Tuesday, June 8, 2010

શું છે પાપ, શું છે પુણ્ય ?..

મન જે કાર્ય કરવાની ના પાડે તે કાર્ય કરવું એ પાપ છે.

Sin and Goodઆપણે બધા પાપમાંથી બચવા અને પુણ્ય કમાવવા ઇચ્છીએ છીએ. પણ કેટલીક વખત મુશ્કેલી એ સર્જાય છે કે આપણને ખબર જ નથી પડતી કે પાપ શું છે અને પુણ્ય શું છે! આપણા શાસ્ત્રોમાં કયું કર્મ પાપ ગણાય અને કયું પુણ્ય તેનું વિભાજન કરવામાં આવ્યું છે. મુખ્ય રુપે દસ પ્રકારના પાપ અને દસ પ્રકારના પુણ્ય જણાવવામાં આવ્યા છે. આવો નજર કરીએ પાપ અને પુણ્યના કર્મો પર-

મનુસ્મૃતિ અનુસાર પુણ્યના દસ કર્મો આ પ્રમાણે છે -

1. ધૃતિ- દરેક પરિસ્થિતિમાં ધૈર્ય જાળવી રાખવું. 2. ક્ષમા- બદલો ન લેવો, ક્રોધ કરવા જેવી પરિસ્થિતિ સર્જાય ત્યાં પણ ક્રોધ ન કરવો.3. દમ- કોઇને દંડ ન કરવો.4. અસ્તેય- અન્યની વસ્તુ ઝડપવાનો વિચાર ન કરવો.5. શૌચ- આહારની શુદ્ધતા જાળવવી.6. ઇન્દ્રિયનિગ્રહ- ઇન્દ્રિઓને વિષયો(કામનાઓ)માં લિપ્ત ન થવા દેવી.7. ધી – કોઇ વાતની ભલીભાંતિ સમજવી.8. વિદ્યા- ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું જ્ઞાન.9. સત્ય- અહિતકારી અને જુઠ્ઠું વચન ન બોલવું.10. અક્રોધ- ક્ષમા બાદ પણ કોઇ અપમાન કરે ત્યારે પણ ક્રોધ ન કરવો.

આ જ રીતે મનુ સ્મૃતિમાં દસ પાપ પણ જણાવવામાં આવ્યા છે-

1. અન્યનું ધન ઝડપવાની ઇચ્છા.2. મન જે કાર્ય કરવાની ના પાડે તે કાર્ય કરવું.3. શરીરને જ બધું માવું.4. કઠોર વચન બોલવું.5. જુઠ્ઠું બોલવું.6. નિંદા કરવી.7. કારણ વગર બોલતા રહેવું.8. ચોરી કરવી.9. તન, મન, કર્મથી કોઇને દુખ આપવું.10. પર-સ્ત્રી કે પુરુષ સાથે સંબંધ બાંધવો.

No comments: