જ્યારે કોઈ વ્યક્તિ દુઃખ અને સંકટથી ઘેરાઈ બેહાલ થઈ જાય ત્યારે બગડેલી મનોદશામાં તે ભગવાને જવાબદાર ઠેરવે છે ઘણીવાર તો ખૂબ જ ખરાબ શબ્દોમાં ભગવાનને અપશબ્દો બોલે છે. પરંતુ હિન્દુ ધર્મશાસ્ત્રોમાં બતાવવામાં આવેલી કેટલીક વાતોને આવી પરિસ્થિતિના સુખ અને ભગવત્કૃપાનો સંકેત માનવામાં આવે છે. શું તમે જાણો છો સુખ મેળવતા પહેલા કેવા-કેવા દુઃખોનો સામનો કરવો પડે છે.
શ્રીમદભાગવદમાં જે ભગવાનની કૃપા થવાની હોય તે નિર્ધન થવા લાગે છે અર્થાત ગરીબ થવા લાગે છે. પોતાના સંબંધીઓની ઉપેક્ષા મળે છે અને ઘરમાં અલગાવ પણ પેદા થવા લાગે છે. ધન કમાવા માટે કરવામાં આવેલી મહેનત બેકાર જાય છે. આ રીતે વારંવાર અસફળતાથી દુઃખી અને વિરક્ત મનોદશામાં તે વ્યક્તિ ભગવાનનું સ્મરણ કરી, ભગવાનની શરણમાં જાય છે. જેનાથી તે વાસ્તવિક સુખ અને શાંતિ મેળવે છે.
આવી સ્થિતિમાંથી પસાર થનાર વ્યક્તિ ભગવાન અને ભક્તિને કઠોર ગણી બેચેન અને અશાંત રહે છે. પરંતુ શ્રીમદ ભાગવદમાં બતાવવામાં આવેલી વાતો એ તરફ ઇશારો કરે છે કે વિપરિત અને ખરાબ સ્થિતિમાં પણ વ્યક્તિને કોઈપણ પ્રકારે હિંમ્મત હાર્યા વગર હકીકત અને ભગવાનના વિધાન અને પેદા થનાર હિત માની સ્વીકાર કરી લેવું જોઈએ. એ સુખમાં જ ભગવાનનું ધ્યાન અને સ્મરણ જરૂર કરવું જોઈએ.
No comments:
Post a Comment