Monday, July 12, 2010

દીકરી એ માતા-પિતાના ઘરનું એક અવિભાજ્ય અંગ છે
‘‘ત્રીજા સંતાન તરીકે જન્મવું એ માસૂમનો
અપરાધ નથી. સંતાનમાં ભેદભાવ રાખવો એ સંતાનનો જ નહિ, એના સર્જનહાર પરમાત્માનો પણ અપરાધ છે’’- લક્ષ્યાંકનું સમાજ-દર્શન


દીકરી માસૂમ ઘરમાં હંમેશા મૌન રહેતી....એકાંતપ્રિય પણ ખરી, પણ બહાર નીકળે ત્યારે એટલું બોલે કે સાંભળનાર થાકી જાય. માસૂમના ભાઈ રાહીનો મિત્ર લક્ષ્યાંક માસૂમનો આ સ્વભાવ જાણતો હતો. પણ માસૂમના આવા બેવડા વ્યક્તિત્વને સમજી શકતો નહોતો. ક્યારેક તો લક્ષ્યાંક માસૂમનાં કાકીમા આગળ ફરિયાદ કરતો ઃ ‘‘કાકીમા, આ તમારી ભત્રીજી બહુ બોલકી છે. પણ ઘરમાં બોલતી બંધ...આવું કેમ ?’’

માસૂમના જીવનમાં તેનો એકમાત્ર સહારો હતો તેનાં કાકીમા. એના પપ્પા કૉલેજમાં પ્રોફેસર હતા પણ બાળમનોવિજ્ઞાનથી સાવ અજાણ. માસૂમની મમ્મી શાળામાં શિક્ષિકા હતાં, પણ બાળઉછેરના સિદ્ધાંતોની લેશમાત્ર પરવા ન કરે. માસૂમને એ બન્નેના વર્તન સામે ભારે રોષ. માસૂમ તેમનું ત્રીજું સંતાન...માસૂમનું આગમન અનિચ્છાએ થયેલું. માસૂમના પપ્પા વાતવાતમાં મોટી દીકરી પ્રથમાની પ્રશંસા કર્યા કરે, અને માસૂમની હાજરીની નોંધ પણ ન લે. પ્રથમા કેટલી શાણી અને સમજદાર છે એ જ એમની વાતોમાંથી ફલિત થાય.

‘‘અને મને આ મારો વચલો રાહી ખૂબ જ વહાલો છે. બારમા ધોરણની પરીક્ષા એણે આપી, પણ હજીયે એના હૃદયમાં માતૃપ્રેમમાં સહેજ પણ ઓટ નથી આવી. અને અભ્યાસમાં પણ કેવો તેજસ્વી ! કોણ જાણે કેમ આ ત્રીજા નંબરની માસૂમ આવી વિચિત્ર નીકળી ? ભગવાને રૂપાળી બનાવી પણ રૂપને શું ધોઈ પીવાનું ? ભણવાનું એને જરાય ગમતું નથી. બસ ફૂલફટાક થઈને ફરવું ગમે છે. કોણ જાણે શું પાપ કર્યા હશે તે અમારા નસીબે આ પથરો જન્મ્યો ?’’ માસૂમની મમ્મી વ્યંગ્ય કરવાની એકેય તક જતી નહોતાં કરતાં.

અને માસૂમના પપ્પા પણ તરત જ માસૂમ પરના શાબ્દિક આક્રમણમાં વિના કારણ જોડાઈ જતા ‘‘તારી વાત સાવ સાચી છે. માસૂમમાં ‘કલ્ચર’ જેવું કશું જ નથી ! ટાપ-ટીપ કરીને બસ ભટક્યા કરે છે. બર્થડેના દિવસે પંદરસો રૂપિયાના તો ડ્રેસ ખરીદી લાવી. મોટી માલેતૂજારની દીકરી ન જોઈ હોય તો ! એના કરતાં આપણી મોટી પ્રથમા લાખ દરજ્જે સારી ! વાપરવા પૈસા લીધા હોય તો એમાંથી યે બચાવીને આપણને પૈસા પાછા આપે અને ભણવામાં પણ એક્કો છે એક્કો. અને આપણો રાહી...દીકરો હોવા છતાં કેટલો નમ્ર, નિખાલસ અને મહેનતુ છે.

ભણવામાં પણ ખૂબ જ તેજસ્વી. મોટો થઈને આપણું નામ ઉજાળશે. અને આ માસૂમનું તો ભલું પૂછવું ! કોણ જાણે એ કાંઈ જુદી જ માટીની બનેલી છે. અરે ત્રીજા સંતાનની આપણને જરૂર જ ક્યાં હતી ? નસીબ આપણું વાંકું !!’’ નાનપણથી જ આવા અણગમતા સંવાદો માસૂમ સાંભળતી આવી હતી. માસૂમની નિષ્પાપ આંખો, માસૂમ ચહેરો, ઓછાબોલો અને એકાન્તપ્રિય સ્વભાવ જોઈને તેની મમ્મી કહેતી ઃ ‘‘માસૂમ તો મનની મેલી છે. ના કોઈ સાથે બોલવું-ચાલવું, ન કોઈ સાથે હળવું-મળવું. કોણ જાણે એના મનમાં શું ભર્યું છે ! અને મારો રાહી સો દીકરાનું સાટુ વાળી આપે એવો રૂડો રૂપાળો અને ગુણવાન છે ! મોટી પ્રથમા પણ ભારે આજ્ઞાંકિત.’’

માસૂમને પોતે ભર્યા-ભાદર્યા ઘરમાં એકલું લાગતું હતું. મોટીબેન પ્રથમા આજ્ઞાંકિત છે એટલે મમ્મી-પપ્પા તેને ચાહે છે. અને રાહી એ કુળદીપક છે, એટલે તેને મનમાની છૂટ મળે છે. કારણકે માતૃભક્તિ-પિતૃભક્તિનો ડોળ કરતાં એ થાકતો નથી....પોતાનામાં રસ લેનારૂં કોઈ નથી, એવું માસૂમને લાગતું હતું. હા, રસ લેનાર એકમાત્ર વ્યક્તિ હતાં તેનાં કાકીમા, જેઓ હંમેશાં માસૂમની પ્રશંસા કરતાં અને પાસે બેસાડીને તેની વાતો પ્રેમથી સાંભળતાં હતાં. બાકી તેનાં મમ્મી-પપ્પાને માસૂમનું આગમન જરાય રૂચતું નહોતું. એમને ત્રીજા સંતાનની જરૂર પણ નહોતી અને દીકરીની તો જરાપણ આવશ્યકતા નહોતી. બહાર હંસી-મજાક કરનારી માસૂમ ઘરમાં ચૂપ રહેતી.

માસૂમ દસમા ધોરણમાં આવી એટલે તેનાં મમ્મી-પપ્પાએ આપખુદશાહીનું એક લિસ્ટ જાહેર કર્યું.
- માસૂમ હવે તારૂણ્યમાં પ્રવેશી છે એટલે તેના ફોન સેન્સર થશે !
- મમ્મી કે પપ્પા જાતે જ ફોન ઉઠાવશે અને યોગ્ય લાગે તેવા જ ફોન માસૂમને આપવામાં આવશે.
એક નામની વ્યક્તિના સપ્તાહમાં બેથી વઘુ ફોન આવશે તો એ વ્યક્તિનો માસૂમે પરિચય આપવાનો રહેશે.
- માસૂમે બોય-ફ્રેન્ડ રાખવાના નહીં અને જો હોય તો તેમનો પરિચય મમ્મીને આપવાનો રહેશે. જરૂર જણાતાં એમને ઓળખ-પરેડમાં હાજર રાખવાં પડશે.

- હરવા-ફરવા કે પિકનિક-પ્રવાસના કાર્યક્રમો પૂર્વમંજૂરી સિવાય ગોઠવવા નહીં.
- ધોરણ દસમાની બોર્ડની પરીક્ષા હોવાથી મહેનત કરીને સારા માર્ક્સ લાવવાના રહેશે. માસૂમ નાપાસ થશે તો આગળ ભણવાનું સદંતર બંધ.
મમ્મી-પપ્પાના આ ‘જાહેરનામા’થી માસૂમ સમસમી ઊઠી હતી. પપ્પાનો માર ખાઈ લેવાની તૈયારી સાથે પણ તે વિદ્રોહી બનવા માગતી હતી. પણ ભાઈ રાહી તથા કાકીમાએ છૂપી રીતે હાથ જોડીને તેને શાન્ત રહેવાનો ઈશારો કર્યો હતો. રાહી પોતાની બહેન માસૂમને હૃદયથી ચાહતો હતો, પણ મમ્મી-પપ્પા આગળ એ લાગણી પ્રદર્શિત કરવાની હિંમત નહોતો કરતો.

કાકીમાને પોતાનો પક્ષ લઈને મમ્મી-પપ્પાને ઠપકો આપવાની માસૂમે વિનંતી કરી. પરંતુ કાકીમાએ પોતાની લાચારી વ્યક્ત કરતાં કહ્યું હતું ઃ ‘‘બેટા, તારી લાગણી હું સમજી શકું છું, પણ હું ય આ ઘરની આશ્રિત છું. હૃદયની બીમારીને કારણે હું એકલી રહેવા અસમર્થ હતી, એટલે વિધવા ભાભીની દયા ખાઈને તારા પપ્પા તારી મમ્મીની ઈચ્છા વિરૂદ્ધ મને અહીં તેડી લાવ્યા છે. શબ્દોનાં બાણ તારે એકલીએ સહેવાં પડે છે, એવું નથી. પણ કરવું શું ? તું તો પાંખો ફૂટશે એટલે ઊડીને મનફાવતી ડાળે બેસી જઈશ, પણ મારા જેવા ઊડવાની તાકાત ગુમાવી બેઠેલા પંખી માટે આ માળામાં પડ્યા રહેવા સિવાય બીજો રસ્તો પણ શો બેટા ? મા-બાપના શબ્દોને સહી લેવામાં જ શાણપણ છે.’’ અને માસૂમ ચૂપ થઈ ગઈ હતી.

દસમા ધોરણનો વિદ્યાર્થી-વિદાય સમારંભ તેને બરાબર યાદ છે. માસૂમે જાહેરમાં કહ્યું હતું ઃ ‘‘મમતા, પ્રેમ, લાગણી અને શિસ્તના બહાના હેઠળ ગુરૂજનો અને વડીલો આપણું શોષણ કરે છે.’’ શાળાના આચાર્યે ત્યારે એને કેટલો બધો ઠપકો આપ્યો હતો ! આવી ઉદ્ધત અને બેજવાબદાર છોકરીને વર્ગ વતી વકતૃત્વનો મોકો આપવા બદલ એમણે વર્ગશિક્ષકનો પણ ઉધડો લીધો હતો. માસૂમ અને તેનાં મમ્મી-પપ્પા વચ્ચે અબોલા શરૂ થઈ ગયા હતા. કારણ કે તેના વર્ગમાં ભણતી બંદગીએ કહ્યું હતું કે ફોન પર માસૂમના મમ્મીએ તેની સાથે અપમાનજક ભાષામાં વાત કરી હતી.

એ પછીના દિવસોમાં માસૂમના મનમાં મમ્મી-પપ્પા પ્રત્યે કડવાશનો ભાવ વધવા માંડ્યો. ઘરમાં પ્રેમ-લાગણી ન મળતાં માસૂમ સહેલીઓની સોબતમાં રહેવા લાગી. એનામાં આવેલા પરિવર્તનને સહૃદયતાપૂર્વક સમજવાને બદલે માસૂમનાં મમ્મી-પપ્પાએ એને અવળે માર્ગે ચઢી ગયેલી માની વઢવાની માત્રા વધારી દીધી. ક્યારેક માસૂમ ઉશ્કેરાઈને આકરાં વેણ ઉચ્ચારતી, પણ કાકીમા વચ્ચે પડતાં. પોતાના સોગંદ નાખી તેને બોલતી બંધ કરી દેતાં. સમજાવીને પોતાના રૂમમાં લઈ જતાં. આશ્વાસન આપી માસૂમને ઠંડી પાડતાં અને બગડતી બાજી સુધરી જતી.

માસૂમ રિસાઈને જમ્યા વગર સૂઈ જાય તો તેની પ્રતિક્રિયા રૂપે મમ્મી કહેતી ઃ ‘‘ફરંદા લોકોનું પેટ ક્યારેય ખાલી નથી હોતું. બેનપણાં-સહીપણાં સાથે નાસ્તો ઝાપટી લીધો હશે, એટલે નહીં ખાવાનું નાટક કરે છે. ખાલી નામ જ માસૂમ છે. બાકી તો છે એક નંબરની બદમાશ.’’
એ પછીના દિવસોમાં કશી જ ઘટના બની નહોતી. મમ્મી-પપ્પા એને પોતાના અનુશાસન-આગ્રહની જીતનો વિષય માનતાં હતાં. મમ્મી-પપ્પા સાથેના માસૂમના સબંધો યંત્રવત્ બની ગયા. માસૂમ ડાઈનિંગ ટેબલ પર જમવા આવતી પણ કશી જ ઉષ્મા અને આત્મીયતા વગર ! માસૂમની હાજરી હોય ત્યારે ઘરમાં ભારેખમ વાતાવરણ સર્જાઈ જતું. માસૂમની મોટી બેન પ્રથમા પોતાનામાં જ મસ્ત રહેતી. માસૂમની બિલકુલ દરકાર નહોતી રાખતી. માસૂમનો ભાઈ રાહી ધોરણ બારમામાં હોવાથી ટયૂશન અને સ્કૂલ વચ્ચે એટલો વ્યસ્ત રહેતો હતો કે ઘરમાં શું ચાલે છે, તેની પણ તેને ખબર નહોતી પડતી !

અને માસૂમનાં મમ્મી-પપ્પા પ્રથમા તથા રાહી પર પ્રેમવર્ષા કરતાં થાકતાં નહોતાં.
માસૂમના પરિચયમાં લક્ષ્યાંક આકસ્મિક રીતે જ આવ્યો હતો. લક્ષ્યાંક માસૂમના ભાઈ રાહીનો ખાસ મિત્ર હતો. એ કૉલેજમાં અભ્યાસ કરતો હતો અને રાહી બારમામાં. લક્ષ્યાંક રાહીને વાંચવામાં કંપની આપવા માટે તેના ઘરે આવતો હતો. રાહી અને લક્ષ્યાંક બન્ને રાત્રે મોડા સુધી વાંચીને પરીક્ષાની તૈયારી કરતા હતા. એકવાર ઘરનાં બધાં જ નાસ્તો કરવા માટે ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયાં હતાં ત્યારે, રાહી સાથે લક્ષ્યાંક પણ નાસ્તો કરવા બેઠો હતો. લક્ષ્યાંકને માસૂમની ગેરહાજરીથી નવાઈ લાગી. એણે ચારેબાજુ નજર કરી. માસૂમ એકલી એના રૂમમાં બારી પાસે ઊભી હતી. લક્ષ્યાંક નાસ્તાની ડિશ લઈને માસૂમ પાસે પહોંચી ગયો ઃ ‘‘લો, નાસ્તો કરો. મમ્મીએ આ ડિશ તમારે માટે મોકલી છે.’’

માસૂમ બરાબર જાણતી હતી કે મમ્મી નાસ્તાની ડિશ મોકલાવે, તે વાત જ અશક્ય છે. માસૂમને આશ્ચર્ય થયું. એની પોતાની મમ્મીના હૃદયમાં માસૂમ માટે હેતનો ઝરો સૂકાઈ રહ્યો છે, ત્યારે આ રાહીનો મિત્ર લક્ષ્યાંક જે પરાયો હોવા છતાં તેના માટે આટલી બધી લાગણી રાખે છે ! લક્ષ્યાંક માસૂમને ડાઇનિંગ ટેબલ પાસે લઈ આવ્યો અને માસૂમને બધાંની સાથે બેસીને નાસ્તો કરવા જણાવ્યું. રાહીને ઠપકો આપતાં તેણે કહ્યું ઃ ‘‘રાહી, આમ કેમ ? તારી નાની બેનને જ તું ભૂલી ગયો ? છે પોતાની અને રાખે છે અળગી ? આપણને એવી બેવડી નીતિ પસંદ નથી. લક્ષ્યાંકે માસૂમને ખુરશીમાં બેસાડી અને પોતાના જ હાથે એક ગુલાબજાંબુ તેના મોંઢામાં મૂકી દીઘું. લાગણીભૂખી માસૂમની આંખો ત્યારે અનાયાસ જ ભીની થઈ ગઈ હતી.

અને ત્યારથી લક્ષ્યાંક સાથે માસૂમની આત્મીયતા વધી ગઈ હતી. લક્ષ્યાંકને સમજતાં વાર ન લાગી કે માસૂમ ઘરમાં એકલી પડી ગઈ છે. પૂરો પરિવાર હોવા છતાં માસૂમ ઓથ વગર તડપે છે. ઘરમાં કોઈ એની સાથે વાત પણ કરતું નથી અને એ પણ મૌન ધારણ કરી ઉદાસ ચહેરે નીરસ જિંદગી જીવી રહી છે. માસૂમ તેની મોટીબેન પ્રથમા કરતાં ચાર વર્ષ નાની હતી. માસૂમના પપ્પા પ્રથમા માટે ભેટ-સોગાદો લઈ આવે ત્યારે કહેતાં કે માસૂમ હજુ ઘણી નાની છે. ભેટ-સોગાદોને લાયક હજુ તેની ઊંમર નથી. માસૂમ પોતાનું અપમાન મનોમન સહી લેતી.
મમ્મ-પપ્પાના ‘પુનિત પગલે’ ચાલતી પ્રથમા અને રાહી પણ હવે માસૂમને અપમાનલાયક પ્રાણી ગણતાં થઇ ગયાં હતાં. માસૂમનું રૂદન પણ એક અપરાધ ગણાતો હતો. માસૂમ સ્નેહ, સદ્ભાવ અને આદર માટે તડપતી હતી, પણ સઘળું એનાથી દૂર રહેતું હતું. પ્રત્યેક સવાર તેના માટે અપમાન અને ઉપેક્ષાનો સંદેશ લઈને ઊગતી અને પ્રત્યેક સાંજ તેના દામનમાં આંસુનો ઉપહાર ભરીને અદ્રશ્ય થઈ જતી.

માસૂમનું મન દુઃખ, આઘાત અને વિષાદથી પ્રતિદિન કમજોર બની રહ્યું હતું. માનસિક તનાવમાં રહેતી માસૂમનો અભ્યાસ પણ બંધ થઈ ગયો. દસમાથી આગળ ભણવાની તેની હિંમત જ હણાઈ ગઈ હતી. એક સવારે કામવાળી શેઠાણીબાના નામની બૂમો પાડવા લાગી. એટલે ઘરમાં બધાં આંખો ચોળતાં-ચોળતાં દોડી આવ્યાં. અને કામવાળીને તતડાવી નાખી- આમ સવારના પહોરમાં બૂમાબૂમ કરવા માટે ! ત્યાં જ કામવાળીએ ડાઇનિંગ ટેબલ પર પડેલી એક ચિઠ્ઠી શેઠ સાહેબના હાથમાં મૂકી, જેમાં લખ્યું હતું ઃ ‘‘મારો અપરાધ એટલો છે કે મારો અપરાધ કાંઈ જ નથી. હા, હું તમારૂં અણગમતું ત્રીજા નંબરનું સંતાન છું, એટલો વાંક મારો ગણી શકાય, અને તે પણ દીકરી હોવાને કારણે ! હું જાણું છું કે ઘરમાં મને કોઈ પ્રેમ કરતું નથી. બે-ચાર જોડ વસ્ત્રો કે પેટનો ખાડો પૂરવા જેટલી બે સમયની પતરાળી ખાતર પિતાની મહેરબાની મારે નથી જોઈતી. મારી ઊંમર અઢાર વર્ષની તો થઈ ગઈ છે. હું નોકરી સ્વીકારી લઈશ અને મારૂં એકલીનું ભરણપોષણ તો ચોક્કસ કરી શકીશ, માસૂમ.’’

માસૂમનાં મમ્મી-પપ્પાને દુઃખ તો થયું પણ માસૂમના જવાને કારણે નહીં, પરંતુ સમાજમાં ઇજ્જત જવાને કારણે...તેમણે માસૂમને શોધીને પાછી ઘરે લાવવાનું નક્કી કર્યું. ત્યાં જ રાહીનો મિત્ર લક્ષ્યાંક આવી પહોંચ્યો. અને તેની પાછળ ઊભી હતી માસૂમ.
‘અચ્છા, તો એમ કહેને કે લક્ષ્યાંક સાથે ચોકઠું ગોઠવવા જ તેં ઘર છોડવાનું નાટક કર્યું હતું.’’- માસૂમની મમ્મીએ કહ્યું.
‘‘લક્ષ્યાંક અહીં પેંધો પડ્યો, ત્યારથી જ મને ખાત્રી હતી કે દાળમાં કાંઈક કાળું છે !’’- માસૂમના પપ્પાએ કહ્યું....
કાકીમાએ કહ્યું ઃ ‘‘ઘી ઢળ્યું તોય ખીચડીમાં. લક્ષ્યાંકને માસૂમ પસંદ હોય તો.’’

લક્ષ્યાંક હજી ચૂપ હતો. એણે એકાએક મૌન તોડ્યું અને મક્કમ અવાજે કહ્યું ઃ ‘‘હું નથી તકવાદી કે નથી ઇચ્છતો માસૂમની માસૂમિયતનો ગેરલાભ લેવા. જે ધર્મ એક ભાઈ તરીકે રાહી અદા ન કરી શક્યો, એ ધર્મ અદા કરવાની મારી ફરજ છે ! દીકરી ને ગાય મા-બાપ એને દોરે ત્યાં દોરાય-’નો જમાનો વીતી ગયો. એ નથી પારકી થાપણ કે નથી ગૌદાનની જેમ ‘વરરાજા’ને દાનમાં આપવાની વસ્તુ. દીકરી એ વ્યક્તિ છે, માતા-પિતાના ઘરનું એક અવિભાજ્ય અંગ. માતા-પિતાના રક્તમાંથી જન્મેલું એક હાડ-માંસવાળું નોખું વ્યક્તિત્ત્વ. જેટલો હક, અને વાત્સલ્ય દીકરાને મળવો જોઈએ, એટલો હક લાગણી અને પ્રેમ દીકરીને પણ મળવો જોઈએ. ત્રીજા સંતાન તરીકે જન્મવું એ માસૂમનો પોતાનો અપરાધ નથી !

સંતાનમાં ભેદભાવ રાખવો એ સંતાનનો જ નહીં, એના સર્જનહાર પરમાત્માનો પણ અપરાધ છે. મારા પપ્પાજી એડવોકેટ છે. એમણે માસૂમને દીકરી તરીકે તેના તમામ અધિકાર અપાવવાનું માસૂમને વચન આપ્યું છે. માસૂમે એકલા રહેવું હોય તો તેને ઘર અપાવવાની જવાબદારી તમારા બંધાની છે. ત્યાં સુધી મારા પપ્પા એને મારી બહેન તરીકે અમારા ઘરમાં રાખશે. સામાજિક સમસ્યાઓને કોર્ટને બદલે માનવતાના અભિગમથી ઉકેલવી એમાં જ સંસ્કારિતા છે. મારી વાત ગળે ઉતરે તો સમાધાનની ભૂમિકા લઈ મારા એડવોકેટ પપ્પાને મળવા આવજો. ત્યાં સુધી રાહ ભૂલેલા રાહી અને પ્રથમાની નાની બહેન અમારે ઘેર જ રહેશે. ચાલ બહેન, માસૂમ, આપણે જઈએ. વડીલોના અંતઃકરણમાં વાત્સલ્યનું ઝરણું ફૂટે એ શુભઘડીની આપણે પ્રતીક્ષા કરીશું....’ અને માસૂમ પોતાના ધર્મબંઘુ લક્ષ્યાંક સાથે તેને ઘેર જવા વિદાય થઈ હતી.

નેટોલોજી.......

ઈન્ટરનેટ પર લોટરી દ્વારા છેતરપીંડી...

ઈન્ટરનેટનો વ્યાપ વધવાની સાથે છેતરપીંડીના કિસ્સાઓ પણ વધતા જાય છે. છેતરપિંડીની નવી ટેકનીકમાં લોટરીનો ઉમેરો છે. તમને વિદેશમાં લોટરી લાગી છે તેવું જણાવતો ઈ-મેલ આવે તો મહેરબાની કરીને આગળ ના વધશો. ઈન્ટરનેટ પર છેતરપીંડી કરનારા તમામ ડોક્યુમેન્ટ બતાવીને તમને વિશ્વાસમાં લે છે અને પછી તમારી પાસેથી પૈસા ખંખેરવાનું શરૂ કરે છે.


નબળા કાયદા અને ન્હોર વિનાના આઈટી એમેન્ડમેન્ટસના કારણે સર્ફીંગ કરનારા છેતરાઈ રહ્યા છે. આ લોકો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડોક્યુમેન્ટ બતાવીને લોકોનો વિશ્વાસ જીતી લે છે. તાજેતરમાં આવા લોકોની જાળમાં ફસાયેલાએ ૭૦ હજાર ચૂકવ્યા પછી પણ લોટરીની રકમ મેળવવી હોય તો બીજા ટેક્સના પૈસા ચૂકવવાનું જણાવતા ક્રોસચેકિંગ માટે આરબીઆઈની મુલાકાત લેતા તેમણે આ છેતરપીંડી જણાવી હતી. આ લોકો પૈસા જમા માટેનું ખાતુ પણ આપતા હોવાથી લોકોનો વિશ્વાસ વધે છે પરંતુ ઓવરઓલ આ એક વ્યવસ્થિત નેટવર્ક છે. ટૂંકમાં તમારા મેલબોક્સમાં આવો મેલ આવે તો સમજ જો કે કોઈ છેતરપીંડી કરનારા છે માટે ચેતજો...

ફીનલેન્ડમાં દરેકને બ્રોડબેન્ડના હકનો કાયદો

ભારતમાં દરેકને શિક્ષણનો હક છે એ કાયદો લાવવાના ધાંધીયા છે પણ ફીનલેન્ડમાં તો દરેકને બ્રોડબેન્ડ એસેસનો હક છે એવો કાયદો છે. ફીનલેન્ડમાં દરેક નાગરિકને બ્રોડબેન્ડની સવલત આપવા માટે ટેલિકોમ્યુનિકેશન ડીપાર્ટમેન્ટને ફરજ પડાય છે. એક એમબીએસની સ્પીડવાળું બ્રોડબેન્ડ મેળવવા તે હકદાર છે. જો એમ ના થાય તો તે કંપની પર કેસ કરી શકે છે. ફીનલેન્ડ ભારતની સરખામણીમાં ઘણું નાનું છે. તેની વસ્તી ૫૩ લાખ જેટલી છે પરંતુ આ નાનો દેશ મોટા દેશને બ્રોડબેન્ડની સવલતનો આઈડિયા આપે છે. ભારતમાં ઈન્ટરનેટની શરૂઆત બીએસએનએલ જેવી બીન જવાબદાર કંપની મારફતે થઈ હતી. કનેકશનની માથાકુટથી કંટાળતા લોકો પછી નેટથી દૂર રહેવા લાગ્યા હતા. જો કે અન્ય સર્વિસ પ્રોવાઈડર્સ આવતા બીએસએનએલને સારી સર્વિસ આપવાની ફરજ પડી હતી. જો કે ફીનલેન્ડે નવો રાહ ચીંઘ્યો છે.

ઈન્ટરનેટ બેન્ડવીથ
ઈન્ટરનેટ બેન્ડવીથની સમસ્યાથી સમગ્ર ગુજરાત હેરાન થઈ રહ્યું છે. બેન્ડવીથ પ્રોવાઈડર બીએસએનએલ આ કામમાં પછડાટ ખાઈ ચૂક્યું છે. એટલે જ નવા સર્વિસ પ્રોવાઈડરને સ્થાન મળે છે. ઈન્ટરનેટ સ્પીડના ધાંધીયાના કારણે ગુજરાતમાં ઈ-કોમર્સ અને ઈ-એજ્યુકેશનનું ડેવલોપમેન્ટ થઈ શક્યું નથી. બીએસએનએલ પાસે ટેકનોલોજી છે પણ તેનું ઈમ્પલીમેન્ટેશન નથી. જો કે અહીં એક વાત એ પણ છે કે વિશ્વમાં દરેકને વઘુ પાવરફુલ બેન્ડવીથની જરૂર છે. અહીં બેન્ડવીથ એટલે સ્પીડ આખું વિશ્વ વઘુ સ્પીડ ઝંખે છે. વાચકોને જાણીને આશ્ચર્ય થશે કે હાલની સ્પીડ કરતાં ૧૦૦ ગણી નહીં પણ ૧૦૦૦ ગણી ફાસ્ટ ઈન્ટરનેટ સ્પીડ મળે એ રીતે ઈન્ટરનેટનું માળખું થઈ રહ્યું છે.મેસેમેચેસ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી)ના સંશોધકો નવી નેટવર્ક ડીઝાઈન તૈયાર કરી રહ્યા છે જે ૧૦૦૦ ગણી ફાસ્ટસ્પીડ આવશે અને એનર્જી પણ ઓછી વપરાશે. ઈન્ટરનેટનું નવું માળખું ફ્લો સ્વીચીંગ સિસ્ટમ આધારિત હશે.

નવું અપનાવો
ઈન્ટરનેટ વિશાળ સમુદ્ર છે. સાથે સાથે ઈન્ટરનેટ ટેકનોલોજી પણ રોજ નીતનવી આવતી જાય છે પરંતુ આપણે ફેરફારો સાથે ટેવાયેલા નથી. જેમકે આપણે બ્રાઉઝર તરીકે એક્સપ્લોરર કે મોઝીલા ફાયરફોક્સ વાપરતા હોય તો આ બ્રાઉઝર બદલવાનું ભાગ્યે જ વિચારીએ છીએ. હકીકત એ છે કે નવા બ્રાઉઝર પર પણ શીફ્ટ થવું જોઈએ તો જ બધા બ્રાઉઝરની સરખામણી અને તેમાંની વિશેષતા જાણી શકાય છે. તાજેતરમાં બ્રાઉઝર ઓપેરાએ તેનું લેટેસ્ટ બ્રાઉઝર મૂકીને સૌને આકર્ષ્યા છે. ઓપેરા ડાઉનલોડ કરવાનો કોઈ આગ્રહ નથી પરંતુ એકના એક બ્રાઉઝર વાપરવાના બદલે કંઈક નવા તરફ જવું જોઈએ. જેનાથી વઘુ જાણવા મળે છે, વઘુ સવલત મળે છે. ઈન્ટરનેટ એટલે માહિતીનો ખજાનો છે તમે જેમ બદલતા રહેશો એમ એમ નવું પામતા જશો.

સાથે... સાથે
* ઓપેરાએ ૧૦.૬૦ બ્રાઉઝર બજારમાં મૂક્યુ છે, તેને ફાસ્ટર ધેન ધ ફાસ્ટેસ્ટની ઉપમા અપાઈ છે.
* ભારતમાં ગયા ગુરુવારથી ઈન્ટરનેટ સ્પીડના ધાંધીયા છે. ૬૦ ટકા સ્પીડ ઘટી ગઈ છે કેમકે દરિયા હેઠળના કેબલને નુકસાન થયું છે.
* લેપટોપમાં થ્રી-ડીનો ઉપયોગ કરવાનો ક્રેઝ વઘ્યો છે. આ માટે સ્ટીવ જોબ જવાબદાર નથી પણ અવતાર ફેઈમ જેમ્સ કેમેરોનનો આઇડિયા છે. ગ્રાહકોમાં તેમણે લેપટોપમાં થ્રી-ડી જોવાનો ક્રેઝ ઊભો કર્યો છે.
રેડિયો-ટીવી કરતાં અનેકઘણું ઝડપી માઘ્યમ રીવોલ્યૂલશન લાવી રહ્યું છે
લાખો મિત્રોને ખેંચી લાવતું ફ્રેન્ડશીપ સ્ટેજ - ફેસબુક
ઈન્ટરનેટ એટલે પાર્નોગ્રાફી એવી ઈમેજને દૂર હડસેલી દેતુ સોશ્યલ નેટવર્ક ઃ પોતાના પાડોશી સાથે વાત કરવાનું ટાળતો યુવાન કલાકો સુધી કોમ્પ્યુટર સામે બેસી રહે છે
સ્વિઝર્લેન્ડની વસ્તી જેટલા બ્રિટીની સ્પીયર્સના મિત્રો ઃ અમિતાભ ડેઝર્ટ ઓફ કચ્છ લખતા હતા તેમને અમદાવાદના બ્લોગરે રણ ઓફ કચ્છ લખતા કર્યા એ ટુ-વે સિસ્ટમની કમાલ છે
સોશયલ નેટવર્કીંગ


વાચકો સમક્ષ એક ઈન્ટરેસ્ટીંગ કેલક્યુલેશન અહીં રજૂ કર્યુ છે. ઈન્ટરનેટ પરના સોશ્યલ મીડીયામાં થઈ રહેલા વધારા સંબંધી વિગતો એવી છે કે... ૫૦ મીલીયન ગ્રાહકો-સાંભળનારા સુધી પહોંચતા રેડિયોને ૩૮ વર્ષ થયા હતા, ટેલિવિઝનને ૧૩ વર્ષ થયા હતા, ઈન્ટરનેટને ૪ વર્ષ થયા જ્યારે આઈ પોડને ૩ વર્ષ થયા હતા... આ બધાની સરખામણી ફેસબુક સાથે કરીએ તો ફેસબુકના ૨૦૦ મીલીયન (૧ મીલીયન=૧૦ લાખ) વપરાશકારો માત્ર એક વર્ષથી ઓછા સમયગાળામાં થયા છે.

એક સમય હતો કે જ્યારે પેનફ્રેન્ડ બનાવાતા હતા, જેમાં મિત્ર બનાવવા કાગળ લખવો પડતો હતો. ઘણાં મેગેઝીનો પેનફ્રેન્ડની કોલમ રાખી તેમાં વિદેશના એડ્રેસ લખતાં હતા. મારો પેન ફ્રેન્ડ રશિયામાં છે એમ લોકો ગૌરવથી કહેતા હતા. આવા પાંચ-પંદર મિત્રો માંડ બનતા હતા. હવે પેન-ફ્રેન્ડ સિસ્ટમ તો ક્યારનીય દફનાઈ ગઈ છે તેની જગ્યાએ ઈન્ટરનેટ ફ્રેન્ડશીપ આવી ગઈ છે. પોપસીંગર બ્રિટીની સ્પીયર્સના ફ્રેન્ડની સંખ્યા વાંચીને આંખો ફાટી જશે. સ્વિત્ઝર્લેન્ડની જેટલી વસ્તિ છે તેના કરતાં વઘુ બ્રિટીનીના ઈન્ટરનેટ પરના મિત્રો છે. બ્રિટીની ટ્વીટર પર ગુડનાઈટ લખે છે ત્યારે આ મિત્રો ઝુમી ઉઠે છે.

સોશ્યલ નેટવર્કીંગનો સૌથી મોટો લાભ એ થયો છે કે તેણે ઈન્ટરનેટની બદનામી અટકાવી છે. ઈન્ટરનેટ પર બઘું ‘ઓપન’ આવે છે એવું કહીને ઘણો મોટો વર્ગ તેનાથી દુર રહેતો હતો અને પોતાના દિકરા કે દિકરીને સતત કોમ્પ્યુટર સામે બેઠેલો જોઈને શંકા વ્યક્ત કરતો હતો. એવા લોકો માટે સોશ્યલ નેટવર્કીંગ આશિર્વાદરૂપ છે. આમ પણ આ પ્રકારનું મિત્રો બનાવતું કે બિઝનેસ વધારતું નેટવર્કીંગ ઉપયોગી અને વિચારો પ્રદર્શિત કરવાનું પોઝીટીવ માઘ્યમ બની ગયું છે.

સોશ્યલ નેટવર્કીંગ એ તદ્દન નવતર સિસ્ટમ બની ચૂકી છે. નેટ સાથે સંકળાયેલા દરેક આવા સોશ્યલ નેટવર્કીંગ સાથે જોડાયેલા હોય છે. આ પ્રકારના નેટવર્કીંગનો લાભ શું હોઈ શકે?? અહીં તમે એક તમારા જેવા વિચારવાળાઓનું મોટું ગૃપ બનાવી શકો છો. તમને ફોલો કરનારા લોકો પણ મળી આવશે એમ તમે પણ કોઈને ફોલો કરવા લાગશો. આવા નેટવર્ક પર લોકો બે હજાર જેટલા મિત્રો ધરાવે છે. પોપસીંગર બ્રિટીની પોતાના મિત્રોને ગુડનાઈટ કહે છે ત્યારે તેના લાખો મિત્રો રોમાંચ અનુભવે છે.

ગુજરાતમાં ઈન્ટરનેટનો વ્યાપ નથી એમ કહેનારાઓએ તેમના સંતાનોને પૂછવું જોઈએ કે ફેસબુક, ઓરકુટ, કે ટ્વીટર જેવી વેબસાઈટ એટલે શું ?? આ યુવક કે યુવતી તેના મમ્મી-પપ્પા સાથે જેટલી વાતો નથી કરતા એટલી વાતો તે ટ્વીટર અને ફેસબુક પર કરે છે. સોશ્યલ વેબસાઈટમાં તેના અનેક મિત્રો હોય છે. જ્યારે પાડોશીને ઓળખતો પણ નથી!! સિક્કાની બે બાજુ જેવો આ ઘાટ છે. તેમ છતાં સોશ્યલ વેબસાઈટમાં મિત્રો સાથે ચર્ચા કરવા કલાકો બેસી રહેનાર યુવાવર્ગ ઘણો મોટો છે. પહેલાં ઈન્ટરનેટથી દુર રહેવા એટલા માટે જણાવાતું હતું કે તેમાં વઘુ પડતું ઓપન દર્શાવતી પોર્નોગ્રાફીની વેબસાઈટ યુવાનોને ઊંધે માર્ગે ખેંચી જતી હતી, પરંતુ હવે સોશ્યલ વેબસાઈટોએ પોર્નોગ્રાફીને બહુ દુર હડસેલીને સમગ્ર ઈન્ટરનેટ પર કબજો જમાવી દીધો છે.

રેડિયો સિસ્ટમ ફલોપ ગઈ અને ૫૦ મીલીયન ગ્રાહકો સુધી પહોંચતા તેને ૩૮ વર્ષ થયા અને ટીવીને ૧૮ વર્ષ થયા પરંતુ ઈન્ટરનેટને ચાર વર્ષ થયા હતા. રેડિયો સિસ્ટમ અને ટીવી વન-વે છે અર્થાત્ તમે તેને જોઈ શકો કે સાંભળી શકો પરંતુ કોઈ રિસ્પોન્સ આપી શકતા નથી. જ્યારે ઈન્ટરનેટ ટુ-વે સિસ્ટમ છે. કોઈપણ મુદ્દે તમે ગમો-અણગમો પ્રગટ કરી શકો છો. આ પોતાના વિચારો અને પોતાની પસંદગીની વાતોના કારણે ઈન્ટરનેટ ચમત્કાર સર્જી રહ્યું છે. લોકો પોતાની ગમતી સેલિબ્રીટીને ડાયરેક્ટ લખતા થઈ ગયા હતાં.

ઉદાહરણ આપીને વાત કરીએ તો સુપર સ્ટાર અમિતાભ બચ્ચન સાથે કોઈ મુદ્દે ચર્ચા કોઈ કાળે શક્ય નથી પરંતુ તેમની બ્લોગ અને ટ્વીટર પરની હાજરીના કારણે તે અન્ય લોકો માટે આનંદના સમાચાર બન્યાં હતાં. અમિતાભ બચ્ચન જ્યારે ગુજરાતના એમ્બેસેડોર તરીકે કચ્છના રણમાં શૂટીંગ કરતા હતા ત્યારે તેઓ તેમના બ્લોગમાં શૂટીંગના સ્થળનો ઉલ્લેખ કરતી વખતે desert of Kutch એમ લખતા હતા. કચ્છના રણને તે ડેઝર્ટ કહેતા હતા.

પરંતુ કચ્છના રણ માટે ડેઝર્ટ શબ્દ નથી વપરાતો માત્ર કચ્છનું રણ જ કહે છે. એક ગુજરાતી બ્લોગરે અમિતાભનું ઘ્યાન દોર્યું અને લખ્યું કે હું અમદાવાદનો છું, આપની ભુલ થઈ રહી છે. કચ્છના રણ માટે ડેઝર્ટ નહીં પણ ‘રણ’ શબ્દ જ વપરાય છે. એનસાઈકલોપીડીયાનો ઉલ્લેખ કરીને લખ્યું હતું. અમિતાભે તરત જ ભૂલ સુધારી લીધી હતી. આ ટુ-વે સિસ્ટમની કમાલ છે. માટે બ્લોક સિસ્ટમ પ્રચલીત બનતી જાય છે. સેલિબ્રીટીનો બ્લોગ ફોલો કરનાર હજારો લોકો હોય છે. લંડનના એક લેખકે પોતાના ક્રાઈમ થ્રીલર પુસ્તકનું હેડીંગ-ટાઈટલ મેળવવા પોતાના ટ્વીટર ડેસ્ક પર લખ્યું હતું. અગિયાર હજાર લોકોએ તેમને નામ મોકલી આપ્યું હતું. લોકો પોતાના સંતાનના નામો માટે વિનંતી કરે છે અને જવાબ પણ મળે છે.

અમિતાભ બચ્ચનના વઘુ એક ઉદાહરણ પર પાછા ફરીએ તો અમિતાભે રાત્રે ૨ વાગે તેમના બ્લોગ પર લખ્યું હતું કે મારે કાલે વહેલા ૩-૩૦ વાગે ઉઠીને સિદ્ધી વિનાયક મંદિરે ચાલતા જવાનું છે, સાથે મારો પુત્ર અભિષેક અને ઐશ્વર્યા પણ આવવાના છે. રાત્રે બે વાગે ગુડનાઈટ સાથે લખેલા બ્લોગ પર પત્રકારોની નજર પડી હતી કેમકે આ લોકો સેલિબ્રીટીના ફોલોઅર હતા. બીજા દિવસે સવારે ચાર વાગે જ્યારે અમિતાભ, અભિષેક અને ઐશ્વર્યા તેમના બંગલાની બહાર નીકળ્યા ત્યારે તેમના આશ્ચર્ય વચ્ચે ૨૦ ટીવી ચેનલવાળા તેમના સ્ટાફ સાથે લાઈવ શૂટીંગ માટે ઉભા હતા!!

આને, બ્લોગની તેમજ સોશ્યલ મીડીયાની કમાલ કહેવાય. રાજકારણીઓ પણ બ્લોગ પર જોવા મળે છે. ટોચના લોકો પાસે સમય નથી હોતો એટલે પોતાની હાજરી પૂરાવવા કોઈ લેખકને ‘ભૂતીયા’ બનાવી તેની મહેનતથી લખે જાય છે. ઈન્ટરનેટ પર ક્યાંય દંભ નથી, માત્ર પ્રચાર-પ્રસાર અને પ્રેમ જોવા મળે છે. સોશ્યલ મીડીયા પર તમે કોઈના પણ સંપર્કમાં રહી શકો છો. અમેરિકાના પ્રમુખ ઓબામાને પણ તમે ફોલો કરી શકો છો અને તેમના ઈરાક પરના પગલાંને વખોડી શકો કે પ્રશંસા પણ કરી શકો છો. નવા મિત્રો અને નવી કોમેન્ટ મેળવવા લોકો કલાકો સુધી કોમ્પ્યુટર સ્ક્રીન સામે બેસી રહે છે. પોતાના મગજમાં રહેલાં ગાંડા-ઘેલાં કે કન્સટ્રકટીવ વિચારોને તે સોશ્યલ મીડીયા પર ટ્રાન્સફર કરીને એક પ્રકારની માનસિક હળવાશનો અનુભવ કરે છે.

ઘણીવાર એમ થાય કે લોકો પોતાના વૃદ્ધ માતા-પિતા સાથે અડધો કલાક બેસીને ગપ્પા મારવાના બદલે કે પાડોશીની સમસ્યા નિવારવામાં ભાગ લેવાના બદલે સાવ અજાણ્યાને દોસ્ત બનાવવા સ્ક્રીન સામે બેસી રહે છે. જોકે આવી દલીલ સાંભળવાનો કોઈ પાસે સમય નથી. અજાણ્યા લોકો સાથે વાત કરવામાં માણસ મીઠો અને જુઠ્ઠો હોય છે. જયારે પોતાના પાડોશી કે કુટુંબના સભ્યો સાથે વાત કરતાં તેને પોતાનો ઈગો આડે આવે છે. વિશ્વનું ૫૦ ટકા પોપ્યુલેશન (વસ્તિ) ૩૦ વર્ષની અંદરની છે. સોશ્યલ વેબસાઈટ પર વઘુ સમય આપીને આ લોકોએ બતાવી આપ્યું છે કે પોર્નોગ્રાફીમાં અમને રસ નથી. આ ૫૦ ટકા વસ્તીને જે સ્નેહલેપની જરૂર હતી તે આ સોશ્યલ વેબસાઈટોએ પુરો પાડ્યો છે. પોતાની ઊંમરના સમગ્ર વિશ્વના લોકોને એક તાંતણે આવી વેબસાઈટો દ્વારા બંધાય છે.

સોશ્યલ નેટવર્કીંગનો ઉપયોગ માર્કેટીંગ માટે પણ મોટા પાયે થાય છે. લોકો પોતાના નેટ-સર્કલ પર માર્કેટીંગ કરે છે અને વેચાણ પણ કરે છે. પોતાની પાસે જ્યારે હજારો મિત્રો હોય તો તમે તેને સેલીંગ કે બાઇંગ સિસ્ટમ પર રીડાયરેક્ટ કરી શકો છો. આવી નેટવર્કીંગ સિસ્ટમ પર જોબ મેળવનારા અને આપનારા બંને મળી આવે છે. સોશ્યલ નેટવર્કીંગ ચાલે છે એની પાછળનું એક કારણ એ પણ છે કે એ તમારા વિચારોને પ્રગટ કરવાની છુટ આપે છે. નો-એડીટીંગ અને નો-ટાઈમ વેસ્ટીંગ. તમને આવડતી કવિતા કે ગઝલને તમે બિન્દાસ્ત તેના પર મુકી શકો છો. કોપી રાઈટના કાયદાની ઐસી-તૈસી કરીને આ લોકો કટીંગ-પેસ્ટીંગનો લાભ ઉઠાવે છે.

જ્યારે વિશ્વના યુવાનો સોશ્યલ વેબસાઈટ દ્વારા એક સ્ટેજ પર આવવા લાગ્યા અને તે સંખ્યા કરોડોમાં થવા લાગી ત્યારે તેની વેલ્યૂ વધી હતી. આ સિસ્ટમની વધતી જતી ડીમાન્ડને જોઈને એક નવો શબ્દ વહેતો થયો હતો. આ શબ્દ એટલે સોશ્યલ નોમીકસ. યુવાનોનું કોઈ ફંડામેન્ટ શીફટ થતું હોય એમ લાગે છે. ઈન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનની જેમ આ સોશ્યલ વેબસાઈટ રિવોલ્યુશન લાવી રહી છે. એપલ ફેઈમ સ્ટીવ જોબને તો ઈન્ટરનેટ પર સોશ્યલ મિડીયા કિંગની ઉપમા આપી છે.

આવી સોશ્યલ વેબસાઈટોનો ખોટો ઉપયોગ કરનાર એક વર્ગ પણ છે. એટલે તો ચીન અને પાકિસ્તાને આવી સાઈટોને બ્લોક કરવાનું શસ્ત્ર ઉગામ્યું હતું. ઘણાં તેમાં ધર્મ વિરૂદ્ધનું લખીને પોતાનું ગૃપ તૈયાર કરે છે. પાકિસ્તાન જેવા રૂઢિચુસ્ત દેશમાં આવું શક્ય નથી. ચીને તો ગુગલ પર પ્રતિબંધ મુકીને ઈન્ટરનેટ વપરાશકારોને ચોંકાવી દીધા હતા.

ફેસબુક પર કે ટ્વીટર પર મિત્રો બનાવવા કલાકો બેસી રહેનારાઓએ પોતાના કુટુંબ સાથે વાતચીત કરવા સમય ફાળવવાની જરૂર છે. પોતાની તૂટેલી મિત્રતાને ફરી સાંધવા માટે પ્રયાસો કરવા જોઈએ. ફેસબુક કે અન્ય સોશ્યલ મીડીયાનો મૂળ હેતુ ભાઈચારો કે મિત્રતા વધારવાનો છે. જોકે લોકો વિદેશના મિત્રો શોધવામાં બધી શિખામણ ભૂલી જતા હોય છે. સોશ્યલ મીડીયાએ પોર્નોગ્રાફીને બાજુએ હડસેલીને ઈન્ટરનેટના માળખાને વઘુ સમૃદ્ધ બનાવ્યું છે.

મોરનો માંસાહાર અને મોરપીંછનો વધતો વેપાર......

મોરનો માંસાહાર અને મોરપીંછનો વધતો વેપાર આ રાષ્ટ્રીય પક્ષીને નામશેષ કરી નાખશે

વર્ષાઋતુમાં વિવિધ પંખીઓમાં સૌથી વઘુ આવકાર પામે છે મોર. આખા વિશ્વમાં મોર જેવું રૂપાળું, રંગોની ભાત ધરાવતું પક્ષી બીજું એકેય નથી. આકાશી મેઘગર્જનાથી ઉત્તેજિત થઈને ટહૂકા કરતો મોર મનને આનંદવિભોર કરી મૂકે છે. માત્ર ભારતમાં જ નહીં, પડોશી દેશ બર્માએ પણ મોરને રાષ્ટ્રીય પક્ષીનો દરજ્જો આપ્યો છે. પક્ષીઓમાં જેમ તે રાજા છે તેવી જ રીતે દેવોમાં પણ તે લાડકું પંખી છે.


માત્ર ભારતીય સંસ્કૃતિમાં જ નહીં, ગ્રીક, ઈજિપ્ત, સિરીયા વગેરે દેશોની સંસ્કૃતિમાં પણ મોર માનભર્યું સ્થાન ધરાવે છે. પણ કહેવત છે ને કે ‘ભેંસને તેના શીંગડા ભારે પડે’ તેવી જ ઉક્તિ મોર માટે વાપરી શકાય કે મોરને તેના પીંછા ભારે પડે. સુંદર, આકર્ષક, રંગીન મોર પીંછાનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર વઘ્યો ત્યારથી આપણાં દેશમાં મોરની મોટા પાયે કતલ થાય છે. મોરને પકડી ખૂબ ઝનૂનપૂર્વક તેના તમામ પીંછા ખેંચી કઢાય છે. ત્યારબાદ આ પીંછા દાણચોરીના રસ્તે પરદેશ મોકલી દેવાય છે.

પક્ષીરાજ મયૂર ભારત સિવાય બર્મા, શ્રીલંકા, પાકિસ્તાન અને જાપાનમાં પણ જોવા મળે છે. પરંતુ આ બધામાં ભારતીય મોર વઘુ નાજુક, નમણાં અને આકર્ષક દેખાય છે. આપણે ત્યાં મોર વઘુ દેખાવડા અને રૂઆબદાર હોય છે. તેની ગરદન, ડોક, છાતી પાસેનો ભાગ વાદળી-નીલો હોય છે. તેના પર લીલા રંગની ઝાંય હોય છે. પેટ પાસેનો રંગ પોપટી નીલો, અને કાળાશ પડતો હોય છે. તેમાં સહેજ કાળા અને તપખિરીયા રંગના શેડ જોવા મળે છે. તેના માથા પરની કલગી તેના મોહક સૌંદર્યમાં અનોખો ઉમેરો કરે છે.

સપ્તરંગી પીંછા પ્રસારીને કળા કરતા મોરને જેણે નજીકથી જોયો હોય તેને ખબર પડે. દિવસો સુધી આ દ્રશ્ય ચિત્ત પરથી ભુંસાતુ નથી. મોરનો આ સૌંદર્યવૈભવ ખૂબ ગમી જવાથી લાઠીના સૂરસિંહજીએ પોતાની કાવ્ય રચનાઓ માટે ઉપનામ તરીકે ‘કલાપી’ શબ્દ પસંદ કર્યો. તેમના કાવ્યસંગ્રહને ‘કલાપીનો કેકારવ’ એવું નામ આપ્યું હતું.

‘મોરના ઈંડા ચીતરવાં ન પડે’ એવી એક કહેવત છે. તેનો અર્થ ગમે તે થતો હોય પણ કદ અને આકાર ઉપરથી મોરના ઈંડા ઓળખાઈ આવે છે. જંગલોમાં હવે અમુક આદિવાસી કોમ મોર અને મોરના ઈંડાની પાછળ પડી છે.
અત્યાર સુધી મોરને પવિત્ર, દેવતાઈ પંખી ગણનારા હિન્દુઓ જ હવે મોરનું માંસ ખાવાના શોેખીન બન્યા છે.
ગુજરાતમાં પાટણ નજીક ઝાલાવાડમાં એક પિકનિક સ્પોટ પાસે શ્રીમંત ગુજરાતીઓ મોરનું માંસ આરોગવા નિયમિત આવે છે. પીકોક મીટ એટલે કે મોરનું માંસ ખાવું એને સ્ટેટસ સિમ્બોલ ગણતાં નવરાઘૂપ શ્રીમંતો ગમે તેટલા પૈસા ખર્ચવા તૈયાર છે. તેમને તો બસ ભોજનમાં પીકોક મીટ જોઈએ.

મોરનું માંસ વેંચીને સારા એવા પૈસા રળી શકાતા હોવાથી રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં મોરને મારવાની દુષ્ટ પ્રવૃત્તિ જોર પકડી રહી છે. એકલા ઝાલાવાડ અને ઝાલરા પાટણ શહેરમાં નિયમિત રીતે ૧૫૦ મોરનું માંસ પહોંચતું કરવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં ય સામાજિક સમારંભોમાં મોરનું માંસ ઝડપથી ભાણાનો ભાગ બનતું આવ્યું છે.

તાવસે ગોશાતના નામે ઓળખાતું મોરનું માંસ અન્ય પક્ષીઓના માંસ ફરતા સ્વાદની દ્રષ્ટિએ અલગ તરી આવે છે. તેથી આ વાનગી ખાવાની લોકોમાં વિચિત્ર ઘેલછા જોવા મળે છે. વિધિની વક્રતા એ છે કે મોરને મારવા કાયદા હેઠળ પ્રતિબંધિત છે. પરંતુ સારા એવા પૈસા મળી રહેતા હોવાથી સૌરાષ્ટ્ર, રાજસ્થાનની અમુક કોમના લોકો મોરની હત્યાની પ્રવૃત્તિમાં પડી ગયા છે.

પ્રાથમિક પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે દક્ષિણ કર્ણાટક અને તામિલનાડુના જંગલોમાં રહેતાં મોરને પકડી તેના પીંછાની વિદેશમાં નિકાસ કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે. એક પુખ્તવયના મોરના પીંછા જડની જેમ ખેંચી કાઢી બજારમાં વંચી કાઢવાથી સહેજે ૧૫૦૦ રૂપિયા ઉપજે છે. મોરનાં પીંછા વેંચીને કમાણી કરી લેવાના આશયથી હવે જંગલમાં વસતા આદિવાસીઓ મોરના બચ્ચાંને ૪૦૦ થી ૫૦૦ રૂપિયામાં ખરીદે-વેંચે છે. અરે, તાજા મૂકેલાં ઈંડા ચોરી જઈ કૃત્રિમ રીતે આ ઈંડાને સેવી તેઓ બચ્ચાંને ઉછેરે છે અને પીંછાનો ફાલ ઉગે એટલે મોરનું માંસ ખાઈ જઈ પીંછા વેચી મારે છે. કોલકાતા નજીકના હુગલી જિલ્લામાં આ રીતે અસંખ્ય મોરનું નિકંદન કાઢવામાં આવે છે. વિદેશોમાં મોરના લાંબા પીંછાની વઘુ માગ છે. મોરના પીંછાના વેપારીઓ કદ પ્રમાણે પીંછાનું વર્ગીકરણ કરવા માટે છટણી કારીગરો રાખે છે. દિવસના ૧૪ થી ૧૮ રૂપિયાની મજુરી મેળવીને આ કામ બાર -પંદર વર્ષના બાળકો કરે છે.

વરસાદમાં મોર પીંછામાં ઝીણી જીવાત પડવાની સંભાવના રહે છે એટલે વર્ગીકરણ કરેલાં પીંછા પર જંતુનાશક દવા, ડી.ડી.ટી છાંટીને તેને પોલિથીલીનની કોથળીમાં પેક કરાય છે. આવા પેક કરેલાં પીંછા ત્યારબાદ મોટા કોથળામાં ભરી લઈ નિકાસ માટે મોટા મોટા શહેર ભણી રવાના કરાય છે. કોલકાતા, ચેન્નાઈ, અમદાવાદ અને મુંબઈ મોરપીંછની ગેરકાનુની નિકાસ માટેના મહત્ત્વના સ્થળ છે. યુરોપ-અમેરિકા અને અખાતી દેશો ઉપરાંત હવે તો પૂર્વ એશિયાઈ દેશોમાં પણ મયુરપંખની મોટી માગ છે. એક અંદાજ એવો છે કે ભારતમાંથી વર્ષે ચાર કરોડના મોરપીંછની દાણચોરી થાય છે. રાજસ્થાનના ખટીક જાતિના લોકો આ ધંધામાં સૌથી વઘુ હિસ્સો ધરાવે છે.

બીજી તરફ વિદ્યુત વહન કરતાં તાર પણ મોર માટે યમદૂત સાબિત થયા છે. ગુડગાવથી ૧૫૫ કિ.મી. દૂર આવેલા નાર્નાઉલ જિલ્લાના મંડી ગામના રહેવાસીઓ ચિંતીત બની ગયા છે. દરરોજ સવારના છાપરા પર આવીને બેસતાં મોરને દાણો નાંખીને મંડીના ગામવાસીઓની સવાર શરૂ થતી હતી. પણ હાલમાં કૃષિ અને રહેણાંક વિસ્તારો માટે નાંખવામાં આવેલી વીજલાઈન મોર માટે ઘાતક બની છે. અમારે દરરોજ બે-ત્રણ પક્ષીના મૃતદેહને દફન કરવા પડે છે, એમ મંડીમાં રહેતા રણવીર સિંહે કહ્યું હતું.

મંડીના સરપંચ વિજય કુમારે આ બાબત પ્રત્યે સત્તાધીશોના આંખમીંચામણા અંગે રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, મોેર સાથે અમે લાગણીભર્યો સંબંધ ધરાવીએ છીએ. જ્યારે પણ આ રાષ્ટ્રીય પક્ષીનું મોત થાય છે ત્યારે અમે તેને પૂરા સમ્માન સાથે દફનાવીએ છીએ. અમે મોરના મોત વિશે સરકાર અને હરિયાણા વીજળી વિતરણ નિગમ લી. (ડીએચબીવીએન)ને અનેક ફરિયાદ કરી ચૂક્યા છીએ. પણ અમારી ફરિયાદ બહેરા કાને અથડાઈને પાછી ફરે છે. હરિયાણાના વન પ્રધાન કેપ્ટન અજય સિંહ યાદવે સ્થિતિ ચેતવણીજનક હોવાનું કબૂલ્યું હતું. આ અત્યંત ગંભીર સમસ્યા છે. મને અવારનવાર મોરના મોતના સમાચાર મળે છે. સત્તાવાર રીતે ૪૩ મોરના મોત થયા છે પણ મારા હિસાબે આ આંકડો વધારે છે. મેં મોરના રહેઠાણની આસપાસ આવેલા વિસ્તારમાંથી વીજળીના તાર દૂર કરવાનો આદેશ વરિષ્ઠ અધિકારીઓને આપી દીધો છે.

ગ્રામ્ય વિસ્તારોમાં મોરની ઘટતી જતી સંખ્યાને ઘ્યાનમાં રાખી અમે ગીધ ઉછેર કેન્દ્રની જેમ મોર ઉછેર કેન્દ્ર સ્થાપવાનું વિચારીએ છીએ. અમે આ પ્રસ્તાવને મંજૂરી મેળવવા માટે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલયને મોકલ્યો છે એમ કેપ્ટન યાદવે ઉમેર્યું હતું. ગામ લોકોના જણાવ્યા પ્રમાણે જો ડીએચબીવીએન આ અંગે તાત્કાલિક કોઈ પગલાં નહિ લે તો આ વિસ્તારમાં મોરનું નામોનિશાન નહિ રહે. નાર્નાઉલ અને રેવડી જિલ્લામાં મોરના થતાં મોત અંગે વાત કરતાં જિલ્લા વન અધિકારી એ.પી. પાંડેએ કહ્યું હતું કે, અમને અત્યાર સુધી ૧૪ મોરના મોત થયાની જ જાણ છે. અમે વીજ વિભાગને વીજળીના તાર પર આવરણ ચઢાવાનું કહ્યું છે.

જોકે ડીએચબીવીએનના અધિકારીઓ મોરના મોત માટે વીજળીના તારને કારણભૂત માનતાં નથી. તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી અમને એક જ ફરિયાદ મળી છે. અને અમે આ સંદર્ભમાં વીજળીના તાર પર પ્લાસ્ટિકના પાઈપ બેસાડવાનું પગલું લીઘું છે. દેશભરમાં મોરના થતા મોત અંગે થયેલા સર્વેક્ષણ અનુસાર લગભગ પાંચ ટકા મોેરને પીંછા અને માંસ માટે મારવામાં આવે છે. આઠ ટકા મોર અકસ્માતમાં, કૂતરાએ હુમલો કરતાં કે વીજળીના તારથી આંચકો લાગવાને કારણે મરે છે. ૧૫ ટકા મોર જંતુનાશક દવા, ભૂખમરો કે ડિહાઈડ્રેશનને કારણે મરે છે. માત્ર સાત ટકા મોર જ કુદરતી મોતે મરે છે.

નરેશ કડયાને કહ્યું હતું કે, વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ૧૯૭૨ની કલમ ૪૪ અંતર્ગત મોરના પીંછાનો વેપાર કરવાની પરવાનગી છે એટલે શિકારીઓ ડર વગર મોરનો શિકાર કરે છે. આ વેપાર પર પ્રતિબંધ મૂકવો જોઈએ. રાષ્ટ્રીય પક્ષી હોવાને કારણે મોરની સલામતી માટે સરકારે કાયદા ઘડ્યા છે. પરંતુ કાયદાનો અમલ બરાબર થાય છે કે નહીં એ જોવાની અવનવા કૌભાંડમાં રચીપચી રહેતી સરકારને કે જંગલ અધિકારીઓને ફુરસદ નથી. હવે તો ભારતના રાષ્ટ્રીય પક્ષીની સતત ઘટી રહેલી સંખ્યાના પગલે મોરના પીછાંના વેપાર પર પ્રતિબંધ મૂકવાનું કેન્દ્રનું આયોજન છે. ભારતમાં ઘટી રહેલી મોરની સંખ્યામાં થોડો સુધારો થાય એવી સંભાવના છે કારણ કે કેન્દ્ર સરકારનું વન અને પર્યાવરણ ખાતું દેશના કોઈપણ વિસ્તારમાં મોરના પીછાંના કોઈપણ સ્વરૂપના વેપાર પર પ્રતિબંધ મુકવા માટેના કાયદા માટે ખરડો ઘડી રહી છે. હાલમાં વન્યજીવનના સંરક્ષણ માટેના કાયદા પ્રમાણે મોરનો શિકાર કરવા પર પ્રતિબંધ છે, પણ એના પીછાંના વ્યવસાયિક વેપાર કરી શકાય છે.

પ્રાણીઓના રક્ષણ અને સંવર્ધન માટે કામ કરતા એક અધિકારી આ વિશે વાત કરતા કહે છે કે ‘‘હાલમાં રામ-કૃષ્ણના અનેક મંદિરની સામેે તેમજ અન્ય જગ્યાએ મોરના પીછાં ભરપુર પ્રમાણમાં વેંચાય છે. આ પીછાં ખરી પડે એ માટે એને ખાસ પ્રકારનું ઝેર આપવામાં આવે છે. જે મોરને આપણે ઘાતકીપણે મારીએ છીએ તે પક્ષી માનવજાત માટે કેટલું ઉપયોગી છે તે પણ જાણવા જેવું છે. આહારશૃંખલા સંતુલિત રહે એમાં મોરનો ફાળો મહત્ત્વપૂર્ણ છે. આ મોર જીવજંતુઓને ખાઈને એમની સંખ્યા કાબૂમાં રાખે છે તથા જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ સંતુલિત રાખે છે.’’

રાષ્ટ્ર પંખી મોરની મહત્તા સમજાવતાં એક લોકગીતમાં કહ્યું છે કે ઃ
મોરને સ્પર્શ કરશો નહીં
કારણ કે તે દેવતાનું પંખી છે
અને પક્ષીઓનો મહારાજ છે
ઈશ્વરે પૃથ્વી ત્રણ દિવસમાં બનાવી
પણ મોરને બનાવતાં તેને છ દિવસ લાગેલા.
આ પંક્તિ પરથી પણ મોરનું મહત્વ સમજીને અસરકારક પગલાં લેવાય તો સારું. બાકી ભાવિ પેઢીને આપણે એવું કહેવાનો સમય આવશે કે પૃથ્વી પર એક સમયે મોરનું સુંદ પક્ષી અસ્તિત્ત્વ ધરાવતું હતું. હવે પુસ્તકોમાં માત્ર તેની રંગીન તસવીરો જ જોવા મળે છે.

થાણેનો ૨૮૦ વર્ષ પુરાણો ખંડિયેર ઘોડબંદર કિલ્લો....

થાણેનો ૨૮૦ વર્ષ પુરાણો ખંડિયેર ઘોડબંદર કિલ્લો ગવાહી પૂરે છે તેની મૂળ સુંદરતાની
કિલ્લા પરથી દ્રશ્યમાન થાય છે પારસિક-યેઉર ટેકરીઓ
અને વસઇ-થાણેની ખાડીનું અદ્ભુત સૌંદર્ય


છેલ્લા ઘણાં સમયથી રહેવાસી ઇમારતો માટે લોકપ્રિય બનેલા થાણેના ઘોડબંદર રોડનું નામ સાંભળીને મનમાં એવો પ્રશ્ન થાય કે તેનું નામ ‘ઘોડબંદર’ કેમ? વાસ્તવમાં આ નામ પાછળ સેંકડો વર્ષ પુરાણો ઇતિહાસ છુપાયેલો છે. થાણેથી ઘોડબંદર રોડની સફર શરૂ કરો તો ચેના બ્રીજ તરફ એક પુરાણો કિલ્લો નજરે પડે છે. એક સમયમાં આ કિલ્લાનું નામ ‘કાકાબે દે તાના’ હતું, જે પછીથી ‘ઘોડબંદર ફોર્ટ’ તરીકે ઓળખાયું. આ ફોર્ટ પરથી એક તરફ વસઇની ખાડી અને બીજી તરફ થાણેની ખાડીનું અનુપમ સૌંદર્ય માણી શકાય છે. એક સમયમાં આ કિલ્લામાં સરકારી કચેરીઓ હતી અને સમુદ્રમાંથી થઇને ખાડી મારફતે આવતા ખતરાને ખાળવા આ કિલ્લાનો ઉપયોગ થતો હતો.

પૂર્વ દિશાનાં રસિક ટેકરીઓ અને પશ્ચિમ દિશામાં યેેઉરની ટેકરીઓ ધરાવતા ખાડીના કિનારે આવેલા આ કિલ્લામાં એક સમયમાં વેપાર પૂરબહારમાં ખિલ્યો હતો. ઇ.સ. ૧૫૩૦ થી ૧૮૦૦ સુધી થાણે પર પોર્ટુગીઝો અને મરાઠાઓએ રાજ કર્યું હતું. પરંતુ કિલ્લાનું નિર્માણ છેક ૧૭૩૦માં કરવામાં આવ્યું. કિલ્લાનું મૂળ નામ ‘કાકાબે દે તાના’ રાખવામાં આવ્યું હતું. પરંતુ કિલ્લાના નીચેના ભાગમાં આવેલા બંદરમાં અરેબિયન ઘોડાઓનો વેપાર થતો હોવાથી આ કિલ્લો ઘોડબંદર તરીકે ખ્યાતિ પામ્યો. ધીમે ધીમે લોકો આ કિલ્લાને ઘોડબંદર તરીકે ઓળખવા લાગ્યા.

વ્યુહાત્મક રીતે આ કિલ્લાનું સ્થળ અત્યંત મહત્ત્વનું હોવાથી અહીં હમેશાં ફોજને હાજર રાખવામાં આવતી. કિલ્લા પરથી સેનાનીઓ આસપાસના પ્રદેશ પર બાજનજર રાખી શકતાં. કિલ્લામાં આવેલા ચર્ચમાં રવિવાર અને રજાના દિવસોએ મોટાપ્રમાણમાં લોકો પ્રાર્થના કરવા એકઠાં થતાં. તેવી જ રીતે કિલ્લામાં ચોરસ આકારનો પાણીનો વિશાળ હોજ બાંધવામાં આવ્યો હતો જે આજે ૨૮૦ વર્ષ પછી પણ જોઇ શકાય છે. મરાઠાઓએ પોર્ટુગિઝોના કબજામાંથી આ કિલ્લો મેળવવા સંખ્યાબંધ હુમલા કર્યાં. પણ પોર્ટુગિઝોએ તેમને દર વખતે ઘૂળ ચાટતા કરી દીધાં. છેવટે ૧૭૩૭માં મરાઠાઓએ કિલ્લા પર ફતેહ મેળવી.

પછીથી આ પ્રદેશ પર બ્રિટિશરોએ કબજો જમાવતાં સંબંધિત કિલ્લો મરાઠાઓના હાથમાંથી સરીને બ્રિટિશરોના હાથમાં આવી ગયો. બ્રિટિશરો આ કિલ્લાનો ઉપયોગ જિલ્લાના વડા વહીવટી મથક તરીકે કરતાં હતાં. ૧૮૬૦ સુધી જિલ્લા ક્લેક્ટરની કચેરી ઘોડબંદર કિલ્લામાં હતી. સંખ્યાબંધ બ્રિટિશ અધિકારીઓએ નિયમીત રીતે આ કિલ્લાની મુલાકાત લઇને તેનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું. ૧૯૫૦ના આરંભમાં એક પોલીસ પાટીલ વાર્ષિક ૧૨૦ રૂપિયાના પગારે કિલ્લા અને તેની આજુબાજુના વિસ્તારની દેખરેખ રાખતો. સ્વાતંત્ર્ય કાળ સુધી આ સિલસિલો જારી રહ્યો હતો.

પરંતુ ૧૯૬૦માં આ ઐતિહાસીક કિલ્લાના નામને બટ્ટો લાગે એવું કામ શરૂ થયું. ઘોડબંદર ફોર્ટ દાણચોરો અને દાણચોરીનો સામાન છુપાવવા માટેનું મથક બની ગયું. ખાડી માર્ગે અહીં દાણચોરીથી સોનાની ઈંટો, ઘડિયાળ અને કપડાં જેવો સામાન લાવવામાં આવતો. જોકે ઘણી હિન્દી ફિલ્મોના શૂટિંગ પણ આ સ્થળે થયાં હતાં. ૧૫મી મે ૧૯૬૦ના દિવસે અહીં ઘોડબંદરના એક રહેવાસીના લગ્નના રિસેપ્શનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તે વખતના કલેક્ટરની પરવાનગી લઇને પ્રસંગોપાત આ કિલ્લો ભાડે પણ આપવામાં આવતો. તે વખતે કિલ્લાની આસપાસ માત્ર દસેક ઘર હતાં અને પ્રસંગ માણવા આવેલા મહેમાનો આસપાસના પ્રકૃતિક સૌંદર્ય તેમજ સ્વચ્છ-સુઘડ કિલ્લાની સુંદરતાને મનભરીને માણતા, અહીંનો જે ભાગ રિસેપ્શન માટે ભાડે આપવામાં આવતો તેને પછીથી સરકારી ગેસ્ટહાઉસમાં ફેરવી નાખવામાં આવ્યો હતો. જોકે આજે આ ગેસ્ટહાઉસ પણ બંધ પડ્યું છે. કિલ્લો બિસ્માર હાલતમાં છે.

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને કિલ્લાના સમારકામ માટે માંચડો સુઘ્ધાં બાંઘ્યો હતો. પણ છેલ્લા એક વર્ષથી કામ અધવચ્ચે છોડી દેવામાં આવ્યું છે. આજે જર્જરિત હાલતમાં ઉભેલા કિલ્લાને જોઇને સહેજે મનમાં વિચાર આવે કે જો ખંડેર આટલું સુંદર છે તો ઇમારત કેવી હશે. આમ છતાં અહીં આવીને થાણેની ખાડીનું સૌંદર્ય માણવાનો લહાવો ગુમાવવા જેવો નથી.

પૃથ્વીથી અબજો માઈલ છેટે આવેલા સૂર્યમંડળના બે ગ્રહો પર.....

પૃથ્વીથી અબજો માઈલ છેટે આવેલા સૂર્યમંડળના બે ગ્રહો પર જીવન હોવાના પુરાવા

પરગ્રહ પર જીવનના ચિહ્નો શોધવા માટે સ્થપાયેલી સંસ્થા ‘સેટી’ના ખગોળશાસ્ત્રીઓએ આપણા સૂર્યમંડળ જેવી બીજા ગ્રહમંડળો શોધી કાઢ્યા છે. આ ગ્રહમંડળમાં પૃથ્વી જેવી પરિસ્થિતિ ધરાવતા ગ્રહો હોવાની અને તેના પર જીવન વિકસ્યું હોવાની ધારણા પણ બાંધવામાં આવી છે. ‘સેટી’ અમેરિકાની અવકાશ વિજ્ઞાન સંસ્થા નાસા સાથે મળીને કામ કરે છે. ઉપરોક્ત પ્રોજેક્ટમાં તેને બ્રિટનની જોડ્રેલ બેન્ક વેધશાળાએ મદદ કરી હતી.


ખગોળવિદેએ જણાવ્યું હતું કે સીએમ ડ્રેકોઈન્સ નામે ઓળખાતા ગ્રહમંડળમાં બે ગ્રહો એવા છે જેમાંના અમુક વિસ્તારનું હવામાન જીવનને પોષવા માટે યોગ્ય છે. આ ગ્રહો પર પાણી હોવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી. આ અંગેની વધારાની વિગતો અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીની વાર્ષિક સભામાં જાહેર કરવામાં આવનાર છે. પૃથ્વી જેવા બીજા ગ્રહો શોધી કાઢવા માટે ખગોળવિદે સેટીને મદદ કરી રહ્યા છે.

ડેવિડ આર્બોન્યુ નામના નિષ્ણાત રોજ રાત્રે અવકાશ ભણી ટેલિસ્કોપ તાકીને બેઠાં રહે છે. તેઓ જે તે ગ્રહની આસપાસ ઓઝોનનું સ્તર પકડી પાડવાની કોશિશ કરે છે. ઓઝોનની હાજરીમાં જીવન વિકસી શકે છે. કેમ કે આ સ્તર સૂર્ય કે તેના જેવા બીજા તારા પાસેથી મળતા પ્રકાશના કિરણોનું પરાવર્તન થવા દેતો નથી. પરિણામે જે તે ગ્રહ પર હૂંફાળું વાતાવરણ જળવાઈ રહે છે જે જીવન પાંગરવા માટે જરૂરી છે. પ્રકાશમય તારા તરફથી મળતા હાનિકારક અલ્ટ્રાવાયલેટ કિરણોને તે ગ્રહ પર પ્રવેશતા અટકાવે છે.

સીએમડ્રેકોઈન્સ ગ્રહમાળા ખૂબ વિચિત્ર છે. આપણા ગ્રહમંડળમાં સૂર્ય કેન્નસ્થાને છે અને બાકીના ગ્રહો તેની પ્રદક્ષિણા કરે છે. પરંતુ સીએમડ્રેકોઇન્સમાં કેન્દ્ર સ્થાને એક નહીં પણ બે તારા છે. આપણા સૂર્ય કરતા ખૂબ ઓછા તેજમય અને લાલાશ પડતા આ તારાઓ એકબીજા ફરતે ફૂદરડી ફરે છે. બાકીના ગ્રહો વારાફરતી આ બન્નેની પ્રદક્ષિણ કરે છે. બે કેન્દ્રી તારાના ગ્રહમંડળને બાયનરી કહેવાય છે. આ ગ્રહમંડળના પૃથ્વી જેવા લાગતા બે ગ્રહોનું વાતાવરણ બેશક પૃથ્વી જેવું નહીં હોય. પૃથ્વીનો વ્યાસ ૮૦૦૦ માઈલનો છે. જ્યારે પેલા બે ગ્રહનો વ્યાસ ૧૦,૫૦૦ માઈલનો છે.

પૃથ્વીની બાજુમાં ગુરુ જેવો મસમોટો ગ્રહ છે તેમ પેલા બે ગ્રહોની બાજુમાં પણ તેમના ગુુરુદેવ બેઠાં છે. યાદ રહે, ગુરુએ આપણી પૃથ્વી પર જીવન વિકસાવવામાં જાણે-અજાણે બહુ મોટી મદદ કરી છે. અવકાશમાં રખડું લધુગ્રહો અને ઘૂમકેતુઓનો તોટો નથી. આમાંથી આપઘાત કરવા માગનારાઓ છાશવારે ગ્રહો પર ટીચાતા હોય છે. આવા વખતે જો ગ્રહ પર જીવન પાંગર્યું હોય તો લધુગ્રહ કે ઘૂમકેતુરૂપી અગનગોળો બઘું સફાચટ કરી નાખે. પૃથ્વી પર પણ ભૂતકાળમાં આવા રખડૂઓએ કવચિત આતંક મચાવ્યો હતો.

પરંતુ ગુરુ જેવા બીગ બ્રધરની હાજરીમાં આપણી પૃથ્વીની સલામતીનો આંક ઉંચો છે. કેમકે ગુરુનું પ્રચંડ ગુરુત્વાકર્ષણ આપઘાતી કાટમાળને પૃથ્વી પર ખાબકવા દેતા પોતાની ભ્રમણ કક્ષામાં ખેંચી લે છે. ગુરુ પર જીવન જ નથી એટલે ત્યાં ગમે તેટલા ગોળા ખાબકે તો પણ વાંધો આવતો નથી. પેલા બે ગ્રહની બાજુમાં રહેલા ગુરુદેવ પણ આપણા ગુરુ જેવું જ કામ આપતા હશે.

આપણા સૂર્ય તરફથી નીકળતા પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા આઠ મિનિટ લાગે છે. પરંતુ સીએમ ડ્રેકોઈન્સ બે તારા તરફથી નીકળતા કિરણોને પૃથ્વી સુધી પહોંચતા ૫૭ વર્ષ લાગે છે. પ્રકાશની ઝડપ પ્રતિ સેકન્ડ ૧,૮૬,૦૦૦ માઈલ છે. આના આધારે પેલી સૂર્યમાળા આપણા કરતા કેટલી આઘી છે એ ગણી કાઢજો.
વૈશ્વીકરણ સામેનો વિરોધ કેટલો વાજબી, કેટલો ગેરવાજબી?
આવતા ૨૫ વર્ષમાં ભારતની બહુરાષ્ટ્રીય કંપનીઓ જગતમાં ઠેરઠેર જોવા મળશે. ભારતમાં બેકારીનો પ્રશ્ન ચીનની જેમ ઉકેલી શકાશે.


ઘઅત્યારનું વૈશ્વીકરણ મૂડીવાદી અર્થવ્યવસ્થા જે હવે નીઓલીબરાઇલીઝમ કે નીઓલીબરલ કેપીટાલીઝમની કે બજારવાદની વિચારસરણી કહેવાય છે તેની હેઠળ ચાલી રહ્યું છે. તેના દરેક પાસાનો વિરોધ થઇ રહ્યો છે. વૈશ્વિકરણ કેટલાક ખરાબ અને કેટલાક સારા પાસા છે. અંગ્રેજીમાં કહેવત છે કે ‘ડોન્ટ થ્રો અવે બેબી વીથ ધ બાથવોટર’ વૈશ્વીકરણના ખરાબ પાસાઓને કારણે તેને ફેંકી દેવાની જરૂર નથી.

સૌ પ્રથમ તો રાજ્ય તેની આર્થિક જવાબદારીઓ ઘટાડી રહ્યું છે અને તે અનુસાર જાહેર સાહસોને ખાનગી હાથોમાં સોંપી રહ્યું છે. જાહેર સાહસોમાં કામ કરતા લોકોની રોજગારી ઝૂટવાઇ જાય છે. તેના જવાબમાં સરકાર કહે છે કે શું ખોટ કરતાં જાહેર સાહસોને ધોળા હાથીની જેમ ટકાવી રાખીને સરકારી તિજોરી ખાલી કરી નાંખવી કે બચેલા પૈસાનો અન્ય માર્ગે ઉપયોગ કરવો? ભારત સરકાર ઘણાં સરકારી સાહસોમાંથી ખસી ગઇ છે. કારણ કે તેના કર્મચારીઓ સરકારી પૈસે તાગડધિન્ના કરતા હતા.

બીજો મુદ્દો એ છે કે સરકાર અર્થકારણને નિયંત્રણોમાંથી મુક્ત કરી રહ્યું છે. અનેક આંટીધૂંટીવાળા નિયમોને હળવા કરી રહી છે. આ કારણે ચીજવસ્તુઓનું ઉત્પાદન વઘ્યુ છે અને તે બજારમાં સહેલાઇથી મળવા લાગી છે. દા.ત. ટેલીફોન અને રાંધણગેસના કનેકશન્સ હવે જલદી મળે છે. સીમેન્ટ અને લોખંડ પહેલા કાળા બજારમાં મળતા હતા તે હવે છૂટથી મળે છે. ત્રીજો મુદ્દો એ કે સરકારે વ્યાપાર અને ઉદ્યોગોનું ઉદારીકરણ કર્યું છે. નવો ંધંધો કે વ્યાપાર શરૂ કરવામાં અને ચલાવવામાં હવે હજારો પત્રકો ભરવા પડતા નથી. ધંધો-વ્યાપારનું વિસ્તરણ કરવાનું સુગમ બન્યું છે. ચોથો મુદ્દો એ કે સરકારે કરવેરાનું માળખું સરળ બનાવ્યું છે અને આવકવેરાના દરો ઘટાડયા છે. માલ પરના વેરા પણ ઘટાડયા છે.

વેરો ભરવાના પત્રકો સરળ બનાવ્યા છે. સરકાર હજી મોંઘવારી ઘટાડી શકી નથી. ભાવોને સ્થિર રાખી શકી નથી. નાણાંકીય નિયંત્રણો મૂકવા છતાં ભાવો સ્થિર રહેતા નથી. ટૂંકમાં અત્યારના વૈશ્વીકરણે ભારતમાં મોંઘવારી વધારી છે. પાંચમો મુદ્દો એ છે કે ઉત્પાદન વધારવા માટે સરકારે મજૂર સંઘો પર બહુ નિયંત્રણો મૂક્યા છે. વૈશ્વીકરણ હેઠળ માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મજૂર સંઘો નબળા પડયા છે. આ વૈશ્વીકરણનું બહુ નબળુ પાસુ છે. તેની હેઠળ શ્રમિકોની સોદાગીરી (કલેકટીવ ઓર્ગેનિક)ની તાકાત તૂટી છે.

વૈશ્વીકરણની સૌથી ખરાબ અસર એ છે કે તેની હેઠળ સરકારે સામાજિક સેવાઓ પાછળ ખર્ચાઓ ઘટાડવા માંડયા છે. ભારતને આ લાગુ પડતું નથી કારણ કે ભારતે હવે શિક્ષણ, સ્વાસ્થ્ય અને ગરીબોને અમુક દિવસ કામ પૂરૂં પાડવાની યોજનાઓ પાછળ ખર્ચો વધારવા માંડયો છે. પરંતુ સાથે સાથે કોલેજ અને યુનિવર્સિટી સ્તરે સરકારી ગ્રાન્ટ હેઠળ ચાલતી સંસ્થાઓ ઘટી રહી છે અને સ્વનિર્ભર કોલેજોની સંખ્યા વધી રહી છે. સરકારની દલીલ એવી છે કે અમે ફરજિયાત મફત પ્રાથમિક શિક્ષણ આપવા જ બંધાયેલા હોવાથી ઊચ્ચ શિક્ષણની મર્યાદિત સવલતો જ પૂરી પાડી શકીએ. અમે કોઇ ગ્રાન્ટ ઇન એઇડ કોલેજો બંધ કરી દીધી નથી પરંતુ કુલ શૈક્ષણિક સંસ્થાઓમાં તેનુ પ્રમાણ ઘટી રહ્યું છે. પરંતુ ગરીબ વિદ્યાર્થીઓ ઊચ્ચ શિક્ષણથી વંચિત ના રહે તે માટે શૈક્ષણિક લોનની વ્યવસ્થા ઊભી કરી છે. પશ્ચિમની સરકારો વૈશ્વીકરણ હેઠળ પોતાનું ડાઉન-સાઇઝીંગ કરી રહી છે એટલે કે તેમની ફરજો અને જવાબદારીઓનો વ્યાપ ઘટાડી રહી છે.

વૈશ્વીકરણ હેઠળ સ્થાનિક બજારો વૈશ્વીક બન્યા છે. અને સરકારો વૈશ્વીક મૂડીની હેરફેર ઉપરનાં નિયંત્રણો દૂર કરી રહી છે તેથી આ બજારો બેકાબૂ બનીને અનેક દેશોની અર્થવ્યવસ્થાને તોડી રહ્યા છે. એક દેશની નાણાંકીય કટોકટી તરત જ બીજા દેશોને ગંભીર અસર કરે છે. વૈશ્વીકકરણને કારણે ઘણા દેશોની આયાત-નિકાસ અનેક ગણી વધી છે તો સાથે સાથે ચીન અને ભારત જેવા દેશોમાં વિદેશી મૂડીરોકાણ ઘણુ વઘ્યું છે. ભારતના લોકો વૈશ્વીકરણની ભલે સખત ટીકા કરે પરંતુ છેલ્લા ૧૫ વર્ષમાં ભારતીય અર્થકારણનો વિકાસદર જે પહેલા ૩.૫ ટકાની આસપાસ સ્થગિત થઇ ગયો હતો તે વઘ્યો છે. ભારતે સમાજવાદી અર્થકારણ (૧૯૫૧થી ૧૯૯૦)ના કડવાં ફળો ચાખ્યાં છે. અનેક વસ્તુઓની અછત અને કાળાબજારનો સામનો કર્યો છે. આ ‘સમાજવાદી’ અર્થકારણ નિષ્ફળ જવાથી ભારતે આર્થિક ઉદારીકરણની નીતિ સ્વીકારી છે. પરંતુ સાથે સાથે એ વાત નોંધવી જોઇએ કે ભારતનું વૈશ્વીકરણ સ્વછંદ બજારવાદ હેઠળ ચાલે તે હિતાવહ નથી. તેમાં સમાજવાદી તત્વ ઉમેરાવું જોઇએ.

વૈશ્વીકરણનો વિરોધ એશિયા, આફ્રિકા અને લેટીન અમેરિકાના દેશો નીચેના કારણોસર કરે છે. (૧) અત્યારનું વૈશ્વીકરણ અમેરિકાના વર્ચસ્વ હેઠળ ચાલી રહ્યું છે. અમેરિકા પોતાનાં હિતો સાચવવા દુનિયાનો દેશો પર અદ્રશ્ય શાહીવાદનું નિર્માણ કરી રહ્યું છે. તેણે અલબત્ત અન્ય દેશોને કબજે કર્યા નથી પરંતુ પોતાની સત્તાના બળે બને તે અન્ય દેશો પાસે પોતાની મનગમતી શરતો મંજૂર કરાવે છે. (૨) વૈશ્વીકરણ હેઠળ અમેરિકા પોતાનાં મૂલ્યો (જે વ્યાપારી મૂલ્યો છે) સમગ્ર દુનિયા પર ઠોકી બેસાડે છે. આજે વિશ્વમાં સર્વત્ર કોકોકોલા અને પેપ્સી કલ્ચર વ્યાપી ગયું છે. અમેરિકાએ જગતનું મેકડોનાલ્ડીકરણ કર્યું છે. દુર્ગમ રણપ્રદેશોમાં પણ મેકડોનાલ્ડની હેમ્સબર્ગર્સની દુકાન કે કોકો કોલા પીણા જોવા મળે છે જ્યારે સ્થાનિક પીસણાની કંપનીઓ ડુબી ગઇ છે.

અમેરિકા પીવાના પાણીનો પણ અબજોનો વેપાર કરે છે અને અમેરિકન ફિલ્મો જગતમાં સર્વત્ર છવાઇ ગઇ છે. અમેરિકાનું કલ્ચર સ્વચ્છંદતા, ઉદ્ધતાઇ, સેક્સ અને ઉપભોકતાવાદ કલ્ચર છે અને તે સ્થાનિક કલ્ચરનો નાશ કરી રહ્યું છે. તેમ વિરોધીઓનું માનવું છે. સાથે સાથે એ પણ ભૂલવું ના જોઇએ કે સ્થાનિક કલ્ચરનાં બહુ ગુણગાન ગાવા જેવા નથી. કારણ કે વડીલશાહી અને જ્ઞાતિવાદ તથા યુવા લોકોની સર્જનાત્મક શક્તિ દબાવી દેવાના ને અંધશ્રદ્ધાળુ ધાર્મિકતા તેના મુખ્ય લક્ષણો છે. સ્થાનિક કલ્ચર આટલું ઉત્તમ હતું તો કેમ તેણે ગરીબી દૂર કરી નથી અને લોકોને કંગાલિયતમાં નિરક્ષરતામાં અને અંધશ્રદ્ધામાં રાખ્યા છે, તેવો પણ આજના યુવાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. તેઓ આક્રોશમાં કહે છે કે જૂની પેઢી જુનવાણી હતી અને અમારા માટે રીપ્રેસીવ હતી. અમને મનગમતા કપડાં પણ પહેરવા દેતી નહોતી. અમોને હોટેલમાં પણ ખાવા દેતી નહોતી.

અત્યારની ઇન્ફર્મેશન ટેકનોલોજીની ક્રાંતિ નવી પેઢીનું સર્જન છે. જૂની પેઢીને કોમ્પ્યુટરનો સ્પેલીંગ પણ આવડતો ન હતો અને પાઘડીઓ અને સાફાઓ પહેરીને વડીલો માત્ર જ્ઞાતિના નિયમોનું જ રક્ષણ કરી દીકરા-દીકરીઓની ઇચ્છા જાણ્યા વિના લગ્ન કરી દેતા હતા. હજી પણ તેઓ જ્ઞાતિપ્રથામાં રાચે છે! વૈશ્વીકરણની પ્રક્રિયામાં અમેરિકાની જગતપરની દાદાગીરી ઉપરાંત સૌથી મોટો વિરોધ જગતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓનું વર્ચસ્વ છે. આ બહુરાષ્ટ્રીય કંપનીઓ સ્થાનિક સંસાધનો પોતાના ધનને જોરે ખરીદીને સ્થાનિક પ્રજાને પાયમાલ કરી નાખે છે. આ શાહીવાદનું જ સ્વરૂપ ગણાય. વૈશ્વીકરણના વિરોધીઓ બહુરાષ્ટ્રીય કંપનીઓને સૌથી મોટો ખલનાયક ગણે છે. હવે શોષણ ઉપરાંત વાતાવરણનું પ્રદૂષણ કરવાનો પણ આરોપ તેમના પર મૂકવામાં આવ્યો છે. ભારતમાં ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓએ પ્રવેશ કર્યો છે.

ઘરઉપયોગી સાધનોના બજારમાં, જાપાનીઝ, ચાઇનીઝ, કોરિયન, અમેરિકન વગેરે કંપનીઓ દાખલ થઇ છે. તેમણે ઘરઉપયોગી સાધનોના બજારને બહોળું બનાવ્યું છે. અને આઘુનિક ટેકનોલોજી દાખલ કરી દેશની કંપનીઓને વઘુ આઘુનિક બનવાની ફરજ પાડી છે કે દેશના લોકોને લૂંટયા છે તે એક વિવાદનો પ્રશ્ન છે. ઘણા આર્થિક નિષ્ણાતો એમ કહે છે કે આ બહુરાષ્ટ્રીય કંપનીઓ અંદર અંદર દેશની મોટી કંપનીઓ (જેમ કે વિડિયોકોન કે બજાજ કે ટાટા કે રીલાયન્સ) સાથે તીવ્ર હરીફાઇમાં ઉતરી હોવાથી ભારતીય જનોનું શોષણ કરતી નથી પરંતુ ગુણવત્તાવાળો ટકાઉ માલ પૂરો પાડે છે. તો વળી કેટલાક આર્થિક અને મેનેજમેન્ટ નિષ્ણાતો એમ દલીલ કરે છે કે આવતા પચીસ વર્ષમાં ભારતની જ બહુરાષ્ટ્રીય કંપનીઓ યુરોપ- અમેરિકામાં પ્રવેશ કરી તેના બજારો પડાવી લેશે અને તેની શરૂઆત થઇ ચૂકી છે. તો શું ભારતની બહુરાષ્ટ્રીય કંપનીઓને વિદેશમાં પ્રવેશતા અટકાવી દેવી જોઇએ ? કે પછી પરદેશી કંપીનીઓ શોષણખોર અને આપણી બહુરાષ્ટ્રીય કંપનીઓ દૂધે ધોયેલી ગણવાની?

એક છેલ્લી વાત એ કે વૈશ્વિકરણ હેઠળ ભારતની કંપનીઓએ પ્રોફેશનલ મેનેજમેન્ટ અને અત્યંત આઘુનિક મેનેજમેન્ટ ટેકનીકો દાખલ કરી પોતાની મેનેજમેન્ટની કુશળતા ખૂબ વધારી છે અને હવે ભારતની કંપનીઓ પરદેશી કંપનીઓને પરાસ્ત કરી રહી છે તે બાબત ભૂલવા જેવી નથી. આવતા ૨૫ વર્ષમાં ભારતની બહુરાષ્ટ્રીય કંપનીઓ જગતમાં ઠેરઠેર જોવા મળશે. ભારતમાં બેકારીનો પ્રશ્ન ચીનની જેમ ઉકેલી શકાશે. વળી વૈશ્વિકરણ બજારવાદ હેઠળ ચાલે તે માટે તેનો વિરોધ થવો જોઇએ.
કસરત તો કરવી છે પણ કઈ કસરત સારી ?

ચાલો, છેવટે તમે કસરત કરવા તૈયાર થયા તો ખરા. આજ સુધી તમે કસરત નહીં કરવાનાં અનેક બહાનાં કાઢ્યાં. વહેલા ઉઠાતું નથી. કોઈની કંપની નથી. મને કોઈ રોગ નથી. કસરત કરનારા પણ મરી જાય છે અને કસરત નહીં કરનારા પણ મરી જાય છે. કેટલાંય બહાનાં કાઢ્યાં. આજે મારે તમને જુદી જુદી કસરતની વિગતો આપવાની છે અને કસરતના ફાયદા ગણાવવાના છે.


કસરત એટલે શું ? શા માટે કરવી જોઈએ
એક વાક્યમાં જણાવું તો ભગવાને જ્યારે માનવીનો દેહ ઘડ્યો ત્યારે હાથ ને પગની રચના કરી. હાથને હલાવો અને પગને ચલાવો એનું નામ કસરત. હાથ હલાવવા ને પગ ચલાવવા એ સ્વાભાવિક ક્રિયા છે. આ ક્રિયા કરતી વખતે તમારા સાંધા અને સ્નાયુને શક્તિ જોઈએ. શક્તિ મળે લોહીમાંથી. કારણ લોહીમાં સૂક્ષ્મ સ્વરૂપે તમે ખોરાકમાં લીધેલ કાર્બોહાઈડ્રેટ (સાકર) હોય અને આ સાકરનું દહન ઓક્સિજન કરે, જે તમે ફેફસા વાટે શ્વાસોશ્વાસની ક્રિયા કરતી વખતે શરીરમાં લો છો. હૃદયનાં દરેક ધબકારા વખતે ચોખ્ખું લોહી લોહીની નળીઓ મારફતે શરીરના દરેક અંગોના કોષમાં જાય.

જ્યારે તમે અટક્યા વગર કોઈપણ કસરત ૩૦ થી ૪૦ મિનિટ નિયમિત કરો તો હૃદયના સ્નાયુ ધીરે ધીરે એટલા મજબૂત થાય કે તેના ધબકારા જે એક મિનિટના ૭૫ થી ૮૦ સામાન્ય રીતે હોય તે ધીરે ધીરે ઓછા થાય. આનો અર્થ કે હૃદયના એક જ ધબકારામાં ખૂબ લોહી શરીરના ખૂણે ખૂણે પહોંચી જાય. બધાં જ અંગોને ચોખ્ખું ખૂબ શક્તિવાળું લોહી મળે અને બધાં અંગો જિંદગીના અંત સુધી તંદુરસ્ત રહે. આપણા શરીરને ઓક્સિજન વગર ના ચાલે. ઓક્સિજનને પ્રાણવાયુ શા માટે કહે છે? કારણ એ ‘શરીરમાં પ્રાણ ભરે છે.’ એક દાખલો લો. મીણબત્તીને સળગાવો તો સળગ્યા કરે.

એ સળગતી મીણબત્તી ઉપર કાચનું વાસણ ઢાંકી દો તો તે થોડી જ વારમાં હોલવાઈ જાય. આવું જ માનવીના શરીરનું છે. શરીરને નિયમિત જિંદગીના અંત સુધી તંદુરસ્ત રાખવું હોય તો કસરત કરવી પડે. કસરત ના કરો તો જેમ પેલી મીણબત્તી હોલવાઈ જાય તેમ શરીરનાં અંગોને ઓક્સિજન ના મળે તેથી શરીર પણ હોલવાઈ જાય એટલે કે જલદી ઘરડું થાય. વાળ ધોળા થાય, દાંત પડી જાય. આંખે ઓછું દેખાય. કાને ઓછું સંભળાય. યાદશક્તિ, પાચનશક્તિ, જાતીય શક્તિ ઓછી થઈ જાય. ચાલવામાં-ઉઠવા બેસવામાં તકલીફ થઈ જાય અને શરીર અનેક રોગોનું ઘર થઈ જાય.

કસરત નક્કી કરો એ પહેલાં કસરતના ફાયદા પણ જાણી લો
૧. શારીરિક રીતે તંદુરસ્ત જિંદગીના અંત સુધી રહેશો. ૨. ખૂબ સ્ફૂર્તિ લાગશે. ૩. શરીરનું વજન કાબુમાં રહેશે. ૪. તમારૂં આયુષ્ય ખૂબ લાંબુ થશે. ૪. ઊંઘ નિરાંતે આવશે. ૫. ડાયાબીટીસ, બી.પી., હૃદયરોગ, સ્ટ્રોક જેવા રોગ નહીં થાય. ૬. રોગપ્રતિકાર શક્તિ એટલે કે ઈમ્યુનીટી વધશે જેથી કોઈપણ પ્રકારના ચેપીરોગ થશે નહીં. ૭. કેન્સર જેવા ભયાનક દર્દો નહીં થાય. ૮. ઓસ્ટીઓ પોરોસીસ જેવો રોગ થતો નથી. ૯. સાંધાનો વા એટલે કે આર્થાઈટીસ થતો અટકે છે. ૧૦. કંપવા (પાર્કિન્સન્સડીસીઝ) થતો નથી. ૧૧. કસરતથી તમારો જીવન પ્રત્યેનો અભિગમ હકારાત્મક થાય છે. એટલે ખોટી ચિંતા થતી નથી. સારા કે નરસા દરેક પ્રસંગે માનસિક તનાવ થતો નથી.

કસરત વિષેના તમારા ખોટા ખ્યાલો કેટલા બધા છે !
૧. કસરત કરવાથી થાક લાગે છે ઃ આડેધડ વધારે પડતી કસરત કરો તો થાક લાગે. નિયમપાલન અને થોડી સાવધાની રાખો તો થાક નહીં લાગે.
૨. કસરતમાં ટાઈમ ઘણો બગડે ઃ વધારે કસરત કરવાની નથી. ફક્ત ૩૦ થી ૪૦ મિનિટ ૨૪ કલાકમાં કસરત કરવાની છે. જમ્યા પછી તરત નહીં પણ બીજા કોઈપણ સમયે કસરત કરી શકાય છે.

૩. સ્ત્રીઓ અને વડીલોએ કસરતની જરૂર નથી ઃ સ્ત્રીઓ ઘરકામ કરતી હોય તો તેમણે કસરત કરવાની જરૂર નથી. વૃદ્ધ માણસો અને સ્ત્રીઓ બન્ને લોકોએ કસરત કરવી જોઈએ. કારણ બન્નેને કસરતનો ફાયદો થવાનો જ છે.
૪. કસરત કરવાનો કંટાળો આવે છે ઃ શરૂઆતમાં થોડું અજુગતું લાગે પણ જેવા થોડા દિવસ જશે એટલે સારું લાગે. પછી કંટાળો નહીં આવે.

કસરતના નિયમો

૧. કોઈપણ કસરત શરૂ કરતાં પહેલાં મેડીકલ ચેકઅપ જરૂરી છે.
૨. કોઈપણ કસરતનો ફાયદો થવામાં થોડી વાર લાગે. માટે ઉતાવળ કરી કસરતનો વેગ (ઈન્ટેન્સીટી) અથવા પ્રમાણ વધારશો નહીં.

૩. કસરત કુલ ૪૦ મિનિટ કરવી જોઇએે, જેમાં ૩૦ મિનિટ એરોબીક (હૃદય-ફેફસા-રક્તવાહિનીની ક્ષમતા વધે તેવી), ૫ મિનિટ ફલેક્ષીબીલીટી (સાંધાની ક્ષમતા વધારનારી) અને ૫ મિનિટ મસલપાવર- એન્ડયોરન્સ (સ્નાયુની ક્ષમતા વધારનારી) કસરત એમ સમય રાખવો જોઈએ.
૪. કુટુંબમાં કોઈ વારસાગત બિમારી હોય તો ડૉક્ટરની સલાહ લઈને કસરત કરશો.

૫. સિઝન પ્રમાણે ગરમ કે પાતળા કોટનનાં કપડાં પહેરશો.
૬. કોઈપણ દબાણ હેઠળ કસરત ના કરશો એટલે કે ડાયાબીટીસ કે બી.પી. કાબુમાં આવી જાય માટે કસરત પરાણે કરો એવું ના થાય.

૭. કસરતના ફાયદા માટે ધીરજ રાખશો. કોઈપણ પ્રકારની ઉતાવળ ના કરશો.
૮. કસરત શરૂ કરીને થોડા વખતમાં છોડી દેવાની ચીજ નથી માટે કસરત માટે શરીરને તૈયાર કરો તે પહેલાં મનને મજબૂત કરો. તમે નિયમિત રહેશો તો તમને ફાયદો થવાનો જ છે. આ બન્ને વાત મનમાં પાકે પાયે નક્કી કરો તો તમે કસરત કરી શકશો.

૯. કસરત કરતી વખતે કે પછી શરીરના સ્નાયુ કે સાંધામાં દુખાવો થાય તેવી રીતે કે એટલી વધારે કસરત ના કરશો.
૧૦. તમે કે તમારા બાળકોએ જો નાનપણથી કસરત કરવાની ટેવ પાડી હશે તો મોટા પણે પણ તમે કસરત કોઈપણ તકલીફ વગર કરી શકશો.

તમારે કઈ કસરત પસંદ કરવી જોઈએ તે માટે જુદી જુદી કસરતોની વિગતો જાણો.
૧. ચાલવાની કસરત ઃ ચાલવાની ક્રિયા સરળ છે, સ્વાભાવિક છે. એક જગાએથી બીજી જગાએ જવા માટે પરમેશ્વરે માનવીને પગ આપ્યા છે. રોજેરોજની તમારી દિનચર્યામાં કે કામધંધામાં તમે ચાલો છો માટે કશું શીખવાનું નથી હોતું. શરીરની સંપૂર્ણ તંદુરસ્તી માટે અને રોગથી શરીરને દૂર રાખવા માટે ચાલવાની ક્રિયા કરવામાં આવે તેને ચાલવાની કસરત અથવા ‘ફીટનેસ વોકીંગ’ કહેવાય. પ્રયોગોથી સિદ્ધ થએલી વાત છે કે ચાલવાની ક્રિયા એ શ્રેષ્ઠ એરોબીક કસરત છે. એટલે કે તમારા હૃદય, ફેફસા અને રક્તવાહિનીની ક્ષમતા અને તંદુરસ્તી જાળવવા માટે ચાલવું એ શ્રેષ્ઠ અને સરળ કસરત છે.

કેવી રીતે ચાલવું જોઈએ ?ઃ ૧. રોલીંગ મુવમેન્ટ એટલે કે જે પગ આગળ મૂકો ત્યારે પહેલાં તે પગની એડી, પછી પગનો વચ્ચેનો ભાગ અને છેલ્લે પંજાનો ભાગ જમીનને અડે ત્યારે પાછળનો પગ જમીન પરથી ઊંચો થઈ આગળ આવે તે રીતે ચાલવું જોઈએ. ચાલો ત્યારે બન્ને પગમાંથી એક જમીનને અડેલો હોવો જોઈએ. ૨. પેટ બને તેટલું અંદર અને કમર સીધી રાખી ચાલવું જોઈએ. ૩. બન્ને હાથ સ્વાભફાવિક રીતે ચાલતી વખતે આગળ પાછળ જાય તે રીતે વધારે જોરથી પણ નહીં અને એકદમ ધીમેથી પણ નહીં તે રીતે હલાવીને ચાલવું જોઈએ. ૪. આંખો સામે અને થોડી થોડી વારે નીચે જમીન પર રાખવી જોઈએ.

૫. ચાલવાની શરૂઆત કરો ત્યારે શરૂમાં પાંચ મિનિટ વોર્મઅપ એટલે કે શરીરને ચાલવાની ક્રિયા માટે તૈયાર કરવાની ક્રિયા કરવી જોઈએ. જેમાં એક જગાએ ઊભા રહી હાથ ઉંચાનીચા કરવા, કમરેથી વળવું કે ગોળગોળ હાથ લાંબા કરી ધૂમવું કે સૈનિકની માફક વારાફરતી પગ ઊંચા કરી નીચે મૂકવા (ડ્રીલ કરવી) વગેરે ગણાય. ૬. ત્યાર પછી એકધારૂ ૩૦ મિનિટ ચાલવાની ક્રિયા કરવી જોઈએ જેમાં તમારી ઝડપ ૧૦ થી ૧૨ મિનિટમાં એક કિલોમીટરની રાખવી જોઈએ. આ ભાગ તમારી કસરતતો ‘‘એરોબીક પાર્ટ’’ ગણાય. ૭. ચાલવાનું (૩૦ મિનિટ) પૂરું થાય ત્યાર પછી પાંચ મિનિટ કુલડાઉન એટલે કે આસનો કરવા જોઈએ જેથી હૃદય અને ફેફસા તેમજ સાંધા અને સ્નાયુને આરામ મળે.

ચાલવાની કસરત કોણે ન કરવી જોઈએ ?
૧. જે વ્યક્તિઓને એનીમીયા હોય (લોહી ઓછું હોય), વાઈનું દર્દ હોય, ચક્કર આવતા હોય, કંપવાનું દરદ હોય, જન્મજાત ખોડ (પગની) હોય, રૂમેહોઈડ (વા) આર્થાઈટીસ હોય, હાર્ટ એટેક આવેલો હોય, થોડું પણ ચાલતાં શ્વાસ ચઢી જતો હોય તેવી ફેફસાની બિમારી (દમ) અથવા હૃદયની તકલીફ (હૃદય મોટું થઈ ગયું હોય), દારૂ જેવા કેફી દ્રવ્યો લીધા હોય, કોઈપણ બિમારી (તાવ) કે ઓપરેશનમાંથી હમણાં જ સાજા થયા હોય, લોહીના દબાણના રોગ- (બી.પી.)નો કાબુ ના રહેતો હોય, માનસિક રોગની દવા ચાલુ હોય, મોટી ઊંમર હોય અને પગના સાંધાની તકલીફ હોય. ગર્ભવતી સ્ત્રી હોય, બાયપાસ સર્જરી કરાવે એક મહિનો જ થયો હોય, આ બધી પરિસ્થિતિમાં ચાલવાની કસરત ના કરવી જોઈએ અથવા ડૉક્ટરની સલાહ લઈને કસરત કરવી જોઈએ.

૨. સ્વિમિંગ (તરવા)ની કસરત ઃ સ્વિમિંગ આદર્શ કસરત છે. કારણ તમે કંટાળ્યા વગર આખી જિંદગી કરી શકો છો. નુકશાન થવાનો સંભવ ઓછો છે. કારણ કે તમારું વજન પાણી ઝીલે છે, એટલે તમને શ્રમ પડતો નથી. સાંધા, સ્નાયુ અને હૃદય ફેફસા, રક્તવાહિનીની ક્ષમતા આખી જિંદગી સરસ રાખવા માટેની શ્રેષ્ઠ કસરત છે. સ્વિમિંગ આવડતું હોય અને સ્વિમિંગ કલબમાં મેમ્બરશીપ હોય તો મોટી ઊંમર સુધી કરી શકાય એવી આ એક માત્ર કસરત છે. તમારો ગોલ ૩૦ થી ૪૦ મિનિટમાં ૧ કિલોમિટરનું અંતર અટક્યા વગર તરવાનો રાખો. સ્વિમિંગ કરવામાં મઝા આવે છે. અદ્ભુત રીલેક્ષેશન મળે છે. બારે માસ સિઝનની ચિંતા કર્યા વગર કરી શકો તેવી આ એક માત્ર કસરત છે.

સ્વિમિંગની કસરત કોણેના કરવી જોઈએ ?ઃ કાનમાં કે ગળામાં કોઈ પણ પ્રકારનું ઈન્ફેકશન (ચેપ) હોય, ચામડીની બિમારી હોય. શરીરમાં કોઈ ઈજા થઈ હોય કે ઓપરેશન કરાવ્યું હોય, હાર્ટની કોઈ તકલીફ હોય, માનસિક બિમારી હોય, નશો કર્યો હોય, કોઈ દિવસ સ્વિમિંગ કર્યું ના હોય, શ્વાસની કોઈ બિમારી હોય તો સ્વિમિંગ કરવું ના જોઈએ. અને ઉપર ચાલવાની કસરતમાં જણાવેલી બધી જ વિગતો ઉમેરવી.

સ્વિમિંગ કેવી રીતે કરશો ? ઃ કસરત તરીકે સ્વિમિંગ કરો ત્યારે સ્ટાઈલ અગત્યની નથી. કાનમાં ઈયર પ્લગ અને આંખ ઉપર સ્વિમિંગ ગોગલ્સ પહેરી મનને આનંદ મળે માટે મિત્રો સાથે સ્વિમિંગ કરશો તો આનંદ આવશે.

૩. સાયકલીંગ (સાયકલ ચલાવવાની કસરત)ઃ નાના હશો ત્યારથી સાયકલ ચલાવતાં આવડે છે. કસરત તરીકે કરવા માટે સરસ કસરત છે કારણ તેમાં પણ તમારા શરીરનું વજન સીટ ઉપર વહેંચાઈ જાય છે. આઉટડોર સાઈકલીંગને પણ તમે સ્વિમિંગ માફક શ્રેષ્ઠ કસરત કહી શકો છો પણ સાયકલ આવડતી હોય પણ રસ્તા સારા ના હોય, ટ્રાફિક બહુ હોય તો કસરત માટે સાયકલીંગ યોગ્ય નથી. વિકલ્પે ઘરમાં સાયકલ લાવી અને એ ‘સ્ટેશનરી સાયકલ’ પર રોજ ધીરે ધીરે વધારીને ૩૦ થી ૪૦ મિનિટ સાયકલ ચલાવી ૮ થી ૧૦ કિ.મિ.નું અંતર કાપવાનું એવો નિયમ રાખો. હવે અંતર, સ્પિડ અને હાર્ટના ધબકારા તમે સાયકલ ચલાવો ત્યારે ખબર પડે એવા ‘બીલ્ટ ઈન મીટર’ સાયકલમાં ફીટ કરેલા હોય છે. તમારું વજન વધારે હોય, ચાલી શકતા ના હો અને સ્વિમિંગ આવડતું ના હોય કે કરતાં શરમ લાગતી હોય તો સાયકલ (ઈન્ડોર) ચલાવવાની કસરત સારી ગણાય.

૪. લાફીંગ કલબની કસરત
શરીરની સંપૂર્ણ તંદુરસ્તી માટે ‘હાસ્યથેરેપી’ની કસરત એ તદ્દન નવો પ્રયોગ છે. થોડાક જ સમય (૨૦૦૧) પહેલાં જે વાતને હસવામાં કાઢી નાખવા જેવી હતી તે ‘‘ખુલ્લા દિલે હસવાની ક્રિયા’’થી શરીર સ્વસ્થ થાય છે એ વાત પ્રયોગોથી સિદ્ધ થઈ છે. દેશપરદેશમાં લાખો લોકો નિયમિત બગીચામાં, જાહેર જગામાં, ઘરમાં કે બહાર આ લાફીંગ કલબની કસરત કરે છે.

લાફીંગકલબની કસરતની વિશેષતા શું છે ?ઃ ૧. કોઈપણ ઉમરે આ કસરત શરૂ કરી શકાય છે. ૨. આ કસરતમાં કસરતના ત્રણે અંગ (સ્નાયુ, સાંધા અને હૃદય તેમજ ફેફસા)ને કસરત મળે છે. ૩. થોડા સમયમાં ફાયદો થાય છે. ૪. ગમે તે ઊંમરે શરૂ કરી શકાય છે. ૫. કોઈ ફી નથી ૬. કશી ટ્રેઈનીંગ લેવાની નથી. ૭. કોઈ સાધન (બુટ-સ્વિમિંગ કોશ્યુમ)ની જરૂર નથી. ૭. એકલા ઘરમાં કરી શકો. ગાર્ડનમાં ગુ્રપમાં કરી શકો. ૮. પહેલો ભાગ હાસ્ય પ્રાણાયામ, જેમાં ત્રણ પ્રકારની હસવાની ક્રિયા છે તે કરવાથી ફક્ત ૨૦ દિવસમાં તમારા શરીરમાં ફેફસાની ક્ષમતા વધવાથી છ થી આઠ ગણો ઓક્સિજન તમારા શરીરમાં જાય છે. ૯. બીજા ભાગ ‘હોલબોડી એકસરસાઈઝ’થી તમારા શરીરના બધા જ સ્નાયુ અને સાંધાને કસરત મળે છે.

૧૦. કુલ ૨૩૦ કેલરી બળે છે. સ્થળસંકોચને કારણે બીજી કસરતો. ૧. રનિંગ (દોડવું) ૨. જોગીંગ (ધીમી ગતિની દોડ), ૩. સ્ટેપ કલાઈમ્બીંગ (દાદર ચઢવો ઉતરવો), ૪. ટોઇંગ (હલેસા મારી હોડી ચલાવવી), ૫. સ્કીપીંગ, ૬. ડાન્સીંગની વિગતો આપી શકાઈ નથી પણ છેલ્લે શ્રેષ્ઠ કસરત કોને કહેશો એ નક્કી કરીએ. ૧. જે કસરતમાં કશું શીખવાનું ના હોય, ૨. એક પણ પૈસાની ફી ના હોય, ૩. સમયનું કે સ્થળનું બંધન ના હોય, ૪. કોઈ સાધનની જરૂર ના હોય, ૫. કોઈ ખાસ ડ્રેસની જરૂર ના પડે, ૬. નુકશાન થવાનો સંભવ ના હોય, ૭. ફાયદો થોડા વખતમાં થાય. ૮. ગમે તે ઊંમરે કરી શકાય. ૯. પ્રયોગોથી સિદ્ધ થયેલ હોય કે તેનાથી વઘુમાં વઘુ શારીરિક અને માનસિક ફાયદા થયા હોય.

હવે તમે નક્કી કરજો કે કઈ કસરત સારી. મારું માનો તો આ વાંચીને તરત જ તમારા ગામમાં કે શહેરમાં લાફીંગ કલબ ચાલતી હોય ત્યાં જઈને સૌથી શ્રેષ્ઠ કસરત ગણાય છે તે લાફટર થેરેપીની કસરત બે ચાર દિવસ જઈ શીખી જાઓ. પછી જ્યારે સમય હોય ત્યારે ઘરમાં કે ઓફીસમાં કે ગાર્ડનમાં એકલા કે સમૂહમાં આ કસરત નિયમિત શરૂ કરો અને પછી જુઓ થોડા વખતમાં તમારા શરીરમાં વધારે પ્રાણવાયુ જવાથી કેટલા બધા ફાયદા થાય છે. અને શ્રેષ્ઠ વસ્તુ તો કેટલા બધા મિત્રો બને છે. જીવન જીવવા જેવું લાગશે કારણ કે થોડા સમયમાં માનસિક દુવિધાઓ જતી રહેશે અને શારીરિક વ્યાધી જતાં રહેશે અથવા કાબુમાં આવી જશે.
તમારે ભવોભવની ભૂલ સુધારવી છે ?
જેમ જેમ માણસ ઈંદ્રિયોની આસક્તિમાંથી દૂર થતો જશે અને આત્મા પ્રત્યે લીન થતો જશે, તેમ તેમ એના જીવનનું સંગીત બદલાતું જશે.


આપણી પાંચ ઈંદ્રિયો અને તેને પોતાની આજ્ઞા પ્રમાણે ઇચ્છે તેમ ચલાવતું, ફંગોળતું આપણું મન. તમે કલ્પના કરો કે પાંચ તોફાની, ઉદ્ધત, ખૂંખાર અને અત્યંત વેગથી દોડતા અશ્વોવાળો રથ હોય અને એ રથનો સારથિ આંખો મીંચીને રથ દોડાવતો હોય તો કેવું થાય? બસ, આવી છે આપણી પાંચ ઈંદ્રિયો અને તેના પર સવાર આપણું મન. એ ઈંદ્રિયો માનવીમાં વિકાર જગાવે છે અને એનું મન એને આંધળો ભીંત બનાવીને દોડાવ્યે જાય છે. જેઓ ઈંદ્રિયો દોડાવે તેમ દોડતા હોય છે અને સદા એની શરણાગતિ સેવતા હોય છે, એવા લોકો સતત દુઃખી અને સંતપ્ત રહે છે. વાસના પર જેનો વિજય ન હોય, એના મનને જરા બહાર કાઢીને જોશો, તો ખ્યાલ આવશે કે મનમાં વાસનાની પ્રાપ્તિ માટે કેવી દોડધામ મચેલી છે! સ્વાદલોલુપ માનવીની નજર સદૈવ વાનગીઓ પર ચકળવકળ ધુમતી હોય છે અને મીઠાઈની દુકાન જોતાં એનું મન કેટલું બઘું વિક્ષુબ્ધ બની જાય છે.

ઈંદ્રિયોનું શરણ એ માત્ર દુઃખનો માર્ગ તો છે જ, કિંતુ એ વિનાશનો પણ માર્ગ છે. એને શરણે જઈ વ્યક્તિ પોતે પોતાના વિનાશને સામે ચાલીને નિમંત્રણ આપતો હોય છે. ઈંદ્રિયોના તાલે એ કૂદી-કૂદીને નાચતો હોય છે, ત્યારે એને ખ્યાલ હોતો નથી કે એ શું કરી રહ્યો છે? કારણ કે ઈંદ્રિયોથી સાંપડતા સુખની કલ્પનામાં એ રમમાણ હોય છે. એ વિચારે છે કે આ ઈંદ્રિય સુખ મળશે એટલે કેટલો બધો અપાર આનંદ પ્રાપ્ત થશે; પરંતુ એ સુખ ક્ષણિક હોય છે અને પછી તો માત્ર દુઃખ જ રહે છે.

ખ્રિસ્તી ધર્મમાં કહ્યું છે, ‘કોઈ પણ વ્યક્તિ બે માલિકની સેવા કરી શકતી નથી.’ જ્યારે અહીં તો માત્ર બે માલિક નથી; પરંતુ એની પાંચેય ઈંદ્રિયો એની માલિક છે. આવી પાંચેય ઈંદ્રિયોના ભોગમાં ડૂબેલા માણસની કેવી દુર્દશા થતી હશે? જ્યાં બે ઈંદ્રિયોને સાચવવી મુશ્કેલ છે, ત્યાં પાંચ-પાંચ ઈંદ્રિયો ભેગી થાય ત્યારે કેવો ઉલ્કાપાત સર્જાતો હશે! વળી, માણસનું ચિત્ત એને ક્યારેક ભૂતકાળમાં, તો ક્યારેક ભવિષ્યકાળમાં ધુમાવતું રહે છે.

વાત છે માત્ર એટલી એ ઉછળતી, ઉધમાત કરતી ઈંદ્રિયો પર સંયમ રાખવાની. કવિઓએ નારીસૌંદર્યનાં વર્ણનો કર્યાં છે, ત્યારે એમણે નારીને વાસનાની દ્રષ્ટિથી જોઇ નથી; પરંતુ સુંદરતાની દ્રષ્ટિએ એને નિહાળી છે. માણસ પૌષ્ટિક ભોજન કરે એ આવશ્યક છે; પરંતુ જીભને વશ થઈને અત્યંત સ્વાદિષ્ટ ભોજન પાછળ ઘેલો બને તે ખોટું છે એટલે કે એને માટે ઈંદ્રિયોનો વ્યાપાર જરૂરી છે, જોવાનું, સાંભળવાનું, ભોજન કરવાનું - એ બઘું પણ આવશ્યક છે. આંખ, કાન, જીભ, દેહ વગેરેની સંભાળ પણ લેવી જોઈએ; પરંતુ એ સંભાળ એમના સ્વાસ્થ્ય પૂરતી છે. એની અતિ સંભાળ દુઃખદાયી બને છે. દેહની વઘુ પડતી ચિંતા કરતા અને એની ફૅશનમાં કલાકોના કલાકો ગાળતી વ્યક્તિને જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે, ત્યારે કેવું થાય છે? પહેલાં જે તેજસ્વી અને ચમકદાર ત્વચા જોતો, એ જ માણસ પોતાની કરચલીયુક્ત ત્વચા જોઈને કયો ભાવ અનુભવશે? શરીર પરત્વેની આપણી ઘેલછા આત્માને વિસ્મૃત કરાવી દે છે. શરીરસુખને જ સર્વસ્વ માનનારના શરીરમાં જ્યારે વ્યાધિ થાય છે, ત્યારે એને કેવો અનુભવ થાય છે?

એવરેસ્ટ વિજેતા શેરપા તેનસિંગ જગતના સૌથી ઉંચા શિખરને આંબનારો પહેલો માનવી હતો અને એ જ શેરપા તેનસિંગ એની જિંદગીના અંતિમ સમયમાં માંડ-માંડ ચાલી શકતો હતો. એને માટે એક ઊંબરો ઓળંગવો, એ એવરેસ્ટ ઓળંગવાથી પણ વઘુ યાતનાદાયક હતું, આથી જે શરીરસુખને જ પોતાના જીવનનું ઘ્યેય માને છે, એને નિરાશ થવું પડે છે.

કેટલાય ભવ સુધી એણે પોતાના દેહને સર્વસ્વ માન્યો છે અથવા તો દેહને મુખ્ય માનીને આત્માને તદ્દન ગૌણ ગણ્યો છે. જરા, આ જન્મમાં એ વિચાર કરીશું કે આપણા આત્માને મુખ્ય રાખીને એની પાછળ ગૌણ રૂપે દેહને રાખીએ. જો આ પરિવર્તન સધાય, તો આ જન્મમાં વ્યક્તિ ઘણું આઘ્યાત્મિક પાથેય પામી શકે. બીજા અર્થમાં કહીએ તો વ્યક્તિ એની ભવોભવની ભૂલ સુધારી શકે. આત્માને ભૂલનારો એ માનવી હવે આત્માને આગળ રાખીને ચાલતો હશે. ઈંદ્રિયોનો એ ગુલામ હવે ગુલામી ત્યજીને એનો માલિક બની બેઠો હશે. ચંચળ, આમતેમ ભટકતું એનું ચિત્ત હવે શાંત સમાધિમાં ડૂબેલું હશે.

જેમ જેમ એ ઈંદ્રિયોની આસક્તિમાંથી દૂર થતો જશે અને આત્મા પ્રત્યે લીન થતો જશે, તેમ તેમ એના જીવનનું સંગીત બદલાતું જશે. એક સમયે એના મનને કામોત્તેજક દ્રશ્યો આકર્ષતાં હતાં અને એ એની પાછળ દોટ લગાવતો હતો, હવે એવાં દ્રશ્યો તરફ એ જાણે નગણ્ય હોય એમ સામાન્ય નજરે જોતો હશે. જે વાનગી જોઈને એનું આખું અસ્તિત્વ ઝૂમી ઊઠતું હતું અને જેને આરોગવા માટે એ અતિ ઉત્સુક બની જતો હતો, એ જે વાનગી સામે પડી હશે અને એનું રુંવાડું પણ ફરકતું નહીં હોય. પહેલાં જ ગતિ ઈંદ્રિયો તરફ હતી, એ ગતિ હવે સાવ વળાંક લઈને આત્મા પ્રત્યે થાય છે. એક સમયે કાનને ઘોંઘાટનું સંગીત પસંદ હતું, હવે એ કાન સિતાર, વીણાં કે વાયોલીનના શાંત સૂરોની ઝંખના કરે છે. નરસિંહ, મીરાં, ગંગાસતીનાં ભજનો એને ગમે છે.

પહેલાં એ સતત બોલતો રહેતો હતો, વાણીવિલાસ કરતો હતો, મોબાઇલ પર કલાકોના કલાકો સુધી લાંબી વાતો કરતો હતો, હવે એને વાણીના બદલે મૌન વિશેષ ગમે છે. બહુ બોલવાને બદલે અતિ અલ્પ વચનો બોલે છે. પહેલાં બોલતાં પૂર્વે એ વિચાર કરતો નહોતો કે હું જે બોલું છું તે યોગ્ય, વિવેકપુરઃસરનું અને આવશ્યક છે ખરું? હવે, એ બોલે છે ત્યારે પહેલાં વિચારે છે કે મૌન તોડીને આટલું બોલવું જરૂરી છે ખરું, કે પછી મૌનમાં રહેવું જ આવશ્યક છે.

એ અનુભવશે કે એક સમયે જ્યાં ઈંદ્રિય - વાસનાનો મહાસાગર ધૂઘવતો હતો, તેવા હૃદયમાં ઉંચે ઉછળતાં મોજાંઓ આત્માની ઓળખને પરિણામે શાંત થઈ ગયા છે. એક સમયે વાસનાના વિચારોને કોઈ નિયંત્રણ નહોતું, હવે ધીરે ધીરે એ બધા આથમી ગયા છે અને હૃદય એ કામનાના ધૂઘવતા સાગરને બદલે સાક્ષીભાવનું શાંત સરોવર બની ગયુ છે. એમાં ક્યારેક, ક્યાંક, થોડીક વાર કોઈ વમળ જાગે છે, પણ એ જાગે છે તેવાં જ જળમાં વિલીન થઈ જાય છે. વાસનાના તોફાની સાગરને બદલે શુદ્ધ પ્રેમનું શાંત સરોવર જોવા મળે છે અને એને ખ્યાલ આવે છે કે હવે પૂર્વે બહારની આકર્ષક લાગતી દુનિયાનું આકર્ષણ આથમી જાય છે. એની ગતિ જ બદલાઈ જાય છે.

એ બહારને બદલે પોતાના ભીતર તરફ ગતિ કરે છે. પહેલાં બહારના કોલાહલ સાંભળવામાં એને ખૂબ આનંદ પડતો હતો. કોઈ ઘોંઘાટ ભરેલું સંગીત હોય, કોઇ ડિસ્કોનું ગીત હોય કે પછી કોઈ વ્યક્તિની નિંદા-કૂથલી હોય, એ એના કાનને ખૂબ ગમતા હતા. હવે? હવે એવી પરિસ્થિતિ છે કે ઘોંઘાટિયું સંગીત સાંભળીને એનાથી દૂર જવાનું મન થાય, કોઈની નિંદા સાંભળીને એનાથી અળગા રહેવાનું મન થાય અર્થાત્ કાનની ઈંદ્રિય તો છે જ; પરંતુ એ ઈંદ્રિયનું કાર્ય બદલાઈ ગયું છે.

આજ સુધી એ સુંદર સ્ત્રીના અંગોપાંગનો, સ્વાદિષ્ટ વાનગીનો, કોઈની ટીકાનો, મોહક દ્રશ્યોનો અને સુંવાળા સ્પર્શનો આશક હતો. હવે એ બધાને બદલે એ એના આત્માનો આશક બને છે. એ પોતાના ભીતરના સૂરને સાંભળવા પ્રયત્ન કરે છે, એ પોતાના સ્વ-રૂપને જોવા માટે થનગને છે, એને હવે બહારના સ્વાદ કે સુગંધમાં રસ રહ્યો નથી અને એ કોઈ વ્યક્તિને સુંવાળો સ્પર્શ કરવાને બદલે ઇશ્વરની મૂર્તિને મુલાયમ સ્પર્શ કરે છે. આ રીતે ઈંદ્રિયના વિષયોને અતિક્રમી જાય છે અને આત્મા સુધી પહોંચીને એના આનંદમાં રમમાણ બને છે.
મોટાભાગના રોગોનું મૂળ કારણ મનના દુર્ભાવો છે!

આજકાલ માનવી એવી પરિસ્થિતિથી ઘેરાયેલો રહે છે જેનાથી એનું મન ખિન્ન, ઉદાસ અને ઉચાટથી ભરેલું રહે છે. આ દુર્ભાવોથી ચિંતા અને તનાવ પેદા થાય છે. આ રીતે મન તનાવગ્રસ્ત થાય છે એટલે એનું સમગ્ર શરીરતંત્ર ખોરવાઈ જાય છે અને એનાથી અનેક અસ્વસ્થતા ઉદ્ભવે છે.


મનોચિકિત્સકો જણાવે છે કે માનસિક અસંતુલન જ બધી આધિ-વ્યાધિનું મુખ્ય કારણ છે. આ ક્ષેત્રમાં કરવામાં આવેલાં સંશોધનોથી સિદ્ધ થયું છે કે ચિંતા, ક્રોધ, ભય, ઇર્ષા, આવેશ, તનાવ અનેક બીમારીઓ જન્માવે છે. અગ્રગણ્ય મનોવિજ્ઞાની ડૉ. રોજર્સે તનાવ, દબાણ અને મનોવિકારો માટે માનસિક ભાવનાઓને કારણભૂત માની છે. જ્યાં સુધી આ દુર્ભાવોનું નિષ્કાસન ન થાય ત્યાં સુધી બીમારીઓ દૂર થતી નથી. માનવીએ એના દોષ, દુર્ગુણ, પાપ, અપરાધ વગેરેને કોઈ યોગ્ય, સમજુ, વિશ્વાસપાત્ર વ્યક્તિ આગળ પ્રગટ કરી દેવા જોઈએ અથવા એમનું પ્રાયશ્ચિત્ત કરી લેવું જોઈએ

જેથી એમના મનમાં પડેલા એ દબાયેલા-કચડાયેલા ભાવો મનમાંથી બહાર નીકળી જાય. જો એમ ન થાય તો મનમાં બેચેની, ખિન્નતા, વ્યગ્રતા, ઉદાસીનતા છવાયેલી રહે છે, જે છેવટે બીમારીના રૂપે પરિવર્તિત થઈ જાય છે. શ્રદ્ધા, પ્રેમ, પ્રસન્નતા, સહયોગ, સમર્પણ જેવા સદ્ગુણ અને હકારાત્મક વિચારસરણી આવા મનોદૈહિક રોગોને પ્રગટ થવા દેતા નથી અથવા એમાંથી જલદી મુક્ત કરી દે છે.

‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’ના જણાવ્યા પ્રમાણે વિકસિત, ધનિક દેશોમાં જે વ્યક્તિઓના મરણ નીપજે છે એમાં અડધો અડધ તો હૃદયરોગથી જ નીપજે છે. આ રોગનું આટલું મોટું પ્રમાણ તબીબી સાધનોના અભાવે કે પરિસ્થિતિની પ્રતિકૂળતાને કારણે આવ્યું નથી પણ ચિંતા અને તનાવભરી જિંદગીને કારણે આવ્યું છે. સાન ફ્રાન્સિસ્કોના વિખ્યાત હૃદયરોગ વિશેષજ્ઞ ડૉ. ફ્રીડમેન અને રોઝમેને અતિ મહત્ત્વાકાંક્ષી, પ્રતિસ્પર્ધી, અસંયમી-નિરંકુશ જીવન જીવનારા અને એનાથી વિપરીત બિનમહત્ત્વાકાંક્ષી, સંતુષ્ટ, સંયમી, નૈતિક જીવન જીવનારા એમ બન્ને પ્રકારની પ્રકૃતિ ધરાવતા લોકો પર તુલનાત્મક અભ્યાસ કર્યો હતો.

આના આધારે એ જણાવે છે કે અતિમહત્ત્વાકાંક્ષી, અસંયમી, અનૈતિક જીવન જીવનારા લોકો વધારે તનાવગ્રસ્ત જોવામાં આવ્યા હતા અને એ હૃદયરોગનો ભોગ બન્યા હતા. આના જેવા અનેક સંશોધનો કરનારા અન્ય હૃદયરોગ વિશેષજ્ઞો પણ કહે છે કે મનોભાવ દબાવવાથી તનાવ પેદા થાય છે જેનાથી એડ્રિનલ ગ્રંથિઓમાંથી હોરમોન્સ વધારે પ્રમાણમાં સ્રવે છે. આને લીધે લોહીની ધમનીઓ સંકોચાઈ જાય છે અને હૃદય સુધી લોહીને પહોંચવામાં તકલીફ ઊભી થાય છે. આના લીધે હૃદયને નુકસાન થાય છે અને હૃદયરોગનો હુમલો થાય છે.

હૃદયરોગ વિશેષજ્ઞ ડૉ. ઈરવિન કહે છે કે આંતરિક શાંતિ, સંયમ અને આત્મ-વિશ્વાસ તનાવ, દબાણ અને હૃદયરોગની રામબાણ દવા છે. સહૃદયતા, સહકાર, પ્રેમ, પરોપકાર જેવા સદ્ભાવો હૃદયરોગની તકલીફને હળવી કરી દે છે. આવી જીવનશૈલી અપનાવનારા અનેક હાર્ટ એટેક આવી ચૂકેલ દર્દીઓ બીજા કરતાં વધારે જીવી શક્યા હતા. વિખ્યાત મનોરોગ ચિકિત્સક ડૉ. સ્ટેકલના મત પ્રમાણે માનવીના સ્વાસ્થ્ય અને સંતુલનનો આધાર તેના આહાર-વિહાર પર ઓછો પણ માનસિક ભાવો પર વધારે હોય છે!

વિખ્યાત સર્જન ડૉ. બર્ની સીગેલ કહે છે કે પ્રેમ અને સામીપ્ય, સહયોગ તંદુરસ્તી પર મોટી અસર નિપજાવે છે. આના અભાવે માનવી બીમાર પડે છે. બીમાર પડેલા માનવીને આવા સદ્ભાવો પ્રાપ્ત થાય તો એ જલદી સાજો થઈ જતો જોવામાં આવે છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ડૉ. ડેવિડ સ્પિગેલે આ માન્યતાને ચકાસવા પ્રયોગ પણ કર્યો. તેમણે કેન્સરના દર્દીઓને બે વિભાગમાં વહેંચ્યા અને એમની રહેણી-કરણીનો અભ્યાસ કરી એના પરિણામો જોયા. એક વિભાગના દર્દીઓને માત્ર દવા અને પરેજી આપ્યા. બીજા વિભાગના દર્દીઓને દવા અને પરેજી સાથે પ્રેમ અને સામાજિક સહયોગ પ્રાપ્ત થાય તેવી ગોઠવણ કરી. એના પરિણામોથી ડૉ. સ્પિગેલ આશ્ચર્યચકિત થઈ ગયા. પહેલા જૂથના દર્દીઓ જેમણે ચુસ્તપણે દવા ખાધી હતી અને પરેજી પણ પાળી હતી તે વહેલા મૃત્યુ પામ્યા હતા અને બીજા જૂથના દર્દીઓ જેમણે એ જ દવા અને પરેજી લીધા હતા પણ વધારામાં કોઈનો પ્રેમ, સહકાર કે સહયોગ પામ્યા હતા તે પેલા દર્દીઓ કરતાં ઘણું વધારે જીવ્યા હતા!

આવો જ એક પ્રયોગ હૃદયરોગના દર્દીઓ પર કરવામાં આવ્યો. ડૉ. મેયર ફ્રેડમેને આ દર્દીઓને ત્રણ જૂથમાં વહેંચી દીધા. પહેલા જૂથના દર્દીઓને યોગ્ય ખોરાક આપવામાં આવ્યો, સારામાં સારી દવા અને રોગની સમજ આપવામાં આવી પણ એમને એ સાથે કોઈનો સ્નેહ, સાથ કે સથવારો ન અપાયા. બીજા જૂથના દર્દીઓને યોગ્ય ખોરાક, પહેલા જૂથને આપવામાં આવી હતી એ જ સારામાં સારી દવા અને રોગની સમજ આપવામાં આવ્યા. એ ઉપરાંત પ્રેમાળ વ્યક્તિનો પ્રેમ અને હૂંફ મળે એવો સથવારો પણ આપવામાં આવ્યો.

જ્યારે ત્રીજા જૂથના દર્દીઓને માત્ર યોગ્ય ખોરાક અને પહેલા-બીજા જૂથના દર્દીઓને આપી હતી એ જ દવા આપી. પણ એમને રોગની સમજ ન આપી અને પ્રેમાળ સાથ-સહયોગથી પણ વંચિત રાખ્યા. પરિણામ ગજબનાક આવ્યું! પહેલાં જૂથના દર્દીઓમાંથી ૨૧ ટકાને જ ફરીથી હાર્ટએટેક આવ્યો. ત્રીજા જૂથના દર્દીઓમાંથી ૭૫ ટકાથી વધારેને ફરીથી હાર્ટ એટેક આવ્યો. જ્યારે બીજા જૂથના દર્દીઓમાંથી કોઈને પણ ફરીથી હાર્ટ એટેક ના આવ્યો! ડૉ. ડી.જે. વેસ્ટે એમના સંશોધનો બાદ એક સુંદર વિધાન કર્યું હતું - ‘લગભગ બધા રોગો પાછળ મનનો થોડો અમથો હાથ તો હોય જ છે અને ઘણાબધા રોગો પાછળ તો એનો બહુ મોટો હાથ હોય છે!’
મોટા ભાગના માણસોની દ્રષ્ટિનું ‘હોકાયંત્ર’ બગડેલું હોય છે એટલે મન ઉત્તર માટે ઉત્તર દિશાને બદલે ચોતરફ ધૂમ્યા જ કરે છે
મનને ‘રાંકડું’ કે ‘સાંકડું’ નહગીં, ‘ફાંકડું’ બનાવો


એક સંત પાસે શ્રઘ્ધાશીલ યુવક આશીર્વાદ લેવા ગયો. એ પોતાનાં સપનાંને સાકાર કરવા ઈચ્છતો હતો. સંતે એને કહ્યું ઃ ‘‘દીકરા, સપનાં માત્ર જોવાની વસ્તુ નથી, માત્ર પાળવા કે પંપાળવાની વસ્તુ નથી, સપનાંને તપાવીને પોલાદી બનાવવાં પડે છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય વિના વિલંબે લેવો એ પણ સ્વપ્ન-સિઘ્ધિ ને ખતરામાંથી બચવાનો એક મહત્વનો ઉપાય છે!’’ થોડી વાર રોકાયા બાદ સંતે કહ્યું ઃ ‘‘બાણાવળી અર્જુન બાહોશ હતો, પણ દરેક વાતમાં વધારે પડતા તર્કને રવાડે ચઢીને નિર્ણય લેવામાં વિલંબ કરતો.’’

વાત મહાભારતના યુઘ્ધના દિવસોની છે. શ્રીકૃષ્ણ સાવધાનીપૂર્વક અર્જુનના રથનું સંચાલન કરતા હતા એટલે અર્જુન અનેક આફતોમાંથી બચી જતો. મહાભારતનું યુઘ્ધ સમાપ્તિને આરે હતું. સાંજનો સમય હતો. કૃષ્ણ અર્જુનના રથને પાંડવોની વિશ્રામછાવણી પાસે લઇ આવ્યા અને અર્જુનને રથમાંથી જલ્દી ઉતરી જવાની વિનંતી કરી. પરંતુ અર્જુન રથમાંથી ઉતર્યો નહીં. અર્જુન મનોમન વિચારી રહ્યો હતો કે - પોતાના પરમ આદરણીય સારથી શ્રીકૃષ્ણ રથમાં બેઠેલા હોય અને પોતે પ્રથમ કેવી રીતે ઉતરી શકે?

શ્રીકૃષ્ણે ભારપૂર્વક કહ્યું ઃ ‘‘અર્જુન, તમારા ભાઇઓ તમને મળવા આતુર છે. જલ્દી રથમાંથી ઉતરી તેમને મળી લો.’’
પણ અર્જુને શ્રીકૃષ્ણ જ પહેલા ઉતરે તેવી જીદ પકડી.
શ્રીકૃષ્ણે કહ્યું ઃ ‘‘અર્જુન, જલ્દી રથમાંથી ઉતરો. હું અત્યંત થાકેલો છું. તમે રથમાંથી ઉતરો એટલે હું પણ રથમાંથી કૂદી પડીશ.’’
અર્જુનને શ્રીકૃષ્ણના શબ્દો રહસ્યમય લાગ્યા. તે રથમાંથી તરત જ નીચે ઉતર્યો અને શ્રીકૃષ્ણ પણ રથમાંથી કૂદકો મારી જમીન પર પહોંચી ગયા.

શ્રીકૃષ્ણ રથમાંથી જેવા નીચે ઉતર્યા કે તરત જ રથમાં આગ પ્રજ્વલિત થઇ અને ભડભડ બળવા માંડ્યો.
અર્જુન વિસ્મિત હતો. એનું વિસ્મય દૂર કરવા કૃષ્ણે કહ્યું ઃ ‘‘અર્જુન, આજે આખો દિવસ શત્રુઓએ ‘અગ્નિ બાણ’નો મારો ચલાવ્યો હતો, પણ મેં મંત્રશક્તિથી એનો પ્રભાવ અને પરિણામ રોકી રાખ્યું હતું. હું જાણતો હતો કે હું રથમાંથી જેવો ઉતરીશ, એટલે અગ્નિ-બાણનો પ્રભાવ શરૂ થઇ જશે. એટલે જ હું તને રથમાંથી વહેલો અને ઝડપી રીતે ઉતરી જવાનો આગ્રહ કરતો હતો.’’

જિંદગીમાં દરેક સ્વપ્નશીલ અને સિઘ્ધિપિપાસુ માણસે અંતરાત્મા રૂપી સારથીનો આદેશ માનીને યોગ્ય સમયે ત્વરિત નિર્ણય કરવાનો છે. સપનાં તો કામધેનું છે. એને દોહી લેવા માટે બ્રાહ્મણને મુહૂર્ત પૂછવાની જરૂર નથી. કામધેનુના આંચળને નિચોવી લેવાની નહીં પણ શ્રઘ્ધાપૂર્વક તેની માવજત કરીને મનોવાંછિત દૂધ પ્રાપ્ત કરી લેવાની કુનેહ માણસે કેળવવી પડે છે!
જીવન એટલે વાવેતરની મોસમ. યોગ્ય બીજ વાવ્યા વગર ઉતાવળે આંબા પકવી લેવાનાં ખ્વાબમાં રાચનારના હાથમાં સરવાળે પશ્ચાત્તાપ જ આવે છે. કાર્ય માણસ પાસે જહેમત માગે છે, કામ માણસ પાસે ખંત અને ખમીર માગે છે. જેઓ કામને ‘પતાવવા’ માગે છે. મોકો મળે કામ તેને ‘પતાવી’ નાખે છે.

બહાનાંખોર, પ્રમાદી, નિષ્ઠાહીન અને બેજવાબદાર લોકો જીવનને ‘અભિશાપ’ કહી નિંદતા હોય છે. નજીવી બાબતની ઉપેક્ષાઓ જ ભયાનક હાનિની ભૂમિકા સર્જી દેતી હોય છે. પ્રત્યેક ક્ષણ કશુંક શ્રેષ્ઠ અર્પવા ઉત્સુક હોય છે- જો તમે તેનો લાભ લેવાની કળાથી માહિર બનો તો. સ્વપ્નસિઘ્ધિનો માર્ગ છે, ‘આજ’ની, મળેલી ઘડીની- ક્ષણની ‘લાજ’ રાખવાની પૂર્ણ તૈયારી. આપની ‘આજ’ વિશે ભવિષ્યવેત્તાઓ ગમે તેવી આગાહી કરે પણ આપની ચોકસાઇ, જવાબદારીની ભાવના, તકનો તકાજો સાંભળવા માટે સરવા કાન, નિયમિતતા, એકાગ્રતા, પરિશ્રમપ્રિયતા, ઉત્સાહ, સાહસિકતા અને કર્મ પરત્વેનો આદર અને શ્રઘ્ધા, આ બધાં તમારી સફળતાની યાત્રાને સલામત કાંઠે પહોંચાડનારી નૌકાનાં હલેસાં છે.

ભાગ્યનું સામ્રાજ્ય નિર્માલ્ય લોકોને ક્યારેય સુખ નામની સરહદમાં પ્રવેશવાનો ‘વિઝા’ આપતું નથી. એટલે જ ગેટે કહેતા કે તમે જ્યાં હો ત્યાં સંપૂર્ણ વ્યક્તિત્વ સાથે ઊભા રહો. કેમ ચાલવું એના કરતાં ક્યાં અને ક્યારે કેમ રોકાવું એ પણ એટલું જ અગત્યનું છે. એટલે જ સોક્રેટિસને કોઇ નવયુવક કે સ્વપ્નશીલ માણસ સ્વપ્નસિઘ્ધિ બાબતે મળવા જતો ત્યારે સોક્રેટિસ તેમને પૂછતા ઃ ‘‘તમે તમારી જાતને ઓળખો છો? ઓળખતા હો તો મને કહો કે તમે કઇ ધાતુમાંથી બનેલા છો? એ પણ સંભવ છે કે તમે મીણ અને માટીના બનેલા હો, પરંતુ એવા ભ્રમમાં રાચતા હો કે તમે પોલાદમાંથી બનેલા છો.’’
‘‘પણ એ નિર્ણય કરવાનું કામ તો અત્યંત અઘરું છે’’ - મુલાકાતી કહેતો.

‘‘પરંતુ એ કપરું કાર્ય તારે પાર પાડવું પડશે. માટીનો મોળો માણસ પોલાદી કાર્ય પાર ન પાડી શકે! એટલે જ કહું છું કે તું જાતને જાણ!’’ સપનાના પંખીને પાંજરામાં પૂરાઇ રહેવાની આદત નથી! સપનાંને ઉડવા મુક્ત આકાશ આપો તો તેઓ તમારે માટે સિઘ્ધિનો સંદેશો લઇ પાછાં ફરશે. સપનાં સ્વભાવે ચંચળ છે પણ તેઓ ઈચ્છે છે કે સ્વપ્નસેવી માણસ સ્વભાવે ચંચળ નહીં, મક્કમ મનોબળવાળો હોય. સપનાંથી આકર્ષાય નહીં, પણ સપનાંને પોતાનાથી આકર્ષિત થવાની ફરજ પાડે, સપનાં તેને બે હાથે સલામ કરતાં હોય છે.

ચંચળ સ્વભાવના માનવીઓ ઉતાવળીયા, એકાગ્રતાહીન અને પાયાહીન આત્મવિશ્વાસ ધરાવતા હોય છે. જાતને ઓળખવી એટલે પોતાની શક્તિઓ, કમજોરીઓ અને વિશેષતાઓને ઓળખવી. દરેક સ્વપ્નસિઘ્ધિયાત્રી અર્જુન છે, જે મુંઝાય છે, પણ અફસોસ! દરેકને શ્રીકૃષ્ણ જેવો પથપ્રદર્શક નથી મળતો. પણ એવા પથપ્રદર્શકને બહાર શોધવાની જરૂર નથી! એ ‘આતમરામ’ રૂપે તમારી અંદર જ બેઠેલો છો! એની સાથે વિવાદનો નહીં, સંવાદનો, સંબંધ રાખશો તો તમને સફળતાનો માર્ગ અવશ્ય્ ચીંધશે.

મોટાભાગના માણસોનું જિંદગીની દ્રષ્ટિનું હોકાયંત્ર બગડેલું હોય છે. એટલે તેનું મન ઉત્તર માટે ‘ઉત્તર દિશા’ તરફ ઘ્યાન રાખવાને બદલે પૂર્વ- પશ્ચિમ- ઉત્તર- દક્ષિણ એમ ચોતરફ ધૂમ્યા જ કરે છે. કેડબરી ચોકલેટના મૂળ નિર્માતા વિલિયમ કેડબરીએ પોતાની પ્રબળ ઈચ્છા શક્તિથી ધનિક બનવાનું સ્વપ્ન કેવી રીતે સિઘ્ધ કર્યું તેનો પ્રસંગ ‘જીવનમાંથી જડેલી વાતો’ના લેખક પ્રો. ધર્મેન્દ્ર માસ્તરે (મઘુરમ્) સુંદર રીતે અંકિત કર્યો છે. વિલિયમ કેડબરી એમના પિતાનું પાંચમું સંતાન હતા. બસો- અઢીસો વર્ષ પહેલાં ઇંગ્લેંડમાં તેઓ ઇંડાં, પાઊં, કૉફી, કોકો વેચીને પરાણે ગુજરાન ચલાવતા હતા. માતા મજૂરી કરતી અને પુત્ર વિલિયમને પણ નાનપણથી જ કઠોર પરિશ્રમના સંસ્કાર આપ્યા હતા.

એક વાર વિલિયમે દૂધમાં કોકો નાખ્યો અને વરસતા બરફ નીચે દૂધનું વાસણ દાટી દીઘું.બીજે દિવસે તે સખત ચોકલેટ બની ગઇ. એ દૂધ મીઠું હતું અને એમાં કોકો ભળતાં એનો સ્વાદ આહલાદક બની ગયો. એણે આ પ્રોડકટને ‘‘ચોકલેટ’’નું નામ આપ્યું. એ ચોકલેટ વેચવા જતો અને પિતાએ અપાવેલી નોકરી પણ કરતો. એવામાં એની માતા થોડાક પાઊંડ મૂકી અવસાન પામી. વિલિયમ અને તેના ભાઇએ તે રકમમાંથી સસ્તા ભાવે એક ભંગાર કારખાનું ખરીદી દીઘું અને બન્ને ભાઇઓ સવારે ચા-નાસ્તો કરીને કારખાને જાય અને ભૂખ્યા પેટે કામ કરે. એવામાં તત્કાલીન વડાપ્રધાન ગ્લેડસ્ટને કોકો ઉપરનો કર ઘણો ઓછો કર્યો. એટલે વિલિયમ કેડબરીને કારખાનામાંથી સારો નફો થવા લાગ્યો.

એ પછી એ નવાં-નવાં કારખાનાં વધારતો જ ગયો અને કેડબરી ચોકલેટ એવી બનાવતો કે અમેરિકા, ફ્રાન્સ વગેરે દેશોમાં એની ખપત અને ખ્યાતિ વધતી ગઇ. વિલિયમે કામદારો માટે નવા આવાસો, બાગ-બગીચા, હૉસ્પીટલની વ્યવસ્થા કરી. સહકારી સંસ્થાઓ સ્થાપી જીવન જરૂરી ચીજો સસ્તી અને સુલભ બનાવી. આમ વિલિયમ ગરીબ હતો પણ હિંમત ન હાર્યો અને સખત મહેનત કરી સંકલ્પને બળે આખા જગતમાં ‘કેડબરી ચોકલેટ’ના ઉત્પાદક તરીકે આગવી નામના મેળવી.

નિરાશા, રાબેતા મુજબનું કામ કરી જીવન જીવી નાખનાર, કંઇક કરવાની ઈચ્છાવાળા પણ રસ્તો ન મેળવી શકે તેવા, તેમ જ જહેમત અને સંકલ્પ દ્વારા જગતને નવો રસ્તો બતાવી નવીન ચીલો પાડનાર, એવા ચાર પ્રકારનાં માણસો જગતમાં જોવા મળે છે. વિલિયમ કેડબરી ચોથા વિરલ પ્રકારના માનવોમાં સ્થાન પામે છે. મનને ‘રાંકડું’ કે સાંકડું નહીં, શ્રેષ્ઠ સપનાં જોવાના અને પરિશ્રમથી સપનાં સિઘ્ધ કરવાના સંકલ્પ સાથે ફાંકડું બનાવો. સપનાં તો તરસી આંખે તમારી રાહ જોઇ રહ્યાં છે. મક્કમ પગ ધરતી પર રાખી નજર આકાશ તરફ રાખશો તો ક્ષિતિજ દૂર નહીં રહે!

ચેતો, ચેતો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસીઓ ચેતો!..

ચેતો, ચેતો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસીઓ ચેતો!
હવે કોંગ્રેસીઓ! સોનિયા ગાંધી અને રાહુલ નહીં ચેતો તો ઈંદિરા ગાંધીવાળી થશે!
આ ‘બંધ’ વિષે ભ્રમમાં ન રહેતા!
ઈંદિરા ગાંધી ભ્રમમાં રહેલા (રાખેલા) અને હાર્યા
‘બંધ’થી ગરીબો એક દિવસ ભૂખ્યા રહ્યા પણ મનમોહન સરકારે ગરીબોને ૩૬૫ દિવસ ભૂખ્યા રાખવાનું કાવતરું કર્યું છે એનું શું? અત્યારે જનતા ભૂખી રહી છે પણ ભૂખી જનતાનો જઠરાગ્નિ કોંગ્રેસીઓને ભૂખ્યા રાખશે એ ન ભૂલશો! ‘બંધ’ ગેરકાયદેસર છે તો સુપ્રિમ કોર્ટ કે મનમોહન સરકાર કેમ પગલાં નથી લેતાં?



મૃત્યુઘંટ વાગી ચુક્યો છે. કોંગ્રેસ એટલે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આ સમજે તો એમના લાભમાં છે... બાકી મનમોહનસિંહ જેવા બ્યુરોકેટ અને બીજા બ્યુરોકેટની સલાહને જ સાચી માનીને દેશની સરકારની નીતિઓ ઘડનારા તથા પ્રણવ મુકરજી, શરદ પવાર, મુરલી દેવરા જેવા ખાયબદેલા અને આરે બેઠેલા રાજકારણીઓને કશી પડી નથી. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ સામે દિવાલ ઉપર લખેલું વાંચીને સમજી જવાનો તથા ઈંદિરા ગાંધીને પાટીલ-કામરાજ-મોરારજી વગેરે ખડ્ડુસ ટોળકીને કોંગ્રેસમાંથી કાઢી મૂકેલી એ રીતે સરકાર અને કોંગ્રેસમાંના બધા જ ખડ્ડુસોને એક જ ઝાટકે કાઢીને ફેંકી દેવાની હિંમત કરવાની જરૂર છે. એ હિંમત જો એ નહીં કરે તો એમણે મહામહેનતે અને એકલા પંડે પોતાના પતિના સાસુના અને વડાસસરાના વારસ જેવી કોંગ્રેસને બેઠી કરી છે એ ફરી મરણ પથારીએ પડશે અને મરણ પથારીએ પડેલા ભાજપ, ડાબેરીઓ, સમાજવાદી, જેડીયુ, આરજેડી વગેરે બધા જ ત્રેવડ કે આવડત નથી છતાં જનતા એમને બેઠા કરશે.

આ સ્થિતિની ચેતવણી ‘નેટવર્ક’ ચારચાર વર્ષથી આપતું રહ્યું છે. ભાજપ વિશે ‘નેટવર્ક’ જેમ દસ બાર વર્ષથી ચેતવણી આપતું રહ્યું છે એમ! એ ચેતવણી ભાજપ ગણકારતું ન રહ્યું અને એ ભાજપ પતન અને વઘુ પતન ભણી જતું રહ્યું એવું જ કોંગ્રેસનું થયું છે. ચાર ચાર વર્ષથી ચેતવણી આપવા છતાં કોંગ્રેસે વિરોધપક્ષોની નબળી સ્થિતિ જોઈને કેફમાં રહીને ચેતવણીઓને ઘ્યાનમાં ન લીધી પરિણામે છેલ્લા કેટલાય વર્ષોથી જનતાએ ફેંકી દીધેલા ભાજપ સહિતના બધા જ વિરોધપક્ષો એકઠા થઈ ગયા એટલું જ નહીં પણ સુપ્રિમ કોર્ટે ગેરકાયદેસર ગણાવેલા ‘બંધ’ને પ્રચંડ, સજ્જડ, જડબેસલાક ટેકો આપ્યો.

હજી કોંગ્રેસીઓ ભ્રમ ફેલાવી રહ્યા છે અથવા ભ્રમમાં છે કે... (૧) જ્યાં કોંગ્રેસ સત્તામાં છે એ રાજ્યોમાં ‘બંધ’ની અસર નહોતી (૨) ‘બંધ’ના કારણે અબજો રૂપિયાનું દેશને નુકસાન થયું. આ બન્ને મુદ્દા હડહડતું જૂઠાણું છે. સત્ય ઉપર, વાસ્તવિકતા ઉપર, હકીકત ઉપર ઢાંકપીછોડો કરવાનો નાચીઝ પ્રયત્ન છે. જ્યાં કોંગ્રેસનું રાજ્ય પૂરબહારમાં છે એ દિલ્લી, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં બંધની સજ્જડ અસર હતી એવું ટી.વી. ચેનલોમાં સ્પષ્ટપણે જોવાતું હતું. દા.ત. ચેનલોએ જયપુર, ઉદેપુર શહેરો રાજસ્થાનના દેખાડેલા. મહારાષ્ટ્રના મુંબઈ, નાગપુર, પૂના, ઔરંગાબાદ તથા દિલ્લી, નોઈડા, ગાઝીયાબાદ દેખાડેલા.

બધે બસો બંધ હતી, વિમાનો બંધ હતા, ટ્રેનો બંધ હતી. (બંધ પળાવવામાં નાનામોટા ઘર્ષણો થાય એ સ્વાભાવિક છે. હંમેશા જનતાને ડંડા મારવાનું શીખવનાર માયાવતીના ઉત્તર પ્રદેશમાં પોલિસ લાઠીચાર્જ કરે એ નવું નથી તો પણ ક્યાંય કોઈપણ ઠેકાણે ગોળીબાર નથી કરવો પડ્યો.) મોટાભાગનો બંધ સ્વયંભૂ હતો કારણ કે મનમોહન સરકાર અને શરદ પવાર તથા મુરલી દેવરાએ જે મોંઘવારીનો પહાડો ઉભા કર્યા છે એની નીચે દેશની અબજ સવા અબજની જનતા દબાયેલી છે. આ મોંઘવારી આપણા જનતાના પરસેવાના પૈસે જીવતા, મોટરામાં ફરતા, વિમાનોમાં ઉડતા રાજકારણીઓ સિવાયના દરેકે દરેકને પળેપળે બાળી રહી છે. એટલે પહેલો મુદ્દો હડહડતું જૂઠાણું અને ગેરમાર્ગે દોરનારો છે. (શેરહોલ્ડરોને ચારસો ચારસો ટકા ડિવિડન્ડ આપનાર પેટ્રોલ કંપનીઓ ખોટ કહે છે એના જેવું હડહડતું જૂઠાણું)

બીજો મુદ્દો... ‘દેશને અબજો અબજો રૂપિયાનું નુકસાન થયું’ એવો પ્રચાર કરવાનો... તો વળી વઘુ ગેરમાર્ગે દોરનારો અને વઘુ મોટું જૂઠાણું છે.
દેશને નુકસાન થવાની જે વાત છે એમાં દેશ એટલે હું કે તમે નહીં પણ સરકાર.
અને સરકાર એટલે કોણ?
અને એ નુકસાન ‘કરવેરા ન મળ્યાનું’ નુકસાન છે. આપણે એક દિવસ વેપાર ઉદ્યોગ ન કરીએ, ટ્રેનો ન ચાલે, બસો ન ચાલે, વિમાન ન ચાલે એટલે નુકસાન થાય એને નુકસાન કઈ રીતે કહેવાય?
ઉલટાનો ‘લાભ થયો’ કહેવાય! કારણ કે, ટ્રેનો, બસો, વિમાનો સરકાર ચલાવે છે અને એ ત્રણેય સરકાર જ કહે છે કે ખોટમાં ચાલે છે.

તો એ એક દિવસ ન ચાલ્યા તો એટલી ખોટ ઓછી થઈને? ખોટ ઓછી ને ‘નુકસાન’ કહેવાય કે ‘લાભ’? (જનતાને ઉલ્લુ જ બનાવવાની સરકારોને આદત પડી ગઈ છે પછી એ સરકાર કેન્દ્રની હોય કે ગુજરાતની હોય!)
જ્યારે કરવેરા એક દિવસ ઓછા મળ્યા એથી સરકારને શું ફેર પડવાનો હતો? એ શું પેટ્રોલ, ગેસના ભાવો ઘટાડત?
અચ્છા, એ નુકસાનના આંકડા પણ જૂઓ!
ેએક, તો એ આંકડા સાવ જ બોગસ હોય છે... કોણ ગણવા ગયું હતું? અડસટ્ટે!... જેમ મુરલી દેવરા પેટ્રોલ વગેરેમાં ખોટના આંકડા કહે છે અથવા શરદ પવાર અનાજ ખાંડ દૂધના ખોટા આંકડા કહે છે એ કોણ જોવા ગયું છે?

એટલે બંધ કારણે જે આર્થિક નુકસાન થવાની વાત છે એ ‘આર્થિક’ એટલે ‘આંકડાકીય’ નુકસાનની વાત છે... ‘રોકડીયા’ નુકસાનની વાત જ નથી રહેતી.
વિરોધપક્ષો પણ બોગસ છે. કોઈ આ ચોખવટ કરતું જ નથી! આ રીતે ચોખવટ થાય તો જનતા સમજેને!
હવે જૂઓ...
(૧) એક આંકડો ‘ફીક્કી’ નામનું ધનાઢ્યોનું એક યુનિયન છે એ ૧૩૦૦૦ કરોડ રૂા. કહે છે. (નુકસાન)
(૨) ધનાઢ્યોનું બીજું એક યુનિયન છે ‘એસો કામ’ એ રૂા. ૧૦,૦૦૦ કરોડ કહે છે!
(૩) જ્યારે સરકારના જૂદાજૂદા ખાતા જૂદા જૂદા આંકડા આપે છે... એક ખાતુ રૂા. ૨૦,૦૦૦ કરોડ નુકસાન કહે છે તો એક બીજો વિભાગ રૂા. ૩૦૦૦ કરોડ કહે છે!

ટૂંકમાં, બંધના કારણે આર્થિક નુકસાનની વાત સાવ બોગસ, આપણને ઉલ્લુ બનાવવાની, જૂઠાણા ભરેલી વાત છે.
અચ્છા, ‘રોજે રોજનું કમાઈને ખાનારા બંધના કારણે ભૂખ્યા રહ્યા’ એવો એક પ્રચાર કરનારા છે જે પણ સાવ નગ્ન જૂઠાણું છે.
પહેલી વાત તો એ કે... મનમોહન સરકારની નીતિઓ અને એના પ્રધાનોના કૃત્યો જ એવા છે કે ‘આમ આદમી’ ભૂખ્યો ન રહેતો હોય તો પણ ભૂખ્યો રહેવા લાગે!
બીજી વાત એ કે... જ્યાં મનમોહન સરકારની નીતિઓ આમ આદમીને ૩૬૫ દિવસ ભૂખ્યો રાખે એવી છે ત્યાં ૧ દિવસથી શું ફેર પડવાનો હતો?

ટૂંકમાં આ બંધ વિશે કોંગ્રેસે અને ખાસ કરીને સોનિયા ગાંધીએ આંખો બંધ કરવા જેવું નથી.
આ બંધ કોંગ્રેસ માટે ચેતવણી છે. બિહાર, બંગાળ અને ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું ઉઠમણું થઈ ગયું છે. ત્યાં કોંગ્રેસને ફરી ઉભી કરવા રાહુલ ગાંધી છ છ વર્ષથી પરસેવો પાડી રહ્યા છે.
તેઓ કોંગ્રેસ માટે પોતાનું લગ્નજીવન પણ ભોગમાં આપી રહ્યા છે. એમની બધી મહેનત ઉપર મનમોહન સરકાર, મુરલી દેવરા, શરદ પવાર વગેરે ખાઈપીને પાણી ફેરવી રહ્યા છે.
બંધ વિશે એ માફીયા પ્રધાનો ઉઘું ચત્તું સમજાવવામાં પૂરા ઠગ છે. કોંગ્રેસ પક્ષ, જનતા, દેશ, બીજા નેતાઓ જહન્નમમાં જાય તો પણ એમને કશી પડી નથી. એમના પેટ, ખિસ્સા, ઘર અને તિજોરીઓ ભરાયેલા છે હજી ભરાતા જાય છે એટલે એમને શાની પડી હોય?

શરદ પવારે વળી વઘુ એક લુચ્ચાઈભરી ચાલ રમવી શરૂ કરી છે કે ‘મારી પાસેના ખાતા ઓછા કરો!’ ‘નેટવર્ક’માં તો ત્રણ વર્ષ પહેલાં જ લખેલું કે શરદ પવારનું ખાતુ બદલો કે તરત જ ભાવો એટલે કે મોંઘવારી ધડાઘડ ઘટવા લાગશે.
હવે શરદ પવારે બધી બાજી ગોઠવી દીધી છે પછી એ ખાતુ ઓછું કરવાની વાત કરે છે!
સોનિયા ગાંધી ચાર વર્ષ પહેલાં જાગ્યા હોત અને એમણે હિંમત બતાવી હોત તો જનતાએ આજના મોંઘવારીના દિવસોમાં પીડાવું પડતું ન હોત અને સોનિયા ગાંધીએ કોંગ્રેસનો મૃત્યુ ઘંટ સાંભળવો પડત નહીં.
- ગુણવંત છો. શાહ

શું વાત કરો છો ?
આડવાણી ક્યાં જઈ રહ્યા છે ? અને ભાજપને ક્યાં લઈ જશે ?
૮૨ વર્ષના આડવાણી હવે ભાજપના સર્વેસર્વાં થઈ ગયા છે અને ભાજપની બોચી એમણે બરોબરની પક્કડમાં લીધી છે. ભારતના ભાગલા મોહમ્મદ અલી જિન્હાના કારણે નહીં પણ સરદાર વલ્લભભાઈ પટેલને કારણે થયા છે અને જિન્હા (પોતાને ભલે કોમીવાદી કહે પણ) કોમવાદી નહીં પણ ‘‘સેક્યુલર’’ હતા એવું કહેનાર તથા એમ કહ્યા પછી એમને ભાજપમાંથી હાંકી કાઢવામાં આવ્યા પરંતુ આજે પણ પોતાનો એ અભિપ્રાય નહીં બદલનાર જશવંત સિંહને ભાજપની કે સંઘની સાડીબાર રાખ્યા વિના ભાજપમાં પાછા આડવાણીએ લઈ લીધા એટલે લઈ જ લીધા !

છતાં જશવંતસિંહે તો પોતાનો જિન્હા વિષેનો અભિપ્રાય તો નથી જ બદલ્યો !
ઉલટાનું જશવંતસિંહે ભાજપમાં કાઠું કાઢવા લાગેલા નરેન્દ્ર મોદી ઉપર તીર છોડ્યું ! એમણે એવું કહ્યું કે, મને ભાજપમાંથી કઢાવનાર નરેન્દ્ર મોદી હતા અને આજકાલ ભાજપમાં ભાજપીયા મુખ્યપ્રધાનોનું જ ચાલે છે, મોવડી મંડળનું નહીં ! આ બન્ને તીર ભલે દેખીતી રીતે જશવંતસિંહે છોડ્યા હોય પણ એની પાછળ આડવાણી ઊભેલા હોય એવું માનવા કશી સાબિતીની જરૂર નથી કારણ કે આડવાણીને નરેન્દ્ર મોદીમાં પોતાનો હરિફ....મજબૂત હરિફ દેખાઈ રહ્યો છે.

જશવંતસિંહના આ નિવેદનો પછીના દિવસે આડવાણી એ જશવંતસિંહ અને પેલા ઉમા ભારતીને સાથે લઈને પોતાના અંગત ચાર્ટર વિમાનમાં લઈને કોઈ ભાજપી માજી મુખ્યપ્રધાનના સસરા ગુજરી ગયેલા એનો ખરખરો કરવા ગયેલા ! (અંગત વિમાન રાખવા જેટલી કમાણી આડવાણી કઈ રીતે કરી આવ્યા ? કે પક્ષનું વિમાન છે ? કોઈ ઉદ્યોગપતિએ ભેટ આપ્યું છે ?)
ગુજરાતના ભાજપીઓ અને ભાજપપ્રેમીઓ આટલા ઉપરથી સમજી જશેને ?

બહુ કે’વાય!
પેરીસની દુકાને એક વર્ષમાં બે જ વખત ‘સેલ’ના પાટીયા મારે છે
આપણે ત્યાં જો ક ે કેટલાક ‘મોલ’ પણ એક વર્ષમાં બેત્રણ વારજ ‘સેલ’થી માલ વેચે છે જ્યારે કેટલીક દુકાનો ઉપર ‘સેલ’નું બોર્ડ ૩૬૫ દિવસ લાગેલું હોય છે તો કેટલીક દુકાનો ચોમાસુ પુરુ થતા અને નોરતા દિવાળીના તહેવારો આવતા ‘સેલ’થી માલ વેચે છે.
જ્યારે કુઆલાલમ્પુર, સિંગાપુર અને દુબઈ વળી દર વર્ષે ‘સેલ ફેસ્ટીવલ’ યોજે છે.
દુનિયાનું ફેશન શહેર વર્ષોથી ગણાતું આવેલું પેરીસ શહેર પણ દર વર્ષે બે જ વખત ‘સેલ’ યોજે છે... જાન્યુઆરી અને જુલાઈમાં.
એ વખતે દરેક દુકાનો પોતાનો માલ ઘણા ઓછા ભાવે વેચે છે.

Sunday, July 11, 2010

સુંદર અને સેક્સી દેખાવા માટે ગર્ભાસન બેસ્ટ

જો તમે હરહંમેશ અને લાંબા સમય સુધી યુવાન અને સુંદર દેખાવવા માંગતા હોવ તો અત્યારથી જ ગર્ભાસન કરવાનું શરુ કરી દો. ગર્ભાસનથી ચહેરાની ચમક લાંબા સમય સુધી ટકી રહેશે. તેનો નિયમિત અભ્યાસ કરવાથી ચહેરા પર કરચલીઓ બહુ ઓછી પડે છે.ગર્ભ સંબંધી દરેક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ગર્ભાસન.



ગર્ભાસનનો પ્રયોગસમતળ સ્થાને ચાદર પાથરીને બેસી જાઓ.પદ્માસન કે પલાંઠી વાળીને બેસો. બંને હાથને જાંઘ તથા પગના ઘુંટણ વચ્ચેથી પસાર કરો. કોણીઓને બહારની તરફ ખેંચો. બંને કોણીઓને વાળીને બંને ઘુંટણ તરફ ઉપર ઉઠાવો. શરીરને સંતુલિત કરતા બંને હાથેથી કાન પકડવાની કોશિષ કરો. આસનની સ્થિતિમાં આવો ત્યારે શરીરનો સંપૂર્ણ ભાર નિતમ્બ તરફ ઝુકાવી દો.આ સ્થિતિમાં 1થી 5 મિનિટ સુધી રહો અને ફરી સામાન્ય સ્થિતિમાં આવી જાઓ.



ગર્ભાસન માટે સાવધાનીઆ આસન શરુ કરતી વખતે શરુઆતમાં થોડી મુશ્કેલીઓ નડશે પરંતુ થોડા દિવસમાં જ તમને તેનું સારું પરિણામ મળશે. થોડા દિવસ અભ્યાસ કરવાથી તમારું મન પ્રસન્ન રહેશે.આસનથી કરોડરજ્જુ મજબુત થાય છે. શરીરમાં માંસપેશીઓના દોષ દૂર થાય છે.આસન શરીરને હળવું બનાવે છે.સ્નાયુઓની દુર્ભળતાને દૂર કરે છે.સ્ત્રીઓ માટે તે ખૂબ લાભદાયી છે.ગર્ભાશયના રોગમાં ખૂબ ફાયદો કરનારું છે. તેનાથી ક્યારેય ગર્ભાશયની બિમારી થતી નથી.આ આસન પ્રસુતિના 40 દિવસ બાદ ફરી કરવું. તેનાથી શરીરની નબળાઈ દૂર થશે. મુખડું વધારે સુંદર બનશે. સ્ત્રી પુરુષ બંનેની સુંદરતા ટકાવી રાખવા માટે તે ખૂબ ફાયદાકારક છે.

Classified Ad Sites:-

You can post ads about Trading In The Buff on countless free classified sites. You have the right to use the sales copy that is used on the home page. Here are just some of the free classified websites:

www.usfreeads.com
www.craigslist.org
classifieds.yahoo.com
www.thefreeadforum.com
www.domesticsale.com
www.classifiedsforfree.com
www.adlandpro.com
www.classifiedads.com
www.citynews.com
www.theadnet.com



Article Sites

You can write an article or a review about the Trading In The Buff course. You can sumbit your article to any of these popular article directories.

www.ezinearticles.com
www.goarticles.com
www.searchwarp.com
www.articlecity.com
www.articledashboard.com
www.articlealley.com
www.bluearticles.com



Forums

One of the easiest way to bring direct traffic through your affiliate link is to post on forums. All you have to do is link to Trading In The Buff through your signature, and everytime you make a post, there is an automatic link. The key is to make useful and interesting posts. Here are some forums that you can post on:

forum.mabico.com
www.elitetrader.com
www.moneytec.com
www.goforex.net/forum
www.forexforum.net
www.traderonlineforum.com
www.talkgold.com
www.moneymakergroup.com
www.commoditytrader.net/forex_forum.htm
tfc-charts2.w2d.com/forum
www.retro-trader.com/forum
www.forexnews.com/fxforum/forum

મનમોહન સરકારે પહેલાં આપણને કઠોળ અને અનાજ ખાતા બંધ કર્યાં.....

મનમોહન સરકારે પહેલાં આપણને કઠોળ અને અનાજ ખાતા બંધ કર્યાં અને હવે શાકભાજી ખાતા બંધ કર્યાં!
આપણે જીવવું કઈ રીતે? મુરલી દેવરા, મનમોહનસિંહ અને શરદ પવાર દ્વારા
કોંગ્રેસનો મૃત્યુઘંટ વાગી રહ્યો છે
મનમોહનસિંહ કે કોંગ્રેસ કે સરકારને આપણી સામાન્ય જનતાની જરા પણ પડી નથી!
આ મોંઘવારી કોંગ્રેસને પણ ડૂબાડશે અને રાહુલ ગાંધીને વડાપ્રધાનપદેથી દૂરના દૂર રાખશે


‘‘મોંઘવારી સરકાર જ વધારે છે’’, ‘‘મોંઘવારી ભાજપની સરકાર હતી ત્યારે ભાજપ વધારતી હતી અને કોંગ્રેસની સરકાર છે ત્યારે કોંગ્રેસ વધારે છે’’, ‘‘મોંઘવારી શરદ પવાર વધારે છે’’, ‘‘મોંઘવારી મનમોહનસિંહ વધારે છે’’ વગેરે વાક્યો આખા દેશમાં ફક્ત ગુજરાત સમાચાર ‘નેટવર્ક’ જ વર્ષોથી લખતું રહ્યું છે અને એ સાચું પણ પડતું રહ્યું છે. મોંઘવારી વધારવાનું કારણ એક જ છે... આપણી જનતાની કેડ ઉપર તાગડધિન્ના કરવાની દાનત.

આ દાનતથી કોંગ્રેસનો હોય કે ભાજપનો હોય પણ દરેક નેતા પીડાય છે પણ મનમોહનસિંહ અને સોનિયા ગાંધી પીડાતા નહીં હોય એવું માનવામાં આવતું હતું પણ એ માનવું ભૂલ ભરેલું હતું એ હવે સાબિત થઈ ગયું છે.
સોનિયા અને મનમોહનસિંહ આમઆદમીના માણસ છે એવો આપણો ભ્રમ હતો એ એ બન્નેએ સાબિત કરી દીઘું છે પરંતુ તેઓ એ ભૂલી જાય છે કે... આમ આદમીએ જ એમને સત્તા આપી છે અને આમઆદમી જ એમને સત્તા ઉપરથી ફેંકી પણ શકે છે.

પહેલાં કઠોળ અને અનાજના ભાવ વધે એવા પગલાં લેવાયા ત્યારે લાગેલું કે મનમોહનસિંહ અને સોનિયા ગાંધી કંઈક કડક વલણ લેશે પણ એમણે કશું કરવાના બદલે મૂંગામૂંગા જોયા કર્યું. ભાવો વઘ્યા, ફુગાવો વધવા લાગ્યો અને બૂમરાણ પડી એટલે અજાણ્યા થઈને મનમોહનસિંહ અને પ્રણવ મુકરજી કહેવા લાગ્યા કે થોડાંક સમયમાં ભાવો ઘટશે.
એમ કહેવામાં એમની લુચ્ચાઈ હતી. ભાવો વધે એવી એમની જ દાનત હતી એટલે એ જાણતા હતા કે ભાવો ઘટવાના નથી પરંતુ વધવાના છે પણ ભડકેલી જનતાને શાંત રાખવા એમણે લુચ્ચાઈ કરેલી.

કઠોળ અનાજના ભાવ ધીરે ધીરે વધે એવી લુચ્ચાઈ જ વાપરેલી. એ ઉહાપોહ થાળે પડ્યો એટલે ખાંડ અને ગોળના ભાવો વધારવાનું ચક્કર કોંગ્રેસ સરકારે ચલાવ્યું.
બીજી બાજુ પેટ્રોલ અને ડીઝલ વગેરેના ભાવો વધારવા પ્રચાર શરૂ કરીને જનતાને માનસિક રીતે તૈયાર કરવાની લુચ્ચાઈ મનમોહન સરકારે કરી.
પરિણામે ફુગાવો વધવા લાગ્યો. બુમરાણ થવા લાગી. બુમરાણ થવા લાગી. એની ભેળા વડાપ્રધાન અને નાણાપ્રધાન પણ પોતાના અવાજ સાથે ભળવા લાગ્યા.
આમ જનતા ત્રાહીમામ થઈ ગઈ.

વિરોધપક્ષો નપાણીઓ થઈ ગયા છે એટલે આમજનતા ‘બિચારી’ થઈ ગઈ. એનું કોઈ ધણીધોરી ન રહ્યું.
આ ઉહાપોહ થાળે પાડવા લાગ્યો અને વધેલી મોંઘવારી આમઆદમીને કોઠે પડવા લાગી.
એટલે મનમોહન સરકારે છાનામાના એવા પગલાં લીધા કે ફળો અને શાકભાજીના ભાવ રોકેટની જેમ ઊંચે જવા લાગ્યા.
ફરી હાહાકાર મચી ગયો.
પરંતુ ઔદ્યોગિક દર વધે છે, દુનિયાની મંદીની અસર આપણને થતી નથી, મોટરોનું વેચાણ વધે છે, પેટ્રોલનું વેચાણ ઓછું થયું નથી, પગારો વધે છે... વગેરેના કારણે મનમોહન સરકારને મોંઘવારી સામેનો ઉહાપોહ ખોટો લાગે છે.

એટલે મનમોહન સરકાર મોંઘવારી વધારવા આગળ વધી. પેટ્રોલ-ડિઝલના ભાવ ફરી વધારવાના ગાણા ગાવા શરૂ કરાયા અને થોડાંક દિવસો નાટક કરીને ભાવ વધારી દેવાયા.
ેએ સાથે બસ અને રીક્ષાના ભાડા પણ વધારવાની માંગણી થવા લાગી.
બઘું જ નાટક.
બધી જ લુચ્ચાઈ.

આટલું બઘું થવા છતાં, ભાવો વધવામાં વિક્રમ કર્યો હોવા છતાં, મોંઘવારીએ માઝા મૂકી હોવા છતાં કોઈ કશું બોલતું નથી એ જોઈને કોંગ્રેસ સરકારે અત્યાર સુધી નહીં કરેલો જનોઈવધ ઘા કર્યો... કેરોસીનના પણ ભાવ વધાર્યા અને રાંધણ ગેસના પણ ભાવ વધાર્યા. એ સાથે બીજો આડો ઘા ભાવોને અંકુશમુક્ત કરીને મનમોહન સરકારે પુરવાર કર્યું કે એની સરકાર આમઆદમીની નથી પણ ખાસ આદમીની જ છે.
એ સાથે મનમોહનસિંહે હુંકાર પણ કર્યો કે... ‘જાવ, ભાવ વધાર્યા છે એ પાછા નહીં ખેંચાઈ અને હજી ભાવ વધશે!’
પરિણામે શાકભાજી સહિત બધી જ ખાદ્ય ચીજોના ભાવો ઉછળવા લાગ્યા. જે શાકભાજી પાંચ દર રૂપિયે કીલો વેચાતી હતી એના પચ્ચીસ ત્રીસ રૂપિયા થઈ ગયા.
પેલી બાજુ પેટ્રોલના ભાવ અંકુશમુક્ત હતા કાલ સવારે પેટ્રોલના ભાવ ૧ લીટરના ૧૦૦ રૂ. પણ થઈ જાય!

ડીઝલના ભાવોને પણ અંકુશમુક્ત કરવાની મનમોહનસિંહે ધમકી પણ આપવા માંડી છે.
ટૂંકમાં, મનમોહનસિંહનું નામ ઇતિહાસમાં મોંઘવારી વધારનાર વડાપ્રધાન તરીકે કાળા અક્ષરે લખાશે.
વિરોધપક્ષો પુરૂત્વહીન થઈ ગયા છે એનું આ પરિણામ છે.
કોંગ્રેસ સરકારને પોતાના ખર્ચમાં, પ્રધાનોના ખર્ચમાં ક્યાંય કાપ નથી મૂકવો. બધા પ્રધાનો અને સંસદ સભ્યો, ધારાસભ્યો, સુધરાઈ સભ્યો, સરકારી નોકરો, વગેરે સમગ્ર સરકારી અને રાજકીય તંત્ર જેટલું પેટ્રોલ વાપરે છે, જેટલું રાંધે ખાઈ છે એ બઘું આપણી કેડ ઉપર જ કરે છે. એમના ખિસ્સામાંથી ફાટેલી નોટ પણ એ વાપરતા નથી.

એટલે પેટ્રોલ કે ગેસના ભાવો વધારવાથી એમના કોઈના પિતાશ્રીનું કશું જવાનું નથી.
આમ જનતાની જો એમને દરકાર હોત તો તેઓ ભાવો વધારવા સાથે પોતાના ખર્ચમાં એક રૂપિયાનો પણ કાપ મુક્ત તો જનતાને થાત કે... ના, મનમોહનસિંહને, કોંગ્રેસને, સોનિયાને આમજનતા માટે લાગણી છે.
વિરોધપક્ષો પણ કોંગ્રેસથી ઓછા ઉતરે એવા નથી. તેઓ ભેગા થઈને ‘ભારત બંધ’નું એલાન આપે છે પણ એમ નથી જાહેર કરતા કે...‘અમે અમારા ખર્ચમાં કાપ મૂકીશું.’
વિરોધપક્ષના નેતાઓને પગાર, પેટ્રોલ, ખાવાનું, બઘું જ મળતું હોય છે.

આ આપણા આજના ‘રાજા મહારાજા’ઓ પાછળ આપણે કેટલો ખર્ચ કરીએ છીએ અને તેઓ કેવા તાગડધિન્ના કરે છે એ હવે અજાણ્યું નથી રહ્યું. ફ્રાન્સની અને રશિયાની આમઆદમીની ક્રાંતિ આવા રાજકારણીઓના કારણે જ થઈ હતી. મનમોહનસિંહની કોંગ્રેસ સરકાર આમ આદમીને એ માર્ગે જ લઈ જઈ રહી છે. આમ આદમી કંઈ બોલતો નથી અત્યારે... પણ એની સહનશક્તિનો જ્યારે અંત આવશે અને આમ આદમી જ્યારે વિફરશે ત્યારે આપણા એકપણ રાજકારણીનું શિર સલામત નહીં રહે.
વિરોધ પક્ષો દેખાવો કરે કે બંધના એલાન આપે પણ એનો કંઈ જ અર્થ નથી. વિરોધ પક્ષો જે કંઈ કરે છે એ સત્તાધારી પક્ષ સામે આંખો મિચકારીને કરે છે.
એટલે વિરોધપક્ષો અને સત્તાધારી પક્ષ બન્ને આપણને જનતાને ઉલ્લુ જ બનાવે છે.

આ બધા રાજકારણીઓ ઉપર જે ખર્ચ થાય છે.. એમના ખર્ચા આપવા આપણે આમઆદમી જેવો નીચોવાઈ છે એવું દુનિયામાં એક પણ દેશમાં નથી. આપણા આ રાજકારણીઓએ એમના પગાર વધારાનો આજદિન સુધી ક્યારેય વિરોધ નથી કર્યો. એ ઉપરાંત આ રાજકારણીઓની વઘુ લુચ્ચાઈ જુઓ! સંસદના ખર્ચને એમણે ઓડીટની બહાર રાખ્યો છે. એટલે એમના તાગડધિન્ના પાછળ આપણા કેટલા રૂપિયા ખર્ચાય છે, આપણે કેટલા એમના તાગડધિન્ના માટે નીચોવાઈએ છીએ એનો હિસાબ તપાસવાનો નહિ એવો ઠરાવ એમણે કર્યો છે. એ ઠરાવનો એકપણ વિરોધ પક્ષી નેતાએ વિરોધ નથી કર્યો!
એનો અર્થ શું થયો?
વિરોધપક્ષ હોય કે સત્તાધારી પક્ષ હોય બન્ને આપણને જનતાને ઉલ્લુ જ બનાવે છે. કોંગ્રેસનો હાથ ગરીબો ઉપર હથોડા ચલાવી રહ્યો છે અને ભાજપનું કમળ ગરીબોને કાદવમાં ડૂબાડી રહ્યું છે.
પરંતુ એમ કરીને મનમોહનસિંહ પોતાના અને કોંગ્રેસના પગ ઉપર કુહાડો મારી રહ્યા છે. મનમોહનસિંહને કોંગ્રેસની પડી નથી પણ સોનિયા ગાંધીને પડી છે. સોનિયા ગાંધી પણ મૂંગા રહીને કોંગ્રેસને ડૂબાડી રહ્યા છે.
મોંઘવારી એમના પુત્ર રાહુલ ગાંધીને વડાપ્રધાનપદેથી દૂરની દૂર જ રાખશે... એ તેઓ ના ભૂલે!
- ગુણવંત છો. શાહ

આ તમે જાણો છો?
* દર વર્ષે દુનિયામાં ૫,૦૦,૦૦૦ ધરતીકંપ થાય છે. એટલે કે ધરતીકંપ થતા જ રહે છે. દર મિનિટે ધરતીકંપ થાય છે... એવો એનો અર્થ કરી શકાય. આ પાંચ લાખ ધરતીકંપમાંથી ૧ લાખ ધરતીકંપ આપણે અનુભવી શકીએ તેવા હોય છે. પણ આપણે અનુભવીએ જ એવું નથી.
* યુરોપના વેનિસમાં ૧૬૪૬ થી ૧૬૮૪ દરમ્યાન થયેલી ગણિતજ્ઞ એલના પ્રિસ્કોપિયાને ૧૬૭૮માં ડોક્ટર ઓફ ફિલોસોફીની ડીગ્રી અપાયેલી. દુનિયામાં કદાચ એ જ પહેલી મહિલા હતી કે જે પીએચડી થઈ હોય.

કાનમાં કહું!
સંઘ આર.એસ.એસ.ને થપ્પડ ઉપર થપ્પડ મારી રહેલા લાલકૃષ્ણ આડવાણી
મહાશક્તિશાળી હોવાની છાપ ઊભી કરવામાં સફળ રહેલા આર.એસ.એસ.ને ભાજપની ચિંતા હોય એ સ્વાભાવિક છે કારણ કે ભાજપનો જન્મદાતા એ છે અને એને પુખ્ય વયનો બનાવનાર પણ આર.એસ.એસ. એટલે કે સંઘ છે. એ ભાજપને ડૂબાડનાર સંઘે જ ઉભા કરેલા આડવાણી. ભાજપ ઉપર બાજપાયીનું કાઠું વધી રહેલું જોઈને સંઘના ત્યારે જેઓ વડા હતા એ સુદર્શને ત્યારે એમની ચમચાગીરી કરી રહેલા આડવાણીને ઊભા કર્યાં.

એ આડવાણી જ છેવટે ભાજપ ઉપર ચઢી બેઠા. સંઘનું વડપણ એમને કઠવા લાગ્યું. એટલે સંઘે ભાજપ ઉપર પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપિત રાખવા આડવાણીને પડદા પાછળ ધકેલવાની યોજના કરી. પરિણામે આડવાણી અને સંઘ વચ્ચે પાંચ વર્ષથી ઠંડું યુઘ્ધ શરૂ થયું. જેમાં આડવાણીએ સંઘને ક્યાંય ફાવવા દીધો નહીં. સંઘે પેલા સુદર્શનને ઘરે બેસાડીને મોહનજી ભાગવતના હાથમાં સંઘનો હવાલો આપ્યો. એમણે આવીને આડવાણીને ઘેર બેસાડવાના ધમપછાડા શરૂ કર્યા પણ આડવાણીએ એમને ક્યાંય ફાવવા દીધા નહીં ઉલટાનું ભાજપ ઉપર પોતાની પકડ વઘુને વઘુ સજ્જડ કરવા માંડી.

રાજ્યસભામાં બાજપેયીના દુશ્મન અને સંઘ પણ જેમને નથી ઇચ્છતો એવા વયોવૃઘ્ધ જેઠમલાણીને બેસાડવામાં આવ્યા અને પેલા ઝિન્નાને આજે હજી પણ વખાણનાર જશવંત સિંહને ભાજપમાં પાછા લાવવાનો નિર્ણય એના તાજા જ દાખલા છે. આ બન્ને કૃત્ય સંઘની ઇચ્છા વિરૂઘ્ધના છે અને એ રીતે ૮૨ વર્ષના આડવાણી જ સંઘને થપ્પડ ઉપર થપ્પડ મારી રહ્યા છે. આવા ભાજપ સાથેનો સંબંધ તોડી નાંખવા કે નહીં એનું મંથન સંઘમાં ચાલી રહ્યું છે. હવે આડવાણી રામ જેઠમલાણીને ભાજપના ઉપપ્રમુખ બનાવવાની વેતરણમાં છે જેથી ગડકરીનું મહત્વ જ ન રહે.

શું વાત કરો છો?
સીઝેરીયનથી અવતરાયેલા બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે
આપણા ડોક્ટરો દર્દીના ભોગે પોતાની કમાણી વધારવા સગર્ભાઓને કુદરતી પ્રસવ કરવાના બદલે સીઝેરીઅન એટલે માતાના પેટનું ઓપરેશન કરીને બાળકને અવતરાવે છે. પણ એવું અકુદરતી રીતે જન્માવેલું બાળક રોગપ્રતિકારની શક્તિ ઓછી ધરાવે છે એવું અમેરિકાની નેશનલ સાયન્સ એકેડેમીએ પ્રગટ કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે.

આ રિપોર્ટમાં જણાવ્યું છે કે... આવા બાળકોના મોંમાં સ્ટેફાયલોસિસ નામના જીવાણુઓના વંશ સાથે સંબંધ હોય એવા કીટાણુઓ મળી આવે છે. આ સ્ટેફાયલોસિસ જીવાણુઓ નુકસાનકારક નથી હોતા પણ એના વંશજમાં કોઈક કીટાણુ નુકસાનકારક હોય છે. એવા કીટાણુ એમ.આર.એસ.એ. કહેવાય છે. આ કીટાણુ ઘાતક રોગો ઉત્પન્ન કરી શકે છે. કોલોરેડો યુનિવર્સિટીના મુખ્ય સંશોધનકાર ડૉ. નોહ ફીશર છે. તેઓ કહે છે કે આવા બાળકોની ત્વચા ઉપર રોગકારક જીવાણુઓ જલદી હુમલો કરતા હોય છે.

Monday, July 5, 2010

ટીવી જર્નલિસ્ટ બનવા શું કરવું?..

હું ટીવી જર્નલિસ્ટ બનવા ઇચ્છું છું. શરૂઆત કેવી રીતે કરું? આ ક્ષેત્રમાં જવા કોઇ કોર્સ કરવો જરૂરી છે? સારા કોર્સ કયા?

પહેલાં તમે જર્નલિસ્ટ બનો. લોકો મેનેજમેન્ટનું શિક્ષણ લેવા માગે છે અને એક સારી શિક્ષણ સંસ્થામાં એડમિશન લે છે, એવી જ રીતે જર્નલિસ્ટ બનવા માટે પણ જર્નલિસ્ટ કે મીડિયા ઈન્સ્ટિટયુટ્સ હોય છે. જો કે દરેક સફળ ટીવી, પ્રિન્ટ અને ઇન્ટરનેટ જર્નલિસ્ટ જર્નલિઝમ સ્કૂલમાં ભણ્યા હોય એ બિલકુલ જરૂરી નથી. અસંખ્ય સફળ પત્રકારો પોતાની ટેલેન્ટ, મહેનત, જ્ઞાન અને અનુભવને આધારે આગળ આવ્યા છે.

ભારતમાં પત્રકારત્વનો કોર્સ તો છેલ્લાં ચાળીસ વર્ષથી ચાલે છે, પણ ટીવી ચેનલો અને ઈન્ટરનેટ જેવા નવા મીડિયાના ઉદ્ભવ અને વિકાસ પછી આ કોર્સ પ્રકાશમાં આવ્યો છે.આ કોર્સ માટેનું સિલેકશન પ્રવેશપરીક્ષા, ગ્રુપ ડિસ્કશન અને ઇન્ટરવ્યુ લીધા પછી થાય છે. પ્રવેશપરીક્ષામાં સામાન્ય જ્ઞાનના વિષયને આધારિત પ્રશ્ન પુછાય છે.બ્રોડકાસ્ટ જર્નલિઝમનો કોર્સ કરાવતી કેટલીક ઉચ્ચ સંસ્થાઓ છે-

૧. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યૂનિકેશન, નવી દિલ્હી

૨. માસ કમ્યૂનિકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી, નવી દિલ્હી

૩. સિમ્બાયોસિસ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યૂનિકેશન, પૂણે

૪. એશિયન કોલેજ ઓફ જર્નલિઝમ, ચેન્નાઇ

૫. સેન્ટ ઝેવિયર્સ કોલેજ ઇન્સ્ટિટયૂટ ઓફ કમ્યૂનિકેશન, મુંબઇ

૬. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ જર્નલિઝમ એન્ડ ન્યૂ મિડિયા, બેંગ્લોર

૭. મણીપાલ ઇન્સ્ટિટયૂટ ઓફ કમ્યૂનિકેશન, મણીપાલ, કર્ણાટક

મોટાભાગની ઇન્સ્ટિટયૂટ્સ વિધાર્થીઓને ઇન્ટર્નશિપ માટે અલગ અલગ મીડિયા હાઉસમાં મોકલે છે. જો કે એનડીટીવી, આજ તક અને સ્ટાર ન્યૂઝ જેવી કેટલીક મોટી ટીવી કંપનીઓ સ્ટુડન્ટ્સને ઇન્ટર્નશિપ પર લેતા નથી, પણ દૂરદર્શન, ઝી ન્યૂઝ, ઈ ટીવી અને અનેક નવી ચેનલો ઇન્ટર્નશિપ કરવાનો મોકો આપે છે.

કોર્સ કરતી વખતે એવી અપેક્ષા ન રાખવી કે એ તમને એકદમ સ્ક્રીન પર જવા માટે તૈયાર કરી દેશે. જર્નલિઝમ એક નોલેજ-બેઝ્ડ ક્ષેત્ર છે. એમાં સતત શીખતાં રહેવું પડે છે. જર્નલિઝમનો કોર્સ એક હથિયાર છે, જે આગળ જતાં તમારા વ્યવસાયમાં ઉપયોગી સાબિત થાય છે, પણ એને ધારદાર બનાવવાનું કામ તમારે જ કરવું પડે છે. અનુભવ વધારતા જાઓ અને અંગ્રેજીના પાંચ ડબલ્યૂ (વ્હાય, વ્હોટ, વ્હેન, વ્હેર અને હુ )ને ક્યારેય આંખથી ઓઝલ ન થવા દેતા. ટીવી એક દ્રશ્ય માઘ્યમ છે, એટલે આકર્ષક વ્યક્તિત્વ હોવું પણ એટલું જ જરૂરી છે.

ધોરણ-૧૨ પછીના વિકલ્પો...

એચએસસી પછી કારકિર્દી પસંદગીની ખરેખરી મૂંઝવણ શરૂ થાય છે. પરંતુ અહીં આપેલા વિકલ્પો તપાસી લઇએ તો રસ્તો આસાન રહેશે.

ધોરણ ૧૨ પછી વિદ્યાર્થીઓએ અને તેના વાલીઓએ કારકિર્દી/ એડમિશન સંસ્થા પસંદ કરતા પહેલાં પોતાના માટે કેટલીક ઇન્કવાયરી અને કેટલીક તપાસ કરવી પડે છે. જેના મુખ્ય તબક્કા છે.

Attitude (અભિરુચિ) કસોટી અને Aptitude (અભિક્ષમતા) કસોટી. જાતને ત્રણ પ્રશ્નો પૂછો: ‘મને ક્યા પ્રકારના કાર્યમાં વિશેષ આનંદ આવે છે? કર્યું કામ ગમતું છે?‘મારામાં ક્યા પ્રકારની આવડત કે લાક્ષણિકતા છે જે મને ગમતા કામમાં મદદરૂપ છે? ‘મારે કારકિર્દીને ક્યાં સુધી લઇ જવી છે? એટલે કે જીવનમાં શું શું મેળવવું છે? આ મંથન પ્રક્રિયા પછી ચાલો જોઇએ ધો.૧૨ પછીના કેટલા વિકલ્પો
ઉપલબ્ધ છે...

ધો.૧૨ પછીના વિકલ્પો:

આર્ટસ/ કોમર્સ/ સાયન્સ આ ત્રણેય પ્રકારના વિભાગના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ અભિરુચિ અને અભિક્ષમતા અનુસાર ઉપલબ્ધ અભ્યાસક્રમો નીચે મુજબ છે.

BSc-MSc-PhD, BA-MA, BCom-MCom, BBA-MBA, BCA-MCA, BEd-Med, CA, BCJP (Journalism), BHM-MHM
(હોટલ મેનેજમેન્ટ)
‘સ્નાતક પછી GPSC, UPSC, CAT-GCET વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફનું ધ્યેય પૂર્વ નિશ્વિત હોય તો ધો.૧૨ પછીનો કોર્સ પસંદ કરવામાં આ ફેકટર ધ્યાન પર રાખી પસંદગી કરવી આવશ્યક છે.

ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહ પછીના કારકિર્દી વિકલ્પો:

A-group- Phy. Chem., Maths.

એન્જિનિયરિંગ (આઇટી, કમ્પ્યૂટર, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ્સ, મિકેનિકલ, સિવિલ, ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ, એન્વાર્યમેન્ટલ એન્જિનિયરિંગ વગેરે) ઉપરાંત ઇન્ટિરિયર ડિઝાઈનિંગ, આર્કિટેક્ચર, બિલ્ડિંગ કન્સ્ટ્રકશન વગેરે કોર્સિસ ઉપલબ્ધ છે.

‘ઓટોમોબાઇલ, ટેક્સ્ટાઇલ, ફેશન ડિઝાઈનિંગ, એરોનોટિક્સ એન્જિનિયરિંગ, બાયોટેક્નોલોજી, બાયોમેડિકલ, સિવિલ એન્જિનિયરિંગ, રોબોટિક્સ એન્જિનિયરિંગ વગેરે પણ ઉપલબ્ધ છે. રોબોટિક્સ એન્જિનિયરિંગ વિકસતી શાખા છે. જેનું ભાવિ ખૂબ જ ઉજ્જવળ છે. તેનો મહત્તમ ઉપયોગ જાપાનમાં થઇ રહ્યો છે.

B. Group- Phy. Chem. Bio...

મેડિકલ (એમબીબીએસ, ડેન્ટલ-બીડીએસ, ફિઝિયોથેરાપી-બીપીટી, આયુર્વેદ- બીએએમએસ, હોમિયોપેથી-બીએચએમએસ, ફાર્મસી-બી. ફાર્મ., ઓકયુપેશનલ થેરપિસ, બીએસસી (નર્સિંગ, ઓપ્ટોમેટ્રી), ઓર્થોટિક્સ- પ્રોસ્થેટિક્સ, નેચરોપથી.

‘આ ઉપરાંત પણ અન્ય અભ્યાસક્રમો રૂચિ પ્રમાણે કે પરિવારના વ્યવસાય પ્રમાણે પસંદ કરી શકાય છે. જેમ કે, આયુર્વેદમાં બેચલર ઓફ ફાર્મસી, બાયોમેડિકલ એન્જિનિયરિંગ, ફૂડ પ્રોસેસિંગ એન્ડ ટેક્નોલોજી, એગ્રિકલ્ચર યુનિ.માં ચાલતો વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી, આણંદમાં ચાલતો ડેરી ટેક્નોલોજી કોર્સ, એગ્રિકલ્ચર યુનિ. અન્ય ડિગ્રી કોર્સ, બીએસસી ઇન માઇક્રોબાયોલોજી, બાયોટેક્નોલોજી, ઝૂલોજી, બોટની વગેરે, તથા પ્રાયમરી ટીચર બનવા માટે પીટીસીનો કોર્સ, કોઇપણ વિષય સાથે બીએસસીમાં આગળ અભ્યાસ ન કરવો હોય તો બીએ વિથ ઇંગ્લિશ કે અન્ય કોઇ વિષય.

વિવિધ કોર્સના પ્રવેશની વિધિ:

કેન્દ્રીય પ્રવેશ સમિતિ: જોઇન્ટ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ-અમદાવાદ) (વેબસાઇટ: www.ldceindia.org) દ્વારા ડિગ્રી/ ડિપ્લોમા, એન્જિનિયરિંગ/ ફાર્મસી, ઉપરાંત મેડિકલમાં એડમિશન માટે સેન્ટ્રલાઇડ મેડિકલ એડમિશન કમિટી- બી.જે. મેડિકલ કોલેજ- અમદાવાદ દ્વારા ઉપરોકત મેડિકલ કોર્સિસમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ આપવામાં આવે છે.

ધીરુભાઇ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ-ગાંધીનગર:

આ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજીનો કોર્સ ચલાવે છે. જેમાં કુલ ૨૪૦ સીટ હોય છે, જેમાં AIEEE ના આધારે એડમિશન મળે છે.

નિરમા યુનિવર્સિટી: અહીં બી.ટેક.ના અભ્યાસક્રમો ચાલે છે, જેમાં AIEEE ના આધારે, ગુજરાતી સ્કૂલમાંથી ૧૨ સાયન્સ પાસ કર્યું હોય તેને અને અખિલ ભારતીય ધોરણે Rank ના આધારે નિયમાનુસાર ભરવામાં આવે છે.

નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી- અમદાવાદ ઉપરાંત, DDIT - નડિયાદ, ગણપત યુનિ.- વિદ્યાનગર, ખેરવા- મહેસાણા, સર્વ વિદ્યાલય-ગાંધીનગરને ખાનગી- સ્વાયત્ત- યુનિવર્સિટીનો દરજજો આપવામાં આવ્યો છે.

નેશનલ લેવલની એડમિશન ટેસ્ટ:

ધો.૧૨ સાયન્સ પછી ભારતની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કે મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે દ્વિતીય કક્ષાની પ્રવેશ પરીક્ષાઓ લેવાતી હોય છે.

પ્રિમેડિકલ ટેસ્ટ - PMT

‘MBBS/ BDS માં માટે ભારતની મેડિકલ અને ડેન્ટલ કોલેજોની ૧૫ ટકા સીટ PMT ના વિદ્યાર્થીઓ માટે રિર્ઝવ હોય છે.
‘જેમાં Phy., Chem., Bio. ની ઓબ્જેક્ટિવ પ્રકારની પરીક્ષા લેવાય છે. જે અંગ્રેજી માધ્યમમાં હોય છે. તેનું ફોર્મ ડિસેમ્બરમાં બહાર પડે છે. દર વર્ષે મે મહિનામાં આ પરીક્ષા લેવાય છે.

‘આઇઆઇટીની JEE-Joint Entrance Exam માટેની જાહેરાત દર વર્ષે જુલાઇના છેલ્લા અઠવાડિયામાં આવે છે.
‘AIEEE-All India Engineering Architecture Entrance Exam CBSE દ્વારા જ લેવામાં આવે છે.

અન્ય પરીક્ષાઓ: અંગ્રેજી માધ્યમમાં લેવામાં આવે છે.

‘ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ- દિલ્હી
‘રૂરકી યુનિ.ની એન્જિનિયરિંગ કોલેજ
‘ભારતી વિદ્યાપીઠ મેડિકલ-એન્જિનિયરિંગ કોલેજ- પૂણે
‘આર્મી અને નેવીની કોલેજોમાં પણ ફોર્મ ભરી શકો છો.
અન્ય કોર્સમાં એડમિશન: વિમાનમાં પાઇલટ, એરફોર્સના ઓફિસર, નેવીમાં ઓફિસર, મર્ચન્ટ નેવીનો કોર્સ, સાયિન્ટસ્ટ બનવા માટે પણ ૧૨ સાયન્સ પાસ કરવું ખૂબ જ જરૂરી છે.‘

ધોરણ-૧૦ પછીના રસ્તા..

કારકિર્દીની પસંદગીનું પહેલું પગથિયું એટલે ધોરણ-૧૦.આ પહેલી પાયદાન વટાવ્યા પછી કારકિર્દીના ઘણા વિકલ્પો છે.

ધોરણ દસને કારકિર્દી ઘડતર માટેનું જંકશન કહીએ તો જરાય ખોટું નથી. આવો, દસમા ધોરણ પછી ઉપલબ્ધ મુખ્ય વિદ્યાશાખાઓની જાણકારી મેળવીએ.

હાયર સેકન્ડરી (ધોરણ ૧૧ અને ૧૨) : કારકિર્દીમાં ખૂબ આગળ વધવા ગ્રેજ્યુએટ અને એ પછી મેળવેલી પોસ્ટગ્રેજ્યુએટ ડિગ્રી ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તેથી જ પસંદગીની વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ થઇ ઉચ્ચ હાયર સેકન્ડરીના ધોરણ ૧૧માં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને પસંદગી માટે નીચે મુજબના કુલ છ પ્રવાહ ઉપલબ્ધ છે:

‘વિજ્ઞાન પ્રવાહ (સાયન્સ સ્ટ્રીમ) ‘ સામાન્ય પ્રવાહ (જનરલ સ્ટ્રીમ) ‘ ગૃહ વિજ્ઞાન પ્રવાહ

‘ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ ‘વ્યવસાયલક્ષી પ્રવાહ

સાયન્સ પ્રવાહ: ડોક્ટર, એન્જિનિયર, વિજ્ઞાની, ભૂસ્તરશાસ્ત્રી, ફાર્માસિસ્ટ, આર્કિટેક્ટ, ફિઝિયોથેરપિસ્ટ, હોર્ટિકલ્ચરિસ્ટ, વેટરિનરી ડોક્ટર વગેરે બનવા ઇચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓએ ધોરણ ૧૧ના સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લેવો જોઇએ. ધોરણ ૧૧માં સાયન્સ પ્રવાસ પસંદ કરવા માટેનું એક મુખ્ય કારણ તેમાં મળતા ઉચ્ચ અભ્યાસના અસંખ્ય વિકલ્પો છે. તેમને સાયન્સ પ્રવાહમાં ભણવા માટે

નીચે મુજબના ત્રણ પ્રકારના વિષય જૂથની પસંદગીના વિકલ્પ મળે છે:

‘‘એ’ જૂથ: આ જૂથમાં મેથેમેટિક્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રરી, અંગ્રેજી વગેરે વિષયો ભણવાના હોય છે. આ વિષય જૂથ સાથે ધોરણ ૧૨ પાસ થતાં વિદ્યાર્થીને એન્જિનિયરિંગ, આર્કિટેક, બી.એસ.સી., એમી.બી.એ. વગેરે અભ્યાસક્રમમાં પ્રવેશ મળી શકે છે પરંતુ મેડિકલ લાઇનમાં પ્રવેશ મળી શકતો નથી.

‘‘બી’ જૂથ: આ જૂથમાં મેથેમેટિક્સ સિવાયના બાયોલોજી, કેમિસ્ટ્રરી, ફિઝિક્સ, અંગ્રેજી વગેરે વિષયો ભણવાના હોય છે. આ વિષય જૂથ પસંદ કરનાર વિદ્યાર્થી ધોરણ ૧૨ પાસ કર્યા પછી મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, આયુર્વેદિક, હોમિયોપેથી, ફાર્મસી, બી.એસ.સી. વગેરે વિદ્યાશાખામાં પ્રવેશ મેળવી શકે છે, પરંતુ સાયન્સ સ્ટ્રીમમાં પાસ થવા છતાં એન્જિનિયરિંગ, આર્કિટેક વગેરે અભ્યાસક્રમમાં તેને પ્રવેશ મળી શકતો નથી.

‘‘એ-બી’ જૂથ: ‘એ’ અને ‘બી’ જૂથનું સંયોજન એટલે જ ‘એ-બી’ જૂથ. સાયન્સ પ્રવાહમાં ભણી ધોરણ ૧૨ સાયન્સ પછી ઉપલબ્ધ તમામ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવાના લાભ ઉઠાવવા ઇચ્છતા અને ગણિત અને વિજ્ઞાન બન્ને વિષયોથી ન ગભરાતાં વિદ્યાર્થીઓએ આ જૂથ પસંદ કરવું એકદમ ફાયદાકારક છે.

‘સામાન્ય પ્રવાહ: વિજ્ઞાન પ્રવાહ પછી આર્ટસ અને કોમર્સના વિષયો ધરાવતા કોમર્સ (વાણિજ્ય) અને આર્ટસ (વિનયન) એમ બે અલગ અલગ જૂથને બદલે સામાન્ય પ્રવાહ (જનરલ સ્ટ્રીમ) નામનો એક જ પ્રવાહ રાખવામાં આવ્યો છે, જેમાં આગળ બી.એ., બી.કોમ., બી.બી.એ., બી.આર.એસ., બી.મ્યુઝ. બી.પી.એડ., પી.ટી.સી., હોટલ મેનેજમેન્ટ, જનરલ નર્સિંગ વગેરેમાં જવાની તક મળે છે.

‘ગૃહ વિજ્ઞાન પ્રવાહ: ગૃહ-સંચાલનનો વૈજ્ઞાનિક અભિગમ એટલે જ હોમ સાયન્સ. ધોરણ ૧૨ પાસ થયા પછી બી.એ. (હોમ સાયન્સ) તેમજ બી.એસસી. (હોમ સાયન્સ) થઇ શકાય છે. ભાવનગર ખાતે સર ભાવસિંહજી પોલિટેક્નિકલમાં ડિપ્લોમા ઇન હોમ સાયન્સનો અભ્યાસક્રમ પણ ચલાવવામાં આવે છે.

‘ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ: ગ્રામ્ય અર્થકારણ અને સમાજ વ્યવસ્થાને અનુરૂપ ખેતી/ખાદી ઉદ્યોગને લગતા અભ્યાસ માટે આ પ્રવાહ પસંદ કરી શકાય.

‘વ્યવસાયલક્ષી પ્રવાહ: વિવિધ રોજગારલક્ષી વ્યવસાયો માટે વ્યાવસાયિક ક્ષમતા ઊભી કરવા માટે કેટલીક શાળાઓમાં આ પ્રવાહ પણ ઉપલબ્ધ છે.

ડિપ્લોમા એન્જિનિયિંરગ અભ્યાસક્રમો:

ગુજરાતમાં ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા આશરે ૨૪ સરકારી પોલિટેક્નિકો, ૩ ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓ અને ૨૨ જેટલી ખાનગી પોલિટેક્નિકોમાં ૨૦ પ્રકારના વિવિધ એન્જિનિયરિંગ ડિપ્લોમા અને ૬ અન્ય વ્યવસાયલક્ષી ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવાય છે.

ટી.ઈ.બી. પેટર્નના વ્યવસાયલક્ષી સર્ટિ. અભ્યાસક્રમો:

ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ ન મેળવી શકનાર વિદ્યાર્થીઓને ટેક્નિકલ કોર્સ કરવા માટે રાજ્યમાં ૧૦૫ જેટલી સંસ્થાઓમાં ટેક્નિકલ એકઝામશિન બોર્ડ દ્વારા માન્ય આશરે ૫૦ જેટલા ૧થી ૨ વર્ષના વ્યવસાયલક્ષી સર્ટિફિકેટ કોર્સિસ ચલાવાય છે. આમાંથી કેટલાક કોર્સિસ પછી જે તે સંબંધિત ડિપ્લોમા-એન્જિ.માં ૧૫:૧ ની અનામત જગ્યા પર પ્રવેશનો
હક્ક મળે છે.

આઇટીઆઇ: વ્યવસાયલક્ષી તાલીમ મેળવવા રાજ્યમાં ૨૨૫ જેટલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં સો કરતાં પણ વધુ કોર્સિસ ચાલે છે.

અન્ય અભ્યાસક્રમો:

‘પ્રિપીટીસી: બાલમંદિર-બાલવાડીઓમાં કારકિર્દી ઘડવા માટે ૧૦ જેટલી સંસ્થાઓમાં એક વર્ષનો કોર્સ ચાલે છે.

‘ફાઈન આર્ટસ: ધો-૧૦માં ચિત્ર વિષય રાખનાર કે ડ્રોઇંગ ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ થયેલાં વિદ્યાર્થી ૧૬ જેટલી ફાઈન આર્ટસ કોલેજોમાં પાંચ વર્ષના કોર્સ કરી શકે છે.

‘કૃષિ અભ્યાસક્રમો: ૧૬ જેટલાં કૃષિ વિદ્યાલયોમાં ૨ વર્ષનો ‘કૃષિ ડિપ્લોમા’ તથા પશુધન નિરીક્ષક તાલીમ કેન્દ્ર ખાતે એક વર્ષનો ‘લાઇવ સ્ટોક ઇન્સપેક્ટર’નો કોર્સ છે.

‘સી.પી.એડ.: પ્રાથમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષક તરીકેની કારકિર્દી ઘડવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ધોરણ ૧૦ પછી ૨ વર્ષની મુદતનો ‘સર્ટિફિકેટ ઇન ફિઝીકલ એજ્યુકેશન’ (સી.પી.એડ.)નો કોર્સ ૭ જેટલી સંસ્થાઓમાં ઉપલબ્ધ છે.
‘અમદાવાદ ખાતે ‘ઈન્ડો-જર્મન ટૂલ રૂમ’ સંસ્થામાં ‘ડિપ્લોમા ઇન ટુલ એન્ડ ડાઇ-મેકિંગ’ તેમજ ‘સર્ટિફિકેટ ઇન મશિનિસ્ટ ટુલ રૂમ’ નામના કોર્સ પણ છે.

‘ગર્વમેંટ આયુર્વેદિક કોલેજ, વડોદરા ખાતે ‘આયુર્વેદ કંપાઉન્ડર’ તેમજ જિલ્લા પંચાયત હેઠળની સરકારી હોસ્પિટલોમાં ‘ફિલ્મ હેલ્થ વર્કર’નો કોર્સ કરી શકાય.