Monday, May 3, 2010

મૃત્યુ, એક મીઠું સત્ય...

મનુષ્યના જગતનું સૌથી મોટું એન એકમાત્ર આશ્વર્ય એ જ છે કે તે જીવનભર આ મૃત્યુને ભુલાવતો જ રહે છે.



Death મૃત્યુ, મોત, ઇંતકાલ કે ડેથ, દુનિયાની તમામ ભાષાઓમાંના અત્યાર સુધીના કેટલાક શબ્દો પૈકીના સુંદર શબ્દો. આપને થશે કે મત્યુ જેવી ઘટના સાથે જોડાયેલા શબ્દો સુંદર કઇ રીતે હોઇ શકે! તો આ શબ્દો ત્યારે સુંદર લાગશે જ્યારે કોઇ ઉપરનું આવરણ ભેદીને અંદરના આવરણમાં ડોકિયું કરી શકશે. મૃત્યુ એક અકળ સત્ય છે, પણ જીવનના અન્ય સત્યોની સરખામણીમાં એકદમ અલગ છે. જીવનના અન્ય સત્યો કડવા લાગે છે, જ્યારે મોત મનુષ્યના જીવનનું એકમાત્ર સત્ય છે જે રંગ, રુપ અને સ્વાદથી પર છે. જ્યારે મનુષ્યનો સામનો મોત સાથે થાય છે ત્યાં સુધી તે તમામ વ્યક્ત અનુભવોમાંથી ઉપર આવી ચુક્યો હોય છે. મૃત્યુ સમયે અને મૃત્યુ થઇ ગયા ઉપરાંત માણસને તેની યોગ્યતા એટલે કે પ્રારબ્ધ કે કર્મફળ અનુસાર જ અવ્યક્ત કલેશ કે અકથનીય આનંદની પ્રાપ્તિ થાય છે. જ્યારે ઘણાખરા લોકોને આ બંને કિનારાની વચ્ચેનો અનુભવ થાય છે.



યાત્રાના પ્રારંભ અને અંતની જેમ જ જન્મ અને મૃત્યુ પણ જીવન-યાત્રાની બે મહત્વપૂર્ણ ઘટના છે. બંનેમાંથી જો કોઇને પસંદ કરવું હોય તો મૃત્યુ જ મનુષ્ય માટે વધારે મહત્વપૂર્ણ છે કારણ કે તેનું આયોજન સંપૂર્ણ રીતે તેના હાથમાં છે. સારું કે ખરાબ મોત મનુષ્ય પોતે જ રચે છે.



મનુષ્યના જગતનું સૌથી મોટું એન એકમાત્ર આશ્વર્ય એ જ છે કે તે જીવનભર આ મૃત્યુને ભુલાવતો જ રહે છે. તેને દુનિયાની તમામ અવાસ્તવિક, જુઠ્ઠી અને ક્ષણિક વાતો યાદ રહે છે પણ મોત નહીં. સમજદારી એમાં જ છે કે તે રીમાઇન્ડરમાં મૂકીને, ડાયરી કે કેલેન્ડરમાં લખીને કે દિવાલ પર લખીને રાખે કે તેને વધુમાં વધુ કેટલા વર્ષ આ શરીરમાં રહેવાનું છે. મૃત્યુ જીવનનો અંત નથી, આ શરીરનો અંત છે. જીવન તો માત્ર મૃત્યુ અને જન્મની વચ્ચે આરામ લે છે.



No comments: