સૂર્ય હિન્દુ ધર્મના પંચદેવોમાં મુખ્ય દેવતા છે. સૂર્યને પ્રત્યક્ષ દેવતા માનવામાં આવે છે. આખી દુનિયાની પ્રાણશક્તિ હોવાથી તેઓ જગતપિતા પણ કહેવાય છે. પૌરાણિક માન્યતાઓમાં સૂર્યને મહર્ષિ કશ્યપ અને અદિતિના પુત્ર માનવામાં આવે છે. તેમની માતાના નામથી તેઓ આદિત્ય પણ કહેવાય છે.
શાસ્ત્રો પ્રમાણે સૂર્યદેવના પુત્ર શનિ અને યમ તથા પુત્રી યમુના પણ પ્રમુખ પૂજનીય દેવી-દેવતા છે. આ રીતે સંકચમોચક દેવતા શ્રીહનુમાનના ગુરુ પણ સૂર્યદેવ જ છે. આ કારણ છે કે સૂર્ય દેવની ઉપાસના શક્તિ, સિદ્ધિ, સ્વાસ્થ્ય, યશ, એશ્વર્ય અને સૌંદર્ય આપનાર માનવામાં આવે છે.
સૂર્યના સ્મરણ માટે જ શાસ્ત્રોમાં એવા 21 નામો બતાવ્યા છે, જેના ધ્યાન માત્રથી અપાર વૈભવ, આયુ, સ્વાસ્થ્ય, શક્તિ, સિદ્ધિ અને સન્માન પ્રાપ્ત થાય છે. ધાર્મિક માન્યતા છે કે સ્વયં સૂર્યદેવે આ 21 નામોને જગતકલ્યાણ માટે ઉજાગર કર્યા. આ 21 નામ સ્તવરાજના નામે પણ ઓળખાય છે. આ નામોનો જપ સૂર્યના હજાર નામો સ્મરણ કરવા સમાન છે. ધાર્મિક દ્રષ્ટિએ સૂર્યની પ્રસન્નતા અને અનુકૂળતા માટે આ 21 નામોને સવાર અને સાંજે સ્મરણ કરવાનું મહત્વ બતાવવામાં આવ્યું છે. જાણો છો આ 21 નામ—
- भास्कर - रवि - लोक साक्षी - लोक प्रकाशक - तपन - तापन- शुचि पावन - लोक चक्षु - श्रीमान- त्रिलोकेश - कर्ता- गृहेश्वर - हर्ता - ब्रह्मा
- गभस्तिहस्त (જેના કિરણરૂપી હાથ છે)
- तमिस्त्रहा (અંધારાનો નાશ કરનાર)
- सप्ताश्ववाहन (સાત ઘોડાના વાહન ઉપર બેસનાર)
- विकर्तन (સંકટને હરનાર કે નાશ કરનાર)
- विवस्वान (તેજરૂપ)
- मार्तंड (જે અંડમાં લાંબા સમય સુધી રહે)
- सर्वदेवनमस्कृत
No comments:
Post a Comment