
જો મનુષ્યના વર્તમાન કર્મ અને પ્રારબ્ધ(પૂર્વ કર્મોનું ફળ) સારું હોય તો ગ્રહ નક્ષત્રોનો પ્રભાવ હંમેશા લાભદાયક અને સકારાત્મક હોય છે. આનાથી વિપરિત જો મનુષ્યના પૂર્વ કર્મો અને વર્તમાન કર્મો બંને અનૈતિક હોય અને અધાર્મિક હોય તો તેના ઉપર ગ્રહ નક્ષત્રોનો ખરાબ પ્રભાવ પડે છે. જો મનુષ્યના પૂર્વ જન્મોના કર્મોનું ફળ ખરાબ છે, પણ જો તેના વર્તમાન કર્મો અત્યંત પવિત્ર, નૈતિક અને પરોપકાર ભરેલા છે તે ગ્રહોના ખરાબ પ્રભાવ અને દુર્ભાગ્યને નિયંત્રિત કરી શકે છે.
વધારે સત્કર્મો જેવા કે જપ, તપ, ત્યાગ, સત્ય, અહિંસા, પ્રેમ, સેવા, દાન, બ્રહ્મચર્ય, યોગ વગેરે દ્વારા ગ્રહોના ખરાબ પ્રભાવ અને દુર્ભાગ્યને બદલી પણ શકાય છે. મનુષ્યોને તેના કર્મોના હિસાબે જ સુખ-દુખ, માન-અપમાન અને લાભ-હાનિ પ્રાપ્ત થાય છે. પૂર્વ કર્મોના આધારે જ તેનું વર્તમાન બને છે અને આજના કર્મોના આધારે તેનું ભવિષ્ય બનશે.
મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો નિર્માતા છે. પવિત્ર, નૈતિક, આધ્યાત્મિક તથા સેવા-પરોપકાર વગેરે મનુષ્યને ખરાબ ગ્રહો અને દુર્ભાગ્યથી રક્ષે છે. માટે હંમેશા સત્કર્મ કરતા રહેવું અને યોગ્ય નિસ્વાર્થી જ્યોતિષીની સલાહ લઇને ચોક્કસ ઉપાયો કરવા જોઇએ.
No comments:
Post a Comment