
સંતે કહ્યું – એક પ્રસિદ્ધ યોગીબાબા ગંગા કિનારે વાસ કરતા હતા. એક રાતે બાબાની કુટિરમાં ચોર ધસી આવ્યો. વાસણો, કપડા અને એક કાંબળો જ બાબાની કુલ જમા પૂંજી હતી. ચોર વાસણો ઉપાડીને ઝડપથી ભાગી જવાની તૈયારીમાં જ હતો પણ હડબડાટમાં ભાગતા ભાગતા તે દરવાજા સાથે અથડાયો અને બધા વાસણો ત્યાં જ પડી ગયા અને ચોર ત્યાંથી ભાગી ગયો. બાબા આસન પરથી ઊભા થયા અને ચોરની પાછળ દોડવા લાગ્યા. અત્યંત દૂર સુધી ભાગ્યા બાદ તેમણે ચોરને ઝડપી પાડ્યો.
ડરેલો ચોર કાંપી રહ્યો હતો પણ બાબા તેના ચરણોમાં પડ્યા અને આંખોમાં આંસુ સાથે બોલ્યા – “પ્રભુ આજે આપ ચોરના વેશમાં મારી કુટિરમાં આવ્યા પણ આપ કેટલીક વસ્તુઓ ત્યાં જ ભૂલી ગયા. માટે, મહેરબાની કરીને આપ એ વસ્તુઓનો સ્વીકાર કરો.” બાબાના શબ્દો સાંભળીને અને તેમનો ભાવ જોઇને ચોર ભાવ-વિભોર બની ગયો અને બાબાના પ્રેમભર્યા આગ્રહને વશ થઇને તેને સામાન સ્વીકારવો પડ્યો. બાબાએ એક અપરાધીમાં ઈશ્વરના દર્શન કર્યા હતા.
કથાના અંતમાં સંતે સ્વામી વિવેકાનંદને પૂછ્યું કે શું આપ જાણો છો કે એ ચોર કોણ હતો? સ્વામીજીએ કહ્યું – ના હું એ ચોરને નથી જાણતો. ત્યારે સંતે કહ્યું ચોર હું હતો, એ ઘટના બાદ મેં ચોરી છોડી દીધી અને હું ભગવાનની ભક્તિમાં ડૂબી ગયો.
No comments:
Post a Comment