Tuesday, June 8, 2010

પ્રેમ-લગ્ન શા માટે કરવામાં આવે છે?..

બાળપણથી જ છોકરા-છોકરીને એકબીજાથી દૂર રહેવાની સમજ આપવામાં આવે છે, અહીંથી જ તેમના મનમાં આકર્ષણનું બીજ રોપાય છે.

What is a reason after love marriageગ્રંથોમાં આઠ અલગ-અલગ પ્રકારના વિવાહોનો ઉલ્લેખ જોવા મળે છે. પણ શાબ્દિક અર્થના કિસ્સામાં પ્રેમ-વિવાહ આગળ બધું નકામુ છે. કેટલો સુંદર શબ્દ છે- ‘પ્રેમ વિવાહ’. એક તરફ દુનિયાના તમામ ધર્મોના ધર્મગુરુ મનુષ્યને એકબીજા સાથે પ્રેમભાવ રાખવાનો પાઠ ભણાવે છે, અને જો તેમની પાસેથી આવા પાઠ શીખીને જો સ્વયં તેમના જ સંતાનો પ્રેમને વ્યવહારિક જીવનમાં અમલી બનાવીને પ્રેમલગ્ન કરી લે, તો આ પ્રેમના શિક્ષક રુદ્ર અવતાર ધારણ કરી લે છે. ખુબ આશ્વર્યની બાબત છે કે સમાજને દહેજના રુપમાં સૌદાબાજી કે લેણ-દેણ સાથેના લગ્ન મંજૂર છે, ઉંમરના હિસાબે નાના-મોટા જોડાના લગ્ન મંજૂર છે, પણ પ્રેમ લગ્ન મંજૂર નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક બે યુવાઓના આવા પગલાને કારણે સમાજના અહંકારને ઠેસ પહોંચે છે. નજર કરીએ પ્રેમ કરનાર દિવાનાઓની માનસિકતા પર.

વિજ્ઞાનની નજરે- રસાયણ વિજ્ઞાન માને છે કે આવું ત્યારે જ થાય છે જ્યારે શરીરમાં એક વિશેષ પ્રકારના હોર્મોન્સનો સ્રાવ ઉત્પન્ન થાય છે.

મનોવિજ્ઞાન- પણ જો આપણે મનોવિજ્ઞાનની નજરે વિચારીશું તો એક વ્યવહારિક વાત સામે આવશે. તે એ છે કે મનુષ્ય મનની એ ટેવ હોય છે કે તેને જે કાર્ય માટે રોકવામાં આવે, તેને તે કાર્યમાં વધારે રસ જાગશે. બાળપણથી જ છોકરા-છોકરીને એકબીજાથી દૂર રહેવાની સમજ આપવામાં આવે છે, અહીંથી જ તેમના મનમાં આકર્ષણનું બીજ રોપાય છે. એક અન્ય કારણ એ છે કે માણસને તૈયાર વસ્તુ વધારે આકર્ષિત કરે છે. કપડું ખરીદીને દરજી પાસે ડ્રેસ તૈયાર કરવવો તેમાં એ આકર્ષણ નથી જે રેડીમેડ કપડામાં હોય છે.

No comments: