અર્થ : કરૂણાનો મતલબ છે દયા, રહેમ અથવા સંવેદનશીલતા
મતલબ : માનવના જીવનમાં કરૂણાને ખૂબ મહત્વનો ભાવ માનવામાં આવે છે. કરૂણા માનવને ઉદાર, સહ્યદય, સંવેદનશીલ અને પ્રેમમય બનાવે છે. સત્ય, પ્રેમ અને અહિંસા જેવા શાશ્વત ધાર્મિક લક્ષણોમાં કરૂણાના ભાવને સમાવામાં આવ્યો છે. બીજાના દુ:ખ, કષ્ટ અને અભાવને જોઈને જે ભાવ જાગે તેને કરૂણા કહેવામાં આવે છે. કરૂણતાના કારણે માણસમાં સેવા, સહાયતા અને પરોપકારના ભાવો જાગે છે જેને કારણે તેને ધર્મનું જ એક અંગ ગણવામાં આવ્યું છે.
કરૂણાનું મહત્વ : કરૂણા માણસને સંવેદનશીલ બનાવે છે. માણસને પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ જગાવે છે. કરૂણા ભગવાન દ્રારા મનુષ્યને મળેલ અમુલ્ય ભેટ છે. કરૂણા માણસને સ્વાર્થ અને મોહના ચક્કરમાંથી છોડાવે છે. કરૂણા એવી ભાવના છે કે જેમાં આપણા તથા પરાયા જેવો ભેદ રહેતો નથી.
No comments:
Post a Comment