વાત જરાક સુફી અંદાજમાં છે પણ જો તેને અપાનાવી લેવામાં આવે તો દુનિયામાં અમન ફેલાવવામાં સુવિધા રહેશે.
આમ તો દરેક ધર્મમાં જીવન જીવવાના અને મૃત્યુનો સામનો કરવાના દાર્શનિક વિચારો જોવા મળે છે. જીવન કઇ રીતે જીવી શકાય, તેને લઇને દરેક ધર્મે લગભગ એક જ સંદેશ આપ્યો છે કે આપણે જીવન એ રીતે જીવવું જોઇએ જેના કેન્દ્રમાં એ પરમશક્તિ હોવી જોઇએ જેને આપણે પરમાત્મા કે ભગવાન કહીએ છીએ. સૂફી સંતોએ પણ કહ્યું છે કે જીવનમાં અલ્લાહને હંમેશા પોતાની સાથે રાખો, એટલે કે તેમાં ડૂબી જાવ. સૂફી તેને જ કહેવાય જે મનુષ્ય અલ્લાહ પ્રત્યે સાફ દિલ રાખે.
ઉપરવાળાએ દરેક મનુષ્યને બે સુંદર વસ્તુઓ આપી છે, શ્રદ્ધા અને ધીરજ. પણ મનુષ્ય તેનો જાળવીને ઉપયોગ નથી કરતો. બશર હાફી નામના ફકીરે જિંદગીના અંતિમ સમયે દુનિયા કેવી રીતે છોડવી જોઇએ તે અંગે શાનદાર વાતો કહી છે. તેમનું કહેવું હતું કે જેમના વિચારો પાક અને દિલ સાફ છે તેવા લોકો જિંદગીની આઝાદીની મજા માણી શકે છે. તેમણે શાંતિ વિશે એક અલગ જ ખ્યાલ આપ્યો છે. તેઓ કહે છે મનુષ્ય ત્યારે જ શાંતથી શકશે જ્યારે તેના દુશ્મનો તેનાથી નિશ્વિંત બની જશે.
વાત જરાક સુફી અંદાજમાં છે પણ જો તેને અપાનાવી લેવામાં આવે તો દુનિયામાં અમન ફેલાવવામાં સુવિધા રહેશે. આજની તારીખે આ ઇસ્લામી ફકીરની આ વાત સમજવી બહુ જરૂરી છે. આ સમયમાં તો દુશ્મન ક્યાંથી બેખૌફ બની શકે, અહીં તો મિત્ર જ મિત્રથી ડરીને રહે છે.
બશરની ફકીરી અલગ જ અંદાજની હતી. તેમની અન્ય એક વાતનું રહસ્ય સમજીએ... તેઓ કહેતા હતા કે ઉપરવાળાએ પોતાના મિત્રોની યાદીમાં તારું નામ આપ્યું છે, તેણે તો પોતાનું કાર્ય કરી લીધું, હવે તારે સારા મિત્ર બનવાનો પ્રયત્ન કરવાનો છે. તે પરવરદિગાર, મિત્રોનો મિત્ર, આપણને હંમેશા સાથે રાખવાની પરવાહ હંમેશા કરે છે અને આપણે સતત ભૂલતા જ જઇએ છીએ. વાત સમજવા લાયક છે. બશર કહે છે જેનો મિત્ર અલ્લાહ છે તે દુનિયાને દુશ્મન કેવી રીતે માની શકે. આપણે તેના આભારવશ બનવું જોઇએ કે તેણે આપણને પોતાના ગણ્યા, વાસ્તવિકતા તો એ છે કે જીવન કૃતજ્ઞતાનો ઘૂંટ છે, માટે જીવનમાં પ્રેમ જ પ્રેમ હોવો જોઇએ, હિંસા અને આતંકનું કોઇ સ્થાન ન હોવું જોઇએ.
No comments:
Post a Comment