Friday, June 4, 2010

વાહ! જીવન હોય તો આવું...

આત્મશાંતિ માટે માત્ર બાહ્ય વસ્તુઓ જ નહીં પૂર્ણ જીવન સમર્પિત કરવું પડે છે.



પ્રેમ અને વિશ્વાસના સહારે એક મહિલા સતત 27 વર્ષ સુધી અમેરિકામાં પદયાત્રા કરતી રહી. ઉદ્દેશ હતો લોકોને આંતરિક શક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરી વિશ્વ શાંતિમાં વધારો કરવો. પોતાની પદયાત્રા માટે પીસ પિલગ્રિમે સંકલ્પ કર્યો હતો – હું એક તીર્થયાત્રી છું, એક પથિક છું. હું ત્યાં સુધી ચાલતી રહીશ જ્યાં સુધી મનુષ્ય જાતિ શાંતિથી જીવવાનો માર્ગ નહીં શોધી લે. ત્યાં સુધી ચાલતી રહીશ જ્યાં સુધી મને આશ્રય મળશે અને જ્યાં સુધી ભોજન નહીં મળે ત્યાં સુધી હું ઉપવાસ કરતી રહીશ. પીસે પોતાના જીવનના અનુભવોનો નિચોડ કેટલાક શબ્દોમાં આ રીતે જાહેર કર્યો છે -



- ચાલ્યા વગર પ્રકાશનું એક કિરણ પણ નથી મળતું. તેને આપ કોઇની પાસેથી મેળવી નથી શકતા અને કોઇને આપી નથી શકતા. જ્યાંથી સરળતા લાગે ત્યાંથી આપ એક પગલું ભરો, પ્રકાશ તરફનું આપનું પછીનું પગલું એકદમ સરળ બની જશે.
- થોડા લોકોને જ આંતરિક શાંતિ મળી શકે છે, એટલા માટે નહીં કે લોકોના પ્રયત્નો અસફળ થાય છે પણ એટલા માટે કારણ કે લોકો પ્રયત્ન જ નથી કરતા.
- જો આપ આપનું જીવન પ્રાર્થનામાં સમર્પિત કરી દેશો તો આપ પ્રાર્થનાને વધારે પ્રભાવશાળી બનાવી દેશો.
- આત્મશાંતિ માટે માત્ર બાહ્ય વસ્તુઓ જ નહીં પૂર્ણ જીવન સમર્પિત કરવું પડે છે. જ્યારે આપણે આપણું જીવન સમર્પિત કરી દઇએ છીએ, આપણા જીવન અને વિચારને એક બનાવી દઇએ છીએ ત્યારે આત્મશાંતિનો અનુભવ કરીએ છીએ.
- જીવનમાં કંઇ પણ અચાનક નથી બનતું. દરેક ઘટના કોઇ ઉચ્ચતર નિયમ સાથે બંધાયેલી હોય છે. બધું દૈવીય સત્તા દ્વારા નિયમિત થતું રહે છે.

No comments: