Tuesday, June 8, 2010

કોણ જોઇ શકે છે ?...

સાંસારિક લોકો બહારની આંખો અને તેનાથી જોઇ શકાતી વસ્તુઓને જ સાચી માને છે.



able to watchસમગ્ર ભીડમાં બસ એ એક જ અંધ નથી. જો કોઇને એ વાત પૂછવામાં આવે કે કોણ જોઇ શકે છે? તો સાંભળનારને પ્રશ્નકર્તા પર આશ્વર્ય જ થશે. લોકો એમ જ માને છે કે એ દરેક મનુષ્ય જેની આંખો બરાબર છે, તે જોઇ શકે છે. અહીં ફરક માત્ર બહાર અને અંદરનો છે. સાંસારિક લોકો બહારની આંખો અને તેનાથી જોઇ શકાતી વસ્તુઓને જ સાચી માને છે.



પણ આધ્યાત્મ ક્ષેત્રના સાધકો, સંતો અને યોગિઓની જોવાની દ્રષ્ટિ બહુ ઊંડી હોય છે. આવી જ રીતે પહોંચેલા સંત મહાત્માઓએ કેટલીક શરતો મૂકી છે જેને પૂર્ણ કરવી તેઓ અનિવાર્ય માને છે. જે આ શરતોને પૂર્ણ નથી કરતું તે આંખો હોવા છતાં પણ અંધ જ છે. આ શરતો કંઇક આ પ્રમાણે છે...



માતૃવત્પરદારાંશ્વ પરદ્રવ્યાણિ લોષ્ઠવત,
આત્મવત્સર્વભૂતાનિ ય: પશ્યતિ સ પશ્યતિ ।



જે પારકી સ્ત્રીને માતા સમાન, પારકા ધનને માટી સમાન તથા બધા પ્રાણીઓને પોતાની સમાન જુએ છે, વાસ્તવમાં આવી વ્યક્તિ જ જોઇ શકે છે.


No comments: