Tuesday, June 8, 2010

શરીર સ્વસ્થ, બુદ્ધિ તેજ અને શક્તિશાળી મન...

આ સર્વ સુલભ અમૃતને મેળવવા માટે કોઈ પ્રયાસ ન કરવો એ મનુષ્યનું દુર્ભાગ્ય નહીં તો બીજું શું છે?



Pranayama for strong bodyમુદ્રાઓમાં અશ્વિની મુદ્રા અને યોગમાં પ્રાણાયમ લાંબી ઉંમર માટે 100 ટકા કારગર વિદ્યાઓ છે. પ્રાણાયમને સર્વ ઉપલબ્ધ અમૃતની સંજ્ઞા આપી શકાય છે. આ બ્રહ્માંડમાં સહજ-સુલભ બનીને લાભ આપતી કોઈ ક્રિયા યોગમાં હોય તો તે છે પ્રાણાયમ. તેના રોજિંદા ઉપયોગથી શારીરિક ઊર્જાની વૃદ્ધિ, રોગ પ્રતિરોધક ક્ષમતામાં વધારો, આધ્યાત્મિક અનુભૂતિ, માનસિક વિકારોનું સમાપન વગેરે અનેક લાભો મળે છે. આ યૌગિક ક્રિયામાં માત્ર સમય અને લગનની જ જરૂરિયાત હોય છે, જેની આવશ્યકતા પ્રારંભિક તબક્કામાં જ વધારે હોય છે.



થોડા સમય બાદ તેનો લાભ, જ્ઞાન તેમજ અનુભવ, આસનકર્તા પર એટલો પ્રભાવ પાડે છે કે પછી તેને ન કરવાનું મન ત્યારે જ થઇ શકે છે જ્યારે ઈશ્વરીય પ્રકોપ અથવા દુર્ભાગ્ય સર્જાય, બાકી તો તમે તેને વળગેલા જ રહો છો. અન્યથા કોઈ કીમત ચૂકવ્યા વગર મળતા આ સર્વ સુલભ અમૃતને મેળવવા માટે કોઈ પ્રયાસ ન કરવો એ મનુષ્યનું દુર્ભાગ્ય નહીં તો બીજું શું છે?



No comments: