Friday, April 29, 2011

ધન પ્રાપ્તિના અચૂક ઉપાય..

ધન પ્રાપ્તિના અચૂક ઉપાય

N.D
જીવનમાં ધન પ્રાપ્તિ ખૂબ જરૂરી છે. ધન ન હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ પણ બેઈમાની લાગે છે અને જો ધન છે તો દરેક દિવસ એક નવી ખુશી હોય છે. અનેક ધર્મ ગ્રંથોમાં પણ ધનના મહત્વનુ વર્ણન કરવામાં આવ્યુ છે. તંત્ર શાસ્ત્રના અંતર્ગત ઘણા એવા ઉપાય બતાવવામાં આવેલ છે. જેને કરવાથી ધનની ઈચ્છા પૂરી થાય છે અને જીવનમાં ફરી ક્યારેય ધનની કમી નથી આવતી.

ઉપાય

1. શનિવારના દિવસે પીપળનુ એક પાન તોડીને તેને ગંગાજળથી ધોઈને તેના પર હળદર અને દહીનુ મિશ્રણથી તમારા જમણા હાથની અનામિકા આંગળીથી હ્મીં લખો. ત્યારબાદ તેના પાનને અગરબત્તી-દિવો કરી તેને તમારા પર્સમાં રાખી લો. દરેક શનિવારે પૂજાની સાથે તે પાન બદલતા રહો. આ ઉપાય કરવાથી તમારુ પાકિટ ક્યારેય ધન થી ખાલી નથી રહેતુ. જુનુ પાન કોઈ પવિત્ર સ્થાન પર જ મુકો.

2. કાળા મરીના 5 દાણા તમારા માથા પરથી 7 વાર ઉતારીને 4 દાણા ચારેય દિશાઓમાં ફેંકો અને પાંચમો દાણાને આકાશ તરફ ઉછાળો. આ ટોટકો કરવાથી આકસ્મિકત ધન લાભ થાય છે.

3. અચાનક ધન પ્રાપ્તિ માટે સોમવારના દિવસે સ્મશાનમાં આવેલ મહાદેવ મંદિર જઈને દૂધમાં ચોખ્ખુ મધ નાખીને ચઢાવો.

4. જો ધન એકત્ર ન થઈ શકતુ હોય તો તિજોરીમાં લાલ વસ્ત્ર પાથરો.

5. તિજોરીમાં જેઠીમધનુ મૂળિયું મુકવાથી પણ ધનની પ્રાપ્તિ થાય છે.

6. જે ઘરમાં રોજ શ્રીસૂક્તનો પાઠ થાય છે, ત્યાં લક્ષ્મી જરૂર નિવાસ કરે છે.

No comments: