Saturday, June 12, 2010
જીવન માટે જળને સાચવવું પડશે...
ભારત વૈશ્વિક આર્થિક મંદીને સફળતાથી પાર કરી શક્યું છે પણ હજુ ફુગાવાના અને કરજના ભરડામાંથી બહાર આવી શક્યું નથી. એટલે આર્થિક વિકાસદર નવ ટકા કે એથી ઊંચો લઈ જવો હશે તો આ ચોમાસામાં સારો વરસાદ અનિવાર્ય બન્યો છે. હવામાન વિભાગનો વરતારો તો કહે છે કે આ ચોમાસુ સારું જશે.
ગયા વરસે ચોમાસુ નબળું ગયું એટલે ખેતીનો વિકાસદર ખૂબ નીચે ગયો છે. માર્ચ -૨૦૧૦ના અંતે પૂરા થતાં ત્રિમાસિક ગાળામાં રવીપાકના કારણે વિકાસદર સુધરીને પોણો ટકો થયો છે. એની અગાઉના ત્રિમાસિક ગાળામાં તો દર માઈનસ-૧.૮ થઈ ગયો હતો. સારા ચોમાસાની આવી તાતી જરૂરથી સાચા અર્થમાં ‘જળ એ જ જીવન’ બની ગયું છે. પાણી અને કટોકટી એકબીજાના પર્યાય બની ગયા છે.
ગુજરાતનો જ દાખલો લો, ગુજરાતે એક જમાનામાં સિત્તેર વરસમાં ઓછા કે અનિયમિત વરસાદના કારણે ત્રેવીસ વાર દુષ્કાળ કે અછત વેઠવી પડી છે. અલગ ગુજરાતની રચના પછી ૧૯૬૦થી અઠ્ઠાવીસ વરસમાં એવી જ તરાહ ચાલુ રહી અને દસ વાર અછત કે દુષ્કાળ વેઠવાનું ચાલુ રહ્યું. ૧૯૮૫-૮૬થી ત્રણ વરસ તો ઉપરાઉપરી ખરાબ ગયા.
૨૧મી સદીમાં દસ સારાં વરસને કારણે દુ:ખ ભુલાઈ ગયું પણ ૨૦૦૯-૧૦માં ફરી સૌરાષ્ટ્રમાં આ ઉનાળામાં પીવાના પાણીની તંગી એટલી વ્યાપકપણે જોવા મળી કે મનમાં સવાલ ઊભો થયો છે કે નર્મદા યોજનાની કારણે પાઇપલાઇન અને નહેરોમાં વહાવાયેલા નેવું લાખ એકર ફીટ પાણીની અસર કેમ ન થઈ? આટલું બધુંપાણી ગયું ક્યાં?
ગુજરાતની સાથે હવે વિશ્ચ પણ ધીમે ધીમે જળસંકટમાં ડૂબી રહ્યું છે, કારણ કે ભૂતળનાં જળ ઝડપથી ઘટી રહ્યાં છે. ગ્લેશિયર અર્દશ્ય થઈ રહ્યાં છે. પાણીનાં સરોવરો સુકાઈ રહ્યાં છે. સાઠ વરસ પહેલાં વિશ્ચની વસતી અઢી બિલિયન એટલે ૨૫૦ કરોડ હતી ત્યારે પાણીની ઝાઝી ફિકર નહોતી, કારણ કે સિંચાઈની મોટી સગવડ વગર પણ બધાને પૂરું થાય એટલું અન્ન પેદા થતું હતું.
આ પછી વિશ્ચમાં હરિયાળી ક્રાંતિ ફેલાઈ. નવી જાતના હાઇબ્રીડ બિયારણ, વિવિધ પ્રકારના ખાતર અને સિંચાઈની સગવડથી વસતીવધારાને પહોંચી વળાયું પણ ૨૦૦૦માં વસતી વધીને છસો કરોડે પહોંચી ગઈ. અત્યારે લગભગ સાતસો કરોડ છે અને ૨૦૫૦માં નવસો કરોડ આંબી જશે.
આનું કારણ એ છે કે વિશ્ચનો સિંચાઈ હેઠળનો વિસ્તાર બમણો થયો છે. ખેતી માટે પાણીની વપરાશ ત્રણ ગણી વધી છે. તો બીજી બાજુ પહેલાં પાણીની તંગીવાળા વિસ્તારો આઠ ટકા એટલે વસતી પચાસ કરોડ હતી. ૨૦૫૦માં વિસ્તાર વધીને ૪૫ ટકા અને વસતી ચારસો કરોડ પર પહોંચશે. આમેય આ બધો વિકાસ છતાં વિશ્ચમાં આજે પણ સો કરોડ લોકોને રાતે ભૂખ્યા સૂઈ રહેવું પડે છે- આનું કારણ મૂળમાં તો પાણી જ છે.
વિશ્ચમાં બધાને એ પણ ભાગ્યે જ ખબર છે કે ક્યા દેશને કેટલા પાણીની જરૂર છે? દાખલા તરીકે ગ્રેટ બ્રિટનમાં ખેતીમાં ત્રણ ટકા પાણી જ વપરાય છે જ્યારે અમેરિકામાં એકતાળીસ ટકા પાણી ખેતીમાં વપરાય છે. ચીનમાં અંદાજે સિત્તેર ટકા પાણી ખેતીમાં વપરાય છે જ્યારે સૌથી વધુ નેવું ટકા પાણી ભારતમાં ખેતીમાં વપરાય છે. વિશ્ચમાં આ સરેરાશ સિત્તેર ટકા છે.
એટલે આ વખતે સારો વરસાદ પડે તો વરસની પરિસ્થિતિમાં ફરક પડશે પણ લેખમાં બતાવેલી પાણીની વૈશ્વિક તંગી કે પીવાના પાણી વગર ટળવળતાં શહેરો અને ગામડાઓ સમસ્યા એક વર્ષમાં ના ઉકેલી શકાય. આ સવાલને ઉકેલવા અનેક પ્રકારની સમિતિઓ નીમી સવાલને ટાળીએ છીએ. વરસોથી કેન્દ્રીય જળ પંચ કામ કરે છે. યુપીએ સરકારે પોતાની રચના પછી પહેલા જ વરસે રાષ્ટ્રીય જળ સુરક્ષા મિશન નીમ્યું હતું પણ ખાસ પરિણામ ન મળ્યું.
પાણી વગરની ખેતી માટે જળસંગ્રહના કામો રાષ્ટ્રીય સ્તરે કરવા ગયા વરસે ‘નેશનલ રેઇન ફેડ’ વિસ્તાર આયોગની રચના કરી અને હવે છેલ્લે નીમ્યું છે ‘વોટર મિશન.’ આ સિવાય કૃષિ, ગ્રામવિકાસ તેમજ વન અને પર્યાવરણ વિભાગો પણ પાણી અંગેની યોજનાઓ હાથ ધરે છે. પાણી અંગેની રાષ્ટ્રીય નીતિ ૨૦૦૨ તો કેન્દ્ર સરકારે આઠ વરસ પહેલાં ઘડી હતી અને ત્રણ દાયકા પહેલાં કઠોળનું ઉત્પાદન વધારવા ‘પિલ્સઝ ટેક્નોલોજી મિશન’ રચાયું હતું પણ કઠોળનું ઉત્પાદન વધતું નથી.
પાણી અને ઊર્જા વિકાસના બે પ્રમુખ સાધન છે. જળ તો જીવનનો આધાર છે ત્યારે મશિન કરતા મશિનરી સ્પિરિટની વધુ જરૂર છે વધતી જઈ રહેલી જળ સમસ્યાને ઉકેલવા પાણી બચાવવાની, જળસંગ્રહની અને વૈશ્વિકસ્તરે સંકલિત નીતિની જરૂર છે. એ સિવાયના મશિન, આયોગ, સમિતિ કે ઓથોરિટી તો માત્ર બિલાડીના ટોપ સાબિત થશે.
ધીરજ ધરી તો ફતેહ મળી....
રાજુનો સ્કૂલમાં પહેલો દિવસ હતો. આગલી રાત્રે તેને ઊંઘ પણ નહોતી આવી. આખી રાત વિચારતો રહ્યો કે જુની સ્કૂલમાં તે હોશિયાર વિદ્યાર્થી હતો. છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે ક્લાસમાં સૌથી આગળ હતો. પહેલેથી રાજુને વાર્તાના પુસ્તક વાંચવાનો બહુ શોખ. સામાન્ય જ્ઞાનના પુસ્તક વાંચીને પણ ઈતિહાસ અને વિજ્ઞાનની તેણે જાણકારી મેળવી હતી. વળી, ગણિતની તો વાત જ ન પૂછો. ગણિત વિષયનો એ જાદુગર હતો. ટીચર બોર્ડ પર સવાલ લખે એ પહેલાં જ રાજુ તેનો જવાબ આપવા અધીરો થઈ જતો. એ જ રીતે અંગ્રેજી અને હિન્દી વિષયમાં પણ સારી એવી ફાવટ હતી.
જુની સ્કૂલમાં તેના ઘણા હોશિયાર મિત્રો હતા. એ સ્કૂલમાં દરેક ટીચરના ગમતા વિદ્યાર્થીઓમાંનો એક રાજુ હતો. કોઈને પણ મળે ત્યારે રાજુનો ચહેરો હસતો જ હોય. સ્માઈલ આપીને ‘હેલો’ કહેતો. તેનો કોઈ મિત્ર મુશ્કેલીમાં હોય તો સૌથી પહેલા રાજુ મદદે દોડી જતો. એ સ્કૂલમાં કોઈને પણ રાજુની નબળાઈ દેખાઈ નહીં. નબળાઈ એટલે કે કોઈ જાણતું નહોતું કે રાજુના પગ ખૂબ જ દુબળા અને નબળા હતા. તેના પગના ઢીંચણ વધુ સમય સુધી તેના શરીરનો ભાર ઝીલી શકે એમ જ નહોતા. એ કારણે જ રમવાની પણ તેને મનાઈ હતી.
તેની જૂની સ્કૂલમાં ઘણી વાર મેચનું આયોજન થતું.
એ વખતે રાજુ તેના મિત્રોને રમતા જોઈને જ આનંદ લેતો અને તેમનો ઉત્સાહ વધારતો. આખી રાત રાજુ પોતાની જુની સ્કૂલ અંગે વિચારતો રહ્યો. તેણે મનોમન એવી પ્રાર્થના કરી કે નવી સ્કૂલ પણ જુની સ્કૂલ જેવી જ સરસ હોય. જુની સ્કૂલ છોડતી વખતેય રાજુના બધા મિત્રો રડતા હતા. અરે, તેના ટીચર અને પ્રિન્સપાલે પણ રાજુના પપ્પાને વિનંતી કરી હતી કે રાજુને ત્યાં જ રહેવા દે, પણ એમ કરવું અશક્ય હતું. તેના પપ્પાની બદલી થઈ હતી અને એકના એક દીકરાને ત્યાં છોડીને જવાનું તેઓ વિચારી શકે એમ જ નહોતા.
આખી રાત નવી સ્કૂલના વિચારોમાં રાજુ સવારે દરરોજ કરતા વહેલો ઊઠી ગયો. ઝડપથી તૈયાર થઈ ગયો. તેના પપ્પા ગાડીમાં સ્કૂલ સુધી રાજુને મૂકી ગયા. ધીરે-ધીરે રાજુ સ્કૂલ તરફ ગયો. કેટલાક બાળકોએ તેના દુબળા પગ જોઈને મજાક પણ ઉડાવી.
રાજુ તેના ક્લાસમાં બેઠો. પહેલો પિરિયડ શરૂ થયો. ટીચરે રાજુને છેક છેલ્લી બેન્ચ પર બેસાડી દીધો. ટીચરે તેનો પરિચય પૂછ્યો તો રાજુએ કહ્યું કે તે ગામડાની એક સ્કૂલમાં ભણતો હતો. રાજુનો આવો જવાબ સાંભળીને ટીચર અને અન્ય વિદ્યાર્થીઓ પણ હસવા લાગ્યા. તે પોતાની જાતને કહેતો કે થોડી ધીરજ રાખવી જરૂરી છે. બધું બરાબર થઈ જશે, પણ એ પહેલા દિવસે બધા પિરિયડમાં એવું જ બન્યું. દરેક પિરિયડમાં નવા ટીચર આવીને રાજુને પૂછતા અને વળી પાછું રાજુએ અપમાન સહન કરવું પડતું, પણ રાજુએ એ સાબિત કરવાનો નિર્ણય લીધો હતો કે ગામડાની સ્કૂલો શહેરની સ્કૂલોની જેમ જ સારી હોય છે. એ દિવસે રાજુએ તેના માતા-પિતાને કંઈ વાત ન કરી.
સ્કૂલનો બીજો દિવસ, ત્રીજો દિવસ અને મહિનાના બધા દિવસ તેના માટે એવા જ રહ્યા. ક્લાસમાં ટીચર કંઈ સવાલ પૂછે અને રાજુ હાથ ઊંચો કરે તો પણ તેને જવાબ આપવા ઊભો ન કરતા. તેનો કોઈ મિત્ર પણ નહોતો. રિસેસ વખતે બધા બાળકો રમતા ત્યારે પણ રાજુ ક્લાસમાં જ બેસી રહેતો. આખા ક્લાસને ખબર હતી કે રાજુ ગામડાનો વિદ્યાર્થી છે અને તેને ગામડાની સ્કૂલ પર બહુ અભિમાન હતું.
આ પરિસ્થિતિમાં રાજુએ એક યુક્તિ વિચારી. ક્લાસમાં ટીચર કંઈ સવાલ પૂછે ત્યારે રાજુ હાથ ઊંચો કરતો જ નહીં. પરિણામે ટીચર અને ક્લાસના બીજા બાળકોએ તેના તરફ ધ્યાન આપવાનું બંધ કરી દીધું. રાજુ જાણતો હતો કે એક મહિના પછી વાર્ષિક પરીક્ષા હતી. તેણે ઘરે જ મહેનત કરવાની શરૂ કરી. સ્કૂલમાં બધાને એમ જ હતું કે ગામડાનો આ છોકરો નાપાસ જ થશે. પરીક્ષાની સમય નજીક આવતો ગયો એમ બધા વિદ્યાર્થીઓ ભણવામાં વ્યસ્ત રહેવા લાગ્યા, પણ રાજુના હાથમાં પુસ્તક ન જોઈને તેઓ તેની મજાક ઉડાવતા. રાજુ મનોમન હસતો અને ભણવામાં ધ્યાન આપતો.
એક અઠવાડિયામાં વાર્ષિક પરીક્ષા પૂરી થઈ ગઈ. પંદર દિવસની રજામાં રાજુ ગામડે ગયો. રીઝલ્ટ આવવાની તૈયારી હતી અને રાજુ પાછો શહેર ગયો. પરિણામ આવ્યું તો રાજુની ખુશીનો પાર નહોતો. એક વાર ફરી તેનો પહેલો નંબર આવ્યો હતો. તેણે સાબિત કર્યું કે ગામડાની સ્કૂલ શહેરની સ્કૂલ જેટલી જ સારી હતી.
સત્યના પાયા પર સફળતાની ઇમારત ચણો...
પત્તાંની રમતમાં જે વ્યક્તિ પત્તાં છુપાવવાનું જાણતો હોય તેને સારો ખેલાડી ગણવામાં આવે છે. પરંતુ જિંદગીના મામલામાં આનાથી તદ્દન વિપરીત છે. ગુપ્ત રાખવું દોષ બને છે, જ્યારે ઉઘાડાપણું શાંતિનું કારણ બનશે. આ બાબતને અઘ્યાત્મએ વ્યક્તિત્વની પારદર્શકતા જણાવી છે. આપણું જીવન લાઇબ્રેરીના ટેબલ પર પડેલું અખબાર જેવું હોવું જોઈએ, જે ઇચ્છે તે વાંચી લે. ઈર્ષ્યા કરવાથી, કેટલીક વાતો છુપાવવાથી સહજતા અને સરળતા સમાપ્ત થઈ જાય છે. ખુલ્લું દિલ અને મગજ ધરાવતા લોકો પોતાની પ્રગતિમાં બધાને સાથે લઈને ચાલે છે. આજકાલ લોકો પ્રેમનો સાચો અર્થ સમજી શકતા નથી.
ફરી-ફરીને વાસનાની રેખાઓ નીચે પ્રેમની પરિભાષાના શબ્દો લખી દેવામાં આવે છે. પ્રેમ ના સમજાય તો કાંઈ નહીં, પરંતુ ઈમાનદારી સાથે દોસ્તી તો કરી જ શકાય છે. વ્યક્તિત્વની પારદર્શિતા સારા મિત્રો આપી જાય છે. સારી દોસ્તી પ્રેમમાં બદલાઈ જવાની સંભાવના રાખે છે. હવે એ વાત પણ સમજી લો કે જીવનમાં પારદર્શિતા ક્યાંથી આવે છે. ઉઘાડું વ્યક્તિત્વ રાખવાની હિંમત સત્યથી આવે છે.
જીવનમાં નાની નાની વાતોને પણ કારણ વગર અસત્યમાં લપેટી દેવી આપણી ટેવ બની ગઈ છે. સત્યના પાયા પર ઊભું કરીને જીવનને પ્રામાણિક બનાવી શકાય છે. પ્રામાણિકતા એટલે કે જીવનની દરેક વાત સ્પષ્ટ અને ચોખ્ખી હોય. જીવનમાં સત્યના પ્રવેશની સાથે જ નિર્ભયતા આપમેળે આવી જાય છે.
આપણે જેટલું અસત્ય લઈને ફરીશું જીવનમાં તેટલા જ ભયભીત રહીશું. આજે જ્યારે લોકો યેન કેન પ્રકારેણ સફળતા મેળવવા પ્રયાસ કરતા હોય છે ત્યારે જો આપણે જીવનમાં સત્ય અને ઉઘાડાપણા સાથે આગળ વધીશું તો સફળતા અવશ્ય મળશે અને તે પણ શાંતિની સાથે
નવ બાધાઓ, જે ઈશ્વરથી દૂર રાખે છે....
ઈશ્વરને મળવા કે જ્ઞાન મેળવવાના અનેક માર્ગો છે. જેટલા ધર્મ એટલા માર્ગ. એટલું જનહીં તત્વજ્ઞાની તો ત્યાં સુધી કહે છે કે દરેક મનુષ્યના માર્ગ અલગ-અલગ હોય છે. પ્રારબ્ધ, સંસ્કાર અને પ્રકૃતિ અનુસાર જ મનુષ્યની પાત્રતા બને છે. એક જ રસ્તા પર ચાલીને બધાને આત્મજ્ઞાન થઇ જાય તે જરૂરી નથી. પણ ઈશ્વર પ્રાપ્તિના માર્ગમાં જે અડચણો છે તે લગભગ બધા સાધકોને સમાન રુપે નડે છે. સમસ્યા કે શત્રુ જ્યાં સુધી સામે નથી હોતા, તેમને દૂર કરવા સંભવ નથી. તો આવો જાણીએ એ કારણોને જે ઈશ્વર મિલનમાં સહુથી મોટા પથ્થર સમાન છે...
સ્ત્યાન – એટલે કે વ્યાધિ. ઉત્તમ સ્વાસ્થ્યના અભાવમાં ઈશ્વરને મેળવી શકાતા નથી.
અકર્મણ્યતા – જ્યાં સુધી લક્ષ્યને મેળવવા માટે પૂર્ણ સમર્પણ અને લગન સાથે સતત કાર્ય નહીં કરવામાં આવે ત્યાં સુધી સફળતા નહીં મળે.
સંશય – જ્યાં સુધી પોતાના માર્ગ, લક્ષ્ય અને ઈષ્ટ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ નહીં બને ત્યાં સુધી સફળતા દૂર રહેશે.
પ્રમાદ- બેદરકારી હશે ત્યાં લક્ષ્યની પ્રાપ્તિ સંભવ નથી.
આળસ- જ્યાં સુધી આળસ રહેશે ત્યાં સુધી મંજિલ આપનાથી દૂર ભાગશે.
અવિરતિ – એટલે કે શારીરિક ભોગોમાં રસ રહેશે તો લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત નહીં થઇ શકે.
ભ્રાંતિ – અધૂરું અને ભ્રામક જ્ઞાન પણ સાધકને સાચા માર્ગ પરથી ભટકાવી દે છે.
અલબ્ધ ભૂમિકત્વ – એટલે કે પૂર્ણ એકાગ્રતા અને સ્થિરતા ન હોય તે પણ એક મોટી અડચણ છે.
વિઘ્ર – ચિત્ત એટલે કે મનનું નિયંત્રિત અને પ્રશિક્ષિત ન હોવું એ પણ સાધનામાં મોટી બાધા છે
પ્રાણાયમના અનેક લાભ...
- યોગમાં પ્રાણાયમ ક્રિયા સિદ્ધ થતા પાપ અને અજ્ઞાનતાનો નાશ થાય છે.
- પ્રાણાયામની સિદ્ધિ દ્વારા મન સ્થિર બની યોગ માટે સમર્થ અને સુપાત્ર બને છે.
- પ્રાણાયમના માધ્યમ દ્વારા જ આપણે અષ્ટાંગ યોગની પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને અંતમાં સમાધિની અવસ્થા સુધી પહોંચીએ છીએ.
- પ્રાણાયમ દ્વારા આપણા શરીરનો સંપૂર્ણ વિકાસ થાય છે. ફેફસામાં વધારે માત્રામાં શુદ્ધ હવા ભરાવાથી શરીર સ્વસ્થ રહે છે.
- પ્રાણાયમથી આપણો માનસિક વિકાસ પણ થાય છે. પ્રાણાયમ કરીને આપણે મનને એકાગ્ર બનાવી શકીએ છીએ. જેનાથી મન આપણા નિયંત્રણમાં આવી જાય છે.
- પ્રાણાયમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત રોગ તથા બીમારીઓ દૂર થાય છે.
શરીર સ્વસ્થ, બુદ્ધિ તેજ અને શક્તિશાળી મન.......
મુદ્રાઓમાં અશ્વિની મુદ્રા અને યોગમાં પ્રાણાયમ લાંબી ઉંમર માટે 100 ટકા કારગર વિદ્યાઓ છે. પ્રાણાયમને સર્વ ઉપલબ્ધ અમૃતની સંજ્ઞા આપી શકાય છે. આ બ્રહ્માંડમાં સહજ-સુલભ બનીને લાભ આપતી કોઈ ક્રિયા યોગમાં હોય તો તે છે પ્રાણાયમ. તેના રોજિંદા ઉપયોગથી શારીરિક ઊર્જાની વૃદ્ધિ, રોગ પ્રતિરોધક ક્ષમતામાં વધારો, આધ્યાત્મિક અનુભૂતિ, માનસિક વિકારોનું સમાપન વગેરે અનેક લાભો મળે છે. આ યૌગિક ક્રિયામાં માત્ર સમય અને લગનની જ જરૂરિયાત હોય છે, જેની આવશ્યકતા પ્રારંભિક તબક્કામાં જ વધારે હોય છે.
થોડા સમય બાદ તેનો લાભ, જ્ઞાન તેમજ અનુભવ, આસનકર્તા પર એટલો પ્રભાવ પાડે છે કે પછી તેને ન કરવાનું મન ત્યારે જ થઇ શકે છે જ્યારે ઈશ્વરીય પ્રકોપ અથવા દુર્ભાગ્ય સર્જાય, બાકી તો તમે તેને વળગેલા જ રહો છો. અન્યથા કોઈ કીમત ચૂકવ્યા વગર મળતા આ સર્વ સુલભ અમૃતને મેળવવા માટે કોઈ પ્રયાસ ન કરવો એ મનુષ્યનું દુર્ભાગ્ય નહીં તો બીજું શું છે?
કેવી રીતે મેળવશો મનચાહી નોકરી?.....
માસિક ધર્મની સમસ્યા અને તેનો ઉપચાર..
માસિક ધર્મની ગરબડ સ્ત્રીઓ માટે માનસિક પરેશાનીથી કમ નથી હોતી. તેના અલગ-અલગ કારણોથી સ્ત્રીઓ પરેશાન રહે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આઠમો ભાવ દૂષિત થાય ત્યારે કે પછી ત્રણ સ્થાનો પર સ્થિત સૂર્ય, રાહુ, મંગળ કે શનિ માસિક ધર્મમાં મુશ્કેલી સર્જી શકે છે. આની ઉપર જો કોઇ શુભ ગ્રહની દ્રષ્ટિ હોય તો થોડી તકલીફ પડે છે. પિત્ત, વાયુ તેમજ કફના અતિક્રમણને કારણે પણ માસિક ધર્મમાં ગરબડ થાય છે.
જે સ્ત્રીઓને વધારે ગુસ્સો આવે છે, જેઓ ગરમ અને મસાલેદાર ભોજનનો વધારે પ્રયોગ કરે છે, તેમને આ સમસ્યા વિશેષ હોય છે. સૂર્ય, મંગળ, શનિ, રાહુ પણ અત્યંગ ઉગ્ર અને તેજપૂર્ણ ગ્રહ છે, માટે આ સમસ્યાના નિરાકરણ માટે સંયમ પૂર્વક આહાર ગ્રહણ કરો.
- ચા-કોફી, જંકફૂડનું સેવન ન કરવું.
- ગુસ્સા પર નિયંત્રણ રાખવું.
- સૂર્ય, મંગળ હેતુ લાલ વસ્ત્રનું દાન કરે.
- શનિ, રાહુ હેતુ કાળા વસ્ત્રનું દાન કરે.
- અથાણા, મરચું, લસણ વગેરેનું સેવન ઓછું કરવું.
મનપસંદ પતિ મેળવવાના ઉપાય..
કન્યાઓને મોટેભાગે એક ચિંતા સતાવતી રહે છે કે કોણ જાણે પતિ અને સાસરું કેવું મળશે. આનું નિરાકરણ જન્માક્ષરના નવાંશ અને ત્રિશાંશ દ્વારા કાઢી શકાય છે. પતિ માટે જ્યોતિષશાસ્ત્રમાં સપ્તમ સ્થાન નિર્ધારિત કરવામાં આવ્યું છે. સપ્તમ સ્થાનમાં જો શુભ ગ્રહ સ્થાપિત હોય કે તેની ઉપર શુભ ગ્રહોની દ્રષ્ટિ હોય તો ઇચ્છાનુસાર પતિ જ પ્રાપ્ત થાય છે, તથા સાસરીમાં પણ સન્માન મળે છે.
સપ્તમ સ્થાનમાં ગુરુ, બુધ, શુક્રમાંથી કોઇ પણ ગ્રહ હોય તો લગ્ન ઉત્તમ પરિવારમાં થાય છે. તેની દ્રષ્ટિ પણ જો સપ્તમ સ્થાનમાં પડતી હોય તો કન્યા લગ્ન કરીને સારા ઘરમાં જાય છે. સપ્તમ સ્થાનમાં ગુરુ હોય કે તેની દ્રષ્ટિ હોય તો લગ્નમાં વિલંબ થાય છે.
ઉત્તમ લગ્ન માટે શું ઉપાય કરશો ? - ગુરુવારનું વ્રત કરવું- પુખરાજ પહેરવો.- શિવ-પાર્વતીની પૂજા કરવી.
ધન સમૃદ્ધિનું વશીકરણ કેવી રીતે કરશો?..
અર્થ પ્રધાન યુગમાં ધનહીન એટલે કે ગરીબ માણસની લાચારી સામે પથ્થર પણ પીગળી જાય છે પણ પ્રારબ્ધ ટસનું મસ નથી થતું. ધનહીન માણસની હાલત એ સાપ જેવી હોય છે જે પોતાનું મણી ગુમાવી દીધા બાદ દિવસ-રાત નિસ્તેજ અવસ્થામાં પોતાનું જીવન વિતાવ્યા કરે છે.
આવા નર્કીય જીવનથી છૂટકારો મેળવવા માટેના પ્રબળ પુરુષાર્થ કરવાની સાથે મનુષ્યએ બચત, સાદગી તો કરવી જ જોઇએ, સાથે એ ગુપ્ત વિજ્ઞાનનો પ્રયોગ પણ કરવો જોઇએ જે કપાળ પર લખેલા કુઅંકને દૂર કરી શકે.
અહીં એક એવો મંત્ર છે જેનો જાપ નિયમબદ્ધ રીતે કરવાથી તે લાભ કરાવે છે. મંત્ર અને તેના નિયમો આ પ્રમાણે છે.
મંત્ર-
ઓમ નમો પદ્માવતી પદ્મનયે લક્ષ્મી દાયિની વાંક્ષાભૂત પ્રેત વિંદ્યવાસિની સર્વ શત્રુ સંહારિણી દુર્જન મોહિની ઋદ્ધિ-સિદ્ધિ વૃદ્ધિ કરુ કરુ સ્વાહા | ઓમ ક્લીં શ્રીં પદ્માવત્યે નમ: ||
નિયમ –
- સૂર્યોદય પહેલા જ મંત્ર જાપ સંપન્ન કરી લેવા.- સાધનામાં સામેલ બધી વસ્તુઓ લાલ રંગની જ હોય.- સાધના 21 દિવસ સુધી કોઇ પણ ચૂક વગર ચાલુ રાખવી.- 21 દિવસ સુધી ઘરના તમામ સભ્યોએ સૂર્યોદય પહેલા જાગીને પીપળાના વૃક્ષને જળ ચડાવવું.- પોતાના કાર્યસ્થળ પર હંમેશા સમય કરતા 21 મિનિટ વહેલા પહોંચી તાંબાના શ્રીયંત્ર ઉપર લાલ ફૂલ અર્પિત કરવા.
ધન મેળવવાના સરળ જ્યોતિષીય ઉપાય...
સંસારમાં એવી કઇ વ્યક્તિ છે જે ધનવાન બનવા નહીં ઇચ્છતી હોય! ધન મેળવવાના તે પ્રયત્નો પણ ખાસ્સા કરે છે, પણ દરેક વ્યક્તિને તેમાં સફળતા મળતી નથી. આવું શા માટે? આ ધનયોગ બને છે કેવી રીતે? તથા કયા કારણો ધનયોગનું નિર્માણ કરે છે? આવો જાણીએ...
જન્માક્ષરમાં દ્વિતિય ભાવ ધનનો કારક હોય છે. તે જાતકને ધન, આકર્ષણ, ખજાનો, સોનું, મોતી, ચાંદી, હીરા વગેરે અપાવે છે. સ્થાયી સંપત્તિ જેવી કે ઘર, જમીનનું કારક પણ દ્વિતિય સ્થાન હોય છે. દ્વિતિય ભાવ પર શુભ ગ્રહ કે શુભ ગ્રહોની દ્રષ્ટિ હોય તો ધનવાન બનવામાં કોઈ અડચણ નથી આવતી. બુધ જો દ્વિતિય ભાવમાં હોય તથા તેના પર ચંદ્રની દ્રષ્ટિ હોય તો જાતક ધન વગરનો હોય છે.
દ્વિતિય સ્થાનમાં ચંદ્ર અપાર ધનનો દાતા હોય છે, પણ જો તેની પર નીચના કોઇ ગ્રહ કે પછી બુધની દ્રષ્ટિ પડે તો ઘરમાં હોય તેટલું ધન પણ નષ્ટ થઇ જાય છે તથા જો બીજું ધન કમાવામાં આવે તો પણ તેનો નાશ થાય છે. ચંદ્ર જો એટલો હોય, તથા કોઈપણ ગ્રહ તેની સાથે દ્વિતિય કે દ્વાદશ સ્થાનમાં ન હોય તો જાતક દરિદ્રતાનો ભોગ બને છે. તેની પાસે કોઈ બચત રહેતી નથી. સૂર્ય બુધ દ્વિતિય ભાવમાં સ્થિત હોય તો ધન સ્થિર નથી રહેતું.
શું ઉપાય કરશો?
- સોમવારનું વ્રત કરવું.- સોમવારે અનામિકા આંગળીમાં સોનું, ચાંદી કે તાંબામાંથી બનેલી વીંટી પહેરવી.- શિવજીની પૂજા કરવી.- શિવના મંદિરમાં સાંજે દીપ પ્રગટાવવો.- પૂનમના દિવસે ચંદ્રની પૂજા કરવી.- શ્રીસૂક્તના પાઠ કરવા.- લક્ષ્મીસૂક્તના પાઠ કરવા.- કનકધારા સ્તોત્રના પાઠ કરવા.
આ છે, મનને કાબુમાં રાખવાનો સરળ ઉપાય....
મનને સાધવું એક અઘરૂં કાર્ય છે. મનને કાબુમાં કરવા માટે લોકો અનેક જતન કરે છે પણ કેટલાક જ એમાં સફળ થાય છે. મનને સાધવાની અનેક વિધિઓ છે. કેટલાય યોગીઓ ધ્યાન, કેટલાક જપ તો કેટલાક તપનો માર્ગ જણાવે છે. મન આપણી બધી ઇન્દ્રિઓનું સંચાલક છે. મહા, એ આશ્વર્યની વાત છે કે આપણા શરીરમાં મન નામનું કોઇ અંગ કે ઇન્દ્રિય નથી પણ એ ન હોવા છતાં સહુથી પ્રભાવશાળી છે. મનને કાબુમાં કરવાનો અર્થ છે પોતાની અનિયંત્રિત વિચારશૈલીઓને નિયંત્રિત કરવી.
મનને શ્વાસ સાથે જોડો. પ્રાણવાયુ સાથે જોડાતા જ મન પર નિયંત્રણ લાવવું સરળ થઇ જશે. પોતાના વિચારોને થોડી ક્ષણો માટે રોકવાનો પ્રયાસ કરો. વિચારો રોકાતા જ મન ધીમું પડી જશે, તેને ફરીથી શ્વાસ સાથે જોડી દો. શ્વાસને જે રીતે આપણે પ્રાણાયમ દ્વારા નિયંત્રણમાં રાખીએ છીએ તે રીતે પ્રાણાયમને મન સાથે જોડો. આ પ્રયોગ કરો – મનનો શ્વાસ સાથે ઊંડો સંબંધ છે. જો મન પતંગ છે તો તેની ડોર શ્વાસ કે પ્રાણવાયું છે.
મન બધી ઇન્દ્રિયોનો સ્વામી છે અને શ્વાસ મનનો સ્વામી છે. માટે, શ્વાસના નિયંત્રણ દ્વારા આપણે ચિત્તને સ્થિર કરી આંતરિક શાંતિ પ્રાપ્ત કરી શકીએ છીએ. જ્યારે પણ બેચેની થાય, મન અશાંત હોય, તણાવ હોય તો આ પ્રયોગ કરી શકો છો. પદ્માસનમાં બેસીને શ્વાસ અંદર ખેંચો, તેને થોડીવાર ભીતર જ રોકી રાખો, પછી ધીમે-ધીમે બહાર છોડી દો. દિવસમાં બે-ત્રણ વખત આવો પ્રયોગ કરવાથી આપને સહજતાનો અનુભવ થશે.
ઇચ્છા પૂર્ણ કરનાર કલ્પવૃક્ષ...
આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં ચિત્રાવતી નદીના કિનારે પુટપરતી ગામ છે. ગામની અંદર સત્ય સાંઈબાબાનો વિશાળ આશ્રમ આવેલો છે. જે આશ્રમ પ્રશોતિનિલિયમ તરીકે ઓળખાય છે.
આ વિશાળ આશ્રમની અંદર પોતાનું એરોડ્રામ, ગૌ-શાળા, ભોજનશાળા, મોટી હોસ્પિટલ, બાગ-બગીચા, મ્યુઝિયમ છે. અહીંની ભોજનશાળામાં રોજના હજારો માણસો જમે છે અને સેવા કરે છે. આ આશ્રમની અંદર કોઈને પગાર ચૂકવાતો નથી, કારણ કે અહીં બાબાના ભક્તો સેવા કરવા માટે આવે છે. અહીં કોઈ પણ જગ્યાએ દાનપેટી મૂકેલ નથી.
આ ગામની અંદર પહાડ પર એક વૃક્ષ આવેલું છે. જે વૃક્ષ કલ્પવૃક્ષ તરીકે ઓળખાય છે. જે મનની ઇચ્છા પૂર્ણ કરનાર વૃક્ષ છે. કહેવાય છે કે થોડાં વર્ષો પહેલાં સત્ય સાંઈબાબા ચાલી આવતા ત્યારે આ વૃક્ષ નીચે બેસીને લોકો સાથે સત્સંગ કરતા હતા અને ગામ લોકોના મનની ઇચ્છા પૂર્ણ કરતા હતા. સત્સંગમાં બેઠેલ ભક્તમાંથી જો કોઈ એક સફરજનની માગણી કરે અને બીજો કેળાની માગણી કરે તો બાબા તે બંનેને આ વૃક્ષ પરથી જ ફળ આપતા હતા.
હાલની તારીખે પણ ભક્તો પ્રશાંતિનિલિયમ આશ્રમ મુલાકાત લે છે ત્યારે આ કલ્પવૃક્ષની અચૂક મુલાકાત લે છે અને પોતાના મનની ઇચ્છા એક ચિઠ્ઠીમાં લખીને આ વૃક્ષની ડાળીએ બાંધે છે અને તેના પરિણામની અમુક માસ સુધી રાહ જુએ છે. અત્યારે આ કલ્પવૃક્ષની દરેક ડાળીઓ ઉપર હજારો ચિઠ્ઠીઓ બંધાયેલી છે તે મેં પ્રત્યક્ષ નિહાળ્યું છે.
શું સાંભળવું જોઇએ, શીખો મહાવીર સ્વામી પાસેથી....
સારા શ્રોતા હોવું પણ મહત્વપૂર્ણ છે, પણ સમસ્યા એ છે કે આપણે હંમેશા વક્તા બનવાના પ્રયત્નોમાં જોડાયેલા રહીએ છીએ કોઇને સાંભળવા નથી ઇચ્છતા. સાંભળવાના પણ અનેક ફાયદા હોય છે. કહેવામાં આવે છે કે સારા શ્રોતા જ સારા વક્તા બની શકે છે. મહાવીર સ્વામીએ સાંભળવાની વાતને વિશેષ મહત્વ આપ્યું છે. શું સાંભળવું જોઇએ, કેવી રીતે સાંભળવું જોઇએ તેની કળા મહાવીર સ્વામી પાસેથી શીખી શકાય છે.
એક સામાન્ય કહેવત એ છે કે આંખે જોયી વાત પર વિશ્વાસ કરવો, કાને સાંભળેલી વાત પર નહીં. જે લોકો શંકાશીલ પ્રકૃતિના હોય છે તેમના માટે કહેવામાં આવે છે કે તેઓ કાનોથી જુએ છે. પણ સાંભળવાના મામલામાં આધ્યાત્મ પાસે બહુ ઊંડું ચિંતન છે. જૈન ધર્મમાં મહાવીર સ્વામીએ સુંદર વાત કહી છે -
‘સોચ્ચ જાણઈ કલ્યાણં, સોચ્ચ જાણઈ પાવગં, ઉભયં પિ જાણઈ સોચ્ચ, જં છેયં તં સમાઅરે’
સાંભળીને કલ્યાણ અને પાપનો માર્ગ જાણી શકાય છે અને પછી જે યોગ્ય હોય, શ્રેષ્ઠ હોય તેનું આચરણ કરવામાં આવે. અહીં શ્રવણની મહત્તા જણાવવામાં આવી છે. સાંભળી લેવું તે પણ એક કળા છે. મહાવીર સ્વામી તો ત્યાં સુધી કહી ગયા છે કે સાંભળવું હંમેશા સર્વાંગીણ હોય છે જોવું નહીં. આ સમ્યક્ શ્રવણ માટે ભીતર ઊતરવું પડશે. આપણી અંદર એક અણુગૂંજ થઇ રહી છે. કાનમાંથી પ્રવેશી રહેલા શબ્દો અને ભીતરની ધ્વનિનો જ્યારે મેળાપ થાય છે તેને જ સંતોએ સાચું લિસનિંગ(સાંભળવું) કહ્યું છે.
અહીંથી જોવા-સાંભળવાનો તફાવત શરુ થાય છે. સરકારી કાર્યાલયોમાં આપણે જોઇ-જોઇને થાકી જઇએ છીએ કે કામ કરતા અધિકારી, કર્મચારીની પાછળની દિવાલ પર સત્ય મેવ જયતે લખેલું જોવા મળે છે. પણ જે દેખાઇ રહ્યું છે તેનો અમલ નથી થઇ રહ્યો. આ આદર્શ વાક્યની આડમાં બધા દુષ્કૃત્યો ઘટી રહ્યા હોય છે.
જો જોઇને દુખ થાય તો ‘મનોયોગી શ્રવણ’ દ્વારા સત્યને સાધવામાં આવવું જોઇએ. આપણા દેશમાં વિશેષ રૂપે જોવા તો એ જ મળે છે કે નેત્રહીન જ આંખો ધરાવતી વ્યક્તિઓનું નેતૃત્વ કરે છે. જૈન મુનિ ચંદ્રપ્રભજીએ સરળ સીડીઓ જણાવી છે. પહેલા સાંભળો, પછી મનન કરો અને પછી નિદિધ્યાસન એટલે કે સ્વયંની આત્મસ્મૃતિ કરો. જો આ ક્રમ યોગ્ય થઇ જશે તો સાંભળવાની પ્રક્રિયામાં દરેક શબ્દ મંત્ર બની શકે છે.
Tuesday, June 8, 2010
જીવનમાં દુ:ખની પણ આવશ્યકતા છે...
દુ:ખને આવતું જોઇને વિચલિત થઇ જવું એ માનવ સહજ સ્વભાવ છે. દરેક વ્યક્તિને જીવનમાં માત્ર સુખ જ માણવું છે. એક પણ વ્યક્તિ દુ:ખની કલ્પના પણ કરવા નથી ઇચ્છતી. પણ એ વાત સાચી છે કે જે રીતે ખાવાનો સ્વાદ તીખા અને મીઠા બંને રસને સાથે ભેળવ્યા બાદ જ પૂરો થાય છે, તે જ રીતે જીવન જીવવાની મજા પણ સુખ અને દુ:ખ બંનેની અનુભૂતિ સાથે જ મળે છે.
સુખ અને દુ:ખ જીવનમાં એક સિક્કાની બે બાજુઓ છે. સિક્કો ઉછળશે પણ,પડશે પણ તે રીતે આપણા માનસપટમાં આપણું સુખ-દુ:ખ પ્રદર્શિત થશે. “નાનક દુખિયા સબ સંસાર” આનો અર્થ એ નથી કે નાનક કહે છે કે સમગ્ર સંસાર દુ:ખી છે. વાસ્તવમાં નાનક કહે છે કે દુ:ખ સાંસારિક જીવનનું અનિવાર્ય અંગ છે. તમામ લોકો દુ:ખી છે તેમ ન કહી શકીએ, પણ દુ:ખ આવશે નહીં એમ પણ ન કહી શકીએ. મહાપુરુષોએ માર્ગ બતાવ્યા છે કે આ દુ:ખમાંથી કેવી રીતે મુક્ત થઇ શકાય.
મહાવીરે કહ્યું છે કે ભાવ વિરક્તિ મુક્તિનો સરળ માર્ગ છે. “ભાવે વિરત્તો મણુઓ, વિસોગો, એએણ દુક્ખોહ પરમ્પરેણજ્જ” આ સૂત્રમાં મહાવીર સ્વામીએ કહ્યું છે કે ભાવ વિરક્ત પુરુષ સંસારમાં રહીને દુખોમાં ખોવાઇ નથી જતો. ભાવ વિરક્તનો સીધો અર્થ છે, દરેક હાલ, દરેક પરિસ્થિતિમાં મસ્ત રહેવું, ખુશ રહેવું. આપણે ક્રિયા તો યોગની કરીએ છીએ પણ આપણો આશય ભોગનો હોય છે અને પછી ગુંચવાઇ જઇએ છીએ. જેની અંદર ભાવ વિરક્તિ આવી જાય છે તે ક્યારેય નથી વિચારતો કે તમામ પરિસ્થિતિ મારા કારણે જ ઉદ્ભવી રહી છે.
આસક્ત વ્યક્તિ આવું માને છે અને અશાંત થઇ જાય છે. માટે, જે લોકો શાંતિની શોધમાં છે તે સાક્ષી ભાવનો અર્થ સમજે અને તેના માધ્યમથી પોતાના વ્યક્તિત્વમાં ભાવ વિરક્ત ઉતારે. ભાવ વિરક્ત જે-તે સ્થિતિને વિચાર પ્રભાવિત કરે છે તે માટે વિચારો પર નિયંત્રણ કરતા રહેવું જોઇએ. અને વિચાર નિયંત્રિત રાખવાની સ્થિતિનું નામ છે ધ્યાન.
તન-મનનો સાચો ઉપયોગ સફળતા અપાવે છે..
ભક્તિ કરનારા હનુમાનજી પાસેથી પાઠ લઈ શકાય છે કે ભૌતિક યુગમાં તન અને મનનો સાચો ઉપયોગ કેવી રીતે કરી શકાય.
આપણે સૌ કોઈ ને કોઈના પ્રતિનિધિ છીએ. આઘ્યાત્મિક દ્દષ્ટિએ જોઈએ તો આપણે પરમાત્માના પ્રતિનિધિ છીએ. ભૌતિક જગતમાં વેપાર કરતા હો, નોકરીમાં હો કે કોઈ પરિવારના સભ્યો હો, આપણે ત્યાં પણ એક પ્રતિનિધિની ભૂમિકામાં હોઈએ છીએ. જ્યારે તમે કોઈ પરિવાર કે સંસ્થામાં પ્રતિનિધિની ભૂમિકામાં હોવ છો ત્યારે તમારી જવાબદારી અનેકગણી વધી જાય છે.
પ્રતિનિધિમાં કઈ વિશેષતાઓ હોવી જોઈએ તે રામદૂતના સ્વરૂપમાં હનુમાનજીએ બતાવી છે. એક દૂતમાં ત્રણ વિશેષતાઓ હોવી જોઈએ, ચમકદાર નેતૃત્વ, જવાબદારીનું ભાન અને ત્રીજી છે આક્રમક વચનબદ્ધતા. જ્યારે વાનર સીતાની શોધમાં નીકળ્યા ત્યારે મુશ્કેલીના સંજોગોમાં હનુમાનજીએ તેમનું નેતૃત્વ કર્યું હતું. તે સમયે તેઓ સ્ટાર લીડર, ચમકદાર નેતા તરીકે બહાર આવ્યા હતા. મેનેજમેન્ટની ભાષામાં તેને જવાબદારીનું ભાન કહેવામાં આવે છે.
ત્રીજી વિશેષતા છે આક્રમક વચનબદ્ધતા. જ્યારે લક્ષ્મણ બેભાન થઈ ગયા હતા ત્યારે ઔષધિ લાવવા માટે હનુમાનજીએ શ્રીરામને વચન આપ્યું હતું કે હું આ કામ સમયસર પૂરું કરીશ. હનુમાનચાલીસાની બીજી ચોપાઈમાં કહેવાયું છે કે, ‘રામદૂત અતુલિત બલ ધામા, અંજનિપુત્ર પવનસુત નામા’, તમે મા અંજનિના પુત્ર છો, રામજીના દૂત છો, તમારા જેવો બીજો કોઈ બળવાન નથી. અહીં તેમને રામદૂત કહીને રામજીના સૈન્યમાં તેમની મહત્તા દર્શાવાઈ છે.
તુલસીદાસજી બતાવવા માગે છે કે દરેક વ્યક્તિની સફળતા પાછળ માની ભૂમિકા મહત્વની હોય છે. મા અંજનિએ હનુમાનજીને તૈયાર કર્યા હતા. સંસારના તમામ સંતાનો તેમની માના ઋણી હોય છે. હનુમાનના રોમ-રોમમાં રામનામ વસેલું છે. ભક્તિ કરનારા હનુમાનજી પાસેથી પાઠ લઈ શકાય છે કે ભૌતિક યુગમાં તન અને મનનો સાચો ઉપયોગ કેવી રીતે કરી શકાય. જીવનમાં સફળતા માટે શરીર અને આત્મા વચ્ચે સુમેળ સાધવો અત્યંત જરૂરી છે.
ઈશ્વર દરેકમાં જોવા મળે છે...
સંતે કહ્યું – એક પ્રસિદ્ધ યોગીબાબા ગંગા કિનારે વાસ કરતા હતા. એક રાતે બાબાની કુટિરમાં ચોર ધસી આવ્યો. વાસણો, કપડા અને એક કાંબળો જ બાબાની કુલ જમા પૂંજી હતી. ચોર વાસણો ઉપાડીને ઝડપથી ભાગી જવાની તૈયારીમાં જ હતો પણ હડબડાટમાં ભાગતા ભાગતા તે દરવાજા સાથે અથડાયો અને બધા વાસણો ત્યાં જ પડી ગયા અને ચોર ત્યાંથી ભાગી ગયો. બાબા આસન પરથી ઊભા થયા અને ચોરની પાછળ દોડવા લાગ્યા. અત્યંત દૂર સુધી ભાગ્યા બાદ તેમણે ચોરને ઝડપી પાડ્યો.
ડરેલો ચોર કાંપી રહ્યો હતો પણ બાબા તેના ચરણોમાં પડ્યા અને આંખોમાં આંસુ સાથે બોલ્યા – “પ્રભુ આજે આપ ચોરના વેશમાં મારી કુટિરમાં આવ્યા પણ આપ કેટલીક વસ્તુઓ ત્યાં જ ભૂલી ગયા. માટે, મહેરબાની કરીને આપ એ વસ્તુઓનો સ્વીકાર કરો.” બાબાના શબ્દો સાંભળીને અને તેમનો ભાવ જોઇને ચોર ભાવ-વિભોર બની ગયો અને બાબાના પ્રેમભર્યા આગ્રહને વશ થઇને તેને સામાન સ્વીકારવો પડ્યો. બાબાએ એક અપરાધીમાં ઈશ્વરના દર્શન કર્યા હતા.
કથાના અંતમાં સંતે સ્વામી વિવેકાનંદને પૂછ્યું કે શું આપ જાણો છો કે એ ચોર કોણ હતો? સ્વામીજીએ કહ્યું – ના હું એ ચોરને નથી જાણતો. ત્યારે સંતે કહ્યું ચોર હું હતો, એ ઘટના બાદ મેં ચોરી છોડી દીધી અને હું ભગવાનની ભક્તિમાં ડૂબી ગયો.
દુનિયા પર નહીં, દુનિયા બનાવનાર પર ટકો..
ધર્મ કોઈ પણ હોય, શાંતિ માટે બધા એક જ વાત કરી રહ્યા છે.
દુનિયાદારીની દોડમાં આપણે સંપૂર્ણ રીતે દુનિયા પર ટકી ગયા છીએ, આપણા વિચારનું કેન્દ્ર પણ દુનિયા છે અને કર્મનું કેન્દ્ર પણ. પરમાત્મા સુધી આપણે ત્યારે પહોંચીએ છીએ જ્યારે દુનિયાથી નિરાશ થઇ જઇએ છીએ. જો શરુઆતથી જ દુનિયા બનાવનારાને કેન્દ્રમાં રાખવામાં આવે તો દુનિયા ક્યારેય નિરાશ નહીં થાય. સૂફી સંતોએ આનું ઉત્તમ ઊદાહરણ રજૂ કર્યું છે. આપણું બાહ્ય વ્યક્તિત્વ જે બાબતોને કારણે ચમકદાર બને છે તેનો સંબંધ મન સાથે હોય છે. આપણે ભીતરથી જેટલા ચમકીશું, બહારથી એટલા જ પ્રકાશમાન થઇશું.
ઈસ્લામમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યનું દિલ નૂરી(પ્રકાશમયી) છે પણ તેમાં જ્યારે દુનિયાની મહોબ્બત(રાગ) સમાય છે ત્યારે તારીકી(અંધકાર) છવાઇ જાય છે અને નૂર ચાલ્યો જાય છે. સીધી વાત છે, મનુષ્યમાં એ સમજ હોવી જોઇએ કે તેણે દુનિયા પર કેટલું ટકવું જોઇએ અને કેટલો આધાર દુનિયા બનાવનારા પર રાખવો જોઇએ.
મુસ્લિમ સંત મન્સૂર અમ્મારનો એક કિસ્સો પ્રખ્યાત છે... હારું રશીદે તેમને બે પ્રશ્નો પૂછ્યા હતા. દુનિયામાં સહુથી વધારે બુદ્ધિમાન અને સહુથી વધારે મૂર્ખ માણસ કોણ છે? મંસૂરનો જવાબ હતો કે બુદ્ધિમાન એ છે જે પોતાની જાતને પોતાને બનાવનારા પર છોડી દે છે અને તેના હુકમ પ્રમાણે જીવન જીવે છે. ઊપરવાળાએ માત્ર શરીર જ નથી આપ્યું, સલાહ પણ આપી છે. તેની સલાહો જીવનને ખુશનુમા બનાવવા માટે કામ લાગે છે. ખુદાનું કાયદાનામું સાફ, પાક અને સરળ છે. તેને માનવાથી ફાયદો અને માત્ર ફાયદો જ થાય છે અને તેની વાત માનવામાં જ બુદ્ધિમાની છે. તે આપણી પાસેથી કંઇ લેતો નથી પણ આપે છે ઘણું.
મંસૂરની નજરમાં જાહિલ(મૂર્ખ) તેને કહેવાય જે ખોટા કાર્યો, ગુનો કરે છે અને જાણે પણ છે કે તે ખોટું કરી રહ્યો છે, તેમ છતાં તે એમ કરવાનું છોડતો નથી. મંસૂર કહે છે કે અલ્લાહે આરીફોના દિલ જિક્ર માટે અને અહલે દુનિયાના દિલ લાલચ માટે બનાવ્યા છે. સીધી વાત છે કે ભક્તોએ પોતાના દિલમાં ભગવાનના ભજન, જપ-તપ માટે જગ્યા રાખવી જોઇએ. જો વાસનામાં ડૂબેલા હશો તો ભીતર દુનિયાના વિચારો ભમતા રહે છે અને અંતે આવા વિચારો તમને અશાંત કરે છે. ધર્મ કોઈ પણ હોય, શાંતિ માટે બધા એક જ વાત કરી રહ્યા છે.
જ્યાં ભગવાન છે, સ્વર્ગ ત્યાં જ છે..
કૃષ્ણએ સ્મિત કર્યુ અને કહ્યું કે એકવાર વ્રજ જઇને જુઓ કોઇકની રજ તો મળી જ જશે. નારદ વ્રજ પહોંચ્યાં, ત્યાં કૃષ્ણની અસ્વસ્થતાના સમાચાર સાંભળી બધા ચિંતિત હતા. રાધા અને ગોપીઓ તો સહુથી વધારે દુખી હતી. જ્યારે તેમને માલુમ પડ્યું કે ચરણરજની મદદથી શ્રીકૃષ્ણ સ્વસ્થ થઇ શકે છે ત્યારે રાધા સહિતની ગોપીઓ પોતાની ચરણરજ આપવા ઉતાવળી બની. નારદે પૂછ્યું કે તમને નર્કની બીક નથી લાગતી? જવાબ મળ્યો કે જો કૃષ્ણ સસ્વસ્થ થશે તો તેમની સાથે નર્ક પણ સ્વર્ગ બની જશે. નારદની ખુશી અને આશ્વર્યનો પાર ન રહ્યો. તેમણે રાધાની ચરણરજ લીધી અને કૃષ્ણ સ્વસ્થ થઇ ગયા. નારદને પણ ભાન થયું કે ભગવાનનું સુખ મોટું છે. જો ભગવાન સ્વસ્થ અને સુખી હોય તો નર્ક પણ સ્વર્ગ બની જાય છે.