જે સ્ત્રીઓને વધારે ગુસ્સો આવે છે, જેઓ ગરમ અને મસાલેદાર ભોજનનો વધારે પ્રયોગ કરે છે, તેમને આ સમસ્યા વિશેષ હોય છે.
માસિક ધર્મની ગરબડ સ્ત્રીઓ માટે માનસિક પરેશાનીથી કમ નથી હોતી. તેના અલગ-અલગ કારણોથી સ્ત્રીઓ પરેશાન રહે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આઠમો ભાવ દૂષિત થાય ત્યારે કે પછી ત્રણ સ્થાનો પર સ્થિત સૂર્ય, રાહુ, મંગળ કે શનિ માસિક ધર્મમાં મુશ્કેલી સર્જી શકે છે. આની ઉપર જો કોઇ શુભ ગ્રહની દ્રષ્ટિ હોય તો થોડી તકલીફ પડે છે. પિત્ત, વાયુ તેમજ કફના અતિક્રમણને કારણે પણ માસિક ધર્મમાં ગરબડ થાય છે.
જે સ્ત્રીઓને વધારે ગુસ્સો આવે છે, જેઓ ગરમ અને મસાલેદાર ભોજનનો વધારે પ્રયોગ કરે છે, તેમને આ સમસ્યા વિશેષ હોય છે. સૂર્ય, મંગળ, શનિ, રાહુ પણ અત્યંગ ઉગ્ર અને તેજપૂર્ણ ગ્રહ છે, માટે આ સમસ્યાના નિરાકરણ માટે સંયમ પૂર્વક આહાર ગ્રહણ કરો.
- ચા-કોફી, જંકફૂડનું સેવન ન કરવું.
- ગુસ્સા પર નિયંત્રણ રાખવું.
- સૂર્ય, મંગળ હેતુ લાલ વસ્ત્રનું દાન કરે.
- શનિ, રાહુ હેતુ કાળા વસ્ત્રનું દાન કરે.
- અથાણા, મરચું, લસણ વગેરેનું સેવન ઓછું કરવું.
No comments:
Post a Comment