Monday, July 5, 2010

જન્મકુંડળીના ગ્રહો અને કારકિર્દી..

વ્યવસાય અને નોકરી બાબતે જાણવા જન્મકુંડળીનો દસમ ભાગ અર્થાત્ દસમું કર્મસ્થાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે



વ્યવસાય અને નોકરીમાં સફળતા કે નિષ્ફળતાનો પ્રશ્ન આજના આબાલવૃદ્ધ સૌને મૂંઝવતો અને સળગતો પ્રશ્ન કહેવાય. વ્યવસાયની પસંદગીમાં જયોતિષની ભૂમિકા અતિ મહત્વની છે. સફળતા નામના રથને બે પૈડાં હોય છે. એક પ્રયત્ન અને બીજું ભાગ્ય. પુરુષાર્થ અને ભાગ્ય બંને પૈડાં જો માનવીને સાથ આપે તો તે માનવી સફળ બને. દા.ત. તમે કોઇ વ્યક્તિને મળવા ટેલિફોન કરો અને ટેલિફોન પર તમને તે વ્યક્તિ મળવાનો સમય જણાવી દે તે બાબતને તમારો પ્રયત્ન કહેવાય અને તમે તેની ઓફિસે પહોંચો ત્યારે અનિવાર્ય સંજોગોને કારણે તે વ્યક્તિ તમને મળે તો તે તમારું ભાગ્ય અને ના મળે તો કમભાગ્ય કહેવાય.



વ્યવસાય અને નોકરી બાબતે જાણવા જન્મકુંડળીનો દસમ ભાગ અર્થાત્ દસમું કર્મસ્થાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જાતકના વ્યવસાય-નોકરીના નિર્ણય પર આવતા પહેલાં લગ્ન, ચંદ્ર અને સૂર્યથી વ્યક્તિનું દસમું સ્થાન તપાસવું જરૂરી છે. સામાન્ય રીતે લગ્નથી દસમો ભાવ બળવાન બનતો હોય તેવી વ્યક્તિ પોતાના પરિશ્રમ અને શારીરિક શ્રમથી આજીવિકા મેળવે છે. ચંદ્ર કુંડળીથી દસમું સ્થાન જે વ્યક્તિનું બળવાન હોય તે જાતક પોતાની બુદ્ધિ પ્રતિભાથી વ્યવસાયમાં સફળતા મેળવે છે.



જે જાતકનો દસમો ભાવ સૂર્ય લગ્નથી બળવાન હોય તેવો જાતક પોતાના ધનથી ધન ખેંચે છે. દસમો ભાવ-દસમા સ્થાનમાં આવેલા ગ્રહો-દસમા સ્થાનના માલિક અને દસમા ભાવ પર ગ્રહોની દ્રષ્ટિના આધારે વ્યક્તિના વ્યવસાય અને નોકરી બાબતે નિર્ણયો પર આવી શકાય છે. ઉપરાંત કુંડળીમાં જે ગ્રહ બળવાન હોય તેના આધારે પણ આજીવિકા-વ્યવસાય-નોકરીનું માર્ગદર્શન મેળવી શકાય છે. ક્યા ગ્રહ સાથે કયો વ્યવસાય-નોકરી સંકળાયેલા છે તે અહીં જણાવ્યું છે તેના આધારે આપ આપનું ક્ષેત્ર નક્કી કરી શકો છો.



સૂર્ય : સોનું, અનાજ, ગોળ, તેલ, વીજળીનો સામાન, ફોટોગ્રાફી, લાલ પથ્થર, સુગંધિત વસ્તુ, સટ્ટો, આડત, દલાલી, ઠેકેદારી, ઊન, આયાત-નિકાસ, અગ્નિશામક યંત્રો, કેમિસ્ટ, વાહનવ્યવહાર, ઇન્જિનિયરિંગ, ઝવેરાત, ઔષધ અને તબીબી વિજ્ઞાન.



ચંદ્ર : કરિયાણાનો વેપાર, ફેન્સી સ્ટોર, રમકડાંનો ધંધો,



રેડીમેડ, દહીં, દૂધ, ડેરી, પ્રવાહી પદાર્થ, ટ્રાવેલિંગ, વિદેશ વેપાર, ફળોનાં રસ, પીણાં, ડ્રાઇવિંગ, વકીલાત, ચોખાનો ધંધો, રેલવે, સિંચાઇ વિભાગ, ગ્લાસવેર વગેરે.



મંગળ : જંગલમાં ઉત્પન્ન થતી પેદાશ, ભોજનાલય, ખાણ



ઉદ્યોગ, જમીન લે-વેચ, બાંધકામ, ફટાકડા, રસાયણ, ભૂમગિત પેદાશો, વીજળીનો સામાન, વાસણો, લાલ વસ્તુ, ઇંટો, પોલીસ વિભાગ, સંરક્ષણ- સેના વિભાગ, ફાયર બ્રિગેડ, દૂતાવાસ, વિદેશ વિભાગ, પાકેલાં ફળનો વેપાર, ખેતી વિષયક ધંધો વગેરે.



બુધ : શેરબજાર, સટ્ટાબજાર, લાકડું, ફર્નિચર, તમાકુ, રેડિયો, ટીવી અને સંદેશા વ્યવહાર, દલાલી, સેલ્સમેનશપિ, પુસ્તકો, છાપકામ, વકીલાત, ન્યાયતંત્ર, સી.એ., ફાઇનાન્સ, બેંક, પોસ્ટઓફિસ, જડીબુટ્ટી, ઇન્સ્યોરન્સ વિભાગ.



ગુરુ : ધર્મ, પ્રવચન, શિક્ષણ, ખનીજ સંબંધિત વેપાર, લેખનકાર્ય, આભૂષણ, પીળી વસ્તુઓ, ચણા, સરસવ, જનસંપર્ક વિભાગ, ન્યાયાધીશ, કોઠારી, નંગ-રત્નો વગેરે.



શુક્ર : મીઠાઇ, કપડાં, આભૂષણ, સૌંદર્ય પ્રસાધન, બ્યુટિપાર્લર, ફર્નિચર, વ્યાજ પર નાણાં ધીરનારનો ધંધો, કોન્ટ્રાક્ટર, હોટલ, ફેન્સી સ્ટોર્સ, ફિલ્મ, ટી.વી., અભિનય, સંગીત, કલા, નૃત્ય, કામુકતાને લગતી ઔષધીઓ, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ, સુગંધિત દ્રવ્ય, અગરબત્તી, મનોરંજન, યાત્રા, ટુરિસ્ટ કંપની વગેરેના ધંધા-વ્યવસાય.



શનિ : લોખંડ, તેલ, રબર, કાળી વસ્તુઓ, લોખંડના સ્પેરપાટ્ર્સ, કોલસો, ડામર, ચામડું, પથ્થર, દારૂ, ડ્રગ્સ, ગેસનો ધંધો અને ડિટેક્ટિવ એજન્સી વગેરે.



રાહુ : લાકડું, તંત્ર-મંત્ર, અગમ-નિગમ, દરજીકામ,



એડવટાઇઝમેન્ટ, અગર તો જન્મકુંડળીમાં રાહુ જે શનિ અગર ગ્રહ સાથે બેઠો હોય તે ગ્રહના કાર્યક્ષેત્રમાં આવતા ધંધા-વ્યવસાય.



કેતુ : કેતુનું કાર્યક્ષેત્ર રાહુ સમાન ઉપર જણાવ્યા મુજબ સમજવું.



આ ઉપરાંત જન્મકુંડળીમાં ગ્રહો એકબીજાની યુતિમાં હોય ત્યારે ધંધા-વ્યવસાય-નોકરી બાબતે અર્થઘટન અલગ અલગ હોય છે તેની ચર્ચા ફરી ક્યારેક કરીશું.

No comments: