Monday, May 3, 2010

માત્ર સંભોગ કરવાથી પરમસુખ નથી મળતું......


Healthજાતીય પરાકાષ્ઠા સંભોગની અનેરી અને આનંદદાયી ક્ષણ છે. જે જાતીય જીવનની સફળતામાં મહત્વનો ભાગ ભજવે છે. ૭૦ ટકા મહિલાઓ એકલા સંભોગને લીધે થતી ઉત્તેજનાથી જાતીય પરાકાષ્ઠાએ પહોંચતી નથી. સમાગમ દરમિયાન ચરમોત્કર્ષ સુધી પહોંચી તેનો પરમ આનંદ માણવો દરેક મહિલાનું સ્વપ્ન હોય છે. સંભોગ બાદ ચરમ સુખનો આહ્લાદક અનુભવ કરવા માટે જાત પર દબાણ કરવાથી તમે તેના આનંદથી દૂર ધકેલાતા જાવ છો. કેટલાક દંપતીઓમાં તેના લીધે મતભેદો સર્જાય છે.



પરાકાષ્ઠા (ઓર્ગેઝમ) માણસની આહ્લાદક અનુભૂતિની સર્વોચ્ચતા દર્શાવે છે. ‘ઓર્ગેઝમ’ શબ્દ મૂળ ગ્રીક શબ્દ ઓર્ગેઓસ પરથી આવ્યો છે. તેનો અર્થ કામોત્તેજનામાં તીવ્ર વધારો થવો અને જ્ઞાનતંતુઓ દ્વારા સાંકેતિક રીતે અપાતો વિસ્ફોટક પ્રતિભાવ છે.



પરાકાષ્ઠા શા માટે? : કુદરતે આપણને આનંદ માણવા માટે સંવેદનશીલતાની સાથે આનંદ તથા પ્રજોત્પત્તિ એમ બેવડા લક્ષ્ય મૂક્યા છે. મનુષ્ય વીર્યના નિકાલ માટે નહીં, પરંતુ પરાકાષ્ઠા સુધી પહોંચવા માટે સેકસ માણે છે.



જ્યારે વ્યક્તિમાં જાતીય ઇચ્છા પેદા થાય ત્યારે તે જાતીય અવસ્થામાં પ્રવેશે છે. આ પરિસ્થિતિમાં ગુપ્તાંગ જ ક્રિયાનો આધાર બની જાય છે. આ મનોજૈવિક ઉત્તેજના મગજમાં રહેલા સેકસના કેન્દ્રોને ઉત્તેજિત કરે છે. જેના દ્વારા મોકલાયેલા આવેગો આનંદની અનુભૂતિ કરાવે છે. આ આવેગો જનનેન્દ્રિયો સુધી પહોંચે ત્યારે લોહીના પ્રવાહમાં વધારો થવાથી તેમાં લોહીનો ભરાવો થાય છે. પુરુષોમાં આ ક્રિયાને શિશ્નોત્થાન, જ્યારે મહિલાઓમાં સ્નિગ્ધતા કહે છે. ઉત્તેજના જાતીય ઉન્માદમાં વધારો કરે છે જે પરાકાષ્ઠામાં પરિણમે છે.



પરાકાષ્ઠાનું વર્ણન : ભલે લોકો પરાકાષ્ઠાને અલગ અલગ રીતે વર્ણવે કે જુદા જુદા નામથી ઓળખાવે, વાસ્તવમાં તે પરમ આનંદનો અવર્ણનીય અહેસાસ છે, જેની અનુભૂતિ બાદ તમામ ઇચ્છાઓ ગૌણ બની જાય છે. રસપ્રદ બાબત એ છે કે જુદા જુદા સમુદાય, સામાજિક, સાંસ્કૃતિક વારસા તથા ભાષાકીય પ્úષ્ઠભૂમિ ધરાવતા લોકો પણ પરાકાષ્ઠાના અનુભવને વ્યકત કરવા તથા તેનું વર્ણન કરવા માટે અસમર્થ છે. જોકે આ તમામ લોકો એક બાબતે સહમત થાય છે કે આ એક દૈવી આશીર્વાદ અને સમાધિમય અનુભવ છે.



વાસ્તવિકતા : મહિલાઓ માત્ર સંભોગથી પરાકાષ્ઠા નથી અનુભવતી કારણ કે યોનિના ત્રીજા ભાગમાં જ્ઞાનતંતુઓ સંવેદનહીન હોય છે. આનો અર્થ એ છે કે શિશ્નપ્રવેશનો આનંદ માણતી મહિલાઓમાં તીવ્ર ઉત્તેજના પેદા કરવા માટે શિશ્ન ચોક્કસ લંબાઇનું હોવું જરૂરી નથી. યોનિના બહારના ભાગને હાથથી સ્પર્શીને પણ પુરુષ સ્ત્રીને ઉત્તેજિત કરી શકે છે. જે મહિલાઓ માત્ર સંભોગથી જ પરાકાષ્ઠા સુધી પહોંચે છે, તેમને વધારે ઉત્તેજિત કરવી પડે છે કારણ કે સંભોગથી અપ્રત્યક્ષ રીતે ભગ્નશિશ્ન ઉત્તેજિત થાય છે.



અપ્રત્યક્ષ ઉત્તેજનથી સ્ખલન કરતાં પુરુષોને બાદ કરતા મોટા ભાગના પુરુષો શિશ્નનું પ્રત્યક્ષ ઉત્તેજન જ પસંદ કરે છે. મહિલાઓમાં ભગ્નશિશ્નની ઉત્તેજનામાં પણ આમ જ બને છે. કોઇ પણ વ્યક્તિ માત્ર એકલા જનેન્દ્રિયોની ઉત્તેજનાથી પરાકાષ્ઠા પામી શકતો નથી.પરાકાષ્ઠા સુધી પહોંચવા માટે કામોદ્દીપક કેન્દ્રો

સુંદર અપરિચિત મહિલા પુરુષના સ્ટ્રેસના હોર્મોન્સમાં તીવ્ર વધારો કરી શકે છે..........


Woman can increase human stressજોકે, હોર્મોન્સનો આ વધારો પુરુષના આરોગ્ય માટે ખરાબ છે.



એક નવા અભ્યાસમાં દાવો કરાયો છે કે સુંદર અજાણી મહિલા પુરુષના સ્ટ્રેસ(તાણ)ના હોર્મોન્સનાં સ્તરમાં ઝડપી વધારો કરી શકે છે અને આ વધારો પુરુષના હ્રદય માટે ખરાબ પણ સાબિત થઇ શકે છે. સ્પેનના સંશોધનકર્તાઓએ શોધી કાઢ્યું છે કે પોતે મહિલા જેવો દેખાવડો કે સુંદર નહિ હોવાનું વિચારનારા પુરુષમાં ચિંતાના સ્તરમાં રોકેટગતિએ ઉછાળો આવી શકે છે. યુનિવર્સિટી ઓફ વેનેશિયા ખાતેના સંશોધનકર્તાઓએ જણાવ્યું છે કે પુરુષના સ્ટ્રેસના હોર્મોન્સનું સ્તર એટલી હદે ઊંચું જાય છે કે તેની હાર્ટએટેક અથવા લકવાના હુમલો આવી શકે તેવી શકયતા રહેલી છે.



સંશોધનકર્તાઓએ જણાવ્યું હતું કે લાંબા સમય સુધી ફિઝિકલ અથવા સાઇકોલોજિકલ સ્ટ્રેસ રહેવાથી કોર્ટિસોલના સ્તરમાં ભારે વધારો થાય છે. જે આરોગ્ય પર પ્રતિકૂળ અસર કરે છે. જેના કારણે ડાયબિટીસ, હાઇપર્ટેન્શન અને કમજોરી જેવી વિવિધ પ્રકારની બીમારી થાય છે.



આ અભ્યાસ માટે સંશોધનકર્તાઓએ, ૮૪ પુરુષ વિદ્યાર્થીઓ પર પ્રયોગ કર્યો હતો અને સુંદર અજાણી મહિલાઓ સાથે તેમને છોડતાં પહેલાં અને પછીનાં તેમના કોર્ટિસોલનું સ્તરને ચકાસ્યું હતું. સંશોધનમાં એ બહાર આવ્યું હતું કે બે પુરુષ એકસાથે હતા ત્યારે તેઓનાં કોર્ટિસોલનું સ્તર એક સરખું હતું, પણ એક પુરુષને આકર્ષક મહિલા સાથે છોડ્યાં પછી તેના કોર્ટિસોલના સ્તરમાં અતશિય વધારો થયો હતો.



સંશોધનકર્તાઓએ જણાવ્યું હતું કે આ અભ્યાસમાં અમે વિચાર્યું છે કે આકર્ષક મહિલાના હાજરીમાં મોટાભાગના પુરુષ એવી ધારણામાં હોય છે કે તેઓને સંવનનની તક મળશે. જયારે કેટલાક પુરુષો આવી આકર્ષક મહિલાઓને ટાળતાં હોય છે. કારણ કે તેઓ કદાચ એવું વિચારતાં હોય છે કે મહિલા જેટલાં તેઓ આકર્ષક નથી.


હૃદયની ઉંમર બતાવશે ઓનલાઈન ટૂલ.........


ન્યૂઝીલેન્ડની ઓકલેન્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ હૃદયની સાચી ઉંમર બતાવવા માટે એક ઓનલાઈન ટૂલ બનાવ્યું છે. www.knowyournumbers.co.nz નામની એક વેબસાઈટ પર કેટલાક સવાલોના જવાબ આપીને તમે એ જાણી શકો છો કે તમને હાર્ટએટેક કે સ્ટ્રોકની કેટલી સંભાવના છે.



હૃદયની એકદમ સચોટ માહિતી મેળવવા માટે તમે તમારું બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર જાણતા હોવા જોઈએ.


લાંબા આયુષ્ય માટે ભરપૂર ઊંઘ લો.....


Take sound sleepજો તમે લાંબુ આયુષ્ય ભોગવવા માંગો છો તો દરરોજ ઓછામાં ઓછી સાત કલાકની ઊંઘ લેવી જરૂરી છે.



બ્રિટશિ ડોક્ટરોએ એક સંશોધન બાદ જણાવ્યું છે કે, ઓછું ઊંઘતા લોકોના જીવને વધુ જોખમ રહેલું હોય છે. વોરવિક યુનિવર્સિટી અને ઇટાલીના વિજ્ઞાનીઓએ જણાવ્યું છે કે પાંચ કલાક કે તેના કરતાં ઓછી ઊંઘ લેતા લોકોનું સમયથી પહેલાં મૃત્યુ થવાની સંભાવના સાતથી આઠ કલાક ઊંઘતા લોકોની સરખામણીએ ૧૨ ટકા વધુ હોય છે.



સંશોધનકર્તાઓ અનુસાર, આઠ કલાક કરતાં વધારે ઊંઘવું પણ જોખમી છે. તેનાથી ગંભીર બીમારીઓનો ભોગ બનીને મૃત્યુને ભેટવાની સંભાવના વધી જાય છે. સ્લીપ ટુડે નામના જર્નલમાં પ્રકાશિત આ સંશોધનમાં વયસ્કોની સાથે યુવાનોનો પણ સમાવેશ કરાયો હતો.

એ પત્ર કોણે લખ્યો?.......


letterદરરોજ કોલેજ બાદ મિત્રો સાથે લાયબ્રેરીમાં બેસીને ગહન વાંચન કરવું અને કાયદાશાસ્ત્રના વિવિધ પુસ્તકોનો અભ્યાસ કરવો તે નિશાંત પટેલનો શોખ હતો. ભવિષ્યમાં એક સારા વકીલ બનવાની તમન્ના તેમને એક નાના ગામડામાંથી અમદાવાદ ખેંચી લાવી હતી. અહીં ગુજરાત યુનિવર્સિટીના સ્કૂલ ઓફ લો માં તે કાયદાશાસ્ત્રનો ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો હતો.

એલએલએમનું પહેલું વર્ષ તો જોતજોતામાં વીતી ગયું પરંતુ હવે બીજુ વર્ષ કારકિર્દીની દ્રષ્ટિએ મહત્વનું પુરવાર થાય તેમ હતું. અને પરિક્ષાની તારીખો નજીક આવી રહી હતી. અર્જૂનને જેમ પક્ષીની આંખ દેખાતી હતી તેમ નિશાંતને કોર્ટ દેખાતી હતી. સારા વકીલ બનવાની ચાહમાં નિશાંતે ક્યારેય આડું અવડું જોયું નહોંતું પરંતુ શાલીની પહેલા વર્ષથી નિશાંતને અને તેની મહેનતને જોઇ રહી હતી.

શાલીનીનો અભ્યાસ અને ઉછેર અમદાવાદમાં જ થયો હતો. શાલીનીના પપ્પાનો જ્વેલરીનો બિઝનેસ હતો અને શાલીની તેમની એકમાત્ર સંતાન હતી. શાલીની હંમેશા કાર લઇને કોલેજે આવતી હતી અને ઘણીવખત કોલેજ પુરી થયા પછી નિશાંતને લાયબ્રેરી સુધી લિફ્ટ આપતી હતી. તો ક્યારેક નિશાંત સાથે લાયબ્રેરીમાં વાંચવા પણ જતી હતી.

લાયબ્રેરીમાં નિશાંત હંમેશા તેના મિત્રો કરતાં અલગ બેસતો હતો કારણ કે મિત્રોની વાતોથી નિશાંતના વાંચનમાં ખલેલ પહોંચતી હતી. નિશાંત અભ્યાસ પ્રત્યે ગંભીર હતો પરંતુ તેના મિત્રોનું કામ તેનાથી ઉલટું હતું. નિશાંત સારા માર્કસથી પાસ થવા માટે વાંચતો હતો જ્યારે તેના મિત્રો પાસ થવા માટે.

હવે પરિક્ષાની તારીખ જાહેર થઇ ચૂકી હતી અને બધા મિત્રો જાણતા હતા કે હવે ટૂંક સમયમાં તેઓ છુટા પડવાના છે. આથી મિત્રો હવે દિવસેને દિવસે વધુ મસ્તીખોર થઇ રહ્યા હતા તો નિશાંત ગંભીર.

એક દીવસ મિત્રોએ તેનાથી દૂર બેસતા મિત્ર નિશાંતની મસ્તી કરવાનું નક્કી કર્યું. આ માટેનો પ્લોટ ઘડ્યો ગજેન્દ્રસિંહ ઉર્ફે બાપુએ પ્લોટ ઘડ્યો તેની સ્ક્રીપ્ટ લખી મનને અને સક્રીપ્ટમાં જરૂરી ફેરફાર કરી ફાયનલ ટચ આપ્યો ભવ્યએ. મસ્તી ખાતર આ ત્રણે મિત્રોએ શાલીનીના નામે નિશાંતને પ્રેમપત્ર લખ્યો અને નિશાંત પાણી પીવા બહાર ગયો ત્યારે હળવેથી તેની બુક વચ્ચે તેને મુકી દીધો. જોગાનુજોગ તે દિવસે શાલીની પણ લાયબ્રેરીમાં હતી.

નિશાંતે આ પત્ર વાંચ્યો અને ચોંક્યો અને તરત દૂર બેઠેલા ત્રણે મિત્રો પાસે આવ્યો અને પત્ર અંગે પુછપરછ કરી. ત્રણે મિત્રોએ બનાવટી સોગંદખાઇને નિશાંતને સમજાવ્યો કે આ પત્ર તેઓએ નથી લખ્યો અને અત્યારે પરિક્ષાના સમયે આવા પ્રેમપત્ર લખવા માટે કોનીપાસે સમય છે. મિત્રોએ નિશાંતને એ પણ કહ્યું કે તને પ્રેમપત્ર લખીને હેરાન કરવા કરતાં તો કોલેજની કોઇ કન્યાને પત્ર ન લખીએ. નિશાંતને પણ મિત્રોની આ દલીલ ગરમ શીરાની જેમ ગળે ઉતરી ગઇ.

આ વાતને થોડા દિવસો વિતી ગયા હતા અને હવે બધા મિત્રોની જેમ નિશાંત પણ આ વાતને ભૂલી ગયો હતો જ્યારે શાલીનીને તો આ આખી ઘટનાની ખબર જ નહોંતી. હવે પરીક્ષાને ગણતરીના દિવસો બાકી રહ્યા હતા આથી નિશાંત વહેલો લાયબ્રેરીમાં આવી જતો હતો જ્યારે તેના મિત્રો નિરાંતે આવતા હતા અને બાજૂના બિલ્ડીંગમાં બેસતા હતા.

એક દિવસ બપોરે નિશાંત બાજૂના બિલ્ડીંગમાં ટેબલ પર માથુ નાખીને સુઇ રહેલા બાપુ, મનન અને ભવ્ય પાસે આવ્યો અને તેને બહાર લઇ ગયો. બધા મિત્રોને આશ્વર્ય હતું કે ઘડીયાલના કાંટે ચા પીવા આવતા આ નિશાંતને અત્યારે વળી ક્યું કામ આવી પડ્યું કે આમ બધાને ભેગા કર્યા છે.

મિત્રોને સંબોધીને નિશાંતે કહ્યું કે આજે મને ફરી એક પ્રેમપત્ર મળ્યો છે. અને મને ખબર છે કે આ કારસ્તાન તમારા લોકોનું જ છે. કારણ કે તમે નથી ઇચ્છી રહ્યા કે હું આગળ વધુ અને એક સારો વકીલ બનું. તમે બધા મને માનસિક રીતે હેરાન કરીને પરિક્ષામાં મને ઓછા માર્કસ આવે તેવી પેરવી કરી રહ્યા છો.

બધા મિત્રોની હાલત કાપો તો લોહી ન નિકળે તેવી થઇ ગઇ હતી. પરંતુ વાતાવરણને ગંભીર થતું જોઇ બાપુએ કહ્યું કે જો નિશાંત પહેલો પત્ર અમે ત્રણેએ લખ્યો હતો તે વાત અમે કબુલીએ છીએ અને તે લખવા પાછળનો અમારો ઇરાદો ફક્ત મસ્તીનો હતો તને હેરાન કરવાનો નહીં. અને આ બીજો પત્ર અમે નથી લખ્યો. અને તું એ પત્રના અક્ષર સાથે અમારા અક્ષર સરખાવી શકે છે. પરંતુ ગુસ્સે ભરાયેલા નિશાંતને હવે શાંત પાડવો અધરૂ હતું. તે હાથ પછાળતો ત્યાંથી ચાલ્યો ગયો.

પહેલી વખત પત્ર મેળવીને જેમ નિશાંત ચોંક્યો હતો તેમ હવે ચોંકવાનો વારો હતો ત્રણે ટીખળીખોર મિત્રોનો કે આ પત્ર કોણે લખ્યો. શું તે પત્ર શાલીનીએ લખ્યો હશે ? શું તે કોલેજની અન્ય કોઇ કન્યાએ લખ્યો હશે ? કે આપણી જેમ અન્ય કોઇ મિત્રોએ નિશાંતની મજાક કરી હશે. અને જો ખરેખર આ પત્ર શાલીનીએ લખ્યો હશે તો તેણે પત્ર દ્વારા પાઠવેલો સંદેશો વાંચ્યા વગર નિશાંતે તેને ફાડી નાખ્યો ત્યારે દૂર બેસીને જોઇ રહેલી શાલીની પર શું વિતી હશે ? આ વાતને આજે વર્ષો વિતી ગયા પરંતુ ત્રણે મિત્રોને આજે પણ આ પ્રશ્નોનો જવાબ મળ્યો નથી. (સત્ય ઘટના પર આધારીત)

લીડરશીપ માટે જ્ઞાન આવશ્યક છે.......

મહાભારત યુદ્ધના અસલી લીડર શ્રીકૃષ્ણ હતા. તેમણે પોતાના જ્ઞાનનો પરિચય અર્જુનને ગીતા સંભળાવીને આપ્યો હતો.



leadershipકોર્પોરેટ સંસ્થાનોમાં લીડરશીપ માટે મોટા-મોટા પગાર આપીને લોકોને રાખવામાં આવે છે. કેટલાક ટીમ લીડર એવા હોય છે જેમનો પાયો જ ખોખલો હોય છે, તેઓ જો ભાગ્યના જોરે કોઇ વસ્તુ પ્રાપ્ત કરી લે તો પોતાની અજ્ઞાનતાને કારણે તેને ખોઇ બેસે છે. અસલી લીડર તે હોય છે જેની પાસે જ્ઞાન પણ હોય. આવી વ્યક્તિ માત્ર સંસ્થાનું ભલું જ નથી કરતી, પોતાના સાનિધ્યમાં તે પોતાના જેવા અનેક લીડરો ઊભા કરી શકે છે.



મહાભારત યુદ્ધના અસલી લીડર શ્રીકૃષ્ણ હતા. તેમણે પોતાના જ્ઞાનનો પરિચય અર્જુનને ગીતા સંભળાવીને આપ્યો હતો. શરુઆતમાં જ સાબિત કર્યુ કે જ્ઞાન વગર કોઇ લીડર બની શકતું નથી. તેમણે જણાવ્યું કે તેમનું જ્ઞાન ગીતાનું જ્ઞાન છે, સંપૂર્ણ જીવન માટેનું સાચું જ્ઞાન. સમગ્ર યુદ્ધની યોજના, ક્રિયાન્વયન અને પરિણામમાં ગીતા જ અપનાવવામાં આવી. અર્જુનને નિમિત બનાવી શ્રીકૃષ્ણે સમગ્ર માનવસમાજના કલ્યાણ માટે ઉપદેશ આપ્યો. ગીતામાં તે વ્યક્ત થયું કે કોઇપણ પરિસ્થિતિ આવે, તેનો માત્ર સદ્ઉપગોય કરવો જોઇએ. 18 અધ્યાયોમાં શ્રીકૃષ્ણએ જીવનના દરેક ક્ષેત્રમાં ઉપયોગી સિદ્ધાંતોની વ્યાખ્યા આપી. યુદ્ધના મેદાનમાંથી ગીતા દ્વારા એક મહત્વપૂર્ણ સિદ્ધાંત અપાયો-નિષ્કામ કર્મયોગનો સિદ્ધાંત.



નિષ્કામ હોય તો સફળ થયા બાદ અહંકાર નહીં આવે અને અસફળ થવાથી દુખ નહીં થાય. નિષ્કામતાનો અર્થ છે કર્મ કરતી વખતે કર્તાભાવનો અભાવ. જે ક્રિયામાં ‘હું’ શૂન્ય હોય તે નિષ્કામ છે. મહાભારતના કુલ 18 અધ્યાય છે. તેમાં પણ અનેક ઉપપર્વ(ઉપ અધ્યાય) છે. આવા જ એક ઉપપર્વ ભીષ્મપર્વ અંતર્ગત 13માં અધ્યાયથી 42માં અધ્યાય સુધી ગીતાનું વર્ણન છે.



સંપૂર્ણ મહાભારતમાં ગીતાની પોતાની અલગ ચમક છે. એ પ્રકારે જીવનમાં, વ્યક્તિત્વમાં ‘જ્ઞાન’નું પોતાનું મહત્વ છે. શ્રીકૃષ્ણએ પાંડવોને દરેક સંકટમાંથી ઉગાર્યા અને પોતાના જ્ઞાનના બળ પર સત્યના વિજયના પક્ષમાં પોતાની ભૂમિકા ભજવી. કૌરવોના પક્ષમાં એક-એકથી ચડિયાતા યોદ્ધા હતા. જેમાં ભીષ્મ તો સર્વશ્રેષ્ઠ હતા. કર્ણ હોય કે દ્રૌણ બધા જ એ વાત સાથે સહમત હતા કે શ્રીકૃષ્ણના જ્ઞાન આગળ કોઇ કંઇ નથી. યુદ્ધમાં શસ્ત્ર ન ઉઠાવવાનો નિર્ણય શ્રીકૃષ્ણ લઇ ચૂક્યા હતા, માટે વીરતાના પ્રદર્શનનો તો કોઇ પ્રશ્ન જ ન હતો. આવામાં શ્રીકૃષ્ણનું પરાક્રમ તેમના જ્ઞાન પર આધારિત હતું અને દરેક તેમની બુદ્ધિ-કૌશલ્ય આગળ નતમસ્તક હતા. ગીતા તેનું જ પ્રમાણ છે

નવગ્રહ સંબંધિત રોગ અને રોગ નિવારણ મંત્ર..........

જન્મકુંડળીમાં બુધ મીન રાશિમાં હોય અગર મંગળ-રાહુ - શનિ સાથે હોય ત્યારે બુધ ત્રણેય દોષ ઉત્પન્ન કરે છે. બુધના દોષથી માનસિક રોગ, બુદ્ધિવિકાર, ગાંડપણ, ત્વચા રોગ, ખૂજલી, ખરજવું, ટાઇફોઇડ, કોઢ, સફેદ દાગ, ન્યુમોનિયા, મગજનો તાવના રોગ કરે છે. બુધને રીઝવવા બુધના મંત્ર-જાપ રોજ કરવા...

mantraમાનવ જીવન પર નવગ્રહોની સારી-નરસી અસરો પંચતત્ત્વો અને ત્રણ પ્રકૃતિનો (કફ-વાયુ-પિત્ત) દોષ ઊભો કરે છે. આ લેખમાં આપણે વિચારીએ કે કયો ગ્રહ જન્મકુંડળીમાં નિર્બળ હોય તો કયો રોગ કરે અને તે સંબંધિત થતા રોગનું નિવારણ કયો મંત્ર કરી શકે.

જન્મકુંડળીમાં સૂર્ય તુલા, કુંભ રાશિમાં હોય અથવા સૂર્ય શનિની દૂષિત અસરોમાં હોય તો તાવ, વાઇ, માથાનો દુખાવો, આંખો અને હૃદયની તકલીફો, પિત્તપ્રકોપ, ક્ષય થાય છે. આનાથી બચવા રોજ સવારે સૂર્યને જળ ચઢાવવું અને ‘ૐ નમો ભગવતે સૂર્યાય નમ:’ ની માળા રોજ કરવી.

ચંદ્રમા ભેજવાળો ઠંડો ગ્રહ છે. ચંદ્ર જન્મકુંડળીમાં નિર્બળ બને કે વૃશ્વિક, મકર રાશિમાં હોય અગર ચંદ્ર રાહુ-શનિ સાથે હોય તો જાતકને શરદી, ન્યુમોનિયા, ટાઢિયો તાવ, રક્ત અલ્પતા, રકતવિકાર, પીળિયો, પાણીજન્ય રોગ થાય છે. નીચેના મંત્રથી રાહત મળે છે.

હ્રીઁ દધિશંખ તુષારાભમ્ ક્ષિરોદાર્ણવ સંભવમ્

નમામી શશિનમ્ સોમમ્ શંભોરમૂકૂટ ભૂષણમ્ જન્મકુંડળીમાં મંગળ દૂષિત થાય ત્યારે પિત્તના દોષ ઉત્પન્ન કરે છે. પિત્તના કારણે તાવ, એસિડિટી, લોહીનું ઊંચું દબાણ, હિમોગ્લોબીનની ઊણપ ઉદભવે છે. મંગળ બગડે ત્યારે અંગ ભંગ, અકસ્માત, ઓપરેશન, અગ્નિનો ભય અને ઝેરથી મૃત્યુ ઉપરાંત શસ્ત્રનો ભય રહે છે. મંગળને રીઝવવા નીચેનો મંત્ર નિયમિત કરવો.

હ્રીઁ ધરણી ગર્ભ સંભૂતમ્ વિધુતકાંતિ સમપ્રભમ્કુમારમ્ શક્તિ હસ્તમ્ તમ્ મંગલમ્ પ્રણમામ્યહમ્

જન્મકુંડળીમાં બુધ મીન રાશિમાં હોય અગર મંગળ-રાહુ - શનિ સાથે હોય ત્યારે બુધ ત્રણેય દોષ ઉત્પન્ન કરે છે. બુધના દોષથી માનસિક રોગ, બુદ્ધિવિકાર, ગાંડપણ, ત્વચા રોગ, ખૂજલી, ખરજવું, ટાઇફોઇડ, કોઢ, સફેદ દાગ, ન્યુમોનિયા, મગજનો તાવના રોગ કરે છે. બુધને રીઝવવા બુધના મંત્ર-જાપ રોજ કરવા.

હ્રીઁ પ્રિયંગુ કલિકા શ્યામમ્ રૂપેણા પ્રતિમમ્ બુધમ્ સૌમ્યમ્ સૌમ્ય ગુણોપેતમ્ તમ્ બુધમ્ પ્રણમામ્યહમ્

ગુરુ નિર્બળ હોય તો કફપ્રધાન રોગ, મધુમેહ, માનસિક અસ્થિરતા, શરીર પર બિનજરૂરી ચરબી, જ્ઞાનની અલ્પતા વગેરે પરિસ્થિતિનું જીવનમાં નિર્માણ કરે છે. જન્મકુંડળીમાં ગુરુ, રાહુ, કેતુ સાથે હોય અગર કન્યા, મિથુન, વૃષભ, તુલા રાશિમાં હોય ત્યારે ગુરુનો મંત્ર નિયમિત કરવો.

હ્રીઁ દેવાનાંચ્ ઋષીણાચ્ ગુરુમ્ કાંચનસંનિભમ્ બુદ્ધિભુતમ્ ત્રિલોકેશમ્ તમ્ નમામી બૃહસ્પતિમ્

જન્મકુંડળીમાં શુક્ર વાયુ અને કફ એમ બંનેના દોષ કરે છે. જન્મકુંડળીમાં શુક્ર મેષ-વૃશ્વિક રાશિમાં હોય અગર શનિ-રાહુ સાથે હોય ત્યારે બહેરાશ, ગુપ્તાંગોના રોગ, પથરી, ડાયાબિટીસ, ગિઠયા વા કરે છે. શુક્રને બળવાન બનાવવા નીચેનો મંત્ર કરવો.

હ્રીઁ હીમકુન્દ મૃણાલાભમ્ દૈત્યાનામ્ પરમ્ગુરુમ્સર્વશાસ્ત્ર પ્રવકતારમ્ ભાર્ગવમ્ પ્રણમામ્યહમ્

શનિ વાયુપ્રધાન ગ્રહ છે. જન્મકુંડળીમાં શનિ દૂષિત થાય ત્યારે સાંધાના દુખાવા, ગેસ, નસોની બીમારી, પગમાં પીડા અને કષ્ટદાયક વ્યાધિ ઉત્પન્ન કરે છે. શનિની પીડામાં મુક્તિ મેળવવા આ મંત્રની નિયમિત માળા કરવી.

હ્રીઁ નિલાંજન સમાભાસમ્ રવિપુત્રમ્ યમાગ્રજમ છાયા માર્તન્ડ સંભૂતમ્ તમ નમામિ શનૈશ્ચરમ્

રાહુ-કેતુ જન્મકુંડળીમાં દૂષિત થાય છે ત્યારે ગૂમડાં-ફોડા, અગમ નિગમ રોગ, અજાણ્યા રોગ, ભોજનમાં વિષ પ્રદૂષણના રોગ, સર્પ દંશ, ભૂતપ્રેતની પીડાના રોગ થાય છે. રાહુ-કેતુને રીઝવવા ૐ હ્રીઁ રાહવે નમ: અને ૐ હ્રીઁ કેતવે નમ: ના રોજ મંત્ર કરવા. તમામ રોગ ખાસ કરીને અસાઘ્ય રોગમાં મહામૃત્યુંજયના જાપ રામબાણ ઇલાજ છે.

ૐ ત્ર્યંબકમ્ યજામહે સુગન્ધિમ્ પુષ્ટીવર્દનમ્ઉર્વારૂક મિવ બન્ધનાન મૃત્ર્યુરમુક્ષીય મામૃતાત

સૌંદર્યને વધારવાની રીત ........

આજના સમયમાં સૌંદર્ય વધારવાની અનેક વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ છે. પણ આ બધામાં ક્યાંય સાચું અને નૈસર્ગિક સૌંદર્ય દ્રશ્યમાન થતું નથી.
beauty
પ્રકૃતિએ પુરુષોને શારીરિક પ્રબળતા પ્રદાન કરી છે અને સ્ત્રીઓને સૌંદર્યરુપી અજેય શક્તિ આપી છે. સૌંદર્ય પ્રત્યે લગાવ અને આકર્ષણ મનુષ્યનો જન્મજાત સ્વભાવ છે. એટલા માટે પ્રાચીનકાળથી જ સોળ શૃંગારની પરંપરા જોવા મળે છે. આજના સમયમાં સૌંદર્ય વધારવાની અનેક વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ છે. પણ આ બધામાં ક્યાંય સાચું અને નૈસર્ગિક સૌંદર્ય દ્રશ્યમાન થતું નથી. જ્યાં જુઓ ત્યાં મેક-અપથી લપેડાયેલી સુંદરતા અને ચમક-દમક જ જોવા મળે છે. પ્રાકૃતિક અને સ્થાયી સૌંદર્ય મેળવવા માટે કેટલાક નૈસર્ગિક અને દુર્લભ પ્રકારો આ પ્રમાણે છે.



રવિવારના દિવસે તાંબાના પાત્રમાં હળદરનું સ્વસ્તિક બનાવી ‘ચંદ્રમુક્તા’ની સ્થાપના કરો. તેની ઉપર કંકુ, ચોખા અને પીળા પુષ્પો ચઢાવો. સાથે ઘીનો દીવો કરો. બાદમાં વજ્રાસનમાં બેસીને નિમ્ર મંત્રનો 18 વખત જાપ કરો.



||મંત્ર હ્રીં નિત્ય-ક્લિન્ને એં ક્રાં મદે-દ્રવે હીં||



શું આપ ભાગ્યથી પરેશાન છો ?........

જ્યારે કર્મ કરો ત્યારે એવી રીતે કરો જાણે બધું જ તમારા કર્મોથી જ થવાનું છે. અને જ્યારે ઈશ્વરની સમીપ જાવ ત્યારે એવું વિચારો કે તેની મરજી વગર ઝાડનું એક પાન પણ હલતું નથી.

bhagyaજીવનમાં આવતી મુશ્કેલીઓ ભલભલા કર્મવાદી વક્તાઓને પણ મૌન ઘારણ કરવા મજબૂર કરી દે છે. બીજી બાજુ ભાગ્યના ભરોસે રોટલા તોડવા વાળાઓના પણ એવા હાલ થયા છે કે ખીસ્સા ખાલી થવાને કારણે તેમને પણ જાણે કે વાડકો લઇને માંગવાનો વારો આવ્યો છે. માટે સમજદારી એ જ છે કે હોશિયાર માણસે પોતાના મુખ પર આંગળી રાખીને કામ કરતા રહેવું. કર્મવાદ અને ભાગ્યવાદના ચક્કરમાં પડ્યા વગર પોતાના કાર્યમાં રચ્યા-પચ્યા રહેવું. પ્રજાવાદી બનીને રહેવું. પ્રજાવાદી બનીને રહેવા માટેનો ઉત્તમ ફંડા છે જ્યારે કર્મ કરો ત્યારે એવી રીતે કરો જાણે બધું જ તમારા કર્મોથી જ થવાનું છે. અને જ્યારે ઈશ્વરની સમીપ જાવ ત્યારે એવું વિચારો કે તેની મરજી વગર ઝાડનું એક પાન પણ હલતું નથી.

મૃત્યુ, એક મીઠું સત્ય...

મનુષ્યના જગતનું સૌથી મોટું એન એકમાત્ર આશ્વર્ય એ જ છે કે તે જીવનભર આ મૃત્યુને ભુલાવતો જ રહે છે.



Death મૃત્યુ, મોત, ઇંતકાલ કે ડેથ, દુનિયાની તમામ ભાષાઓમાંના અત્યાર સુધીના કેટલાક શબ્દો પૈકીના સુંદર શબ્દો. આપને થશે કે મત્યુ જેવી ઘટના સાથે જોડાયેલા શબ્દો સુંદર કઇ રીતે હોઇ શકે! તો આ શબ્દો ત્યારે સુંદર લાગશે જ્યારે કોઇ ઉપરનું આવરણ ભેદીને અંદરના આવરણમાં ડોકિયું કરી શકશે. મૃત્યુ એક અકળ સત્ય છે, પણ જીવનના અન્ય સત્યોની સરખામણીમાં એકદમ અલગ છે. જીવનના અન્ય સત્યો કડવા લાગે છે, જ્યારે મોત મનુષ્યના જીવનનું એકમાત્ર સત્ય છે જે રંગ, રુપ અને સ્વાદથી પર છે. જ્યારે મનુષ્યનો સામનો મોત સાથે થાય છે ત્યાં સુધી તે તમામ વ્યક્ત અનુભવોમાંથી ઉપર આવી ચુક્યો હોય છે. મૃત્યુ સમયે અને મૃત્યુ થઇ ગયા ઉપરાંત માણસને તેની યોગ્યતા એટલે કે પ્રારબ્ધ કે કર્મફળ અનુસાર જ અવ્યક્ત કલેશ કે અકથનીય આનંદની પ્રાપ્તિ થાય છે. જ્યારે ઘણાખરા લોકોને આ બંને કિનારાની વચ્ચેનો અનુભવ થાય છે.



યાત્રાના પ્રારંભ અને અંતની જેમ જ જન્મ અને મૃત્યુ પણ જીવન-યાત્રાની બે મહત્વપૂર્ણ ઘટના છે. બંનેમાંથી જો કોઇને પસંદ કરવું હોય તો મૃત્યુ જ મનુષ્ય માટે વધારે મહત્વપૂર્ણ છે કારણ કે તેનું આયોજન સંપૂર્ણ રીતે તેના હાથમાં છે. સારું કે ખરાબ મોત મનુષ્ય પોતે જ રચે છે.



મનુષ્યના જગતનું સૌથી મોટું એન એકમાત્ર આશ્વર્ય એ જ છે કે તે જીવનભર આ મૃત્યુને ભુલાવતો જ રહે છે. તેને દુનિયાની તમામ અવાસ્તવિક, જુઠ્ઠી અને ક્ષણિક વાતો યાદ રહે છે પણ મોત નહીં. સમજદારી એમાં જ છે કે તે રીમાઇન્ડરમાં મૂકીને, ડાયરી કે કેલેન્ડરમાં લખીને કે દિવાલ પર લખીને રાખે કે તેને વધુમાં વધુ કેટલા વર્ષ આ શરીરમાં રહેવાનું છે. મૃત્યુ જીવનનો અંત નથી, આ શરીરનો અંત છે. જીવન તો માત્ર મૃત્યુ અને જન્મની વચ્ચે આરામ લે છે.



કન્યાના લગ્ન સમયસર કેવી રીતે શક્ય બને?..

ગુરુ જો સાતમે સ્થાને હોય કે પછી તેની દ્રષ્ટિ સાતમા સ્થાને પડતી હોય તો વિવાહમાં વિલંબ થાય છે. આ સિવાય જો જન્મપત્રિકામાં મંગળ કે શનિ હોય તો પણ લગ્નમાં મોડું થઇ શકે છે.

shiv poojaઆપણે ત્યાં કન્યાના લગ્ન સમયસર થઇ જાય તે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ખાસ કરીને કન્યાના માતા-પિતાને આ વાતની ચિંતા વિશેષ હોય છે. યોગ્ય સમયે લગ્ન થાય તો તે સરળતાથી પોતાની સાસરીના લોકો સાથે હળીમળી શકે છે, સાથે જ સંતાન પ્રાપ્તિ પણ યોગ્ય સમયે થઇ શકે છે.

શુક્ર ગ્રહ વિવાહ કર્તા ગ્રહ છે. જો કન્યાનો શુક્ર બળવાન, સ્વગ્રાહી કે ઉચ્ચ હોય તો તેના લગ્ન સમયસર થઇ જાય છે. શુક્રની મહાદશામાં પણ વિવાહ કારક યોગ બને છે. ગુરુ જો સાતમે સ્થાને હોય કે પછી તેની દ્રષ્ટિ સાતમા સ્થાને પડતી હોય તો વિવાહમાં વિલંબ થાય છે. આ સિવાય જો જન્મપત્રિકામાં મંગળ કે શનિ હોય તો પણ લગ્નમાં મોડું થઇ શકે છે.

ઉપાય- રવિવાર, સોમવાર, મંગળવારે પાન અને સોપારી દ્વારા શિવલિંગની પૂજા કરવી અને પાણી ચઢાવવું.- દરરોજ પાર્વતી માતાનું પૂજન કરવું.- ગુરુવારનું વ્રત રાખવું.- પુખરાજ રત્ન ધારણ કરવું .

લગ્ન, કેવા-કેવા ?...........

આઠ વિધિઓમાં 4 વિધિઓ શ્રેષ્ઠ અને નૈતિક તેમજ અન્ય 4ને અનૈતિક માનવામાં આવી છે.



kind of marriagesલગ્નનો અવસર સામાન્ય રીતે દરેકના જીવનમાં એકવાર તો ચોક્કસ આવે જ છે. બધા ધર્મમાં લગ્નની અલગ-અલગ વિધિઓ જણાવવામાં આવી છે. જે મુજબ સ્ત્રી-પુરુષ જીવનભર એક સંબંધમાં બંધાઇ જાય છે. હિન્દુ શાસ્ત્ર અનુસાર લગ્નની આઠ વિધિઓ છે. આ આઠ વિધિઓમાં 4 વિધિઓ શ્રેષ્ઠ અને નૈતિક તેમજ અન્ય 4ને અનૈતિક માનવામાં આવી છે.



લગ્નની શ્રેષ્ઠ તેમજ નૈતિક વિધિઓ- દેવ, આર્ણુ, બાહ્ય અને પ્રાજાન્ય.
લગ્નની અનૈતિક વિધિઓ- ગંધર્વ, અસુર, રાક્ષસ અને પિશાચ.
સામાન્ય રીતે આપણા સમાજમાં શ્રેષ્ઠ અને નૈતિક વિધિઓ દ્વારા જ લગ્ન કરાવવામાં આવે છે.



વેદ ચીંધે છે મોક્ષનો માર્ગ.......

એવું માનવા આવે છે કે વેદોમાં એક લાખ મંત્રો છે, જેમાંથી અંદાજે એંશી હજાર કર્મકાંડના, સોળ હજાર ઉપાસનાના અને બાકીના ચાર હજાર મંત્રો જ્ઞાન સાથે જોડાયેલા છે. વિદ્વાનો માને છે જ્ઞાન જ મોક્ષનો સર્વશ્રેષ્ઠ માર્ગ છે.



vedvyasવેદ માનવ જીવનની પ્રગતિનું પ્રમાણ તો છે જ, સાથે-સાથે મોક્ષનો માર્ગ ચીંધનાર ગ્રંથ પણ છે. ત્રણેય મુખ્ય વેદ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ મુક્તિના ત્રણ માર્ગ બતાવે છે. તેના મંત્રોમાં ભક્તિ, કર્મ અને જ્ઞાનની વાતો સમાયેલી છે. ભારતીય મુનિઓનું માનવું છે કે જીવનમાં મુક્તિ માટેના ત્રણ જ માર્ગ છે, એક કર્મ, બીજો ઉપાસના અને ત્રીજો જ્ઞાન. માત્ર આ ત્રણ માર્ગ થકી જ મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. મોક્ષનો અર્થ સ્વર્ગ કે નર્ક નથી, આ તો જીવનની એ વસ્થાનું નામ છે જ્યારે માણસ કર્મોના બંધનમાંથી મુક્ત થઇ જન્મોના બંધનમાંથી મુક્તિ મેળવે છે. ત્રણેય વેદ આ ત્રણ માર્ગોના પ્રતીક છે.



ઋગ્વેદ જ્ઞાન, યજુર્વેદ કર્મ(કર્મકાંડ) અને સામવેદ ઉપાસનાનો ગ્રંથ છે. જે ત્રણેય મોક્ષના માર્ગ તરફ દોરી જાય છે. એવું માનવા આવે છે કે વેદોમાં એક લાખ મંત્રો છે, જેમાંથી અંદાજે એંશી હજાર કર્મકાંડના, સોળ હજાર ઉપાસનાના અને બાકીના ચાર હજાર મંત્રો જ્ઞાન સાથે જોડાયેલા છે. વિદ્વાનો માને છે જ્ઞાન જ મોક્ષનો સર્વશ્રેષ્ઠ માર્ગ છે. વેદોની શાખાઓ લુપ્ત થવાને કારણે હાલ ખૂબજ ઓછા મંત્રો રહી ગયા છે અને હવે તો સાવ સંક્ષિપ્ત રુપમાં તે આપણી સામે છે.



હાલ વેદોના તમામ એક લાખ મંત્રો પ્રાપ્ય નથી. અલબત વેદોના સહાયક ગ્રંથોમાં તેનું પ્રમાણ મળે છે. ચોથા વેદ, અથર્વવેદમાં તમામ પ્રકારની અલૌકિક શક્તિઓનું પ્રમાણ છે, જેમ કે જાદુ, ચમત્કાર, આયુર્વેદ અને યજ્ઞ.


સૃષ્ટિની શરૂઆતથી કલિયુગ સુધીની કથા એટલે ભાગવત.............

વૈષ્ણવ સંપ્રદાય સહિત અન્ય ધણા સંપ્રદાયોં માટે શ્રીમદ્ ભાગવત પુરાણ ખુબ પવિત્ર ગ્રંથ છે. ભાગવતમાં સૃષ્ટિની શરૂઆતથી કલિયુગ સુધીની કથા છે. ભાગવતમાં વિષ્ણુના અલગ અલગ 24 અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે અને આમાં શ્રી કૃષ્ણનું ચરિત્ર મુખ્ય છે.

શ્રીમદ્ ભાગવતની રચના મહર્ષિ કૃષ્ણદ્રૈપાયન વ્યાસે(વેદ વ્યાસ) બ્રહ્મર્ષિ નારદની પ્રેરણાથી કરી હતી. એવી કથા પ્રચલીત છે કે મહાભારત જેવા મહાગ્રંથની રચના કર્યા પછી પણ વેદ વ્યાસ સંતુષ્ટ અને પ્રસન્ન થયા નહી, તેમના મનમાં એક ઉદાસ ભાવ પેદા રહ્યા કરતો હતો. તે સમયે શ્રી નારદે તેમને ભગવાન વિષ્ણુને કેન્દ્રમાં રાખી એક મહા ગ્રંથની રચના કરવા કહ્યુ. આ પછી વેદ વ્યાસે આ ગ્રંથની રચના કરી. 12 ભાગમાં રચાયેલ શ્રીમદ્ ભાગવતમાં 18 હજાર શ્ર્લોક છે.

ભારતીય પુરાણ સાહિત્યમાં શ્રીમદ્ ભાગવતને આખા વિશ્વનો સાર ગણવામાં આવ્યો છે. આમાં સૃષ્ટિની રચનાથી લઈ કલિયુગના વિનાશ સુધીની કથા વણી લેવામાં આવી છે. ગ્રંથમાં ભગવાનની કથા દ્રારા જીવનમાં કર્મ અને અન્ય ઉપદેશોના મહત્વને વણી લેવામાં આવ્યા છે.

ભાગવત વ્યવહારિક અને ગૃહસ્થ્ય જીવનનો ગ્રંથ છે. આમાં સામાન્ય જીવનની વાતો ખુબ ગૂઢ રીતે સમજાવામાં આવી છે. શ્રી વેદ વ્યાસના પુત્ર શુકદેવને આ કથાના શ્રેષ્ઠ કથાકાર માનવામાં આવે છે. તે સમગ્ર ભાગવતનો મર્મ સમજ્યા હતા. તેઓ જ ભાગવતને સામાન્ય લોકો સુધી લઈ ગયા હતા.

પ્રામાણિક વ્યક્તિ પ્રભુને પ્રિય છે......

ઈશ્વરના સાચા ઉપાસક બનવા માટે તેના મિત્ર બનવું પડે છે. સાચો મિત્ર તે જ બની શકે છે, જે ઈશ્વરના ગુણ અનુસાર પોતાના વિચારો, વાણી અને ક્રિયાઓ બનાવે છે.



honest peopleનપાપાસ: મનામહે - ન તો દુષ્કર્મી બનીને એ ઈશ્વરના ઉપાસક બની શકીએ છીએ. ન અરાયસ: - ન દાન આદિ કર્મોથી રહિત થઇને, ન જકહવ: - ન સેવા પરોપકાર આદિ શ્રેષ્ઠ કર્મોથી રહિત થઇને, યદ્ ઇત્ નુ - તેથી નિશ્ચયથી, ઈન્દ્રમ્ વૃષણમ્ – ઐશ્વર્યદાતા, સુખોની વર્ષા કરવાવાળા ઇન્દ્રને, સુતે સચા - યજ્ઞ આદિ ઉત્તમ કાર્યોથી જોડાઇને, સખાય - મિત્ર, કૃણ્વામૈહ - બનાવવા જોઇએ.



યથાર્થ જ્ઞાનના અભાવમાં શરીર, મન તથા વાણીથી ઇશ્વર, વેદ, શાસ્ત્ર, ઋષિઓની આજ્ઞાઓની વિરુદ્ધ દુષ્કર્મી બનીને આપણે ઈશ્વરભક્ત, બની શકતા નથી. ઈશ્વરના સાચા ઉપાસક બનવા માટે તો તેના મિત્ર બનવું પડે છે. સાચો મિત્ર તે જ બની શકે છે, જે ઈશ્વરના ગુણ અનુસાર પોતાના વિચારો, વાણી અને ક્રિયાઓ બનાવે છે.



આજે મોટા ભાગના ઈશ્વર-ઉપાસકોની સ્થિતિ આ છે કે તેઓ પ્રાત:કાળ થોડા સમય માટે કોઇ સ્થાન વિશેષમાં જઇ, કોઇ મૂર્તિ વિગ્રહ આદિની સામે ઉપસ્થિત રહી, હાથ જોડે છે, દીવો કરે છે, ફૂલ-પત્ર, પાણી, દૂધ, મીઠાઇ વગેરે પદાર્થો અર્પણ કરે, બે-ચાર મંત્ર, શ્લોકનું ઉરચારણ કરે છે, પરિસરની બહાર ૧-૨ ફેરા લગાવે છે અને તે ધાર્મિક પરિસરની બહાર નીકળીને એવું માને છે કે મેં ઈશ્વરની ઉપાસના કરી લીધી, પૂજા કરી લીધી, તેનું ઘ્યાન કરી લીધું અને ઘેર પાછા આવી, દુકાનમાં, ઓફિસમાં, વિદ્યાલયમાં, ન્યાયાલયમાં, કારખાનામાં જયાં તેઓ કામ કરે છે ત્યાં કોઇ પણ ખચકાટ વિના તેઓ જૂઠું બોલે છે, મિલાવટ કરે છે, હેરાફેરી કરે છે, છળ-કપટ કરે છે, રિશ્વત લે છે. એટલું જ નહીં જુગાર, ચોરી, બળાત્કાર, હત્યાઓ, શોષણ કરતા રહી બીજા પણ અનેક સમાજ, રાષ્ટ્રઘાતી નીચ કુકર્મોને કરવા છતાં પોતાને ઈશ્વરભક્ત માને છે.



આ મંત્રમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્યો ઉપર કહેલાં પાપયુકત કર્મોકરે છે અથવા સેવા, પરોપકાર આદિથી રહિત છે, માત્ર પોતાની જ સુખ-સુવિદ્યાઓને વધારવામાં, ભોગવવામાં રચ્યાપચ્યા રહે છે અને જેઓ અગ્નિહોત્ર આદિ સામાજિક, સર્વહિતકારી કાર્યોથી રહિત છે તેઓ પણ ઈશ્વરના ભક્ત નથી હોઇ શકતા. ઋષિઓએ પોતાના ગ્રંથોમાં સંકેત કરેલ છે તેના અનુસાર બધાં જ કર્મોને કરવા પડે છે. દુનિયા ચાલે તેમ ચાલવાવાળા અને પોતાને મન ફાવે તેમ કર્મોને કરવાવાળા વ્યક્તિ ઈશ્વરના મિત્ર બની શકતા નથી, પરંતુ જે ઈશ્વરે કહ્યું છે તેવા જ પ્રામાણિક થઇ કર્મ કરવાવાળા વ્યક્તિ ઈશ્વરભક્ત બને છે.



જે વ્યક્તિ આઘ્યાત્મિક અજ્ઞાનથી ઘેરાયેલ છે. જેના મન, બુદ્ધિ, આત્મા વગેરે હિંસા, સ્વાર્થ, જૂઠ, છળ-કપટ, પ્રમાદ આદિ અશુભ કર્મોથી જોડાયેલાં છે અને જે યજ્ઞ, દાન, સેવા, પરોપકાર વગેરે શુભ કર્મોથી રહિત છે તેવી વ્યક્તિઓ કદી પણ ઈશ્વરીય અલૌકિક આનંદ, શાંતિ, નિર્ભીક્તો વગેરેને પ્રાપ્ત કરી શકતા નથી. હવે અમે સર્વથી આપને અનુકૂળ જ ચાલીશું. અમે સદા આદર્શ, વૈદિક, દિનચર્યાનું પાલન કરીશું. બ્રાહ્મ મુહૂર્તમાં જાગરણ, ભ્રમણ, વ્યાયામ કરીશું, સ્નાન આદિ કરીને આપનું ઘ્યાન કરીશું, યજ્ઞ કરીશું, વેદપાઠ કરીશું, શાસ્ત્રોના સ્વાઘ્યાય કરીશું, સંન્યાસી, વિદ્વાન, બ્રાહ્મણ, સામાજિક કાર્યકર્તાઓને દાન કરીશું, સાત્વિક ભોજન કરીશું.



ન કેવળ પરિવારના સભ્યોની સાથે પરંતુ દરેક વ્યક્તિઓનાં કલ્યાણને માટે તન-મન-ધનનો સહયોગ આપી તેઓને ઉન્નત બનાવીશું. હે ઇન્દ્ર! અમને સાચું માનસિક, આત્મિક ઐશ્વર્ય પ્રદાન કરી સુખ-શાંતિ-નિર્ભીકતા બની રહે, એવી અમારી સ્થિતિ બનાવો. પ્રભુદેવ! આજ આશાની સાથે આપની શરણમાં આવ્યાં છીએ.


શરીરનાં સાત ચક્રોનો પ્રકાશ એટલે ઓરા...........

આપણા અંતર્મનની અંદર અંધકારને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરવાથી જ આઘ્યાત્મિક શક્તિ અથવા તો જે ધારેલ હોય તે મુજબ થતું હોય છે.



Aabhamandal - Aura of bodyઓરા શક્તિ એટલે શરીરનાં સાત ચક્રોનું બેલેન્સિંગ કરવું. આપણે આ શક્તિને આઘ્યાત્મિક શક્તિ કહીએ છીએ એટલે કે શરીરમાં તન, મન, વિચારોનું સંપૂર્ણ શુદ્ધિકરણ અને ત્યાગની ભાવના. જે પણ કરો કે વિચારો તેમાં ત્યાગની ભાવનાથી કાર્યોમાં જ્યોતિ લાવવી. ઓરા શક્તિને એટલે કે શરીરના સૂક્ષ્મ અંદરનાં સાત ચક્રોનો પ્રકાશ જેને આપણે પ્રભામંડળ પણ કહીએ છીએ. આપણા (માનવીના) શરીરને દરેક રીતે આંતરિક તેમજ બાહ્ય રીતે વહેંચવામાં આવે છે. હવે આપણું આ આભામંડળ એ એક ઘ્યાન, રેકી, હીલિંગ, યોગશક્તિ વગેરે જેવી શક્તિના ઉપયોગથી તે નિહાળી શકાય છે.



આ પ્રભામંડળને નરી આંખે જોઈ શકાતા નથી અમુક ચોક્કસ કેમેરાના ઉપયોગથી જોઇ શકાય છે. આ (આભામંડળ) ઓરા ચક્રથી માણસની પ્રાણશક્તિ, પ્રગતિ, સ્વભાવ, શુદ્ધતા, વિચારો, સંવેદના, ભૂત, ભવિષ્ય, વર્તમાન ચોક્કસ જોઈ શકાય છે. તેનાથી ભૂતકાળ ચોક્કસ આવતા વર્તમાન જણાય છે અને વર્તમાન ચોક્કસ આવતા ભવિષ્ય જોઈ શકાય છે. આપણા પોતાના શરીર અંદર તેમજ બાહ્ય થઈને સાત ચક્રોની આજુબાજુના પ્રકાશની મદદથી શરીરના તમામ રોગો પણ દૂર થઈ શકે છે. આ બધી જ વસ્તુ એક મેગ્નેટિક ફિલ્ડ છે. શરીર સાથે પાંચ તત્વો હવા, પાણી, પ્રકાશ, આકાશ, જમીન તત્વો સીધાં સંકળાયેલાં છે.



આપણા અંતર્મનની અંદર અંધકારને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરવાથી જ આઘ્યાત્મિક શક્તિ અથવા તો જે ધારેલ હોય તે મુજબ થતું હોય છે. જેમાં બોડીમાં પોઝિટિવ(†)અને નેગેટિવ(-)તેમ બે પ્રકારના ભાગમાં આપણું બોડી વહેંચાયેલું હોય છે. આઘ્યાત્મિક શક્તિ એ મન સાથે એટલે કે શરીરની ઇચ્છાશક્તિથી જ સર્વત્ર કાર્યો થઈ શકે છે. અઘોર સાધના તથા તપસ્યાથી જ ઈશ્વરની પ્રાપ્તિ થતી હોય છે. પોતાના શરીરમાં રહેલા ઓરા શક્તિ જાણવા માટેનો ઉપયોગ આપને અહીં દર્શાવું છું.



એક સફેદ દીવાલવાળો ઓરડો પસંદ કરવો અને આ ઓરડાની દીવાલોથી ચાર- પાંચ ફૂટના અંતરે એક અરીસો આપના કદ જેટલો મૂકો. અરીસાની સામે સફેદ કપડામાં આપ ઊભા રહો. થોડાક મનના વિચારોને કાબૂમાં રાખો. ઓમ્ શબ્દ મનમાં બોલવો. આ સમયે શુદ્ધ વિચારથી અને ઘ્યાનની મુદ્રા કરશો. તમારાં દેવ-દેવીને ઘ્યાનમાં લો. આ સમયે ઊડા ઊડા શ્વાસ લઈને છોડશો. તમારી એકાગ્રતામાં બધો જ સંગ્રહ સ્થિર કરવો. આ રીતે પૂર્ણ એકાગ્રતાથી ૧૫-૨૦ મિનિટ કરવાથી અને અમુક રોજિંદો પ્રયોગ કરવાથી આ પ્રયોગ સફળ થાય છે. હવે ૧૫થી ૨૦ મિનિટ આંખોને ત્રિનેત્રમાં સ્થિર કરશો. બેલેન્સ કરીને ઘ્યાન કરો.


અષ્ટાંગ યોગ અંતિમ ચરણ...........


અષ્ટાંગ યોગનું અંતિમ ચરણ એટલે સમાધિ. અષ્ટાંગ યોગનું ઉચ્ચતમ સોપાન સમાધિ છે. આ ચેતનાનું એ સ્તર છે, જ્યાં મનુષ્ય પૂર્ણ મુક્તિનો અનુભવ કરે છે. સમાધિયોગ શાસ્ત્ર પ્રમાણે, ધ્યાનની સિદ્ધિ થવી જ સમાધિ છે.



પતંજલિ યોગસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે તદેવાર્થમાત્ર નિર્ભાસં સ્વરૂપશૂન્યમિવ સમાધિ (3-3) અર્થ- તે ધ્યાન જ સમાધિ છે, જ્યારે તેમાં ધ્યેય અર્થ માત્રથી ભાસિત હોય છે અને ધ્યાનનું સ્વરૂપ શૂન્ય થઈ જાય છે. એટલે કે ધ્યાતા (યોગી), ધ્યાન (પ્રક્રિયા) તથા ધ્યેય (ધ્યાનનું લક્ષ્ય) આ ત્રણેયમાં એકતા હોય છે. સમાધિ અનુભૂતિની અવસ્થા છે. તે શબ્દ, વિચાર અને દર્શન સૌથી પર છે.

કેવી હોય છે સમાધિ?



સમાધિ યુક્તિ-તર્કથી પર એક અતિચેતનનો અનુભવ છે. આ સ્થિતિમાં મન એ ગુઢ વિષયોનું પણ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે, જે સાધારણ અવસ્થામાં બુદ્ધિ દ્વારા પ્રાપ્ત થતું નથી. સમાધિ અને ઊંધ આપણને એક જેવી અવસ્થા પ્રતીત થાય છે, બંનેમાં આપણું બાહ્ય સ્વરૂપ સુષુપ્ત થઈ જાય છે.

પણ સ્વામી વિવેકાનંદ સ્પષ્ટ કરે છે કે જ્યારે કોઈ ઘેરી નિંદરમાં હોય છે, ત્યારે તે જ્ઞાન કે ચેતનની નિમ્ન ભૂમિ પર ચાલે છે. નિંદરમાંથી જાગ્યા બાદ તે પહેલા જેવી સ્થિતિમાં આવી જાય છે. તેમાં કોઈ પરિવર્તન નથી. પરંતુ જ્યારે મનુષ્ય સામાધિસ્થ હોય છે, ત્યારે તે સમાધિ પ્રાપ્ત કરતાં પહેલા તે મહામૂર્ખ રહ્યો હોય, અજ્ઞાની રહ્યો હોય તો સમાધિથી તે મહાજ્ઞાની બને છે.


સર્વત્ર સુખની શોધ આદરો, પીડાને દૂર કરો......

ભીષ્મએ તેમના ચારિત્ર થકી આપણને જણાવ્યું કે મનુષ્ય છુપાયેલો પરમાત્મા છે. એક રીતે મનુષ્ય પરમાત્માનું જ બીજ છે. પરમાત્મા ખીલેલો પરમાત્મા છે અને મનુષ્ય અડધો ખીલેલો પરમાત્મા છે



Find happiness everywhereસંસારનો નિયમ કહો કે માનવ સ્વભાવ, દરેક સુખમાં જ દુખ, દર્દ અને પીડા શોધવા જાણે કે આપણા વ્યક્તિત્વનો ભાગ બની ગયો છે. આપણે એકદમ ખુશ હોઇએ ત્યારે પણ ભૂતકાળના દુખોને યાદ કરીને દુખી થઇ જઇએ છીએ કે પછી ભવિષ્યની પીડાઓની કલ્પનામાં સરી પડીએ છીએ. વર્તમાનમાં રહો, ભીતરના આધ્યાત્મને જગાડો, ક્યારેક-ક્યારેક પીડામાંથી પણ સુખ મળે છે. દરેક જગ્યાએ સુખની શોધ આદરો. કોઇ પણ વ્યક્તિ દુખ નથી ઇચ્છતી માટે સુખની પાછળ ભાગે છે. દુખ મળે છે ત્યારે પીડા થાય છે પણ સુખ મળતા મનની શાંતિ મળે તે જરુરી નથી. સુખની પણ પોતાની પીડા હોય છે અને આધ્યાત્મ સમજાવે છે કે પીડામાં પણ સુખ હોય છે. આવો, મહાભારતના એક પાત્રની મુલાકાત કરીએ, જેનું નામ છે ભીષ્મ.



તેમનું સમગ્ર જીવન સુખની પીડા અને પીડાના સુખની વચ્ચે જ વિત્યું. બંને સ્થિતિમાં આ વ્યક્તિત્વએ ભગવાનની ભક્તિ છોડી નહીં. ઉપરથી ભીષ્મ જેટલા સાંસારિક દેખાય તેટલા જ અંદરથી આધ્યાત્મિક હતા. તેઓ રાજગાદી સાથે જોડાયેલા નજરે ચડતા હતા પણ તેમની દ્રષ્ટિ પરમ્ પદ પર ટકેલી હતી. સ્વયં રાજા હતા, કેટલાય રાજાઓને બનાવવામાં અને બગાડવામાં તેમનો મહત્વનો ફાળો હતો. તેઓ જાણતા હતા કે ‘વો એક શખ્શ જો તુજસે પહલે તખ્ત નશીં થા ઉસકો ભી અપને ખુદા હોને કા ઉતના હી યકીં થા’ ન તો રાજાશાહી રહે છે કે ન તો તાજ, મોટા-મોટા રાજા સામાન્ય મનુષ્યની જેમ દુનિયામાંથી ચાલ્યા જાય છે. ભીષ્મ પાસે દરેક સુખ હતું પણ એટલી જ પીડા પણ હતી.



તેઓ દુર્યોધનને નિયંત્રણમાં રાખી ન શક્યા. કુરુવંશની નવી પેઢી તેમની જ નજર સામે અમર્યાદિત બની ગઇ. આ સુખની પીડા છે. આમાંથી જ તેમણે પીડાનું સુખ અનુભવ્યું. ભીષ્મએ તેમના ચારિત્ર થકી આપણને જણાવ્યું કે મનુષ્ય છુપાયેલો પરમાત્મા છે. એક રીતે મનુષ્ય પરમાત્માનું જ બીજ છે. પરમાત્મા ખીલેલો પરમાત્મા છે અને મનુષ્ય અડધો ખીલેલો પરમાત્મા છે, દરેકની અંદર પરમાત્મા તો છે જ. ‘હું’ને દૂર કરો તો ઈશ્વર પ્રગટ થઇ જશે. તેમણે સુખની પીડા વેઠી હતી. જ્યારે અંતિમ સમયે તેઓ શરશૈયા પર હતા ત્યારે તેમના મૃત્યુની સાક્ષી માટે શ્રીકૃષ્ણ સ્વયં ઉપસ્થિત થયા હતા. આ પીડાનું સુખ હતું. ઇચ્છીએ તો આપણે પણ આ સુખનો આનંદ લઇ શકીએ છીએ.




દેવી મંત્ર દ્વારા વશીકરણ ........

વશીકરણ સંબંધી પ્રયોગોમાં લાલ રંગનો ઉપયોગ વિશેષ થાય છે. માટે પ્રયોગ દરમિયાન શક્ય હોય તેટલી જગ્યા પર લાલ રંગનો પ્રયોગ જ કરવો. મંત્રનો પ્રયોગ અધાર્મિક તથા અનૈતિક ઉદ્દેશ માટે કરવો વર્જિત છે.



durgaવશીકરણનો સામાન્ય અને સરળ અર્થ છે કોઇને પ્રભાવિત કરવા, આકર્ષિત કરવા કે વશમાં કરવા. જીવનમાં એવા અનેક પ્રસંગો આવે છે જ્યારે મનુષ્યને આવા ઉપાયોની જરૂર વર્તાય છે. કોઇ રીસાયેલી વ્યક્તિને મનાવવી હોય કે કોઇ અનિયંત્રિત સ્વજનને નિયંત્રણમાં લાવવા હોય ત્યારે આવા ઉપાયોનો આશરો લેવામાં આવે છે.



વશીકરણ માટે યંત્ર, તંત્ર અને મંત્ર ત્રણેય પ્રકારના પ્રયોગો કરી શકાય છે. અહીં આવા જ એક અચૂક મંત્રનો પ્રયોગ પ્રસ્તુત છે. આ મંત્ર દુર્ગા સપ્તશતીનો અનુભવ સિદ્ધ મંત્ર છે. મંત્ર અને કેટલાક નિર્દેશો આ પ્રમાણે છે...



જ્ઞાનિનામપિ ચેતાંસિ, દેવી ભગવતી હી સા |
બલાદાકૃષ્ય મોહાય, મહામાયા પ્રયચ્છતિ ||



આ એક અનુભવસિદ્ધ અચૂક મંત્ર છે. તેનો પ્રયોગ કરતા પહેલા ભગવતી ત્રિપુર સુંદરી માતા મહામાયાનું એકાગ્રતા પૂર્વક ધ્યાન ધરો. ધ્યાન પૂર્ણ થયા બાદ મનમાં શ્રદ્ધા-ભક્તિ રાખી પંચોપચારથી પૂજા કરી સંતાનની જેમ માતા સમક્ષ પોતાની ઇચ્છા વ્યક્ત કરો.



વશીકરણ સંબંધી પ્રયોગોમાં લાલ રંગનો ઉપયોગ વિશેષ થાય છે. માટે પ્રયોગ દરમિયાન શક્ય હોય તેટલી જગ્યા પર લાલ રંગનો પ્રયોગ જ કરવો. મંત્રનો પ્રયોગ અધાર્મિક તથા અનૈતિક ઉદ્દેશ માટે કરવો વર્જિત છે.


તમામ વિરોધીઓ પ્રશંસક બની જશે, જો...

અનુભવ સિદ્ધ છે કે જ્યાં મનુષ્યના પ્રયાસો સફળ નથી થતા ત્યાં કેટલીક પવિત્ર આત્માઓનો આશીર્વાદ અથવા કોઇ તંત્ર-મંત્ર ચમત્કાર કરી બતાવે છે.



enemies will praise youકોઇ નથી ઇચ્છતું કે દુનિયામાં તેમનું કોઇ દુશ્મન બને. સ્વાભાવિક છે કે કોઇ નહીં ઇચ્છે કે તેમની અનુપસ્થિતિમાં કોઇ તેમની નિંદા કરે કે તેમની વિરુદ્ધ કોઇ ષડયંત્ર રચે. પણ લાખ ઇચ્છીને પણ કોઇ અજાતશત્રુ કે દુશ્મની રહિત જીવન નથી મેળવી શકતું. ત્યાં સુધી કે આપની સફળતા પણ આપના અનેક શત્રુ ઊભા કરી દે છે. આવામાં મનુષ્યની માનસિક શાંતિ હણાઇ જાય છે. અનિચ્છાએ પણ સ્વજનોનો અને પારકાઓનો વિરોધ સહન કરવો પડે છે.



અનુભવ સિદ્ધ છે કે જ્યાં મનુષ્યના પ્રયાસો સફળ નથી થતા ત્યાં કેટલીક પવિત્ર આત્માઓનો આશીર્વાદ અથવા કોઇ તંત્ર-મંત્ર ચમત્કાર કરી બતાવે છે. આપના વિરોધીઓ, શત્રુઓને શાંત કરવા, પોતાને અનુકૂળ બનાવવા કે પોતાના વશમાં કરવા માટે નીચેના મંત્રનો જાપ કરો, આશ્વર્યજનક પ્રભાવ જોવા મળશે.



મંત્ર- નૃસિંહાય વિદ્મહે, વજ્ર નખાય ધી મહી તન્નો નૃસિહં પ્રચોદયાત્ ||



સૂર્યોદય પહેલા શાંત અને એકાંત સ્થાન પર રહીને મંત્રનો જાપ કરશો તો સફળતા શીઘ્ર પ્રાપ્ત થશે.



પ્રેમલગ્નમાં કેવી રીતે મળે સફળતા?

શુક્રને જો સૂર્ય અને બુધનો સાથ મળી જાય તો પ્રેમસંબંધમાં પ્રગાઢતા આવે છે. આ ગ્રહોની યુતિ પણ પ્રેમલગ્ન કરાવવામાં મદદરુપ બને છે.

How to get success in love marriageકેટલાક પ્રેમી યુગલોને લગ્ન કરવામાં સફળતા મળે છે, તો કેટલાકને હાથ અસફળતા લાગે છે. કેટલાય લોકો પ્રેમ તો કરે છે પણ જેને પ્રેમ કરે છે તેની સામે પોતાના પ્રેમની અભિવ્યક્તિ નથી કરી શકતા, તો વળી કેટલાક લોકો અનેક સાથી બનાવી લે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને પ્રેમનો કર્તા માનવામાં આવે છે. શુક્ર જો બળવાન, ઉચ્ચ રાશિવાળો, સ્વગ્રહી હોય તો જાતકના વિરુદ્ધલિંગી અનેક મિત્ર હોય છે, તથા આવો જાતક લગ્નેત્તર સંબંધો પણ ધરાવે છે.

શુક્રને જો સૂર્ય અને બુધનો સાથ મળી જાય તો પ્રેમસંબંધમાં પ્રગાઢતા આવે છે. આ ગ્રહોની યુતિ પણ પ્રેમલગ્ન કરાવવામાં મદદરુપ બને છે. શુક્રની મહાદશા પણ વિવાહકારક હોય છે. શુક્ર જો સાતમા સ્થાને હોય તથા રાહુની મહાદશા હોય તો પ્રેમી યુગલ ભાગીને લગ્ન કરે છે. આવી સ્થિતિમાં કરવામાં આવતા લગ્નો અસફળ અને કષ્ટકારક હોય છે. સૂર્ય, બુધ, ગુરુ ગ્રહ સાતમે સ્થાને હોય, રાહુની મહાદશા હોય તો સ્ત્રી પોતાની ઉંમર કરતા બેગણી ઉંમર ધરાવતા પુરુષ સાથે પ્રેમ લગ્નથી જોડાય છે. રાહુ સપ્તમ હોય તો સાથી વ્યાભિચારી હોય છે અને જો સૂર્ય સપ્તમ હોય તો લગ્ન બાદ છૂટાછેડાની પૂરેપુરી શક્યતા છે.

ઇચ્છિત સફળતાનો સ્વાદ ચાખો.............

પોતાની કામના પૂર્તિ માટે દરેક શક્ય પ્રયાસ કરવો એ જ જીવંતતાની નિશાની છે.



your wishકહેવત છે કે – ‘કિસી કો મુકમ્મિલ જહાં નહીં મિલતા, કભી જમી તો કભી આસમાં નહીં મિલતા.’ આ કહેવત ઘણાબધા લોકો પર લાગુ પડે છે, બધા ઉપર નહીં. દુનિયામાં એવી હિંમતવાળા પુરુષાર્થી મનુષ્યો હોય જ છે જેમણે નસીબ આગળ ઘૂંટણ ન ટેકવ્યા હોય. તે માણસ જ શું કહેવાય જે ઇચ્છાપૂર્તિ માટે કોઇ બીજા પર નિર્ભર રહે. પોતાની કામના પૂર્તિ માટે દરેક શક્ય પ્રયાસ કરવો એ જ જીવંતતાની નિશાની છે. પ્રયાસ અનેક પ્રકારના હોય છે, તંત્ર-મંત્રના પ્રયોગો પણ પ્રયાસોની શ્રેણીમાં જ આવે છે. મનોકામના પૂર્તિ માટે આવા જ પ્રયાસો નીચે આપવામાં આવ્યા છે, જેના અમલથી અનેક લોકોની ઇચ્છા પૂર્ણ થઇ છે-



અટકેલા કાર્યો પૂર્ણ કરવા હોય તો-



- કોઇપણ વિશિષ્ટ કાર્ય માટે જતા પહેલા ભગવાન શિવને ત્રણ બિલિપત્ર ચઢાવો.
- ઘરની બહાર નીકળતા પહેલા ગણેશજીને પુષ્પો ચઢાવો, તેમાંથી એક ફૂલ પોતાના ઉપરના ખિસ્સામાં રાખીને બહાર જવું.
- ઘરની બહાર નીકળતી વખતે જે સ્વર ચાલતો હોય તે તરફનો પગ પહેલા ઘરની બહાર રાખવો. જમણો સ્વર ચાલતો હોય ત્યારે ઘરની બહાર નીકળવું વધારે ફળદાયી રહે છે.



કર્મનો મહિમા અને સુખ-દુખ........

આપણે પોતે જ સુખ અને દુખનું કારણ છીએ. કોઇ અન્ય આપણને સુખી કે દુખી નથી કરી શકતું.

Importance of Karmaજૂની સર્વવિદિત કહેવત છે જેસી કરની, વેસી ભરની અર્થાત્ જેવું કરો, તેવું ભરો. આ વાત ભગવાન મહાવીરે કહી છે. કોઇ સાવ સામાન્ય મહેનત કરીને પણ વધારે સફળતા મેળવી જાય છે તો કોઇ અત્યંત મહેનત કરીને પણ અસફળતા મેળવે છે. ભારતીય સંસ્કૃતિમાં આ બધું પૂર્વે કરેલા કાર્યો પર આધારિત છે. ભગવાન મહાવીરે મનુષ્ય જીવનમાં સુખ-દુખ કેમ? આ રહસ્યની શોધ કરી અને તપના બળ પર તેમને એ જ્ઞાન થયું કે આપણે પોતે જ સુખ અને દુખનું કારણ છીએ. કોઇ અન્ય આપણને સુખી કે દુખી નથી કરી શકતું. તેમ છતાં જો કોઇ આપણું ખરાબ કરે છે, તે એ વ્યક્તિના ખરાબ કર્મોમાં ગણના પામે છે. પણ તેની સફળતા આપણા ખરાબ કર્મોનું ફળ નથી.

કોઇને નીચા પાડવામાં શું સુખ મળે ?....

કોઇને નીચો પાડવામાં માણસને પશુ સંસ્કારોની તૃપ્તિ થાય છે સાથે-સાથે માણસનો અહંકાર પોષાય છે.

પશ્વિમી વિજ્ઞાનનો ડાર્વિનવાદ કહે છે કે આજનો માણસ પહેલા પશુ હતો. તો બીજી તરફ પૂર્વીય આધ્યાત્મિક વિજ્ઞાન કહે છે કે માણસને મનુષ્ય શરીર પ્રાપ્ત થયા પૂર્વે 84 લાખ યોનિઓમાંથી પસાર થવું પડ્યું છે. બંને સિદ્ધાંતો કે માન્યતમાં એક સમાનતા ચોક્કસ છે. તે એ કે આજે જે રુપમાં આપણે મનુષ્યને જોઇ રહ્યા છીએ પહેલા તે એવો ન હતો, આજનો માણસ પહેલા પશુ-જાનવર જેવો જ કંઇક હતો. એક વાતની નિશ્વિતતાથી સહુ કોઇ પરિચિત હશે કે કોઇ પણ જાતના સંસ્કાર ક્યારેય સંપૂર્ણત: નાશ નથી પામતા.

જ્યારે કોઇને પોતાના જૂના વાતાવરણ કે સંસ્કારોમાં પાછા ફરવાનો મોકો મળે છે ત્યારે તેને અજીબ પ્રકારની અનુભૂતિ થાય છે. આ જ ઘટના કોઇને નીચો બતાવનારી વ્યક્તિ સાથે પણ ઘટે છે. આમ કરવાથી તેની અંદર ઊંડાણમાં ઊંઘી રહેલા પશુને તૃપ્તિ મળે છે.

કોઇને નીચો પાડવામાં માણસને પશુ સંસ્કારોની તૃપ્તિ થાય છે સાથે-સાથે માણસનો અહંકાર પોષાય છે. બદલાની ભાવના, ઇર્ષ્યા-દ્વેષ જેવા અન્ય કારણો હોય છે જે માણસને આવા અયોગ્ય કાર્યો કરવા માટે પ્રેરે છે. પણ મુખ્ય કારણ તો માણસની અંદર પડી રહેલી પશુતા હોય છે.

આવું સુખ પણ દુખ આપશે!.........

બૌદ્ધ પણ કહે છે કે જેણે દિવ્ય અવસ્થા પ્રાપ્ત કરી લીધી અને મૌન થઇ ગયા તેઓ અરિહંત છે. જેમણે મેળવ્યું અને સંસારને વહેંચી દીધું તે બોધિસત્વ છે.



 happiness provides painઆપણે બંને હાથે સુખ ભેગુ કરવામાં જોતરાઇ જઇએ છીએ. પણ તેની પળોજણમાં એ ભૂલી જઇએ છીએ કે જે સુખને ભેગું કરી રાખ્યું છે તે કેવી રીતે મળે. વગર વિચાર્યે, વિવેક વગર મેળવેલું સુખ પણ દુખદ જ હોય છે. જ્યારે પણ સુખની શોધમાં નીકળો ત્યારે મન ચૈતન્ય હોવું જોઇએ.



દરેક વ્યક્તિ સુખની શોધમાં લાગેલી છે અને શા માટે ન લાગે, પણ સુખ મેળવી લીઘા બાદ જીવનમાં અશાંતિ ન હોવી જોઇએ. વગર વિચાર્યે, વગર સમજે જે લોકો સુખ પ્રાપ્ત કરવા લાગે તેમને સુખ પણ એક દિવસ દુખદાયક લાગવા લાગશે. સુખ એવું ઊંડાણભર્યુ તત્વ છે કે તે જ્યારે કોઇને શાંતિના સહયોગ સાથે પ્રાપ્ત થાય છે ત્યારે તેને મેળવનારી વ્યક્તિ માટે તે અનુભૂતિનો ઉલ્લેખ કરવો પણ અઘરું બની જાય છે.



જેના જીવનમાં સુખ અને શાંતિનું કોમ્બિનેશન બની જાય છે તે લોકો મોટાભાગે મૌન મેળવી લે છે. જૈન ધર્મએ આવા જ લોકોને જિન કહ્યા છે, જેમણે પરમ્ અવસ્થાને જાણી લીધી છે અને તેઓ મૌન રહ્યા છે. અને આ બીજી અવસ્થાને જૈનિઓએ તીર્થંકર કહ્યા છે. તીર્થનો અર્થ છે ઘાટ. આ પ્રકારે તીર્થંકરનો અર્થ થયો જેણે પોતે જ ઘાટ પ્રાપ્ત કરી લીધો છે અને અન્યો માટે પણ તેની સ્થાપનાની તૈયારી કરી લીધી છે. ‘અમે તે તરફ જવાનો માર્ગ મેળવી લીધો હવે આપને પણ લઇ જઇશું.’ આ ભાવ સાથે મનુષ્યની અંદર તીર્થંકરનો જન્મ થાય છે.



બૌદ્ધ પણ કહે છે કે જેણે દિવ્ય અવસ્થા પ્રાપ્ત કરી લીધી અને મૌન થઇ ગયા તેઓ અરિહંત છે. જેમણે મેળવ્યું અને સંસારને વહેંચી દીધું તે બોધિસત્વ છે. મહાપુરુષોનો એ સ્વભાવ બની જાય છે કે અમે તે પરમાત્માને પ્રાપ્ત કરી લીધા છે અને અમે તે તરફ ચાલી રહ્યા છીએ, પણ એકલા નહીં જઇએ, આપને પણ સાથે લઇને જઇશું. તેમના આ પરોપકાર, કરુણાના ભાવમાં સંતત્વ છુપાયેલું છે. આને સામાન્ય ભાષામાં કહી શકાય કે તેમને સુખ મળ્યું છે જે સંસારના અન્ય લોકોને પણ મળ્યું છે પણ આ લોકોને સુખની સાથે અશાંતિ મળી છે અને સંસાર હજુ શાંતિની શોધમાં લાગલો છે. સુખ-શાંતિ એકસાથે મળે તે માટે સત્સંગની આવશ્યકતા છે.



ભગવાનની અનમોલ ભેટ છે જીવન............

બુદ્ધ સમજાવે છે કે જીવન આપણને કોઇ પણ રસ આપે તે રસને સ્વીકારી લેવો અને તેનો આભાર વ્યક્ત કરવો. ધ્યાન રાખો કે આપણે એવો ભમરો ન બની જઇએ કે જે રસ ચૂસવામાં જ ડૂબેલો રહે...

lifeઈશ્વરે મનુષ્ય જીવનના સ્વરુપમાં આપણને અનમોલ ભેટ આપી છે. તેનો આનંદ માણો, તેને નુકસાન ન પહોંચાડો. આજના પ્રતિસ્પર્ધાના જમાનામાં આપણને જો સૌથી મોટું નુક્સાન થયું હોય તો તે છે આપણી યુવા પેઢીનો નબળો પડી રહેલો આત્મવિશ્વાસ. પુસ્તકિયા જ્ઞાનની પાછળ દોડતા લોકો આધ્યાત્મથી દૂર થઇ ગયા છે. અને અહીંથી જ આપણા આત્મબળના પતનની શરુઆત થઇ છે.

સાચો ત્યાગ ત્યારે કર્યો ગણાય જ્યારે આપનું મન એ માનવા તૈયાર થઇ જાય, કે આપણું કંઇ જ નથી. જ્યારે આ ભાવ છૂટી જાય છે ત્યારે ત્યાગ પણ ઘટી જાય છે. લોકો સંસાર છોડવાની વાતો કરે છે, પરંતુ હકીકતમાં જોઇએ તો સંસાર આપણો છે જ ક્યાં કે તેને છોડવો પડે! જો આ વાત સમજી લેશો તો સંસારમાં રહેવાની મજા જ બદલાઇ જશે.

ગૌતમ બુદ્ધે એક મહત્વની વાત કહી છે. જેવી રીતે ભમરો ફૂલને કોઇ નુકસાન પહોંચાડ્યા વગર તેનો રસ પીવે છે, તેવી જ રીતે આપણા મુનિઓ ગામના ઘરે ઘરે ફરીને ભિક્ષા માંગે. વાત ખૂબ મહત્વની છે. જેવી રીતે ભમરો કોઇ નુકસાન પહોંચાડ્યા વગર રસ લઇને ચાલ્યો જાય છે તેવી રીતે જીવનને કોઇ નુક્સાન પહોંચાડ્યા વગર જીવી લેવું જોઇએ. આ અહિંસાનું ઉદાહરણ છે. આપણે જીવનનો રસ તો માણી શકીએ છીએ પણ કોઇને નુકસાન પહોંચાડવાનો આપણને કોઇ હક નથી. જ્યારે જીવનમાં અહિંસાનો આવો ભાવ જન્મ લઇ લેશે ત્યારે અશાંતિ આપોઆપ ચાલી જશે.

બુદ્ધ સમજાવે છે કે જીવન આપણને કોઇ પણ રસ આપે તે રસને સ્વીકારી લેવો અને તેનો આભાર વ્યક્ત કરવો. ધ્યાન રાખો કે આપણે એવો ભમરો ન બની જઇએ કે જે રસ ચૂસવામાં જ ડૂબેલો રહે, આપણે તેમાં એટલા મશગુલ બની જઇએ કે ઉડવાનું જ ભૂલી જઇએ અને સાંજે જ્યારે કમળના ફૂલની પાંખડીઓ બંધ થઇ જાય ત્યારે અંદર કેદ થઇ જઇએ!

બસ, દુનિયામાં જીવનનો એ જ નિયમ બની જાય કે આ દુનિયા આપણા માટે કારાગૃહ ન બની બેસે. જીવનનો રસ માણીએ, આભાર વ્યક્ત કરીએ અને કોઇ નુકસાન પહોંચાડ્યા વગર મુક્ત થઇ જઇએ. પ્રકૃતિ સાથે જે સંબંધ બુદ્ધે જોડ્યો છે તેના માટે ભારતીય પદ્ધતિનો આસો માસ ખૂબ અનુકૂળ છે. આ જ મહિનામાં નવરાત્રિનો આરંભ થાય છે. નવરાત્રનો અર્થ છે નવી રાત. આ જ દિવસોથી દિવસ નાનો અને રાત મોટી થવા લાગે છે. આ ઋતુ પરિવર્તનના કાળમાં નવ દિવસ શક્તિ આરાધના સાથે આપણે ભમરાની જેમ ફૂલને વગર કોઇ નુકસાન પહોંચાડ્યે રસની અનુભૂતિ કરી શકીએ છીએ.

જેની આંખોનું પાણી સુકાઇ જાય, તે ભક્ત નથી.....

ત્રીજી વાત છે ભક્ત હોવા માટે થોડી આગવી હિંમત પણ હોય. જ્યારે તમે ભક્ત બનવાની તૈયારી કરી રહ્યા હશો ત્યારે દુનિયા આપની મશ્કરી પણ કરી શકે છે.

True devotion of lordભક્તિ સંવેદના અને પ્રેમની બાબત છે, તેમાં કઠોરતાને કોઇ સ્થાન નથી. ભક્તિ જો કઠોર બની જાય તો પછી પરમાત્માની પ્રાપ્તિ શક્ય નથી. ભક્તિ પણ એક પ્રકારની યોગ્યતા છે, ગુણ છે, ભક્તિ તેને જ મળી શકે છે જેના મનમાં સંવેદનાઓ જીવંત હોય, જેની આંખોમાં પાણી હોય. જો આંખો સુકાઇ જાય તો ભક્તિ પણ ચાલી જાય છે.

તમે જીવનના કોઇપણ ક્ષેત્રમાં હોવ, ભક્ત બનવાની તૈયારી ચાલુ રાખો. ભક્તિના માર્ગે જવું બનવું એ કંઇ એક દિવસનું કાર્ય નથી, તે એક અવિરત પ્રયાસ છે. ભક્ત હોવું અઘરું નથી અને તે સરળ પણ નથી. ભક્ત શિરોમણી નારદે નારદ-ભક્તિ સૂત્રનામ રચનામાં આ અંગેનું વિસ્તારથી વર્ણન કર્યું છે, પહેલી વાત છે ભક્તની આંખોમાં નમી-ભીનાશ જળવાઇ રહે. જેની આંખોની ભીનાશ સુકાઇ જાય તે ભક્ત ન હોઇ શકે. જીવનની ઊંડાઇને આંખો જ નહીં તેની અંદરના આંસુ પણ જોઇ શકે છે. તેનો સીધો અર્થ છે વ્યક્તિત્વમાં સંવેદનશીલતા હોવી. બીજી વાત છે, થોડું અસહાય બની રહેવું. સઘળું હું જ કરી લઇશ તેવી ભાવના ન રાખો, થોડું ઉપરવાળાનો પણ કરવા દો. એ અહેસાસને જાળવી રાખો કે જીવન ભગવાન ભરોસે પણ ચાલે છે.

ત્રીજી વાત છે ભક્ત હોવા માટે થોડી આગવી હિંમત પણ હોય. જ્યારે તમે ભક્ત બનવાની તૈયારી કરી રહ્યા હશો ત્યારે દુનિયા આપની મશ્કરી પણ કરી શકે છે. કેટલાક સંસારી લોકો ભક્તિને નબળા લોકોનું કર્મ ગણે છે. વાસ્તવમાં ભક્તિ હિંમતનું કાર્ય છે. ભક્ત હોવા માટે ચોથી અને અંતિમ વાત થોડીક દાર્શનિક છે. ભક્તિ બુદ્ધિનો નહીં હૃદયનો વિષય છે. ભક્ત પોતાની બુદ્ધિને વિશ્રામ કરાવવાનું જાણે છે. સંસારી લોકોની બુદ્ધિ જ્યારે મરી પરવારે છે ત્યારે તેઓ પાગલમાં ગણાવા લાગે છે, પણ ભક્તની બુદ્ધિ ક્યારેય મરતી નથી. ભક્ત દ્વારા તેને વિશિષ્ટ વિશ્રામ આપવામાં આવે છે. તે પોતાની બુદ્ધિને નિવૃત્ત નથી કરતો, વિશ્રામ આપી દે છે. જેમ આપણે તરોતાજા થવા માટે વિશ્રામ કરીએ છીએ તે જ રીતે ભક્ત પોતાની બુદ્ધિને વિશ્રામ કરાવે છે, બુદ્ધિના આ વિશ્રામથી જ પરમાત્માનો પ્રવેશ થાય છે.

શું પૃથ્વી સિવાય પણ ક્યાંય જીવન છે?

મનુષ્ય અત્યાર સુધી પોતાના સૌરમંડળને જ સંપૂર્ણ રીતે જાણી નથી શક્યો, જ્યારે વાસ્તવિકતા એ છે કે આપણું સૌરમંડળ જે આકાશગંગાનું એક તણખા જેટલું સ્વરુપ ધરાવે છે તેના જેવી અરબો-ખરબો આકાશગંગાઓ બ્રહ્માંડમાં ધૂળના એક કણ જેટલું પણ સ્થાન નથી ધરાવતી.



Is there life on other Grah excluding earthપૃથ્વી ઉપર જીવન ક્યારથી છે? શું બ્રહ્માંડમાં અન્ય કોઇ ગ્રહ પર પણ જીવન છે? જો હા, તો કેવું છે, કયા રૂપમાં છે?... વગેરે કેટલાક એવા પ્રશ્નો છે જે માણસના મનમાં વર્ષોથી ઉઠી રહ્યાં છે. વચ્ચે વચ્ચે ક્યારેક ઉડતી રકાબીઓ જેવા તત્વોની વાતો સાંભળવા મળે છે ત્યારે આ અંગેની જિજ્ઞાસા વધતી જાય છે. એવું માનવામાં આવે છે કે આ ઉડતી રકાબીઓ દૂરના એવા ગ્રહો પરથી આવે છે જ્યાં પૃથ્વીવાસીઓ કરતા પણ વધુ વિકસિત સમાજ અસ્તિત્વ ધરાવે છે.



વિશ્વસનીય માહિતી પ્રમાણે અમેરિકા તથા રશિયા પાસે એવી ઉડતી રકાબીઓ(અન આઇડેન્ટીફાઇ ફ્લાઇંગ ઓબ્જેક્ટ)ના અવશેષો છે જે કોઇ અકસ્માતનો શિકાર બની પૃથ્વી ઉપર પડી હતી અને પોતાના લોકમાં પરત ફરી શકી નહીં. રહી પૃથ્વી સિવાય અન્ય ગ્રહો પરના જીવનની વાત, તો તે કેટલીયે વાર સાબિત થઇ ચૂક્યું છે કે બ્રહ્માંડમાં એવા અનેક સ્થળો છે જ્યાં પૃથ્વીની સરખામણીમાં વધુ વિકસિત સભ્યતા છે. મનુષ્ય અત્યાર સુધી પોતાના સૌરમંડળને જ સંપૂર્ણ રીતે જાણી નથી શક્યો, જ્યારે વાસ્તવિકતા એ છે કે આપણું સૌરમંડળ જે આકાશગંગાનું એક તણખા જેટલું સ્વરુપ ધરાવે છે તેના જેવી અરબો-ખરબો આકાશગંગાઓ બ્રહ્માંડમાં ધૂળના એક કણ જેટલું પણ સ્થાન નથી ધરાવતી.


જ્યાં શિવ અને શક્તિની ભક્તિ દ્વારા શક્તિનો સંચાર થાય છે...

ભગવાન શિવનું આ પવિત્ર મંદિર નલ્લામલાઇના આકર્ષક પહાડની ટોચ પર છે. શ્રી સેલમનું આ ક્ષેત્ર અત્યંત ધાર્મિક અને પૌરાણિક મહત્વ ધરાવે છે.



Shiva Jyotirligaભગવાન શિવનુ બીજું જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશના કર્નુલ જિલ્લામાં કૃષ્ણા નદીને કાંઠે શ્રીશૈલમ્ પહાડ પર આવેલું છે. હૈદરાબાદથી તે લગભગ 210 કિલોમીટર દૂર છે. ભગવાન શિવનું આ પવિત્ર મંદિર નલ્લામલાઇના આકર્ષક પહાડની ટોચ પર છે. શ્રી સેલમનું આ ક્ષેત્ર અત્યંત ધાર્મિક અને પૌરાણિક મહત્વ ધરાવે છે. અહીં ભગવાન શિવના બારમા જ્યોતિર્લિંગની સાથે મહાશક્તિઓમાં એક ભ્રમરામ્બા દેવી પણ બિરાજમાન છે. અહીં શિવ અને શક્તિના બંને રુપ સ્વયંભૂ માનવામાં આવે છે. આ પહાડને શ્રી પર્વત, મલયા ગિરિ અને ક્રોંચ પર્વત પણ કહે છે. તેને દક્ષિણનો કૈલાશ પણ કહેવાય છે.



મંદિર- શ્રી સેલમ પહાડ પર સ્થિતિ મલ્લિકાર્જુનનું આ મંદિર એક કિલ્લાની ભ્રાંતિ કરાવે છે અને પોતાની સુંદર કલાકૃતિઓ માટે સમૃદ્ધ છે. મંદિરનો પ્રવેશદ્વાર પૂર્વ દિશા તરફ છે, જેની સામે નંદીની વિશાળ મૂર્તિ છે. મંદિરમાં અનેક સુંદર કલાકૃતિઓ બની છે, જે પરિસરને આકર્ષક બનાવે છે. અહીં સંત વૃંગીની ત્રણ પગ પર ઊભી રહેલી પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર છે. તેની પાછળ એવી માન્યતા છે કે સંત વૃંગી દ્વારા માત્ર શિવની ભક્તિ કરાતી હોવાથી માતા પાર્વતી નારાજ થઇ ગયા. તેમણે સંતને કંકાલ બની જવાનો શ્રાપ આપ્યો. પરંતુ ભગવાન શિવના મનાવ્યા બાદ પાર્વતીએ સંતને ઉભા રહેવા માટે ત્રીજો પગ આપ્યો.



કથા- એકવાર શંકર અને પાર્વતીના પુત્ર ગણેશ અને કાર્તિક વચ્ચે પહેલા લગ્ન કરવાની વાતને લઇને વિવાદ થઇ ગયો અને પાર્વતીએ કહ્યું કે બંનેમાંથી જે આ પૃથ્વીની પરિક્રમા પહેલા કરશે તેના લગ્ન પહેલા થશે. કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા અને ગણેશે શંકર-પાર્વતીની પરિક્રમા કરી લીધી. શાસ્ત્રોમાં માતા-પિતાની પરિક્રમા પૃથ્વીની પરિક્રમા સમાન ગણાવવામાં આવી છે. માટે ગણેશના લગ્ન સિદ્ધિ અને બુદ્ધિ નામની બે કન્યાઓ સાથે કરી દેવામાં આવ્યા. આના કારણે કાર્તિકેય નારાજ થઇને શ્રી શૈલમ્ પર્વત પર ચાલ્યા ગયા. કાર્તિકેયને ખુશ કરવા માટે શિવ આ પર્વત પર જ્યોતિર્લિંગના સ્વરુપમાં પ્રગટ થયા. આ જ જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન કહેવાયો. આ પહાડ ભ્રમરામ્બાદેવીના રુપમાં પ્રગટ થયો.



મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શિવનું પાષાણનું લિંગ છે. મુખ્ય મંડપના સ્તંભોમાં વિજયનગર શૈલીમાં બનાવવામાં આવેલી શિલ્પકલા જોવા મળે છે. શિવનો ગણ નંદી એક અલગ મંડપમાં જોવા મળે છે. અહીં નટરાજ અને સહસ્ત્રલિંગનું નાનું મંદિર પણ આવેલું છે. અહીં સહસ્ત્રલિંગની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર છે. મુખ્ય લિંગ 25 મુખોમાં વિભાજિત છે અને આ 25 મુખમાં દરેક લિંગ અન્ય 40 લિંગો દર્શાવે છે. આ પ્રકારે કુલ 1000 લિંગો હોવાથી આ લિંગ સહસ્ત્ર એટલે કે હજારલિંગ કહેવાય છે. આ લિંગની ચારે બાજુ ત્રણ મુખવાળો નાગ પણ કોતરવામાં આવ્યો છે.



ભગવાન મલ્લિકાર્જુનના આ મંદિરથી થોડે દૂર માતા ભ્રમરામ્બાનું મંદિર આવેલું છે. માતા મલ્લિકાર્જુનની અર્ધાંગિની છે. એવું માનવામાં આવે છે કે માતા ભ્રમરામ્બા એક માખીના રુપમાં અહીં ભગવાન શિવની ઉપાસના કરે છે. અહીં ભગવાન શિવના મલ્લિકાર્જુન નામમાં મલ્લિકાનો અર્થ છે પાર્વતી અને અર્જુન એટલે શિવ. શિવરાત્રિના દિવસે તેમની પૂજા અને આરાધનાનું ધાર્મિક મહત્વ છે. માનવામાં આવે છે કે આદિગુરુ શંકરાચાર્યે આ મંદિરમાં આવી ભગવાન મલ્લિકાર્જુનની ભક્તિમાં પ્રસિદ્ધ શિવાનંદ લહેરી અને માતા ભ્રમરામ્બાની સ્તુતિમાં ભ્રમરાન્બિકા અષ્ટકમ ગાયું હતું.



એવું કહેવામાં આવે છે કે રાવણનો વધ કર્યા બાદ શ્રીરામ અને સીતા પણ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શને આવ્યા હતા. દ્વાપર યુગમાં યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ અને સહદેવે તેમની પૂજા-અર્ચના કરી હતી. રાક્ષસોના રાજા હિરણ્યકશ્યપ પણ તેમની પૂજા કરતા હતા. ત્યારબાદ મંદિરની સંપત્તિ લૂંટવાના ઇરાદા સાથે હિંદુ વિરોધી માન્યતા ધરાવતા લોકોએ અહીં તોડફોડ પણ કરી હતી. સમયાંતરે સાતવાહન, વાકાટક, કાકાતિય અને વિજયનગરના રાજા શ્રીકૃષ્ણદેવ રાય વગેરે રાજાઓએ મંદિરનું પુન:નિર્મણ કરી તેના વૈભવમાં વૃદ્ધિ કરી હતી. પછીના વર્ષોમાં મરાઠા શાસક શિવાજીએ પણ મંદિરના ગોપુરમનું નિર્માણ કરાવ્યું હતું. ધર્મગ્રંથોમાં એ મહિમા દર્શાવવામાં આવ્યો છે કે શ્રીશૈલમ્ શિખરના દર્શન માત્રથી જ મનુષ્ય તમામ કષ્ટોથી દૂર થઇ જાય છે અને અપાર સુખ પ્રાપ્ત કરી જન્મ-મરણના ચક્કરમાંથી તેને મુક્તિ મળે છે.



દર્શન કરવા લાયક અન્ય સ્થળો-



પંચમથમ- અહીં આવેલ ઘંટા મથમ, ભીમશંકર મથમ, વિભૂતિ મથમ, રુદ્રાક્ષ મથમ અને સંરગધારા મથમ પંચમથમના નામે પ્રસિદ્ધ છે.



શિખરેશ્વરમ- શિખરેશ્વરમ મંદિરનું પવિત્ર સ્થાન મુખ્ય મંદિરથી 8 કિલોમીટર દૂર છે. સમુદ્રથી તેની ઊંચાઇ 2830 ફૂટ છે. આ શ્રી સેલમ પર્વતનું સહુથી ઊંચું સ્થાન છે. સ્કંદપુરાણમાં પણ લખવામાં આવ્યું છે કે આ શિખરના દર્શનથી વ્યક્તિ જન્મ-મરણના બંધનમાંથી મુક્ત થાય છે.



હાટકેશ્વરમ- આ દર્શનીય સ્થાન શ્રીસેલમથી 5 કિલોમીટર દૂર છે. લોકમાન્યતા અનુસાર ભગવાન શિવે એક ભક્તને અતિકા નાના નાના પાત્રમાં દર્શન આપ્યા. એ નામથી અતિકેશ્વરમ અને બાદમાં હાટકેશ્વરમ કહેવાયું.



ફલધારા-પંચધારા- મલ્લિકાર્જુનના મુખ્ય મંદિરથી 4 કિલોમીટર દૂર સ્થિત છે. એવી માન્યતા છે કે આદિગુરુ શંકરાચાર્યએ અહીં તપ કર્યુ અને પ્રસિદ્ધ શિવનંદલહરીની રચના કરી. આ તથ્યને પ્રામાણિત કરવા માટે અહીં માતા શારદાદેવી અને આદિ શંકરાચાર્યની સંગેમરમરની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે.



સાક્ષી ગણપતિ- આ શ્રીસેલમથી 3 કિલોમીટર દૂર આવેલું પવિત્ર સ્થળ છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશ અહીં આવનારા દરેક તીર્થયાત્રીની ઉપસ્થિતિનો સાક્ષી રુપે હિસાબ રાખે છે. આ માટે તેમના સાક્ષી ગણપતિ થયા.



કૈલાશદ્વારમ- કૈલાશદ્વારમ શ્રીસેલમથી 5 કિલોમીટર દૂર અને હાટકેશ્વમની દક્ષિણ-પશ્વિમ દિશામાં સ્થિત છે. આ શ્રીસેલમ જવા માટેનો પ્રવેશ માર્ગ કે દ્વાર છે. વર્તમાન સમયમાં કર્ણાટક, મહારાષ્ટ્રમાંથી આવતા શિવભક્તો કૈલાશદ્વાર થઇને શ્રીસેલમ પહોંચે છે.



પહોંચવાના સંસાધનો-



બસ સુવિધા- આંધ્રપ્રદેશની રાજધાની હૈદરાબાદથી શ્રીશૈલમ જવા માટે બસો ઉપલબ્ધ છે. મંદિર સુધી પહોંચવા માટે પગપાળા જવું પડશે અથવા પાલખી કે બળદગાડાની મદદ લઇ શકાય છે.
રેલ્વેની સગવડ- હૈદરાબાદ, વિજયનગર અને કર્નુલ સુધી રેલ સુવિધા ઉપલબ્ધ છે. સહુથી નજીકનું રેલ્વે સ્ટેશન છે માર્કાપુર, જે ત્યાંથી લગભગ સો કિલોમીટર દૂર છે.
હૈદરાબાદમાં એરપોર્ટ છે. આ એરપોર્ટ દિલ્લી, મુંબઇ, કોલકત્તા, તિરુપતિ, ચેન્નાઇ, ભુવનેશ્વર, પુણા વગેરે શહેરો સાથે જોડાયેલું છે.
ક્યારે જવું જોઇએ? - નવેંબરથી ફેબ્રુઆરી માસ સુધીનું વાતાવરણ મલ્લિકાર્જુન જવા માટે સારું રહેશે.



સલાહ-



આ તીર્થ પહાડી વિસ્તારમાં છે. આ માટે અહીંની યાત્રી દુર્ગમ હોય છે. ચઢાણ દરમિયાન પાણીની સમસ્યા ઉદભવી શકે છે. આ માટે યાત્રીઓ પોતાની સાથે પાણી લઇ જઇ શકે છે. વૃદ્ધ વ્યક્તિઓ માટે પાલખી પરની યાત્રા જોખમી સાબિત થઇ શકે છે.

કોણ હોય છે ભગવાનના ભક્ત?.........

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે જાતકોના જન્માક્ષરમાં ગુરુ લગ્નમાં દ્વિતિય ભાવ ચતુર્થ, પંચમ, સપ્તમ, નવમ, દશમ, એકાદશ ભાવમાં ઉચ્ચનો હોય અથવા મિત્ર રાશિમાં સ્થિત હોય તો જાતક બાળપણથી જ ભગવદ્ કાર્યોમાં રુચિ રાખનારો બને છે.



god devotees હંમેશા આપણે ઈશ્વરને દુખમાં જ યાદ કરીએ છીએ. આજની નવી સંસ્કૃતિમાં તો અમુક જ ઘર એવા બચ્યાં છે જ્યાં બાળપણથી જ બાળકોને ભગવાનની ભક્તિમાં જોડવામાં આવે છે. જેના કારણે બાળકો સમજદાર હોવા છતાં ભગવાનથી અલિપ્ત જ રહે છે. પછી જ્યારે કોઇ સમસ્યા સર્જાય છે ત્યારે ઈશ્વર પ્રત્યે તેમનો લગાવ સર્જાય છે. અને કેટલાક બાળકો એવા હોય છે જેમના માતા-પિતા ભલે નાસ્તિક હોય પણ તેમનો ઈશ્વર પ્રત્યેનો લગાવ અતૂટ હોય છે.



જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે જાતકોના જન્માક્ષરમાં ગુરુ લગ્નમાં દ્વિતિય ભાવ ચતુર્થ, પંચમ, સપ્તમ, નવમ, દશમ, એકાદશ ભાવમાં ઉચ્ચનો હોય અથવા મિત્ર રાશિમાં સ્થિત હોય તો જાતક બાળપણથી જ ભગવદ્ કાર્યોમાં રુચિ રાખનારો બને છે. ગુરુ ઉચ્ચનો થઇને લગ્નમાં સ્થિત હોય તો જાતક પૂર્ણરુપે ભગવાનનો આશ્રિત બને છે. તે ભગવાનની ભક્તિ સિવાય અન્ય કોઇપણ વાતમાં રસ ધરાવતો નથી. જો જાતકની કુંડળીમાં ચાર શુભ ગ્રહ એકસાથે શુભ ભાવમાં હોય તો તે સંન્યાસી બની જાય છે. બાળપણથી જ તેનો સ્વભાવ સંત જેવો જોવા મળે છે. ગુરુ ઊતરતા રાહુ સાથે યુતિ કરે કો જાતક નાસ્તિક હોય છે તથા જીવન પર્યંત તે ભગવાનના ભક્તોને નફરત કરતો રહે છે. આવા જાતકે જીવનમાં કષ્ટો પણ સહન કરવા પડે છે.


...તો સરળ અને સુંદર બની જશે જીવન

પોતાના વચનથી પાક્કા બનો, વાતની કદર કરો-તેનું સન્માન કરો. શાંતિ માટે દુશ્મન પણ દુશ્મની ભૂલી સંધિ કરવા ઇચ્છે તો નમી જવું પ્રશંસનીય છે.



easier lifeમનુષ્ય જીવનને ઈશ્વરે દિલથી બનાવ્યું છે, તેને ભવસાગર કે કે દુખોનો દરિયો કહેવું મનુષ્યની કૃતઘ્નતા ગણાશે. જીવન કઇ રીતે વધારે સુંદર બને તે શીખવું હોય તો ચાલો કુરાને પાકની શીતળ છાયામાં -



જીવન પથ - કુરાનમાં એ સબક અને નસીહત છે કે માણસને શાંતિ સાથે પ્રગતિના પથ પર આગળ વધે.



સત્ય ઔર ન્યાય - કુરાન સત્ય અને ન્યાયને ધર્મના નિયમ ગણે છે. માટે ઇસ્લામના અનુયાયિઓએ તેમાં શ્રદ્ધા રાખવી જોઇએ.



દયા-કરુણા - જે લોકો નિર્ધન, અનાથ, અપંગ અને જરૂરિયાતવાળા લોકોની મદદ કરે છે અલ્લાહ તેમને પસંદ કરે છે.



વ્યવહાર- ઈમાનદારી અને પારદર્શિતા દરેક મનુષ્ય માટે આવશ્યક છે.



કૃતજ્ઞતા- અલ્લાહ(ઈશ્વર)ની કૃપા, ઉદારતા અને ક્ષમાને ક્યારેય ન ભૂલો.



સૃષ્ટિનું સન્માન- સંસારની દરેક વસ્તુ અને પ્રત્યેક જીવને અલ્લાહે બહુ મહત્વપૂર્ણ અને ઉપયોગી બનાવ્યા છે. કોઇને નષ્ટ કરવા કે નુકસાન પહોંચાડવું બિલકુલ ઉચિત નથી.



ઉદારતા- જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી લોકોને ક્ષમા કરો અને ક્રોધ પર નિયંત્રણ રાખો.



અધર્મ- કોઇનો હક કે સંપત્તિ મેળવવાની ઇચ્છા રાખવી અધર્મ અને ધૃણિત કાર્ય છે.



પ્રેમ- કુરાન કહે છે કે ધર્મમાં કોઇપણ પ્રકારનો બળ પ્રયોગ અનુચિત છે.



ઉદાર હૃદય- કુરાન કહે છે કે તે લોકોને ખોટા ન કહો જે કોઇ અન્યમાં માને છે.



વચનબદ્ધતા- પોતાના વચનથી પાક્કા બનો, વાતની કદર કરો-તેનું સન્માન કરો. શાંતિ માટે દુશ્મન પણ દુશ્મની ભૂલી સંધિ કરવા ઇચ્છે તો નમી જવું પ્રશંસનીય છે.




માતૃભૂમિને પ્રેમ કરવાનો અર્થ છે પોતાની જાતનું અસ્તિત્વ.........

પોતાની માતૃભૂમિ પ્રત્યેની પ્રેમ ભાવનાનો અર્થ છે જ્યાં આપણો જન્મ થયો છે તેની સાથે જોડાયેલા રહેવું.



love your native landદરેક વ્યક્તિ પોતાની માતૃભૂમિ પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે પણ આ સંબંધની ઊંડાઇને નથી સમજી શકતી. કેટલીયે વાર આપણે આ સંબંધને નિભાવવામાં કંઇક ચૂકી જઇએ છીએ. માતૃભૂમિ સાથેના આપણા સંબંધને સમજવા માટે આપણે પોતાની અંદર નિહાળવું પડશે, આપણે શું છીએ, આ ધરતીએ આપણને શું આપ્યું છે, આપણે તેને શું આપી રહ્યા છીએ, તે આપણા માટે શું સહન કરી રહી છે, આવી વાતોને જે દિવસે વિચારવા લાગશો, ત્યારથી આપ આપની માતૃભૂમિને સાચો પ્રેમ કરવા લાગશો.



દરેક મનુષ્યના બે જન્મ થયા છે એક શરીરના રુપમાં અને બીજો આત્માના રુપમાં. આપણે જન્મ આપનારી સ્ત્રીને મા કહીએ છીએ અને ધરતીના જે ખંડ પર જન્મ લીધો છે તેને માતૃભૂમિ કહીએ છીએ. પોતાના મૂળિયા સાથે ટકી રહેવું એ એક નૈતિક દાયિત્વ છે, મૂલ્ય છે. માટે જ થોડાઘણા વર્ષોમાં બધું જ બદલાઇ જાય છે, મૂલ્યો નથી બદલાતા. પોતાની માતૃભૂમિ પ્રત્યેની પ્રેમ ભાવનાનો અર્થ છે જ્યાં આપણો જન્મ થયો છે તેની સાથે જોડાયેલા રહેવું. આધ્યાત્મિક ભાષામાં કહીએ તો, આત્માના મૂળ સાથે જન્મ થયો છે તો આત્મા સાથે જોડાઇ રહેવું. પોતાની અંદર ઊતરો, પોતાની નજીક બેસવાનો પ્રયત્ન કરો. જે રીતે સમગ્ર દુનિયામાં ફર્યા બાદ પોતાની માતૃભૂમિ ન ભૂલી શકાય તે જ રીતે શરીરના આધારે ટકેલા સંસારમાં ફર્યા બાદ પોતાની આત્માને વિસ્મૃત ન કરો.



અમીર ખુસરોએ ફારસીમાં સિપિહર નાનના મસ્નવીમાં લખ્યું છે કે હિન્દુસ્તાન મારી માતૃભૂમિ છે માટે મને તેની સાથે અત્યંત લગાવ છે, હું તેને ચાહુ છું. હજરત પયગંબરે પણ ફરમાવ્યું છે કે દેશપ્રેમ ધાર્મિક નિષ્ઠાનું જ અંગ છે.


ચાલો ઘ્યાન ઘ્યાન રમીએ...

ઘ્યાન એટલે સાવધાની. જાગૃતિના વ્યાયામથી સાવધતા કેળવી શકાય.



Dhyanઘ્યાન એ રમત બની શકે? મેડિટેશન અને ઘ્યાન જેવા શબ્દ સાંભળતાં જ મનમાં ગંભીરતાનાં વાદળો છવાય. કોઇ જટાધારી બાવા સાધુની છબી ઊપસી આવે. ઘ્યાન એ આમઆદમીની પહોંચની બહારની આઘ્યાત્મિક ક્રિયા તેવું લાગે, ખરુંને મિત્રો! પણ હકીકતમાં તેવું નથી.
ઘ્યાન એટલે જાગતિ. ઘ્યાન એટલે સાવધાની. આ બે સરળ વ્યાખ્યાઓ આપણે જોઇ ગયા છીએ. જાગૃતિ એટલે શું? જાગૃતિ એટલે જયાં અને જયારે, ત્યાં અને ત્યારે જ હોવું. જાગૃતિ એટલે અહીં અને અત્યારેનો અનુભવ.



ઊગતી ઉષા કે આથમતી સંઘ્યાની રંગભરી સંગતમાં કોઇ સરોવર પાળે બેઠા હોઇએ અને મન તેમાં લીન થઇ જાય તો કેવું સારું લાગે છે? અચાનક કોઇ પક્ષીનો તીણો-કર્કશ અવાજ ગુંજી ઊઠે. મનમાં શાંત જળમાં વમળો સર્જાય. નિસર્ગના ખોળેથી મન કયાંક દૂર કોઇ અણગમતા પ્રદેશમાં જઇ ચઢે. ઓફિસના બોસનું ચીડિયું મોઢું મનના આયને તરવરી ઊઠે. કોઇ સાથી કર્મચારીની ગંદી મજાક યાદ આવી જાય. જાણે આઇસક્રીમના સ્કૂપ પર કોઇ માખી બેઠી હોય તેવું લાગે. આવા સ્ખલનથી વિચલિત ન થઇએ.



પેલી અણગમતી યાદના પાયામાં રહેલ વાત પર ઘ્યાન આપીએ. દા.ત. બીજાની મજાક કે મસ્તીથી કોઇ તેને માત્ર બે વાક્યમાં ખરીદી શકે? મારા વ્યક્તિત્વમાં કોઇ મર્યાદા છે કે જે દૂર કરવી જરૂરી છે? યાદ રહે કે દરેક લાક્ષણિકતા એ મર્યાદા હોય તેવું જરૂરી નથી. ચહેરાનો આકાર, શરીરનો રંગ કે બોલચાલની ઢબને લાક્ષણિકતા કહેવાય, ન કે મર્યાદા.



અષ્ટાવક્રની વાર્તા સાંભળી છે? તેઓ વિદ્વાન ઋષિ હતા. તેઓ એકવાર જનક રાજાના દરબારમાં જઇ ચઢે છે. તેમની શારીરિક કુરુપતા જોઇને દરબારીઓ ખડખડાટ હસી પડે છે. ત્યારે આ અપમાનથી વિચલિત થયા વિના ઋષિ પોતાના જ્ઞાનનો પરચો આપીને સહુને ભોઠા પાડે છે. રાજા સહિત સૌ તેમની ક્ષમાયાચના કરે છે. અષ્ટાવક્ર ગીતા અત્યંત મનનીય ગણાય છે. દેહની કુરુપતા બુદ્ધિની સુંદરતા સામે પાણી ભરે તે આનું નામ! ફરીથી ઘ્યાન પર આવીએ. ઘ્યાન એટલે સાવધાની. જાગૃતિના વ્યાયામથી સાવધતા કેળવી શકાય.



ઘ્યાન માટે એક સરળ પ્રયોગ જોઇએ. કોઇ શાંત સ્થળે સુખાસન (સાદી પલાંઠી) કે સિદ્ધાસનમાં બેસીએ. આંખ બંધ કરીને મનના પ્રવાહો જોવા પ્રયાસ કરીએ. થોડા સમય પછી મન વિચારશૂન્ય થયેલું જણાશે. આ ક્ષણે કોઇ ગમતો શબ્દ મનના ચિત્રપટ પર કલ્પનાની પીછી વડે ઉપસાવીએ. આ શબ્દને સતત મમળાવતા રહીએ. થોડા સમય પછી એવું ખ્યાલમાં આવશે કે આ શબ્દ પરના ઘ્યાનનું સાતત્ય ખંડિત થયું છે. કોઇ બીજો વિચાર પાછલે દરવાજેથી ઘૂસી ગયો છે. જે ક્ષણે સ્ખલન થયાની ઘટના ઘ્યાન પર આવી તે જાગૃતિની ક્ષણ.



ઉપરના પ્રયોગથી ઊલટો પ્રયોગ પણ કરી શકાય. કોઇ એક અણગમતો શબ્દ સંકલ્પની સરહદ તોડીને કેટલીવાર ઘૂસી આવ્યો છે! ઘ્યાનના સ્ખલન માટે કોઇ અફસોસ ન કરીએ. ફરીથી એ જ મનગમતા શબ્દ પર ઘ્યાન કરીએ. અસ્ખલિત ઘ્યાનનો સમયગાળો ક્રમશ: વધતો જણાશે.



મિત્રો, આવા અનેક મૌલિક પ્રયોગો વિચારી શકાય. દરેકની પોતિકી અનુભૂતિ હશે. તેની જ તો મજા છે. ચાલો, આજથી જ સંકલ્પ લઇએ. સવારના થોડા વહેલા ઊઠીને સ્નાન પછી દસ બાર સૂર્યનમસ્કાર અને છેલ્લે, જગતના પ્રસવિતા સવિતા નારાયણનું ૧૦૮ ગાયત્રી મંત્ર વડે ઘ્યાન!


ચાલો ઘ્યાન ઘ્યાન રમીએ...

ઘ્યાન એટલે સાવધાની. જાગૃતિના વ્યાયામથી સાવધતા કેળવી શકાય.



Dhyanઘ્યાન એ રમત બની શકે? મેડિટેશન અને ઘ્યાન જેવા શબ્દ સાંભળતાં જ મનમાં ગંભીરતાનાં વાદળો છવાય. કોઇ જટાધારી બાવા સાધુની છબી ઊપસી આવે. ઘ્યાન એ આમઆદમીની પહોંચની બહારની આઘ્યાત્મિક ક્રિયા તેવું લાગે, ખરુંને મિત્રો! પણ હકીકતમાં તેવું નથી.
ઘ્યાન એટલે જાગતિ. ઘ્યાન એટલે સાવધાની. આ બે સરળ વ્યાખ્યાઓ આપણે જોઇ ગયા છીએ. જાગૃતિ એટલે શું? જાગૃતિ એટલે જયાં અને જયારે, ત્યાં અને ત્યારે જ હોવું. જાગૃતિ એટલે અહીં અને અત્યારેનો અનુભવ.



ઊગતી ઉષા કે આથમતી સંઘ્યાની રંગભરી સંગતમાં કોઇ સરોવર પાળે બેઠા હોઇએ અને મન તેમાં લીન થઇ જાય તો કેવું સારું લાગે છે? અચાનક કોઇ પક્ષીનો તીણો-કર્કશ અવાજ ગુંજી ઊઠે. મનમાં શાંત જળમાં વમળો સર્જાય. નિસર્ગના ખોળેથી મન કયાંક દૂર કોઇ અણગમતા પ્રદેશમાં જઇ ચઢે. ઓફિસના બોસનું ચીડિયું મોઢું મનના આયને તરવરી ઊઠે. કોઇ સાથી કર્મચારીની ગંદી મજાક યાદ આવી જાય. જાણે આઇસક્રીમના સ્કૂપ પર કોઇ માખી બેઠી હોય તેવું લાગે. આવા સ્ખલનથી વિચલિત ન થઇએ.



પેલી અણગમતી યાદના પાયામાં રહેલ વાત પર ઘ્યાન આપીએ. દા.ત. બીજાની મજાક કે મસ્તીથી કોઇ તેને માત્ર બે વાક્યમાં ખરીદી શકે? મારા વ્યક્તિત્વમાં કોઇ મર્યાદા છે કે જે દૂર કરવી જરૂરી છે? યાદ રહે કે દરેક લાક્ષણિકતા એ મર્યાદા હોય તેવું જરૂરી નથી. ચહેરાનો આકાર, શરીરનો રંગ કે બોલચાલની ઢબને લાક્ષણિકતા કહેવાય, ન કે મર્યાદા.



અષ્ટાવક્રની વાર્તા સાંભળી છે? તેઓ વિદ્વાન ઋષિ હતા. તેઓ એકવાર જનક રાજાના દરબારમાં જઇ ચઢે છે. તેમની શારીરિક કુરુપતા જોઇને દરબારીઓ ખડખડાટ હસી પડે છે. ત્યારે આ અપમાનથી વિચલિત થયા વિના ઋષિ પોતાના જ્ઞાનનો પરચો આપીને સહુને ભોઠા પાડે છે. રાજા સહિત સૌ તેમની ક્ષમાયાચના કરે છે. અષ્ટાવક્ર ગીતા અત્યંત મનનીય ગણાય છે. દેહની કુરુપતા બુદ્ધિની સુંદરતા સામે પાણી ભરે તે આનું નામ! ફરીથી ઘ્યાન પર આવીએ. ઘ્યાન એટલે સાવધાની. જાગૃતિના વ્યાયામથી સાવધતા કેળવી શકાય.



ઘ્યાન માટે એક સરળ પ્રયોગ જોઇએ. કોઇ શાંત સ્થળે સુખાસન (સાદી પલાંઠી) કે સિદ્ધાસનમાં બેસીએ. આંખ બંધ કરીને મનના પ્રવાહો જોવા પ્રયાસ કરીએ. થોડા સમય પછી મન વિચારશૂન્ય થયેલું જણાશે. આ ક્ષણે કોઇ ગમતો શબ્દ મનના ચિત્રપટ પર કલ્પનાની પીછી વડે ઉપસાવીએ. આ શબ્દને સતત મમળાવતા રહીએ. થોડા સમય પછી એવું ખ્યાલમાં આવશે કે આ શબ્દ પરના ઘ્યાનનું સાતત્ય ખંડિત થયું છે. કોઇ બીજો વિચાર પાછલે દરવાજેથી ઘૂસી ગયો છે. જે ક્ષણે સ્ખલન થયાની ઘટના ઘ્યાન પર આવી તે જાગૃતિની ક્ષણ.



ઉપરના પ્રયોગથી ઊલટો પ્રયોગ પણ કરી શકાય. કોઇ એક અણગમતો શબ્દ સંકલ્પની સરહદ તોડીને કેટલીવાર ઘૂસી આવ્યો છે! ઘ્યાનના સ્ખલન માટે કોઇ અફસોસ ન કરીએ. ફરીથી એ જ મનગમતા શબ્દ પર ઘ્યાન કરીએ. અસ્ખલિત ઘ્યાનનો સમયગાળો ક્રમશ: વધતો જણાશે.



મિત્રો, આવા અનેક મૌલિક પ્રયોગો વિચારી શકાય. દરેકની પોતિકી અનુભૂતિ હશે. તેની જ તો મજા છે. ચાલો, આજથી જ સંકલ્પ લઇએ. સવારના થોડા વહેલા ઊઠીને સ્નાન પછી દસ બાર સૂર્યનમસ્કાર અને છેલ્લે, જગતના પ્રસવિતા સવિતા નારાયણનું ૧૦૮ ગાયત્રી મંત્ર વડે ઘ્યાન!


તંત્ર અને પાખંડથી દૂર રહેવાનું કહે છે, ભાગવત.............

રક્તાંબર,કાપાલિક તથા અજીબો ગરીબ વેશ-ભૂષા વાળા લોકોને જોઈને લોકોની બુદ્ધિ મોહિત થઈ જાય છે કારણ કે આ નાસ્તિક મત દેખાવમાં સુંદર છે અને ઘણી ચતુરાઈથી તેઓ પોતાના પક્ષનું સમર્થન કરે છે. ઈન્દ્રે પાપના આ વેશને પાખંડ સ્વરૂપે ધારણ કર્યો. માટે તે પાખંડ તરીકે ઓળખાયો.

tantraતંત્ર-મંત્રના નામે થનારી ઠગાઈને લઈને ભારતીય સંતોએ પહેલેથી ચેતવણી આપી છે. તંત્ર કે તાંત્રિક કોઈ ધર્મ નથી. કેવળ ધર્મના અંગ માત્ર છે. તંત્ર મંત્રમાં ક્યારેક કે પરિસ્થિતિ વશ સફળતા પ્રાપ્ત થાય છે, પરંતુ તેનાથી પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. આપણા ધર્મ ગ્રંથો તંત્ર અને તાંત્રિકોથી દૂર રહેવાની સલાહ આપે છે.

શ્રીમદ્ ભાગવતમાં પણ આવો જ એક પ્રસંગ આવે છે. શ્રીમદ્ ભાગવતના ચતુર્થ સ્કંધમાં મહારાજા પૃથુનું ચરિત્ર આવે છે. મહારાજા પૃથુએ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે 100 અશ્વમેઘ યજ્ઞ કરવાનું પ્રણ કર્યું હતું. ઈન્દ્રએ વિચાર્યું કે પૃથુ સો અશ્વમેઘ યજ્ઞ કરીને તેમની બરાબરી કરી લેશે. માટે તેમણે યજ્ઞમાં વિઘ્ન નાખવાના ઈરાદાથી પાખંડ કરીને વેશ પલટો કર્યો, જે અધર્મમાં ર્મનો ભ્રમ ઉત્પન્ન કરનારો હતો. મસ્તક પર જટાઝૂંડ અને શરીર પર ભષ્મ ધારણ કરીને તે યજ્ઞમાંથી યજ્ઞ અશ્વનું હરણ કરી ગયા.

પૃથુના પુત્રએ ઈન્દ્ર પાસેથી અશ્વ છોડાવીને તેને પાછો લાવીને પૂજન શરૂ કર્યું અને ઈન્દ્રએ હાથમાં ખોપરી અને ખટ્વાંગ ધારણ કરીને અશ્વને ચોરી લીધો. પૃથુના પુત્રએ ફરીથી અશ્વની રક્ષા કરી. પૃથુ ઈન્દ્રને તેમના કાર્ય માટે સજા આપવા માંગતા હતા. પરંતુ ઋષિ અત્રિએ તેમને રોક્યા હતા. ત્યારથી ઈન્દ્રના આ નિંદાપાત્ર વેશોને મંદબુદ્ધિ વાળા લોકોએ ગ્રહણ કર્યું છે.

નગ્ન, રક્તાંબર,કાપાલિક તથા અજીબો ગરીબ વેશ-ભૂષા વાળા લોકોને જોઈને લોકોની બુદ્ધિ મોહિત થઈ જાય છે કારણ કે આ નાસ્તિક મત દેખાવમાં સુંદર છે અને ઘણી ચતુરાઈથી તેઓ પોતાના પક્ષનું સમર્થન કરે છે. ઈન્દ્રે પાપના આ વેશને પાખંડ સ્વરૂપે ધારણ કર્યો. માટે તે પાખંડ તરીકે ઓળખાયો.

ભાગવતમાં એક શ્ર્લોક છે કે... ધર્મ ઇત્યુપધર્મેષુ નગ્નરક્તપટાદિષુ. પ્રાયેણ સજ્જતે ભ્રાન્ત્યા પેશલેષુ ચ વાગ્મિષુ(શ્રીમદ્ ભાગવત્) તાંત્રિક કાપાલિક વગેરે બાબાઓના ધોખામાં ન આવો. આ આપણને ભાગવત શીખવાડે છે. વાસ્તવમાં તે ઉપધર્મ માત્ર છે. લોકો ભ્રમવશ ધર્મ માનીને મા આશક્ત બની જાય છે અને આર્થિક, માનસિક, શારીરિક રૂપે શોષણનો શિકાર બને છે.

મૃત્યુ સમયે શું અનુભવે છે મનુષ્ય ?....

મૃત્યુ સમયે મનુષ્યને ખૂબ બેચેનીનો અનુભવ થાય છે. અકળામણની સાથે તકલીફ વધે છે. મૃત્યુ સમયે શરીરની દરેક નાડીઓમાંથી ખેંચાઇને પ્રાણ એક જગ્યા ઉપર એકત્રિત થઇ જાય છે.

Feelings of man during deathદુનિયામાં સમયે-સમયે એવા નરશ્રેષ્ઠ મનુષ્યો આવતા રહે છે જે વર્ષો જૂના રહસ્યો પરથી પડદો ઉઠાવી માનવતા ઉપર ઉપકાર કરે છે. આવી આત્મજ્ઞાની મહાન આત્માઓ પોતાના જીવનકાળમાં જ યોગ, તપસ્યા, ભક્તિ કે સાધનાના કોઇ અન્ય માર્ગ દ્વારા ચેતનાની ઉચ્ચતમ અવસ્થા પર પહોંચી જાય છે. ચેતનાની તે ઉચ્ચતમ અવસ્થાને જ આત્મજ્ઞાન, કૈવલ્ય અથવા જીવિત મોક્ષના નામે ઓળખવામાં આવે છે. મહર્ષિ પતંજલિ પોતાના અષ્ટાંગ યોગમાં જેને સમાધિની અવસ્થા કહે છે, તે પણ આત્મજ્ઞાનની જ અવસ્થા હોય છે. આવા જ આત્મજ્ઞાની મહાપુરુષો સમાધિની અવસ્થામાં સમયના બંધનમાંથી મુક્ત થઇ જાય છે. તેઓ આ દરમિયાન જ મૃત્યુ પૂર્વેની અને મૃત્યુ બાદની ઘટનાઓને જાણી લે છે. આ યોગસિદ્ધ આત્માઓ દ્વારા પ્રાપ્ત થતા જ્ઞાન અનુસાર મરી રહેલી વ્યક્તિની કંઇક આ પ્રકારની દશા થાય છે-

નિશબ્દ પીડા- મૃત્યુ સમયે મનુષ્યને ખૂબ બેચેનીનો અનુભવ થાય છે. અકળામણની સાથે તકલીફ વધે છે. મૃત્યુ સમયે શરીરની દરેક નાડીઓમાંથી ખેંચાઇને પ્રાણ એક જગ્યા ઉપર એકત્રિત થઇ જાય છે, પરંતુ અનેક વર્ષોની આદતને કારણે તે પ્રાણ ફરીથી નાડીઓમાં એકત્રિત થઇ જાય છે જેના કારણે અસહ્ય ઝટકો લાગે છે. એ ઝટકાનો આઘાત જ પીડા કે કષ્ટનું કારણ છે જે પીડા મરી રહેલી વ્યક્તિને થાય છે. મૃત્યુ પહેલા નિશ્વિત રુપે પ્રાણીને પીડા થાય છે પરંતુ તે સમયની દશામાં તે કંઇ બોલી શકતો નથી.

તે મંત્ર આપનું જીવન બદલી શકે છે...

મંત્ર વિજ્ઞાનના ક્ષેત્રમાં દુનિયાભરમાં આજ સુધી જેટલા પણ મંત્ર શોધવામાં આવ્યા છે કે બનાવવામાં આવ્યા છે તેમાં ગાયત્રી મંત્રને સર્વોચ્ચ શક્તિશાળી એને સર્વ સમર્થ મંત્રનો દરજ્જો પ્રાપ્ત થયો છે.



Gayatri Mantra can change the lifeજે મનના તંત્ર પર અધિકાર રાખે છે, તે જ મંત્ર છે. મનનું તંત્ર એટલે કે મનની સિસ્ટમ. મંત્ર એક એવું રીમોટ કંટ્રોલ છે કે જે મન અને તેની અપ્રત્યાશિ શક્તિઓને ન કેવળ નિયંત્રિત કરે છે પણ પોતાની સુવિધા અનુસાર સંચાલિત પણ કરી શકે છે. ધ્વનિ વિજ્ઞાન જ મંત્રનો આધાર છે. ધ્વનિની અદભૂત શક્તિની સાથે, સાધકોનું મનોબળ અને એકાગ્રતાની શક્તિ મળીને એક એવી અજેય શક્તિ બની જાય છે કે જેના માટે કંઇ પણ અસંભવ નથી રહેતું. આ અજેય શક્તિને સાધક જ્યારે કોઇ નિર્ધારિત લક્ષ્ય પર પ્રેષિત કરે છે તો વિધિનું ગુપ્ત વિધાન તેને અનુરૂપ બની જાય છે.



એક નવી દુનિયા- મંત્ર વિજ્ઞાનના ક્ષેત્રમાં દુનિયાભરમાં આજ સુધી જેટલા પણ મંત્ર શોધવામાં આવ્યા છે કે બનાવવામાં આવ્યા છે તેમાં ગાયત્રી મંત્રને સર્વોચ્ચ શક્તિશાળી એને સર્વ સમર્થ મંત્રનો દરજ્જો પ્રાપ્ત થયો છે. બ્રહ્મઋષિ વિશ્વામિત્રે એક નવીન સૃષ્ટિ રચવાનો જે અભિનવ ચમત્કાર કર્યો હતો, તે આ ગાયત્રી મંત્ર દ્વારા પ્રાપ્ય શક્તિના આધાર ઉપર કર્યો હતો. આ તો એક ઉદાહરણમાત્ર છે, આવા અનેક ચમત્કારો ગાયત્રી મંત્રના બળ ઉપર થઇ ચૂક્યા છે. વેદ, ઉપનિષદ, પુરાણ આદિ તમામ ગ્રંથ ગાયત્રી મંત્રના અદભૂત અને આશ્વર્યજનક ચમત્કારોથી ભરેલા છે. આજે પણ જો કોઇ સંપૂર્ણ વિધિ-વિધાન દ્વારા ગાયત્રી મંત્રની સાધના કરે તો લક્ષ્ય કોઇ પણ હોય, ભૌતિક કે આધ્યાત્મિક દરેક હાલમાં તે પ્રાપ્ત કરી શકાય છે.


મૃત્યુ, એક મીઠું સત્ય.................

મનુષ્યના જગતનું સૌથી મોટું એન એકમાત્ર આશ્વર્ય એ જ છે કે તે જીવનભર આ મૃત્યુને ભુલાવતો જ રહે છે.



Death મૃત્યુ, મોત, ઇંતકાલ કે ડેથ, દુનિયાની તમામ ભાષાઓમાંના અત્યાર સુધીના કેટલાક શબ્દો પૈકીના સુંદર શબ્દો. આપને થશે કે મત્યુ જેવી ઘટના સાથે જોડાયેલા શબ્દો સુંદર કઇ રીતે હોઇ શકે! તો આ શબ્દો ત્યારે સુંદર લાગશે જ્યારે કોઇ ઉપરનું આવરણ ભેદીને અંદરના આવરણમાં ડોકિયું કરી શકશે. મૃત્યુ એક અકળ સત્ય છે, પણ જીવનના અન્ય સત્યોની સરખામણીમાં એકદમ અલગ છે. જીવનના અન્ય સત્યો કડવા લાગે છે, જ્યારે મોત મનુષ્યના જીવનનું એકમાત્ર સત્ય છે જે રંગ, રુપ અને સ્વાદથી પર છે. જ્યારે મનુષ્યનો સામનો મોત સાથે થાય છે ત્યાં સુધી તે તમામ વ્યક્ત અનુભવોમાંથી ઉપર આવી ચુક્યો હોય છે. મૃત્યુ સમયે અને મૃત્યુ થઇ ગયા ઉપરાંત માણસને તેની યોગ્યતા એટલે કે પ્રારબ્ધ કે કર્મફળ અનુસાર જ અવ્યક્ત કલેશ કે અકથનીય આનંદની પ્રાપ્તિ થાય છે. જ્યારે ઘણાખરા લોકોને આ બંને કિનારાની વચ્ચેનો અનુભવ થાય છે.



યાત્રાના પ્રારંભ અને અંતની જેમ જ જન્મ અને મૃત્યુ પણ જીવન-યાત્રાની બે મહત્વપૂર્ણ ઘટના છે. બંનેમાંથી જો કોઇને પસંદ કરવું હોય તો મૃત્યુ જ મનુષ્ય માટે વધારે મહત્વપૂર્ણ છે કારણ કે તેનું આયોજન સંપૂર્ણ રીતે તેના હાથમાં છે. સારું કે ખરાબ મોત મનુષ્ય પોતે જ રચે છે.



મનુષ્યના જગતનું સૌથી મોટું એન એકમાત્ર આશ્વર્ય એ જ છે કે તે જીવનભર આ મૃત્યુને ભુલાવતો જ રહે છે. તેને દુનિયાની તમામ અવાસ્તવિક, જુઠ્ઠી અને ક્ષણિક વાતો યાદ રહે છે પણ મોત નહીં. સમજદારી એમાં જ છે કે તે રીમાઇન્ડરમાં મૂકીને, ડાયરી કે કેલેન્ડરમાં લખીને કે દિવાલ પર લખીને રાખે કે તેને વધુમાં વધુ કેટલા વર્ષ આ શરીરમાં રહેવાનું છે. મૃત્યુ જીવનનો અંત નથી, આ શરીરનો અંત છે. જીવન તો માત્ર મૃત્યુ અને જન્મની વચ્ચે આરામ લે છે.