Friday, June 4, 2010

યોગનું પહેલું પગથિયું છે યમ..

અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ જ યમ છે. આ પાંચ વાતોને જીવનમાં ઉતારીને જ આપણે યોગની પહેલી સીડી ચઢીએ છીએ.



અષ્ટાંગ યોગની આઠ અવસ્થા છે – યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. પહેલી અવસ્થા છે યમ. ઈશ્વરને પામવા માટેનો એક માર્ગ છે યોગ. આ માર્ગ દ્વારા ઈશ્વર સુધી પહોંચનારા મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગ સિદ્ધાંતનું પાલન કરીએ. આ સિદ્ધાંત જણાવે છે કે આપણે યોગની આઠ અવસ્થાઓમાંથી પસાર થઇને જ ઈશ્વર સુધી પહોંચી શકીએ છીએ. તેની પહેલી અવસ્થા છે – યમ.



યમનો અર્થ છે શાંતિ. યોગ કરનાર વ્યક્તિની ચોતરફ અર્થાત અંદર અને બહાર શાંતિનું વાતાવરણ હોવું જોઇએ. આપણા જીવનમાં શાંતિ કેવી રીતે આવે તે માટે યમનું પાલન જરૂરી છે. યમના પાલનમાં પાંચ વાતોનું ધ્યાન રાખવામાં આવે છે. પતંજલિએ કહ્યું છે -



અહિંસા સત્યાસ્તેય બ્રહ્મચર્યાપરિગ્રહા યમા: | - યોગસૂત્ર 2/3-ક



અર્થાત્ – અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ જ યમ છે. આ પાંચ વાતોને જીવનમાં ઉતારીને જ આપણે યોગની પહેલી સીડી ચઢીએ છીએ.

No comments: