Tuesday, June 8, 2010

જીવતે જીવ સ્વર્ગ સુધી પહોંચવાનો માર્ગ..

લાંબી મંજિલ પૂર્ણ કરવા માટે સતત નથી ચાલી શકાતું. વચ્ચે-વચ્ચે વિરામ પણ લેવા પડે છે.

A way to reach at heavenદરેક મનુષ્યના શરીરમાં ઉપસ્થિત મેરુદંડને સાધનાના ક્ષેત્રમાં રાજમાર્ગ કે મહામાર્ગ કહે છે. આને ધરતી પરથી સ્વર્ગમાં પહોંચવાનો માર્ગ પણ કહેવામાં આવ્યો છે. આ યાત્રાની મધ્યમાં સાત લોક છે. ઇસ્લામ ધર્મના સાતમા આસમાન પર ખુદાનો નિવાસ માનવામાં આવ્યો છે. ઈસાઈ ધર્મમાં પણ આની સાથે ભળતી માન્યતા જોવા મળે છે.

હિન્દુ ધર્મના ભૂ: ભુવ: સ્વ: તપ: મહ: સત્યમ્ જેવા સાત લોક પ્રસિદ્ધ છે. આત્મા અને પરમાત્માની મધ્યમાં તેને વિરામ સ્થળ માનવામાં આવ્યો છે. લાંબી મંજિલ પૂર્ણ કરવા માટે સતત નથી ચાલી શકાતું. વચ્ચે-વચ્ચે વિરામ પણ લેવા પડે છે. રેલગાડી તેના મૂળ સ્થાને પહોંચ્યા પહેલા ગાડી અનેક સ્થળો પર રોકાય છે, કોલસો-પાણી લે છે. આ વિરામ સ્થળોને ચક્ર કહેવામાં આવ્યા છે. ચક્રોની વ્યાખ્યા બે રૂપમાં હોય છે, એક અવરોધના રૂપમાં, બીજી અનુદાનના રૂપમાં. મહાભારતમાં ચક્રવ્યૂહની કથા છે. અભિમન્યુ તેમાં ફસાઇ ગયો હતો. વેધન કળાની તમામ જાણકારી ન હોવાથી તે હણાઇ ગયો. ચક્રવ્યૂહમાં સાત કોઠા હોય છે.

આ અલંકારિક પ્રસંગને આત્માના સાત ચક્રોમાં સપડાવવું એમ કહી શકાય છે. ભૌતિક આકર્ષણોની ચાર દિવાલોના રૂપમાં ચક્રોની ગણના થાય છે. આ ચક્રોને જગાડતા કે પાર કરતા અંતમાં સાધક સ્વર્ગ સુધી પહોંચી જાય છે.

No comments: