Monday, July 5, 2010

કેવી રીતે રહેવુ ભણવામાં અવ્વલ?

આજે દરેક વિદ્યાર્થિ પર એ દબાવ છે કે તે પરિક્ષામાં સારામા સારો દેખાવ કરે. પરંતુ ઘણા પ્રયાસો પછી પણ ઘણા વિદ્યાર્થીઓ તેની ક્ષમતા અનુસાર પ્રદર્શન કરી નથી શક્તા. ક્યાં છે આની પાછળના કારણ? થોડા સરળ ઊપાયો દ્વારા સાધારણ વિદ્યાર્થી પણ સફળતા પ્રાપ્ત કરી શકે છે. મહાનગરીય વ્યવસ્થામાં આવાસીય સ્થાન થોડી જગ્યાવાળા હોય છે. પરંતુ તો પણ વિદ્યાર્થીએ આ વ્યવસ્થા જમાવવી જોઇએ કે ભણવાના સમયે તેનુ



મોઢુ પૂર્વ દિશાની તરફ હોવુ જોઇએ. ભણવાના સમયે હાથ-પગ-મોઢુ ધોઈને પૂર્વ દિશામાં મોઢુ રાખીને ભણવુ. પૂર્વ દિશા સંભવના હોય તો ઉતર અથવા પષ્ચિમમાં મોઢુ રાખવુ. દક્ષિણમાં ક્યારેય ના રાખવુ. ભણવાના સમયે સ્વચ્છ અને ઢીલા કપડા પહેરવા.સ્ટડી રૂમમા ગાયત્રી માતા, સરસ્વતિ, ગણેશના ફોટા લગાવવા.

No comments: