સંપૂર્ણ વિધાન દ્વારા મંત્ર જપવાથી આજે પણ વાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.
નિયમ પૂર્વક મંત્રના જાપ કરવાથી ભૌતિક અને આધ્યાત્મિક બંને પ્રકારે ફળોની પ્રાપ્તિ થાય છે. આવો જોઇએ કે મંત્ર જપવાથી સાધકને શુ-શું પ્રાપ્ત થાય છે-
મંત્ર જાપ દ્વારા પ્રાપ્ત થતુ ફળ- ઉત્તમ સંતાનની પ્રાપ્તિ, ધન, યશ, પ્રસિદ્ધિની પ્રાપ્તિ, શત્રુઓ અને કઠોર પરિસ્થિતિઓ પર વિજય, રોગ-શોકમાંથી છૂટકારો, આધ્યાત્મિક ઉન્નતિ, પાપ કર્મોનું પ્રાયશ્વિત, ગ્રહ દોષ અને દુર્ભાગ્યનું નિવારણ... માનવ જીવન સાથે જોડાયેલી આવી તમામ સમસ્યાઓનું નિવારણ અને ઐચ્છિક ઇચ્છાઓની પૂર્તિ મંત્ર શક્તિના પ્રયોગ દ્વારા સંભવ છે. મંત્ર શક્તિની સફળતાના પ્રામાણિક ઉદાહરણોનો શાસ્ત્રોમાં ભંડાર છે.
સંપૂર્ણ વિધાન દ્વારા મંત્ર જપવાથી આજે પણ વાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. પણ આ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે કેટલાક આવશ્યક નિયમો અને વિધિ-વિધાનોનું પાલન કરવું અનિવાર્ય છે. આ નિયમો નીચે પ્રમાણે છે-
મંત્ર જાપની સફળતા માટેના અનિવાર્ય નિયમો –
1. કોઈ શાસ્ત્રીય વૈદિક કે સિદ્ધ ગુરુ દ્વારા પ્રદાન મંત્રને જ જાપ માટે પસંદ કરવા.2. સાધકે શારીરિક અને માનસિક પવિત્રતાનું પાલન કરવું જોઇએ. 3. મંત્ર જાપ નિશ્વિત સમય(બ્રહ્મમુહૂર્ત), નિશ્વિત સ્થાન, નિશ્વિત દિશા તેમજ શાંત વાતાવરણમાં કરવા જોઇએ. 4. સાધકે સત્ય, બ્રહ્મચર્ય, આક્રોશ, અલ્પાહારી, મિતભાષી અને પવિત્ર-નૈતિક જીવનનું પાલન કરવું જોઇએ. 5. મંત્ર-જાપ પહેલા ધૂપ, દીપ, પુષ્પ, આરતી, નિવેધ કરવું અનિવાર્ય છે. 6. મંત્ર જપતા પહેવા શાપ વિમોચન અને વિનિયોગ કરવા આવશ્યક છે.
No comments:
Post a Comment