અમે ભણતા ત્યારે એકવાર અમારા વર્ગ શિક્ષકે ‘ટેલીપથી’ની વાત કરેલી ત્યારે અમારા મનમાં તેનું ભારે કૂતુહલ જાગેલું એ સમયે આટલું સાહિત્ય ઉપલબ્ધ નહોતું, પણ ટેલીપથી જેવી ગૂઢવિદ્યા જાણવાની મારા મનમાં એક ઉંડી ઉત્સુકતા એક પ્રબળ જિજ્ઞાસા જાગેલી. અભ્યાસ પૂરો થયા પછી સમયના ઘણા વહેણો બદલી ગયા. એની કથા અહીં અસ્થાને છે. પણ અતીન્દ્રિશક્તિઓ અને ગૂઢ વિદ્યાની જિજ્ઞાસાથી પ્રેરાઈને મેં જ્ઞાનદીક્ષા લીધી અને કાશીના નાગાબાવા અખાડાના મહંત પૂ. શ્રી ઉત્તમગિરિ લાલગિરિના સાનિઘ્યમાં અખાડામાં રહી મને ગૂઢ વિદ્યા, મંત્રોપાસના, તંત્રવિદ્યા, આયુર્વેદ, જ્યોતિષ વગેરે વિષયોનું અઘ્યયન કરવાનું સદ્ભાગ્ય મળ્યું અને એ પછી ઉત્તરકાશી (હિમાલય)માં પૂ. પાદશ્રી સ્વામી આત્માનંદ અવઘૂતના સાનિઘ્યમાં ત્રણેક વર્ષ રહ્યો ત્યારે કેટલાક અનુભવો થયા, ત્યારનો આ એક પ્રસંગ છે. અમારા આશ્રમમાં દર (ધન-ત્રયોદશ)ના પવિત્ર દિવેસે ભગવાન ધન્વતરીનો યજ્ઞ કરવામાં આવતો તે વેળા, નવા ઔષધો તૈયાર કરવા, નવા નવા કલ્પ અને યોગો વિશે જાણવું, સંશોધન કરવું, ત્યાંની ગરીબ પ્રજાને ઉપયોગી ઔષધો આપવા વગેરે કાર્યક્રમ રહેતો. એ વર્ષે ગુરુજીએ એક નવો જ આયુષ્યવર્ધક યોગ ‘સિદ્ધ રસાયણ કલ્પ’ બનાવવાનું નક્કી કર્યું. બધી ઔષધી એકત્ર કરવામાં આવી. પરંતુ અમારી પાસે સુવર્ણ ભસ્મ બનાવવા માટે સુવર્ણ નહોતું એટલે તે લેવા માટે ગુરુજીએ ઋષિકેશમાં બિરાજતા સ્વામી શિવાનંદજી પાસે એક શિષ્ય ત્યનારાયણ નંદજીને મોકલ્યા સત્યનારાયણનંદ આયુર્વેદનો ઉંડો અભ્યાસી હતો. એથી ઔષધીઓને લગતું કામકાજ તે સંભાળતો એ ઋષિકેષ ગયો, પાછળથી અમને એક ઔષધની તત્કાળ જરૂર પડી. જો સમયસર તે પાછો ન આવે તો, અમારો નવો તૈયાર થતો યોગ પૂરો થઈ શકે એમ ન હતો મોડું થાય, એ લાંબો સમય રાખી શકાય એમ નહોતું. સત્યનારાયણનંદનો સ્વભાવ હું જાણતો કે, તે ઋષિકેશ બે દિવસ માટે ગયો છે પણ અઠવાડીયું રોકાઈ જશે. એથી મેં ગુરુજીને વાત કરી. થોડીવાર તે કંઈ બોલ્યા નહીં. પછી કહ્યું, ‘સારું, એને તત્કાળ બોલાવી લઊં છું.’ આ પછી ત્રીજે જ દિવસે સત્યનારાયણનંદ પાછો આવ્યો મને આશ્ચર્ય થયુંઃ આટલો ઝડપથી એને સંદેશો શી રીતે મળી ગયો? બીજે દિવસે સવારના યજ્ઞ-યોગ અને ઘ્યાન વિધિ પૂરી થયા પછી ગુરુજીને મેં પૂછ્યું. ત્યારે ગુરુદેવે કહ્યું કે એમણે દૂર બેઠા મનોસંપ્રેક્ષણ વિદ્યા (ટેલીપથી)થી સત્યનારાયણનંદને પાછા આવવાની પ્રેરણા કરી હતી. આ પછી બીજાં કેટલાંક ઉદાહરણો ગુરુદેવના છે. તંદુપરાંત પૂ. પરમહંસ યોગાનંદજીએ લખેલા ‘ઓટોબાયોગ્રાફી ઑફ એ યોગી’માં પોતાના ગુરુશ્રી મુક્તેશ્વ્વર ગિરીના પ્રસંગો આપ્યા છે. એ અંગેનું અઘ્યયન કરતાં એક વાત સ્પષ્ટ જણાય છે કે, તેને વૈજ્ઞાનિક ભાષામાં કહ્યું તો દરેક વ્યક્તિના માનસરેડીઓની પોતાની ફ્રિકવન્સી અને વેવલેન્થ હોય છે. પરંતુ દરેક વ્યક્તિ સામી વ્યક્તિના રેડીઓની ફ્રિકવન્સી અને વેવલેન્થ સાથે જોડી શકતી નથી. જે વ્યક્તિ આ બન્નેનું સંયોજન કરી શકે છે તે સામા માણસના વિચાર આંદોલનને પકડી શકે છે, વિચારોને જાણી શકે છે. એવી જ રીતે પોતાના વિચારોનું સામી વ્યક્તિના માનસ રેડીઓના રિસીંવીંગ-સેન્ટરમાં આરોપણ કરી શકે છે. આ વિશે જરા વિગત જોઈએ અને ‘ટેલીપથી’નું આજના વૈજ્ઞાનિકો કઈ રીતે અર્થઘટન કરે છે તે જાણવું રસપ્રદ થઈ પડશે. અંગ્રેજીમાં ‘ટેલી’ એટલે દૂર અને ‘થેરપી’ એટલે સાજા કરવાની પદ્ધતિ. બીજા શબ્દોમાં, યોગસૂત્ર જેને ‘મનોસંપ્રેક્ષણ’ કહે છે તે આ ટેલીપેથી. આ પદ્ધતિ ગૂઢ શક્તિનું પ્રમાણભૂત ઉદાહરણ છે. અતીન્દ્રિય શક્તિઓના કેટલાક માઘ્યમો છે. એક ભાગરૂપ જ આ ટેલીથેરપી છે, એમ આઘુનિક વૈજ્ઞાનિકો સ્વીકારે છે. આ વિશે જાણીતા વિદ્ધાન, વૈજ્ઞાનિકો ડૉ. ભટ્ટાચાર્યે ઘણું ઊંડું સંશોધન કરીને ‘ટેલીથેરપી’ની વૈજ્ઞાનિકતા સિઘ્ધ કરી બતાવી છે અને તેના મૂળ સ્ત્રોત ઉપનિષદમાંથી શોધી કાઢ્યા છે. ટેલીથેરાપી ટ્રીટમેન્ટથી તે વ્યક્તિના ઓરા-તેજવલયમાં ધીરે ધીરે પરિવર્તન થવા માંડે છે. સૂર્યનો પ્રકાશ જેમ તેની પરિઘિમાં આવતા દરેક પદાર્થ અને વસ્તુઓને આવરી લે છે અને પોતાનો પ્રભાવ બતાવે છે એ જ રીતે ટેલીપથીની સારવાર પોતાની પરિધમાં આવનારને એનામાં રહેલી ઉણપને પૂરી કરે છે. આમ તે વ્યક્તિના ઓરા તેના મૂળભૂત રંગોમાં પ્રસ્થાપિત થતાં તે રોગમુક્ત બને છે. આમ શારીરિક માનસિક આર્થિક કે પારિવારિક પ્રતિકૂળ સંજોગોને અનુકૂળ બનાવે છે. દરેક વસ્તુને નામ અને રૂપ હોય છે. મનુષ્ય દેહ પણ વિવિધ નામ-રૂપનું છે. જેમ, ઇન્દ્રધનુષના સાત રંગો છે, જુદા જુદા રંગોની પોતાની પ્રભા છે, એમાં વૈજ્ઞાનિક ગુણધર્મો છે. તેવી જ રીતે આ દેહની સંરચનામાં પણ સાત ધાતુઓ, સાત ચક્રો, સપ્તરંગો પંચ તત્ત્વો સપ્તગ્રહો મહત્વનો ભાગ ભજવે છે. બીજા શબ્દોમાં કહું તો શરીરના સપ્ત તત્ત્વો, સપ્ત રંગો, સપ્ત ગ્રહો, આ બધાના પારસ્પરિક સંબંધો, જ્ઞાનેન્દ્રિય સાથેનો સંબંધો, એન્ડોકટ્રાઈન ગ્લેન્ડઝ સાથેના સંબંધો એક ઘનિષ્ટ સાંકળથી સંકળાયેલા છે. વાસ્તવમાં આપણુ આ શરીર આ બધા અણુઓનો એક સમૂહ છે પ્રત્યેક અણુઓ સાત રંગના ઘનિષ્ઠ બંધારણનું સંયોજન છે. એમાંથી રંગીન કિરણો સ્ફુરીત થાય છે. આ કિરણો એક આવરણ રૂપે છે. એ પહેલાં ઇથરનો ઓરા હોય છે. ત્યાર પછી આ રંગીન પટલ. આ રંગીન પટલમાં મેઘ ધનુષ સમા સાત રંગો રહેલા છે. જે ક્ષણે પુરુષબીજ અને સ્ત્રીબીજનું સંયોજન થાય છે તે સમયે ત્રણે જે અક્ષાંશ-રેખાંશ પર હોય છે, તે કોમ (એંગલ)થી તેના કિરણોને ધનિષ્ઠતા આ ‘સંયોજન’ પર હોય છે. એટલે જ તો કોઈ પણ બે વ્યક્તિ કે પ્રાણીના કદ, રૂપ, રંગ એક સરખા હોતા નથી. જે વ્યક્તિ જન્મે છે તે આ પરિસ્થિતિ પર આધારિત હોય છે. તેના તેજવલય ઓરામાં ચોક્કસ પ્રમાણમાં અમુક પ્રમાણસર રંગો હોય છે. વધતી વય અને સંસાર વહેવારને કારણે શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક અને વૈચારિક પરિસ્થિતિમાં ફેર પડે છે અને મનુષ્ય સંજોગોનો શિકાર બને છે. આવી પરિસ્થિતિમાં, આ ફેરફારને એના મૂળભૂત પ્રમાણમાં પાછા લાવી શકાય તો તે એમાંથી મુક્ત થઈ શકે છે. અને આ કાર્ય ટેલીપથીના માઘ્યમથી કરી શકાય છે. સમય જે રંગની અપૂર્ણતા છે. ખામી છે. તે આનાથી પૂરક બને છે. ટેલીથેરપીની સારવાર કરતાં પહેલાં એ વ્યક્તિમાં કયા રંગનો અભાવ છે, (જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ કયો ગ્રહ નિર્બળ છે.) તે ટેલીથેરપીથી જાણી શકાય છે અને એ રીતે તે રંગની ‘ડેફીસિયન્સી’ને પૂરી કરવામાં આવે છે. આ ‘કલર ડેફિસીયન્સી’ કેટલા પ્રમાણમાં છે તે ડાઉઝીંગથી જાણી શકાય. જે વ્યક્તિને સારવાર આપવાની હોય, તેની છબી (ફોટોગ્રાફ) પર ‘ડાઉઝીંગ’ કરતાં તેના પર જુદા જુદા રંગોનો પ્રભાવ જણાઈ આવે છે. એટલું જ નહિ, તે વ્યક્તિને સ્પર્શતા શારીરિક, માનસિક, આર્થિક કે પારીવારીક બધા જ પાસા વિશે જાણકારી મેળવી શકાય છે. દરેક વ્યક્તિનું ચિત્ર-ફોટો એ વ્યક્તિનું એક પ્રતીક છે. કોસ્મિક રેંજ એ ‘એમ્ની સાયન્સ’ છે, ઓમ્ની પ્રેઝન્ટ છે. જેવો ફોટો આ કોસ્મિક કિરણના આવરણમાં આવે કે, તરત જ વિચારની ગતિથી તે વ્યક્તિ, વિશ્વ્વના કોઈ પણ ભાગમાં હશે ત્યાં તેની ઓરાને કોસ્મિક કલરના મહાસાગરમાંથી, તેના પૂરક રંગના કિરણો દ્વારા એ ઉણપને પૂરી કરે છે. ઓફસફોર્ડમાં આવેલી ડેલાવર લેબોરેટરીમાં આ વિશે વૈજ્ઞાનિક સંશોધન કરવામાં આવ્યું છે. અને ઈ.સી.જી. જેવું એક યંત્ર પણ બનાવવામાં આવ્યું છે. આ યંત્ર અને તેના પરીક્ષણ માટે વૈજ્ઞાનિકોની એક ટુકડીને એમણે ન્યુયોર્ક મોકલી એક દર્દીની સારવારનો સમય નિશ્ચિત કર્યો. અહીં લેબોરેટરીમાં ડૉ. ડેલાવરે ફોટાવાળી વ્યક્તિને સાયકોપ્લૉટ યંત્રની નિરીક્ષણ હેઠળ મૂકવામાં આવ્યો અને ન્યૂ યોર્કમાં જે સમયે એ ફોટાને વેવલેન્થ આપવામાં આવી રહી હતી, એ જ વખતે દર્દીના સ્પંદનોની નોંધ લેવામાં આવી. આમ ફોટો અને તે વ્યક્તિ બન્નેની એક જ વેવલેન્થ તથા ઓસીલીએશ એકસરખા હોવાનું સાબિત કર્યું. થોડા વખત પર જ, ટેલિપથી, ટેલીકેનીસીસ અને એટ્રેકશન રિપલઝનના પ્રયોગ કરતા, એક મહાનુભાવને મળવાનું થયું. ઘણા ઉંડા અભ્યાસથી તે દિશામાં કિશોરભાઈ શાહે સંશોધન કરી કેટલાંક આશ્ચર્યજનક પરિણામો મેળવ્યા છે. આજથી ચારેક વર્ષ પૂર્વેની વાત છે. અમદાવાદમાં એક સંયુક્ત કુટુંબ રહે છે મા-બાપ, ભાઈઓ અને કાકાઓ એમાના એક ભાઇ, જેને આપણે સુરેશભાઈ તરીકે ઓળખીશું. આ સુરેશભાઈ અવારનવાર પોતાના ધંધાર્થે મુંબઈ આવે અહીંના રોકાણ દરમિયાન તે એક યુવતીના પરિચયમાં આવ્યા. સુરેશભાઈનો આ પરિચય ધીરેધીરે રંગ પકડતો ‘પ્રણય’ સુધી પહોંચ્યો. સુરેશભાઈ પેલી યુવતીના આકર્ષણમાં એટલા જકડાઈ ગયા કે, પેલી યુવતી સુરેશભાઈને પોતાનું કુટુંબ છોડીને પોતાની સાથે મુંબઈમાં રહેવા દબાણ કરવા લાગી. એથી સુરેશભાઈની મુંઝવણ વધી ગઈ. બીજી તરફ કુટુંબ પણ સુરેશભાઈના વર્તાવથી ચિંતિત બન્યું. આ કિસ્સો કિશોરભાઈ પાસે આવતાં, તેમણે ટેલીથેરપી ઉપર સારવાર શરૂ કરી બન્નેના ઓરામાં જે ડેફિસીયન્સી સર્જાઈ હતી તે પુરી કરવાનો નિર્ણય કર્યો. આ ઉપરાંત એક બીજી પદ્ધતિ અપનાવવામાં આવી જેમાં બન્નેના ફોટા એટ્રેકશન રિપલઝન પર મૂક્યા આમ ત્રણેક મહિનાની સારવારને અંતે પરિણામ ધાર્યા પ્રમાણે જ આવ્યું. એક બીજો કિસ્સો માયગ્રેનનો છે. એક વેપારી ભાઈને રોજ માથાનો દુઃખાવો રહ્યા કરે. ઘણી દવાઓ કરી, ડૉક્ટરો પાસે ચીકિત્સાઓ કરાવી. પણ કશો ફેર ન પડ્યો આ ભાઈનો કેસ કિશોરભાઈએ હાથમાં લીધો અને ચારેક મહિનાની ટેલીથેરપી સારવાર પછી સમૂળગો મટી ગયો. ૧૯૮૨ની આ ઘટના છે. એક દિવસ અચાનક એક બહેન મળવા આવ્યા. દેખાવ પરથી સાધન-સંપન્ન અને શિક્ષિત જણાતા હતા. સાથે બે બાળકો હતા. પતિ સાથે કોઈ બાબતમાં મનભેદ થતાં વાતે ઉગ્ર સ્વરૂપ પકડ્યું. છૂટાછેડા લેવા સુધી વાત પહોંચી ગઈ આ સ્થિતિથી મુંઝાઈને તે બહેન માર્ગદર્શન ઉપાયની આશા લઈને આવેલા. કિશોરભાઈએ એમની પૂરી હકીકત જાણી પછી પતિ-પત્નીના ફોટા પરથી થેરીપી શરૂ કરી. જેથી એમના ઓરાઓમાં જે રંગની ડેફસીઅન્સી સર્જાઈ હતી, તે પૂરી થઈ જાય. ટેલીથેરાપી સારવાર આપ્યા પછી બન્નેના ફોટાઓને એટ્રેકશન રિપલઝન પર મૂક્યા ધીરે ધીરે ઘર્ષણ ઓછું થવા લાગ્યું. ઉપરાંત એમના પતિ પર ટેલીકેનીસીસનો પ્રયોગ કર્યો, અને બહેનને ‘પોઝીટીવ થિંકીંગ’ પર મૂક્યાં. આમ બન્ને વચ્ચે પ્રવર્તતું ઘર્ષણ શમી ગયું, જે ક્ષતિઓ હતી તે પૂરક બની અને ઘર ભાંગતું બચી ગયું. આ રીતે પતિ-પત્નીના મન દુઃખ, કલહ-ઘર્ષણ, પરિવારના ઝઘડાઓ, યુવાન છોકરા-છોકરીઓના પ્રણય કિસ્સાઓ વ્યાપાર ભાગીદારીના અણબનાવો, ધંધાકીય સફળતા-નિષ્ફળતા, માંદગી, વિચાર અને પ્રકૃતિની વિષમતા આત્મવિશ્વ્વાસનો અભાવ, માનસિક કે શારીરિક નિર્બળતા જેવી વિવિધ સમસ્યાઓને વિવિધ પ્રયોગો, ઉપચારો અને સંશોધનો દ્વારા કિશોરભાઈ શાહ નિવારણ કરે છે. તેઓ મેગ્નેટ થેરાપી, એક્યુપ્રેસરના ઉંડા અભ્યાસી અને મર્મજ્ઞ છે એટલું જ નહિ, આ દિશામાં વૈજ્ઞાનિક ઢબે એમણે કેટલુંક સંશોધન પણ કર્યું છે. જેનો બહુ સારા એવા પરિણામો જોવા મળ્યા છે. ટેલી-કેનીસીસ ટેલી-કેનીસીસ એટલે દૂર રહી અદ્રશ્ય રીતે વ્યક્તિના વિચારોમાં પરિવર્તન લાવવાની પદ્ધતિ (છહ છમૈનૈાઅર્ ા ૈહકનેીહબી ારી ાર્રેયરાજર્ કર્ ારીિ) એવો ઓક્સફર્ડ ડીકશનેરીમાં અર્થ આપ્યો છે. આજના ઇલોકટ્રોનિક યુગમાં રીમોટ કંટ્રોલથી અવકાશયાન વગેરેને નિયંત્રિત કરવામાં આવે છે અને હવે ઘેર ઘેર ટેલિવિઝન સેટ પણ રિમોટ કન્ટ્રોલથી સંચાલિત - નિયંત્રિત કરવામાં આવે છે. ત્યારે આ ટેલી કેનીસીસ માનવ સર્જિક રિમોટ કન્ટ્રોલ છે. જે મનોબળથી પ્રાપ્ત કરી શકાય છે. જમીલ સાઈકીક અમેરિકામાં જમીલ સાઈકીક નામનો વિજ્ઞાની દૂર બેઠા ટેલી. કેનીસીના ’ઉરૈસસૈનીગ’ વિચાર-પ્રવાહનો મારો ચલાવીને પોતાનું ધાર્યું કાર્ય પાર પાડે છે અને અમેરિકામાં એની આ પદ્ધતિ અત્યંત લોકપ્રિય બની છે. આઈ. સી. દરેક વ્યક્તિના મગજમાં અસંખ્ય જ્ઞાનતંતુઓ રહેલા છે અને લાખ જેટલી આઈ. સી. (ૈંહાીયિચાીિગ બૈબેૈાિજ) છે. આઈ. સી. ઇલેક્ટ્રોનિકના આ યુગમાં ટીવી થ્રી ઈન વન, રેડિયો વગેરેમાં વપરાય છે. આ લાખ જેટલી આઈ. સી.માંથી સામાન્ય માણસ ખૂબજ જૂજ આઈ.સી.ઓનો ઉપયોગ કરે છે. સંશોધન કરનારા, ડૉક્ટરો, વૈજ્ઞાનિકોની આઈ.ક્યૂ.ટેસ્ટ ઘણી ઉંચી હોય તેઓ થોડી વઘુ આઈ. સી.ઓનો ઉપયોગ કરે છે. |