Friday, June 4, 2010

સમાધિ કેવી હોય છે...?

મહામૂર્ખ કે અજ્ઞાની સમાધિ કરવાથી મહાજ્ઞાની બની જાય છે.



સમાધિ યુક્તિ અને તર્કથી પર એક અતિચેતન અનુભવ છે. આ સ્થિતિમાં મન એ ગૂઢ વિષયોનું જ્ઞાન પણ પ્રાપ્ત કરી લે છે જે સાધારણ અવસ્થામાં બુદ્ધિ દ્વારા પ્રાપ્ત નથી થતું. સમાધિ અને ઊંઘમાં આપણને એક એવી અવસ્થાનો અનુભવ થાય છે, જે બંનેમાં આપણું બાહ્ય સ્વરુપ સુપ્ત બની જાય છે. પણ સ્વામી વિવેકાનંદ સ્પષ્ટ કહે છે “જ્યારે કોઇ અત્યંત ઊંઘમાં હોય છે ત્યારે તે વ્યક્તિ જ્ઞાન કે ચેતનની નિમ્ન ભૂમિકામાં જતી રહે છે. ઊંઘમાંથી જાગ્યા બાદ તે પહેલા જેવી જ હોય છે, તેનામાં કોઇ પરિવર્તન નથી થતું. પણ જ્યારે મનુષ્ય સમાધિસ્થ થાય છે ત્યારે સમાધિ પ્રાપ્ત કર્યા પહેલા જો તે મહામૂર્ખ કે અજ્ઞાની હોય, તો સમાધિ કરવાથી તે મહાજ્ઞાની બની જાય છે. ”

No comments: