ચાર્લ્સ ડિકન્સ નાનપણથી જ લેખક બનવા માંગતા હતા. પરંતુ તેઓ અત્યંત ગરીબ હતા.તેમના પિતાએ ઉછીના પૈસા ન ચુકવતા તેમને જેલમાં જવું પડ્યું હતું. ચાર્લ્સના માથે મુસીબતોનો પહાડ ટૂટી પડ્યો હતો. એક દિવસ ઉદાસ બેઠેલા ચાર્લ્સ પાસે એક સજ્જન આવ્યા.
ચાર્લ્સને નાનપણથી જ લખવાનો ભારે શોખ. એક સજ્જન દ્વારા જ્યારે ચાર્લ્સને પૂછવામાં આવ્યું કે તમે શું લખવાનું વિચાર્યું છે ત્યારે તેમણે જવાબ આપ્યો કે ઘર ખાલી , પેટ ખાલી તો હું શું લખું?
ત્યારે સજ્જને ચાર્લ્સને જવાબ આપ્યો તારું ખાલી ઘર અને ખાલી પેટ ભરવા તારે જાતે જ મહેનત કરવી પડશે. આ વાત સાંભળીને ચાર્લ્સે સંકલ્પ કર્યો કે અડગ ઈચ્છાશક્તિ દ્વારા કંઈ પણ કરી શકાય છે.થોડાક સમય પછી તેમને એક ગોડાઉનમાં લેબલ ચોંટાડવાનું કામ મળી ગયું. ત્યાં ઉંદર બહુ હતા અને દુર્ગંધના લીધે થોડો સમય બેસવું પણ મુશ્કેલ હતું. પરંતુ પરિવાર માટે થઈને ચાર્લ્સે એ કામ સ્વાકારી લીધું.
કામ સિવાયના સમયમાં ચાર્લ્સ લેખ લખતા અને પત્રિકાઓમાં પોતાનો લેખ છપાવતા. એક દિવસ તેમનો એક લેખ એક મેગેઝિનમાં પ્રકાશિત થયો. આ લેખની ઘણી પ્રશંસા થઈ.સંપાદકે ચાર્લ્સના લેખનમાં નવો ઉત્સાહ અને પ્રાણ પૂર્યા. તેઓ વધુ મહેનત કરીને લેખ લખવા લાગ્યા અને ધીરે ધીરે સુપ્રસિદ્ધ લેખક બની ગયા. તેમણે યશની સાથે સાથે ખૂબ ધન કમાયું.
સાર એ છે કે સાધનોનો અભાવ અને સંઘર્ષ આવવાથી દ્ઢ સંકલ્પશક્તિ વધે છે.આ સમગ્ર સંસાર મનુષ્યના સંકલ્પ અને ઈચ્છાશક્તિ દ્વારા જ ચાલે છે. અંતે એક જ વાત મનમાં રાખવી કે દુર્બળ વિચારોને જાકારો આપીને સંકલ્પવાન બનવું જ એ જ સફળતાની નિશાની છે.
No comments:
Post a Comment