Saturday, June 5, 2010

કેવી રીતે થાય છે પરકાયા પ્રવેશ ?..

આદિગુરુ શંકરાચાર્યએ એક મૃત રાજાના દેહમાં પ્રવેશ કરી કામકલાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ભારતીને શાસ્ત્રાર્થમાં પરાજિત કરી.



એવી અનેક બાબતો છે જે આજે પ્રચલનમાં ન હોવાને કારણે અસંભવ લાગે છે. આવી જ એક ઘટના આદિ શંકરાચાર્યના જીવન સાથે જોડાયેલી છે. વેદાંતના મહાન જ્ઞાતા આદિગુરુ શંકરાચાર્ય કરતા મહાન મીમાંસક મંડન મિશ્રની ધર્મ પત્ની ભારતીએ શાસ્ત્રાર્થ કર્યું છતાં હારી ગઇ.



ભારતી એક વિદ્વાન તેમજ વિદુષક મહિલા હતી. ભારતીએ વિચાર્યુ કે સન્યાસીને કામકલાનું કોઇ જ્ઞાન નથી હોતું. આદિગુરુ શંકરાચાર્ય તો બાળપણમાં જ સન્યાસી થઇ ગયા હતા. માટે શંકરાચાર્યને કામકલાનું બિલકુલ જ્ઞાન નહીં હોય. આમ વિચારીને ભારતીએ તુરંત જ કામકલા પર શાસ્ત્રાર્થનો પ્રારંભ કરી દીધો. ત્યારે આદિગુરુ શંકરાચાર્યએ આ માટે સમય માંગ્યો અને ભારતીએ સમય આપી દીધો.



આદિગુરુ શંકરાચાર્યએ એક મૃત રાજાના દેહમાં પ્રવેશ કરી કામકલાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ભારતીને શાસ્ત્રાર્થમાં પરાજિત કરી. સૂક્ષ્મ શરીર જ્યારે સ્થૂળ શરીરને છોડી ગમન કરે છે ત્યારે તેની સાથે અન્ય સૂક્ષ્મ પરમાણુ કે કર્મો પણ ચાલ્યા જાય છે, જે પરિમાપ અનુસાર તે પછીના જન્મમાં રિફ્લેક્ટ થાય છે. જેવા કે તલ, મસો, ગોળીનું નિશાન, આચાર-વિચાર, સંસ્કાર વગેરે.

No comments: