Monday, July 5, 2010

વશમાં કરે છે કામદેવ મંત્ર..

જ્યારે કોઇ વ્યક્તિને કોઇની સાથે પ્રેમ થઇ જાય અથવા પરણિત સ્ત્રી કે પુરુષની વચ્ચે મનભેદ કે સંબંધોમાં કડવાસ હોય અને કોઇ યુવક યુવતી પોતાનાં સાથીને મનાવવા માંગતા હોય જેને લઇને અનેક પ્રયત્નો કરવાં છતાં મન મુજબ પરિણામ નથી મળતું ત્યારે આવા લોકો માટે તાંત્રિક ક્રિયા દ્વારા મંત્રનો જાપ કરવોનાં પ્રયોગ બતાવવામાં આવ્યા છે. જેનાથી કોઇપણ વ્યક્તિ પોતાનાં સાથીને પોતાની તરફ આર્કષિ શકે છે.



ધર્મશાસ્ત્રોમાં કામદેવને પ્રેમ, સૌંદર્ય અને કામનો દેવ માનવામાં આવે છે. એટલે જ તો પ્રેમ સંબંધોમાં કામદેવની ઉપાસના અને આરાધના નું મહ્ત્વ રહેલું છે. આ જ બાબતે તંત્રવિજ્ઞાનમાં કામદેવ વશીકરણ મંત્રનો જાપ કરવાનું મહત્વ આંકવામાં આવ્યું છે. આ મંત્ર હાનિરહિત હોવા છતાં ખુબ જ માનવામાં આવે છે.



"ॐ नमः काम-देवाय। सहकल सहद्रश सहमसह लिए वन्हे धुनन जनममदर्शनं उत्कण्ठितं कुरु कुरु, दक्ष दक्षु-धर कुसुम-वाणेन हन हन स्वाहा"



કામદેવનાં આ મંત્રને સવારે, બપોર અને રાત્રે એમ દિવસમાં ત્રણ વાર એક એક માળા જાપ કરવી. કહેવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી એક મહિનામાં જ સફળતા પ્રાપ્ત થાય છે. મંત્ર સિધ્ધ થયા પછી તમે મનમાં મંત્રનો જાપ કરી જેની સામે પણ દેખશો તે તમારી તરફ આર્કષાસે..

No comments: