આપણે ક્રિયા તો યોગની કરીએ છીએ પણ આપણો આશય ભોગનો હોય છે અને પછી ગુંચવાઇ જઇએ છીએ. જેની અંદર ભાવ વિરક્તિ આવી જાય છે તે ક્યારેય નથી વિચારતો કે તમામ પરિસ્થિતિ મારા કારણે જ ઉદ્ભવી રહી છે.
દુ:ખને આવતું જોઇને વિચલિત થઇ જવું એ માનવ સહજ સ્વભાવ છે. દરેક વ્યક્તિને જીવનમાં માત્ર સુખ જ માણવું છે. એક પણ વ્યક્તિ દુ:ખની કલ્પના પણ કરવા નથી ઇચ્છતી. પણ એ વાત સાચી છે કે જે રીતે ખાવાનો સ્વાદ તીખા અને મીઠા બંને રસને સાથે ભેળવ્યા બાદ જ પૂરો થાય છે, તે જ રીતે જીવન જીવવાની મજા પણ સુખ અને દુ:ખ બંનેની અનુભૂતિ સાથે જ મળે છે.
સુખ અને દુ:ખ જીવનમાં એક સિક્કાની બે બાજુઓ છે. સિક્કો ઉછળશે પણ,પડશે પણ તે રીતે આપણા માનસપટમાં આપણું સુખ-દુ:ખ પ્રદર્શિત થશે. “નાનક દુખિયા સબ સંસાર” આનો અર્થ એ નથી કે નાનક કહે છે કે સમગ્ર સંસાર દુ:ખી છે. વાસ્તવમાં નાનક કહે છે કે દુ:ખ સાંસારિક જીવનનું અનિવાર્ય અંગ છે. તમામ લોકો દુ:ખી છે તેમ ન કહી શકીએ, પણ દુ:ખ આવશે નહીં એમ પણ ન કહી શકીએ. મહાપુરુષોએ માર્ગ બતાવ્યા છે કે આ દુ:ખમાંથી કેવી રીતે મુક્ત થઇ શકાય.
મહાવીરે કહ્યું છે કે ભાવ વિરક્તિ મુક્તિનો સરળ માર્ગ છે. “ભાવે વિરત્તો મણુઓ, વિસોગો, એએણ દુક્ખોહ પરમ્પરેણજ્જ” આ સૂત્રમાં મહાવીર સ્વામીએ કહ્યું છે કે ભાવ વિરક્ત પુરુષ સંસારમાં રહીને દુખોમાં ખોવાઇ નથી જતો. ભાવ વિરક્તનો સીધો અર્થ છે, દરેક હાલ, દરેક પરિસ્થિતિમાં મસ્ત રહેવું, ખુશ રહેવું. આપણે ક્રિયા તો યોગની કરીએ છીએ પણ આપણો આશય ભોગનો હોય છે અને પછી ગુંચવાઇ જઇએ છીએ. જેની અંદર ભાવ વિરક્તિ આવી જાય છે તે ક્યારેય નથી વિચારતો કે તમામ પરિસ્થિતિ મારા કારણે જ ઉદ્ભવી રહી છે.
આસક્ત વ્યક્તિ આવું માને છે અને અશાંત થઇ જાય છે. માટે, જે લોકો શાંતિની શોધમાં છે તે સાક્ષી ભાવનો અર્થ સમજે અને તેના માધ્યમથી પોતાના વ્યક્તિત્વમાં ભાવ વિરક્ત ઉતારે. ભાવ વિરક્ત જે-તે સ્થિતિને વિચાર પ્રભાવિત કરે છે તે માટે વિચારો પર નિયંત્રણ કરતા રહેવું જોઇએ. અને વિચાર નિયંત્રિત રાખવાની સ્થિતિનું નામ છે ધ્યાન.
No comments:
Post a Comment