Wednesday, May 5, 2010

આ છે ધર્મનો સાચો અર્થ......

જ્યારે આપણે આપણા કર્મ એ વાતને ધ્યાનમાં રાખીને કરીએ કે કોઇને આપણા કર્મોને કારણે સીધી રીતે કે અપ્રત્યક્ષ રીતે હેરાનગતિ ન થાય ત્યારે આપણે ધાર્મિક બની જઇશું.



Real Religion  ધર્મ શબ્દના અર્થને લઇને દુનિયાભરમાં અલગ-અલગ વ્યાખ્યા બાંધવામાં આવી છે. તેમ છતાં લોકો આજ સુધી નક્કી નથી કરી શક્યા કે ધર્મ શબ્દનો એક ચોક્કસ અર્થ કયો છે? ધર્મના અર્થને લઇને હજુ પણ સતત અસમંજસ ભરી સ્થિતિ પ્રવર્તી રહી છે. આવો, સમજીએ કે ધર્મ શું છે? વાસ્તવમાં ધર્મ માત્ર ભગવાન, પૂજા-પાઠ, મંદિર, દાન-પુણ્ય, કથા-પ્રવચન પુરતો સિમિત નથી. આ બધા તો ધર્મના અંગ છે, ધર્મ તરફ જવાના માર્ગ છે. જો સાચા ધર્મને સમજવો હોય તો વધારે વ્યવહારિક બનવાની જરુર છે.



ધર્મનો અર્થ છે કર્તવ્યની પૂર્તિ, એટલે કે કર્તવ્યનું પાલન કરવું. આપણી જે કોઇ જવાબદારી હોય તેને પૂર્ણ કરવી તે ધર્મ જ છે. કર્તવ્યનો અર્થ પણ ઊંડો છે, માત્ર જવાબદારીઓ પૂર્ણ કરવી કે કર્મ કરવું તે જ કર્તવ્ય નથી, કર્તવ્ય શબ્દનો અર્થ છે એવું કાર્ય કરવું જેનાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રુપે હાનિ ન પહોંચે.



જ્યારે આપણે આપણા કર્મ એ વાતને ધ્યાનમાં રાખીને કરીએ કે કોઇને આપણા કર્મોને કારણે સીધી રીતે કે અપ્રત્યક્ષ રીતે હેરાનગતિ ન થાય ત્યારે આપણે ધાર્મિક બની જઇશું. પછી આપણી અંદર સત્ય, ત્યાગ, દયા, અહિંસા જેવા ભાવ પણ આપોઆપ આવી જશે. માટે યાદ રાખો કે જો ધાર્મિક બનવું હોય તો તેના માટે કર્તવ્ય પથ પર આગળ વધો, ધર્મ જાતે જ મળી જશે.


માનસિક શાંતિ જોઈએ તો ક્રોધને દૂર કરો .

આપણી જિંદગીમાં ક્રોધ એટલી સરળતાથી આપણા પર હાવી થઇ જાય છે કે આપણએ કંઇ સમજી જ નથી શકતા અને મુશ્કેલીઓને આમંત્રણ આપી બેસીએ છીએ. ક્રોધ પર એકવાર નિયંત્રણ કરતા શીખી લો, પછી જીવન કેટલું સરળ અને શાંતિદાયક બની જશે તેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય!

angerજ્યારે મનની કોઇ વાત પૂરી ન થાય કે કોઇ આપણી વાત ન માને ત્યારે શું થાય છે? આવેશ, ગુસ્સો વગેરે આપણા પર હાવી થઇ જાય છે અને આપણે આપણો વિવેક ગુમાવી દઇએ છીએ. ક્રોધ આમ તો એક સામાન્ય મનોભાવ છે, પરંતુ મહદઅંશે તેના પરિણામો ખૂબ ખરાબ હોય છે. ક્રોધ આપણા મગજની વિચારવાની અને સમજવાની ક્ષમતાને હણી લે છે અને અજાણતા એ કાર્ય થઇ જાય છે જે કર્યા બાદ પસતાવો થાય છે. માટે યોગ્ય એ જ છે કે આપણે આપણા ગુસ્સા પર નિયંત્રણ કરીએ.

આમ તો આ થોડુંક અઘરું કાર્ય છે, દરેક માટે ક્રોધ પર કાબુ મેળવવો શક્ય નથી હોતુ અને જે પોતાના ક્રોધ પર કાબુ મળવી લે છે તેનું જીવન એક નવા સ્થાન પર પહોંચી જાય છે. માન, સન્માન, ઇજ્જત, માનસિક શાંતિ, ખુશી તેને મળવા લાગે છે. શ્રીકૃષ્ણએ અર્જુનને ક્રોધ વિશે કહ્યું હતું કે ક્રોધ અવિવેક અને મોહનો જન્મદાતા છે. મોહ અને અવિવેકને કારણે આપણી વિચારવાની અને સમજવાની ક્ષમતા નષ્ટ થઇ જાય છે. પરિણામરૂપે આપણે માન-સન્માન અને યશ-પ્રતિષ્ઠા ગુમાવવા પડે છે. માટે, યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે ક્રોધ પર વિજય મેળવવો અનિ મહત્વપૂર્ણ છે.

શ્રીકૃષ્ણની આ વાત આજે આપણા જીવનમાં પણ લાગુ પાડવા લાયક છે. આપણી જિંદગીમાં ક્રોધ એટલી સરળતાથી આપણા પર હાવી થઇ જાય છે કે આપણએ કંઇ સમજી જ નથી શકતા અને મુશ્કેલીઓને આમંત્રણ આપી બેસીએ છીએ. ક્રોધ પર એકવાર નિયંત્રણ કરતા શીખી લો, પછી જીવન કેટલું સરળ અને શાંતિદાયક બની જશે તેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય!

જો તંત્ર સિદ્ધિ કરવી હોય તો...

તંત્ર સાધનાના સમયે કેટલીયે બાબતોનું ધ્યાન રાખવું પડે છે, ત્યારે જ તેની ક્રિયાઓ સફળ થાય છે.



tantra siddhiતંત્ર પરાશક્તિ છે. જે કઠોર સાધનાથી પામી શકાય છે. કેટલાય લોકો લાંબા સમય સુધી તંત્ર સાધના કરે છે પણ સફળ નથી થતા. આવું શા માટે?



વાસ્તવમાં તંત્ર સાધનાના સમયે કેટલીયે બાબતોનું ધ્યાન રાખવું પડે છે, ત્યારે જ તેની ક્રિયાઓ સફળ થાય છે. જો આપણે તેનું ધ્યાન નહીં રાખીએ તો જેવા ફળની અપેક્ષા હશે તેવું ફલ નહીં મળે.
આટલી વાતોનું ધ્યાન રાખો-



- હંમેશા સત્ય બોલવાનો આગ્રહ રાખો.
- જે સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તેનો ઉપયોગ કોઇને નુકસાન પહોંચાડવા ન થવો જોઇએ.
- જે કાર્ય માટે સિદ્ધિ કરવામાં આવે તેનો ઉપયોગ તે જ કાર્ય માટે થવો જોઇએ.
- તેનો ઉપયોગ કોઇ અનુચિત લાભ મેળવવામાં ન કરવો.
- મનમાં કોઇ દુર્ભાવ કે દુષિત વિચાર ન લાવો.
- મનમાં કોઇ ભય ન રાખવો.
- સિદ્ધિનો પ્રચાર કરો.



પોતાની પૂજાના સ્થાન અને સમયની ગોપનિયતા જાળવી રાખો.



કુંડળીની મદદથી પૂર્ણ થશે જીવનસાથીની શોધ.....

જ્યોતિષવિજ્ઞાન મનુષ્યની આવી જ ભાવના અને કામનાઓને પૂર્ણ કરે છે. સાથે તમામ દુવિધાઓ અને સંશયની સ્થિતિમાંથી મુક્ત પણ કરે છે.



life partnerઆજે દરેક મા-બાપ જ્યાં પોતાના પુત્ર માટે સંસ્કારી પુત્રવધુ અને પુત્રીના લગ્ન માટે યોગ્ય અને સુસંસ્કારિત વરની શોધમાં બેચેન રહે છે, યુવક અને યુવતી પણ યોગ્ય જીવનસાથી મેળવવાની ચાહ રાખે છે, જેની સાથે જોડાઇને સમગ્ર જીવન સુખમય પસાર કરી શકાય.



જ્યોતિષવિજ્ઞાન મનુષ્યની આવી જ ભાવના અને કામનાઓને પૂર્ણ કરે છે. સાથે તમામ દુવિધાઓ અને સંશયની સ્થિતિમાંથી મુક્ત પણ કરે છે. વિવાહ અને જીવનસાથીના સંબંધમાં જન્મકુંડળીમાં સાતમા ભાવની સાથે ગુરુ, શુક્રની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે .



- પુરુષ માટે જીવનસાથીનો નિર્ણય જન્મકુંડળીમાં શુક્ર ગ્રહ અને તેની સ્થિતિ પર આધારિત હોય છે.
- આ પ્રકારે સ્ત્રીઓ માટે જીવનસાથીનો નિર્ણય જન્મકુંડળીમાં ગુરુગ્રહ અને તેની સ્થિતિને ધ્યાનમાં લઇને લઇ શકાય છે.
- પુરુષ માટે સુંદર, સુશીલ અને સંસ્કારી જીવનસાથી માટે જન્મકુંડળીમાં સાતમા ભાવમાં સાતમા ભાવના સ્વામી અને ગુરુ શુક્રની સાથે હોય કે પછી તેની દ્રષ્ટિ હોવી જરૂર છે.
- સ્ત્રી માટે યોગ્ય, સુંદર, ઊર્જાવાન, સુસંસ્કારિત પતિ મેળવવા માટે જન્મકુંડળીમાં સાતમા ભાવમાં સાતમા ભાવના સ્વામી અને ગુરુ શુક્ર સાથે હોય કે તેની દ્રષ્ટિ હોય તે આવશ્યક છે.
- જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કુંડળીમાં ગુરુની દ્રષ્ટિ એટલે કે તે જે ઘરને જુએ છે, ત્યાં સુફળ આપે છે. પણ જે ઘરમાં રહે છે ત્યાં ખરાબ ફળનો કારક બને છે. આ માટે જણાવવામાં આવ્યું છે કે જ્યારે ગુરુ છોકરા કે છોકરીની કુંડળીમાં સાતમા ઘરમાં બેઠેલો હોય તો વિવાહમાં વિલંબ થઇ શકે છે.


શ્રદ્ધા અને દ્રઢ ઇચ્છાશક્તિથી જ ભગવાન મળે .


praying handsએક ગામમાં એક વખત દુષ્કાળ પડ્યો હતો. બધાં જ તળાવો અને કૂવા સુકાઈ ગયાં હતાં. ત્યારે ગામના લોકોએ ગામના પાદરે આવેલા શિવજીના મંદિરે સામૂહિક પ્રાર્થના કરવાનું નક્કી કર્યું. બીજા દિવસે સવાર પડતાંની સાથે જ ગામના બધાં લોકો શિવમંદિર તરફ ચાલતા થઈ ગયા. બાળકો, વૃદ્ધો, સ્ત્રીઓ, પુરુષો બધાં જ ભગવાન પ્રત્યેની એક શ્રદ્ધા સાથે ડગલાં ભરી રહ્યા હતા.



આ બધામાં જ એક બાળક એવો હતો જે હાથમાં છત્રી લઈને જઈ રહ્યો હતો. તેને જોઈને બધાએ તેની મજાક ઉડાડી. એક પંડિતજી બોલ્યા, અરે, ગાંડા આ છત્રી કેમ લઈને આવ્યો છે? બાળકે જવાબ આપ્યો, બાબા, અત્યારે તો આકાશ ભલે ચોખ્ખું હોય, પરંતુ આપણે બધા જ ભગવાનને વરસાદ વરસાવવા માટે વીનવવા જઈ રહ્યા છીએ. ભગવાન આપણી પ્રાર્થના સાંભળીને વરસાદ તો વરસાવશે જ, તો પછી આપણે જ્યારે ગામ તરફ પાછા વળીશું ત્યારે છત્રીની જરૂર પડશે ને.



બાળકની વાત સાંભળીને બધા જ હસી પડ્યા, પરંતુ એક વડીલ ગંભીર થઈને બોલ્યા, વાત તો સાચી જ છે. ભગવાન પર તારો અતૂટ વિશ્વાસ છે. જો વરસાદ પડશે તો તારી પ્રાર્થના સાંભળીને જ પડશે. ગામના બધા લોકોએ મંદિર પાસે જઈને વરસાદ માટે પ્રાર્થના કરી અને પાછા ફર્યા. હજુ બધા અડધે રસ્તે જ પહોંચ્યા હતા ત્યાં જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો.



બાળકે પોતાની છત્રી ખોલી અને બાકીના બધા જ પલળતાં-પલળતાં ઘરે પહોંચ્યા. ભોજન-ભોજન કહેવા અને ભોજન કરવામાં ઘણું અંતર હોય છે. ફક્ત હે ભગવાન-હે ભગવાન બૂમો પાડવાથી ભગવાન નથી મળતા. તેના માટે ભગવાનમાં ભરપૂર શ્રદ્ધા અને દ્રઢ ઇચ્છાશક્તિ હોવી જરૂરી છે.


ભક્તિ એવી હોવી જોઇએ કે ઈશ્વર સાક્ષાત દર્શન આપે...

જે આ મારો ભક્ત છે, તેને તો કેવળ મારો સહારો છે. તે તો રાત્રે આરામથી વિશ્રામ કરશે અને હું રાતભર તેના ઘરની બહાર ઊભો રહીને ચોરોથી તેની રક્ષા કરીશ. જેના કારણે મે તેને કંઈજ જણાવ્યું નથી.



worshipએક ગામની બહાર ભગવાન લક્ષ્મીનારાયણનું એક જૂનું પણ સુંદર મંદિર હતું. એક જ્ઞાની અને એક ભક્ત ત્યાં નિયમિત સેવા-પૂજા કરતાં હતા. જ્ઞાની પોતાના જ્ઞાન પ્રમાણે ભગવાનનું સાંગોપાંગ પૂજન કરતો અને ભક્ત કે જેને જ્ઞાન તો કંઈ જ ન હતું, પણ તે ભગવાનની મૂર્તિઓની સેવા ઘણી તન્મયતાથી કરતો હતો. તે મંદિર જઈને વાસી ફૂલો ઉતારીને ભગવાનને ચંદનયુક્ત જળથી સ્નાન કરાવીને અત્તર લગાવતો, ભગવાનના અંગો પર અત્તરની માલિશ કરતો અને તેમને નવા પુષ્પોની માળા પહેરાવતો હતો. એક સેવકની જેમ તે તેમનું ધ્યાન રાખતો હતો.



ભાગ્ય પ્રમાણે, જ્ઞાની અને ભક્ત બંનેને ત્યાં એક સાથે એક રાતે ચોરી થવાની હતી અને તે સવારે જ જ્ઞાની ભગવાનના પૂજન માટે ગયો. ત્યારે ભગવાને તેને સંકેત કર્યો કે આજે રાત્રે તારા ઘરે ચોરી થવાની છે. માટે સાવધાન રહેજે. જ્ઞાનીએ કહ્યું કે ઠીક છે. પ્રભુ હું મારા જ્ઞાનના સહારે આ ઘટનાથી બચી જઈશ.



ભગવાનને પોતાના સહાયક માનીને પ્રસન્ન મનથી તે ઘરે જઈને ચોરીથી બચવાના માર્ગ શોધવા લાગ્યો. તેના ગયા બાદ ભક્ત મંદિર પહોંચ્યો. તે ઘણી તન્મયતાથી ભગવાન લક્ષ્મીનારાયણની સેવા કરવા લાગ્યો અને પૂજન કરીને તે ઘરે ચાલ્યો ગયો. તેના ગયા બાદ માતા લક્ષ્મીએ ભગવાન નારાયણને કહ્યું કે પ્રભુ બંને, જ્ઞાની અને ભક્ત સેવાપૂજા કરે છે. આજે બંનેના ઘરે ચોર ચોરી કરવા માટે હુમલો કરવાના છે. તમે જ્ઞાનીને સંકેત કરીને તો જણાવી દીધું છે કે તેના ઘરે ચોરનું આક્રમણ થશે. તે સાવધાન પણ થઈ ગયો છે. પરંતુ તમે તમારા ભક્તને ચોરના હુમલા સંદર્ભે કોઈ જ સંકેત આપ્યો નથી. તે બિચારો હજી પણ આ જોખમથી અજાણ છે.



માતા લક્ષ્મી દ્વારા આ પ્રકારે પૂછાયા બાદ ભગવાન નારાયણે કહ્યું કે ભગવતી આ જ્ઞાની અને ભક્ત બંને મારી સેવા કરે છે. તેમાં જ્ઞાનીને તો પોતાના જ્ઞાન પર ભરોસો છે. તેથી મે તેને જોખમનો સંકેત આપી દીધો છે કે તે તેના જ્ઞાનથી પોતાની રક્ષા કરે. પરંતુ જે મારો ભક્ત છે, તેને તો કેવળ મારો સહારો છે. તે તો રાત્રે આરામથી વિશ્રામ કરશે અને હું રાતભર તેના ઘરની બહાર ઊભો રહીને ચોરોથી તેની રક્ષા કરીશ. જેના કારણે મે તેને કંઈજ જણાવ્યું નથી.


સત્ય પરાજીત થતું જ નથી, તેને તો હંમેશાં વિજય જ મળે છે........

danik bhaskar સત્ય પરાજીત થતું જ નથી, તેને તો હંમેશાં વિજય જ મળે છે

Moraribapu

સત્ય કદાપિ કડવું હોતું નથી. મને એ ખબર પડતી નથી કે લોકો શા માટે ‘કડવું સત્ય’ એમ કહેતા હશે? સત્ય ક્યારેય કડવું હોય જ નહીં, સત્તયને કડવું કરવામાં આવે છે. સત્યના માર્ગે મુશ્કેલી પડે તે વાત પણ ઠીક નથી...



moraribapuઆજે હું આપની સમક્ષ ઊભા ઊભા જ બોલીશ. કારણ કે હું શિક્ષક હતો અને આજીવન શિક્ષક છું. શિક્ષક કદી બેઠેલો ન હોવો જોઈએ. ઊભેલો જ હોવો જોઈએ. હું આજે પણ શિક્ષક છું, માત્ર મારી વર્ગસંખ્યા વધી ગઈ છે. ખુરશી એક એવી છે કે જે આપણને અડધા ઊભા રાખે છે અને અડધા બેસાડે છે.



ઘણા માણસો ખુરશી માટે જ હોય છે અને ઘણી ખુરશીઓ માણસો માટે જ હોય છે. ખુરશી કયારે બેસાડે અને કયારે ઊભા કરે તે નક્કી નથી હોતું. અમુક ક્ષેત્રના માણસો બેઠા જ રહ્યા, ઊભા જ ન થયા એટલે તો દેશ ઊભો ન થયો. એવું કથાનું પણ છે. ઘણા કથા સાંભળવા આવે છે. ઘણા કથા સાંભળીને સમજવા આવે છે. તો ઘણા કથા સાંભળીને સમજીને અનુસરવા કે આચરણમાં મૂકવા આવે છે. વળી ઘણા પ્રસાદ પામવા પણ કથા સાંભળવા આવે છે. કે વ્યક્તિએ કથા સાંભળ્યા પછી બે વાર પ્રસાદ લેવાનું નક્કી વિચાર્યું. પહેલા જમણા હાથે પ્રસાદ લઈ હાથ પાછળ કરી દીધો.



ડાબા હાથે ફરી પ્રસાદ લેવા હાથ આગળ ધર્યો તો જમણા હાથનો પ્રસાદ પાછળથી કૂતરું ખાઈ ગયું અને આગળથી પ્રસાદ ખૂટી ગયો. લાલચમાં બે હાથે ભેગું કરવા જઈએ તો આવું થાય. શિક્ષકનો પ્રથમ ધર્મ એ તેનું સત્યનિષ્ઠપણું છે. સત્ય સમાન કોઈ ધર્મ નથી. પ્રત્યેક વ્યક્તિનો પોતાનો મૌલિક સ્વભાવ, નિજ સ્વભાવ એ તેનો ધર્મ છે. ધર્મ એટલે સ્વભાવ, ઘર્મ એટલે કાનૂન, નીતિનિયમ.



દેશકાળની નીતિ પ્રમાણે ઘડેલા કાનૂન-નિયમો તે પણ ધર્મ જ છે. શિક્ષકનો પ્રથમ ધર્મ એ છે કે તે સત્યનિષ્ઠ હોય. સત્યનિષ્ઠ રહેવું ઘણું કઠિન છે. ઊંચા આસને, ઊંચી ખુરશી પર બેસવું, ઊંચાઈઓ સર કરવી અઘરી નથી, પરંતુ આ ઊંચા આસને ટકી રહેવું ખૂબ અઘરું છે. સત્ય પાછું પ્રિય પણ હોવું જોઈએ.



સત્ય કદાપિ કડવું હોતું નથી. મને એ ખબર પડતી નથી કે લોકો શા માટે ‘કડવું સત્ય’ એમ કહેતા હશે? સત્ય ક્યારેય કડવું હોય જ નહીં, સત્તયને કડવું કરવામાં આવે છે. સત્યના માર્ગે મુશ્કેલી પડે તે વાત પણ ઠીક નથી. સત્યના માર્ગે જે જાય છે તેને મુશ્કેલી પડતી જ નથી. સત્યનો ક્યારેય પરાજય થતો જ નથી. તેને તો હંમેશાં વિજયની વરમાળા જ મળે છે.



શિક્ષકનું અઘ્યાપનકાર્ય સત્ય હોવું જોઈએ. તેમાં સહેજ પણ અસત્યનો બેસૂરો રણકાર ન હોવો જોઈએ. શિક્ષક અને ફિલ્ડ માર્શલ કે સેનાપતિની રખેવાળી - જવાબદારી સરખી છે. બંને સમાજના રખેવાળ છે, સંરક્ષક છે, સમાજની અપેક્ષાઓને તુષ્ટિ અને પુષ્ટિ આપનારા છે. સંસ્કૃતિના સંવર્ધક છે.

જ્ઞાન બનાવે છે મનુષ્યને શ્રેષ્ઠ........

જો વ્યક્તિની દ્રષ્ટિ અને વિચાર જ્ઞાનથી પરિપૂર્ણ થશે તો તે પ્રત્યેક સ્થળે સન્માનને પાત્ર બનશે. આનાથી ઊલટું અજ્ઞાની વ્યક્તિને ઉપહાસ અને નિંદાની દ્રષ્ટિથી જોવામાં આવશે.



knowledgeપ્રાચીન સમયમાં એક રાજા હતા. તેઓ સંત-મહાત્માનો ખૂબજ આદર કરતા હતા. એકવાર તેમના રાજ્યમાં કોઇ મોટા સંતનું આગમન થયું. રાજાએ પોતાના સેનાપતિને સંતને સન્માન સાથે દરબારમાં લાવવાનો આદેશ આપ્યો. સેનાપતિ રાજાની આજ્ઞાને અનુસરી રથ લઇને સંતની પાસે પહોંચ્યાં અને તેમણે નતમસ્તકે સંતનું અભિવાદન કરતા કહ્યું, “અમારા મહારાજે આપને પોતાના પ્રણામ મોકલ્યા છે. જો આપની ચરણરજથી તેમના આવાસને આપ પવિત્ર કરી શકો તો આપની મોટી કૃપા ગણાશે.”



સંતે તુરંત જ પોતાની અનુમતિ આપી અને રાજમહેલમાં જવાની તૈયારી કરી. સંત શારીરિક દ્રષ્ટિએ ખૂબજ નાના કદના હોવાથી સેનાપતિ તેમને જોઇને પોતાનું હાસ્ય રોકી શક્યા નહીં. તેમણે વિચાર્યુ કે આટલા મોટા અને બળવાન રાજા સાવ નાના કદના સંત સાથે શું વિચાર-વિમર્શ કરવા માંગે છે!



સંત સેનાપતિના હસવાનું કારણ સમજી ગયા, તેમ છતાં તેમણે પૂછ્યું ત્યારે સેનાપતિ બોલ્યા, “ આપ મને માફ કરશો પણ મને આપના નાના કદ પર હસવું આવે છે. અમારા રાજા કદમાં ખૂબજ મોટા હોવાથી આપે તેમની સાથે વાત કરવા માટે કોઇ ઊંચા સ્થાન પર ચડવું પડશે.”



સંતે હસીને જવાબ આપ્યો, “ હું જમીન પર રહીને જ આપના રાજા સાથે વાત કરીશ. નાના કદનો એ જ લાભ હોય છે કે હું જ્યારે પણ વાત કરીશ ત્યારે મારું મસ્તિષ્ક ઊંચું કરીશ, પરંતું આપના રાજા લાંબા હોવાથી મારી સાથે વાત કરતી વખતે તેમણે પોતાનું મસ્તક ઝૂકાવવું પડશે.”



સેનાપતિને સંતના આ જ્ઞાનસભર જવાબથી નતમસ્તક થવું પડ્યું. એટલે કે શ્રેષ્ઠતા કદથી નહીં જ્ઞાનથી આવે છે. જો વ્યક્તિની દ્રષ્ટિ અને વિચાર જ્ઞાનથી પરિપૂર્ણ થશે તો તે પ્રત્યેક સ્થળે સન્માનને પાત્ર બનશે. આનાથી ઊલટું અજ્ઞાની વ્યક્તિને ઉપહાસ અને નિંદાની દ્રષ્ટિથી જોવામાં આવશે.


ગુરુ બિન જ્ઞાન નહીં ....

ભારતીય પરંપરામાં ‘ગુરુ પૂજન’નું એક આગવું સ્થાન છે. તા.૭મી જુલાઇના રોજ ગુરુપૂર્ણિમા છે. આ પ્રસંગે ‘ધર્મદર્શન’ને સાધુ-સંતો કહી રહ્યા છે જીવનમાં ગુરુનું મહત્ત્વ કેમ છે?



- જગદગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ



મુક્તિ અપાવે તે ગુરુ



મનુષ્ય પ્રાણી કરતાં કંઇક વિશેષ છે. આહાર-નિદ્રા-ભય-મૈથુનમાં પશુ અને મનુષ્ય સમાન છે, પરંતુ મનુષ્યમાં એક વિશેષ તત્ત્વ છે જે મનુષ્યને બીજાથી જુદો પાડે છે તે છે વિવેક.



વિવેક એટલે સારા-નરસાનું જ્ઞાન. આ જ્ઞાન કોણ આપે? માત્ર ને માત્ર ગુરુથી જ જ્ઞાન પ્રાપ્ત થઇ શકે અને જ્ઞાન વગર મુક્તિ નથી. તેથી મુક્તિ માટે ગુરુની જરૂર છે.



- મહામંડલેશ્વર ભારતી બાપુ - અઘ્યક્ષ-જૂના અખાડા



શિષ્યની શંકાનું સમાધાન કરે છે ગુરુ



ઇશ્વર નિરંજન છે, નિરાકાર છે તેના સ્વરૂપનું દર્શન ગુરુ વડે જ થતું હોય છે તેવી વૈદિક પરંપરા આપણે ત્યાં સદીઓથી ચાલી આવે છે, કારણ કે શિષ્યના મનમાંથી શંકાઓનું સમાધાન બ્રહ્મનિષ્ઠ સદગુરુ જ કરાવી શકે છે. જેનું સંપૂર્ણ આચરણ આદર્શ હોય એવા ગુરુનાં દર્શન માત્રથી શંકાઓનું સમાધાન થઇ જાય છે.



- પૂજય પ્રમુખસ્વામી મહારાજ



જીવ અને પરમાત્મા વચ્ચેનો સેતુ ગુરુ



આપણાં શાસ્ત્રોમાં ગુરુને સાક્ષાત્ પરબ્રહ્મનું સ્વરૂપ કહીને અપાર આદર આપવામાં આવ્યો છે. સાચા ગુરુ આપણા જીવનને શુદ્ધ કરીને આપણને પરમાત્માનો યોગ કરાવે છે. ગુરુ વડે મનુષ્ય આત્માનો સાક્ષાત્કાર કરીને પરમાત્માની સાચી ભકિત કરી શકે છે. ગુરુ જ જીવને શિવ બનાવે છે. ગુરુ જ જીવ અને પરમાત્મા વચ્ચેનો સેતુ છે. ગુરુ સિવાય કયારેય યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થતું નથી.



- કથાકાર રમેશભાઇ ઓઝા (પૂજય ‘ભાઇશ્રી’)



શિષ્યના દુર્ગુણોનો સંહાર કરે તે ગુરુ



સંસારસાગરમાં આપણી નૌકાને સહી-સલામત કિનારે પહોંચાડવાનું કાર્ય સદગુરુ કરે છે. જેવી રીતે બ્રહ્મા સર્જન કરે છે. એવી જ રીતે ગુરુ સાચા શિષ્યનું સર્જન કરે છે. વિષ્ણુ ભગવાનની જેમ શિષ્યનું લાલન-પાલન કરે છે. શિષ્યને સાચા સદગુણો આપે છે અને શિવની જેમ શિષ્યની અંદર રહેલા દુર્ગુણોનો સંહાર કરે છે. આમ ગુરુ બ્રહ્મા-વિષ્ણુ-શિવ સ્વરૂપ છે.



- વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારજી મહારાજ



માનવીને પ્રભુચિંતન તરફ વાળે છે ગુરુ



ગુરુ ચિંતામાં અટવાયેલા જીવોને પ્રભુના ચિંતન તરફ વાળે છે. ગુરુ કુશળ શિલ્પકાર છે, જે ભકતના હૃદયને ઘડી ભગવદાકાર સુંદર મૂર્તિ બનાવે છે. તે કુશળ નાવિક પણ છે, જે ભગવદ્ નામની નૌકામાં બેસાડી ભવસાગર પાર ઉતારે છે. ભક્તને ખોટા માર્ગેથી વાળવા ગુરુ કઠોરમાં કઠોર અને પોતાના ભકતોને પ્રેમ આપવા કોમળમાં કોમળ બને છે.



- આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ



શિષ્યને આઘ્યાત્મિક ઊચાઈ બક્ષે ગુરુ



જીવનમાં ગુરુ વ્યકિતને હિત-અહિત, સાચા-ખોટાનું જ્ઞાન કરાવીને પરમાર્થના માર્ગે આગળ લઇ જાય છે. સદગુરુ વ્યકિતના જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરીને જ્ઞાનના પ્રકાશ તરફ લઇ જાય છે. સદગુરુ સદાચરણ દ્વારા શિષ્યને પ્રગતિના માર્ગે આગળ લઇ જાય છે. માત્ર ભૌતિક જ નહીં આઘ્યાત્મિક સ્તરે શિષ્યને અગ્રેસર કરે છે.



- આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજ



સ્વાર્થ ત્યજાવી પરમાર્થના પંથે લઇ જાય ગુરુ



સ્વાર્થના સંકુચિત માર્ગનો ત્યાગ કરાવે અને પરમાર્થના પંથે આગળ લઇ જાય તે માટે જીવનમાં ગુરુની આવશ્યકતા છે. સનાતન ધર્મમાં ગુરુનું સ્થાન મોખરે છે અને તે રહેશે જ. ભારતીય પરંપરામાં તો ગુરુને ભગવાનની ઉપમા અપાઇ છે. ગુરુ માત્ર લૌકિક જ નહીં પારલૌકિક માર્ગે આગળ વધવામાં મદદરૂપ થાય છે.



- જશોમતીનંદનપ્રભુજી - અઘ્યક્ષ-ઇસ્કોન-ગુજરાત



તત્ત્વદર્શન કરાવે તે ગુરુ



ગુરુએ પોતાની સાધના દ્વારા આઘ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય છે માટે તેમને તત્ત્વદર્શી કહેવામાં આવે છે. ભગવાન શ્રીકòષ્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અર્જુનને કહે છે કે - આ જ્ઞાન જાણવા માટે તું તત્ત્વદર્શી ગુરુનું શરણ લઇ તેમને પ્રણામ કરી તેમની સેવા કરી, નમ્રતાપૂર્વક પૂછ કેમ કે તેમણે તત્ત્વનાં દર્શન કર્યા છે માટે તે તને પણ તત્ત્વદર્શન કરાવશે.



- ડો.પ્રણવ પંડયા - અઘ્યક્ષ-ગાયત્રી પરિવાર



સન્માર્ગે લઈ જાય તે ગુરુ



મનુષ્યત્વની ઓળખ આપીને સન્માર્ગે લઇ જવા માટેની માર્ગદર્શક સત્તા એટલે ગુરુ. સદગુરુ શિષ્યને સંસારના ભવબંધનમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ બતાવે છે. ભૌતિક મોહ-બંધનમાંથી મુક્તિ અપાવે અને આત્મિક માર્ગે આગળ વધવા માટે સદગુરુનું સાંનિઘ્ય પ્રાપ્ત કરવું આવશ્યક છે. સદગુરુની સહાયથી જ પરબ્રહ્મ સાથેનું જોડાણ શકય બને છે.



- મહામંડલેશ્વર રામેશ્વરદાસજી - મહંત જગન્નાથજી મંદિર



સર્વાંગીણ પ્રગતિ કરાવે ગુરુ



ગુરુ જીવનમાં એક માર્ગદર્શક બનીને આવે છે. પ્રાચીનકાળથી ભારતીય પરંપરામાં ગુરુને સર્વોચ્ચ પદ અપાયું છે તેનું કારણ છે કે જો શિષ્ય સાચો પથ ભૂલી જાય તો તેને સત્પંથ તરફ આગળ લઈ જાય છે અને જો શિષ્ય સન્માર્ગગામી હોય તો તેને ગતિ પ્રદાન કરે છે. તેનાથી વ્યકિત સર્વાંગીણ પ્રગતિ કરે છે માટે જીવનમાં ગુરુનું આગવું મહત્ત્વ છે.



‘ગુ’ શબ્દનો અર્થ થાય છે અંધકાર (અજ્ઞાન) અને ‘રુ’ શબ્દનો અર્થ થાય છે પ્રકાશ (જ્ઞાન). અજ્ઞાનને નષ્ટ કરવાવાળો જે બ્રહ્મરૂપ પ્રકાશ છે તે ગુરુ છે એમાં કોઇ સંશય નથી. - શ્રી ગુરુગીતા


સમર્પણના ભાવ સાથે ભગવાનના શરણે જાવ તો મુક્તિ અવશ્ય મળે.........

relation between god and devotee માનવીનું જીવન અનેક પ્રકારના મનોવ્યાપારથી ભરેલું છે. સારા, નરસા, શુભ, અશુભ એવી અનેક વૃત્તિઓથી માણસનું મન ઘેરાયેલું રહેતું હોય છે અને તેથી માનવી જીવનનું એક એવું પોત છે કે જે કેવળ શુભ પણ નથી અને અશુભ પણ નથી, પરંતુ માનવીનું મન જીવનના શુભ-અશુભ, સારા-નરસા તાંતણાથી રોજબરોજ વણાતા જીવન પર નિર્ભર છે. રોજબરોજ તેના મનમાં કંઈ ને કંઈ વિચારો આવ્યા જ કરતા હોય છે.



તે વિચારો કેવા છે? શુભ કે અશુભ; સારા કે નરસા? માનવીએ આટલી કાળજી તો રાખવી જ રહી કે તેના જીવનવણાટમાં કાળાશ, અશુભ તત્વ ઓછામાં ઓછું રહે. ઘણી વખત માનવી નિરાશ થઈ જાય છે. જીવનના સંઘર્ષમાં પરાજિત થાય છે ત્યારે પોતાની જાતને શાપિત માની બેસે છે. હું તો પાપી છું. હું હલકો છું.
હું તો ક્ષુદ્ર છું. આવું માનવું, આવું બોલવું એ અશુભ છે.



શું હું ખરેખર પાપી છું? ખરાબમાં ખરાબ માણસ હોઉં તો ભગવાન મારું જીવન ચલાવે શા માટે? તેથી હું પાપી નથી, ક્ષુદ્ર નથી. હું મહાન છું એવી ભાવના જીવનમાં લાવવી જોઈએ.



હું ભગવાન છું એ ભાવનાથી જે લોકો જીવે છે તેમની મતિ શુભ છે. બનવા જોગ છે કે કોઈ વખત માનવીનો પગ લપસી પણ જાયતો તેથી શું હું એકલો રહું? ગીતામાં ભગવાને આશ્ચાસન આપ્યું છે કે ‘અપિચેત્સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાક્^ દુરાચારીમાં દુરાચારી પણ ભગવાનને અનન્ય ભાવથી ભજે તો ભગવાન એને સાધુ ગણે છે.



તેથી ડહાપણની વાત એ છે કે માનવી પોતે એ સમજણ કેળવે કે હું તેનો છું, ભગવાનનો છું તો તેનામાં આવી રહેલી ક્ષુદ્રતા ચાલી જશે. આવી ભાવનાથી ભગવાનના શરણે જવાથી તે પાપકર્મોથી મુકત થઈ જશે. જેમ પોતાને હલકા સમજવું, ક્ષુદ્ર સમજવું તે અશુભ છે તે રીતે બીજાને પણ ક્ષુદ્ર, હલકા સમજવા એ અશુભ મતિ છે.
જેનામાં સ્વયં ભગવાન વસ્યો હોય તે ક્ષુદ્ર કેમ હોઈ શકે? ભગવાને ગીતામાં કહ્યું જ છે કે હું બધાના હૃદયમાં વસ્યો છું તો જેનામાં ભગવાન વસ્યો હોય તે ક્ષુદ્ર હોઈ જ ન શકે. હું મહાનનો છું, હું ભગવાનનો છું.



આ સમજણની મસ્તી જ કાંઈ જુદી છે અને જેની પાસે આ સમજણ ન હોય તે અશુભ છે. તેની મતિ અશુભ છે. તેથી જીવનના પ્રત્યેક વ્યવહારોમાં જીવનમાં ભગવાનને અગ્રિમ સ્થાન આપી તેના રહેવા સતત પ્રયત્નશીલ રહેવું તે જરૂરી છે. આપણે આપણા જીવનપટને આવા અશુભ તંતુઓથી વણવા લાગી ન જઈએ તે માટે જાગરૂક રહીએ.


પાંચેય દરવાજા પર પહેરો રાખો...

મનુષ્યને ઈશ્વરે પાંચ ઇન્દ્રિઓ આપી છે જે સહાયક બનીને તેને મદદરુપ બને છે. આ પાંચ ઇન્દ્રિઓ જ તે પાંચ દરવાજા છે જેમાંથી પસાર થઇને વ્યક્તિત્વને નષ્ટ કરનારા શત્રુઓ પ્રવેશ કરે છે.



five doors of our bodyજરા પણ ચૂક થઇ ગઇ તો વાગશે તે નક્કી છે. આઘાત, પ્રહાર અને હુમલો હંમેશા તાકીને જ બેસે છે કે જેવો મોકો મળે અને તૂટી પડીએ. અનુભવીઓ તો ત્યાં સુધી કહે છે કે નબળાઇ પોતે જ આક્રમણોને આમંત્રણ આપે છે.



કહેવાનો અર્થ એ છે કે નબળાઇ કે નિર્બળતા શત્રુઓ માટેનું આકર્ષણ હોય છે. આ માત્ર અનુભવસિદ્ધ વાત નથી પણ સંપૂર્ણ રીતે મનોવૈજ્ઞાનિક સત્ય પણ છે. ઠોકરો ખાઇ-ખાઇને માણસ પોતાની જાતને સંભાળતા શીખી લે છે. તે પોતાના જીવની રક્ષા માટે સજાગ બની જાય છે. પણ મનુષ્યની પ્રકૃતિ જ એવી છે કે તે ઓછી મહત્વની વસ્તુની દેખરેખ રાખે છે અને અનમોલ વસ્તુઓને ભૂલી જાય છે. તેની આવી જ ભૂલ છે પોતાના વ્યક્તિત્વને નજરઅંદાજ કરવું.



મનુષ્યને ઈશ્વરે પાંચ ઇન્દ્રિઓ આપી છે જે સહાયક બનીને તેને મદદરુપ બને છે. આ પાંચ ઇન્દ્રિઓ જ તે પાંચ દરવાજા છે જેમાંથી પસાર થઇને વ્યક્તિત્વને નષ્ટ કરનારા શત્રુઓ પ્રવેશ કરે છે. આ દરવાજા નીચે મુજબ છે-



1. નેત્ર- આંખોમાંથી પસાર થઇને એવા દ્રશ્યો પ્રવેશે છે જે વિકૃતિ પેદા કરે છે.
2. કાન- કાનમાંથી એવા શબ્દો આપણામાં પ્રવેશે છે જે મસ્તિષ્કને અશાંત બનાવી દે છે.
3. જીભ- તેની પરવાનગીથી તે વસ્તુઓ શરીરમાં આવે છે જેનું આગમન ઉચિત નથી.
4. નાક- તેની લાપરવાહીને લીધે વ્યક્તિત્વ દુર્ગંધોનું આદિ બની જાય છે.
5. ત્વચા- ન અડવા લાયક સ્પર્શને અનુમતિ આપતા પવિત્રતા આને કારણે જ નષ્ટ થઇ છે.
માટે જો કોઇ પોતાના વ્યક્તિત્વને ઘાતક શત્રુઓથી બચાવવા ઇચ્છે તો તેણે આ પાંચેય દરવાજા પર પહેરો ભરવો પડશે.


આ શીખવાડે છે, જૈન ધર્મ..

જીવધારીઓને ઈન્દ્રીયોંની સંખ્યાના આધારે વર્ગીકૃત કરવામાં આવી છે. જેમની ઈન્દ્રીયોં જેટલી ઓછી વિકસિત છે, તેમને શરીર ત્યાગવામાં એટલું જ ઓછું કષ્ટ થાય છે. માટે જ એક ઈન્દ્રીય જીવો જેવા કે વનસ્પતિ,કંદ,ફૂલ-ફળ વગેરેને જ જૈન ધર્મીઓ ગ્રહણ કરે છે. જૈન ધર્મમાં આચાર-વિચારનું ઘણું ધ્યાન રાખવામાં આવે છે.

1જૈન ધર્મનો સાર એ છે કે મનુષ્યે સદૈવ સત્કર્મ કરવું જોઈએ. જીવનની દરેક ક્ષણ આત્મજ્ઞાન (કૈવલ્ય)ની પ્રાપ્તિમાં લગાવવી જોઈએ. સત્ય, પ્રેમ, અહિંસા, દયા,કરુણા, પરોપકાર અને સેવા જેવા ઉચ્ચ સાત્વિક ગુણોને જીવનમાં અવશ્યપણે અપનાવવા જોઈએ. ભોગ-વિલાસથી દૂર રહીને પ્રત્યેક કર્મ પવિત્ર અને સાત્વિક જ કરવું જોઈએ. નૈતિક જીવન અપનાવીને જ મનુષ્ય આ માયા (જન્મ-મરણનું ચક્ર)ના બંધનથી મુક્ત થઈ શકે છે.

જૈન ધર્મની મુખ્ય માન્યતાઓ અને સિદ્ધાંત: જૈન ધર્મના ધાર્મિક ઉપદેશ મૂલત: નૈતિક મૂલ્યો પર આધારિત છે. આ ઉપદેશોમાં મોટા ભાગે પાશ્વનાથ અને મહાવીરની શિક્ષાઓ છે. પાશ્વનાથજી પ્રમાણે, ચાર મહાવ્રતો છે-(1) અહિંસા (2) સત્ય (3) અસ્તેય (4) અપરિગ્રહ.

ચોવીસમા તીર્થંકર વર્ધમાન મહાવીરે આ ચાર મહાવ્રતોમાં બ્રહ્મચર્યને પણ જોડયું છે. આમ જૈન ધર્મના પાંચ મહાવ્રતો થયા છે. જૈન ધર્મમાં ભિક્ષુઓ માટે આ પાંચ મહાવ્રતોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે. અહિંસા વાસ્તવમાં જૈન ધર્મનો મૂળ આધાર છે. મન,વચન અને કર્મથી કોઈને પણ દુ:ખ કે કષ્ટ ન પહોંચાડવી અહિંસા છે.

જીવધારીઓને ઈન્દ્રીયોંની સંખ્યાના આધારે વર્ગીકૃત કરવામાં આવી છે. જેમની ઈન્દ્રીયોં જેટલી ઓછી વિકસિત છે, તેમને શરીર ત્યાગવામાં એટલું જ ઓછું કષ્ટ થાય છે. માટે જ એક ઈન્દ્રીય જીવો જેવા કે વનસ્પતિ,કંદ,ફૂલ-ફળ વગેરેને જ જૈન ધર્મીઓ ગ્રહણ કરે છે. જૈન ધર્મમાં આચાર-વિચારનું ઘણું ધ્યાન રાખવામાં આવે છે. નાનામાં નાના વ્યવહાર માટે પણ ધાર્મિક અને નૈતિક નિયમોનું વિધાન કરાયું છે.

જૈન ધર્મની માન્યતાઓ: જૈન ધર્મની માન્યતાઓ પ્રમાણે, વિશ્વ સદૈવથી છે, સદૈવ રહ્યું છે અનમે સદૈવ બનેલું રહેશે. જૈન ધર્મ પ્રમાણે, આ વિશ્વ બે અંતિમો, સનાતન અને સ્વતંત્ર પદાર્થોમાં વિભક્ત છે. તે છે- (1) જીવ (2) અજીવ. આ પદાર્થોમાં એખ જડ છે અને એક ચેતન છે. જૈન ધર્મમાં અજીવના પાંચ પ્રકારો ગણાવ્યા છે. જે આ પ્રકારે છે-(1) પુદ્રલ (પ્રકૃતિ) (2) ધર્મ (ગતિ) (3) અધર્મ (અગતિ અથવા લય) (4) આકાશ (દેશ) (5) કાળ (સમય). જૈન ધર્મની માન્યતાઓ અનુસાર સંપૂર્ણ જીવધારી આત્મા અને પ્રકૃતિના સૂક્ષ્મ મિશ્રણથી બને છે. તેમની વચ્ચે સંબંધ જોડવાની કડી છે, કર્મ.

કર્મનો સિદ્ધાંત: કર્મના આઠ પ્રકાર અને અગણિત ઉપપ્રકાર છે. કર્મના ફળથી જોડાયેલા હોવાને કારણે આત્માને અનેક શરીર ધારણ કરવા પડે છે અને તેના કારણે આત્મા જન્મ-મરણના બંધનમાં ફસાય છે. જૈન ધર્મમાં પાશ્વનાથના ઉપદેશોને ચાતુર્યામ સમ્વર-સંવાદ કહે છે. આ ચાતુર્યામ સંવાદ હતા. (1) હિંસાનો ત્યાગ (2) અસત્યનો ત્યાગ (3) સ્તેયનો ત્યાગ (4) પરિગ્રહનો ત્યાગ. મહત્વપૂર્ણ વાત એ છે કે પાશ્વનાથના પહેલા અહિંસા કેવળ તપસ્વીઓના આચરણમાં જ સામેલ હતી. પરંતુ પાશ્વનાથ મુનિએ અહિંસાને સત્ય, અસ્તેય અને અપરિગ્રહ સાથે જોડીને તમામ માટે વ્યવહારિક બનાવી દીધી છે.


સાચો અને સંપૂર્ણ ધર્મ એ છે કે જે...

હિન્દુ, મુસ્લિમ, ઇસાઇ, શીખ વગેરેને ધર્મના બદલે સંપ્રદાય કહેવા વધારે ઉચિત અને તર્કપૂર્ણ છે. પૂર્ણ ધર્મ એ જ હોઇ શકે જે મનુષ્યને યોગ્ય આચરણ અને વ્યવહાર શીખવે છે. ધર્મ જ મનુષ્યને જીવન જીવવાની કળા શીખવાડે છે.



all religionsજીવનમાં જે વ્યવહાર અને કર્મ અપનાવવા લાયક છે તે જ ધર્મ છે. ધર્મ માનવજીવનને ઉચિત શું છે, અનુચિત શું છે તે શખવે છે. માણસ જ્યારે જન્મ લે છે ત્યારે તે પશુ સમાન જ હોય છે. થોડો સમજદાર બને છે ત્યારે ધર્મના માર્ગ પર ચાલીને જ એક સાચો મનુષ્ય બની શકે છે.



લોકોમાં ખોટી માન્યતા છે કે કોઇ વિશિષ્ટ પ્રકારના રીત-રીવાજ, પૂજા-પાઠ, કર્મકાંડ અને વેશભૂષા ધારણ કરવા એ ધર્મની ઓળખ છે. વાસ્તવિક, સાચો અને સંપૂર્ણ ધર્મ એ જ છે જે સંસારના દરેક મનુષ્ય પર સમાન રીતે લાગુ પડતો હોય. માટે જ ધર્મને સર્વવ્યાપી માનવામાં આવે છે, જેને લોકો હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, ઇસાઇ ધર્મ, શીખ ધર્મ, પારસી ધર્મ, યહૂદી ધર્મ વગેરેના નામથી ઓળખે છે. આ દરેક ધર્મને ઇશ્વર સુધી પહોંચવાનો માર્ગ કે પ્રકાર ગણવામાં આવે છે.



હિન્દુ, મુસ્લિમ, ઇસાઇ, શીખ વગેરેને ધર્મના બદલે સંપ્રદાય કહેવા વધારે ઉચિત અને તર્કપૂર્ણ છે. પૂર્ણ ધર્મ એ જ હોઇ શકે જે મનુષ્યને યોગ્ય આચરણ અને વ્યવહાર શીખવે છે. ધર્મ જ મનુષ્યને જીવન જીવવાની કળા શીખવાડે છે.



ધર્મ જ જણાવે છે કે જીવનનો ઉદ્દેશ શું છે? ધર્મ જ શીખવે છે કે માણસનું આચરણ કેવું હોવું જોઇએ? ધર્મ જ આપણને શીખવે છે કે સાચો તેમજ ઉત્તમ મનુષ્ય કેવો હોવો જોઇએ. એટલું જ નહીં ધર્મ જ શીખવે છે કે મનુષ્યનો પૂર્ણ વિકાસ કેવી રીતે શઇ શકે છે. ધર્મ જ મનુષ્યની સાચી તાકાત છે, ધર્મ જ મનુષ્યનો સાચો શિક્ષક છે. ધર્મ વિના મનુષ્ય અપૂર્ણ છે.


આ છે ધર્મનો સાચો અર્થ...

જ્યારે આપણે આપણા કર્મ એ વાતને ધ્યાનમાં રાખીને કરીએ કે કોઇને આપણા કર્મોને કારણે સીધી રીતે કે અપ્રત્યક્ષ રીતે હેરાનગતિ ન થાય ત્યારે આપણે ધાર્મિક બની જઇશું.



Real Religion  ધર્મ શબ્દના અર્થને લઇને દુનિયાભરમાં અલગ-અલગ વ્યાખ્યા બાંધવામાં આવી છે. તેમ છતાં લોકો આજ સુધી નક્કી નથી કરી શક્યા કે ધર્મ શબ્દનો એક ચોક્કસ અર્થ કયો છે? ધર્મના અર્થને લઇને હજુ પણ સતત અસમંજસ ભરી સ્થિતિ પ્રવર્તી રહી છે. આવો, સમજીએ કે ધર્મ શું છે? વાસ્તવમાં ધર્મ માત્ર ભગવાન, પૂજા-પાઠ, મંદિર, દાન-પુણ્ય, કથા-પ્રવચન પુરતો સિમિત નથી. આ બધા તો ધર્મના અંગ છે, ધર્મ તરફ જવાના માર્ગ છે. જો સાચા ધર્મને સમજવો હોય તો વધારે વ્યવહારિક બનવાની જરુર છે.



ધર્મનો અર્થ છે કર્તવ્યની પૂર્તિ, એટલે કે કર્તવ્યનું પાલન કરવું. આપણી જે કોઇ જવાબદારી હોય તેને પૂર્ણ કરવી તે ધર્મ જ છે. કર્તવ્યનો અર્થ પણ ઊંડો છે, માત્ર જવાબદારીઓ પૂર્ણ કરવી કે કર્મ કરવું તે જ કર્તવ્ય નથી, કર્તવ્ય શબ્દનો અર્થ છે એવું કાર્ય કરવું જેનાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રુપે હાનિ ન પહોંચે.



જ્યારે આપણે આપણા કર્મ એ વાતને ધ્યાનમાં રાખીને કરીએ કે કોઇને આપણા કર્મોને કારણે સીધી રીતે કે અપ્રત્યક્ષ રીતે હેરાનગતિ ન થાય ત્યારે આપણે ધાર્મિક બની જઇશું. પછી આપણી અંદર સત્ય, ત્યાગ, દયા, અહિંસા જેવા ભાવ પણ આપોઆપ આવી જશે. માટે યાદ રાખો કે જો ધાર્મિક બનવું હોય તો તેના માટે કર્તવ્ય પથ પર આગળ વધો, ધર્મ જાતે જ મળી જશે.


તે સ્તોત્ર આપને બધું અપાવશે.......

જે કોઇ આ સ્તોત્રનો નિત્ય પાઠ કરશે તેને રાજવી વૈભવ અને અક્ષય લક્ષ્મી સુલભ બનશે.



Shiv tandavદરેકના મનમાં એવો વિચાર આવે છે કે શું કોઇ એવો મંત્ર છે જે વૈભવ અને સિદ્ધિ અપાવી શકે. મંત્રમાં અત્યંત તાકાત હોય છે. એક મંત્રનો સાચો જાપ આપનું જીવન બદલી શકે છે. આવો જ એક સ્તોત્ર છે શિવતાંડવ, જેના દ્વારા આપ ન માત્ર ધન-સંપત્તિ મેળવી શકો છો, પણ તેના દ્વારા આપનું વ્યક્તિત્વ દીપી ઉઠશે. શિવતાંડવ સ્તોત્ર રાવણ દ્વારા રચવામાં આવ્યું છે. તેની અઘરી શબ્દાવલી અને અદ્વિતિય વાક્ય રચના તેને બીજા મંત્રોની સરખામણીમાં અલગ બનાવે છે. આપના જીવનમાં જો કોઇપણ સિદ્ધિની મહત્વાકાંક્ષા હોય તો આ સ્તોત્રના જાપથી તે આપને સરળતાથી પ્રાપ્ય બનશે.



સહુથી વધુ ફાયદો આપની વાક્ સિદ્ધિને થશે. જો અત્યાર સુધી આપ આપના મિત્ર વર્તુળમાં કે કોઇની સામે બોલતા અટકતા હશો તો આ સ્તોત્રના પાઠથી આપની એ સમસ્યા દૂર થશે. તેની શબ્દરચનાને કારણે વ્યક્તિનું ઉચ્ચારણ સ્પષ્ટ બને છે. આ મંત્ર દ્વારા નૃત્ય, ચિત્રકલા, લેખન, યુદ્ધકલા, સમાધિ, ધ્યાન વગેરે કાર્યોમાં સિદ્ધિ મળે છે. જે કોઇ આ સ્તોત્રનો નિત્ય પાઠ કરશે તેને રાજવી વૈભવ અને અક્ષય લક્ષ્મી સુલભ બનશે.




મગજ બે ગણુ અને કમાણી દસ ગણી..

દુનિયામાં તે જ લોકો વધુ સફળ અને સંપન્ન બને છે જેમનું મગજ સામાન્ય મનુષ્ય કરતા વધારે જાગૃત અને સક્રિય હોય છે.



Sharp brain earns  moreદુનિયામાં જે મજા સૂક્ષ્મતામાં છે તે સ્થૂળતામાં નથી. કોઇપણ બાબત જેટલી સૂક્ષ્મ તેટલી જ વધારે સમર્થ અને શક્તિશાળી. આ વાત નિરાપદ રુપે દરેક જગ્યાએ સમાનરુપે લાગુ પડે છે. શરીરની સાપેક્ષમાં મગજ અતિ સુક્ષ્મ હોય છે. માટે જ તો દિમાગ માલિક અને શરીર નોકરની ભૂમિકામાં હોય છે. દુનિયામાં તે જ લોકો વધુ સફળ અને સંપન્ન બને છે જેમનું મગજ સામાન્ય મનુષ્ય કરતા વધારે જાગૃત અને સક્રિય હોય છે. શારીરિક શ્રમ કરનાર તો જેમ-તેમ કરીને પેટ પુરતું જ કમાઇ શકે છે. માટે એ નિશ્વિત છે કે સફળતા અને સંપન્નતામાં નાનકડા એવા મગજની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. નીચે આપવામાં આવેલા ઉપાયોની મદદથી આપના મગજ રુપી જાદુઇ ચિરાગને જગાડીને આપ અનેક ગણી કમાણી કરી શકો છો...



- સૂર્યોદય પહેલા સ્નાન કરી ઉત્તરદિશા તરફ મુખ રાખીને 15એક મિનિટ સુધી ગયત્રીમંત્રનો જાપ કરો.
- દિવસે સુવાનું ત્યાગી દો. તેની જગ્યાએ 30 મિનિટ સુધી યોગનિદ્રા અથવા શવાસનનો અભ્યાસ કરો.
- નિયમિત 10થી 15 મિનિટ સૂર્યભેદન પ્રાણાયમની સાધના કરો.
- નાદયોગ અથવા ત્રાટકાની સહાયથી એકાગ્રતા વધારવાનો પ્રયાસ કરો.



સુવા જતા પહેલા હુંફાળા ગરમ પાણીમાં મીઠું નાંખીને 10 મિનિટ સુધી પગ મૂકી રાખો. ચિંતામુક્ત થઇને શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરી નિદ્રામાં પ્રવેશ કરો.


ધન સમૃદ્ધિનું વશીકરણ કેવી રીતે કરશો?.....

નર્કીય જીવનથી છૂટકારો મેળવવા માટેના પ્રબળ પુરુષાર્થ કરવાની સાથે મનુષ્યએ બચત, સાદગી તો કરવી જ જોઇએ, સાથે એ ગુપ્ત વિજ્ઞાનનો પ્રયોગ પણ કરવો જોઇએ જે કપાળ પર લખેલા કુઅંકને દૂર કરી શકે.



you get moneyઅર્થ પ્રધાન યુગમાં ધનહીન એટલે કે ગરીબ માણસની લાચારી સામે પથ્થર પણ પીગળી જાય છે પણ પ્રારબ્ધ ટસનું મસ નથી થતું. ધનહીન માણસની હાલત એ સાપ જેવી હોય છે જે પોતાનું મણી ગુમાવી દીધા બાદ દિવસ-રાત નિસ્તેજ અવસ્થામાં પોતાનું જીવન વિતાવ્યા કરે છે.



આવા નર્કીય જીવનથી છૂટકારો મેળવવા માટેના પ્રબળ પુરુષાર્થ કરવાની સાથે મનુષ્યએ બચત, સાદગી તો કરવી જ જોઇએ, સાથે એ ગુપ્ત વિજ્ઞાનનો પ્રયોગ પણ કરવો જોઇએ જે કપાળ પર લખેલા કુઅંકને દૂર કરી શકે.



અહીં એક એવો મંત્ર છે જેનો જાપ નિયમબદ્ધ રીતે કરવાથી તે લાભ કરાવે છે. મંત્ર અને તેના નિયમો આ પ્રમાણે છે.



મંત્ર-



ઓમ નમો પદ્માવતી પદ્મનયે લક્ષ્મી દાયિની વાંક્ષાભૂત પ્રેત વિંદ્યવાસિની સર્વ શત્રુ સંહારિણી દુર્જન મોહિની ઋદ્ધિ-સિદ્ધિ વૃદ્ધિ કરુ કરુ સ્વાહા | ઓમ ક્લીં શ્રીં પદ્માવત્યે નમ: ||



નિયમ –



- સૂર્યોદય પહેલા જ મંત્ર જાપ સંપન્ન કરી લેવા.
- સાધનામાં સામેલ બધી વસ્તુઓ લાલ રંગની જ હોય.
- સાધના 21 દિવસ સુધી કોઇ પણ ચૂક વગર ચાલુ રાખવી.
- 21 દિવસ સુધી ઘરના તમામ સભ્યોએ સૂર્યોદય પહેલા જાગીને પીપળાના વૃક્ષને જળ ચડાવવું.
- પોતાના કાર્યસ્થળ પર હંમેશા સમય કરતા 21 મિનિટ વહેલા પહોંચી તાંબાના શ્રીયંત્ર ઉપર લાલ ફૂલ અર્પિત કરવા.




Monday, May 3, 2010

મહિલાઓ સામે તાકીને જોતા તમામ પુરુષો બેવફા નથી હોતા!


obamaપુરુષોને વાસનાભરી નજરથી આમતેમ જોવાની આદત હોય છે પરંતુ તેના કારણે મહિલાઓએ એમ ન વિચારી લેવું જોઈએ કે તેનો પતિ કે પ્રેમી ટાઈગર વૂડ્સની જેમ બેવફાઈ કરશે. ‘ધ મેલ બ્રેઈન’ નામના પુસ્તકમાં ખ્યાતનામ સાઈકોલોજિસ્ટ અને લેખિકા લુઆન બ્રિજેન્દાઈને પુરુષોની નજરના આધારે પ્રેમિકા કે પત્ની પ્રત્યે વફાદારી અંગે કેટલીક રસપ્રદ વાતો ટાંકી છે.



તેમણે પુસ્તકમાં લખ્યું છે કે કુદરતે લોકોમાં એવી માનસિક રચના કરી છે કે દુનિયાનો કોઈપણ પુરુષ હંમેશા એવી મહિલાની શોધમાં હોય છે જેની સાથે તે સરળતાથી હળીમળી શકે. જોકે પુરુષોની આ આદતના કારણે મહિલાઓને તકલીફ થતી હોય છે કે પુરુષ શા માટે તેમની આસપાસની મહિલાઓને ખૂબ ઘ્યાનથી કે રસપૂર્વક જુએ છે.



તેમના ફિગર પર પુરુષોની નજર અટકી જાય છે. વાસ્તવમાં પુરુષોમાં આ કુદરતી સ્વભાવ છે તેનો મતલબ એવો નથી કે તે પોતાની સાથી કે પ્રેમિકાને પ્રેમ નથી કરતા. પુરુષોની આ આદતના કારણે કયારેય ન વિચારવું જોઈએ કે તે બેવફાઈ કરશે. બ્રિજેન્દાઈને ઉમેર્યું હતું કે મહિલા પર સહજ નજર કરવાની અને તાકી તાકીને જોવાની આદત વરચે અંતર હોય છે.



ટાઈગર વુડ્સે તેની હદ પાર કરી હતી. તેના જેવા જૂજ પુરુષોના કારણે બધા પુરુષોને શંકાની નજરે જોવામાં આવે છે. જો કોઈ પુરુષ તેની પત્ની સાથે વફાદાર રહ્યો હોય તો તેનો પુત્ર પણ વફાદાર રહે તેવી શક્યતાઓ વધારે હોય છે. એક કરતાં વધારે લગ્ન કે મહિલાઓ સાથે સંબંધના લક્ષણો છોકરાને તેના પિતા તરફથી જનીનમાં વારસામાં મળે છે.

દારૂ પીવાથી થઈ શકે છે સ્તન કેંસર!....


નાની ઉંમરમાં દરરોજ દારૂનું સેવન કરનાર છોકરીઓ સાવધાન. કારણ કે એક નવા સંશોધન અનુસાર દરરોજ દારૂનું સેવન કરનાર છોકરીઓમાં મોટી ઉંમરે સ્તન કેંસર થવાની શક્યતાઓ રહે છે.



વોશિંગ્ટન અને હાવર્ડ યુનિવર્સિટી દ્વારા કરાયેલ એક સંશોધનમાં આ વાત સામે આવી છે કે જો નાની ઉંમરીની છોકરીઓ અઠવાડિયાના સાત દિવસમાંથી પાંચથી પણ વધારે વખત દારૂનું સેવન કરવાથી બેનીજન સ્તન કેંસર થવાનો ભય રહે છે.



શોધકર્તાઓએ જણાવ્યું કે આ સંશોધન ખૂબ જ ચિંતાજનક છે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી કોલેજની વિદ્યાર્થિનીઓમાં દારૂનું સેવન કરવાનું પ્રમાણ વધ્યું છે.



હાવર્ડ યુનિવર્સિટીમાં લેક્ચરર કૈથરીન એસ બેરકેયે જણાવ્યું છે કે જો ભવિષ્યમાં અમારા કામની ખરાઈ થાય છે તો આગળ જઈને બેનજીન સ્તનની બિમારી અથવા સ્તન કેંસરને રોકી શકાશે.



આ સંશોધન માટે 6899 સગીરાઓની મુલાકાત કરવમાં આવી હતી. જેમની ઉંમર 9થી 15 વર્ષની વચ્ચે હતી. જેમાંથી 147 સગીરાઓની સારવાર કરવામાં આવી જ્યારે 67માં બાયોપ્સીથી તેની ખરાઈ કરવામાં આવી.



પરિણામમાં જાણવા મળ્યું કે જે છોકરીઓ અઠવાડીયામાં ત્રણથી પાંચ દિવસા દારૂ લે છે તેમને દારૂ નહી પીનાર છોકરીઓ કરતા ત્રણ ગણો સ્તન કેંસરનો ભય રહે છે.


સાવધાન સેક્સ ટોય વાપરનારાઓ!...


Last Updated : 13:54[IST](13/04/2010)

ડેનેસ સરકારે આજે એવો ખુલાસો કર્યો હતો કે મોટાભાગના સેક્સ ટોય કેમિકલયુક્ત હોય છે, જેના ઉપયોગથી લાંબાગાળે નુકસાન થાય છે. જેના પગલે સરકારે સેક્સ ટોય બનાવતી કંપનીઓ સામે પગલાં લેવાની ઝુંબેશ ચલાવી છે.



ડેનિસ સરકાનું કહેવું છે કે મોટાભાગના પ્લાસ્ટિકના લિંગ અને બીજા અન્ય સેક્સ ટોયને નમણા અને નાજુક બનાવવા માટે વિશિષ્ટ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. જે ખુબ જ નુકસાનકારક હોય છે. આ અંગે સંસદમાં પર્યાવરણમંત્રી કેરિન એલમેને જણાવ્યું હતું આના ઉપયોગ બાદ તે સરળતાથી નષ્ટ થાય તેમ નથી. જેનાથી પર્યાવરણમાં અસમતુલા ઉભી થાય છે.



ડેનિસ એસોસીએશન સેક્સ એન્ડ સોસાયટી તેમજ બીજા અન્ય ગ્રુપ દ્વારા પણ સેક્સ ટોયમાં કેમિકલનો ઉપયોગ કરવા સામે પગલા લેવાની માંગ કરવામાં આવી ચૂકી છે. ખાસ કરીને પ્લાસ્ટીસાઈઝર સેક્સ ટોયમાં કેમિકલના ઉપયોગ પર પ્રતિબંધ લાદવાની માંગ થઈ રહી છે.



ડેનિસ સરકારે તેની ઓનલાઈન ગ્રીનટીપ્સમાં જણાવ્યું છે કે સગર્ભા સ્ત્રીઓએ આવા સેક્સ ટોયનો ઉપયોગ ન કરે. જેનાથી તેમના બાળકને આડ અસર થઈ શકે છે.



સૂત્રોના જણાવ્યા અનુસાર આવા પ્રકારના ડિલ્ડોસના ઉપયોગથી સામાન્ય રીતે સ્વાસ્થ્યને નુકસાન નથી કરતા, પરંતુ તેના લાંબા ગાળાના ઉપયોગથી તેમા રહેલા કેમિકલ કેંસર જેવી બિમારી નોતરી શકે છે.

માનું દૂધ બચાવે કેન્સરથી........


mothersmilk_288માના દૂધમાં મળતું એક તત્વ કેન્સર સેલનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. સ્વીડનના સંશોધનકર્તાઓના જણાવ્યા અનુસાર ‘હેમલેટ’ નામના આ વિશેષ તત્વની શોધ આમ તો ઘણાં વર્ષોઅગાઉ થઈ હતી, પરંતુ મનુષ્ય પર તેનો ઉપયોગ પ્રથમ વખત સંભવ બન્યો છે.

સંશોધન દરમિયાન બ્લડ કેન્સરના દર્દીઓનો આ તત્વ દ્વારા ઇલાજ કરતાં જાણવા મળ્યું કે દર્દીના મૂત્રમાં કેન્સરના મૃત સેલ નીકળ્યા હતા.

શીઘ્રસ્ખલન માટે કઈ દવા લઉ?.........................

‘મારા શીઘ્રસ્ખલનની બીમારી માટે સિડેનાફિલ સાઈટ્રેટ (sidenafil citrate) લઉ, પેરોક્ષિટિન (paroxytinine) લઉ કે કલોરપ્રમીન (chlorpramine) લઉ?



healthસિડેનાફિલ સાઈટ્રેટ: આ દવા શીઘ્રસ્ખલન માટે ઉપયોગી નથી. આ દવા ઈન્દ્રિયમાં આવેલી ઉત્તેજનામાં નોંધપાત્ર વધારો કરે છે. એટલે જો કોઈ વ્યકિતને ઉત્થાન બરાબર ન થતું હોય તો આ ગોળી લેવાથી તેના ઉત્થાનમાં (કડકપણામાં) નોંધપાત્ર વધારો થઈ શકે.



પેરોક્ષિટિન : આ દવા સમાગમના ચાર કલાક પહેલાં લેવાથી જો વ્યકિતને શીઘ્રસ્ખલનની સમસ્યા હોય તો એને વિલંબિત સ્ખલનમાં ફેરવી શકે. ટૂંકમાં સમાગમ લાંબો ચલાવવામાં આ ગોળી ખૂબ જ મદદરૂપ થઈ શકે.



ક્લોરપ્રમીન : આ ગોળી પણ શીઘ્રસ્ખલનને વિલંબિત સ્ખલનમાં ફેરવવામાં મદદરૂપ થઈ શકે. ફરક એક જ કે કલોરપ્રમીન સમાગમના આઠ કલાક પહેલાં લેવી જરૂરીછે. (નોંધ : આ દવાઓ હંમેશાં ડોક્ટરની સલાહ પછી જ લેવી જોઈએ.)



‘હું શીઘ્રસ્ખલનનો પેશન્ટ છું. મને એક સાઈકિયાટિ્રસ્ટે હોસ્પિટલમાં જવા કહ્યું. ત્યાં એક ડોકટરે મને દવા લખી આપી. આ દવા માત્ર એક જ દુકાને મળે છે. મેં ડોક્ટરને કહ્યું કે મને દવાનું નામ કહો. તો તેમણે કહ્યું કે ના આ દવા અહીં જ મળશે. મને પ્રશ્ન થાય છે કે આવી દવા લેવાય? કાલે ધારો કે ડોકટરને કંઈ થઈ જાય તો મારે દવા લેવા કયાં જવાનું? તમે મને સલાહ આપશો?



એવી કોઈ અજાયબ દવા હોતી નથી કે જે એક જ દુકાનમાં મળે. જો તમને ડોકટર એવી દવા લખી આપે કે તે એક જ કેમિસ્ટને ત્યાં મળતી હોય તો તમારે સમજી લેવું કે ડોકટર અને કેમિસ્ટ બંનેની મિલીભગત છે અને એમાં છેવટે નુકસાન તમને જ થશે. તમારે તપાસવું હોય તો એ દવા એકવાર લો. એનું ફાર્માકોલોજિકલ (મૂળ નામ- જેનરિક નામ) જાણી લો અને એ જ જેનરિક નામવાળી દવા બીજે શું કિંમતે મળે છે તે જાણી લો. તમને પોતાને ખ્યાલ આવી જશે કે આ પાંચ પૈસાવાળી દવા પાંચ રૂપિયામાં વેચવાનો ઉત્તમ કીમિયો છે. આવા ડોકટરોથી અને કેમિસ્ટોથી સમાજે સાવધ રહેવાની ખાસ આવશ્યકતા છે.



‘મારી ઉમર ૭૨ વર્ષની છે. મને કામેચ્છા જાગૃત થાય છે. (ઈન્દ્રિયમાં યોગ્ય ઉત્તેજના આવે છે) સમાગમ વખતે આનંદ પણ મળે છે, પણ જ્યારે સ્ખલન અવસ્થા પર પહોંચું છું ત્યારે વીર્ય બહાર નીકળતું નથી. હું બ્લડપ્રેશરનો દર્દી છું. મને પ્રોસ્ટેટની તકલીફ માટે ડોકટરે આલ્ફાબ્લોકર-ડોકસાકાર્બ (Alfablocker-doxacarb) નામની દવા લખી આપી છે. મારી સમસ્યાનું નિવારણ શું?



આપની સમસ્યા માનસિક નથી. શારીરિક છે. તમારી કામેરછા અને કામશકિત બંને યથાવત્ છે. સ્ખલન વખતે વીર્ય બહાર ન નીકળે તો બહાર ન નીકળવાનાં કારણ બે જ હોઈ શકે. એક તો વીર્ય બનવાનું ઓછું થઈ ગયું હોય અથવા વીર્ય બહાર નીકળતી વખતે ઈન્દ્રિયમાં જવાને બદલે મૂત્રાશયમાં જતું હોય. આપની ઉમર ૭૨ વર્ષની છે એટલે હોર્મોનની ઊણપ હોઈ શકે. આ ઊણપ પૂરી કરવા અઠવાડિયામાં ત્રણ વખત અડદની દાળ, લસણ (અથવા હિંગ) ગાયના ઘીમાં વઘારીને રોજ ત્રણ વખત ખાવી.



આનાથી હોર્મોનની ઊણપ ઓછી થઈ જશે. સાથે સાથે આલ્ફાબ્લોકરની દવા બદલવાની જરૂર છે. આ દવા લેવાથી ઘણીવાર વીર્ય બનવાનું બંધ થઈ જાય અથવા ઓછું થઈ જાય અથવા એવું પણ બને કે વીર્ય ઈન્દ્રિયમાં આવવાને બદલે મૂત્રાશયમાં ઠલવાય. આલ્ફાબ્લોકરની જગ્યાએ તમારા ડોકટર એવી દવા જરૂર પ્રિસ્ક્રાઈબ કરી શકે કે જેની અસર પ્રોસ્ટેટની સમસ્યા દૂર કરે અને સાથે સાથે સ્ખલન નિયંત્રણમાં કોઈ વિપરીત પરિસ્થિતિ ન ઉદ્ભવવા દે.


મહિલાઓને સેક્સ - શરાબ કરતાં ચોકલેટ વધુ પસંદ......


chocholate eating womanબ્રિટિશ મહિલાઓને સેક્સ અને શરાબ કરતાં ચોકલેટ વધુ પસંદ છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણ મુજબ ૩૩ ટકા મહિલાઓ દિવસમાં ચોકલેટ વિશે વધુ વિચાર કરે છે. જ્યારે સેક્સ વિશે વિચારનારી મહિલાઓની ટકાવારી માત્ર ૧૮ ટકા હતી. ડેઈલી એકસપ્રેસના અહેવાલ મુજબ ૨૩ લાખ જેટલી બ્રિટિશ મહિલાઓએ સ્વીકાર્યુંહતું કે તેઓ ચોકલેટ વિશે દિવસમાં ત્રણ વાર વિચાર કરે છે.



બીજી તરફ ચોકલેટ વિશે વિચારનારા પુરુષોની ટકાવારી માત્ર ૧૧ ટકા છે. સેક્સ વિશે પ્રત્યેક ૧૦ પૈકી ૬ પુરુષ વિચારતો હોય છે. ફાઈબર પ્લસ નામની સેરિયલ બાર કંપની દ્વારા કરાયેલા ૨૦૦૦ મહિલાઓના કરાયેલા અભ્યાસ અનુસાર પ્રત્યેક પાંચ પૈકી એક મહિલા કહે છે કે ચોકલેટ ખાવા મળે તો તેઓ સેક્સનો વિચાર પડતો મૂકવા તૈયાર હોય છે.



૨૫ ટકા મહિલાઓએ કહ્યું હતું કે ચોકલેટ મળે તો ચેનલ(ટીવી)ને પણ તેઓ બાજુ પર મૂકી દે. સર્વે કરનારી કંપનીના મહિલા પ્રવકતા સેલી ટ્રાઈબે કહ્યું હતું કે મહિલાઓ ચોકલેટ ખાતી વખતે આરામનો અહેસાસ કરે છે, જેને કારણે તેમને ચોકલેટ વધુ ખાવી ગમે છે.



આ ઉપરાંત ચોકલેટ તેમને ખુશીનો અહેસાસ કરાવે છે. ઓછામાં ઓછું ચોકલેટ એવી વસ્તુ છે કે કોઈને નિરાશ તો કરતી જ નથી.


ઓફિસમાં ઇશ્ક લડાવતા પહેલા...


The Rules of Office Romanceઆપની નજર આપની સાથે ઓફિસમાં કામ કરતી કલિગ પર છે પરંતુ ઓફિસમાં રોમાન્સ કરતા પહેલા શું ધ્યાનમાં રાખવું તેનાથી આપ અજાણ છો? અહીં આપના માટે એવા કેટલાક રૂલ્સ આપવામાં આવ્યા છે જેના થકી આપ આપના ઓફિસ રોમાન્સને સફળ બનાવી શકશો અને તે પણ જોબ પર અસર પાડ્યા વગર..



જોબથી વિશેષ કાંઇ નથી



જો આપ આપની ઓફિસમાં કોઇ આપને ગમતું હોય તો આપની વચ્ચે બંધાયેલા સંબંધો કદાચ છેવટની સ્થિતિ સુધી જઇ શકે અને તેના લીધે આપ મુશ્કેલીમાં પણ મુકાઇ શકો છો અને તેની પહેલી અસર પડશે આપની જોબ પર. આથી, ઓફિસમાં ઇશ્ક લડાવતા પહેલા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેનાથી કોઇપણ પરિસ્થિતિ ઉભી થઇ શકે છે, આથી તેને પહોંચી વળવાની પહેલાથીજ તૈયારી રાખવી જોઇએ.

ગમતું પાત્ર વિવાહિત છે કે નહીં તે ખાસ ધ્યાન રાખો



ઓફિસમાં ઇશ્ક લડાવતા પહેલા આપને ગમતું પાત્ર વિવાહિત કે પછી કોઇની સાથે જોડાયેલું છે કે કેમ તે બાબત ખાસ ચકાસી લેવી. જો આ બાબત ચકાસ્યા વગર આગળ વધશો તો શરમજનક સ્થિતિમાં મુકાવવાના પુરેપુરા ચાન્સ છે. જો આપને ગમતું પાત્ર કોઇની સાથે જોડાયેલું હોય તો તે સામાન્ય છે પરંતુ જો તે પરિણિત હોય અને તેની સાથે આપ ખ્વાબમાં રાચવા લાગો તો તે સ્થિતિ અસામાન્ય છે, આથી આ માહિતી પાક્કાપાયે મેળવવી અતિ જરૂરી છે.



પાર્ટનર સાથે ઓફિસમાંજ જલસા...! એકવાર ફરી વિચારી લેજો..



આપના પાર્ટનર પર આપને પ્રેમ ઉભરાઇ આવે તે બાબત અતિસામાન્ય છે પરંતુ જો આપ તેની સાથેજ ઓફિસમાં હો અને ત્યાંજ તમને તેની સાથે રોમાન્સ કરવાની ઇચ્છા થઇ આવે તો અહીં આપને ચેતવા જેવું છે કારણકે ઓફિસમાં રોમાન્સ કરવું કદાચ ભારે પણ પડી શકે.



અહમના ટકરાવ માટે પણ તૈયાર રહો



મોટાભાગના બ્રેકઅપનું કારણ હોય છે અહમનો ટકરાવ. જો આપ તેનો ભોગ બનવા ન ઇચ્છતા હો તો આપનો આપના પાર્ટનર સાથે અહમનો ટકરાવ થશે તેમ માનીને હંમેશા તૈયાર રહો કારણકે જો આપ તેને લઇને પહેલાથીજ તૈયાર હશો તો આવી સ્થિતિ ઉભી થશે ત્યારે આપ તેને સુપેરે હેન્ડલ કરી શકશો. આ ઉપરાંત એક બાબત ખાસ ધ્યાન રાખશો કે આપની પર્સનલ તેમજ પ્રોફેશનલ લાઇફ ક્યારેય ટકરાય નહીં.

પુરૂષો, સ્પ્રે કરો અને સંવેદનશીલ બનો !..


વૈજ્ઞાનિકોએ પુરૂષો માટે વિશિષ્ટ પ્રકારનો સ્પ્રે તૈયાર કર્યો હોવાનો દાવો કર્યો છે. જેને લગાડવાથી પુરૂષોના ચોક્કસ પ્રકારના હોર્મોન્સ ઉત્તેજીત થશે. જેના કારણે પુરૂષો વધુ સંવેદનશીલ અને લાગણીશીલ બનશે.



આ સ્પ્રેની શોધના પાયામાં ઓક્સિટોસિન રહેલું છે. આ હોર્મોન પુરૂષોમાં સેક્સ, આકર્ષણ, વિશ્વાસ અને આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે. ઓક્સિટોસિન સ્ત્રીઓમાં પ્રજોત્પતિ કરવામાં તથા માતા અને સંતાનો વચ્ચે જોડાણમાં મદદરૂપ બને છે.



કેમ્બ્રિજ અને જર્મનીમાં પુરૂષોના બે સમૂહ ઉપર કરવામાં આવેલા પ્રયોગો દરમિયાન આ તારણ બહાર આવ્યું હતું. જે સમૂહ પર ઓક્સિટોસિનનો સ્પ્રે કરવામાં આવ્યો હતો તેઓ હૃદયને સ્પર્શતી તસવીરો દેખાડવામાં આવી હતી. સ્પ્રેના કારણે પુરૂષોના સમૂહમાં લાગણીની માત્રામાં ફેર જોવા મળ્યો હતો.

પ્રેમીઓ સાત મહિના પછી એકમેકને ઈમ્પ્રેસ કરવાનું છોડી દે છે.....

તાજેતરમાં કરવામાં આવેલ સર્વેમાં જાણવા મળ્યું છે કે માત્ર સાત મહિનાના સબંધ પછી પ્રેમીઓ એકમેકને પ્રભાવિત કરવાની કોશિશ કરવાનું છોડી દેછે. કોઈપણ રિલેશન દરમિયાન યુવક માત્ર શરૂઆતના સાત મહિના સુધી જ એ વાતની પરવાહ કરે છે કે પ્રેમિકાને મળતા પહેલા તે કેવો દેખાય છે. તેણે સેવિંગ કર્યું છે કે નહિ.



પર્સનલ ગ્રૂમિંગ કંપની રીમિંગટન દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં એ વાત પણ સામે આવી છે કે યુવતીઓ પણ સાત મહિના સુધીજ પોતાના બોયફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા માટે પોતાના કપડા અને મેકઅપ પર ધ્યાન આપે છે. આ પછી બન્ને એકમેકને સારી રીતે જાણી લે છે.



lover give up impress each other after seven month

બ્લડપ્રેશર ઘટાડવું છે તો બ્રાઉન રાઈસ ખાઓ .........


Blood canser law than eat brown riceબ્લડપ્રેશર અને હ્રદયની બીમારીમાંથી છુટકારો મેળવવા માટે સફેદ ચોખાના બદલે બ્રાઉન ચોખા ખાવા જોઈએ. અમેરિકા અને જાપાનના સંશોધનકર્તાઓએ જણાવ્યું છે કે, બ્રાઉન રાઇસમાં વધુ ફાયબર હોય છે અને તે હાઈ કોલેસ્ટ્રોલનો સારી રીતે સામનો કરે છે. તેમાં એક પ્રકારનું પ્રોટીન હોય છે, જે હ્રદયને નુકસાનથી બચાવે છે.



સંશોધનકર્તાઓએ જણાવ્યું કે બ્રાઉન રાઇસને ખાવાના કારણે જ જાપાનીઓમાં હ્રદયરોગ અને બ્લડપ્રેશરની સમસ્યા જોવા મળતી નથી. ફિલાડેલ્ફિયાની ટેમ્પલ યુનિવર્સિટીના પ્રો. સાતોરૂ ઈગુચીએ જણાવ્યું કે બ્રાઉન રાઈસમાં એથેરોસ્કલેરોસિસ એટલે કે ધમનીઓના અકડાઈ જવાની સ્થિતિને રોકવાની પણ ક્ષમતા હોય છે.


મારી સેક્સલાઇફ નિયમિત અને સારી રીતે ચાલે છે..

પ્રશ્ન - ‘હું ૩૫ વર્ષનો પરણેલો પુરુષ છું. મારી સેક્સલાઇફ નિયમિત અને સારી રીતે ચાલે છે. શરૂઆતમાં થોડીઘણી શીઘ્રસ્ખલનની તકલીફ હતી, પણ અચાનક એનો ઇલાજ થઇ ગયો. મારે અહીં એક વસ્તુની નોંધ કરવાની છે. જમ્યા પછી હું નિયમિત એક જ જગ્યાએ પાન ખાઉ છું. જો એ પાનવાળાને ત્યાં હું પાન ન ખાઉં તો અથવા બીજા કોઇ પાનવાળાને ત્યાં પાન ખાઉ તો મને શીઘ્રસ્ખલનની સમસ્યા પાછી શરૂ થઇ જાય છે. આમ થવાનું કારણ જણાવી શકો. શીઘ્રસ્ખલનનો કોઇ ઉપાય?



ટૂંકમાં તમને ઇચ્છા થાય છે, ઇન્દ્રિયમાં ઉત્તેજના પણ આવે છે અને તે ખાસ પાનવાળાને ત્યાં પાન ખાધા પછી તમે લાંબો સંભોગ ચલાવી શકો છો એનું પરિણામ તમને સેકસલાઇફ સંતોષજનક લાગે છે પણ તમે બીજા કોઇ પાનવાળાને ત્યાં પાન ખાવ છો તો શીઘ્રસ્ખલનની સમસ્યા ચાલુ રહે છે આનો અર્થ એ છે કે જે પાનવાળાની પાસે તમે પાન ખાવ છો તે લોકો કાથામાં થોડું ઘણું ચરસ, કોકીન, કે અફીણ જેવી વસ્તુ મિલાવતા હોય છે અને જ્યારે તમે આ પાન ખાવ ત્યારે તમે તરબતર થઇ જાવ છો. પછી આ જ પાનવાળા પાસે પાન ખાવાની આદત પડી જાય છે અને શીઘ્રસ્ખલન વિલંબીત સ્ખલનમાં ફેરવાઇ જાય છે.



ગયા વખતે જેમ વાત કરી હતી એ પ્રમાણે એક ડોક્ટર એક જ કેમિસ્ટ પાસેથી દવા લેવાનું જો તમને કહે તો એ ખતરાથી ખાલી નથી. એ જ પ્રમાણે જો એક જ પાનવાળાને ત્યાં પાન ખાવાની આદત પડી જાય અને એ વિના ન ચાલે તો એમ સમજવું કે આ પાનમાં કોઇ ડ્રગ્સની મિલાવટ છે. બાકી શીઘ્રસ્ખલનનો અસરકારક ઉપચાર છે. પેરોક્ષિટિન(૨૦ મિ.ગ્રા.) સમાગમના ચાર કલાક પહેલા અથવા કલોમીપ્રમી, (૧૦ મિ.ગ્રા.) સમાગમના આઠ કલાક બાદ લેવાથી શીઘ્રસ્ખલન સમસ્યા દૂર થાય છે. (નોંધ : આ દવા ડોક્ટરની સલાહ હેઠળ લેવી હિતાવહ છે.)



નોંધ : જો ઉપરના કિસ્સાની જેમ તમારા પતિને શીઘ્રસ્ખલનની તકલીફ હોય અને સમાગમ વખતે એ જલદી ચરમસીમા પર આવી જતા હોય, તમને સંતોષ પ્રાપ્ત ન થતો હોય તો તમે તમારા પતિને વિનંતી કરી શકો કે એ તમને હસ્તમૈથુન, મુખમૈથુનથી અથવા બીજી કોઇ રીતે કામોત્તેજના વધારીને તમને ચરમઅવસ્થા પર, ‘સંતોષે’ લઇ જાય. સહવાસમાં સંતોષ અગત્યની વસ્તુ છે સંભોગ નહીં અને જો સહભોગ હોય તો પણ એ સરખો ભોગ, બંનેને સરખો આનંદ પ્રાપ્ત થવો આવશ્યક છે. (નોંધ : આ દવા ડોક્ટરની સલાહ હેઠળ લેવી હિતાવહ છે).



ધીમો અવાજ ધરાવતા પુરુષ વધુ આકર્ષક.....

જે પુરુષોનો અવાજ ધીમો હોય છે તેમને મહિલાઓ વધુ પસંદ કરે છે. સંશોધનકર્તાઓ અનુસાર ધીમો અવાજ શક્તિ અને વિશ્વાસનું પ્રતીક હોય છે. ડેઈલી ટેલિગ્રાફમાં પ્રકાશિત અહેવાલ અનુસાર અમેરિકાની કેલિફોર્નિયા અને પેન્સિલવેનિયા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, અવાજમાં આરોહ-અવરોહવાળા પુરુષોની સરખામણીએ એક સરખો એટલે કે ધીમો અને મીઠો અવાજ ધરાવતા પુરુષોને એકથી વધુ મહિલા મિત્ર હોય છે. મહિલાઓ આવા પુરુષો પ્રત્યે વધુ આકર્ષાતી હોય છે. નિષ્ણાતોનું માનવું છે કે, ધીમો અવાજ એકરૂપતાનો અધિકાર અને સ્વતંત્રતાનો સંકેત હોય છે.

100 વર્ષ જીવવું છે? તો આટલું કરો!..


10 hours of sleep every day can help you hit 100!શું તમે 100 વર્ષ જીવવા માગો છો? જો હા, તો આટલું કરો. નિયમિત 10 કલાકની ઉંઘ કરવાથી 100 વર્ષ સુધી જીવી શકાય છે, તેમ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક અહેલવામાં જણાવવામાં આવ્યું છે.

આ માટે કરવામાં આવેલા અભ્યાસના જણાવ્યા પ્રમાણે રોગ મુક્ત થવા માટે તેમજ શરીરમાં નવીનીકરણ માટે પુરતી ઉંઘ જરૂરી છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો 100 વર્ષ સુધી જીવી શક્યા છે તેમના પર કરેલા સંશોધનમાં માલુમ પડ્યું છે કે તેઓ નિયમિત 10 કલાકની ઉંઘ કરતા હતાં.

સંશોધન માટે 65 કે તેથી વધુ વયના 15, 638 લોકો પર અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાંથી 3927 લોકોની ઉંમર 90 થી 99 વર્ષ વચ્ચેની હતી, જ્યારે 2794 લોકોની ઉંમર 100 વર્ષ કે તેનાથી વધારે હતી, તેમ ડેઈલી એક્સપ્રેસમાં જણાવવામાં આવ્યું છે.

ઓરેગનની પોર્ટલેન્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. દનાન ગુના જણાવ્યા પ્રમાણે, 65 ટકા સેમ્પલમાં એવું જોવા મળ્યું હતું કે તેમની ઉંઘ બહુ સારી હતી. તેમજ તેઓ સરેરાશ સાડા સાત કલાકની ઉંઘ લેતા હતાં. સંશોધનમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે 100 વર્ષ સુધી પહોચેલા લોકો યુવાઓની સરખામણીમાં બહુ સારી ઉંઘ લેતા હતાં. તેમજ આવા લોકો દિવસમાં પાંચ કલાક કે તેનાથી ઓછી ઉંઘ કરતા હતાં, પરંતુ 24 કલાકની ગણતરી કરતા તેઓ નિયમિત 10 કલાક કે તેનાથી વધારે ઉંઘ કરતા હતાં.

સંશોધનમાં એમ પણ જાણવા મળ્યું હતું કે મહિલાઓની સરખામણીમાં પુરુષો 23 ટકા વધુ સારી ઉંઘ માણી શકતા હતાં.