વેલેન્ટાઇન-ડેઃ કયા લોકો ક્રેઝી હોય છે લવ મેરેજ માટે?
આજના યુવાનો માટે લગ્ન પોતાની પસંદ-નાપસંદની બાબત છે. આજે મોટાભાગના યુવાનો પ્રેમલગ્ન ઉપર વધુ ભાર આપે છે. આજના શહેરી વિસ્તારોમાં તો મોટાભાગે લવ-મેરેજનું જ પ્રચલન વધી રહ્યું છે. આજના યુવાનો વધુ બોલ્ડ છે સાથે તમને એજ્યુકેશન અને મા-બાપ તરફથી મળતી છૂટ તેમને આ તરફ જવા માટે મોકળાશ પેદા કરે છે. એટલે તેઓ આસાનીથી વિજાતીય પાત્રો તરફ એટ્રેક્ટ થઈ જાય છે અને લગ્નની વાત આવતા તો લવમેજરની જ વાત કરે છે, પરંતુ દરેકની કુંડળીમાં પ્રેમલગ્ન યોગ હોય તે જરૂરી નથી. ઘણીવાર તેમને નિરાશા જ હાથ લાગતી હોય છે.
ભારતીય જ્યોતિષ શાસ્ત્રમાં એવી રાશિઓ છે જેમાં પ્રેમલગ્નની પ્રબળ સંભાવના હોય છે. કારણ કે જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને જ ભૌતિક સુખ અને વિવાહનો કારક ગ્રહ માનવામાં આવે છે.
વૃષભ રાશિ શુક્રદેવની રાશિ માનવામાં આવે છે અને આ રાશિવાળાઓ ચંદ્રમાનું શુભ ફળ પ્રાપ્ત કરે છે. કારણ કે તેમની રાશિમાં ચંદ્રમા પોતાની ઉચ્ચ સ્થિતિમાં હોય છે. ચંદ્રમા મનને પ્રભાવિત કરે છે અને શુક્રની રાશિમાં હોય તો મનપસંદ લગ્નને યોગ રચાય છે.
તુલા રાશિવાળાને પણ શુક્ર ખાસ અસર કરે છે કારણ કે તે શુક્રની રાશિ છે. તુલા રાશિવાળા સૌંદર્ય પ્રેમી અને રાજસિક જીવન જીવનાર હોય છે. એટલે આ રાશિવાળા પણ પ્રેમલગ્નમાં વિશ્વાસ કરે છે.
ધન રાશિના છોકરા અને છોકરીઓ પરંપરાઓમાં ઓછો વિશ્વાસ કરે છે. તેમને પારંપરિક લગ્ન અનુચિત અને વ્યર્થ લાગે છે. એવા લોકો હંમેશા નવું કરવામાં વિશ્વાસ રાખે છે. આ રાશિનો સ્વતંત્ર સ્વભાવ જ તેમને પરંપરાઓ- રિત-રિવાજો તોડવા માટે મજબૂર કરે છે. તેમનો આ સ્વભાવ તેમને લવ-મેરેજ તરફ લઈ જાય છે.
Related Articles:
વૃશ્ચિક રાશિનો પતિ છે? તો તેની સાથે કેવું રહેશે જીવન?
સિંહ રાશિ અને કુંભ રાશિનો મેળાપ કેવું ફળ આપશે?
શું ખરેખર રાશિ પણ કોઈ વ્યક્તિનો સ્વભાવ દર્શાવી શકે!
અત્યંત કામુક સ્વભાવ ધરાવે છે મિથુન રાશિના જાતક
વીંછીનો સ્વભાવ છે ડંખ મારવો અને આપણો...?
સ્વભાવ અને ચરિત્ર બદલી શકાતું નથી
શું તમારે જાણવો છે તમારી રાશિનો સ્વામીગ્રહ?
No comments:
Post a Comment