Sunday, January 30, 2011

ચિંતા? ચિંતા ન કરો, અપનાવો આ બે પદ્ધતિ!!!

ચિંતા? ચિંતા ન કરો, અપનાવો આ બે પદ્ધતિ!!!


વ્યવહારિક જીવનમાં જુદા-જુદા પ્રકારની પરેશાનીઓ ચિંતા પેદા કરે છે. પરંતુ જ્યારે આ ચિંતાઓ દિલ-દિમાગમાં હાવી થઈ જાય ત્યારે વ્યક્તિની માનસિક સ્થિતિ અસ્થિર, અસંતુલિત અને તેના મનોબળને પણ કમજોર કરી દે છે. આવી સ્થિતિમાં નાની-નાની તકલીફો ખૂબ જ ગંભીર લાગવા લાગે છે. સતત ખરાબ વિચારો રહેવાથી મનની સાથે શરીર પણ કમજોર થવા લાગે છે. ધર્મની દ્રષ્ટિએ આ સ્થિતિ નૈરાશ્ય અર્થાત નિરાશા કહેવામાં આવે છે.

જો કે આવી પરિસ્થિતિઓ બુદ્ધિ, મન અને આધ્યાત્મિક શક્તિને નુકસાન પહોંચાડે છે. એટલે તેનાથી બહાર આવવા માટે તેની સાથે જોડાયેલી વ્યાવહારિક સમસ્યાઓને દૂર કરવાની સાથે તેનો ઉકેલ લાવવા માટે નીચે આપેલી બે વાતો પણ અપનાવવી જરૂરી છે.

મનોબળ નબળું ન થાયઃ-

નિરાશામાં ઘેરાયેલ વ્યક્તિ ઘણીવાર ભાગ્યને દોષ આપી કર્મ(કામ) કરવાનું બંધ કરી દે છે. જેનાથી નિષ્ફળતા મળી હોય તેનાથી તેનું મનોબળ તૂટી જાય છે. એટલા માટે જરૂરી છે કે મનને કોઈ એવા કામમાં પરોવો કે જે તમારા રસનું હોય, સાથે આત્મવિશ્વાસને વધારનારું હોય. મગજમાં સારા અને મનને શાંતિ આપનાર વિચારોને જગ્યા આપો. આ નાની-નાની બાબતોથી મનોબળની સાથે મગજની નિર્ણય ક્ષમતામાં પણ વધારો થાય છે.

ચિંતાથી ભયભીત ન થાઓઃ-

“ચિંતા ચિતા સમાન હોય છે” એટલે જુદા-જુદા પ્રકારના ડર અને અસુરક્ષાનો ભાવ પેદા થાય છે. એટલે શોક, અફસોસ, કાલ્પનિક અને નકારાત્મક વિચારોથી બચવું જરૂરી હોય છે તેથી તેને ટાળો. તેના સ્થાને હકારાત્મક અને વ્યવહારિક વિચારોને અપનાવો. ચિંતાના કારણોને એક-એક કરીને ઉકેલ લાવો. જો ચિંતા પોતાના ખોટા કામો સાથે જોડાયેલ હોય તો તેનો સ્વીકાર કરી અપરાધ બોધથી બચો.

આ બે પદ્ધતિથી ઉત્સાહ, પ્રેમ, શાંતિ, વિશ્વાસની સાથે મન અને બુદ્ધિબળ પ્રાપ્ત થાય છે અને નિરાશાની ખાઈઓમાંથી બહાર આવવું આસાન બને છે.




Related Articles:

કેમ દિવસ-રાત સુખ દુ:ખની ચિંતા સતાવ્યા કરે છે..
ફૂટી તકદીર....ચિંતા ન કરો શનિને ખુશ કરો..!!
બળ,બુદ્ધિ અને વિદ્યા માટે ધ્યાન કરો.....

source by:- divya bhaskar press

No comments: