Friday, June 4, 2010

પરમસુખની પ્રાપ્તિ એટલે સમાધિ...

સમાધિ અનુભૂતિની એ અવસ્થા છે જેમાં શબ્દ, વિચાર અને દર્શન બધું જ પર હોય છે.

અષ્ટાંગ યોગનું ઉચ્ચતમ સોપાન સમાધિ છે. આ ચેતનાનું એક એવું સ્તર છે, જ્યાં મનુષ્ય પૂર્ણ મુક્તિનો અનુભવ કરે છે. યોગશાસ્ત્ર અનુસાર ધ્યાનની સિદ્ધિ હોવી એ સમાધિ છે. પતંજલિ યોગસૂત્રમાં કહેવામાં આવ્યું છે -

તદેવાર્થમાત્ર નિર્મભાસં સ્વરુપ શૂન્યમિવ સમાધિ: |

અર્થ- તે ધ્યાન જ સમાધિ છે જેમાં ધ્યેય અર્થમાત્રથી ભાસિત થાય છે અને ધ્યાનનું સ્વરુપ શૂન્ય જેવું થઇ જાય છે.

એટલે કે ધ્યાતા(યોગી), ધ્યાન(પ્રક્રિયા) તથા ધ્યેય (ધ્યાનનું લક્ષ્ય) આ ત્રણેયમાં એકતા હોય. સમાધિ અનુભૂતિની એ અવસ્થા છે જેમાં શબ્દ, વિચાર અને દર્શન બધું જ પર હોય છે.

Rate this article

No comments: