Friday, June 4, 2010

દેવી મંત્ર દ્વારા વશીકરણ..

વશીકરણ સંબંધી પ્રયોગોમાં લાલ રંગનો ઉપયોગ વિશેષ થાય છે. માટે પ્રયોગ દરમિયાન શક્ય હોય તેટલી જગ્યા પર લાલ રંગનો પ્રયોગ જ કરવો. મંત્રનો પ્રયોગ અધાર્મિક તથા અનૈતિક ઉદ્દેશ માટે કરવો વર્જિત છે.



વશીકરણનો સામાન્ય અને સરળ અર્થ છે કોઇને પ્રભાવિત કરવા, આકર્ષિત કરવા કે વશમાં કરવા. જીવનમાં એવા અનેક પ્રસંગો આવે છે જ્યારે મનુષ્યને આવા ઉપાયોની જરૂર વર્તાય છે. કોઇ રીસાયેલી વ્યક્તિને મનાવવી હોય કે કોઇ અનિયંત્રિત સ્વજનને નિયંત્રણમાં લાવવા હોય ત્યારે આવા ઉપાયોનો આશરો લેવામાં આવે છે.



વશીકરણ માટે યંત્ર, તંત્ર અને મંત્ર ત્રણેય પ્રકારના પ્રયોગો કરી શકાય છે. અહીં આવા જ એક અચૂક મંત્રનો પ્રયોગ પ્રસ્તુત છે. આ મંત્ર દુર્ગા સપ્તશતીનો અનુભવ સિદ્ધ મંત્ર છે. મંત્ર અને કેટલાક નિર્દેશો આ પ્રમાણે છે...



જ્ઞાનિનામપિ ચેતાંસિ, દેવી ભગવતી હી સા |
બલાદાકૃષ્ય મોહાય, મહામાયા પ્રયચ્છતિ ||



આ એક અનુભવસિદ્ધ અચૂક મંત્ર છે. તેનો પ્રયોગ કરતા પહેલા ભગવતી ત્રિપુર સુંદરી માતા મહામાયાનું એકાગ્રતા પૂર્વક ધ્યાન ધરો. ધ્યાન પૂર્ણ થયા બાદ મનમાં શ્રદ્ધા-ભક્તિ રાખી પંચોપચારથી પૂજા કરી સંતાનની જેમ માતા સમક્ષ પોતાની ઇચ્છા વ્યક્ત કરો.



વશીકરણ સંબંધી પ્રયોગોમાં લાલ રંગનો ઉપયોગ વિશેષ થાય છે. માટે પ્રયોગ દરમિયાન શક્ય હોય તેટલી જગ્યા પર લાલ રંગનો પ્રયોગ જ કરવો. મંત્રનો પ્રયોગ અધાર્મિક તથા અનૈતિક ઉદ્દેશ માટે કરવો વર્જિત છે.

No comments: