Tuesday, June 8, 2010

ધર્મ શરીર છે તો આધ્યાત્મ તેની આત્મા..

જો સીધી રીતે સમજવામાં આવે તો ધર્મ શરીર છે તો આધ્યાત્મ તેની આત્મા છે.

Religion and spiritualismજેની શોધમાં આજે દરેક મનુષ્ય છે તે અપર્તિમ સુખની પ્રાપ્તિ ધર્મમાં જીવવાથી થાય છે. પણ લગભગ દરેકના મનમાં પ્રશ્ન ઉદ્ભવતો હશે કે આ ભારતીય સનાતન ધર્મ છે શું? પહેલા તેને જાણવો જોઇએ અને બાદમાં જીવવો જોઇએ. તેને સમજવાના ત્રણ માર્ગ છે – જ્ઞાન, કર્મ અને ઉપાસના. જ્ઞાનનો અર્થ છે બધા ગ્રંથોનો પરિચય મેળવવો. કર્મને સમજવા માટે સહુથી સારું ઉદાહરણ છે તીર્થ યાત્રા અને ઉપાસનામાં આપણા બધા સંસ્કારોનો સમાવેશ થાય છે. સંસ્કાર એટલે નાની નાની ક્રિયાઓની આચાર સંહિતા. ભારતીય ધર્મની સહુથી મોટી વિશેષતા એ છે કે તે પુરાતનપંથી વિચાર, પરંપરાગત જડ-માન્યતાઓ અને કટ્ટરપંથી પાખડોથી મુક્ત હોવાની અનુભૂતિ કરાવે છે.

પરિસ્થિતિ અનુસાર પરિવર્તન કરીને ધર્મ પાળી શકવાની સુવિધા ધર્મ આપે છે. સારું બોલવું, સારું વિચારવું અને સારું કરવું, સુખી અને સફળ જીવન માટેના આ ત્રણ સૂત્રો છે. તેને કેવી રીતે જીવી શકાય તે ધર્મ શીખવે છે. ધર્મને જાણ્યા બાદ એક પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે આધ્યાત્મ શું છે ?

જો સીધી રીતે સમજવામાં આવે તો ધર્મ શરીર છે તો આધ્યાત્મ તેની આત્મા છે. ધર્મ વ્યવહાક છે તો આધ્યાત્મ સ્વભાવ છે. ધર્મ એક ક્રિયા છે તો આધ્યાત્મ તેનું પરિણામ છે. ધર્મ પિતાનો પ્રેમ છે તો આધ્યાત્મ માતાની મમતા છે. સનાતન ધર્મના જ્ઞાન-કર્મ-ઉપાસનામાં જે કોઇ વાતો આવે છે તેનો આધાર માત્ર આધ્યાત્મિક જ નથી પણ તાર્કિક અને વૈજ્ઞાનિક પણ છે. અહીં કંઇજ વ્યર્થ નથી. માટે જે ધર્મને જાણીને જીવે છે તે સમર્થ બને છે. સમર્થ વ્યક્તિ પાસે ઉમદા જીવનનું નિયંત્રણ રહે છે, માટે ધર્મ કહે છે જીવો તો આવું જીવો...

No comments: