Tuesday, June 8, 2010

આત્મા શું છે ? શું થાય છે મૃત્યુ બાદ ?...

જીવાત્મા દરેક જન્મમાં એક જ રહે છે, પણ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા સાધકના અહંકારની સાથે-સાથે તેના બધા વિકાર પણ આપ મેળે જ નષ્ટ થઇ જાય છે.

What is soulજ્યારે મનુષ્ય કે કોઇ અન્ય જીવનું મૃ્ત્યુ થાય છે ત્યારે માત્ર તેનું ફિઝિકલ બૉડી સમાપ્ત થાય છે. માટે જ તો આ ઘટનાને દેહાંત કહેવામાં આવે છે. આ ઘટના જીવનનો અંત નથી પણ ‘રુપાંતરણ’ છે. મૃત્યુ બાદ આત્મા પ્રાણ એટલે કે ઊર્જાના સહયોગથી શરીરમાંથી નિકળી જાય છે. એક શરીરમાંથી બીજા શરીર સુધી અંત:કરણને લઇ જવાનું કાર્ય જે પ્રાણ કરે છે, તે જીવાત્માનું જ એક અંગ હોય છે. આ આત્માની સાથે જ અંત:કરણ, ઇન્દ્રિઓ, નાસિક્ય પ્રાણ ત્રણેય સંમેલિત થઇ જાય છે. આ પ્રકારે આ જન્મમાં કરવામાં આવેલા સારા-ખરાબ કર્મોનું ફળ પણ જીવાત્માની સાથે ચાલ્યું જાય છે અને તેનું ફળ તેણે જ ભોગવવું પડે છે.

જીવાત્મા દરેક જન્મમાં એક જ રહે છે, પણ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા સાધકના અહંકારની સાથે-સાથે તેના બધા વિકાર પણ આપ મેળે જ નષ્ટ થઇ જાય છે. ત્યારબાદ યોગીમાં ઇચ્છા અને આસક્તિ નથી રહેતી અને ચિત્તમાં પડેલા પાછલા બધા જન્મોના સંસ્કારો પણ નાશ પામે છે. આ અવસ્થાને મુક્તિ કહે છે. યોગી આ મુક્ત ભાવમાં રહે છે અને શરીર ત્યાગ્યા બાદ તેનો જીવાત્મા સર્વવ્યાપક આત્મામાં લીન થઇ જાય છે, પ્રાણ પોતાના મૂળ મહાપ્રાણમાં લીન થઇ જાય છે. આ પ્રકારે યોગીનો પુનર્જન્મ નથી થતો.

No comments: