દ્વિતિય સ્થાનમાં ચંદ્ર અપાર ધનનો દાતા હોય છે, પણ જો તેની પર નીચના કોઇ ગ્રહ કે પછી બુધની દ્રષ્ટિ પડે તો ઘરમાં હોય તેટલું ધન પણ નષ્ટ થઇ જાય છે
સંસારમાં એવી કઇ વ્યક્તિ છે જે ધનવાન બનવા નહીં ઇચ્છતી હોય! ધન મેળવવાના તે પ્રયત્નો પણ ખાસ્સા કરે છે, પણ દરેક વ્યક્તિને તેમાં સફળતા મળતી નથી. આવું શા માટે? આ ધનયોગ બને છે કેવી રીતે? તથા કયા કારણો ધનયોગનું નિર્માણ કરે છે? આવો જાણીએ...
જન્માક્ષરમાં દ્વિતિય ભાવ ધનનો કારક હોય છે. તે જાતકને ધન, આકર્ષણ, ખજાનો, સોનું, મોતી, ચાંદી, હીરા વગેરે અપાવે છે. સ્થાયી સંપત્તિ જેવી કે ઘર, જમીનનું કારક પણ દ્વિતિય સ્થાન હોય છે. દ્વિતિય ભાવ પર શુભ ગ્રહ કે શુભ ગ્રહોની દ્રષ્ટિ હોય તો ધનવાન બનવામાં કોઈ અડચણ નથી આવતી. બુધ જો દ્વિતિય ભાવમાં હોય તથા તેના પર ચંદ્રની દ્રષ્ટિ હોય તો જાતક ધન વગરનો હોય છે.
દ્વિતિય સ્થાનમાં ચંદ્ર અપાર ધનનો દાતા હોય છે, પણ જો તેની પર નીચના કોઇ ગ્રહ કે પછી બુધની દ્રષ્ટિ પડે તો ઘરમાં હોય તેટલું ધન પણ નષ્ટ થઇ જાય છે તથા જો બીજું ધન કમાવામાં આવે તો પણ તેનો નાશ થાય છે. ચંદ્ર જો એટલો હોય, તથા કોઈપણ ગ્રહ તેની સાથે દ્વિતિય કે દ્વાદશ સ્થાનમાં ન હોય તો જાતક દરિદ્રતાનો ભોગ બને છે. તેની પાસે કોઈ બચત રહેતી નથી. સૂર્ય બુધ દ્વિતિય ભાવમાં સ્થિત હોય તો ધન સ્થિર નથી રહેતું.
શું ઉપાય કરશો?
- સોમવારનું વ્રત કરવું.- સોમવારે અનામિકા આંગળીમાં સોનું, ચાંદી કે તાંબામાંથી બનેલી વીંટી પહેરવી.- શિવજીની પૂજા કરવી.- શિવના મંદિરમાં સાંજે દીપ પ્રગટાવવો.- પૂનમના દિવસે ચંદ્રની પૂજા કરવી.- શ્રીસૂક્તના પાઠ કરવા.- લક્ષ્મીસૂક્તના પાઠ કરવા.- કનકધારા સ્તોત્રના પાઠ કરવા.
No comments:
Post a Comment