Friday, June 4, 2010

અષ્ટાંગ યોગનું પહેલું ચરણ...

મન જો આ બહારના દેખાડાથી હટી જાય તો પછી આપણે મનુષ્ય જન્મની સફળતાના સંદર્ભે વિચારી શકીએ છીએ.શાંતિથી સફળતાયુક્ત પાંચ તત્વોના સંકલ્પથી આપણા જીવનમાં શાંતિનો અનુભવ થાય છે. શાંતિનો મતલબ મૌન નથી.યમ-અષ્ટાંગ યોગની આઠ અવસ્થાઓ છે-યમ, નિયમ,આસન, પ્રાણાયામ,પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. પહેલી અવસ્થા છે, યમ. ઈશ્વરને પ્રાપ્ત કરવાનો એક રસ્તો યોગ છે. આ માર્ગે ઈશ્વર પાસે પહોંચનારા મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગ સિદ્ધાંતનું પાલન કરે છે. આ સિદ્ધાંત દર્શાવે છે કે આપણે યોગની આઠ અવસ્થાઓમાંથી પસાર થઈને જ ઈશ્વર પાસે પહોંચી શકીએ છીએ. તેની પહેલી અવસ્થા છે-યમ.

યમનો અર્થ શાંતિયમ એટલે કે શાંતિ. યોગ કરનારાઓની ચારેય તરફ એટલે કે અંદર અને બહાર શાંતિનું વાતાવરણ હોવું જોઈએ. આપણા જીવનમાં શાંતિ કેવી રીતે આવે તેના માટે યમનું પાલન જરૂરી છે. યમના પાલનમાં પાંચ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. પતંજલિએ કહ્યું છે કે અહિંસાસત્યાસ્તેય બ્રહ્મોંચર્યાપરિગ્રહા યમા. યોગસૂત્ર 2-3 અર્થાત અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય,અપરિગ્રહ જ યમ છે.

આ પાંચ વાતોને જીવનમાં ઉતારીને જ આપણે યોગની પહેલી સીડી ચઢી શકીએ છીએ.યમના પાંચ નિયમ અહિંસા-તેનો અર્થ છે કે આપણાં મન, વચન અને કર્મથી કોઈપણ પ્રાણીને કોઈપણ પ્રકારનું કષ્ટ ન પહોંચે. મનમાં કોઈને દુખ પહોંચાડવાનો વિચાર સુધ્ધા ન આવે. જો વ્યક્તિ અહિંસાનું આ પ્રકારે પાલન કરતો રહે, તો તેના વિરોધીઓ પણ તેનો વિરોધ નહીં કરી શકે.

અહિંસાનું વ્રત આપણા જીવનમાં પરિવર્તન લાવે છે. સમાજમાં આપણને વિશેષ સમ્માન અપાવે છે. સત્યનો અર્થ છે કે આપણે કપટથી અને છેતરપિંડીની નિયતથી કોઈ વાત ન કરીએ. જે વાત જેવી છે, તેને તેવી રીતે કહેવી જ સત્ય છે. આપણે આત્માને સત્ય માનીએ અને ઈશ્વરની ખોજ કરીએ. જ્યારે આ સત્ય આપણા જીવનમાં ઉતરે છે, તો તેના લાભ મળે જ છે. અસ્તેય અર્થાત ચોરી ન કરવી.

આપણે બીજાનું ધન હડપવાનો વિચાર પણ ન કરવો જોઈએ. ચોરી, ઠગાઈ, છેતરપિંડી અને અન્ય કોઈપણ ખોટા રસ્તાથી અન્યોનું ધન, વસ્તુ કે અન્ય કોઈ ચીજને હડપવું અપરાધ છે. આપણે આ બુરાઈથી બચવું જોઈએ. અસ્તેયનું પાલન આપણને સદ્ચરિત્ર બનાવે છે. બ્રહ્મચર્યનો અર્થ છે કે ઈન્દ્રિયોનું સંયમ. આપણું ભોજન,વિચાર, વ્યવહાર તમામ યુક્તિપૂર્વકનું હોવું જોઈએ. જે સંયમથી નથી રહેતું તે બળહીન થઈ જાય છે. તેનામાં આત્મવિશ્વાસ નથી હોતો. જે બ્રહ્મચર્યનું પાલન કરે છે, તેમને અક્ષુણ્ણ બળ પ્રાપ્ત થાય છે.

સ્વસ્થ, નિરોગી અને પ્રસન્ન વ્યક્તી જ કોઈપણ કાર્યને સફળ કરવા માટે યોગ્ય હોય છે. અપરિગ્રહનો અર્થ છે કે આપણે જરૂરત વગરની વસ્તુઓનો સંગ્રહ ન કરીએ. જ્યારે આપણે વસ્તુઓ એકઠી કરીએ છીએ, તો તેની વૃદ્ધિ,રક્ષા અને દેખાડામાં આપણું મન લાગેલું રહે છે. ત્યારે આપણે મનને એકાગ્ર કરી શકતા નથી. મનની શાંતિ માટે વસ્તુઓથી આવશ્યક મોહ ન રાખવો, આળસ,સંશય, પ્રમાદનો ત્યાગ કરવો જરૂરી છે.

મન જો આ બહારના દેખાડાથી હટી જાય તો પછી આપણે મનુષ્ય જન્મની સફળતાના સંદર્ભે વિચારી શકીએ છીએ.શાંતિથી સફળતાયુક્ત પાંચ તત્વોના સંકલ્પથી આપણા જીવનમાં શાંતિનો અનુભવ થાય છે. શાંતિનો મતલબ મૌન નથી. શાંતિનો અર્થ છે કે સુખ-સંતુષ્ટિ, મનમાં કોઈપણ પ્રકારનું દુખ,ક્ષોભ કે તણાવ ન રહેવો.

જ્યારે આપણે અંદરથી આ પ્રકારે શાંત હોઈએ છીએ, તો આપણું વાતાવરણ પણ તે મુજબનું થાય છે. જો આપણે આ પ્રકારે શાંત ચિત્ત થઈને કોઈ કાર્ય કરીએ છીએ, તો તેની સફળતાની સંભાવના વધી જાય છે. જ્યારે મનમાં અને આસપાસના વાતાવરણમાં શાંતિ હોય, ત્યારે યોગની સાધનાની પહેલી મંજિલ યમ પર પહોંચાય છે.
Rate this article Votes : 0

No comments: