ચકિત થયા કે આ મૂર્તિઓ ક્યાંથી આવી?


તેમની ઉલઝન એ વખતે વધી ગઈ કે જ્યારે ત્રણેય દરવાજા પોતાની પાસેની ચાવીથી ખુલ્યા નહીં. ત્રણેય પરેશાન થઈને પરસ્પર ચર્ચા કરવા લાગ્યા કે જ્યારે યાત્રા પર ગયા હતા, ત્યારે કોઈપણ દરવાજે મૂર્તિ ન હતી અને તાળા પણ તેમની ચાવીથી જ બંધ થયા હતા. આ શું બાબત છે? ત્યારે ત્રણેય મૂર્તિઓએ કહ્યું કે જોવો, દરવાજો ત્યારે જ ખુલશે કે જ્યારે તમે અમારામાંથી એકને ગૃહપ્રવેશની મંજૂરી આપશો. ગૃ


હસ્વામીએ ત્રણેય મૂર્તિઓને તેમનો પરિચય પૂછ્યો, તો પહેલી મૂર્તિએ કહ્યું કે હું સફળતા છું. બીજી મૂર્તિ બોલી કે હું પ્રસન્નતા છું. ત્રીજી મૂર્તિએ કહ્યું કે તે પ્રેમ છે. હવે ગૃહસ્વામી પોતાની પત્ની અને પુત્રી સાથે વિચારવિમર્શ કરવા લાગ્યા કે કઈ મૂર્તિને અંદર લઈ જાય? ગૃહસ્વામી બોલ્યા કે તેઓ સફળતા સાથે અંદર જવાનું પસંદ કરશે. કારણ કે જીવનમાં સફળતાથી પ્રસન્નતા આવે છે.


તેમની વાત સાંભળીને પત્નીએ વિરોધ કર્યો કે એ જરૂરી નથી કે સફળતાની સાથે પ્રસન્નતા પણ આવે. કેટલીક વાર સફળતા મુશ્કેલીઓનું કારણ બની જાય છે. તેથી હું તો પ્રસન્નતાની સાથે અંદર જવાની ઈચ્છા રાખું છું. ઘરમાં પ્રસન્નતા હોવાથી સંપૂર્ણ વાતાવરણ સકારાત્મક બની રહેશે. પુત્રીની પસંદ પૂછતા, તે બોલી કે તે તો ઘરમાં પ્રેમને લઈ જવા માંગે છે. કારણ કે જ્યાં પ્રેમ હશે, ત્યાં પ્રસન્નતા અને સફળતા આપમેળે આવશે.


ત્રણેય મૂર્તિઓએ તેની વાત સાંભળીને હકારમાં માથું ધુણાવ્યું હતું અને ઘરમાં પ્રેમની મૂર્તિ સ્થાપિત થઈ. પ્રેમના અખંડ ભાવથી ઘરમાં રહેવાથી માત્ર ઘરમાં પ્રસન્નતા જ સ્થાયી ન થઈ, પણ સાથે સાથે પરિવાર નિરંતર સફળતાની સીડીઓ ચઢતો ગયો. વસ્તુત: પ્રેમ એક એવી ઉદ્દાત ભાવના છે કે જે સમસ્ત પ્રતિકૂળતાઓને અનુકૂળતામાં બદલવાનું સામર્થ્ય ધરાવે છે અને માનવ હૃદયને સદૈવ સકારાત્મક ઊર્જાથી ભરી નાખે છે.

ઇચ્છિત કાર્યો પાર પાડવા માટેના નુસખા........






કેટલાક એવા વિલક્ષણ ઉપાયો જે દેખાવમાં સાવ સામાન્ય હોય છે પણ પરિણામ એકદમ કારગત અને અસરકારક હોય છે.


આ દુનિયામાં કોણ જાણે કેટલાયે એવા રહસ્યો છે જેના પરથી હજી પડદો ઊઠવાનો બાકી છે. મનુષ્ય વિચારે છે કંઇક, થાય છે કંઇક, માણસને દેખાય છે કંઇક અને હકીકતમાં હોય છે તો કંઇક બીજુ. કેટલીયે વાર લાખ પ્રયાસો બાદ પણ સફળતા હાથ નથી લાગતી, જ્યારે ક્યારેક કંઇ કર્યા વગર જ માર્ગની અડચણો દૂર થઇ જાય છે અને જીવનમાં સફળતાની શ્રેણી શરુ થાય છે. આવા સમયે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે વિચારતા આધુનિક માણસે પણ આવા અદભૂત રહસ્યો અને ચમત્કારો પર વિશ્વાસ કરવો જ પડે છે.


કેટલાક એવા વિલક્ષણ ઉપાયો જે દેખાવમાં સાવ સામાન્ય હોય છે પણ પરિણામ એકદમ કારગત અને અસરકારક હોય છે. અહીં તુલસી રામાયણના કેટલાક અંશો છે જે કાશી વિશ્વનાથના વિશેષ પ્રભાવથી લક્ષ્ય પ્રાપ્તિમાં અચૂક મંત્રની ભૂમિકા ભજવે છે.


1, કઠોર વિપત્તિના નિવારણ માટે-

દીન દયાલ વિરદ સંભારી, હરહુ નાથ મમ સંકટ ભારી |2. કોર્ટમાં ચાલી રહેલો કેસ જીતવા માટે-પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના |


આ મંત્રોને યોગ્ય રીતે સૂર્યોદય પહેલા પૂર્વ દિશા તરફ મુખ રાખીને સંપૂર્ણ એકાગ્રતા સાથે જપવા જોઇએ.




Related Articles:

તંત્ર-મંત્ર સિદ્ધિ અને વશીકરણ
અનિશ્ચિતતા અને નિરાશામાંથી ઉગારે છે મહામૃત્યુંજય મંત્ર
બુધવારે કરો વિઘ્નહર્તા ગણેશની મંત્ર-પૂજા
મંત્ર: જેના જાપથી તમે રહેશો ખુશખુશાલ!
માસૂમ ચહેરા પર રોનક લાવશે અદ્ભભૂત મંત્ર
ધનની તિજારીને હરહંમેશ છલોછલ રાખતો મંત્ર!
ગ્રહણની વિપરીત અસરથી બચાવશે ભૈરવ મંત્ર
ઉધારના બોજમાંથી મુક્તિ અપાવનારો મંત્ર..
આજે સૂર્યગ્રહણ: ગાયત્રી મંત્ર, ઇષ્ટદેવની ઉપાસના શ્રેષ્ઠ
તાબડતોડ સફળતા અપાવનારો મંત્ર..


Next Story
શું ખરેખર તમારું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે?


source by:- divya bhaskar press

અંક- 2 વાર્ષિક ભવિષ્યફળ 2011



જાન્યુઆરી- બુદ્ધિ અને વિવેકથી માનસન્માનની પ્રાપ્તિ થશે. ધાર્મિકતા તરફ ઝુકાવ આવશે, મન પ્રસન્ન રહેશે. પ્રેમમાં નિષ્ફળતા મળશે.

શુભ અંક-2, શુભ રંગ- લાલ

ફેબ્રુઆરી- મન પ્રસન્ન રહેશે.. ધનનો સંગ્રહ થશે. વૈભવ પર ધન ખર્ચ કરવો પડશે. પ્રેમ અને વિવાહના પ્રસ્તાવ આવશે. વાહનથી ચેતીને રહેવું.

શુભ અંક-2, શુભ રંગ- સફેદ

માર્ચ- બેચેની રહેશે. અનાવશ્યક કાર્યની જવાબદારી રહેશે. બંધુ-બાંધવોને સહયોગ પ્રાપ્ત થશે. ભાગ્યનો સહયોગ મળશે.

શુભ અંક-2, રંગ- લીલો

એપ્રિલ- સુખમાં કમી આવશે. માતાની તંદુરસ્તી ઓછી થશે. કાર્યસ્થળ પર સ્થિતી મજબૂત થાય. અધિકારી પાસેથી સહયોગ મળશે.શુભ

અંક-2, રંગ- સફેદ

મે- આવકમાં વૃદ્ધિ થશે મન પ્રફુલ્લિત થશે. સંતાનના શુભ સમાચાર મળશે. નોકરીમાં નવા પ્રસ્તાવો મળશે.

શુભ અંક-2, રંગ- લાલ

જૂન- લોખંડની ધાતુ સાવધાન રહેશે. શત્રુ પ્રબળ રહેશે. ખર્ચ વધશે. વાદ-વિવાદમાં ન પડવું. અજ્ઞાત ભય રહેશે.

શુભ અંક-2, રંગ- લીલો

જુલાઈ- વેપાર વ્યવસાય ઉત્તમ રહેશે. વિવાહના પ્રસ્તાવોની પ્રાપ્તિ થશે. યશ, માન સન્માન મળશે. જીવનસાથી સાથે સામંજસ્ય વધશે.

શુભ અંક- 2, રંગ- સફેદ

ઓગસ્ટ- વૈભવ પર ખર્ચ વધશે. દેવું લેવાની આવશ્યકતા અનુભવશો. વાહનથી સાવધાન રહેવું. યાત્રાનો યોગ રહેશે.શુભ અંક- 2, રંગ- લાલ

સપ્ટેમ્બર- ભાગ્યનો સહયોગ પ્રાપ્ત થશે. બાંધવોથી કટુતા મળશે. મનોવાંછિત કાર્યોમાં વિલંબ. જેનાથી મન બેચેન રહેશે.

શુભ અંક-2, રંગ- પીળો

ઓક્ટોબર- શ્રમમાં સફળતા પ્રાપ્ત થશે. ઉચ્ચઅધિકારી સાથે તાલમેલ વધશે. મકાન, ભૂમિ ખરીદવાની યોજના સફળ થશે. આવક સામાન્ય રહેશે..

શુભ અંક- 2, રંગ- કાળો

નવેમ્બર- આવકમાં અચાનક વૃદ્ધિ સાથે મન પ્રસન્ન થશે. સંતાન પક્ષમાં શુભ સમાચાર પ્રાપ્ત થશે. નોકરીમાં નવા પ્રસ્તાવ મળશે.

શુભ અંક-2, રંગ- નીલો

ડિસેમ્બર- ધાર્મિક કાર્યક્રમોમાં વ્યય થવાની સંભાવના છે. શત્રુઓ પર વિજય મળશે. વાહનથી સાવધાન રહેવું. આવક ઘટશે.

શુભ અંક-2, રંગ- પીળો

સૃષ્ટિની શરૂઆતથી કલિયુગ સુધીની કથા એટલે ભાગવત...






વૈષ્ણવ સંપ્રદાય સહિત અન્ય ધણા સંપ્રદાયોં માટે શ્રીમદ્ ભાગવત પુરાણ ખુબ પવિત્ર ગ્રંથ છે. ભાગવતમાં સૃષ્ટિની શરૂઆતથી કલિયુગ સુધીની કથા છે. ભાગવતમાં વિષ્ણુના અલગ અલગ 24 અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે અને આમાં શ્રી કૃષ્ણનું ચરિત્ર મુખ્ય છે.

શ્રીમદ્ ભાગવતની રચના મહર્ષિ કૃષ્ણદ્રૈપાયન વ્યાસે(વેદ વ્યાસ) બ્રહ્મર્ષિ નારદની પ્રેરણાથી કરી હતી. એવી કથા પ્રચલીત છે કે મહાભારત જેવા મહાગ્રંથની રચના કર્યા પછી પણ વેદ વ્યાસ સંતુષ્ટ અને પ્રસન્ન થયા નહી, તેમના મનમાં એક ઉદાસ ભાવ પેદા રહ્યા કરતો હતો. તે સમયે શ્રી નારદે તેમને ભગવાન વિષ્ણુને કેન્દ્રમાં રાખી એક મહા ગ્રંથની રચના કરવા કહ્યુ. આ પછી વેદ વ્યાસે આ ગ્રંથની રચના કરી. 12 ભાગમાં રચાયેલ શ્રીમદ્ ભાગવતમાં 18 હજાર શ્ર્લોક છે.

ભારતીય પુરાણ સાહિત્યમાં શ્રીમદ્ ભાગવતને આખા વિશ્વનો સાર ગણવામાં આવ્યો છે. આમાં સૃષ્ટિની રચનાથી લઈ કલિયુગના વિનાશ સુધીની કથા વણી લેવામાં આવી છે. ગ્રંથમાં ભગવાનની કથા દ્રારા જીવનમાં કર્મ અને અન્ય ઉપદેશોના મહત્વને વણી લેવામાં આવ્યા છે.

ભાગવત વ્યવહારિક અને ગૃહસ્થ્ય જીવનનો ગ્રંથ છે. આમાં સામાન્ય જીવનની વાતો ખુબ ગૂઢ રીતે સમજાવામાં આવી છે. શ્રી વેદ વ્યાસના પુત્ર શુકદેવને આ કથાના શ્રેષ્ઠ કથાકાર માનવામાં આવે છે. તે સમગ્ર ભાગવતનો મર્મ સમજ્યા હતા. તેઓ જ ભાગવતને સામાન્ય લોકો સુધી લઈ ગયા હતા.

ભગવદ્ ગીતાનું માર્ગદર્શન અને જીવન..







સમાજમાં એક એવી ભ્રાંત સમજણ છે કે શ્રીમદ્ ભગવદ્ગીતા એ ઘરડા થયા પછી વાંચવાનો ગ્રંથ છે. હકીકતમાં તો એમાં જીવનનું વાસ્તવિક દર્શન છે. તે જીવનની કળા શીખવે છે. લાકડા મસાણે ગયા પછી જીવનની કળા શીખવા બેસવાનું? ગીતા તો જીવનનું વ્યાકરણ છે. વ્યાકરણ વગરનો શબ્દસમૂહની જેમ ગીતા વગરનું જીવન પણ અર્થહીન છે. ગીતાનો પ્રત્યેક શ્લોક માણસની યોગ્યતા અનુસાર તેને માર્ગદર્શન આપે છે.

માટે જ તો સંન્યાસી અને સંસારી બંને માટે ગીતાનું એટલું જ મહત્વ છે. અહિંસાના ઉપાસક મહાત્મા ગાંધીજી ગીતા માટે કહેતા કે ‘એ ન છોડનાર મારી કાયમી સંગાથી છે.’ તો ક્રાંતિકારી વીર ચંદ્રશેખર આઝાદ તેમના બગલથેલામાં રિવોલ્વરની સાથે ગીતાનો પવિત્ર ગ્રંથ રાખતા. આ ઉપરથી ગીતાનું મહત્વ સમજી શકાય છે. જ્ઞાનીઓને જ્ઞાનનું હાર્દ સમજાય છે.

કર્મળ્યોગીઓને કર્મનું મહત્વ ધ્યાનમાં આવે છે, તો ભક્તિયોગીઓને શ્રીકૃષ્ણની મુરલીનો મધુર નાદ સંભળાય છે, પણ એ બધાથી એ વિશેષ સામાન્ય માણસને ભગવાને ગીતામાં આપેલાં આશ્ચાસનોનું મહત્વ છે. તે વાંચ્યા પછી માણસ હતાશા ખંખેરી આત્મવિશ્વાસથી ઊભો થાય છે. ગીતા, નિસ્તેજને તેજસ્વી બનાવે છે અને પાપીઓને પાપમુક્ત થવાનો રાહ બતાવે છે.

ગીતા માનવ માત્રનો ગ્રંથ છે. તેમાં પંથ હોય અને પંથ કાપવા માટે રસ હોય એ પૂરતું નથી પણ જીવનપથ પર આડા ન ફંટાઈ જવાય તે માટે તેનો સારથિ ભગવાન શ્રીકૃષ્ણ હોય એ આવશ્યક છે માગશર સુદ એકાદશીએ એની જયંતી ઉજવાય છે ત્યારે તેનું આ હાર્દ ધ્યાનમાં લઈએ.