Sunday, January 30, 2011

વૃષભ રાશિ ઘરાવનારાઓ માટે કેવું રહેશે વર્ષ-2011

જાણો, તમારા માટે કેવું રહેશે વર્ષ ૨૦૧૧? કરિયર, પ્રેમ

અને વ્યવસાયમાં શું ઉતાર-ચઢાવ આવશે? પારિવારિક

અને વ્યાવસાયિક સંબંધો કેવાં રહેશે? પ્રત્યેક રાશિનું

માસવાર ભવિષ્યફળ, જે તૈયાર કર્યું છે સુપ્રસિદ્ધ જયોતિષી

દાતી મહારાજે. વાસ્તુસંબંધી નાની નાની પણ અસરકારક

વાસ્તુ ટિપ્સ. તો ચાલો તૈયાર થઈ જાવ એ જાણવા માટે

કે કેવું રહેશે તમારું નવું વર્ષ-૨૦૧૧?





વૃષભ


બ.વ.ઉ.

રાશિ સ્વભાવ

આ રાશિના જાતકોને પોતાની ધૂનમાં જ મસ્ત રહેવું ગમે છે. તેઓ ખૂબ વ્યવહારકુશળ હોય છે. લોકોની આગતા-સ્વાગતા કરવામાં તેઓ આનંદ અનુભવે છે. કુટુંબીજનો સાથે હળીમળીને રહેવું ગમે છે. તીવ્ર યાદશક્તિ ધરાવે છે. તેઓ ધીમે ધીમે જીવનની બધી કળામાં પારંગત બને છે.

શુભ દિવસ-શુક્રવાર, શુભ રંગ-સફેદ, શુભ અંક-૫ પ્રેમ

આ રાશિનો અધપિતિ ગ્રહ શુક્ર છે. રોમાન્સનું પ્રતીક હોવાને લીધે આ રાશિના જાતકોની અંદર હંમેશાં પ્રેમભાવના જળવાઇ રહે. સમજી-વિચારીને જીવનસાથી પસંદ કરો. કોઇની સાથેના સંબંધમાં કડવાશ નહીં આવે. સંબંધો જાળવવામાં તમે મૂળ પ્રકૃત્તિ અનુસાર તમે સમર્પણની ભાવના રાખશો.

પરિવાર

આ વર્ષે સંતાન સુખ મળવાના યોગ છે. સામાજિક કાર્યોમાં રસ વધશે. જૂની કોઇ કાયદાકીય ગૂંચ હોય તો એ ઉકેલાય એવી શક્યતા છે. કૌટુંબિક સ્થિતિ મનવાંચ્છિત રહેશે. દાંપત્ય સુખ વધશે. કાર્યોમાં સ્વજનોનો સહકાર મળે.

સ્વાસ્થ્ય

શ્વાસ, પેટની બીમારી, બ્લડપ્રેશર વગેરેના દર્દીઓને પોતાના સ્વાસ્થ્ય અંગે સાવચેત રહેવું પડે. તબિયતને લગતી કોઇ પણ તકલીફને માથે ન મારી મૂકવી. વડીલોએ સિઝનલ બીમારીઓથી વધારે સાવચેત રહેવું. બહારની ચીજવસ્તુઓ ન ખાવી કારણ કે તેને લીધે તમને કોઇ પણ શારીરિક તકલીફ થઇ શકે છે.

વાસ્તુ ટિપ્સ


ઘરની દીવાલનો રંગ આછો લીલો કે આછો ભૂરો રાખવો.

રસોડામાં સૂર્યપ્રકાશ આવે એવી વ્યવસ્થા કરવી. તમારી તબિયત માટે સારંુ રહેશે.

આર્થિક લાભ મેળવવા માટે ઓફિસની દીવાલનો રંગ આછો પીળો કરવો.

ઘરમાં સફેદ રંગનો જ પ્રકાશ રાખવો.

કરિયર

રોજગારી, મનગમતા સ્થળે બદલી અને બઢતીના સારા યોગ બને છે. ઓફિસમાં જવાબદારીઓ વધી શકે છે. જે છેવટે સારંુ પરિણામ આપે. યુવાનોને નોકરીની સારી તક મળે. ફિલ્મ નિર્માણના ક્ષેત્રે કારકિર્દી ઘડી શકો છો.

વ્યવસાય

કમાણીના નવા સાધનો ઊભા થશે. વ્યવસાયમાં પરિવર્તન આવી શકે છે અથવા તો કરી શકો છો. તે લાભદાયી નીવડે. આનાથી આર્થિક સ્થિતિ સારી થશે. લાંબી બિઝનેસ ટૂરના યોગ છે. તે ફાયદાકારક નીવડે. પાર્ટનરશિપમાં જે કંઇ કામ કરો તેમાં સાવચેતી રાખવી.

જાન્યુઆરી

સમસ્યાઓનો ઉકેલ આપમેળે આવશે.

આ મહિનો સાધારણ ફળ આપશે. પ્રયત્નો કરવાથી બધા કામ પાર પડશે. મહિનાની શરૂઆતમાં થોડીક તકલીફો વેઠવી પડશે. જોકે, મહિનાના અંતે તમામ સમસ્યાઓનો ઉકેલ આપમેળે આવશે. તેના સારા પરિણામો મળશે. ઓફિસમાં સહકર્મચારીઓનો સારો સહકાર મળશે. ફાલતું ખર્ચા ન કરવા. ધીરજ ધરવી. સંતાનોએ અભ્યાસમાં વધારે ધ્યાન આપવું પડશે પછી સફળતા મળશે. લગ્ન-વિવાહના સંદર્ભમાં આ મહિને વાત નક્કી થવાની શક્યતા ઓછી જણાય છે તેમ છતાં પ્રયત્નો ચાલુ રાખવા.

ફેબ્રુઆરી

કમાણી વધશે, વ્યવસાયની નવી તક ઊભી થશે.

ગયા મહિના કરતા આ મહિનો સારો રહેશે. જૂની તકલીફોનો અંત આવશે. અટકેલાં તમામ કાર્યોમાં સફળતા મળશે. આનાથી આર્થિક સ્થિતિ સુધરશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો મધ્યમ રહેશે. દોસ્તોનો સહકાર જળવાઇ રહેશે. આવકના સાધનો વધશે. સંતાનોના અભ્યાસ માટે સમય સાધારણ છે. તેમણે મહેનત કરવાની જરૂર છે. યુવા વર્ગ માટે વ્યવસાયની નવી તક ઊભી થશે. મહિનાના અંતે સારી સફળતા મળે. સંતાનોના લગ્ન-વિવાહ માટે સમય મધ્યમ રહેશે. આહાર-વિહાર પર પૂરતું ધ્યાન આપવું.

માર્ચ

આખો મહિનો સુખ-શાંતિથી પસાર થશે.

આ મહિનો તમારા માટે બહુ સારો છે. તમામ પ્રકારની સફળતા મળે. વ્યવસાયમાં પરિવર્તન કરી શકશો. વેપારના વિકાસ માટે વધારે મૂડીરોકાણ કરી શકો છો. સ્વજનો-મિત્રોનો પૂરેપૂરો સહકાર મળે. આખો મહિનો સુખ-શાંતિથી પસાર થશે. હરવા-ફરવાની દ્રષ્ટિએ પ્રવાસનો યોગ બને. સંતાન પ્રાપ્તિનો યોગ બને છે. ઘરમાં કોઇ ધાર્મિક પાઠ-પૂજા થાય. જે જાતકોને બાળક થતાં ન હોય તેવા લોકો આ મહિને ધર્મ શાસ્ત્રાનુસાર પૂજા-પાઠ કરે તો તેમને સફળતા મળવાની શક્યતા વધી જાય.

એપ્રિલ

ખુશખબર મળતી રહેશે.

આ મહિનો તમારા માટે ખુશખબરથી ભરેલો રહે. બીજા સાથે સારા સંબંધ સ્થપાશે. કમાણીના નવા સાધનો ઊભાં થાય. વેપારમાં વૃદ્ધિ થવાની શક્યતા છે. નોકરિયાતોને બઢતી મળે અને ઓફિસમાં બધાનો સહકાર મળશે. સ્વાસ્થ્ય સારંુ રહેશે. દાંપત્ય સુખ વધશે. પત્ની, પરિવારની સાથે બહાર હરવા-ફરવાની તક મળે. યુવા વર્ગ માટે આ મહિનો ભાગ્યશાળી રહેશે. અટકેલાં કાર્ય પૂરાં થાય. ધારી સફળતા મળે. સંતાનોને અભ્યાસમાં મન લાગશે અને સફળતા મળે.


મે

પરિવારની સાથે બહાર ફરવા જઇ શકો.

આ મહિનો સામાન્ય રીતે શુભ ફળ આપશે. તમે વેપારના નવા સાધન શોધી શકો છો. બિઝનેસ માટે લાંબા વિદેશ પ્રવાસનો યોગ છે. પરિવારની સાથે બહાર ફરવા જઇ શકો. દાંપત્ય સુખ વધે. નોકરિયાતોને વધારે તકલીફો નહીં ભોગવવી પડે. તેમના માટે સામાન્ય સમય રહેશે. ઓફિસમાં હકારાત્મક વલણ અપનાવવું. નવી જવાબદારી સંભાળવી પડે. વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું. યુવા વર્ગને પ્રયત્નોથી સફળતા મળે. વિદ્યાર્થી વર્ગને ધારી સફળતા મળે.

જૂન

લગ્ન-વિવાહ માટે થોડીક રાહ જોવી.

આ મહિને કોઇ નવી યોજના ન બનાવો. લાંબી મુસાફરી ન કરવી. વાદ-વિવાદ ટાળવો. સંયમથી કામ લેવું. ગુસ્સો ન કરવો. નોકરિયાતો માટે આ મહિનો સામાન્ય રહેશે. અધિકારીઓનો અનાદર કે અવગણના ન કરવી. તેમને તમારા કામથી ખુશ રાખવાના પ્રયત્નો કરવા. યુવા વર્ગને નોકરી અને લગ્ન-વિવાહને લગતા કાર્ય માટે ઓગસ્ટ સુધી રાહ જોવી. સંતાનોની સાથે સંબંધ મીઠા રાખવા. તેમના પર ગુસ્સો ન કરવો. રાજકારણમાં સ્થિતિ સામાન્ય રહે. રાજકારણીઓ સાથે હાલમાં અંતર જાળવી રાખવું.

જુલાઇ


અંતિમ પખવાડિયામાં આર્થિક લાભ મળશે.

અગાઉ વેઠેલી તકલીફો દૂર થતી જશે. મહિનાના મધ્યમાં આર્થિક સ્થિતિ સારી થતી જાય. સ્વાસ્થ્ય સારંુ રહે. કામમાં પરિવારનો પૂરેપૂરો સહકાર મળે. બિઝનેસ ટૂરની શક્યતા છે. નોકરિયાતોને આ મહિને તકલીફો નહીં ભોગવવી પડે. યુવાનો માટે સમય સારો છે. લગ્ન-વિવાહની સારી તક મળે, પ્રયત્નો ચાલુ રાખવાથી સફળતા મળે. અભ્યાસની સોનેરી તક મળે. વિદ્યાર્થી વર્ગે દિલ દઇને અભ્યાસ કરવો. સંતાન પ્રાપ્તિ માટે ધાર્મિક અનુષ્ઠાન વગેરે કર્યા પછી પ્રયત્ન કરવાથી સફળતા મળશે.

ઓગસ્ટ


આ મહિને ઇચ્છા મુજબનું ફળ મેળવશો.

આ મહિને તમને તમામ પ્રકારનું સુખ મળશે. ઓછા પ્રયત્ને વધુ સફળતા મળે. વ્યવસાયમાં પરિવર્તન, નોકરીમાં બઢતી માટે સમય સારો રહે. યુવા વર્ગને તમામ પ્રકારની સફળતા મળે. મિત્રોથી લાભ થાય. ઘરમાં નવું પરિવર્તન આવે એવી શક્યતા છે. સુખ-સુવિધાઓ વધશે. સ્વાસ્થ્ય સારંુ રહેશે. તમારી ઉંમર પરણવા લાયક હોય તો લગ્નની તૈયારી શરૂ કરી દો કારણ કે આ વખતે લગ્ન-વિવાહનો ઉત્તમ યોગ બને છે. આ મહિને કોઇ તીર્થસ્થાને કે વન-બગીચામાં પીપળો, વડ, લીમડો વાવો તો સારંુ થશે.

સપ્ટેમ્બર


પ્રયત્નો કરવાથી ચોક્કસ સફળતા મળે.

આ મહિનો સામાન્ય રહેશે. પ્રયત્નો કરવાથી બધા કાર્યોમાં સફળતા મળે. તમારું સ્વાસ્થ્ય ઠીક રહે. યુવા વર્ગને વધુ મહેનતે સારી સફળતા મળે. તમારી તબિયતની કાળજી રાખવી. વાદ-વિવાદ ટાળવો. પાડોશીઓ સાથે સારંુ વર્તન કરવું. અણીના સમયે પાડોશીઓ જ કામે આવે. નોકરિયાતોને ઉપરીવર્ગની તોછડાઇથી થોડીક માનસિક હેરાનગતિ થઇ શકે છે પરંતુ ખાસ ચિંતા કરવાની જરૂર નથી. તમારું કામ દિલ દઇને કરતા રહો. આ મહિનો સામાન્ય રહેશે. કામ કરવામાં આનાકાની ન કરવી.

ઓક્ટોબર


માંગલિક કાર્યો માટે સમય ઉત્તમ રહેશે.

સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. આહાર-વિહારનું ખાસ ધ્યાન રાખવું. સરકારી કામકાજમાં વધારે મહેનત કરવી પડે. સરકારી અધિકારીઓ સાથે અંતર જાળવવું. આ મહિને નવા કાર્યની શરૂઆત ન કરવી. યુવાનોએ આ સમય શાંતિથી પસાર કરવો. ભાગીદારીમાં કામ ન કરવું. અગાઉ ભાગીદારી કરી હોય તો ખાસ ધ્યાન રાખવું. લગ્ન-વિવાહના કાર્ય શાંતિથી ઉકેલાય. આ પ્રકારના માંગલિક કામમાં દરેક પ્રકારે સફળતા મળશે, પણ મહેનત કરવી પડશે. તમારી રાશિનો અધપિતિ ગ્રહ શુક્ર છે. શુક્રની આરાધ્ય દેવી લક્ષ્મીજી છે. ધન-ધાન્યના સુખ માટે શ્રીસૂકતનો પાઠ કરવો.

નવેમ્બર


ધગશથી કામ કરશો તો સારી સફળતા મળશે.

તમારે થોડી વધારે મહેનત કરવી પડે. આ મહિનો તમારી ઇચ્છાથી વિરુદ્ધનું ફળ આપશે. કામકાજમાં ખાસ ધ્યાન આપવાથી સફળતા મળે. લાંબી મુસાફરીનો યોગ બને છે. મુસાફરી વખતે સામાનનું ખાસ ધ્યાન રાખવું. બિનજરૂરી ખર્ચા ટાળવા. યુવા વર્ગને કામમાં સફળતા મળે પરંતુ મહેનત કરવી પડે. સાથીદારો તરફથી સહકાર થોડો ઓછો મળે. વ્યવસાયમાં ચડતી-પડતી આવે. દુગૉ સપ્તશતીનો પાઠ (ચંડીપાઠ) કરાવવો. આનાથી તમામ પ્રકારની અડચણો દૂર થાય છે અને મનવાંિચ્છત ફળ મળે છે.

ડિસેમ્બર


સ્વામી ગ્રહ શુક્રને પ્રસન્ન રાખવો, સુખ-લાભ મળે.

આ મહિને આર્થિક સ્થિતિ સામાન્ય જ રહે. બિનજરૂરી ખર્ચા ન કરવા. લાંબી મુસાફરીનો યોગ બને. નોકરિયાતોના માથે વધારે જવાબદારી આવી પડે. ઉપરી વર્ગથી સાવચેત રહેવું. વિદ્યાર્થી વર્ગે અભ્યાસમાં થોડી વધારે મહેનત કરવી પડે. વિદ્યાર્થીઓએ પ્રવાસ ટાળવો. લગ્ન-વિવાહને લગતા કામ માટે બરાબર પ્રયત્નો કરવા. દાંપત્યજીવનમાં પ્રેમ જાળવવો. તમારી રાશિનો સ્વામી શુક્ર પતિ-પત્નીનો પ્રેમ જોઇને ખુશ થાય છે. એટલે રાશિનો સ્વામી ગ્રહ પ્રસન્ન રહે તો તમારી તમામ અડચણો પણ દૂર થશે.




Related Articles:

નક્ષત્રના આધારે કુંભ રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
નક્ષત્રના આધારે મેષ રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
નક્ષત્રના આધારે મીન રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
નક્ષત્રના આધારે મકર રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
નક્ષત્રના આધારે ધન રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
નક્ષત્રના આધારે વૃશ્ચિક રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
નક્ષત્રના આધારે તુલા રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
નક્ષત્રના આધારે કન્યા રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
નક્ષત્રના આધારે સિંહ રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
નક્ષત્રના આધારે કર્ક રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011


source by:- divya bhaskar press

No comments: