સપ્તમ સ્થાનમાં ગુરુ, બુધ, શુક્રમાંથી કોઇ પણ ગ્રહ હોય તો લગ્ન ઉત્તમ પરિવારમાં થાય છે.
કન્યાઓને મોટેભાગે એક ચિંતા સતાવતી રહે છે કે કોણ જાણે પતિ અને સાસરું કેવું મળશે. આનું નિરાકરણ જન્માક્ષરના નવાંશ અને ત્રિશાંશ દ્વારા કાઢી શકાય છે. પતિ માટે જ્યોતિષશાસ્ત્રમાં સપ્તમ સ્થાન નિર્ધારિત કરવામાં આવ્યું છે. સપ્તમ સ્થાનમાં જો શુભ ગ્રહ સ્થાપિત હોય કે તેની ઉપર શુભ ગ્રહોની દ્રષ્ટિ હોય તો ઇચ્છાનુસાર પતિ જ પ્રાપ્ત થાય છે, તથા સાસરીમાં પણ સન્માન મળે છે.
સપ્તમ સ્થાનમાં ગુરુ, બુધ, શુક્રમાંથી કોઇ પણ ગ્રહ હોય તો લગ્ન ઉત્તમ પરિવારમાં થાય છે. તેની દ્રષ્ટિ પણ જો સપ્તમ સ્થાનમાં પડતી હોય તો કન્યા લગ્ન કરીને સારા ઘરમાં જાય છે. સપ્તમ સ્થાનમાં ગુરુ હોય કે તેની દ્રષ્ટિ હોય તો લગ્નમાં વિલંબ થાય છે.
ઉત્તમ લગ્ન માટે શું ઉપાય કરશો ? - ગુરુવારનું વ્રત કરવું- પુખરાજ પહેરવો.- શિવ-પાર્વતીની પૂજા કરવી.
No comments:
Post a Comment