જેની અંદર કોઈ પીડા નથી, જેની ભીતર માત્ર આનંદ બચ્યો છે, તે આપને પ્રેમ આપી શકશે.
એક પ્રગટેલો દીપક જ પ્રકાશ ફેલાવી શકે છે. કોઈ પણ દીપક પ્રકાશ ફેલાવવાના બદલામાં કંઇ લેતો નથી. આ જ તો પ્રેમની રીત છે કે જ્યાં કોઈ માગણી નથી, માત્ર આપવાની વૃત્તિ જ છે. અને જ્યાં માગ છે ત્યાં પ્રેમ નથી, ત્યાં સૌદો છે. જ્યાં માગ છે ત્યાં પ્રેમ બિલકુલ નથી, ત્યાં માત્ર લેણ-દેણ જ છે. પ્રેમ માત્ર એ મનુષ્ય કરી શકે છે જેને અંદરનો આનંદ ઉપલબ્ધ થયો હોય. જે દુખી હોય, તે પ્રેમ આપતો નથી પણ પ્રેમ માંગે છે, જેથી તેનું દુખ પણ દૂર થઇ જાય. આખરે પ્રેમની માગણી શું છે?
બધા દુખી લોકો પ્રેમ ઇચ્છે છે. તેઓ પ્રેમ એટલા માટે ઇચ્છે છે કારણ કે તેઓ માને છે કે તેમને પ્રેમ મળી જશે એટલે એટલે તેમનું દુખ આપોઆપ દૂર થઇ જશે. પ્રેમની આવશ્યકતા કે માગ જ, ભીતર દુખ હોવાનો પુરાવો છે. તો પછી પ્રેમ એ આપી શકશે જેની અંદર દુખ નથી. જેની અંદર કોઈ પીડા નથી, જેની ભીતર માત્ર આનંદ બચ્યો છે, તે આપને પ્રેમ આપી શકશે. જેની અંદર આનંદનો સ્રોત વહી રહ્યો હોય તે પ્રેમને વહેંચ્યા વગર રહી શકશે નથી.
No comments:
Post a Comment