મિત્રો, UPSC સિવિલ સર્વિસીઝ એકઝામ- મુખ્ય પરીક્ષા રણનીતિ અંગે પર્યાવરણ વિષયક મુદ્દાઓની ચર્ચા કર્યા બાદ આગળ વધીએ ભારતીય બંધારણ (Indian Constitution) તેમજ ઉદ્યોગ, સાયન્સ અને ટેક્નોલોજી સંબંધી મુદ્દાઓ તરફ. છેલ્લા ૫૮ વર્ષોમાં ભારતીય બંધારણમાં જે મહત્વપૂર્ણ સંશોધનો થયા છે તેને ધ્યાનમાં રાખવા આવશ્યક છે. ક્યારેક ફ્રાન્સ, જર્મની, બ્રિટન, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોના શાસનતંત્રોની વિશેષતા સંબંધી પ્રશ્નો પૂછવામાં આવે છે. વિદ્વાન લેખકો ડો.. સુભાષ કશ્યપ, શ્રી ડી. બાસુના પુસ્તકો સ્ટાન્ડર્ડ છે.
ઉપરાંત વિભિન્ન દેશની સંસદનું નામ, રાજ્ય મુદ્દા, રાજધાની, સરકારી-અર્ધસરકારી શાસનવ્યવસ્થા અંગેની માહિતી, સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના, તેની સલંગ્ન સંસ્થાઓ, સંબંધિત ઘટનાક્રમ, બેઠક સ્થળો, વિભિન્ન આનુષંગિક, સંસ્થાઓ જેવી કે ILO, યુનિસેફ, WHO, યુનેસ્કો વગેરેના કેન્દ્રો તથા કાર્યો અંગેના પ્રશ્નો પણ પૂછાય છે. NAM, NATO, SAARC, યુરોપિયન યુનિયન જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશેની માહિતી રાખવી આવશ્યક છે.
સિવિલ સર્વિસિસ મુખ્ય પરીક્ષામાં ઉત્તમ દેખાવ કરવા માટે વ્યૂહનીતિ ઘડવી જોઇએ, જેમાં દેશની સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસી, હેલ્થ સેક્ટર, પર્યાવરણ, ઓઝોન સમસ્યા, પ્રદૂષણના પ્રકારો, સરકારી પર્યાવરણ વિષયક કાયદાઓ તથા નિયમો, પ્રદૂષણની અસરો તથા ઘટાડવાના ઉપાયોની જાણકારીઓનો સમાવેશ થાય તેવા માહિતીસંગ્રહ હાથ ઉપર રાખવો અનિવાર્ય છે. સાયન્સ અને ટેક્નોલોજીથી શરૂ કરી ભારતીય બંધારણ- રાજ્યશાસન વ્યવસ્થાની તૈયારી વિશેષ મહત્વની છે.
‘મુખ્ય પરીક્ષાની રણનીતિમાં અર્થશાસ્ત્ર સંલગ્ન સાયન્સ એન્ડ ટેક્નોલોજીનું અધ્યતન જ્ઞાન: આ ખંડ છેલ્લા વર્ષોથી પરીક્ષામાં મહત્તાપૂર્ણ છે. UPSCનો મુખ્ય ઉદ્દેશ વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં થતાં પરિવર્તનો અને વિકાસ પરત્વે ઉમેદવારની રુચિ અને સતર્કતાનું પરીક્ષણ કરવાનો છે. કોઇ ઉમેદવારની પાસે વૈજ્ઞાનિક કે વિજ્ઞાન વિશેષજ્ઞની માફક જવાબ લખવાની આશા રાખવામાં આવતી નથી. કોઇ પણ ટોપિક પર એક સામાન્ય વિચાર રજૂ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. આ ખંડનો અભ્યાસક્રમ સ્પષ્ટ દર્શાવાયો ન હોવાથી તેના વિભિન્ન પેટામુદ્દાની પસંદગીમાં મુશ્કેલી થવી સ્વભાવિક છે.
અત્યાર સુધી પૂછાયેલા પ્રશ્નો મુજબ બાયોટેક્નોલોજી, ઇન્ફર્મેશન ટેક્નોલોજી (I.T.), અંતરિક્ષ તથા સંદેશાવ્યવહાર પદ્ધતિ, પરમાણુ ઊર્જા, (IAEA), પરમાણુ ઊર્જા શિખર પરિષદો, વિવિધ અણુ સંધિઓ વગેરે અત્યંત મહત્વપૂર્ણ છે.
ઉપરોક્ત વિષય વસ્તુઓનું અર્થતંત્ર જેવા કેન્દ્રીય મહત્વના વિષયના વિભિન્ન સંદર્ભોમાં કઇ અસરો થશે તે જોવામાં આવે છે. મુખ્ય પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ઉદાહરણરૂપ સંદર્ભગ્રંથો અને સાયન્સ અને ટેક્નોલોજીના મહત્વના વિષયક્ષેત્રો આ મુજબ છે: ‘ ભારતીય અર્થવ્યવસ્થા: દત્ત, સુંદરમ્ ‘ ભારતીય અર્થવ્યવસ્થા: મિશ્ર, પૂરી ‘ આર્થિક સર્વેક્ષણ (Economic Survey) અધ્યતન અંક- ભારત સરકાર. ‘ ‘ભારત’ ઇયરબુક- પ્રકાશન વિભાગ, ભારત સરકાર, સંબંધિત પ્રકરણો. ‘ ‘યોજના’ તથા ‘ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી’ જેવા મેગેઝિનો ‘રાષ્ટ્રીય સ્તરના કોઇ એક મુખ્ય, આર્થિક વર્તમાનપત્ર, આર્થિક મેગેઝિન ‘ વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વ્યાપ. સામાન્ય વિજ્ઞાનમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર તથા જીવવિજ્ઞાનનો સમાવેશ થાય છે.
તેમાં પણ જીવવિજ્ઞાનને માકર્સની દ્રષ્ટિએ વિશેષ મહત્તા મળે છે. એટલે કે તેના વધુ પ્રશ્નો પૂછાય છે. આ પ્રશ્ન જીનેટિક એન્જિનિયરિંગના અધ્યતન વિકાસની જાણકારી વિશેષ રીતે અપેક્ષિત હોય છે. ‘સામાન્ય વિજ્ઞાનમાં વ્યવહારુ પ્રશ્નોને વધુ મહત્વ અપાય છે. ‘ ભૌતિક વિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનમાં સંબંધિત સંકલ્પનાઓ પર જ વધુ ધ્યાન અપાય છે.બાયોટેક્નોલોજી, જિનેટિક એન્જિનિયરિંગ ઉપરાંત મહત્વપૂર્ણ મુદ્દાઓમાં કોષવિજ્ઞાન, વનસ્પતિ ક્રિયા, પરિસંચરણ તંત્ર, શ્ચસનતંત્ર, ઉત્સર્જનતંત્ર, ચેતાતંત્ર, પ્રજનનતંત્ર, અંત:સ્રાવીતંત્ર, આનુવંશિકતા, પોષણ, હાડકાં અને માંસપેશીઓ, સ્વાસ્થ્ય અને રોગ, વિવિધ સ્વાસ્થ્ય સંગઠનોની માહિતી વગેરેનો સમાવેશ થાય છે.
સંદર્ભગ્રંથોની યાદી: ‘એન.સી.ઇ.આર.ટી.ના ધોરણ ૮થી ૧૨ના પુસ્તકો. ‘માનવયંત્ર (ધ હ્યુમન મશીન, નેશનલ બૂક ટ્રસ્ટ) ‘ભારતના સંદર્ભમાં બાયોટેક્નોલોજીનું ક્ષેત્ર વિસ્તરી રહ્યું છે. આ ક્ષેત્ર તથા સાયન્સ અને ટેક્નોલોજીના અન્ય વિભિન્ન મુદ્દાઓના મુખ્ય પરીક્ષાના સંદર્ભમાં સમીક્ષા આવતા અંકે કરીશું. સર્વેને શુભકામનાઓ.
સ્પાર્ક પ્લગ: બેફામ થાકી જનારાંમાં જે બંદો બે કદમ Extra ભરે છે તે જ બાજીગર બને છે! અને તે બાકીની તમામ જિંદગી માટે માનસિક Comfort નો હક્કદાર બને છે!
No comments:
Post a Comment