જ્યારે પણ કોઇને પ્રેમ કરો તો માત્ર એટલા માટે કરો કે પ્રેમ કર્યા સિવાય કંઇ ઉત્તમ નથી.
પ્રેમ ચાહે ગમે તેની વચ્ચે હોય પણ જ્યારે તે કોઇપણ અપેક્ષા કે બદલાની ભાવનાથી પર હોય ત્યારે પોતાની ગુણવત્તા કે મહાનતાના સર્વોચ્ચ સ્તર સુધી પહોંચી શકે છે. કોઇ પ્રતિફળ કે બદલાની ભાવના સાથે કરવામાં આવતો પ્રેમ, પ્રેમ નહીં સોદો હોય છે. માટે જીવનના કેટલાક સાચા અનુભવીઓનો મત છે કે મનુષ્યએ એટલા માટે પ્રેમ ન કરવો જોઇએ કે તેનામાં સારાપણું કે ખાસિયત છે, પણ પ્રેમ એટલા માટે કરવો જોઇએ કારણ કે આ જીવનમાં કરવા લાયક એક માત્ર ઉત્તમ, સાર્થક કાર્ય પ્રેમ જ છે. એટલે કે પ્રેમ માટે પ્રેમ કરવો જોઇએ.
પ્રેમ કરવાથી પ્રેમનું સન્માન, ગૌરવ તેની ઇજ્જત વધશે. પ્રેમ કરનાર અને જેણે તેની રચના કરી છે તેની આરાધના થશે. માટે જ તો સૂફી સંપ્રદાયમાં પ્રેમને ઈશ્વર પ્રાપ્તિનો સૌથી સરળ, સર્વાધિક અને પ્રામાણિક ઉપાય જણાવવામાં આવ્યો છે. તો ભવિષ્યમાં જ્યારે પણ કોઇને પ્રેમ કરો તો માત્ર એટલા માટે કરો કે પ્રેમ કર્યા સિવાય કંઇ ઉત્તમ નથી. તેના માટેનો ઉપાય છે આ મંત્ર જે પ્રેમમાં અડચણ બનતા જ્ઞાત-અજ્ઞાત, પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ કારણોને જડથી દૂર કરવામાં મદદરુપ બને છે. મંત્ર નીચે મુજબ છે-
મંત્ર- વૃષભાનુજાયૈ વિદ્મહે, કૃષ્ણ પ્રિયાયૈ ધી મહી, તન્નો રાધા પ્રચોદયાત્ ।
નિયમ- સવારે સૂર્યોદય પહેલા ઊઠીને પૂર્વાભિમુખ બેસીને રામ-સીતા અને રાધાકૃષ્ણની યુગલ મૂર્તિઓ કે ચિત્રોની પંચોપચારથી પૂજા અર્ચના કરવી અને આ મંત્રનો 108 વાર જાપ કરવો. માત્ર 21 દિવસમાં પ્રેમરુપી અમૃત ફળ આપના જીવનમાં વરસવા લાગશે.
No comments:
Post a Comment