Friday, June 4, 2010

સાર્થક તેમજ સફળ જીવનના આઠ સૂત્રો...

કોઇ પણ પ્રાણી પ્રત્યે મન, કર્મ કે વચનથી હિંસા ન કરવી. જે આપવામાં નથી આવ્યું તે ન લેવું. દુરાચાર અને ભોગવિલાસથી દૂર રહેવું.

ગૌતમ બુદ્ધે પોતાની શિક્ષાઓ અને ઉપદેશોમાં સાર્થક અને સફળ જીવનના જે માર્ગ બતાવ્યા છે, તેના આઠ અંગો છે. આ અંગોને સાર્થક અને સફળ જીવનના આઠ સૂત્ર કહેવા વધારે ઉચિત છે.

1. સમ્યક દ્રષ્ટિ- સમયસ્ક દ્રષ્ટિનો અર્થ છે કે જીવનમાં દ્રષ્ટિકોણ એવો રાખવો કે જીવનમાં સુખ અને દુખ આવતા-જતા રહે છે. જો દુખ છે તો તેનું કારણ પણ હશે અને તેને દૂર પણ કરી શકાશે.

2. સમ્યક સંકલ્પ – તેનો અર્થ છે કે મનુષ્યએ જીવનમાં જે કરવા યોગ્ય છે તે કરવાનો અને જે કરવા યોગ્ય નથી તે ન કરવાનો સંકલ્પ લેવો જોઇએ.

3. સમ્યક વચન – મનુષ્યએ પોતાની વાણીનો હંમેળશા સદ્ઉપયોગ જ કરવો જોઇએ. અસત્ય, નિંદા અને અનાવશ્યક વાતોથી બચવું જોઇએ.

4. સમ્યક કર્માંત – કોઇ પણ પ્રાણી પ્રત્યે મન, કર્મ કે વચનથી હિંસા ન કરવી. જે આપવામાં નથી આવ્યું તે ન લેવું. દુરાચાર અને ભોગવિલાસથી દૂર રહેવું.

5. સમ્યક આજીવ – ખોટા, અનૈતિક કે અધાર્મિક પ્રકારે આજીવિકા પ્રાપ્ત ન કરવી.

6. સમ્યક વ્યાયામ – ખરાબ અને અનૈતિક ટેવો છોડીને સાચા મનથી પ્રયત્ન કરવા. સદ્ગુણો ગ્રહણ કરવા અને તેમાં વધારો કરવો.

7. સમ્યક સ્મૃતિ – તેનો અર્થ એ છે કે એ સત્ય હંમેશા યાદ રાખવું કે સાંસારિક જીવન ક્ષણિક અને નાશવાન છે.

8. સમ્યક સમાધિ – ધ્યાનની એ અવસ્થા જેમાં મનની અસ્થિરતા, ચંચળતા શાંત થાય છે તથા મનમાં બિનજરૂરી વિચારો ભટક્યા કરે છે.

No comments: