Saturday, June 12, 2010

શું સાંભળવું જોઇએ, શીખો મહાવીર સ્વામી પાસેથી....

‘સોચ્ચ જાણઈ કલ્યાણં, સોચ્ચ જાણઈ પાવગં, ઉભયં પિ જાણઈ સોચ્ચ, જં છેયં તં સમાઅરે’



સારા શ્રોતા હોવું પણ મહત્વપૂર્ણ છે, પણ સમસ્યા એ છે કે આપણે હંમેશા વક્તા બનવાના પ્રયત્નોમાં જોડાયેલા રહીએ છીએ કોઇને સાંભળવા નથી ઇચ્છતા. સાંભળવાના પણ અનેક ફાયદા હોય છે. કહેવામાં આવે છે કે સારા શ્રોતા જ સારા વક્તા બની શકે છે. મહાવીર સ્વામીએ સાંભળવાની વાતને વિશેષ મહત્વ આપ્યું છે. શું સાંભળવું જોઇએ, કેવી રીતે સાંભળવું જોઇએ તેની કળા મહાવીર સ્વામી પાસેથી શીખી શકાય છે.



એક સામાન્ય કહેવત એ છે કે આંખે જોયી વાત પર વિશ્વાસ કરવો, કાને સાંભળેલી વાત પર નહીં. જે લોકો શંકાશીલ પ્રકૃતિના હોય છે તેમના માટે કહેવામાં આવે છે કે તેઓ કાનોથી જુએ છે. પણ સાંભળવાના મામલામાં આધ્યાત્મ પાસે બહુ ઊંડું ચિંતન છે. જૈન ધર્મમાં મહાવીર સ્વામીએ સુંદર વાત કહી છે -



‘સોચ્ચ જાણઈ કલ્યાણં, સોચ્ચ જાણઈ પાવગં, ઉભયં પિ જાણઈ સોચ્ચ, જં છેયં તં સમાઅરે’



સાંભળીને કલ્યાણ અને પાપનો માર્ગ જાણી શકાય છે અને પછી જે યોગ્ય હોય, શ્રેષ્ઠ હોય તેનું આચરણ કરવામાં આવે. અહીં શ્રવણની મહત્તા જણાવવામાં આવી છે. સાંભળી લેવું તે પણ એક કળા છે. મહાવીર સ્વામી તો ત્યાં સુધી કહી ગયા છે કે સાંભળવું હંમેશા સર્વાંગીણ હોય છે જોવું નહીં. આ સમ્યક્ શ્રવણ માટે ભીતર ઊતરવું પડશે. આપણી અંદર એક અણુગૂંજ થઇ રહી છે. કાનમાંથી પ્રવેશી રહેલા શબ્દો અને ભીતરની ધ્વનિનો જ્યારે મેળાપ થાય છે તેને જ સંતોએ સાચું લિસનિંગ(સાંભળવું) કહ્યું છે.



અહીંથી જોવા-સાંભળવાનો તફાવત શરુ થાય છે. સરકારી કાર્યાલયોમાં આપણે જોઇ-જોઇને થાકી જઇએ છીએ કે કામ કરતા અધિકારી, કર્મચારીની પાછળની દિવાલ પર સત્ય મેવ જયતે લખેલું જોવા મળે છે. પણ જે દેખાઇ રહ્યું છે તેનો અમલ નથી થઇ રહ્યો. આ આદર્શ વાક્યની આડમાં બધા દુષ્કૃત્યો ઘટી રહ્યા હોય છે.



જો જોઇને દુખ થાય તો ‘મનોયોગી શ્રવણ’ દ્વારા સત્યને સાધવામાં આવવું જોઇએ. આપણા દેશમાં વિશેષ રૂપે જોવા તો એ જ મળે છે કે નેત્રહીન જ આંખો ધરાવતી વ્યક્તિઓનું નેતૃત્વ કરે છે. જૈન મુનિ ચંદ્રપ્રભજીએ સરળ સીડીઓ જણાવી છે. પહેલા સાંભળો, પછી મનન કરો અને પછી નિદિધ્યાસન એટલે કે સ્વયંની આત્મસ્મૃતિ કરો. જો આ ક્રમ યોગ્ય થઇ જશે તો સાંભળવાની પ્રક્રિયામાં દરેક શબ્દ મંત્ર બની શકે છે.

No comments: