Friday, June 4, 2010

ભક્તિ અને યોગ અલગ નથી, એક જ છે...

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે યોગ અભ્યાસનો વિષય છે. માટે જ તેને યોગાભ્યાસ કહેવામાં આવે છે. પરંતુ જો કેટલાક સંતોની વાત માનવામાં આવે તો માલૂમ પડે છે કે યોગ અભ્યાસનો નહીં પરંતુ સમર્પણનો માર્ગ છે. અભ્યાસ એક સાધન હોઇ શકે છે પરંતુ સમર્પણની સ્થિતિ આવે ત્યારે યોગ એકદમ સહજ બની જાય છે. માટે યોગના આઠ અંગમાંથી દ્વિતિય અંગ નિયમના પાંચમાં ભાગને ઇશ્વરને સમર્પિત કરવાનું કહેવામાં આવે છે.

ભક્તિ અને યોગ વિશે એક ભ્રામક માન્યતા છે કે બંને અલગ અલગ છે, તેને એક સાથે જોડી શકાતા નથી. પરંતુ સત્ય તો એ છે કે બંને એક જ છે. ભક્તિ આનંદ આપે છે અને યોગ સાધક બનાવે છે. ભક્તિ આપણને પરમાત્મા સાથે જોડે છે, જ્યારે યોગ પરમાત્મા સાથેના જોડાણને સ્થાયી બનાવે છે.

મનુષ્ય કયા સમયે યોગી બને છે તે વિચારમાં દુનિયા ઘણા લાંબા સમયથી ડૂબેલી છે. ઉપરથી જોવામાં આવે તો ભક્ત અને યોગી અલગ-અલગ દેખાય છે. જેઓ ભક્તિમાં ડૂબેલા છે તેમને યોગ એક કર્મકાંડથી વિશેષ કંઇ જ નથી લાગતો. તેઓ યોગીઓને એક અલગ જ શ્રેણીમાંના ગણે છે. પરંતુ ભક્તિ અને યોગ એક જ છે. અને તેનું શ્રેષ્ઠત્તમ ઉદાહરણ છે હનુમાનજી. યોગના આઠેય અંગ હનુમાનજીની દરેક ક્રિયા, આચરણ, વ્યવહાર, સ્વભાવમાં દ્રશ્યમાન થાય છે. યોગીમાં ભક્ત ક્યાં અને કેવી રીતે વસેલો છે તે જાણવા માટે હનુમાનજીના જીવનનો કિસ્સો તપાસીએ.

સીતાજીને શોધવા વાનર નીકળી ચૂક્યા હતા. ત્યારે હનુમાનજીને શાંત બેઠેલા નીહાળી જામ્બવન્તે પૂછ્યું ‘બળવાન હનુમાન શાંતિની મુદ્રા શા માટે ધારણ કરી રાખી છે.’ તે સમયે ભક્ત હનુમાન યોગની ઊંડી મુદ્રામાં ગરકાવ થયેલા હતા. ત્યારબાદ જ્યારે તેઓ બોલ્યા ત્યારે તેમણે સમુદ્રને પાર કરવાની વાત ઉચ્ચારી. અને તેમણે રમતાં રમતાં તે કરી પણ બતાવ્યું. આમ તેમણે મનના સમુદ્રને પાર કરી બતાવ્યું. આમ મનના સમુદ્રને પાર કરવું એ જ યોગ છે, ધ્યાન છે.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે યોગ અભ્યાસનો વિષય છે. માટે જ તેને યોગાભ્યાસ કહેવામાં આવે છે. પરંતુ જો કેટલાક સંતોની વાત માનવામાં આવે તો માલૂમ પડે છે કે યોગ અભ્યાસનો નહીં પરંતુ સમર્પણનો માર્ગ છે. અભ્યાસ એક સાધન હોઇ શકે છે પરંતુ સમર્પણની સ્થિતિ આવે ત્યારે યોગ એકદમ સહજ બની જાય છે. માટે યોગના આઠ અંગમાંથી દ્વિતિય અંગ નિયમના પાંચમાં ભાગને ઇશ્વરને સમર્પિત કરવાનું કહેવામાં આવે છે.

હનુમાનજી ભક્તિમાં સમર્પણનું પ્રતિક છે. એટલે ભક્તિના યોગને હનુમાનજીના માધ્યમથી સમજવામાં આવે અને અભ્યાસ તેમજ સમર્પણની ભાવના સાથે યોગ કરવામાં આવે તો ઉત્તમ યોગ સાધના કરી કહેવાશે.

No comments: