Friday, June 4, 2010

અષ્ટાંગ યોગનું બીજું ચરણ...

મહર્ષિ પતંજલિના યોગસૂત્રનું બીજું ચરણ નિયમ છે. પહેલું ચરણ યમ જ્યાં મનને શાંતિ આપે છે, ત્યાં બીજું ચરણ નિયમ આપણને પવિત્ર બનાવે છે. યોગ માર્ગ પર ચાલવા માટે આત્મશાંતિની સાથે મન, કર્મ અને વચનની પવિત્રતા આવશ્યક છે. નિયમના પાલનથી આપણું આચરણ, વિચાર અને વ્યવહાર પવિત્ર બને છે.



નિયમના પાંચ અંગ



મહર્ષિ પતંજલિના યોગસૂત્રમાં નિયમના પાંચ અંગ દર્શાવાયા છે. શૌચસન્તોષતપ: સ્વાધ્યાયેશ્વર પ્રમિધાનાનિ નિયમા: (યોગદર્શન-2/32) અર્થાત્ પવિત્રતા, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરની ભક્તિ જ નિયમ છે. યોગમાર્ગની સિદ્ધિ માટે આપણા આચાર-વિચાર પવિત્ર હોવા જોઈએ. શરીરઅને વિચારોની શુદ્ધિથી સંતોષનો ગુણ ઉદભવે છે. ત્યારે જ આપણે શાસ્ત્રોના જ્ઞાનથી ઈશ્વરની ભક્તિની સાધનામાં સફળ થઈ શકીએ છીએ. યોગ માર્ગથી ઈશ્વરને પ્રાપ્ત કરવાની દિશામાં નિયમની આ અવસ્થાની પણ યોગ્ય આવશ્યકતા છે.

પવિત્રતા-



ધર્મ ક્ષેત્રમાં પવિત્રતાનો અર્થ તમામ પ્રકારની શુદ્ધતા છે. જેમ શરીરની શુદ્ધતા સ્નાનથી, વ્યવહાર અને આચરણની શદ્ધતા ત્યાગથી, સારી રીતે કમાયેલા ધનથી પ્રાપ્ત સાત્વિક ભોજનથી આહારની શુદ્ધતા રહે છે. તેવી રીતે દુર્ગુણોથી બચીને આપણે મનને શુદ્ધ રાખીએ છીએ. ઘમંડ, મમતા, રાગ-દ્વેષ, ઈર્ષા, ભય, કામ-ક્રોધ વગેરે દુર્ગુણો છે.



સંતોષ-



સંતોષનો અર્થ છે, તમામ પ્રકારની પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવું. દુ:ખ હોય કે સુખ, લાભ હોય કે હાનિ, માન હોય કે અપમાન, કેવી પણ પરિસ્થિતિ હોય, આપણે સમાન રૂપથી પ્રસન્ન રહેવું જોઈએ.

તપ-



તપનો અર્થ છે, લગન. પોતાના લક્ષ્યને પામવા માટે સંયમપૂર્વક જીવન જીવવું.

વ્રત-



ઉપવાસ કરવું વ્રત કહેવાય છે. જેનાથી આપણી અંદર લગન પેદા થાય છે.



સ્વાધ્યાય-



સ્વાધ્યાયનો અર્થ છે, આપણે શાસ્ત્રોના અધ્યયનથી જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ અને જપ, સ્તોત્રપાઠ વગરેથી ઈશ્વરનું સ્મરણ કરીએ છીએ.



ઈશ્વર પ્રાણિધાન-



ઈશ્વર પ્રાણિધાનનો અર્થ છે, આપણે ઈશ્વરનને અનુકૂળ જ કર્મો કરીએ. અર્થાત્ આપણા પ્રત્યેક કાર્ય ઈશ્વર માટે અને ઈશ્વરને અનુકૂળ હોય. ઉપર જણાવાયેલા નિયમની આ પાંચ વાતો ને જીવનમાં ઉતારવાથી યોગ માર્ગની બીજી અવસ્થા પ્રાપ્ત કરી શકાય છે.



નિયમથી લાભ-
નિયમ આપણને પવિત્રતા શીખવાડે છે. આ પવિત્રતા માત્ર તનની જ નથી, પણ મનની પણ છે. આપણે સંતોષ રાખીએ અર્થાત્ સુખ-દુ:ખમાં સમાન રહીએ. તપ આપણને સંયમ શીખવે છે, તો સ્વાધ્યાય આપણને અધ્યયન માટે પ્રેરિત કરે છે. જ્યારે આપણે અધ્યયન કરીશું, તો આપણને જ્ઞાન પ્રાપ્ત થશે. તેનાથી અંતમાં ઈશ્વરને અનુકૂળ કાર્ય કરવાની પ્રેરણા પ્રાપ્ત થશે.

No comments: