Saturday, June 12, 2010

આ છે, મનને કાબુમાં રાખવાનો સરળ ઉપાય....

દિવસમાં બે-ત્રણ વખત આવો પ્રયોગ કરવાથી આપને સહજતાનો અનુભવ થશે.



મનને સાધવું એક અઘરૂં કાર્ય છે. મનને કાબુમાં કરવા માટે લોકો અનેક જતન કરે છે પણ કેટલાક જ એમાં સફળ થાય છે. મનને સાધવાની અનેક વિધિઓ છે. કેટલાય યોગીઓ ધ્યાન, કેટલાક જપ તો કેટલાક તપનો માર્ગ જણાવે છે. મન આપણી બધી ઇન્દ્રિઓનું સંચાલક છે. મહા, એ આશ્વર્યની વાત છે કે આપણા શરીરમાં મન નામનું કોઇ અંગ કે ઇન્દ્રિય નથી પણ એ ન હોવા છતાં સહુથી પ્રભાવશાળી છે. મનને કાબુમાં કરવાનો અર્થ છે પોતાની અનિયંત્રિત વિચારશૈલીઓને નિયંત્રિત કરવી.



મનને શ્વાસ સાથે જોડો. પ્રાણવાયુ સાથે જોડાતા જ મન પર નિયંત્રણ લાવવું સરળ થઇ જશે. પોતાના વિચારોને થોડી ક્ષણો માટે રોકવાનો પ્રયાસ કરો. વિચારો રોકાતા જ મન ધીમું પડી જશે, તેને ફરીથી શ્વાસ સાથે જોડી દો. શ્વાસને જે રીતે આપણે પ્રાણાયમ દ્વારા નિયંત્રણમાં રાખીએ છીએ તે રીતે પ્રાણાયમને મન સાથે જોડો. આ પ્રયોગ કરો – મનનો શ્વાસ સાથે ઊંડો સંબંધ છે. જો મન પતંગ છે તો તેની ડોર શ્વાસ કે પ્રાણવાયું છે.



મન બધી ઇન્દ્રિયોનો સ્વામી છે અને શ્વાસ મનનો સ્વામી છે. માટે, શ્વાસના નિયંત્રણ દ્વારા આપણે ચિત્તને સ્થિર કરી આંતરિક શાંતિ પ્રાપ્ત કરી શકીએ છીએ. જ્યારે પણ બેચેની થાય, મન અશાંત હોય, તણાવ હોય તો આ પ્રયોગ કરી શકો છો. પદ્માસનમાં બેસીને શ્વાસ અંદર ખેંચો, તેને થોડીવાર ભીતર જ રોકી રાખો, પછી ધીમે-ધીમે બહાર છોડી દો. દિવસમાં બે-ત્રણ વખત આવો પ્રયોગ કરવાથી આપને સહજતાનો અનુભવ થશે.

No comments: